રાયકિન્નર રાજાના અમરીપ્રદેશમાં શ્રીહરિ દ્વારા દિવ્ય ભવ્ય મહાયજ્ઞ
આ અધ્યાય 201–207 સંયુક્ત છે
રાધાજીએ પૂછ્યું : હે કૃષ્ણ, કેનાટક અમરી પ્રદેશમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ ક્યાં ક્યાં ફર્યા. શું ચરિત્ર, ચમત્કાર બતાવ્યા. કોણે કોણે શું સેવા કરી તે સર્વ કથા કહો. પરબ્રહ્મની કથા સાંભળીને મને અતિતૃપ્તિ થાય છે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને ત્યાં યજ્ઞ કર્યો, મંત્ર ઉપદેશ આપ્યો, તીર્થો કર્યા, દિવ્યદર્શન આપ્યા. જે નરનારીઓએ સેવા કરી, પ્રભુએ તેનો મોક્ષ કર્યો. તે કથા સંક્ષેપમાં કહું છું.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ લાલાયન અને દિવિમાન ઋષિને સાથે રાખી સમ્રાટ રાજા રાયકિન્નર પાસે વિનીપાર સરોવરે શેષકાષ્ટા નદીકાંઠે યજ્ઞ કરાવતા હતા. તેમાં આમંત્રણ માટે સર્વરાજા અને પ્રજાને મંગલપત્રિકા મોકલી. સરોવર-નદીકાંઠે વિશાળ મંડપની રચના કરાવવા શ્રીહરિ યજ્ઞ સ્થળે જોવા આવ્યા. ત્યાં અનેક રાજ્યોમાંથી આવેલા રોકીશ્વર, રાયરણજીત, રાયવાકક્ષક, રાયમારીશ, રાયબાલેશ્વર, રાયલંબાર, રાયનવાર્ક, રાયહુંડેશરાય, કુપેશ વગેરે રાજાઓ સૈન્ય સાથે કરોડો ગોરી પ્રજા નરનારીઓ સાથે આવી ગીત-વાજીંત્રોથી, જયઘોષથી ભગવાન કૃષ્ણવલ્લભનું સ્વાગત કરી હીરામોતીના હારમણિ રત્નોના સોનાચાંદીના હાર, પુષ્પોના હાર પહેરાવી પૂજા કરી પછી પ્રધાનોએ શ્રીમંતોએ પૂજા કરી પુષ્પહાર પહેરાવ્યા. શ્રીહરિએ સર્વને કુશળ સમાચાર પૂછ્યા. સર્વ રાજાઓએ પ્રભુને કહ્યું કે, હે શ્રીહરિ તમે આ દેશમાં પધારવાથી પૃથ્વી પાવન થઇ. નરનારીઓ તમારા દર્શન કરી તૃપ્ત થયા. વન, પર્વત, નદી, સમુદ્ર, પશુ, પક્ષી, વાહન, જીવજંતુ, વૃક્ષવેલી સર્વે ધન્યભાગી થયા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ દશયોજનનો મહામંડપ વિશ્વકર્મા પાસે કરાવતા હતા. શંકરવિષ્ણુના પાર્ષદો તથા લોમશ ઋષિના શીષ્યો પાસે યજ્ઞશાળા પાઠશાળા ભોજનશાળા ઉતારા સ્નાન રસગાલા વગેરે કરાવ્યા. શ્રીહરિએ ઇન્દ્રને સંભાર્યા તેણે આવી અમૃતના કુંડ ભરી દીધા. ધામમાંથી કામદૂધા ગાયો આવી દૂધ, દહીં, ઘી વગેરેના કુંડો ભરી દીધા તથા અન્ન, સાકર, ગોળના પર્વતો હાજર કર્યા. પછી કુબેરને બોલાવ્યા. તેણે સુવર્ણ રૂપિયાના ગંજ કર્યા. શ્રીહરિની આજ્ઞાથી રાયકિન્નર રાજાએ છઠ્ઠને દિવસે બપોરે સર્વને મિષ્ટાન્ન, ભોજન કરાવ્યું. પછી રાજાએ ચાર દાંતવાળા ધોળા હાથીને શણગારીને સોનાની અંબાડીમાં શ્રીહરિને બેસાડ્યા. બીજા હાથી પર શ્રીહરિના માતાપિતા કુટુંબ વગેરે તથા ઋષિમંડળને બેસાડ્યા. અને મણિપુરમાં ફેરવ્યા. અમરીદેશની ગોરીપ્રજા નરનારીઓ બાલકૃષ્ણનું દિવ્ય અલૌકિકરૂપ જોઇ આશ્ચર્ય પામી ચંદનપુષ્પોથી વધાવતી હતી. પછી પ્રભુ રાજાના મહેલમાં આવ્યા. રાજારાણીએ, કુમાર, કુમારીઓએ પ્રભુનું પૂજન કરી ચરણામૃત પીધું. દિવ્ય દર્શન દીધું. પછી રાજાએ સ્તુતિ કરી, પરમધામમાં મહામુક્તોથી સેવાયેલા અનંત શક્તિવાળા, અનેક ગુણવાળા હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમે જય પામો. હે પ્રભુ ગોલોક ધામમાં ગોપગોપીઓથી પૂજાયેલા કૃષ્ણ સ્વરૂપ પણ તમે જ છો. વૈકુંઠ ધામમાં લક્ષ્મીનારાયણ પણ તમે છો. ભૂમાનારાયણ, નરનારાયણ, શેષનારાયણ ચતુર્વ્યૂહ સ્વરૂપ સર્વરૂપે તમે રહેલા છો. દેવ, દૈત્ય, પિતૃઓ, રાજાઓ, જડચેતન સ્થાવરજંગમ સર્વ તમારામાં રહેલું છે. હે પ્રભુ તમારું આપેલું આ રાજ્ય હું ભોગવું છું. રાજાની સ્તુતિથી શ્રીબાલકૃષ્ણ પ્રસન્ન થયા. એકાવન રાજકન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી. પછી પ્રધાનોએ પોતાને ઘેર પ્રભુને પધરાવી પૂજા કરી ભેટ મુકી. શ્રીમંતોએ પણ પોતાને ઘેર પધરાવી પૂજા કરી ભેટ મુકતા હતા. સર્વ નરનારીઓ શ્રી બાલકૃષ્ણનું દિવ્ય તેજસ્વી રૂપ જોઇને આશ્ચર્ય મુગ્ધ થતા હતા અને પરમ આનંદ પામતા હતા. મણિપુરમાં નરનારીઓ જય જયકાર કરી પરસ્પર કહેતા હતા કે, આ બાલકૃષ્ણ પાસેથી આપણે યજ્ઞમાં મંત્ર ગ્રહણ કરશું. પછી પ્રભુ યજ્ઞશાળામાં આવ્યા. સર્વેએ ષોડ્ષોપચારથી પૂજા કરી વસ્ત્ર અલંકારો ધારણ કરાવ્યા. પછી શ્રીહરિએ રાજમહેલમાં આવી ભોજનપાન કર્યા. રાત્રે કિર્તન ઉત્સવ, નૃત્ય થયા. રાત્રિ વિશ્રામ કરી સવારે જાગી હરિકૃષ્ણ પ્રભુએ નિત્યકર્મ કરી દૂધપાન કરી વિશ્વકર્માએ રચેલો મહામંડપ જોવા ગયા.
યજ્ઞમંડપ જોઇને પ્રસન્ન થયેલા ભગવાન કૃષ્ણવલ્લભે પૃથ્વી દેવી અને લક્ષ્મીને બોલાવી આજ્ઞા આપી. આ યજ્ઞમાં તમારે અન્નપૂર્તિ સહાયરૂપે થવું. સર્વજનોને ભોજન પૂર્ણ થાય તે સેવા કરવી. વરૂણદેવને બોલાવી પાણીની સેવા આપી, કુબેરને દક્ષિણાની સેવા સોંપી, અશ્વિનીકુમારોને આરોગ્યની સેવા આપી, ધર્મરાજાને સર્વની રક્ષા કરવાની સેવા આપી, ગણપતિને સર્વ વિઘ્નો નાશ કરવાની સેવા આપી, સૂર્યને સર્વવસ્તુ અક્ષત રાખવાની સેવા આપી, શંકરની સર્વની રક્ષા કરવાની સેવા આપી, દાનદેવા વિષ્ણુની નિમણૂક કરી, સ્વાગત સેવા ઇન્દ્રને સોંપી, ભોજન પકાવવાની સેવા અગ્નિને આપી, વીજળીને પ્રકાશસેવા આપી. એ રીતે સર્વ દેવોને શ્રીહરિએ યજ્ઞસેવામાં નિયુક્ત કર્યાં. પછી કીન્નર રાજાને આજ્ઞા આપી સુવર્ણની નવ આંગળની નારાયણની મૂતિર્ બનાવજે અને આઠ આંગળની લક્ષ્મીજીની મૂતિર્ બનાવજે અને દશ આંગળની મારી મૂતિર્ બનાવજે. તથા માણિકી, રમા, પદમા, રાધા વગેરે મૂતિર્ બનાવજે તથા શીવ, પાર્વતી, ગણેશ, નંદીની, કાર્તિક વગેરે પાંચ મૂતિર્ કરાવજે. તથા સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, કંભરામાતા, ગોપાલપિતા વગેરેની પાંચ મૂતિર્ઓ કરાવજે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનને નારદ સુદર્શન ચક્ર, ગરૂડ અને સનત્કુમાર - સચ્ચિદાનંદને પત્રિકાઓ આપી અને સર્વે સૃષ્ટિઓમાં બ્રહ્માંડોમાં મહાયજ્ઞમાં આવવાનું આમંત્રણ આપતા હતા કે, ભાદરવા સુદ સાતમે યજ્ઞારંભ થશે. પછી યમરાજને આજ્ઞા કરી. યમપુરી બંધ કરી યમદૂતોને યજ્ઞ સેવામાં રાખજો. નરનારાયણ ભગવાન, વાસુદેવ, ધર્મરાજા વગેરેને આજ્ઞા આપી, તમારે યજ્ઞમાં આવતા જનોનું સ્વાગત કરવું. લક્ષ્મી, સરસ્વતી, પાર્વતીને આજ્ઞા આપી. તમારે નારીઓનું સ્વાગત કરવું. ભારદ્વાજ, લોમશ ઋષિ ગંગાપુત્રોને આજ્ઞા કરી, તમારે સર્વેને અન્નજળ, ફળફુલ આપવા. બ્રહ્મધરાને બ્રહ્મરસને વિરજાને અમૃતને આજ્ઞા આપી, તમારે સર્વને ઈચ્છા પ્રમાણે તૃપ્તિ કરવી. અગ્નિને, વાયુને આજ્ઞા કરી, તમારે સેવામાં રહેવું. વિશ્વકર્માને આજ્ઞા આપી તમે આકાશમાં અવતારો, ઇશ્વરો, દેવોના નિવાસોની રચના કરો. તથા રોકીશ્વરરાજા આવી કહે, હે પ્રભુ મારી નગરી પાવન કરો. શ્રીહરિ ઋષિઓ સાથે લઇને તે નગરીમાં ગયા. ત્યાં રાજમહેલમાં પ્રભુને પધરાવી ષોડ્શોપચારથી રાજારાણી, કુમાર, કુમારીઓએ પૂજા કરી. આરતી કરી ભેટ મુકી. એકવીસ રાજકન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી, પછી રાજાએ પ્રભુને પુરમાં પધરાવ્યા. બાલકૃષ્ણનું દર્શન કરી નરનારીઓ સુવર્ણ, ચાંદી, વસ્ત્ર-અંલકારો ભેટ આપતા હતા. શ્રીહરિ તે સર્વે ભેટો ઋષિઓને યજ્ઞ માટે આપી દેતા હતા. શ્રીહરિ સર્વ સાથે યજ્ઞમંડપમાં આવી શોભા જોતા હતા. યજ્ઞમંડપ સ્વર્ગ, મહાસ્વર્ગ, બ્રહ્મસ્વર્ગ સમાન શોભતો હતો.
શ્રીહરિની આજ્ઞાથી પરમધામમાંથી મુક્તો મુક્તાનિઓ દિવ્ય વિમાનમાં બેસી આવ્યા. શ્રીહરિએ તેમનું સ્વાગત કર્યું. ધામોમાંથી અવતારો ઇશ્વરો આવ્યા. હે રાધા, હું પણ તારી સાથે ગોપગોપીઓને લઇને ગયો હતો. વૈકુંઠથી લક્ષ્મીનારાયણ પાર્ષદો સાથે આવ્યા. વાસુદેવાદિ ચતુર્વ્યૂહ, ભૂમાનારાયણ, મહાવિષ્ણુ વૈરાટનારાયણ આવ્યા. બાલકૃષ્ણ સર્વનું સ્વાગત કરતા હતા. માયામાં રહેલા આઠ આવરણોના ઇશ્વરો આવ્યા. કૈલાશધામથી શીવ, પાર્વતી, ગણો સાથે આવ્યા. ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ, બ્રહ્મા, વિષ્ણુ, ચૌદલોકના વાસી, સર્વદેવો, ગ્રહો, નક્ષત્રો, પિતૃઓ, સિધ્ધો, ચારણો, ગાંધર્વો, વિદ્યાધરો, અપ્સરાઓ સર્વે આવતા હતા. ઋષિમુનિઓ, સાધુ, સાધ્વીઓ, યતિ, બ્રહ્મચારીઓ, યોગી, સંન્યાસીઓ, સતી, ભક્તો, વૈષ્ણવો સર્વે યજ્ઞમાં આવતા હતા. દૈત્યો, દાનવો, રાક્ષસો, રૂદ્રો, સર્પો, પર્વતો, તીર્થો, નદીઓ, સમુદ્રો, સ્થાવર જંગમ સર્વે આવ્યા. સૌરાષ્ટ્રના-ઉષ્ટ્રાલયના, શીવરાજના, રાશીયાનના, અબ્રિક્તના, અમરીપ્રદેશના સર્વે માનવો આવ્યા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને સર્વનું સન્માન કરી યથાયોગ્ય ઉતારા અપાવ્યા. યજ્ઞમાં આવેલા સર્વ મહેમાનોને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય અનેક પ્રકારના મિષ્ટાન્ન ભોજનથી તૃપ્તિ પમાડ્યા. પછી રાત્રિએ સૌ પોતાની કલા, મનોરંજન બતાવતા હતા. વાજીંત્રો સાથે કિર્તનો કરતા હતા. સાતમે સવારે શ્રીહરિએ નિત્યકર્મ કર્યું. ત્યાં લોમશ ઋષિ આવી કહે, પ્રભુ તમારા શિષ્ય યોગી નૈષ્ટિક બ્રહ્મચારી સ્વયંપ્રકાશને યજ્ઞમાં મુખ્ય રાખજો. ભગવાન કૃષ્ણવલ્લભ સ્વયંપ્રકાશને મુખ્ય રાખી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, બૃહસ્પતિ, સનત્કુમાર, વશિષ્ટ, ભૃગુ, ભારદ્વાજ વગેરે ઋષિને યજ્ઞમાં હોમ કરવા નિયુક્ત કરી હાર પહેરાવ્યા. તે સર્વના ગુરુ પદે લોમશ ઋષિ અને લાલાસનયોગીને રાખ્યા. મુખ્ય યજમાન પદે રાજા રાયકિન્નરને રાખ્યા. તે રાણી સાથે યજ્ઞમંડપમાં આવ્યા. સર્વે મહેમાનો યજ્ઞ મંડપમાં આવ્યા. સર્વ કર્મઠો, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, ગુણવૃદ્ધ, ધનવૃદ્ધ, વેદવૃદ્ધ રાજાઓ આવ્યા. જપપાઠ હોમ કરનારા સર્વ સેવા કરનારા આવ્યા. તેત્રિસ કરોડ દેવો તે યજ્ઞમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યા. ચારેય દિશાથી રાજાઓ પત્ની સાથે દ્રવ્ય સામગ્રી લઇને આવ્યા. યજ્ઞની સર્વે સામગ્રી મૂતિર્માન આવી હાજર થઇ ત્યાં સર્વદિવ્ય વાજીંત્રો વાગવા લાગ્યા. પછી પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ યજ્ઞમંડપમાં પધાર્યા. સર્વેએ જયઘોષ કર્યો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનેક રાજાઓ પત્નીઓ સાથે અને પોતાના ગુરુઋષિ સાથે યજ્ઞકુંડ પાસે યજમાનપદે બેઠા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રેષ્ટ આસને બેઠા. લક્ષ્મીનારાયણને સ્થાપન કર્યા. ગણેશ સ્થાપન કરી સર્વ સ્થાનમાં સર્વ દેવોનું સ્થાપન કર્યું. લોમશ ઋષિ ઘઉં, જવ, ડાંગર, તલ, ઘી, માખણ, ગંધ, સુંગધ, ધૂપદીપ, નૈવેદ્ય, સાકર, ફળફુલ, સોપારી વગેરે સામગ્રી તૈયાર કરાવી, ઊનના આસનો તૈયાર કરી સ્વસ્તિ વાચન કર્યું. સર્વને દેહશુધ્ધિ કરાવી, માતૃપૂજા કરી યજમાનોને વૈષ્ણવી દીક્ષા આપી. પછી આચાર્ય બ્રહ્મા જપ કરનારા, પાઠ કરનારા વેદમંત્રનો જપ કરનારા હજારો લાખો બ્રાહ્મણોનું વરણ કરતા હતા. સપ્તર્ષિએ આશીર્વાદ આપ્યા. પછી લોમશ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું રાધા, લક્ષ્મી, પૃથ્વી, માણિકી, પ્રભા, પાર્વતી સાથે સુવર્ણના આસન ઉપર સ્થાપન કર્યું. રાધાકૃષ્ણનું આવાહન કરી સ્થાપન કર્યું. સર્વ અવતારોનું શક્તિઓ સાથે આવાહન કરી સ્થાપન કર્યું. ચતુર્વ્યૂહ ભૂમા હિરણ્યગર્ભ વૈરાજ અષ્ટાવરણના ઇશ્વરો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સર્વેનું આવાહ્ન કરી સ્થાપન કર્યુ. મહામાયા, મહાપુરુષ, પિતૃઓ, મહર્ષિઓ, મરૂતો, વિશ્વદેવો, સાધ્યદેવો, સિધ્ધિઓ, નિધિઓ, ગ્રહ, ઉપગ્રહ, કલાતીર્થો, નદીઓ, સમુદ્રો, પર્વતો, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, વિનાયક, વૈતાલ, સૂત, માગધ, બંદી, ભાટ, ચારણ, ગાંધર્વ, વિદ્યાધર, સિધ્ધો, ચારવર્ણ, ચાર આશ્રમવાસી, જળચર, સ્થળચર, વનચર, વૃક્ષવેલી, વનદેવીઓ, પશુ-પક્ષી, સર્પો, દૈત્યો, દાનવો, સ્થાવરજંગમ સર્વે મૂર્તિમાન ત્યાં યજ્ઞમાં આવ્યા. જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિમાંથી યજ્ઞમાં આવવામાં કોઇ બાકી ન હતું. મૂર્તિમાન વેદો, મંત્રો, ગીતિઓ, ઋચાઓ, સ્વર, વિદ્યા, બ્રહ્મવિદ્યા, સ્વાહા સ્વધા સર્વે મૂર્તિમાન યજ્ઞમાં હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વના સ્વામી શ્રીકૃષ્ણવલ્લભની હાજરીમાં તે યજ્ઞમાં વિઘ્નો નિર્વિઘ્ન થયા. રોગ નીરોગ થયા. અધર્મવંશના દુર્ગુણો પણ ધર્મના ગુણરૂપે થતા હતા. ત્યાં દશકુંડના યજમાન પદે દશ રાજાઓ પત્ની સાથે બેઠા હતા. મુખ્ય યજમાન પદે રાયકિન્નર રાજા પત્ની સાથે બેઠા હતા.
પછી લોમશ ઋષિના કહેવાથી રાયકિન્નર રાજાએ માતાપિતા સાથે અનાદી પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણનું પંચામૃતથી, તીર્થ જલથી સ્નાન કરાવી ષોડ્શોપચારથી પૂજન કર્યું. વસ્ત્ર- આભૂષણો, તુલસી, પુષ્પહાર, ધૂપદીપ, નૈવેદ્ય અર્પણ કરી છત્ર, ચામર ધરી આરતી, દંડવત્ પ્રદક્ષિણા સ્તૂતિ ક્ષમા, પ્રાર્થના કરી. પછી સર્વ મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો, દેવીનું પૂજન કર્યું. ઋષિમુનિ, પિતૃનું પૂજન કર્યું. પછી ઘીનું પાત્ર લઇ શાંતિપાઠ, માંગલિક સ્વસ્તિવાચન વિપ્રોના મુખેથી સાંભળી લોમશ ઋષિ રાજાને અંગસંકલ્પ કરાવતા હતા. ભૂમી કુર્મ શેષનારાયણનું પૂજન કર્યું. તીર્થજલ અને પંચગવ્યનું પ્રોક્ષણ કર્યું. ગણેશ પૂજન, માતૃપિતૃનાં શ્રાદ્ધ, કળશ પૂજન વગેરે કર્યું. લોમશ ઋષિએ રક્ષાસૂત્ર રાજાને કાંડે બાંધ્યું. કળશમાં જલદેવીનું પૂજન કર્યું. ચોસઠ જોગણીનું પૂજન કર્યું. પછી સર્વતોભદ્રમંડળ પુરી મધ્યે અવતારી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સર્વ પત્નીયુક્ત પૂજન કર્યું. પછી રાધાકૃષ્ણનું ગોપગોપી સાથે પૂજન કર્યું. લક્ષ્મીનારાયણનું પાર્ષદ પાર્ષદાણીઓ સાથે પૂજન કર્યું સર્વ અવતારો શક્તિ સહિત ઇશ્વરોનું પૂજન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગણેશ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરૂણ, યમ, કુબેર, પરદેવતા, ગુરુ, વેદવ્યાસ વગેરેનું પૂજન કર્યું. જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ, બ્રહ્માંડોમાંથી આવેલા સર્વે જડ ચેતન તત્ત્વોની પૂજા કરી તથા સ્થાવર, જંગમ, તીર્થરૂપ, સાધુ, સાધ્વી, ઋષિમુનિ, યોગી, બ્રહ્મચારી, ત્યાગી, સંન્યાસી, સતી, પતિવ્રતા, નદી, પર્વતો, સમુદ્રો વગેરે સર્વ તીર્થોની લોમશ ઋષિએ રાજા પાસે પૂજા કરાવી.
શ્રીકૃષ્ણ કહે : રાધા, વેદ વિધિથી કુંડમાં અગ્નિ સ્થાપન કરી ફરીથી રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની મહાઉપચારથી પૂજા કરી વસ્ત્ર-અલંકારો અર્પણ કરતા હતા. સેવક સેવિકા વાહનોનું પૂજન કર્યું. શ્રીહરિને સર્વ શણગાર ધરાવી આરતી કરી પ્રદક્ષિણા દંડવત્ પ્રણામ સ્તુતિ કરી પછી યજ્ઞકુંડમાં અગ્નિમાં હોમ કર્યો. પછી સર્વનું પૂજન કરી સર્વેને બલિ આપ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણને, રાધાકૃષ્ણને, લક્ષ્મીનારાયણને, નરનારાયણને, વામન નારાયણને અવતારો, ઇશ્વરો, શક્તિઓ આવરણોના ઇશ્વરો, સર્વદેવો, દેવીઓને બલિ આપ્યો. યક્ષ, રાક્ષસ, ભૂતપ્રેત, પિશાચ, દૈત્યો, દાનવો, તામસી, રાજસી, સાત્વિકી સર્વેને બલિ આપ્યો. જરાયૂજ, અંડજ, ઉદ્બીજ, સ્વદેજ સર્વને બલિ ભોજન આપી તૃપ્ત કર્યા. પછી યજ્ઞમાં આવેલા સર્વ મહેમાનોને ભોજનથી તૃપ્તિ પમાડતા હતા. એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી લોમશ ઋષિ ઘીની અખંડધારાથી યજ્ઞ કુંડમાં અગ્નિને તૃપ્તિ પમાડતા હતા. સાતમ, આઠમ, નોમ, દશમ અને એકાદશી પર્યંત યજ્ઞકાર્ય થયું ત્યાં સુધી આપોઆપો જમોજમો એમ ઘોષણા થતી હતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને કરોડો દાન દક્ષિણાઓ આપી. રાજાઓએ પણ ધન, વસ્ત્ર, આભૂષણો ગૃહદાન, કન્યાદાન કર્યા. પ્રજાજનો પણ દાન આપતા હતા. જ્યાં પરબ્રહ્મ રાધા લક્ષ્મીપતિ, પ્રભા પાર્વતીપતિ શ્રીકૃષ્ણવલ્લભ વિરાજતા હોય ત્યાં કોઇ વસ્તુની કમી ન હોય ત્યાં નિષેધ વિઘ્ન ન હોય, ત્યાં કાળ યમનું બંધન નથી ત્યાં સૂતક શોક નથી. ત્યાં કુમુહૂર્ત અપશુકનો નથી, જ્યાં પ્રભુ છે ત્યાં અશુભ નથી.