બાલપ્રભુની ભક્તિ દ્વારા પાર્ષ્ણીરદ શુદ્રના સર્વે પાપ નષ્ટ
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે ભાદર નદી કાંઠે પાર્ષ્ણીરદ શુદ્ર બકરા રાખી જીવન નિર્વાહ કરતો. તેમાં વિયાંયેલી બકરીના બચ્ચાં નારી જાતિના રાખીને નરજાતિના બચ્ચાને વાડ્યમાં ફેંકી દેતો. ત્યાં બચ્ચાને હિંસક જનાવર ખાઇ જતા. તે બચ્ચાઓ શાપ આપતા તું નિર્વંશ રહીશ. તેથી તેના પુત્ર અને પત્ની મરણ પામ્યા માટે પશુઓ રાખીને તેનું પુત્રની જેમ પાલન કરવું. એકવાર ચોર લુંટારા આવીને તે પાર્ષ્ણીરદના સર્વે બકરા લઇ ગયા. તેથી તે અતિ દુ:ખી થયો. અતિપાપથી તેને ક્ષય રોગ થયો. તેથી ભગવાનનું ભજન કરવા લાગ્યો. રામ કૃષ્ણ, હરે કૃષ્ણ બાલકૃષ્ણ હરે હરે એમ ભજન કરતો હતો ત્યાં ભક્તમંડળી અશ્વપટ સરોવરતીર્થમાં જતી હતી. તેની સાથે કુંકુમવાપી આવ્યો.
ત્યાં અશ્વપટસરોવરમાં સ્નાન કરી, લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વંચાતી હતી તે સાંભળી. તેમાં આવ્યું કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણના એકસો આઠ મંત્ર જપ કરવાથી સર્વ દુ:ખનો નાશ થાય છે. સત્સંગથી સંતની સેવાથી પ્રભુભક્તિથી દુ:ખનો રોગ નાશ થાય છે. તે શુદ્ર ઉચ્ચે સ્વરે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવા લાગ્યો. સંતની પ્રસાદી જમવાથી, કથા સાંભળવાથી, ધૂન કિર્તનથી તેના સર્વે પાપ નષ્ટ થયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણની ઈચ્છાથી નારદે ત્યાં તેની પાસે આવી દર્શન આપ્યા. પ્રસાદી જળ પાયું અને તેનો રોગ નાશ કર્યો પછી નારદજી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શને ગયા. પ્રભુએ નારદજીને કાશી શીવરાજને ત્યાં દુ:ખહા લક્ષ્મીના લગ્ન નક્કી કરવા માટે તેને ઘરે મોકલ્યા. હે રાજા, ત્યાં અશ્વપટ સરોવરમાં નારદ તીર્થ થયેલું છે.