ભાગ · અધ્યાય ૧૬૫

હેતુમાલ ખંડ (યુરોપ)માં ભક્તિ કરાવવા વૃકાયન ઋષિનું વિચરણ

શ્રીકૃષ્ણ કહે : રાધા, વૃકાયન ઋષિ અને નીલકર્ણ ભક્ત હેતુમાલ ખંડમાં અનેક પ્રદેશોમાં ફરી અનેક નદીઓમાં સ્નાન કરી સર્વે પ્રજાને ભક્તિથી જાગ્રત કરવા પ્રગટ પ્રભુની ધૂનકિર્તન કરતા ફરતા હતા. ત્યાંની પ્રજા પણ સાથે “બાલકૃષ્ણ હરે કૃષ્ણ પરબ્રહ્મ હરે હરે” એમ ધૂન કરવા લાગ્યા. યવક્રીત, રોમાયન, યુગશાવ, રોમાયન, ગીરીશ, વલ્ગુરાય, ઇષ્ટલવ, સ્વેષ્ટજર, કેરૂન, પરીજ, પુર્તગંડ, સુપાન, વલ્લીજીવન પાલનાદ વગેરે અનેક દેશોમાં રાજાપ્રજાને પરમેશ્વરનું નામ રટણ કરાવ્યું. ત્યાં દિવ્ય અઠ્યાવીશ કન્યાઓ આવીને બાલકૃષ્ણની ધૂન કરવા લાગી. તથા સાંઠ દિવ્ય નરનારીઓ આવી વિમાનને, નીલકર્ણ ભક્તને વૃકાયન ઋષિને નમસ્કાર કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરવા લાગી, જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂતિર્માંથી કૃષ્ણનારાયણ લક્ષ્મીનારાયણ વાસુદેવાદિ ચતુર્વ્યુહ પ્રગટ થાય છે. તથા અવતારો પ્રગટ થાય છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીહરિ તમને નમો નમ: નરનારીઓની સ્તુતિથી પ્રસન્ન થયેલા પ્રભુ બાલકૃષ્ણ ગંગા નદી અને અનેક પત્નીઓ સાથે પ્રગટ થઇ દિવ્ય દર્શન આપ્યા. ત્યારે સર્વે સાઠ નરનારીઓએ માતા ગંગા અને શ્રીહરિને પગે લાગી ચરણામૃત પીધું. પૂજા કરી આરતી ઉતારી કહ્યું, તમે અમારા દેશમાં પધારી અમને પાવન કર્યા. ભગીરથ રાજાના તપથી અમારા માતા ગંગા પૃથ્વી પર આવ્યા. ત્યારે શંકર ભગવાને અમારા માતા ગંગાને જટામાં રાખ્યા ત્યારે અમે વિખુટા પડીને આ દેશમાં રહ્યાં. આ વૃતાંત સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા અને આનંદમાં સર્વે શ્રીહરિનું કિર્તન કરવા લાગ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભ હસતાં હસતાં અદૃશ્ય થયા.