અલ્વીનર રાજાની ગત્વાર્થશ્રીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, ગીરીશ ઋષિની સાથે અલ્વીનર રાજાએ આવી પોતાની રાજધાનીમાં પધારવાની શ્રીહરિને પ્રાર્થના કરી. પ્રભુ વિમાનમાં બેસી એક ક્ષણમાં તેના રાજ્યમાં આવ્યા. રાજાએ જયઘોષ કરાવી શ્રીહરિનું રાજસન્માન કરી ગત્વાર્થશ્રી નગરીમાં ફેરવી પોતાની પ્રજા નરનારીઓને પાવન કરી રાજમહેલમાં લાવ્યા. પછી રાજકુટુંબે પ્રભુ પૂજા કરી ભોજન કરાવ્યા. ત્યાં એક રાક્ષસ આવ્યો. શ્રીહરિએ તેના માથે પગ દઇ રાક્ષણપણાથી મુક્તિ આપી દેવ કર્યો. તેણે પોતાનું પૂર્વ વૃતાંત કહ્યું, કે પ્રભુ પૂર્વ જન્મમાં મેં કુમારી પર બળાત્કાર કરવાથી, તેના શાપથી હું રાક્ષસભાવને પામ્યો હતો. પછી પ્રભુએ તેને ઉતર કેનાટ પ્રદેશમાં મંત્ર પ્રદાન અને સત્સંગ કરાવવા માટે જવાની આજ્ઞા આપી. પછી શ્રીહરિએ રાજા-પ્રજા સર્વને ઉપદેશ આપ્યો. ગૃહીધર્મી જો કૃષ્ણધર્મી બને તો નિર્ગુણ થાય. ગૃહસ્થ અભિમાન તજી શકતા નથી મને ભૂલી જાય છે તેથી તેને યમદૂતોથી ભય રહે છે. તેથી ગૃહસ્થ એ મને સંભારીને સર્વે કર્મ કરવા. વિદ્વાનોએ જ્ઞાનયજ્ઞ કરવા, સંતોએ ભક્તિ યજ્ઞ કરવા, ઋષિઓએ સ્વાધ્યાય યજ્ઞ કરવા, રાજાઓએ દ્રવ્યયજ્ઞ કરવા, ખેડૂએ અન્ન યજ્ઞ કરવા, યોગીઓએ ધ્યાન યજ્ઞ કરવો, સેવકોએ સેવાયજ્ઞ કરવા, સ્ત્રીઓએ સેવાયજ્ઞ કરવા, બ્રહ્મચારીઓએ બ્રહ્મયજ્ઞ અને ગૃહસ્થોએ દાન યજ્ઞ કરવા એ આદિ અનેક યજ્ઞ છે. યજ્ઞ કર્યા વિના મનુષ્ય પાપનો ભાગીદાર થાય છે. યજ્ઞ કરવાથી દેવો અને શ્રીહરિ પ્રસન્ન થાય છે. હરિભક્તિ યજ્ઞ સર્વે મનુષ્યોએ કરવો. એવો શ્રીહરિનો ઉપદેશ સાંભળી સર્વ રાજી થયા.
રાજાએ ગજ, અશ્વ, ગાયો, ભેંસો, ખેતરવાડી, બગીચા, ગામ, ગૃહ, સંપત્તિ, દાસદાસીના દાન કરવા તે શાશ્વતફળને આપનારા થાય છે. દાન નહીં કરનારા પાપના ભાગીદાર થાય છે. દાન દેનારો અખુટ મેળવે છે માટે દાન દેવામાં નપુંસક ન થવું. નપુંસકના ઘરમાં દેવાર્ચન માંગલિક કાર્યો થતા નથી. નપુંસક બ્રહ્મરાજ્ય, ભક્તિધન મેળવી શકતો નથી. માટે ગૃહસ્થોએ બ્રહ્મયજ્ઞ કરતા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવું. એમ કહીને શ્રીહરિએ રાજા, પ્રજા સર્વને મંત્રો આપી કંઠી-માળા આપી. પછી રાજારાણીએ પૂજા કરી. શ્રીહરિને પાંચ કન્યા અર્પણ કરી.