કુંકુમવાપીમાં બાલપ્રભુના દર્શન કરવા પતંજલિ ઋષિનું આગમન
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા શેષનારાયણનો અવતાર પતંજલિ ઋષિ માગશર વદ પાંચમે આવ્યા. અનેક ચિહ્નોવાળા ગુણના ભંડાર એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા આરતી કરી. પતંજલિ ઋષિ અશ્વપટસરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં સમયસ યોગીએ આવી પૂછ્યું, તમે કાશીમાં દિવ્યરૂપે વિચરો છો અને અહીં કેમ આવ્યા? પતંજલિ ઋષિ કહે, પુરૂષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યો છું અને હવે તે શ્રીહરિના બ્રહ્મપત્ની શિવકુમારની પુત્રી ધનલક્ષ્મી તેના દર્શન કરવા સેવા કરવા કાશી જાઉં છું. તે નારાયણીલક્ષ્મી દુ:ખ હરનારી સુખ કરનારી, મુક્તોને, અવતારોને ઐશ્વર્યની આપનારી છે. ત્યાં વૈવસ્વત રાજા આવીને અશ્વપટસરોવર કાંઠે ચમસયોગી અને પતંજલી ઋષિનો આશ્રમ જોઇને ત્યાં શેષ નારાયણનું મંદિર કરી પ્રતિષ્ઠા કરી ત્યાં પતંજલિ શેષતીર્થ થયેલું છે. તથા ત્યાં યજ્ઞ કરવાથી શિવ, ગણેશ, કાર્તિક, નાગસતી વગેરે તીર્થો થયેલા છે.