શ્રીહરિએ શુરજાર રાજા અને વરૂથીની રાણીને દિવ્યગતિ આપી
તેરશને દિવસે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ રાજા પાસે વિદાય માગી. તરત રાજાએ ભોજન તૈયાર કરાવીને યજ્ઞમાં આવેલા મહેમાનોને જમાડીને શ્રીહરિને હાથે સર્વને દાન અપાવ્યા તથા સર્વે દાસ-દાસીઓ, ભાટચારણ, બંદીઓને પારિતોષિકો ભેટ આપ્યા. પછી સર્વે અવતારો, ઇશ્વરો-દેવો પોતાના વાહનોમાં બેસીને પોતાને સ્થાને ગયા. શ્રીહરિ ભક્તો સાથે પૂનમ સુધી રોકાયા. શ્રીહરિએ રાજાના પ્રજાના કુટુંબના ધર્મો સમજાવ્યા, સર્વેને પ્રભુભક્તિ કરવા મંત્રદીક્ષા અને જનોઇ ગ્રહણ કરવી. વૈષ્ણવ થઇને શ્રીહરિના પરમધામને પ્રાપ્ત કરવું તથા એકાદશી આદિ વ્રતો કરવા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના જન્માષ્ટમીના ઉત્સવો કરવા. ચાતુર્માસમાં કથા પારાયણો કરાવવી. શ્રીહરિનો ધર્મ ભક્તિ જ્ઞાનનો આ ઉપદેશ સાંભળી, સર્વે રાજાઓએ પ્રભુને પગે લાગી આજ્ઞાનું પાલન કરશું એમ કહ્યું.
પછી શ્રીહરિએ લાલાસન સચ્ચિદાનંદને ઉત્તર પ્રદેશમાં અમારા પ્રદેશમાં પ્રભુની ભક્તિ કરવા મોકલ્યા. પછી શ્રીહરિએ વીરજાર રાજાના માતાપિતા શુરજાર અને વુરૂથીનીદેવીને દિવ્યગતિ આપી. પછી બાલકૃષ્ણ સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં રુદ્ર સૃષ્ટિના પુરુષો અને યોગિનીઓ આવી તેને પ્રભુએ મંત્ર આપ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ ત્યાં સર્વે નદીઓમાં સમુદ્રમાં, સરોવરમાં સ્નાન કરી શીબી રાજાના મહેલમાં વિશ્રામ કર્યો. બીજે દિવસે માઘ વદ પડવે સવારમાં મહાપૂજા કરીને સર્વેને ભોજન પ્રસાદ આપ્યા.