સૌરાષ્ટ્રનાં ગોપનાથ તીર્થનું મહાત્મ્ય
શ્રીરાધા કહે : પ્રભુ, તમે ગોપનાથ તીર્થ કહ્યું તે ક્યારે થયું ? શ્રીકૃષ્ણ કહે : સૃષ્ટિની શરૂઆતમાં મેં મારા મુગટનો મણિ જ્યાં મૂક્યો તે સૌરાષ્ટ્રમાં સમુદ્ર કાંઠે મેં તારી સાથે ગોપ-ગોપી, ગાયો સાથે ત્યાં વાસ કર્યો. ત્યાં વિષ્ણુ અને શંકર આવ્યા. સનતકુમાર વિગેરે ઋષિઓ આવ્યા. ત્યાં શંકર અને વિષ્ણુની પૂજા કરી સર્વે ગોપગોપીઓ, તેં અને મેં ત્યાં તેમની સ્થાપના કરી. તેથી ગોપનાથ તીર્થ થયું છે. ત્યાં બ્રહ્મા આવ્યા. પૃથ્વી અને મેરૂ પર્વત આવ્યા. તે બંનેએ પુત્ર માટે પ્રાર્થના કરી. એટલે મેં સૌરાષ્ટ્રમાં મેરૂધર ગોપ નામે અવતાર લીધો અને રાધા તેં ક્ષમાદેવી ગોપીનો અવતાર લીધો અને સોમનાથ પાસે વાસ કર્યો. પછી ગોપ-ગોપી-ગાયો સાથે અને મેરુધર ક્ષમા દેવી સાથે શંકર અને વિષ્ણુ સમુદ્રકાંઠે આવ્યા. ત્યાં શંકર ગોપનાથ નામે પ્રસિદ્ધ થયા અને વિષ્ણુ ગોપીશ્વર થયા. તે સર્વેથી પહેલું તીર્થ સૌરાષ્ટ્રમાં થયું.