શ્રીહરિની આજ્ઞાથી દેવતાયન ઋષિનો રશિયાના પ્રદેશોમાં મંત્રઉપદેશ
આ અધ્યાય 121–122 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, પરબ્રહ્મનો મુક્ત પણ પરબ્રહ્મ પ્રગટ ભગવાનની આજ્ઞાથી પરબ્રહ્મ જેવા કામ કરે છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણે દેવાયતન ભક્તને માગશર માસમાં કહ્યું, સર્વ અવતારોનો અવતારી એવો હું મારા નામ મંત્રથી યમપુરી ખાલી કરી અને દેવ- દેવીનું પણ કલ્યાણ કર્યું. હવે હિમાલયથી ઉત્તરમાં કીંપુરુષખંડમાં જઇને માનવોને મારું નામ મંત્ર સંભળાવીને તેનો ઉદ્ધાર કરો. તમને વિમાન સાથે મારું સ્વરૂપ પ્રદ્યુમ્ન અને કલ્પવૃક્ષ આપું છું. પછી દેવાયતન ભક્ત ઋષિ પ્રગટ પ્રભુને પગે લાગી વિમાનમાં બેસી સીંધુ નદી ઓળંગી કાશ્યપી સમુદ્ર, ઉરલ પહાડ, અનેક નદીઓ પસાર કરતા કીં પુરુષ ખંડમાં આવ્યા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની ધૂન, કિર્તન કરવા લાગ્યા. રાધાકૃષ્ણ હરે કૃષ્ણ પ્રભાકૃષ્ણ હરે હરે, લક્ષ્મીનારાયણ, સ્વામિનારાયણ, જય જય શ્રીકૃષ્ણવલ્લભ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ, કંભરાનંદન ગોપાલ બાલ, અશ્વપટ સરોવરના સૂર્ય, અક્ષરતુલ્ય કંભરાના ચંદ્ર તમે જય પામો. એવી રીતે સર્વ તેઓ રશિયાના પ્રદેશોમાં ફરી પ્રગટ પ્રભુના નામ ધૂન કિર્તન સંભળાવી ઉપદેશ આપતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરો તેની શરણાગતિ મંત્ર લઇને મંત્રજપ કરો. કથા સાંભળો, પૂજા, ધ્યાનસ્મરણ કરો. પ્રભુનો પ્રસાદ જમો અને મોક્ષ મેળવો. મનુષ્યદેહ દુર્લભ છે. મોક્ષગતિ દુર્લભ છે. તે આ દેહથી શ્રીહરિના નામ કિર્તનથી પ્રાપ્ત થાય છે. ભક્તનો ઉપદેશ સાંભળી સર્વજનો આશ્ચર્ય પામી પ્રભુના નામની ધૂન કરવા લાગ્યા અને ભક્ત દેવાયતન ઋષિને ગુરુ માનીને ઇશ્વરની જેમ માનવા લાગ્યા. શ્રીહરિનું નામ આપનારા તે સર્વે કુટુંબ જાણવા. દેવાયતન ભક્તને ત્યાં તપસ્વી, યોગી, બ્રહ્મ, ધ્યાન પરાયણ, એવા મેષાયન વગેરે બાર ઋષિઓ મળ્યા. ભક્તને નમસ્કાર કરી, સત્કાર કરી અને કહ્યું અમે બ્રહ્માના પુત્રો છીએ અને આ અમારા રાશિવંશ રાશીયાન પ્રજા રશિયા પ્રદેશમાં વાસ કરે છે. બ્રહ્માએ મેષાયન ઋષિને અ-લ-ઇ અક્ષરો આપ્યા. વૃષભાયન ઋષિને બ-વ-ઉ અક્ષરો આપ્યા. મિથુનાય ઋષિને ક-છ-ઘ આપ્યા. કર્કાયનાય ઋષિને હ-ડ આપ્યા. સિંહાયનાય ઋષિને મ-ટ આપ્યા, કન્યાયનાય ઋષિને પ-ઠ-ણ આપ્યા. તુલાયનાય ઋષિને ર-ત આપ્યા. વૃશ્ચિકાયનાય ઋષિને ન-ય આપ્યા. ધનાયનાય ઋષિને ભ-ફ-ઢ આપ્યા. મકરાય ઋષિને ખ-જ આપ્યા. કુંભાયનાય ઋષિને ગ- શ આપ્યા. મીનાયનાય ઋષિને દ-ચ-ઝ-થ આપ્યા. બ્રહ્મા તે સર્વ વર્ણ અક્ષરો વડે જીવ પ્રાણી માત્રના કર્મનો બોધ કરાવ્યો.
પછી દેવાયતન ભક્ત બાર ઋષિઓ સાથે રશિયા પ્રદેશમાં ફરતા દ્વિકલ સરોવરકાંઠે થકૃટ રાજાના રાજ્યમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની ધૂન્ય કરવા લાગ્યા. હરેકૃષ્ણ હરે સ્વામિન્ બાલકૃષ્ણ હરે હરે. પ્રજા સર્વે દેવાયતન ભક્તને, પ્રદ્યુમ્નને, ઋષિઓને, પુષ્પ ચોખાથી વધાવતી હતી. રાજાએ મહેલમાં સર્વને ઉતારો આપીને કુટુંબ સાથે રાજાએ મંત્રોગ્રહણ કરી તુલસીની કંઠી માળા લીધી. પછી સર્વે પ્રજાને “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીહરિ: શરણં મમ” એ મંત્રો આપી, વૈષ્ણવી બનાવીને બાર ઋષિઓના દેશમાં સ્થાનમાં રહેલા રાજાઓ કીરગર્જન, વીરજાર, શીબી, શક્તિ, અક્ષી, કાલીમાશ તથા રાજ્યની પ્રજાને મંત્ર ઉપદેશ આપી નામ ધૂન્ય કરાવી સર્વને પાવન કર્યાં. સર્વે રાજા પ્રજાએ દેવાયતન ભક્તની, પ્રદ્યુમ્નની, ઋષિઓની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા. દેવાયતન ભક્ત, પ્રદ્યુમ્ન, ઋષિઓ સર્વે રાજ્યની નદીઓ, સરોવરો, આમુનદી, ઉરલા, ત્રિવલા, ઈરા, ત્રીશાઓલી, તુંગાસીકા, અનાવારાયાના, અનાદિર વગેરે અનેક નદી, સરોવરો અને સમુદ્રમાં સ્નાન કરી, તીર્થરૂપ કરીને ત્યાંની સર્વે પ્રજાને નામમંત્રનો જાપ કરાવતા હતા. પછી સર્વરાજાએ ઋષિએ દેવાયતન ભક્તની પ્રાર્થના કરી કે, આજે તમારા યોગથી અમે સર્વે નારાયણ પરાયણ થયા. ગુરુ દ્વારા સાક્ષાત્ શ્રીહરિ પ્રાપ્ત થાય છે.