ભાગ · અધ્યાય ૨૩૭

કચ્છ દેશનાં સંપર્ક રાજાની દત્તાત્રેયરૂપે બાલપ્રભુએ રક્ષા કરી

શ્રીકૃષ્ણ કહે : રાધા, કાળી ચૌદશે અનાદિશ્રીકૃષ્ણનારાયણે શીવની પૂજા રૂદ્રાક્ષ, ધતુરો, કરેણ, પુષ્પ, ભસ્મથી કરી. પાર્વતી ગણેશ કાર્તિક વગેરેની વસ્ત્ર અલંકારોથી પૂજન કરી કુંકુમવાપી ક્ષેત્રનું રક્ષણ કરવા કહ્યું. દિવાળીએ મહાલક્ષ્મીનું પૂજન કરી નૈવેદ્ય કરી આરતી કરી. સર્વે બ્રહ્મપત્નીઓએ શ્રીહરિનું પૂજન કરી ભોજન કરાવી આશીર્વાદ ગ્રહણ કર્યા. રાત્રે અશ્વપટ સરોવરમાં દીવા કર્યા. શોભા સ્વર્ગસમાન દેખાતી હતી. શ્રી શારદા, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, આ પાંચ દેવીને બોલાવી રાત્રે શારદાપૂજન કરી આરતી કરી નૈવેદ્ય કર્યું. સવારે તે સમયે કચ્છ દેશનો રાજા સંપર્ક ધાર્મિક ભક્તિવાળો હતો. તે સોમનાથની યાત્રાએ કુટુંબ અને સૈન્ય સાથે નીકળ્યો. દ્વારકા, રૈવતાચલ તીર્થ કરી અશ્વપટસરોવર આવતા રસ્તામાં સૈન્ય સહિત રાજકુટુંબ મહામારીના રોગથી પીડા પામ્યા. તે રાજા દત્તાત્રેય ભગવાનનો શીષ્ય હોવાથી પ્રાર્થના કરવા લાગ્યો, હે દત્તગુરુ, હે સદ્ગુરુ, હે બાલકૃષ્ણ આ મહારોગથી અમારું રક્ષણ કરો. હે બાલકૃષ્ણ, હે કૃષ્ણ, હે નારાયણ દુ:ખ હરો. એમ એકતાનથી ધૂન્ય કિર્તન - સ્તૂતિ કરતા કરતા અશ્વપટસરોવર આવ્યા.

ત્યાં પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ દત્તાત્રેય સ્વરૂપે વલ્કલ જટાકમંડલુ જપમાળાને ધારણ કરતાં. કાંખમાં ધ્યાન પાવડી, ચરણમાં પાદુકા પહેરી કૃષ્ણ નામ રટણ કરતા આવ્યા. રાજા દંડવત્ પ્રણામ કરી પગે લાગ્યો. દત્તાત્રેય ભગવાને જોળીમાંથી ભસ્મ કાઢી રાજાને આપી કહ્યું, આ મુખમાં મેલ્ય અને સર્વે માથે ફેંક. રાજાએ પ્રસાદી ભસ્મ મુખમાં મેલી ત્યાં મહામારીનો રોગ ભય પામી શંકર પાસે જતો રહ્યો. બાલકૃષ્ણ પ્રભુએ રાજાને પોતાના દર્શન કરાવ્યા પછી સંપર્ક રાજા પ્રભુનો આશ્રિત થઇ પોતાના દેશ ગયો. તે રાજા સર્વ ક્રિયામાં સર્વ દુ:ખ આપત્કાળમાં અવતારી પરમેશ્વર શ્રીહરિનું જ ભજન કરતો. શ્રીકૃષ્ણ કહે : રાધા, અશ્વપટસરોવર કાંઠે દત્તાત્રેય તીર્થ - સંપર્ક તીર્થ થયેલું છે. આ અધ્યાયનો જે પાઠ કરશે તે તીર્થ ફળ પામશે અને રોગના દુ:ખથી રહિત થશે.