ભાગ · અધ્યાય ૪૭

લોમશ ઋષિનો કન્યાઓને ઉપદેશ - અનાદિશ્રીકૃષ્ણનારાયણ મંત્રજ્ઞાન

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને વરેલી બે હજાર કન્યાઓને લોમશ ઋષિએ ઉપદેશ આપ્યો. તન, મન, અને ધન ક્ષણિક છે પણ આત્મા છે તે શ્રીહરિનું ઘર છે. ગર્ભ, બાળ, યુવાન, વૃદ્ધ, મરણ સર્વે પ્રભુએ નિર્માણ કરેલું છે. પાલનપોષણ કરનારા, માતા-પિતા પણ તે પ્રભુ જ છે. તેથી ભજવા પૂજવા લાયક પણ શ્રીહરિ એક જ છે. તપ સેવા શ્રીહરિમાં કરવી. સંયમ, નિયમ શ્રીહરિમાં, યજ્ઞ અર્પણ શ્રીહરિમાં, દર્શન, સ્પર્શ, ધ્યાન સર્વ શ્રીહરિમય કરવું. હે પુત્રીઓ, તે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી શાશ્વત સુખ શાંતિ અને આનંદ મળે છે, જે સ્વરૂપમાં યોગીઓ રમણ કરે છે, તેને રામ કહેવાય છે. સર્વે રસના રસરૂપ તે છે. થાકેલાનું વિશ્રામસ્થાન છે. ‘કુ’ - એટલે સૂત્ર જનોઇ. ‘મા’ - એટલે ગાયત્રી, તેને મેળવનારી તે કુમારી કહેવાય છે. જનોઇ, કંઠી, માળા, બ્રહ્મવિદ્યા, ભક્તિ પ્રાપ્ત કરે તેને કુમાર અને કુમારી કહેવાય છે.

પું નામના નરકથી તારે તે પુત્ર અને પુત્રી કહેવાય છે. તેમ જ પત્ની વિના પણ ન વિશ્વાસ, ન આવકાર, શાંતિ મળતી નથી. હોમાદિ, યજ્ઞાદિ, પુણ્ય કાર્યો પણ પત્ની વિના થતા નથી. તેથી સ્વર્ગપ્રાપ્તિ પણ થતી નથી. માટે પુત્ર-પુત્રી, શિષ્ય-પત્ની, સર્વે શુભ કાર્યોમાં સહાય કરનારા છે. તેથી વિદ્વાનોએ છ પ્રકારના વારસદાર કહ્યા છે. છ પ્રકારની પ્રજા કહેલી છે. ત્રણ પ્રકારે પતિ કહ્યા છે. ત્રણ પ્રકારે પત્ની કહી છે. ઔરસ, ક્ષેત્રજ, દત્ત, કૃત્રિમ, ગૂઢ, આનીત. આ છ વારસદારો છે. કાનીન, સહોડક, કિત, પુનર્લગ્ન, સ્વયંદત્ત, નિમ્ન, વર્ણજ આ છ પ્રકારના પુત્રો પણ વારસદાર અને પિંડદાનના આપવા યોગ્ય ગણાય છે. શિષ્ય ત્રણ તેમાં દીક્ષાવાળો, સેવા કરનારો અને નોકર. તેમાં દીક્ષાવાળો જીવન અર્પણ કરવાથી વારસદાર ગણાય છે. વિધિથી લગ્ન કરેલા, પુનર્લગ્ન અને ગુપ્ત આ ત્રણ પત્નીઓ કહેવાય છે. વિધિથી પરણેલી પત્ની ઉત્તમ, તેવી રીતે વિધિથી પરણેલો પતિ ઉત્તમ, પુનર્લગ્ન મધ્યમ, ગુપ્ત કનિષ્ટ. હે પુત્રીઓ, તમે અમારી શિષ્યાઓ છો, તેથી તમને અનાદિશ્રીકૃષ્ણનારાયણના સોળ અક્ષરજ્ઞાન રૂપી સુદર્શન ચક્ર આપું છું તેથી તમે સર્વજ્ઞ થશો.

કાર માથાનાં કેશમાં રહે છે તે પુરુષોત્તમ છે.

કાર બ્રહ્મરંધ્રમાં વાસ કરે છે તે સાક્ષાત નારાયણ સ્વરૂપ છે.

કાર મુખમાં રહે છે તે માણિકીપતિ ઇશ્વર છે.

કાર બંને નેત્રોમાં વાસ કરે છે તે શ્રીપતિ કમલાપતિ છે.

કાર ગળાનાં કાકડામાં રહે છે તે કૃષ્ણ રૂપ છે.

કાર હૃદયમાં વાસ કરે છે તે બાલકૃષ્ણ ઇશ્વર રૂપ છે.

કાર નાભિમાં રહે છે તે નરનારાયણ છે.

કાર સર્વે રોમમાં વાસ કરે છે તે રાધિકાપતિ રૂપ છે.

કાર યોનિ પીઠમાં રહે છે તે શેષનારાયણ છે.

કાર સર્વ નાડીઓમાં વાસ કરે છે તે નરોત્તમ પ્રભુ છે.

કાર મનમાં સંકલ્પમાં રહે છે તે શ્રીહરિ છે.

કાર બંને પગમાં વાસ કરે છે તે પાર્વતીપતિ છે.

કાર બંને પિંડીમાં રહે છે તે પ્રભાપતિ છે.

કાર બંને ગોઠણમાં વાસ કરે છે તે ઐશ્વર્યપતિ છે.

કાર સર્વ અવયવોમાં મંજુલાપતિ રહ્યાં છે.

કાર હંસ એવો હું દાસપણામાં હોમાયેલા રહેલાને પ્રાપ્ત થનારો છું.

એ રીતે લોમશ ઋષિ પાસેથી મંત્ર માળા ઉપદેશ ગ્રહણ કરી પ્રભુપત્નીઓ પ્રત્યક્ષ

ભગવાનનું ભજન કરતી હતી.