કુંકુમવાપીમાં શ્રીબાલકૃષ્ણ પ્રભુની પ્રસન્નતાર્થે પુષ્પદોલોત્સવ થયો
અનાદિશ્રીકૃષ્ણનારાયણે ભૂતાસન રાજ્ય ભૈરવને આપ્યું. શ્યામલ પ્રદેશ વિષ્ણુને આપ્યો. બાજુના પ્રદેશો યુદ્ધ કરનારાને આપ્યા ત્યારબાદ શ્રીહરિ વીશ હજાર પિતૃકન્યા અને દશ હજાર તેની દાસીને વિમાનમાં બેસાડીને ફાગણ માસમાં કુંકુમવાપી આવ્યા. ત્યાં સર્વ ભક્તોએ જય જયકાર કર્યો. પછી પુષ્પદોલોત્સવને દિવસે લોમશ ઋષિના આશ્રમમાં રહેલી સર્વ કન્યાઓએ તથા પુરના નરનારીઓએ અશ્વપટ સરોવર કાંઠે વૃક્ષોમાં પુષ્પોના હીંડોળા બાંધીને બાલકૃષ્ણ પ્રભુને ઝુલાવ્યા. તે સમયે અનેક સ્વરૂપ ધારણ કરી બાલકૃષ્ણ પ્રભુએ હેમંત, ભગવાન પાર્ષદોએ તૈયાર કરેલ રંગથી સર્વ સાથે રંગે રમીને આકાશ, પૃથ્વી અને અશ્વપટ સરોવરનું જલ રંગમય બનાવી દીધું. પછી પ્રભુ એકરૂપ થઇ ગયા. પછી શ્રાવણ માસ આવ્યો ત્યારે મેઘ મનુષ્ય રૂપે દિવ્ય વીજળી જેવો હીંડોળો લાવ્યો. તે હીંડોળામાં અક્ષર ગોલોક વગેરે સર્વ ધામો, મુક્તો, અવતારો ઇશ્વરો, દેવો, બ્રહ્મા વગેરેનું દર્શન થતું હતું. તે હીંડોળામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણને ઝૂલાવ્યા.
શ્રીહરિએ મેઘને પૂછ્યું, આ હીંડોળો ક્યાંથી લાવ્યા ? મેઘ કહે : કાશી ગયો હતો ત્યાં વરણાકાંઠે શિવરાજ તેના પત્ની પાર્વતી, પુત્ર, જય, ચંદ્ર, ધેનુપાલ, કૃષ્ણા અને દુ:ખહા લક્ષ્મીએ કુટુંબ તમારી ભક્તિવાળું છે. તે દુ:ખહા લક્ષ્મીએ આ હીંડોળા તમારે માટે મોકલ્યો છે. એટલું કહી મેઘ અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમસ્કાર કરી જતો રહ્યો. શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુનું આ ચરિત્ર ભુક્તિ અને મુક્તિ આપનારું છે.