ભાગ · અધ્યાય ૧૦૭

શ્રીહરિ દ્વારા કીંપુરુષખંડમાં રાક્ષસોથી કન્યાઓની રક્ષા

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા ચંદ્રાવતી, ઈરાવતી વગેરે વીસ પિતૃકન્યાઓ મેરુ પર્વત પર થઇને પૃથ્વી પર આવી. કીંપુરુષખંડના નદીઓમાં સ્નાન કરી અનેક પર્વતોમાં ફરીને દાસ-દાસીઓ સાથે વિમાનમાં આવતી હતી. ત્યાં સમુદ્રના રાક્ષસો ફુલાપા દેશના શસ્ત્રો લઇને લૂંટવા, કન્યાઓનું અપહરણ કરવા આવ્યા. પર્વત જેવા વિકરાળ માયાવી પિળા રંગના પાંચસો રાક્ષસો, હજારો દૈત્યો, પાંચ હજાર દાનવો, આવી વિમાનને કબજે કર્યું. કન્યાઓએ પિતા અર્યમાને સંભાર્યા. તેમણે આવીને અગ્નિથી સર્વ રાક્ષસોને બાળી નાખ્યા. તેના ભસ્મમાંથી હજારો રાક્ષસો થયા પછી અર્યમા પિતૃએ કન્યા રક્ષણ માટે બ્રહ્મા, વિષ્ણુ, શંકરને બોલાવ્યા. સંકર્ષણે આવી ગદાથી સર્વ દૈત્યો, દાનવો રાક્ષસોનો નાશ કર્યો. બાકી રહેલા શરણે આવ્યા. બ્રહ્માને કહ્યું, અમારો મોક્ષ કરો. બ્રહ્મા, વિષ્ણુ કહે તમને બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠમાં વાસ આપીયે. દૈત્યો કહે : શાશ્વત સુખનું ધામ પરમપદ આપો. વિષ્ણુ કહે : તે તો પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ આપી શકે. ત્યારે સર્વે દાનવો પોતાના આત્મામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતા ધ્યાનમગ્ન થયા.