ભાગ · અધ્યાય ૧૬૪

શ્રીહરિ દ્વારા વૃકાયન ઋષિ અને નિલકર્ણની અતિવૃષ્ટિથી રક્ષા

બકસ્રા ગામમાં નદીકાંઠે સાત્વાણ નીલકર્ણ રહેતો. એકવાર સાત દિવસ સુધી અતિવૃષ્ટિ થતા કેટલાય મનુષ્યો, પશુઓ મરી ગયા. ત્યાં નદી કાંઠે વડ નીચે વૃકાયન ઋષિ સમાધિમાં બેઠા હતા. નિલકર્ણે વૃકાયન ઋષિ પાસે જઇ પગે લાગી જાગ્રત કરી સર્વ વાત કરી. એ વૃકાયન ઋષિ સમાધિમાંથી જાગી ચારે કોર પાણી જોઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન-સ્તુતિ કરવા લાગ્યા. હે કૃષ્ણવલ્લભ ગોપાલનંદન કંભરાપુત્ર કુંકુમવાપીમાં પ્રગટ થયેલા અક્ષરધામના પતિ અતિવૃષ્ટિથી દુ:ખી થયેલા જનોનું રક્ષણ કરો. સ્તુતિ સાંભળી તરત બાલકૃષ્ણ પ્રભુ શ્વેત હાથી પર બેસી ચતુર્ભુજ સ્વરૂપે આવી વૃકાયન ઋષિ અને નિલકર્ણનાં કુટુંબને ભોજન અને વસ્ત્રો આપ્યા. વૃકાયને પ્રભુનું ભજન કરી સ્તૂતિ કરી, પૂર્વે તમે ધ્રુવ પ્રહલાદની રક્ષા કરી. દૈત્યોનો નાશ કરી દેવોનું રક્ષણ કર્યું એવા હે પ્રભુ તમને નમો નમ: નિંભાડામાં બિલાડીના બચ્ચાનું રક્ષણ કરનારા, ચકલીને શિખર પર પાણી પાનારા, તમને નમો નમ: વૃકાયન ઋષિ સ્તુતિ કરી વનમાં ગયા. બાલકૃષ્ણ પ્રભુ અદૃશ્ય થયા પછી નીલકર્ણ રોજ કુટુંબ સાથે ભજન કરવા લાગ્યો. બાલકૃષ્ણ હરે કૃષ્ણવલ્લભ હરે હરે. એકવાર ભક્ત મંડળી કુંકુમવાપી તીર્થમાં જતા હતા. તેની સાથે ગયા ત્યાં લોમશ ઋષિ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” મંત્ર ગ્રહણ કરી અશ્વપટસરોવરમાં સ્નાન કરી મંદિરમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યા. શ્રીહરિએ શિષ્ય સ્વયંપ્રકાશ પાસે સર્વને ચરણામૃત અપાવ્યું. પ્રસાદ ભોજન આપ્યા. જમીને સર્વે દિવ્ય દૃષ્ટિવાળા જ્ઞાનવાળા થયા. નિલકર્ણ સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ આલોક પરલોકમાં અમારે તમારા દાસપણા વિના કાંઇ જોઇતું નથી. ત્યાં વૃકાયન ઋષિ આવ્યા. શ્રીહરિએ તે બંનેને કહ્યું, તમે વિમાનમાં બેસી કેતુમાલ ખંડ અને માલ્યવત ખંડમાં પ્રજાને મંત્ર આપીને મારું ભજન કરાવજો. વૃકાયન ઋષિ હેતુમાલ ખંડમાં નિપરા નદીકાંઠે નિલકર્ણને વિમાન ઉતારવાનું કહ્યું.