અનાદિ મુક્તરાજ પ્રવીણભગત મોહનભગત માલવી
સૂરત
મારે વિદેશ જવું હતું એટલે મહારાજના આશીર્વાદ લેવા હું જૂનાગઢ ગયો અને મહારાજને દંડવત્ પ્રણામ કરી બેઠો. હાથ જોડી મહારાજને વાત કરી મહારાજ મારે બહાર જવું છે આશીર્વાદ આપો. મહારાજ કહે, ક્યાં જવું છે ? મેં કહ્યું, મહારાજ જેમ બને તેમ વ્હેલું થાય તો સારું. મહારાજ કહે, માર્ચ મહિનામાં જવાનું થઈ જાશે, થઈ જાય એટલે પહેલો પગાર અહીં સેવામાં આપજે. મેં કહ્યું, બહું સારું મહારાજ. પછી મેં મહારાજની ચરણસેવા કરી, મહારાજે આશીર્વાદ આપ્યા. એટલે મારે બહાર જવાનું થયું તો પહેલો પગાર આવ્યો એટલે હું પાછો જૂનાગઢ ગયો અને પહેલો પગાર આપ્યો. મહારાજે એક પ્રસાદીની ચોપડી આપી. એક સિક્તકો કપાળે ચોડીને આપ્યો. એક વખત મારા બાપુજી વિચાર કરતા હતા કે, મહારાજને મળવા જઈએ તો એમની પાસે ખાલી હાથે કેમ જવાય આમ વિચારતા હતા.
મારા બાપુજી એક વખત મહારાજ પાસે મંદિરે ગયા. મહારાજને પગે લાગ્યા તો મહારાજ કહે, શું વિચાર કરશ. મહારાજ કહે, પેલી પેટી ખોલ. ત્યારે પેટી રૂપિયાથી ભરી હતી. મારા બાપુજી ગળગળા થઈ ગયા અને મહારાજને કહે, મહારાજ મારી એવી ભાવના હતી કે મહારાજ પાસે સંત પાસે ખાલી હાથે ન જવાય પણ તમારી પાસે તો લક્ષ્મીજી સ્વયં સેવામાં હાજર છે.
એક વખત મારા બાપુજી ચાદર ઓઢીને સૂતા હતા પણ ચાદર ઉતરી જતી. આમ ત્રણ-ચાર વાર ચાદર ઓઢીને ચાદર ઉતરી જાય. આમ અચાનક રૂમમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. આમ પ્રગટ ભગવાને કૃપા કરી દર્શન દઇને તેમની મનની મનોકામના પૂરી કરી ચિન્હના દર્શન કરાવ્યા. આમ મહારાજે પરચા, ચમત્કાર બતાવી જીવને ભાન કરાવ્યું પણ જીવની એટલી અવળાઈ છે કે ચિન્હવાળા ચમત્કારવાળા મનની આશા પૂરનારા પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે છતાં જીવ પોતાના દુઃખને રોયા કરે છે. સવાર-સાંજ ભગવાનને યાદ કરી ભક્તિ કરી પોતાને ભગત કહેરાવે છે. પણ ભગવાન માટે જીવવામાં ભગવાનના સંકલ્પમાં ક્યાંય સહભાગી થતો નથી. જો ભગવાનના સંકલ્પમાં પોતાનું જીવન વાપરે અને સેવા, ભક્તિ, સત્સંગ, સમૈયામાં, મંદિરમાં પોતાનો સમય-સંપત્તિ વાપરે તો ભગવાનનો કૃપાપાત્ર થઈ અને અઢળક સંપત્તિવાન અને મુક્તિની સ્થિતિને પામે.