અનાદિ મુક્તરાજ ધીરુભગત લાલજીભગત જાવીયા
જામવંથલી, હાલ- રાજકોટ
હું જામવણથલીથી ખૂબ જ નાની ઉંમરે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે મહારાજના બાલમુકુંદ ભવને પાર્ષદ થઈ રહ્યો હતો. નાની ઉંમર એટલે બાળકની જેમ તોફાન કરવાનો થોડો સ્વભાવ હતો.
એકવાર રમતરમતમાં બાલમુકુંદ ભવનમાં એક વૃદ્ધ સ્વામીનું નવું ધોતિયું તેને મેં ચીરીને સૂકાવી દીધું ને હું સૂઈ ગયો. મારી મચ્છરદાની એક બાજું હું રાખી દેતો પણ બીજી બાજુ કોઠારી સ્વામી કે હેમંતભગત ટાંગી દેતા. એકવાર તો સ્વયં મહારાજે મારી મચ્છરદાની એક બાજુ ટાંગી દીધી હતી અને સવારે કોઠારી સ્વામી ઊઠે એટલે એક ચપટી વગાડતાં એટલે અમે ફટાફટ ઊઠી જતાં.
આમ કોઠારી સ્વામીની બીક બહું લાગતી એ મારતા બહું. એ ધોતિયું પહેલા દિવસે ધોતિયું ચીર્યું કોઇને ખબર ન પડી એટલે બીજા દિવસે ચીર્યું એટલે કોઠારી સ્વામીને શંકા ગઈ હોય ન હોય આ પરાક્રમ ધિરુનું છે એટલે ત્રીજા દિવસે ધોતિયું ચીરવા ઊભો થયો ધોતિયું પડક્યું અને લાઈટ થઈ મને પકડી લીધો અને તે દિવસે બહું માર્યો અને ધોકાવ્યો. એટલે મહારાજને દેવસ્વામીને હેમંતભગત બધાં એકત્ર થયા કહે શું થયું તે બતાવ્યું જુઓ આનું પરાક્રમ જુઓ એટલે મહારાજે મને પોતાની બાજુ ખગચી લીધો અને કહ્યું, હશે જવા દો છોકરું છે ને. પછી મને મહારાજ કહે, હવે તારી મચ્છરદાની બંધાઈ ગઈ હવે સૂઈ જા, બધા છૂટા પડ્યા પછી મહારાજ તો લાકડાની પાદુકા પહેરી આમ-તેમ આંટા મારે, આવે અને જાય, ચક્કર લગાવતા મહારાજ આમ દિવસના રાઉન્ડ મારતા. રાત્રો પણ રાઉન્ડ મારતા.
એકવાર શિયાળાના દિવસો હતા ને એક પીળી ચોટલીવાળા જોગીસ્વામી, એક મુનીસ્વામી, હેમંતભગત અને મહારાજ જ્યાં શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામીનો તખતો હતો. તે ગુણાતિતાનંદ સ્વામીના સભામંડપમાં ત્યાં આરતી, પૂજા થાય ત્યારે મહારાજે હેમંતભગતને કહ્યું રૂમે જઇને ધુસો લેતો આવ તો હેમંતભગતે મને કહ્યું જા રૂમેથી ધુસો લઈ આવ તો મેં કહ્યું તમે હાલો મારી સાથે અંધારું છે તો બીક લાગે છે એમ કહ્યું તો ભગતે મને એક લગાવી દીધી એટલે હું ખૂણામાં ઊભો ઊભો રડવા લાગ્યો ને ભગતે ઝડપથી ધુસો લાવીને મુનીસ્વામીને આપ્યો અને શ્રીજીમહારાજને બાંધી દીધો ને હું હીબકાં
ભરતો હતો ત્યાં મહારાજ આવ્યા અને કહે શું થયું એટલે હું મહારાજને પકડીને વધારે રડવા લાગ્યો કહ્યું હેમંતભગતે માર્યું. મહારાજે હેમંતભગતને પૂછ્યું કેમ માર્યું, હેમંતભગત કહે તમે ધુસો લેવાનું કહ્યું, મેં એમને કહ્યું તો એમણે ના પાડી. મેં કહ્યું, મહારાજ અંધારું કેવું છે. ત્યારે મહારાજ કહે, મોટા માણસને બીક લાગે એવું અંધારું છે એ તો છોકરું છે. હવે તે આને માર્યું એટલે તારે ઉપવાસ કરવાનો છે, એટલે જમવાનો સમય થયો એટલે હાકલ થઈ. હેમંતભગતને કહ્યું, હાલો ભગત. ભગત કહે, મારો ઉપવાસ છે.
કોઠારી સ્વામી કહે, આજ શું છે ઉપવાસ શાનો ? એટલે બધી માંડીને પરાક્રમની વાત કરી એટલે કોઠારી સ્વામી દિવસના મારું બાવડું પકડીને ઉપર ધાબે લઈ ગયા ને મને બે પગ પકડી પારાપેટથી ઊંધો લટકાવીને કહ્યું, મૂકું નીચે. હવે કોઈ દિવસ મહારાજને ફરિયાદ કરીશ ? જો ફરિયાદ કરી તો અહીંથી નીચે નાખી દઇશ. એમ કોઠારી સ્વામીની બીક બહુ લાગતી એ નીચે નાખી દે એનું કાંઈ નક્કી નહીં એવી બીક લાગતી એમ કરી મને ઉપર લીધો અને અમે નીચે રૂમે ગયા.
એક વાયરની થેલી હતી તેમાં ભક્તો કોઈ રૂપિયો, બે રૂપિયા, દસ રૂપિયા મને આપતા એ સો દોઢસો ભેગા થયા હતા. તે મને મહારાજે કહ્યું હતું કે, એ તારી પાસે રાખ ક્યારેક કામ આવશે. એ રૂપિયા લઈને જ્ઞાનસ્વામીની ચડ્ડી અને બંડિયું પડ્યું હતું એ પહેરી લીધું, મને બરાબર થઈ ગયું. એટલે એ પહેરીને હું બસ સ્ટેન્ડ પહાગચી ગયો ત્યાં હેમંતભગત ગામડે ગયા હતા અને ગામડેથી પાછા આવ્યા એ બસમાંથી ઉતર્યા ને હું સામે બેઠો હતો એ મને જોઈ ગયા એટલે હું ભાગવા ગયો પણ મને પકડીને રિક્ષામાં બેસાડ્યો. પાછા મંદિરે લઈ આવ્યા તો કોઠારી સ્વામીએ વાત સાંભળી એટલે વળી મને ધોકાવ્યો. ત્યાં છગનભગત મહારાજના દર્શને આવ્યા હતા એટલે મહારાજે તેમને કહ્યું, હવે આ છોકરાનું દિલ અહીં લાગતું નથી તો તમે આમને તમે સહી સલામત એમને ઘરે લેતા જાઓ.
એમ મંદિરે ઘણીવાર એવી એવી ભૂલો થઈ જતી એટલે કોઠારી સ્વામી બહુ મારતા. એકવાર ડેલાની ચાવી મેં ધોતિયાના છેડે બાંધી હતી. અમે રેતીમાં રમતા એમાં ચાવી ગૂમ થઈ ગઈ ત્યારે બાપુસ્વામીના રૂમનો દાદરો ચડાવીને કોઠારી સ્વામીએ જે મારી લાતને તે રડતો રડતો હું આવ્યો નીચે. આમ તોફાન બહુ કર્યા અને કોઠારી સ્વામીનો માર એવો ખાધો ને લાડુડીય ખૂબ ખાધી.
પીળી ચોટળીવાળા જોગીસ્વામી મહારાજને ચંદન ચર્ચવા આવતા ને ઠાકોરજીનો મેવો
દેવા આવતા. પછી આમ નવું વર્ષ હોયને કેમ આપણે મોટા મોટાને દર્શને જાતા. નવું ધોતિયુંને ઝભ્ભો, ટોપી પહેરી કોઠારી સ્વામી ભેગો પગે લાગવા ગયા ત્યારે મહારાજ મોટા એટલે બધા પહેલાં મહારાજને પગે લાગવા આવે તે હું પણ મહારાજને પગે લાગ્યો એટલે મહારાજે દસ રૂપિયા આપ્યા એટલે કોઠારી સ્વામી કહે, ચાલો હવે. મેં કહ્યું, ચાલો. હું ચાલતો થયો ત્યાં મહારાજે હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડી દીધો. તું મારી બાજુમાં બેસ આપણે ક્યાંય જવાનું નથી. બધા અહીં આવશે એટલે બધાય આવતા જાય મહારાજને પગે લાગે ને મને બે પાંચ કે દસ રૂપિયા આપે. મહારાજ કહે, અહીં બેઠો તો આટલા રૂપિયા થયા. કોઠારી સ્વામી ભેગો ગયો હોત તો શું મળત ? હવે આ પૈસા તારી પાસે સાચવીને રાખજે. મેં કહ્યું, હા. પછી હું ઘેર ગયો. ત્યાં મારી પાણીની માટલી અલગ, ધોતિયું અલગ, જમવાનું અલગ. તેમ ચાલ્યું પછી મને સ્કૂલમાં ચોથા ધોરણમાં બેસાડ્યો. તે દશ ધોરણ સુધી ભણ્યો, ત્યારે ફૂલવાડીના મંદિરના પાયાનું મુહૂર્ત હતું એમાંય આપણે લાભ લીધો, ભણવામાં કાંઈ ધ્યાન ન આપ્યું પછી કામ શીખવા મોટા રતિલાલભગત મને પૂના લઈ ગયા ત્યાં વર્ષ દોઢ વર્ષ કામ કર્યું. કામ શિખ્યા પૂના.
મને થોડી પેટમાં તકલીફ થઈ એટલે હું જામનગર ઈરવીન હોસ્પિટલમાં બતાવવા ગયો, રિપોર્ટ બતાવ્યા એટલે ત્રણ દિવસની દવા આપી કહ્યું, ત્રણ દિવસ પછી આવજો. તે બે દિવસ હતા એટલે એમ થયું લાવને જૂનાગઢ મહારાજના દર્શન કરી આવું એમ કરી જૂનાગઢ આવ્યો. મહારાજને દંડવત્ કર્યાને પગે લાગી બેઠો. મહારાજ કહે, ક્યાં દુબઈ હતો. મેં કહ્યું, ના મહારાજ પૂના હતો અત્યારે બીમાર હોવાથી જામનગર આવ્યો હતો. ડૉક્ટર કહે છે કે એપેન્ડિક્તસ છે, ઓપરેશન કરવાનું છે. તો મહારાજ કહે, હાલ સૂઈ જા એટલે હું સીધો સૂઈ ગયો, મહારાજ પેટ પર તેમના ચરણાર્વિદ મૂકીને આમ ટપી ગયા ને બોલ્યા ઓપરેશન કાંઈ નથી કરવું. તો મેં કહ્યું મહારાજ કમરમાંય દુઃખે છે, તો મહારાજ કહે તો ઊંધો સૂઈ જા. તો વળી આમ એક ચરણાર્વિદ મૂકી આ બાજુ આવી ગયા અને બોલ્યા, આપણે ઓપરેશન કાંઈ કરવું નથી તને એપેન્ડિક્તસ હવે કાંઈ નથી મજા કર. તે દિવસથી આજ સુધી કોઈ તકલીફ નથી. પછી મહારાજ કહે સવારે બે નારિયેળના ત્રોફા, એક હાર, સફરજન લઈને આવજે. મહારાજની આજ્ઞા થઈ એટલે એ બધું લઇને વહેલી સવારે મહારાજના દર્શન કરવા રૂમે ગયો.
મહારાજ માળા કરતા હતા, દંડવત્ કરી બાજુમાં બધું મૂક્યું. મહારાજ કહે, આ માળા એટલે ફેરવતો હતો કે હવે તારું જલ્દી દુબઈ થવાનું થઈ જાય. આ અગાઉ એકવાર હું જ્યારે
ભગત થઈ વાસણ સાફ કરી ચોકો સાફ કરી ઊભો થયો ત્યાં ઉપરથી પ્લેન નીકળ્યું એટલે મહારાજ કહે અહીં આવ ને મારા ખભે હાથ મૂકી બોલ્યા જો આ તને આ બલુનમાં બેસાડવો છે. હવે ત્યારે આપણે એ નવ દશ વર્ષના ત્યારે એ વાત ન સમજાય પણ આજ મહારાજે માળા ફેરવીને કહ્યું કે તારે જલ્દી દુબઈ જવાનું થાય એટલે આ માળા ફેરવું છું. તું ખૂબ ખૂબ કમાઈશ જા. હવે જુઓ આ મહારાજના આશીર્વાદથી સુખીયા ખૂબ સુખીયા થયા. નહીં તો આપણને એબીસીડીનો એ ન તો આવડતો ને કાટખૂણો પણ ન તો આવડતો ને મહારાજે એરપોર્ટમાં ગવર્નમેન્ટ જોબ રર વર્ષ નોકરી કરી, આ મહારાજની કૃપા જુઓ.
આમ મહારાજે મને ખૂબ સાચવ્યો ને હું ભગત હતો ત્યારે મહારાજ પાસેથી રજા લીધી ત્યારે મારાથી રોવાઈ ગયું ત્યારે મહારાજ કહે, કાંઈ વાંધો નહીં, તું જા પણ ક્યારેય જવાનું થાય તો તું બીજે ક્યાંય જતો નહીં. અહીં જ આવજે. એમ કહી ર૪ અવતારની મૂર્તિને કેળું ધરીને અડધું પોતે ખાધું અને અર્ધું મને આપ્યું. આ કેળુ ખાઇને હું ત્યાંથી નીકળ્યો. મને હું કોઠારી સ્વામીની કેવી બીક કે લગ્ન કરીને દર્શન કરવા અમે ગયા તો કોઠારી સ્વામી કહે તારે રસોડે નથી જવાનું તારે અહીંયા જ જમવાનું અને ઘરના માટે થાળી લઈ જજે. મેં કહ્યું, સારંું. એક ભગત હાર પરોવતા હતા એટલે સ્વામીએ કહ્યું, આને હાર પરોવતા આવડે છે એમ કહી કોઠારી બીજા કામમાં શાકભાજી લેવા ગયા ત્યાં એ સ્વામીને મેં કહ્યું, સ્વામી તમે હાર પરોવો મને હાર પરોવતા આવડતો નથી ને પરોવવોય નથી. ત્યાં સ્વામીએ રાડ પાડી કે કોઠારી સ્વામી આ હાર પરોવવાની ના પાડે છે. ત્યાં મેં કહ્યું, સ્વામી તમે જાઓ હાર પરોવાઈ જશે.
અમે દુબઈ હતા ત્યારે અન્ય દિવસ હોય તો સૌ વ્હેલી સવારે સમૂહ આરતી કરીને કામે જતા અને જ્યારે ઇદની છૂટ્ટી આવે ત્યારે ત્રણ દિવસની છૂટ્ટી એમાં અમે ભજન કરતા અને સેવાનો રાઉન્ડ થાય તેમાં સેવાઓ બોલાય. ભજન અને ભોજન, ધામધૂમથી થાય. એકવાર ધીરુ મૂછડને ત્યાં ઇદની સભાનું આયોજન કરાયું હતું, ત્યારે એક મોટી બારીમાંથી મહારાજ સફેદ હાથી પર બેસીને આવ્યા એ દર્શન વિશ્રામભગત ગુરુને થયા ત્યારે કાનજીબાપા, શાન્તિલાલ બગીચાભગત હતા. મોટા મોટા ભક્તો બધાય હતા ત્યારે બધાને ભાસ થયો, મહારાજ આવ્યા છે પણ દર્શન એક વિશ્રામભગતને થયા હતા એ જ્યારે કથા-વાર્તા ચાલુ થઈ ત્યારે વાત કરી અને બીજાએ પણ સાક્ષી પૂરી કે મહારાજ આવ્યા હતા. એટલે આ વાત મહારાજ પધાર્યા હતા તે પાક્કી થઈ એમ અમે ઉત્સવ કરતા ને થાક્યા-પાક્યા હતા એટલે
સૂઈ ગયા હતા તો મહારાજ દર્શન દેવા આવ્યા હોય તો અમારી છાતી પર ચરણાર્વિદ મૂકીને અદૃશ્ય થઈ જતા, આમ ઘણાં ભક્તોને આવા દર્શન થતાં.
એકવાર જેન્તિભગત પોરિયા, કાનજીબાપા અને હું અમે ત્રણ જણ હતા. હું બારણે સૂઈ જતો. એકવાર બાપા મોડા આવ્યા અને મહારાજની વાતો બહાર સોફામાં બેસી કરતાં કરતાં મોડું થઈ ગયું હતું. હું વિચારતો કે મારે સવારે વહેલું જવાનું અને મોડું થાય છે. પછી વાત પૂરી થઈ એટલે કાનજીબાપા કહે, મહારાજ આવ્યા હતા ને આપણી કથા સાંભળતા હતા અને રાજી થઈ કહેતા કે તમે બહુ સારી કથા-વાર્તા કરો છો.
એક વખત આ કંપનીમાંથી છૂટ્ટા થઈ એરપોર્ટમાં કોશિષ કરતા હતા ને આ કંપનીએ કહી દીધું કે તમારે કંપનીમાં રહેવાનું નથી. એટલે હું મહારાજની રૂમ એટલે કાનજીબાપા રહે છે ત્યાં ગયો પણ નિંદર આવતી નહોતી એટલે મારી પરિસ્થિતિ જોઈ શામજી મહારાજે મહારાજને પ્રાર્થના કરી. મહારાજ આનું ઠેકાણું કરી દો નહીં તો આનું ખસકી જશે. એટલે મહારાજની કૃપાથી મારું ઇન્ટરવ્યૂ ન લીધું અને મને સિલેક્ટ કરી લીધો ને એકને ઇન્ટરવ્યૂમાં પાસ કર્યો પણ ભરતભગતને સિલેકટ ન કર્યો. કારીગર પાકો પણ ઇંગ્લીશ કાચું એટલે નાપાસ કર્યો ને મને આ અમારી કંપનીએ એરપોર્ટ બનાવ્યું હતું એટલે મને દરેક જગ્યાની ખબર અને ગોરાને આરબા બધા ઓળખતા હતા પણ ભરતને ન લીધો એટલે મેં આરબાને કહ્યું આમની પાસેથી હું કામ શિખ્યો છું અને એને તમે સિલેક્ટ કરો એની કાંઈ ફરિયાદ આવે તો પહેલાં મને ઇન્ડિયા મોકલજો એની જવાબદારી મારી એમ કહી એને સિલેક્ટ કરાવ્યો. ૧૯૮૪ થી ર૦૦૯ સુધી દુબઈમાં મહારાજની દયાથી સેવા-ભક્તિ કમાણી કરી અને મોટાં સંતોના આશીર્વાદ અને આજ્ઞાથી રાજીનામું આપી દેશમાં આવતા રહ્યા પછી દેશમાં જ કામકાજ કરી મહારાજની સેવા-ભક્તિ કરીને કુંકાવાવ તેમજ ફુલવાડી મંદિરે પણ યથાશક્તિ સેવાનો લાભ લઈને મહારાજને વિશેષ રાજી કર્યા છે.