પરચા ૧૧

અનાદિ મુક્તરાજ દેવરાજભગત ડાહ્યાભગત બગીચા

જામવંથલી, હાલ-મુંબઈ

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી જામવંથલીના મુક્તરાત ડાહ્યાભગત બગીચાને ત્યાં દેવરાજભગતનો જન્મ થયો અને નાનપણથી જ તેમને મહારાજની પરિપૂર્ણ ઓળખાણ હોવાથી અનેકવાર મહારાજના દર્શન અને સેવાના ખૂબ અલૌકિક લાભ મળ્યા છે.

જામનગર મંદિરમાં મહારાજ બિરાજમાન હતા. ત્યારે જામનગર મંદિરના સોનાના કળશ ચોરવા ચોર રાતે આવ્યા અને પછી મહારાજે રાત્રો ઊભા થઈ ચોરને પાણીની અંજલી છાંટી એટલે ચોર ચાગટી ગયા પછી મહારાજે સવારે ભક્તોને કહ્યું કે, સાદા ચાર હાર લેતા આવો. મહેમાન આવ્યા છે. એટલે પછી મહારાજે બધાં ભક્તોને કહ્યું કે, આ ચોર મંદિરના કળશ ચોરવા આવ્યા હતા. પછી ચોરને પાછી પાણીની અંજલી છાંટી અને હાલતા-ચાલતા કર્યા પછી ચોરે પ્રાયશ્ચિત કર્યું કે, મહારાજ ભૂલ થઈ ગઈ માફ કરો. એમ પછી મહારાજે ચારેય ચોરને દિક્ષામંત્ર આપી કંઠી પહેરાવી ભગત બનાવ્યા અને ચારેયને હાર પહેરાવ્યા.

મહારાજ જ્યારે જામવંથલી આવ્યા ત્યારે બગીચા વાડીમાં હજારો જીવાત્માનો ઉદ્ધાર કર્યો છે. બગીચાવાડીમાં જ્યારે મહારાજ આવતા ત્યારે અમારે ત્યાં એક ભગસ દુઝતી અને એક ગાય દુઝતી. એ બેયનું થાળી ભરીને દૂધ ગરમ કરી ઇલાયચી અને સાકર નાખી ગરમ કરતા અને મહારાજને આપતા અને મહારાજ એ જમતા અને મહારાજ જે જે ફળ કહેતા એ ફળ તાજા અને પાકેલા બગીચાવાડીમાંથી અમે તોડી લાવતા અને મહારાજને જમાડતા. આ રીતે બગીચાવાડીને નિત્ય મહારાજનો યોગ થતો. પછી મહારાજ સવારે વહેલા આવતા ત્યારે મહારાજના રક્ષક તરીકે દેવરાજબાપા અને કેશુબાપા બુકાની પહેરી અને દેવરાજબાપા ફરસી ધારણ કરતા અને કેશુબાપા ધારિયું ધારણ કરતા અને મહારાજની સેવામાં રહેતા અને બધા ભક્તોને દિવ્ય સેવાના લાભ અપાવતા. આ રીતે બગીચાવાડીમાં હજારો જીવોનું કલ્યાણ થયું છે.

મહારાજ વંથલીમાં બિરાજમાન હતા ત્યારે બપોરે એક વાગ્યે જમીને આવ્યા પછી મહારાજ દેવરાજભગતને કહે કે, ચાલો અત્યારે મારી સાથે પછી મહારાજ ચટકતી ચાલે ચાલવા માંડ્યા. પછી મહારાજ વાડીએ ગયા પાછળ દેવરાજભગત આવ્યા. મહારાજ એક

બીમાર બળદ પાસે આવી અને ઊભા રહ્યા. દેવરાજભગતને કહ્યું કે, ‘‘ભગત પાણી લેતા આવો.'' દેવરાજભગત દોડીને ગયા જોયું તો, પાસે કૂવો પણ સીંચવાનું કાંઈ નહોતું પછી જોયું પણ પાણી ભરેલું પાત્ર ન મળ્યું પછી મહારાજ પાસે દેવરાજભગત આવી કહે કે, ‘‘મહારાજ પાણી નથી, પછી મહારાજે પાછંું કહ્યું કે, ‘‘ક્યાંક હશે જુઓ તો ખરા.'' ભગત પાછા ગયા અને જોયું તો એક માટલું પડ્યું હતું એ જોયું પછી એમાં બે ખોબા જેટલું પાણી હતું. પછી દેવરાજભગત મહારાજ પાસે આવ્યા અન પાણી આપ્યંુ. મહારાજે પોતે પાણીનો ખોબો ભર્યો અને બળદને પાણી પાયું'' પછી તરત બળદ મહારાજના પરમધામને પામ્યો. આ રીતે મહારાજે બળદને પણ મોક્ષ આપ્યો. પછી દેવરાજભગતે કહ્યું કે, ‘‘મહારાજ આ બળદ માટે આટલું બધું ઝડપથી ચાલીને આવ્યા ને કેમ પાણી પાયું ? ત્યારે મહારાજ કહે છે કે, ‘‘આ બળદ જ્યારે અમે વંથલીમાં આવ્યા ત્યારે અમારી શોભાયાત્રામાં એકાવન બળદનો રથ હતો ત્યારે એમાં એકાવનમો બળદ આ હતો, એટલે મહારાજે તેને અમે મોક્ષ આપ્યો. આવી રીતે મહારાજે અનેક જીવોના કલ્યાણ જામવંથલીમાં કર્યાં છે.

એકવાર મહારાજના દર્શન કરવા કેશવભગત અને દેવરાજભગત જૂનાગઢ ગયા અને મહારાજની સંપૂર્ણ સેવા બંને ભાઈઓએ કરી અને મહારાજે રાજી થઈ બંને ભક્તોને થાપા મારી કહ્યું કે, તમે મને જેવો છે એવો જાણ્યો છે, ઓળખ્યો છે. માટે તમને જેવી છે એવી ઉપાસના પ્રવર્તાવવા માટે છૂટ છે. આ રીતે આશિર્વાદ આપ્યા અને દેવરાજભગતને દુબઈ જવાના આશિર્વાદ આપ્યા.

મહારાજ જ્યારે અમને દર્શન દેવા દાસાલેન્ડમાં આવ્યા ત્યારે વાળંદની દુકાને પૂછ્યું કે, શામજીભગત અને દેવરાજભગત ક્યાં રહે છે. પછી વાળંદની દુકાનેથી છોકરો આવીને જ્યાં રહેતા હતા ત્યા મૂકી ચાલ્યો ગયો અને ત્યાં શામજીભગત હતા તેને દર્શન આપ્યા અને ત્યારે દેવરાજભગત દેશમાં આવ્યા હતા. એટલે એને દર્શન ન થયા. આ રીતે મહારાજે દર્શન આપ્યા હતા.

મહારાજ જ્યારે જામનગર હતા ત્યારે દેવરાજભગતે કહ્યું કે, સાથે આવવું છે. પછી મહારાજ અને દેવરાજભગત લાખાબાવળ ગયા અને મહારાજે પૂછ્યું કે, ભગત ક્યા છે ? ત્યારે ભગતના પત્ની કહે કે, મારાથી આ દુઃખ સહન નહોતું થતું તો ભગતને ત્યાં જામનગર દવા લેવા મોકલ્યા છે. પછી મહારાજે કહ્યું કે, અમે તમારું દુઃખ દૂર કરવા આવ્યા છીએ. દેવરાજભગત પાસેથી પાણીનો લોટો મંગાવ્યો અને મહારાજે એમાં અંગૂઠો બોળ્યો અને

એ પાણી દેવરાજભગતને કહ્યું, આ પાણી પાઓ પછી દેવરાજભગતે પાણી પાયું. આ રીતે મહારાજે અનેક ભક્તોને દુઃખમાંથી ઉગાર્યા છે. એમને શરીરમાંથી લોહી પડવાનો રોગ હતો પછી લોહી પડતું બંધ થઈ ગયું, બધા સારાવાના થયા. ત્યાં મહારાજ સાંજ સુધી રોકાયા પછી સાંજે જામનગર ગયા.

એક વખત દેવ૨ાજભગત પોતાના સસ૨ાને ઘે૨ તેમનાં ઘ૨વાળાને તેડવા ગયેલા, તો શ્રાવણ વદ અમાસને દિવસે જામસ૨થી ત્રણ જણા (૧) દેવ૨ાજ ભગત (૨) તેમના ઘ૨વાળા (૩) ગુલાલબેન. ત્રણે જણા જામસ૨થી નીકળ્યા તો જ્યાં નદી ઓળંગીને સામા કાંઠે આવ્યા ત્યાં નદીમાં બે કાંઠે પાણી આવી ગયું. પછી વ૨સાદ ચાલું જવું કયાં ? આ ત્રણે જણા બેઠા છે. પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ બ્રાહ્મણ રૂપ ધા૨ણ કર્યુ અને કહ્યું, તમા૨ે ક્યાં જવું છે ? તો દેવ૨ાજ ભગતે કહ્યું કે, અમા૨ે પડધ૨ી જવું છે. તો બ્રાહ્મણે કહ્યું કે, પડધ૨ી જવાની બસ નહી મળે. પ૨ંતુ કેશિયાગામના ઢાળીયે જાવ ત્યાં બસ મળશે. પછી ત્રણે જણા કેશિયા ગામના ઢાળીયે ગયાં ત્યાં સુધી દેવ૨ાજ ભગત બ્રાહ્મણ સામું જુએ પણ બ્રાહ્મણ ગામ પછવાળે ચાલ્યો ગયો. ત્રણે જણા બસમાં બેસીને જોડિયા ગયા. જોડિયાથી જામનગ૨ ગયા. પછી જામનગ૨ જઈને સીધા મંદિ૨માં ગયા ત્યાં તો મહારાજ માળા ફે૨વતા હતા. ત્યાં દેવ૨ાજભગતે જઈને દંડવત કર્યો અને મહારાજે દેવ૨ાજભગતને કહ્યું કે, તા૨ે પડધ૨ી જવું છે પણ મા૨ે અહીં લઈ આવવા છે. તો આવવું જ પડે ને. આમ કહ્યું અને કીધું કે જાવ તમા૨ા માટે રસોડામાં ત્રણ થાળી પી૨સેલી છે. તે જમી લ્યો. પછી મહારાજે વાત ક૨ી કે, મા૨ે દુઃખ ટાળવું છે તો લ્યો આ ગોળી લખી આપું અને પ્રસાદીનું જળ લ્યો. આજથી આ ગલાલબાઈનું દુઃખ જાશે અને પુત્ર થાશે. પછી મહારાજે લખેલી ૪ ગોળી ખાધી ત્યાં પેટનું દુઃખ મટી ગયું અને નવ માસ થયા ત્યાં પુત્રનો જન્મ થયો. મહારાજે આવી ૨ીતે પોતાના ભગતોને પ૨ચા આપ્યા અને દુઃખ ટાળ્યા છે.

એકવા૨ મહા૨ાજ જામનગ૨ મંદિ૨માં બિ૨ાજમાન હતા. ત્યા૨ે દેવ૨ાજ ડાયા મકવાણા મહા૨ાજના દર્શન માટે આવ્યા ત્યા૨ે મહા૨ાજ પોતાની ઓ૨ડીમાં પૂજા ક૨વા બેઠાં હતા. ભગત આવી દંડવત્ પ્રણામ ક૨ી મહા૨ાજની બાજુમાં એક ત૨ફ બેઠાં. ત્યા૨ે તેમણે જોયું તો હિંડોળામાં ઠાકો૨જીની મૂર્તિ બિ૨ાજમાન હતી અને એકાએક તે હિંડોળો એકલો-અટુલો નિઃસહાય કોઈના અડકયા વગ૨ અચાનક ઝુલવા લાગ્યો. આ જોઈ તેમને અતિ આશ્ચર્ય થયું જ્યારે મહા૨ાજ પૂજામાં ધ્યાનાવસ્થામાંથી જાગ્યા ત્યા૨ે ભગતને

જય સ્વામિના૨ાયણ કહ્યા અને કુશળ સમાચા૨ પુછયા. એટલે ત૨ત જ દેવ૨ાજ ભગતે મહા૨ાજને પુછયું કે, આ હિંડોળો એકાએક ઝુલવા લાગ્યો અને ઠાકો૨જી હિંચકવા લાગ્યા, તે એમ કેમ બન્યું ? ત૨ત જ મહા૨ાજે કહ્યું કે, જો અમા૨ી ઈચ્છાએ ક૨ીને બહ્માંડોના બહ્માંડો નિઃસહાય આકાશમાં ઊડતા ફ૨ે છે. અમા૨ી આજ્ઞાએ ક૨ીને સૂર્ય, ચંદ્ર, ઈન્દ્ર, વરૂણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ પ્રકૃતિ પુરુષ આદિક સર્વે ક્રિયાને ક૨ી ૨હ્યા છે.

જો આ ચ૨ણાર્વિદને આ પૃથ્વીલોકમાં લાવવા માટે બ્રહ્માજીએ અબજો વર્ષ સ્તુતિ ક૨ી ત્યા૨ે આ ચ૨ણાર્વિદ અહીં અત્યા૨ે આવ્યા છે. દેવ૨ાજભગત તમા૨ા ઉધ્ધા૨ ક૨વાના અમા૨ા સંકલ્પથી જ આ હિંડોળામાં અમા૨ી મૂર્તિ સાક્ષાત્ હિંચકવા લાગતી. માટે સાંભળો અમને જેવા છે તેવા ઓળખી લેજો. અમારું ખૂબ ભજન-સેવા ક૨ી ૨ાજી ક૨ી લેજો. આ લોકને તુચ્છ ગણી તમારો છેલ્લો જન્મ ક૨ી લેજો. અમે પ્રગટ ભગવાન કાઈ બાકી ૨હેવા દેશું નહિં. સર્વને સર્વ ૨ીતે મહાસુખીયા ક૨ીશું.

અનાદિ મુક્તરાજ નીતિનભગત દેવરાજભગત બગીચા

(ગામ-જામવંથલી, હાલ-મુંબઈ)

દેવરાજભગતના દિકરા નીતિન ભગત દોઢ વર્ષના હતા ત્યારે મહારાજે કંઠી બાંધી હતી. ત્યારે હેમંતભગતને કહ્યું કે, કંકુની ડબી લાવ પછી હેમંતભગતે શોધી પણ મળી નહીં પછી મહારાજે નીતિન ભગતને ઊંચા કરી પોતાના કપાળમાં ચાંદલો હતો એ મહારાજે પોતાનું કપાળ ભગતના કપાળમાં અડાડી ચાંદલો કર્યો.

જ્યારે નીતિનભગત ચાર વર્ષના હતા ત્યારે મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા ત્યારે ભગતે મહારાજને દંડવત્ કર્યા તો મહારાજે તરત એને ઉપાડી લીધા અને ખૂબ વહાલ કર્યું.

નીતિનભગત એસ.એસ.સી.ની પરીક્ષા આપવા રાજકોટ આવ્યા અને ત્યાર પછી વંથલી ગયા અને ત્યાં કેશુબાપુને બગીચામાં મળ્યા અને બાપુએ સત્સંગ ચાલુ કર્યો તે અઢી કલાક થઈ ગઈ અને સમયની ખબર ન રહી પછી નીતિનભગતે કહ્યું કે, બાપુ મારે બહાર જવાનું છે. બાપુએ પૂછ્યું કે, જૂનાગઢ ગયો હતો. ભગતે ના પાડી તો બાપુએ કહ્યું કે, અહીંયા આવ્યા હોય ત્યારે મહારાજના દર્શન કરવા જૂનાગઢ જરૂર જાવું. પછી આ વાત નીતિનભગતને યાદ રહી ગઈ અને એમણે એમના બેન પાસેથી રૂ.પ૦ લીધા અને જૂનાગઢ

ગયા ત્યાં રિક્ષાવાળાને કહ્યું કે, ફૂલમાર્કેટ પાસે લઈ જાવ. પણ રિક્ષાવાળાએ કહ્યું કે, ફૂલ અહીં આઠ વાગ્યા સુધી જ મળે અને અત્યારે નવ વાગ્યા છે. પછી રિક્ષાવાળાને કહ્યું કે, લઈ તો જા મળે તો ઠીક છે. પછી ગયા પણ હાર મળ્યો નહીં. પછી ભગતે ત્યાં પાસે દુકાન હતી તો સાકર અને શ્રીફળ લીધા અને મંદિરે આવ્યા ત્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલુ હતું એટલે મહારાજ બીજા રૂમે રહેતા. એ ઉતારામાં નીતિનભગત ગયા અને મહારાજને દંડવત્ કર્યા. મહારાજે કહ્યું કે, દેવાનો છો ને ? ભગત કાંઈ સમજ્યા નહીં અને ભગત બીજી વાર દંડવત્ કરતા હતા ત્યારે પાછું પૂછ્યું કે, દેવાનો છોને ? પછી ભગતને સમજાયું કે, દેવરાજનો દીકરો છો ને એમ કહેતા હશે. પછી ભગતને જવાબ આપ્યો કે, હા. પછી મહારાજે કાંદીવલીમાં બધાના સારા સમાચાર પૂછ્યા.

ત્યારે એક શેઠિયો આવ્યો અને મહારાજને પગે લાગવા જતો હતો ત્યાં મહારાજે પગ ખગચી લીધો અને મહારાજ પાસે બેઠો અને કહ્યું કે, મને ડાયાબિટિશ, બ્લડપ્રેશર છે. તો તમે કાંઇક પ્રસાદીનું પાણી આપો તો સારું થાય. મહારાજે કહ્યું કે, ડાયાબિટિશ તો મનેય છે. હું શું કરું ? મંદિરમાં રાધારમણ દેવ બિરાજમાન છે, એને પ્રાર્થના કરો તો એ સારું કરે. પછી એ ભગત વયા ગયા. પછી મહારાજે કહ્યું કે, આ ખોટો છે. મંદિરમાંય કોઈ'દિ ભાળ્યો નથી. મહારાજે કહ્યું કે, આ બધાં એના કામ પૂરતા જ હોય છે પછી હું કોણ અને તું કોણ ?

પછી મહારાજે નીતિનભગતને પૂછ્યું કે, આ ગીરનાર બારીમાંથી સામે દેખાય છે. આની પ્રદક્ષિણા કરવી હોય તો કેટલી વાર લાગે ? ભગતને મનમાં એમ થયું કે, મહારાજ આમ કેમ પૂછતા હશે ? મારે તો પ્રદક્ષિણા કરવી નથી. પછી મહારાજે પાછું પૂછ્યું કે, ગિરનારને દંડવત્ કરતાં કરતાં પ્રદક્ષિણા કરવામાં કેટલીવાર લાગે ? પાછું ભગતને મનમાં થયું કે, મહારાજ આવું શું પૂછતા હશે ? ત્યારે ગિરનારની લીલી પરિક્રમા ચાલુ હતી. પછી ભગતે મહારાજને કહ્યું કે, મહારાજ ગિરનારની પ્રદક્ષિણા પૂરી થાય અને ન પણ થાય, દંડવત્ કરતાં કરતાં તો પથ્થર વાગે અને લોહીલોહાણ થઈ જવાય. પછી મહારાજે પોતાના સાથળમાં જોરથી થાપો માર્યો અને બોલ્યા કે, ગિરનારની અંદર ૩૩ કોટી દેવતાઓ રહ્યા છે એની આખી જિંદગી પ્રદક્ષિણા કરે તો પણ આ પ્રગટ ભગવાનની ચરણની સેવા ન મળે.

પછી મહારાજે કહ્યું કે, બપોરનો સમય થઈ ગયો છે. તું અહીં સૂઈ જાજે. પછી મહારાજ ગાદલા પર સૂઇ ગયા અને ભગતને કહ્યું કે, તું અહીં મારી બાજુમાં સૂઈ જજે. મહારાજ તો ચાદર ઓઢી સૂઈ ગયા અને પગ ખુલ્લા રાખ્યા અને પગ પર પગ ચડાવી ને

હલાવે પછી ભગતને વિચાર આવ્યો કે, લાવ મહારાજના પગ દબાવું પછી પાછો વિચાર આવ્યો કે, મહારાજ તો પોઢ્યા છે માટે ખલેલ ન પહાગચાડાય પછી મહારાજની બાજુમાં ભગત સૂઈ ગયા. અડધો કલાક થયા બાદ હેમંતભગત પાણીનો લોટો લઈ આવ્યા અને ઇશારો કરી બોલાવ્યા અને હેમંતભગત વઢવા લાગ્યા કે, મહારાજની બાજુમાં ન સૂવાય. આપણામાં અશુદ્ધિ ભરી હોય. પછી ભગતે કહ્યું કે, મહારાજે જ મને એની બાજુમાં સૂવાની આજ્ઞા કરી હતી. પછી હેમંતભગત નીતિનભગતને ભેટ્યા અને હેમંતભગતને કહ્યું કે, હું મહારાજની વર્ષોથી સેવા કરું છું મને તો કોઈ'દિ કહ્યું નથી કે તું અહીં સૂઈ જા. તમે મહારાજના મહાન ભગત છો.

ગીરનારનું પૂછ્યા પછી મહારાજે નીતિનભગતને પૂછ્યું કે, માગો માગો ભગત શું જોઈએ છે ? પછી ભગતે માગ્યું કે, મને મહારાજ તમારા ચરણોની સેવામાં રાખજો. એટલે મહારાજ આંગળીના વેઢા ગણવા માંડ્યા કે, બંગલા ન માગ્યા, સંપત્તિ ન માગી, શક્તિ ન માગી, સિદ્ધિ ન માગી, તે કાંઈ ન માગ્યું. પછી મહારાજે રાજી થઈ પિત્તળના ડબરામાંથી મોટો સાકરનો ગાંગડો કાઢી આપ્યો ને પ્રસાદી જમાડી રાજી કર્યો.

આ રીતે દેવરાજભગત તેમજ તેમના દિકરા નીતિનભગત અને કિશોરભગતને પણ મહારાજના ઘણાં પરચાઓના અનુભવ થયા છે. મહારાજની કૃપાથી આ પરિવાર ખૂબ સુખી છે. તેમના વંશ પરંપરામાં પણ બધાને મહારાજનો પરિપૂર્ણ ભગવાનપણાનો નિશ્ચય છે. આ પરિવાર સાથે મળી વર્ષોથી મહારાજની સેવા-ભક્તિ કરીને પોતાના જીવનને વિશેષ ધન્યભાગી બનાવી રહ્યા છે અને જ્યારે પણ મહારાજના કોઈ પણ કાર્યમાં જરૂર પડે ત્યારે તન-મન-ધનથી સેવાનો લાભ લઈ પ્રગટ ભગવાનને વિશેષ રાજી પણ કરે છે.