પરચા ૧૪

અનાદિ મુક્તરાજ નારણભગત હંસરાજભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

ચાવડા ગામે મારી ઉંમર નાની ત્યારે અમારા જૂના મકાન હતા ત્યાં ગામના ગેટથી સાડીઓ પાથરીને મહારાજની પધરામણી કરી હતી. ઓસરીમાં હિંડોળો શણગાર્યો હતો એના પર મહારાજને બેસાડ્યા હતા, મહારાજને ઝુલાવ્યા હતા અને આરતી ઉતારી હતી. મહારાજે અમારી મેડીના બધાં ઓરડાઓમાં પાણી છાંટ્યું હતું અને અમારા મોટા બા ને બધાં બૈરાં સૌએ મહારાજના દર્શન કર્યા હતા અને મહારાજે બધાંય રૂમમાં પગલાં કર્યાં હતા.

એકવાર દુબઈથી ભક્તો એ.સી. લઈને આવ્યા એટલે મુંબઈથી હું પણ સાથે આવ્યો હતો. જૂનાગઢ જકાતનાકાએ અમને રોક્યા અને કહે, આ શું છે ? અમે કહ્યું એ.સી. છે ત્યારે એ.સી.ને કોઈ ઓળખતું નહોતું એટલે સો રૂપિયા માંગ્યા. અમે દેવસ્વામીને ફોન કરીને કહ્યું, અહીં જકાતનાકે રૂપિયા માંગે છે. એટલે દેવસ્વામી કહે, રૂપિયા આપી દો બીજું કાંઈ બોલતા નહીં. પછી એ.સી. મંદિરે લાવ્યા. ચાર જણાથી માંડ ઉપડ્યું ને મહારાજના રૂમમાં લગાડ્યું પછી મહારાજને કહ્યું તમે ઉદ્ધાટન કરો. મહારાજ કહે, હું ન અડું. કાંઈ ભડાકો થાય તો. પછી દેવસ્વામી એ ચાલુ કર્યું ત્યાં ભડાકો થયો વાયર બળી ગયા. કારણ કે એ.સી.ના વાયરનું ફિટીંગ અલગથી જોઈએ. પછી પાછળથી લાઈટ ફિટિંગ અલગ કરાવીને એ.સી. ચાલુ કર્યું.

પછી મહારાજ કહે, એ ખૂણામાં પલંગ નીચેથી બાચકું લાવ ને ખોલ બાચકું. મેં ખોલ્યું. તો આખું રૂપિયાથી ભર્યું હતું એ નીચે ઠલવ્યું ત્યાં રૂપિયાનો ઢગલો થયો. પછી મહારાજે કહ્યું, આ એ.સી.ના ખર્ચના રૂપિયા આમાંથી તમારા જેટલા લેવાના હોય એટલા લઈ લ્યો. અમે સાતેક હજાર લીધા. મહારાજ કહે, બસ એટલા જ લીધા. હવે તે પૈસા ભેગાં કરી બાચકું ભરીને રાખ્યું હતું હવે પાછું હતું ત્યાં રાખી દે. તે રાખી દીધું. મેં આટલા રૂપિયા કોઇ 'દિ જોયા નહોતા, આ પહેલી વાર જોયા.

તા.૧૬-૧૧-૧૯૮૪ના રોજ અમો ચાર જણાં જામવંથલીથી જૂનાગઢ જવા રવાના થયા. તેમાં ત્રણ ભક્તો વંથલીના હતા. નારણ ખીમજી વાઢેર, હસમુખ રામજી મકવાણા, જગદીશ કેશવજી જાવિયા અને એક ભક્ત ચાવડાના હતા નારણ હંસરાજ રાઠોડ. આમ ચારેય જણા સવારના ૭-૩૦ વાગ્યની ટ્રેનમાં નીકળ્યા ને ૯-૪પ કલાકે રાજકોટ પહાગચ્યા

ને ત્યાં રાજકોટના બસ ડેપો પર ગયા પછી ત્યાં ૧૦-૩૦ કલાકે, જૂનાગઢની બસમાં બેઠા. બપોરે ૧-૧પ કલાકે જૂનાગઢ પહાગચ્યા. ૧-૩૦ કલાકે મંદિરે પહાગચ્યા ને ત્યાં કોઠારી સ્વામીનાં દર્શન કર્યા પછી સામાન રૂમ પર મૂકી જમવા ગયા પછી જે આપણું ઘર (બાલમુકુંદ ભવન) બંધાતું હતું. ત્યાં ચારેય જણાં ઉપર જઈને ચક્કર મારીને બધું જોયા પછી કોઠારી સ્વામી પાસે બેસી ખબરઅંતર પૂછ્યા ને કહે કે, બધાં શું કરે છે ? પછી અમોએ કહ્યું કે, બધાંયે જયશ્રી સ્વામિનારાયણ કહ્યા છે ને બધા આનંદમાં છે. પછી અમો લગભગ ર-૩૦ કલાકે બજારમાં ફરવા ગયા સાંજે ૬ વાગ્યે આવ્યાને સીધા મહારાજ પાસે ગયા બધાં ભક્તો દંડવત્ કરવા લાગ્યા. પછી મહારાજ બોલ્યા કે, પ્લેનમાં આવો છો કે બસમાં. પછી બધા બોલ્યા કે, બસમાં આવીએ છીએ. અમો હજી દંડવત્ કરતા હતા ત્યાં જ મહારાજ બોલ્યા કે, રતિલાલ ભક્તનો લેટર આવ્યો છે ને લખ્યું છે કે, નારણભગત આવી ગયા ને ટપુલાલભગત આવવાના છે ને અમોને છુટ્ટી મળશે એટલે આવીશું ને કહે છે કે, હમણાં જ લેટર વાંચ્યો છે. પછી અતિ કરુણાયુક્ત થઈ હસમુખલાલભગત પર ચરણાર્વિદ મૂક્યા પછી ચારેય ભક્તો સેવા કરવા લાગ્યા ને પછી હસમુખભગતે કહ્યું કે, રૂ.ર૦પ૧ હજારમાં આરતી દુબઈમાં રમેશભગત તથા જયસુખભગત તથા કાંતિલાલભગત ત્રણેયે મળીને ઉતારી પછી મહારાજે કહ્યું કે, તે યાદ સારું રાખ્યું છે. પછી મહારાજ બોલ્યા કે, કાંઈક ફાળો કર્યો છે ? ત્યારે નારણભગત બોલ્યા કે, મહારાજ રૂપિયા એક લાખનો ફાળો કર્યો છે. પછી હસમુખભગત બોલ્યા કે, મારા ભાઈ રમેશ રામજી મકવાણાએ રૂ.૧૦ હજાર લખાવ્યા છે પછી મહારાજ અતિ દયાયે યુક્ત પરમકૃપાળુ અતિ પ્રસન્ન થતા ખૂબ જ રાજી થયા ને બોલ્યા જે મારે ર૦૦ દિકરા છે ને બધા કમાય છે, ને જેમ જેમ મૂછો ઊગતી આવે તેમ વિદેશ ચાલ્યા જાય છે ને કહ્યું કે, અત્યારે એટલે હું ખૂબ જ રાજી છું અને બધાને આશિર્વાદ આપું છું કે, બધા ભક્તો તન, મન, ધન વડે સેવા કરો.

પછી મહારાજ બોલ્યા કે, લાલજી દૂધ પીવે છે કે નહીં ને પછી હસમુખભગત બોલ્યા જે મહારાજ પીએ છે. પછી મહારાજ બોલ્યા જે એક એક ઘેર જવાય પણ બધે ક્યાંથી પહાગચાય. પછી નારણભગત બોલ્યા, મહારાજ જ્યાં સારું લાગે ત્યાં જમવા બેસી જવું પછી મહારાજ બોલ્યા, હેતે કરીને જે રસોઈ બનાવી હોય તે બધી જ સારી લાગે. પછી મહારાજ ખૂબ રાજી થયા ને બોલ્યા જે શું પ્રસાદીનાં લાડવા જમશો. પછી બે બે લાડવાં આપ્યા ને કહે કે, બાથરૂમમાં જઇને ખાઈ આવો પછી અમો બાથરૂમમાં જઈ ખાઈ આવ્યા. ત્યારબાદ

મહારાજ કહે કે, હવે આરતીનો સમય થયો છે. સંધ્યા આરતીમાં ગયા પછી સભામંડપમાં દર્શન કરવા ગયા ને પછી ઘેર આવી જમીને મહારાજના દર્શન કરવા ગયા પણ મહારાજ પોઢી ગયા હતા. પછી હેમંતભગત સાથે થોડી વાતચીત કરી સૂઈ ગયા.

તા.૭-૧૧-૧૯૮૪ બીજો દિવસ...

આજે સવારે ઊઠીને પૂજા-પાઠ કરી, નાસ્તો કર્યા પછી શણગાર આરતીમાં ગયા પછી મહારાજનાં દર્શન કર્યા ને પ્રસાદી આપી તે જમ્યા પછી મહારાજની સેવા કરી પછી મહારાજ બોલ્યા જે કામનો સમય થઈ ગયો પછી બધા ભક્તો કામે લાગ્યા. સાંજે કામેથી છૂટ્યાને નાહી-ધોઈને આરતીમાં ગયા ને સભામંડપમાં મહારાજના દર્શન કર્યા પછી ધૂન કરી જમીને મહારાજના રૂમ પર દર્શન કરવા ગયા પછી એક ભાઈ જામનગરથી આવ્યા હતા. ત્યાં બધાં દંડવત્ કરવા લાગ્યા પછી મહારાજ બોલ્યા જે આ પાર્સલ ક્યાંથી આવ્યું પછી તે ભગત બોલ્યા, મહારાજ હું જામનગરથી આવું છું ને મારું નામ મેઘજીભાઈ છે ને મૂળ બાણુગારનો છું પછી મહારાજ કહે કે, ચહેરા પરથી ઓળખ્યો પછી મહારાજને નારણભગતે લવિંગ આપ્યા અને કહે કે, બહુ જ મીઠાં છે. બાદમાં બધા ભક્તોને લવિંગની પ્રસાદી આપી.

તા.૮-૧૧-૧૯૮૪ ત્રીજો દિવસ...

આજે સવારે ઊઠીને પૂજા-પાઠ કરી આરતીમાં ગયા પછી મહારાજનાં દર્શન કરવા ગયા તે પછી જયશ્રી સ્વામિનારાયણ કરી, દંડવત્ પ્રણામ કર્યા પછી સેવા કરી ત્યાં કામનો સમય થઈ ગયો પછી બધા ભક્તો કામે લાગી ગયા ને આજે બપોરે ચાર ભક્તો આવ્યા તેમાં એક કુંકાવાવનાં વિનોદભગત તથા ત્રણ જામવંથલીના પ્રવિણભગત તથા હરિકૃષ્ણભગત તથા જાદવભગત. આમ ચાર ભક્તો આવ્યા ને બપોર પછી કામે લાગ્યા. સાંજે નાહી-ધોઈને સભામંડપમાં મહારાજના દર્શન કરી ધૂન કરી, વાળુ-પાણી કરી પાછા મહારાજનાં દર્શન કરવા ગયા પછી દંડવત્, પ્રણામ કરતા હતા ત્યાં મહારાજ બોલ્યા, એકમાંથી બે અને બેમાંથી ચાર ને ચારમાંથી છ એક-બે-ચાર-છ આઠ થઈ ગયા ને બધા જયશ્રી સ્વામિનારાયણ કહી બધા ભક્તો સેવા કરવા લાગ્યા. પછી મહારાજ હેમંતભગતને કહે કે, પંખો મારા જેવો ઘરડો થઈ ગયો લાગે છે પછી હેમંતભગત પંખો જરા તેજ ગતિમાં કર્યો. પછી બધા ભક્તો સેવા કરતા હતા. પછી મહારાજ બોલ્યા જે રાખો, સૂઈ જાઓ. પછી બધા ભક્તો જયશ્રી સ્વામિનારાયણ કહીને સૂવા ગયા.

તા.૯-૧૧-૧૯૮૪ ચોથો દિવસ...

સવારે ઊઠી નાહી-ધોઈ, પૂજા-પાઠ કરી આરતીનાં દર્શન કરવા ગયા પછી ત્યાંથી મહારાજના દર્શન કરવા ગયા. બધા ભક્તો મહારાજને જયશ્રી સ્વામિનારાયણ કરી સેવા કરવા લાગ્યા. પછી ૧૦-૧પ મિનિટ સેવા કરી મહારાજ બોલ્યા જે કામનો સમય થઈ ગયો પછી બધા ભક્તો કામે લાગ્યા. પછી સાંજે પાછા મહારાજના દર્શન કરવા ગયા અને જયશ્રી સ્વામિનારાયણ કરી દંડવત્ કરવા લાગ્યા. બધા ભક્તો સેવા કરવા લાગ્યા લગભગ આઠ ભક્તો હતા. તેથી બધા ભક્તો મહારાજની સેવા કરી શકે, નહીં એટલે મહારાજ બોલ્યા જે લાકડાનાં ત્રાપા મારીને પગ લાંબા કરો પછી હસમુખભગત બોલ્યા જે આપ ધારો તો એમને એમ પણ પગ લાંબા થઈ જાય ને પછી મહારાજ ખૂબ જ રાજી થતા હતા પછી થોડીવાર સેવા કરી ત્યાં દેવસ્વામી ર૪ અવતારોનો મોટો તખ્તો જે ફુલવાડીનાં મંદિરમાં પધરાવવાનો છે તે લઈ આવ્યા. મહારાજ કહે કે, જરા નજીક લાવો તો બરાબર દેખાય પછી નજીક લાવ્યા. પછી બોલ્યા જે બધા લાડુ જમીને ગાલના ગટીયા નાખી ગયા છે. તેમ ખૂબ જ વાતો કરતા હતા પછી તે ર૪ અવતારની મૂર્તિનો ફોટો પાડ્યો પછી બધા ભક્તોને મહારાજને ર૪ અવતારની મૂર્તિના તથા દેવસ્વામીના આમ બધા સમૂહમાં ફોટા લીધા પછી વળી બધા ભક્તો સેવા કરવા લાગ્યા.

તા.૧૭-૧-૮પનાં રોજ સાંજે મહારાજનાં દર્શન કરવા ગયા ને દંડવત્, પ્રણામ કરી બેઠા. પછી મહારાજે વાત કરી કે, અહીંયા પહેલાં જૂનો સભામંડપ હતો તેમાં આસનો ઘણાં પડ્યા હતા. મંદિરની આજુબાજુ અત્યારે જે જૂનો રૂમ છે. ત્યાં જીવાભાઈની હવેલી હતી ત્યાં મોટી મોટી બધી કબરો હતી અને દર શુક્રવારે કબરમાંથી લોબાનનો ધૂમાડો નીકળતો અને સભામંડપમાં તેની સુગંધ આવતી અને મહારાજ કહે કે, તે સુગંધ મેં લીધેલી અને ત્યાં કાળવાચોકની બાજુમાં વાવ હતી અને વાવમાં એક ઘોડાવાળો ભૂત ગરાસિયો હાથમાં ખુલ્લી તલવાર લઈ એટલામાં ઘૂમતો હતો પછી એક દિવસ બધા ગરાસિયા ભેગા થયા અને કહે કે, આ જે ભૂત છે તે આપણને ક્યાંય ઊભા રહેવા દેતો નથી તો આપણે આજે અહિંયા જ રાત રહેવું છે. એવું નક્કી કરી અમુક ગરાસિયા ત્યાં રાત રહ્યા. એક શુરવીર ગરાસિયો હતો તે કહે હું તે વાવમાંથી રાતે પાણીનો ઘડો ભરી આવું ને તમને બધાને પાવ પછી તે ગરાસિયો પોતાનાં ઘોડાને તૈયાર કરી એક હાથે ખુલ્લી તલવાર લીધી અને એક હાથમાં પાણીનો ઘડો લીધો ને વાવ પર ગયો અને બીજા ગરાસિયા બેઠા ને પેલો ગરાસિયો એમનાં પોતાનાં ઘોડાને

એવું કોઈ સુગંધી જોગાન ખવડાવ્યું અને ત્યાં વાવનાં બે ટોડલા હતા તેમાં ઘોડાની સરક-ફસાવી દીધી ને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઘડો ને તે વાવને ૭પ પગથિયાં હતા તો આ શુરવીર ગરાસિયો મોઢેથી રામ રામ બોલતો જાય ને હાથમાં તલવાર ફેરવતો જાય ને પાણીનો ઘડો ફેરવતો જાય તે તેવી રીતે ઉતરતો હતો કે, તેમને ભૂતનો ભય ન લાગે તે ઉતરતો ઉતરતો સીધા ટપા હતા ત્યાં સુધી પહાગચ્યો. પછી ટપાનો કાટખૂણો હતો, કાટખૂણો વળી ધીમે ધીમે આજુબાજુ જોતો જાય ને તલવાર ફેરવતો જાય ને ટપા ઉતરતો જાય અને છેક પાણી સુધી પહાગચી ગયો ને વાવની અંદર ટપા પર બેસી ચારેબાજુ જોયું ને જોતા જોતા પાણીનો ઘડો ભરી લીધો ત્યાં સુધી કાંઈ જોવામાં ન આવ્યું અને ભૂત ગરાસિયાને એમ થયું કે, આ શુરવીર ગરાસિયો છે અને પાણી ભરવા આવ્યો છે. તેને કેવી રીતે પકડવો ? તેમ કરી તેને પાછળથી છીંક ખાધી ને પાણી ભરવા ગયેલ ગરાસિયાને એમ થયું કે, આવ્યો તો ખરો ? તે પાણીનો ઘડો ભરી ખુલ્લી તલવાર ફેરવતો ઉપર ચડવા લાગ્યો. પેલો ભૂત ગરાસિયો પાછા પગે ટપા ચઢતો જાય અને પાણી ભરવા ગયેલ ગરાસિયો રામ બોલતો જાય ને આગળ વધતો જાય પણ ત્યાં સુધી તેને મનમાં ભય ન હતો. ત્યાં એક હળ વાવની બહાર નીકળ્યો ત્યાં પોતાની ઘોડી હતી તેવી જ ઘોડી બની અને બંને ઘોડા સરખા થઈ ગયા ને પેલા ગરાસિયા ત્યાં બેઠા હતા.

તેમણે જોયું કે, એક ઘોડામાંથી બે ઘોડા થયા માટે હવે તોફાન થશે પણ પછી પાણી ભરવા આવેલ ગરાસિયાએ ભૂત ગરાસિયાનું નામ લઈ પડકાર કર્યો જેવો તું શુરવુર ગરાસિયો છો ને તું મરેલો છે અને હું તેવો જ જીવતો છું પણ જો મારી સામે તલવારથી લડવા મંડ તો હું પણ જોતો જાઉં. એમ જ્યારે અવાજ કર્યો ત્યારે ભૂત ગરાસિયો તલવાર સમરવા માંડ્યો. ત્યાર પછી પાણી ભરવા આવેલ ગરાસિયો બંને ઘોડાની વચ્ચે ગયો અને ત્યાં તલવારનો જાટકો માર્યો ત્યાં ભૂત ગરાસિયો અદૃશ્ય થઈ ગયો ત્યારે આ ગરાસિયાને છાતીમાં ધીમે ધીમે ધડક ધડક થવા લાગ્યું એટલે કે બીક લાગવા લાગી પણ પોતાની જેવી ઘોડી હતી તેવી જ બાજુમાં બીજી ઘોડી સરખી હતી પછી બંને ઘોડી વચ્ચે જઇને સરક પકડી અને ઘોડીનાં મોઢા પોતાના મોઢા સાથે રાખ્યા તો પોતાની ઘોડી જે સુગંધી દાર જોગાણ આપ્યું હતું તે જમણી બાજુની સુગંધ આવી એટલે તેણે નક્કી કર્યું કે, આ ઘોડી મારી છે. પછી તે ભૂત ઘોડી હતી તેણે સરક મૂકી દીધી.

એક હાથમાં ખુલ્લી તલવાર અને એક હાથમાં પાણીનો ઘડો લઈ ઘોડી પર સવાર થઈ

ગયો ત્યાં પેલી ભૂત ઘોડી હતી ત્યાંથી ઉડી અને વાવના ઉપરથી ભડકો થઈ ગઈ અને ભડાક થઈને કૂવામાં પડી ને આ ગરાસિયો પેલા બેઠા હતા ત્યાં ગયો અને બધાને પાણી આપ્યું અને ઓલી જે ધડક બેઠી હતી તે ચાલુ રહી પછી ઘેર ગયા ને તાવ ચઢી ગયો અને સવારે બધા ગરાસિયા મળવા ગયા. પછી એણે વાત કરી કે, હું પાણી ભરી આવ્યો ને ભૂત સાથે લડાઈ કરી પણ મને ધડક બેઠી. તેણે કરીને મને તાવ આવ્યો છે ને તે ગરાસિયો ત્રીજા દિવસ મરી ગયો પછી મહારાજ કહે, આ મારી જોયેલી વાત છે, મોજુદ છે. તે જૂનાગઢની મંદિર છે તેની ચારે બાજુ ભૂત રહેતા અને પણ જેના ગળામાં કંઠી અને તિલક- ચાંદલો હોય ભગવાનનો આશરો હોય ને નાતા-ધોતા હોય તેને ભૂત-પ્રેતાદીક કોઈ બાધ કરી શકતા નહીં ને પછી મહારાજ કહે, એકલું મકાન હોય તેમાં રાત્રો સૂવું નહીં ને બપોરનો બારથી એક જ્યાં એકલી કેડી ચાલતી હોય જ્યાં ખીજડાના વૃક્ષ હોય ત્યાંથી એકલા ચાલવું નહીં. ભૂત તે સમયે ફરતા હોય ત્યારે તમારે ચેતતા રહેવું. જ્યાં ભૂત રહેતું હોય ત્યાં જો ર૪ કલાક બત્તી કે, દીવો ચાલુ રાખે તો ભૂત ત્યાંથી જરૂર ભાગી જાય. આમ મહારાજે ઘણી ઉપદેશની વાત કરી.