પરચા ૨૨

અનાદિ મુક્તરાજ કાન્તિલાલભગત રવજીભગત ચૌહાણ

જામવંથલી, હાલ- રાજકોટ

અમારા પરિવારના સૌને મહારાજે દિક્ષા આપેલી તથા અમે નાના હતા ત્યારે મહારાજ વંથલીમાં આવ્યા હતા. અમે દરરોજ મંદિરે જતા મહારાજ અમને કામ બતાવતા એટલે અમે દોડીને કામ કરી આવતા. મંદિરમાં ધૂન-કિર્તનો બોલતા ને મહારાજ પધરામણીએ જતા ત્યારે અમે સાથે જતા. મોટાભાઈ વેલજી ભગત એ પૂના હતા અને હું રણછોડભગત મારા ભાઈ સાથે રહેતો અને ભણવા જતો. એમ વચ્ચે એક વખત વરસ બહું નબળું આવ્યું ત્યારે રણછોડભાઈએ મહારાજને પૂછાવ્યું તો મહારાજે લોટ દળવાની ઘંટી ચલાવવા કહ્યું. એટલે ઘંટીનું મશીન લાવી મહારાજ પાસે ઉદ્ઘાટન કરાવી ચક્કી ચાલુ કરી તો આજુબાજુના ગામડાંમાંથી લોટ દળાવવા આવતા. સારું એવું કામ શરૂ થયું તે પછી દશ ભણીને મહારાજને કહ્યું મહારાજ દુબઈ જવું છે.

મહારાજ કહે, વિદેશ જવા માટે તો થોડું ઘણું કામ આવડવું જોઇએ ને એટલે હું પૂના ગયો ત્યાં થોડું કામ શીખ્યો ને પાસપોર્ટ બનાવ્યો, મુંબઈ ઇન્ટરવ્યૂ માટે અમે ત્રણ જણા ગયા. તેમાં બેના ઇન્ટરવ્યૂ લીધા પછી મારો વારો આવ્યો તો મને જોઇને જ પાસ કરી દીધો. અમે દુબઈ ગયા ત્યાં બે ત્રણ મહિના કામ કર્યું ને કંપનીએ મારો પગાર મજૂરમાંથી કારીગરનો કરી દીધો. આ બધી ભગવાનની કરામત નહીં તો આપણને ક્યાં કામ આવડતું હતું. બીજાઓથી પગાર પણ સારા મળ્યા. આપણને કાંઈ આવડતું નહોતું પણ આજે મહારાજે સુખિયા કરી દીધા. બસ એક જ વાત કે જે કંઈ કરતા તે મહારાજને પૂછીને કરતા મહારાજ ભગવાન છે એ કેમ રાજી થાય ? એમ જ અમે રહેતા એમ દુબઇમાં ભજન, કિર્તન બહું થયું, સત્સંગ બહુ થયો.