પરચા ૧૦૧

અનાદિ મુક્તરાજ ભાવુભાભગત હરસિંહજીભગત રાણા

ભાલગામ

આપ ભગવાનનાં ઘણાં પરચાઓ મેં જોયા છે, તે નિત્ય સંભારું છું.

જેતપુરમાં મહાપૂજા કરવા આપ બેઠા હતાં, પાથરણું જૂનંુ ફાટેલંું હતું, તે દેવોનું પાથરણું નવું કરાવવા આપે ધારેલું. અમો ત્રણ હરિભક્ત સામે બેઠા હતા. બે-ત્રણ પટેલિયા તથા જામકંડોરણાના બારોટ બાપ-દિકરો ત્યાં બેઠા હતા. આપે ઉચ્ચાર્યું કે પાથરણું જૂનંું થઈ ગયું છે, નવું કરાવવામાં ત્રણેક રૂપિયા લાગે. તેવામાં બારોટે કહ્યું- લ્યો ત્રણ રૂપિયા, આજે જ કરાવી કાલે પૂજામાં પધરાવજો. ત્યારે આપે મહારાજે આશીર્વાદ આપ્યા- તમોને ત્રણને બદલે ત્રણસો રૂપિયા ભગવાન આપે. આમ મહાપૂજા ચાલુ જ હતી. તે બારોટ ભક્તો જેતપુરમાં ગામમાં જાતા હતા ત્યાં આફ્રિકાવાળા તે બારોટના યજમાન મળ્યા હતા, યજમાને પોતાના બારોટને ઓળખ્યા. વાતચીત કરી રાજીપાથી ભેટી ખીસામાં હાથ નાખ્યો અને સો સોની ત્રણ નોટો હાથમાં આવી તે બારોટને આપી દીધી. તુરત જ તેઓ બધા મંદિર આવીને મહાપૂજાનાં અષ્ટક બોલાતાં હતાં ત્યાં મહારાજ પાસે આવીને સોની ત્રણ નોટો દેખાડી. આપ વચનસિદ્ધ પ્રભુ સંત છો, એમ કહી આશ્ચર્ય પામતા થકા રોકાણા, જમવાનું પત્યા પછી તેઓ પોતાના કામે ગયા, આ પ્રત્યક્ષ પરચો મેં જોયો છે.

ચાંદા ગામમાં ભાગવત પારાયણ વાંચવા મહારાજ આપ પધાર્યાં. ત્યાં જાળિયાવાળા ઠક્કર પોપટલાલ કાછેલાએ જંગલના વેપારીએ નવા બંગલા કર્યાં હતા. તેના એક સિમેન્ટ કાગક્રિટ તથા માલ ભરેલ કમરામાં તેનો ર૦ વર્ષનો તાજો પરણેલો પુત્ર ચાલવા ગયો, થોડોક ઇટોનો ઢગલો હતો. નીચેથી આઠમે દિવસે ટેકા કાઢી લીધેલા હતા. કાંતિલાલ ત્યાં પહાગચ્યો તેવામાં તે રૂમનું તળ-છત બેસી ગયું. તેજ ઠેકાણે છોકરો દબાઈને મરણ પામ્યો. તેની અસદ્ગતિ થઈ, તે દેખાયા કરતો હતો તેની પાછળ ભાગવત્ પારાયણ તે મૃત્યુ જગ્યાએ વ્યાસાસન રખાવી વંચાવ્યું હતું. છઠ્ઠે દિવસે તે કાંતિલાલે પોતાના બાપની માને દેખાઈને કહ્યું. બા મેં છ દિવસ ભાગવત્ સાંભળ્યું, હવે હું મોક્ષમાં જાઉં છું. કાલે મારી પાછળ જે કરવું હોય દાન-પુણ્ય કરજો, આવી વાતો કરતો હતો. પોપટલાલ હરજીવનભાઈ કાછેલાના માતુશ્રી પોપટલાલભાઈને તથા સગાઓને બોલાવી બ્રહ્મ મુહૂર્તમાં કહેવા લાગ્યા- આ કાંતિલાલ આવ્યો છે જુઓ તે ધામમાં જાવાનું કહે છે. મહારાજના ગુણ ગાય છે. બધા

તેને મળી લ્યો. આમ માતુશ્રીએ કહ્યું અને તે પ્રેત મટીને દિવ્ય થઈને ધામમાં ગયો. આવો મહારાજ તમારી કથાનો પરચો થયો. સાતમે દિવસે રર,૦૦૦ રૂપિયા આવ્યા. તે તમોએ જામનગર મંદિરની જગ્યા વધારવા, સભામંડપ કરવા દેવાર્પણ કર્યા છે અને મંદિર સુધાર્યું છે તે રૂપિયા આપીને પૂર્ણાહૂતિની પૂજા કરનારા ચાર યજમાનો. (૧) બલારશાવાળા મણીભાઈ ૪પ વર્ષ ઉંમર, (ર) મદ્રાસી વકીલ સ્વામી પ૦ વર્ષ, ત્રીજા ત્રણ વૈષ્ણવ ઠક્કરભક્ત, ચોથા તે ગામના હરિભક્ત તે પપ ઉંમરના, તે બધાને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી. અને પ્રાર્થનાઓ કરી. મહારાજ તમોએ વ્યાસપીઠેથી આશીર્વાદ આપ્યા, ‘પુત્રવાળા હો'. એક વર્ષમાં તે ચારેય પુત્રોવાળા થયા. એક વર્ષ પછી તે ચારેયને કંઠીઓ બાંધવા તેમના બોલાવ્યા થકા તમે ત્યાં પધાર્યાં હતાં. મદ્રાસી સ્વામીને સાત દીકરીઓ ઉપર દિકરો થયો તે દિલ્હી લોકસભામાં મેમ્બર થયેલો છે. ચાંદાથી આપ પોપટલાલભાઈની મોટર વડે જંગલમાં હિંસક રાજાને ત્યાં ગયા તેણે ર૦૦ રૂપિયા ભેટ મેલ્યા. તેનો આપે જામનગર મંદિરમાં આરસમાં અહીરી સ્ટેટના રાજાની જન્મતિથિ બંધાવી લેખ કોતરાવ્યો છે. જામનગરના સોની કનુભાઈને આપના વચનથી પુત્ર થયો. તે પ્રાર્થના મેં પોતે જોયેલી છે.

જામનગરના ખવાસ વઢવાણ જંકશનમાં રેલગાડીમાં બેઠેલા. ભીડ ઘણી હતી, ખવાસ ભવાનભક્તે બારીએથી તમો બે સંતને અંદર ડબામાં લઈ લીધા. તેના પત્ની દિલગીર થયા જણાયા, પુછવાથી માલુમ પડ્યું. એકનો એક દિકરો સ્વર્ગવાસી થયો તેથી દિલગીર થાય છે. ખવાસ ભવાન બાપાએ ભીડમાં મહારાજ તમોને સીટે બેસાર્યાં, પોતે ઊભા રહ્યા. તે વખતે આપે ‘આપને ભગવાન પુત્ર આપશે' તેવો આશીર્વાદ આપ્યો. તેથી એક પુત્ર થયો, તે હાલ રાજકોટમાં છે. તેને ઘેર દિકરા છે, આવા આપ વચનસિદ્ધ છો, પરચા આપો છો.

આપે હળવદમાં નાનાલાલ ભટ્ટને વચન વડે બે પુત્રોનું જોડલું આપ્યું. સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ ઉપલેટા, જામનગર, ગળોદર, બાબરીયાવાડ, કાઠિયાવાડ, સોરઠ, ગુજરાત આદિ આદિ સ્થળે ઘણાં હરિભક્તોને વચનસિદ્ધિ વાપરી પુત્રવાળા કર્યાં છે અને હજુ પણ તેવા પરચાઓ પ્રખ્યાત છે.

જોડિયાના સુતાર જબલપુરથી જામનગર આવ્યા હતા. તેનો જંગલનો ઈજારો દિવાને બીજાને આપી દીધો હતો, તેની પ્રાર્થના સાંભળીને તમે મહારાજે અરજી લખાવીને ઘનશ્યામ મહારાજના ચરણોમાં મેલાવીને ટપાલમાં નંખાવી અને જામનગર મંદિરની પ્રદક્ષિણા ઢાંકવા માટે રૂ.૧૦,૦૦૦ની માનતા કરાવી, તેથી અરજી એક માસમાં પાસ થઈને

આવી. ભગવાનજી જેરામભાઈને છ લાખનું જંગલ મળ્યું, તેથી પ્રદક્ષિણા બંધાવી, આ પરચો પ્રત્યક્ષ જોયો છે.

નાગધણચોરા ગામમાં જેસંગજીભાઈના દિકરા પ્રભાતસિંહના વિવાહ પ્રસંગે રાતે ગામમાં ફુલેકા ટાણે બરાબર ઘનઘોર વરસાદ આવવો શરૂ થયો, દરબારોની પ્રાર્થના સાંભળી. જે હજાર હજાર રૂપિયાના પહેરવેશો પલળશે, ફુલેકું નહીં ફરી શકે. તમો મહારાજ માળા લઈને મંદિરના ફળિયામાં અવળી માળા ફેરવવા લાગ્યા. ચઢેલો શરૂ થયેલો વીજળી થતો વરસાદ પલટો ખાઈને આથમણો પાછો વળી ગયો. અર્ધું આકાશ ઘેરાયેલું તે ચોખ્ખું થઈ ગયું. પછી સવારે ફુલેકાનું કામ પતી ગયા પછી તે વરસાદ આવ્યો, આ પરચો સાક્ષાત જોયો છે. આપે ઘણી માતાઓના બાળકને શ્રી ઘનશ્યામ મહારાજને પગે લગાડીને પણ જે બાળકની માતાને ધાવણ ન હતું તે ચાલુ કરાવી દીધું. આ પરચો પ્રત્યક્ષ જોયો છે. સંવત ર૦૧૬ અને ર૦૧૭ના સાલના આ ચમત્કારો ગામો ગામ વર્ણવાયા છે અને સંભળાયા કરે છે, જરૂર આપ પ્રભુ છો.

બાબરીયાવાડના સમઢીયાળામાં, ખોડી ગામમાં, નાની કુંકાવાવમાં તથા ઘણાં ઘણાં સ્થળોમાં ભૂતયોનિની ચુડેલોને જલ છાંટીને પોતાના ભગવા કપડાંનો લીરો બાંધીને મોક્ષમાં મોકલ્યા છે. આપે ઘણાંને ધામમાં જતી વખતના આગળના એંધાણ બતાવ્યા છે. રીબમાં તાવ આવેલા પટેલને ઘડીકમાં સાજા થઈ બાજરાનો રોટલો જમી દર્શને આવેલને તમે મહારાજે કહ્યું, તમારા ભાલમાં આવરદાની રેખા મટી ગઈ છે, તે પટેલ ઘરે જઈને તુરત જ દેહ મેલી ગયા. રાજકોટમાં પ્રસાદીની બોરડી નીચે હરિલીલા કલ્પતરુના પારાયણ વખતે શ્રોતા બ્રાહ્મણી બાઈને કેરીની એક ચીર જમાડીને ત્યાંને ત્યાં ધામમાં મોકલ્યા હતા, આ જોઇ બધા આશ્ચર્ય પામી ગયા હતા.

જેતપુરમાં નાનજી મિસ્ત્રીના ભાઈને બીમારીમાં દિવ્ય દેહે લેવા ગયા હતા અને તે વખતે મંદિરમાં પણ આપ બિરાજતા હતા. તે દેહ મેલનારે કહ્યું, શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી વગેરે સંતો તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. આવા આવા આપના જોયેલા પરચાઓને સંભારું છું. શ્રીજી મહારાજને તમારે સ્વરૂપે જોઉં છું અને ભજન ભક્તિ કરું છું, અંતકાળે મને ભાવુભાને હે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેડવા આવજો.