અનાદિ મુક્તરાજ ભગવાનજીભગત હિરજી ચૌહાણ
પાડાબેકર્ડ, હાલ- વલસાડ
અમે મુંબઈ કાંદિવલીમાં રહેતા હતા ત્યાં અમારી બાજુમાં નારણ વિશ્રામ વાઢેર અને એમના ભાઈ હરિભાઈ રહેતા હતા ત્યારે નારણભાઈ કહે, ભગવાનજીભાઈ તમારે સંતાનમાં દિકરો નથી તો અમારા ગુરુ બહું સમર્થ છે તો તમે એમને ગુરુ બનાવો એ જુનાગઢ રહે છે અને મોટા શાસ્ત્રીજી મહારાજના નામથી ઓળખાય છે. એટલે અમે બંને તથા નારણભાઈ અમારી સાથે આવ્યા અમે જુનાગઢ પહાગચ્યા. અને મહારાજના રૂમે ગયા ત્યાં મહારાજ બોલ્યા, ઓહો હો આ તો પાડાબેકર્ડ વાળા ભગવાનજી ભગત આવ્યા. આમ અમને સામેથી બોલાવ્યા પછી અમે મહારાજ પાસે સાકર-લીલા નારિયેળ મૂક્યા અને હાર પહેરાવ્યો અને હું મહારાજને દંડવત્ કરતો હતો ત્યાં મહારાજ બોલ્યા, બાપા રાજી હોય તો બે રૂપિયા વાપરવા દે અને બાપા રાજી ન હોય તો ઢોરમાર મારી કાઢી મૂકે. આમ મહારાજના કહેવાનો અર્થ (આ ભગવાન તમારા ઉપર રાજી છે). ત્યાં સુરેશ હતો તેને મહારાજે લાડુને ગાંઠિયા આપીને કહ્યું, જાઓ તમારા મમ્મીને તમે ખાવ. એટલે સુરેશ ગયો અને હું મહારાજની ચરણસેવા કરતો હતો.
અમે ચાર જણા હતા તે બીજા દિવસે ગિરનાર ચઢવા ગયા ત્યારે મહારાજે સાકરની પ્રસાદી આપીને કહ્યું, આ પ્રસાદી ખાતા જજો અને ગિરનાર ચઢજો અને આશીર્વાદ આપ્યા જાઓ બહું સુખીયા થાઓ, બહુ સુખીયા થાઓ. આમ મહારાજે અમને હેત કર્યું, આશીર્વાદ આપ્યા એટલે અમે ત્રીજા દિવસે દેશમાં અને ત્યાંથી મુંબઈ ગયા.
મુંબઈમાં થોડો સમય થયો ત્યાં મારે સાઉદિયા જવાનું થયું ત્યારે વેલજી ભગત પણ ભેગા હતા. ત્યાં દરરોજ પ્રગટ ભગવાનનો સત્સંગ થતો એમ ધીમે ધીમે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આપણાં ગુરૂ તો ભગવાન સાક્ષાત્ છે. આમ પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો ત્યારે ફૂલાવાડીનું કામ ચાલતું હતું. ત્યારે વેલજીભગતે ફુલવાડીની સેવા કરવા કહ્યું એટલે ફુલવાડી મંદિરના ખાતમુહૂર્તમાં રૂ.૩૦,૦૦૦ની મેં સેવા નાગધાવી અને ફૂલવાડીનું ખાતમુહૂર્ત અમારે હાથે કરવાનું નક્કી થયું પરંતુ કોઈ ભગત બોલ્યા કે, આમને ત્યાં સંતાન નથી માટે એમના હાથે ખાતમુહૂર્ત ન કરાય. પછી ફુલવાડી મંદિરનું ખાતમુહૂર્ત ભગવાનજી રાજાના હરિકૃષ્ણના હાથે કરાયું.
જ્યારે ફુલવાડીનું ખાતમુહૂર્ત હતું ત્યારે અમે બજારમાં ચાલ્યા જતા ત્યારે જુગારીઓ પર રેડ પડી અને જુગારીઓ ભાગ્યા એમા અમનેય પોલીસે પકડી લીધા. મને અને ભગવાનજીભાઈને પકડી જામનગર લઈ ગયા ત્યારે ફુલવાડીમાં ભક્તોએ ધૂન બોલવી અને ભક્તો છૂટે નહીં ત્યાં સુધી ભજન કર્યું ત્યારે ખોલિયા સાહેબ અમને છોડાવવા આવ્યા હતા ત્યારે તેમને અમારી ઉપર મહારાજ માળા ફેરવતા હતા એવા દર્શન થયા હતા અને અમને બપોરે ૧ વાગ્યે છોડ્યા હતા. ત્યારે સૌ ભક્તો રાજી થઈ ભગવાનની જય બોલાવી હતી.
ફુલવાડીની સેવાથી મારા પર રાજી થઇ મહારાજે મને લાલજી મહારાજની મુર્તિ સેવા કરવા આપીને કહ્યું, તમારે સંતાન જોઈતું હોય તો કોઈ ડીલીવરીવાળી બાઇ કે કોઇ પશુ-પક્ષીને તમે ભાવથી જમાડી તેની આંતરડી ઠારો તો ભગવાન તમારી આંતરડી ઠારીને સંતાન આપશે. મેં એમ કર્યું તો સમય જતાં મારે ત્યાં મહારાજનાં આશીર્વાદથી બે દિકરાનાં જન્મ થયા. તેથી હું અને મારા ઘરના બંને બાળકો સાથે જુનાગઢ દર્શન કરવા ગયા ત્યારે મહારાજે મારા બંને બાળકોને કંઠી બાંધી અને એકનું નામ બાલકૃષ્ણ અને બીજાનું નામ કૃષ્ણકાંત આપ્યું.
એક વખત હું જૂનાગઢ ગયો ત્યારે મહારાજને પ્રાર્થના કરી કે, ચિન્હના દર્શન કરાવોને. ત્યારે મહારાજે હાથનાં તેમજ ચરણનાં ચિન્હના દર્શન કરાવ્યા અને ડાબા સાથળમાં લક્ષ્મીજીના દર્શન કરાવ્યા.
હું સાઉદિયા પાંચ વર્ષ રહ્યો. અમે દરરોજ સાંજે રાત્રો પ્રગટ ભગવાનનું ભજન કરતા. વેલજીભગત દરરોજ મહારાજની વાતો અને ચરિત્રો કહેતા એટલે અમને ખૂબ જ આનંદ જ આવતો. મેં દૂબઇમાં પાંચ વર્ષમાં મહારાજની કૃપાથી ક્યારેય કામમાં ગેરહાજરી નથી રાખી અને ૩૦ દિવસ કામ કરતો સાથે ઓવરટાઈમમાં પણ વધારાનું કામ કરતો.
મહારાજ સ્વધામ પધાર્યા એ પહેલા મહારાજનાં ઘણાં ગંજી - ધોતિયા ધોવાનો લાભ અમારા ઘરનાને મળ્યો છે. અમે બધાં જૂનાગઢ હતા. ત્યારે ઓધવજીભગતના ઘરના દયાબેન કહે, અમે બજારમાં થોડું કામ છે તે પૂરું કરી હમણાં જ આવીએ છીએ. ત્યારબાદ આપણે સાથે મળી કપડાં ધોઈ નાખશું પરંતુ તેને આવતા વાર થઈ એટલે અમારા ઘરના કહે, લાવને હું કપડાં ધોઇ નાખું. તે બધાં કપડાં ધોવાનો લાભ મળ્યો. એમ મહારાજે મારા ઘરનાં ને એ સેવાનો લાભ આપ્યો.
મહારાજ તે દિવસે સાકરનો ખોબો ભરી આપી અને બોલ્યા, આ સાચવજે. આ વસ્તુ ઘડીયે ઘડીયે મળશે નહીં અને આ વસ્તુ બગડશે પણ નહીં. પછી અમે સાંજે રાજકોટ નીકળ્યા અને ઘેર પહાગચ્યા ત્યાં બીજા દિવસે સવારે સમાચાર મળ્યા મહારાજ સ્વધામ સિધાવ્યા છે. એટલે અમે બંને પાછા જૂનાગઢ અગ્નિસંસ્કારમાં આવ્યા અને મહારાજની સ્મૃતિમાં જે મોટી કથા બેઠી હતી તે કથાની પૂર્ણાહુતિ સુધી અમે રોકાયા હતા.
મહારાજને કાટલાપાક બહુ ભાવતો. તેથી હું જ્યારે જ્યારે જૂનાગઢ જાઉં ત્યારે આ કાટલાપાક લઈ જતો અને મહારાજ બહુ રાજી થતાં. આમ મહારાજના આશીર્વાદથી અમે સુખીયા છીએ. સમયજતાં મહારાજની કૃપાથી અમે પિતૃ પાછળ આમારા ગામ પાડાબેકર્ડમાં સપ્તાહ કથા કરી ત્યારે મહારાજ કથામાં સાતેય દિવસ દિવ્યરૂપે હાજર રહ્યા હતા. કથામાં કૃષ્ણ જન્મના દિવસે મહારાજે પોતાની લાલજીની મૂર્તિમાં તેજ વધારીને ચમત્કાર બતાવ્યો હતો તથા પિતૃને પાણી આપવાનું હતું ત્યારે ગોર મહારાજ કહે, તમારા ગુરુદેવને યાદ કરો ત્યારે મહારાજ હાજર જ હતા. ત્રાંસમાં જે પાણી હતું તે પાણી બદલાવ્યું આંગળીમાં દર્ભની વીંટી બીજી બનાવી પહેરવા કહ્યું એટલે મહારાજને ચોખાઈ બહુ ગમતી જેથી નવું ચોખ્ખું પાણી મંગાવ્યું. આ રીતે મહારાજની કૃપાથી અમારી સપ્તાહનું કાર્ય નિર્વિધ્ને પાર પડ્યું અને મહારાજ ભેળા જ રહ્યા હતા તથા પાણીનો બોર કરવા અમારી પૌત્રી વતી નારિયેળ મુકાવીને બોર કર્યો તો મહારાજના આશીર્વાદથી પુષ્કળ પાણી આવ્યું. અમારા શેરીમાં કોઈને પાણી નહીં પણ અમારા બોરમાં પાણી આવ્યું.
આમ પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારી તો મહારાજે પુત્ર, પરિવાર, ધનદોલત, ગાડી, બંગલા આપી અમને ખૂબ સુખી કર્યાં અને પ્રગટની સેવા અને ઉપાસના વડે મોક્ષ નક્કી થયો.