પરચા ૨૪

અનાદિ મુક્તરાજ કેશવજીભગત ડાહ્યાભગત બગીચા

જામવંથલી, હાલ- રાજકોટ

વંથલીમાં વર્ષો પહેલાં છગનભગતના બા રંભામાના સાસુ પુરીમાના ખેતરમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા. ત્યાં તેમણે જમવાનું અને પાણી બધું માગ્યું હતું. તો પુરીમાએ ના પાડી હતી. તો પ્રભુ કહે, તમારે ત્યાં તો રોટલા-પાણી બધું સારું છે તો રાજી થઈને આપોને ! આ સાંભળી પુરીમાએ પછી જમવાનું અને પાણી બધું આપ્યું. પછી શ્રીજી મહારાજ એ લઈ ત્યાંથી નીકળ્યા પુરીમાએ પાછું વળી જોયું તો પ્રભુ અદ્રશ્ય થઈ ગયા હતા અને ઘરમાં રસોડામાં જઈને જોયું તો જે રોટલા-પાણી એમને આપ્યા હતા એ હતા એટલા પાછા થઈ ગયા હતા. આ રીતે આ પરિવાર સ્વામિનારાયણ ભગવાનનો પણ કૃપાપાત્ર છે.

વંથલીમાં મહારાજ દિવ્યરૂપે આવી ઘણીવાર રંભામાના પલંગ નીચે સાકરનો ગાંગડો મૂકી જતા. તો ઘરના સૌ કહેતા કે બા તો સંતાઈને સાકરનો ગાંગડો ખાય છે. પછી મહારાજે એ ઘરમાં દર્શન દઈને કહ્યું કે, આ તો રંભામાને સાકર ખૂબ ભાવે છે માટે હું આવીને મૂકી જાઉં છું.

છગનભગતની ઉંમર નાની હતી ત્યારે જામવંથલીમાં તેમના ઘરના ફળિયામાં સાંજે પાંચ-છ વાગ્યાનો સમય હતો અને ખાટલામાં આ છગનભગત સૂતા હતા. ત્યારે છગનભગતને ઝેરી તાવ આવ્યો એ તાવથી છગનભગતના શરીરના અંગ ધીમે ધીમે શિથીલ થવા લાગ્યા, હાલવા ચાલવામાં અશક્તિ જણાવા લાગી. ધીરે ધીરે ખાવા-પીવાનું પણ બંધ થવા લાગ્યું. ત્યારે પરિસ્થિતિ બહુ જ નબળી થઇ તેથી દેશી ઉપચારો કરવા લાગ્યા. પણ કંઈ ફેરફાર દેખાયો નહીં ત્યારે મહારાજે છડીવાળી મૂર્તિમાં દર્શન દીધા અને કહ્યું કે, તમારે નવું જીવન જોઈતું હોય તો મારી પાસે જામનગર આવો. આમ કહીને મહારાજ અદ્રશ્ય થયા. (તે પ્રસાદીની છડીવાળી મૂર્તિ રંભાબાને મહારાજે આપી હતી. છગનભગત બે વર્ષના હતા ત્યારે તેમના બાપુજી ધામમાં ગયા હતા) છગનભગતે નાનપણમાં માતાને વાત કરી. માતા કહે, તને જામનગર કઈ રીતે લઈ જવો. એમ બે-ત્રણ દિવસ નીકળી ગયા. બાળ છગનભગતે હઠ લીધી મારે એ મહારાજ પાસે જ જવું છે. ત્યારે તેમના માતાજી રંભામાએ મોટા દિકરા નરસિંહભાઈને કહ્યું, આ છગનને જામનગર મહારાજ પાસે લઈ જા. નરસિંહભાઈ બા સાથે છગનભગતને લઈ જામનગર મંદિરે આવ્યા. ત્યારે મહારાજ રવેશમાં ઊભા ઊભા માળા

કરતા હતા. મહારાજને પગે લાગી કહે, મહારાજ આ છગનને આપના દર્શન કરવા છે અને જીદ કરી એટલે આપની પાસે લાવ્યો છું આપ કૃપા કરો. ત્યારે મહારાજે ભગતને કહ્યું, આ છોકરાને મોટા ડૉક્ટર પાસે તેડી જાઓ અને તેની સારવાર કરાવો. તે ડૉક્ટર પાસે તેડી ગયા, ડૉક્ટર તપાસ કરતા કહે, આ છોકરાના શરીરમાં લોહી નથી અને ઝેરી તાવ મગજમાં પહાગચી ગયો છે, આ બચી શકે તેમ નથી. તો તેને ઘેર લઈ જાઓ. ભગતે માંડીને બધી વાત મહારાજને કરી. મહારાજ કહે, જીવન અને મરણ ભગવાનના હાથમાં છે. તમે એમને અહીં રાખો. ભગવાન સૌ સારું કરશે.

પછી મહારાજ કહે, છગન ભલે અહીંયા જ રહે અને તમે પ્રસાદ લઈને જવું હોય ત્યારે જજો. આમ નરસિંહભાઈ અને બા છગનભગતને મહારાજની પાસે મૂકીને આવ્યા. માતાજીએ મહારાજને મનોમન પ્રાર્થના કરી મહારાજ છગનને સાચવજો સાજો થઈ જાય તેવી તેના ઉપર કૃપા કરી દયા કરજો. આમ ભક્તોના બેલી ભગવાન સૌની સંભાળ રાખે છે.

આમ છગનભગતને મહારાજે પોતા પાસે રાખ્યા. કોઠારી સ્વામીને બોલાવી કહે, આ છગનને ધર્મશાળાના રૂમમાં ગાદલું નાખી દ્યો અને ત્યાં સુવરાવો. મહારાજે આંગળી બોરેલ પ્રસાદીનું પાણી ત્રણ ટાઈમ પીવડાવવાનું કોઠારી સ્વામીને કહ્યું અને એક સાકરનો ગાંગડો દરરોજ મોઢામાં રાખવા કહ્યું. આમ ચાર પાંચ દિવસ થયા તો છગનભગતમાં ચેતન આવ્યું. મહારાજ દરરોજ છગનભગતની છાતી પર માળા કરતાં કરતાં પગ મૂકતા અને આશીર્વાદ આપતા. એક અઠવાડિયા પછી મહારાજે કહ્યું, હવે ભગત ઊભા થાવ એટલે ભગત અશક્ત હોવા છતાં ઊભા થયા. પછી મહારાજે એમનો હાથ પકડી થોડો હલાવ્યો ત્યાં તો બધા રોગ નીકળી ગયા અને સાવ સારું થઈ ગયું. પછી તેમની બાજુમાં બેસી ભગતનો હાથ જોયો અને કહ્યું કે, તારા હાથમાં તો કોઈ રેખા જ નથી. માટે હવે મારે બધી નવેસરથી રેખા દોરવી પડશે.

પછી મહારાજ કોઠારી સ્વામીને કહે, તેને દરરોજ થોડા થોડા દાળ-ભાત આપજો અને માળા આપો એટલે ભજન થાય. આમ અઠવાડિયું થયું તો છગનભગત હરવા-ફરવા લાગ્યા. એટલે મહારાજે છગનભગતને કહ્યું, આ ગૌશાળામાં છાણ ઉપાડવું ને ગૌશાળાની સફાઈ થાય તેટલી ધીરે ધીરે તમારે કરવાની. એટલે છગનભગત તે પ્રમાણે ગૌશાળામાં સેવા કરવા લાગ્યા. પછી મંદિરમાં સેવા કરતા અને સાંજે મહારાજના ચરણ દાબતા અને આમ મહારાજની પણ સેવા કરતા, માળા કરતા અને મહારાજ સાથે રહેતા. તેમજ શાળાએ

ભણવા પણ જતાં. ઘણીવાર મહારાજ સાથે વિચરણમાં જામવંથલી, ચાવડા આદિક ગામોમાં પણ સાથે સેવામાં જતાં.

છગનભગત મહારાજને કહે, હવે મારે અહીંયા જ રહેવું છે. આ મરવા પડેલા છોકરાને સાજો થઈ મંદિરમાં સેવા કરતો જોઈ જામનગરવાસી ભકતો અચંબામાં પડી ગયા. મહારાજનો ચમત્કાર જોઈ તેની આ વાત ચારે દિશામાં ફેલાવા લાગી. ઘણા દુઃખીયા મહારાજ પાસે આશીર્વાદ લેવા આવતા. ત્યારે છગનભગતના માતાજી અને ભાઈઓ મહારાજ પાસે આવ્યા. મહારાજને હાથ જોડી પ્રાર્થના કરી મહારાજ અમે તો આશા મૂકી દીધી હતી પણ આપની કૃપાથી અમારો છગન સાજો થયો. હવે મહારાજ તમે રજા આપો તો છગનને તેડી જઈએ. ત્યારે છગનભગત કહે મારે ઘરે નથી આવવું મારે અહીં મહારાજ પાસે રહેવું છે. કુટુંબની પ્રાર્થના સાંભળી મહારાજ કહે, તેડી જાઓ. છગનભગત કહે, મારે અહીં જ રહેવું છે. મહારાજ કહે, માતા-પિતાને નારાજ કરી ન રહેવાય. તમે જાઓ અમે તમારા ભેળા છીએ. અમારા આશીર્વાદ છે, તમે ભણજો, સુખી થાઓ. આમ છગનભગત ઘરે આવ્યા. સ્કૂલે ભણવા જવા લાગ્યા અને મહારાજની કૃપાથી ભણવામાં આગળ વધ્યા. છગનભગત ધીરે ધીરે ભણવામાં સાતમું ધોરણ પાસ થયા. મહારાજના દર્શન કરવા જામનગર ગયા મહારાજે આશીર્વાદ આપ્યા. પછી સરકારી નોકરી શિક્ષકની મળી ગામડામાં ઓર્ડર આવ્યો. મહારાજ છગનભગતને ભલામણ કરતા જીવનમાં સુખી રહેવાના ઉપદેશો આપતા.

મહારાજ જામવંથલી આવ્યા ત્યારે છગનભગતે મહારાજની ઘણી ઘણી સેવાઓ કરી મહારાજને રાજી કર્યાં છે. છગનભગત જાણતા હતા આ જીવન મહારાજનું દિધેલું છે એટલે મહારાજની આજ્ઞા શિરે ધરતા હતા. મહારાજને જૂનાગઢ પત્રો લખતા અને ગામડે હાથે રસોઈ બનાવી નોકરી કરતા અને મહારાજનું ભજન કરતા સાથે સાથે આજુબાજુના ગામડાંઓમાં મહારાજના મહિમાની વાતો કરતા. સમય જતાં તો આ જામનગર પંથક મહારાજને બરાબર ઓળખતો થયો હતો.

મહારાજની કૃપાથી છગનભગતના સંબંધનું ગોઠવાઈ ગયું તેમાં પણ મહારાજનો જ આશીર્વાદ છે. મહારાજ ભલામણો લખતા. સંસારમાં સુખીયા થવા આશીર્વાદ આપતા. આમ મહારાજના અનન્ય અને કૃપાપાત્ર સેવકોમાં વિશ્વાસુ ભક્ત તરીકે આ છગનભગતની ગણના થવા લાગી. હવે તો મહારાજની દયાથી છગનભગતને માસ્તરની નોકરી જામવંથલીની બાજુના વરણા ગામમાં બદલી થઈને ગામમાં જ ગોઠવાઈ ગયું. આ પણ એક

મહારાજના આશીર્વાદથી જ બન્યું છે હતું.

જામવંથલીમાં ફુલવાડીમાં મહારાજના પ્રસાદીના ઓરડાઓ છે ત્યાં પ્રેમજી લાધા ખોલિયાએ આપેલ ફૂલવાડીમાં વંડાનું કામ થતું હતું ત્યારે ઘણાં બહારથી ભક્તો આવતા અને જામવંથલી ધામ આ પ્રસાદીની જગ્યાના દર્શન કરવા પણ ઘણાં ભક્તો આવતા. ત્યારે આ છગનભગત તે ભક્તોને જમાડતા. કારણ કે મહારાજના બધા ભક્તો ત્યારે રાજકોટ, મુંબઈ, પૂના હતા અને વિદેશમાં હતા. ત્યારે આ છગનભગત અને દામજી માસ્તર અહીં જામવંથલીમાં રહેતા. બીજા ભક્તો પોતાની વાડીએ હોય એટલે આવેલ ભક્તો-મહેમાનોને છગનભગત સાચવતા. ભક્તો માટે જાણે અન્નક્ષેત્ર કહેવાય તેમ ભક્તોને સાચવતા. માટે મહારાજ ખૂબ રાજી થતા.

મહારાજ જામવંથલીમાં છગનભગતના ઘેર જ્યારે સંતો સાથે જમવા પધાર્યા ત્યારે દામજીભગત અને છગનભગતની ઘરની ઓસરીમાં જમવા બેસાડ્યા ત્યારે મહારાજે કહ્યું, મારે તો મારા ભાગમાં બેસીને જમવું છે એમ કહી મહારાજ છગનભગતના ઘર બાજુ ઓસરીએ જમવા બેઠા.

છગનભગત મહારાજના એટલા વિશ્વાસુ ભક્ત હતા કે પ્રેમજીબાપા ખોલિયાએ આ ફુલવાડીવાળી જમીન દાનમાં મહારાજને આપી. મહારાજે છગનભગતને બક્ષીસ તરીકે લખી આપી આ પણ એક મહારાજનો પરચો જ લેખાય. કારણ કે અંતર્યામી ભગવાન બધું જાણતા હતા. એ જમીન પ્રેમજીબાપાએ મહારાજને દાનમાં આપેલી વિદ્યાલય બનાવવા પણ મહારાજે ભવિષ્યની ઘટનાને લઈ છગનભગતના નામે કરી અને છગનભગતે શ્રીહરિ શરણાગતિમંડળ ટ્રસ્ટને નામે કરી.

કુંકાવાવ જન્મ સ્થળવાળી જગ્યા પણ વેચાતી લીધી અને તે જગ્યા પણ મહારાજે છગનભગતના નામે લીધી અને પાછળથી શરણાગતિ ટ્રસ્ટ રચાયું ત્યારે છગનભગતે આ શરણાગતિ ટ્રસ્ટને અર્પણ કરી. છગનભગતે મહારાજના વિશ્વાસને કયારેય ઠેસ પહાગચાડી નથી. તેમજ મહારાજનો મહિમા સમજી પોતાના કુટુંબને પણ પ્રગટ ભગવાનની સેવામાં જોડી દીધા છે હતા.

એકવાર છગનભગત જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે ત્યાં રૂમમાં મોટાં મોટાં બોર પડ્યા હતા. તે મહારાજ જમ્યા અને એ બોરના ઠળિયા છગનભગતને આપીને

આજ્ઞા કરી કે, આ ઠળિયાને ફુલવાડીમાં વાવજો. છગનભગતે તે વાવ્યા. સમય જતાં તે બોરડી મોટી થઈ તેમાં કાંટા તો આવતા પણ જેમ જેમ બોરડી મોટી થતી જતી હતી તેમ તેમ તેના કાંટા ખરતાં જતા હતા. કારણ કે, એ બોરડી જેવા કાંટાળા વૃક્ષને પણ ફુલવાડીમાં મહારાજનો યોગ મળ્યો હતો. ફુલવાડી જેવું પ્રસાદીનું સ્થાન મળ્યું હતું. હાલમાં પણ પ્રસાદીની બોરડીના બોર જમવાથી અનેક નિઃસંતાન સ્ત્રી ભક્તોને ત્યાં પારણા બંધાયા છે એ પણ એ મહારાજનો અદ્ભુત પરચો છે.

જામવંથલીમાં મહારાજ પધારતા ત્યારે ભક્તો સાથે ને સાથે સેવાઓ કરતાં પ્રભુજીની સાથે આનંદ ઉત્સવ કરતા. જામવંથલી સ્વામિનારાયણ મંદિરે મહારાજ ઉપર મેડીએ બિરાજમાન થતા, ફુલવાડી આવતા. કથા-વાર્તાઓ, ચમત્કાર, પરચાઓ આપતા. રાત્રીનો સમય થવા છતાં પણ ઘરને ભૂલીને પ્રભુજીની પાસે ને પાસે જ રહેતા. બહુ જ આગ્રહ કરે ત્યારે સ્થાનિક ભક્તો જતા. ચાવડાથી ભક્તો પધારતા તે તો રાત્રો મંદિરની ઓસરીમાં જ સૂઈ જતા. છગનભગતના ઘેર દાડમનું વૃક્ષ હતું તેમાં મોટા દાડમ થતા. તે જૂનાગઢ જઈ મહારાજને અર્પણ કરતા. ત્યારે મહારાજ રાજી થઈ કહેતા કે, આવા મોટાં દાડમ દુબઈથી લાવ્યો છે કે શું ? એમ કહી રાજી થઈ પ્રેમજી જમતા. (મહારાજ જ્યારે સ્વધામ સિધાવ્યા એટલે તરત એ દાડમનું વૃક્ષ સુકાઈ ગયું હતું)

એકવાર ગોવિંદજી મહારાજ જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે મહારાજ પોક જમતા હતા. ત્યારે મહારાજે પોક જમતા જમતા ગોવિંદજીમહારાજને કહ્યું કે, મને કાજુ-બદામ કરતાં પણ આ પોક અતિ વહાલા છે. કારણ કે, આ મને છગનભગતે જામવંથલીથી મોક્તલ્યા છે. એ તેના ખેતરમાં કોઈ પણ વસ્તુ ઊગે તો પહેલા મને અર્પણ કરીને પછી જ ઘરે ઉપયોગમાં લે છે.

એક વખત મહારાજ પધરામણીઓ આરતી, ધૂન, સંધ્યા ભજન, કથા-વાર્તા થઈ રહ્યા પછી ભોજનપ્રસાદ લીધા પછી રાત્રો કથા-વાર્તા કરતા રહ્યા. મધ્ય રાત્રી વીતી ગઈ. મહારાજ ભક્તો પાસે બેઠા હતા. છગનભગત, રામજીભગત, હંસરાજભગત રાઠોડ, હિરાબાપા, કેશુભગત બગીચા આદિ બીજા ઘણાંક ભક્તો હતા. ત્યારે રાસોત્સવ થયા બાદ સૌ સૌને ઘેર ગયા, પરંતુ એકાંતિક ત્રણચાર ભક્તો ભગવાન પાસે જ રહ્યા. ત્યારે ઓચિંતા મહારાજ ભક્તો પ્રત્યે બોલ્યા કે, ભક્તો ચાલો આપણે એક ભગતને ઘેર ગાય ધામમાં જવાની તૈયારી કરે છે. અમે તેનું દૂધ પીધું છે. માટે તેમને ધામમાં મોકલવી છે, તે અમારી રાહ જુએ છે. પછી પાણીનો લોટો લઈ છગનભગત, દેવરાજભગત, કેશુબાપા, હંસરાજભગત આ બધા ભક્તો

મહારાજ વંથલીના એ ભક્તને ઘેર ગયા ત્યારે ત્યાં ગાયે મહારાજ સામે જોયું. છગનભગત આદિ ભક્તોએ જળનો લોટો મહારાજને આપ્યો. મહારાજે ગાય પર જળની અંજલી છાંટી કે તરત તે ગાય ધામમાં ગઈ. આમ મહારાજે વંથલીમાં અનેક પરચાઓ પૂર્યા છે.

છગનભગતે જુવાન વયે શાળાની પરીક્ષા આપી પાસ થયા. મહારાજને પ્રાર્થના કરી કે, શરીર દુર્બળ છે. કડિયા કામ ન થાય પરંતુ જો નોકરી જેવું જઈ જાય તેવા આશીર્વાદ આપજો. મહારાજે શિક્ષકની નોકરી અપાવી આશીર્વાદ દીધા. સુખી થાશો સાથે લગ્ન કરવાની પણ ભલામણ કરી. પ્રગટ ભગવાન ત્યાગી પણ છગનભગત પ્રગટને વહાલા તેથી હરિભક્તો દર્શને આવતા તેમાંથી એક ભક્તની કન્યાની ભલામણ છગનભગતને કરી લગ્ન થયા. તેમના પુત્ર પરિવાર ધર્મપત્ની હંસાબેન, ગુલાબ, ઘનશ્યામ, અરૂણા, ગીતા, ચમેલી, બકુલા આદિ પુત્ર-પુત્રીઓ બધા જ મા-બાપ દિવ્ય ભક્તિ કરનારા પ્રગટના દિક્ષીત થયા. સ્વયં મહારાજે સૌને મંત્ર, કંઠી, શરણાગતિ આપી છે.

કુંકાવાવના પાદરમાં મહારાજનું સ્મૃતિ મંદિર તૈયાર થઈ જવા આવ્યું એટલે મહારાજની મૂર્તિ પધરાવવા માટેની વિચારણા ચાલી રહી હતી તો પહેલા તો સ્ટેચ્યુ મૂર્તિ પધરાવવાનું નક્કી થયું તો છગનભગતે જૂનાગઢ જઈ મહારાજને કહ્યું કે, મહારાજ જો તમારી પૂર્ણ મૂર્તિ બનાવીને મંદિરમાં પધરાવાય તો કાયમ સેવા-પૂજા અને દર્શનનું સુખ ભક્તોને મળે. આ સાંભળી મહારાજે રાજી થઈ કહ્યું કે, બહું સારું તો એ પ્રમાણે મૂર્તિનું કાર્ય ચાલુ કરો. એમ કહી મહારાજે પોતાની બેઠી યુવાન મૂર્તિનો ફોટો આપ્યો. તે લઈ છગનભગતે રાજકોટ જઈ એક સારા મૂર્તિકારને મહારાજની આરસની મૂર્તિ બનાવવાનું કાર્ય સાગપ્યું. મૂર્તિના કારીગરે તેની પાસે એક મોટો ઇટાલિયન માર્બલનો પથ્થર હતો પણ તે સાઈઝમાં પહોળાઈમાં થોડો નાનો હતો. એટલે ફરી છગનભગતે જૂનાગઢ જઈ મહારાજને આ વાત કરી તો મહારાજે કહ્યું, તે માર્બલમાં જ મારી મૂર્તિ કરાવજો હું પલાઠી ટૂંકી કરીને બંને હાથ થોડા અંદર લઈ લઈશ. આમ ભલે તે પથ્થરની પહોળાઈ ઓછી હોય પણ હું એમાં પૂર્ણ મૂર્તિરૂપે ગોઠવાઈ જઇશ.

પછી છગનભગતે રાજકોટ જઈ રતિલાલ હંસરાજ રાઠોડને આ બધી વાત કરી એટલે પછી બંનેએ જૂનાગઢ આવી મહારાજને વાત કરી પછી મહારાજે આપેલા રૂ.પ૦૦ સુથી પેટેના લઈ રાજકોટ જઈ મૂર્તિકારને આપ્યા. આ રીતે કોઈને ખબર ન પડે તેમ મહારાજે પોતાની મૂર્તિના સંકલ્પનું કાર્ય અંતર્યામીરૂપે આવા મહામુક્તોને પ્રેરણા આપી પાર પાડ્યું.

મહારાજ વંથલી ફુલવાડી હોય કે જન્મસ્થાન હોય કે પાદર મંદિરની જગ્યા માટેની

મૂર્તિની પ્રતિષ્ઠા માટે છગનભગતને અને વંથલીના ભક્તોને સેવા જણાવતા. છગનભગતને પોતાના મા-બાપ પ્રત્યે જે ભાવ, આદર પ્રેમ હતો તેવો જ પ્રગટ ભગવાનને વિષે હતો. ઉપાસના બાબતે છગનભગત ચોખી વાત કરતા કે, આપણને જે મળ્યા પ્રગટ ભગવાન તેજ આપણાં ઈષ્ટ આરાધ્ય અને પતિ છે. તેને મૂકી બીજે જવું તે વ્યભિચારી ભક્તિ ગણાય. છગનભગતને હૃદયમાં વાલ્વની બીમારી હતી છતાં પણ પ્રગટ ભગવાને છગનભગતની રક્ષા કરી છે.

પ્રગટ ભગવાન ફુલવાડીએ પધાર્યા. પ્રગટ ભગવાનનો જન્મ જયંતિ ઉત્સવ ઉજવાયો. ભક્તોએ ભેગા મળી સમૈયો કર્યો. મહારાજને આંબલીના ઝાડે ઝુલાવ્યા. ધૂન, ભજન, કિર્તન, રાસોત્સવ થયા, સૌ રાજી રાજી થયા. મહારાજ છગનભગત આદિ વંથલીના બધા જ ભક્તો પ્રત્યે બોલ્યા કે, આ પ્રગટ ભગવાનની જન્મ જયંતિના ઉત્સવ જેવો બીજો કોઈ ઉત્સવ નથી. આ ઉત્સવમાં હાજરી આપે તેને આખા વરસના દર્શનનું પુણ્ય મળે છે. મહારાજે આવા અનેક વરદાનો, પરચાઓ, આશીર્વાદો આ વંથલીની ભૂમિને અને ભક્તોને આપ્યા છે. વંથલીના ભકતોને અને શરણાગતિ જીવોને આ વંથલીના સીમાડા સુધી યમનું તેડું ન હો... એમ પ્રભુજી બોલ્યા છે. પૂર્વે અવતારો થયા તે ર૪ અવતારોના દર્શન છગનભગતને મહારાજે ફુલવાડીના ચોકમાં જે ચરણાર્વિદ પધરાવ્યા છે તે સ્થાને મહારાજે બિરાજીને એક પછી એક અવતારોના દર્શન કરાવ્યા છે. માટે જ ર૪ અવતારોની જે પ્રગટની મૂર્તિ તેની વચ્ચે પરબહ્મ અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સ્વયં છે.

છગનભગતના બા-બાપુજીને મહારાજે ધામમાં મોકલી પોતાની સેવામાં ભેળા રાખ્યા છે. પ્રથમ પિતાશ્રી પછી બા ધામમાં ગયા. શરીરે દુર્બળ તેથી મહારાજે તેમનું વધુને વધુ ધ્યાન રાખ્યું છે. ખેતીકામ કરતા ત્યારે પણ પાગક હોય કે મગફળીના ઓળાં હોય તે મહારાજને બે હાથે ખોબા ઘરીને પ્રસાદ આપ્યા છે. છગન ભગતનો પરિવાર ફુલવાડી મંદિર, કુંકાવાવ, જૂનાગઢ આદિ ધામોમાં પણ પ્રભુજીની આજ્ઞાથી સેવાઓ કર્યા જ કરતા. આવવું-જવું, સમજણ, કથા-વાર્તા કરવી તેમ સરલ સ્વભાવે વર્તવું અને કામ પાર પાડવું તે બધા વહેવારોમાં વર્તવાની ચાવીઓ રૂપી બોધ પ્રગટ પ્રભુજી તેમને આપતા અને ફુલવાડી, જૂનાગઢ, કુંકાવાવ મંદિરના કામકાજ વહીવટ, દસ્તાવેજ આદિક લખાણ પ્રગટ ભગવાને છગનભગત ઉપર પુત્રની પેઠે વિશ્વાસ રાખીને સાગપતા પણ જેમને શ્રીહરિને જ મુખ્ય રાખવા છે. ભગવાનને ભજવા છે. આ બધું મને સાચવવા આપ્યું છે. ધણી તો ભગવાન છે અને તેમનું રહેવાનું

સ્થાન (ઘર) શ્રીહરિ શરણાગતિ મંડળ છે. માટે છગનભગતે પ્રગટ ભગવાનની ભલામણથી બધું યોગ્ય સમયે શ્રીહરિ શરણાગતિમંડળને સાગપી દીધું છે. પ્રગટ ભગવાનની આજ્ઞાથી જેમ ધર્મશાળામાં મુનીમજી હોય તે શરીર વડે કરીને બધું પોતાનું માને પણ અંતરથી સમજે છે કે, આ મારા શેઠનું છે, હું તો દાસ છું. તે ભાવે છગનભગતે જૂનાગઢમાં પણ દાસ ભાવે, પાર્ષદભાવે પ્રગટ ભગવાનની સેવાઓ કરી છે. છગનભગતને જ્યારે પણ નોકરીમાંથી છુટ્ટી મળતી ત્યારે તેઓ જૂનાગઢ મહારાજની સેવામાં તરત પહાગચી જતા.

છગનભગત અને જામવંથલીના આવા મુર્ધન્ય મોટા ભક્તોના ચરિત્રોને વર્ણવીએ તો પાર જ ન આવે. મહારાજે સ્વયં આ પરિવારને પોતાના કાર્યો માટે ધામમાંથી લાવ્યા હોવાથી પોતાના ભાગવત કુટુંબ તરીકે સ્થાન આપ્યું છે.

મંડળના ભક્તો ઘણી વખત છગનભગતને કહેતા કે, તમારે સંતાનમાં પુત્ર નથી તો મહારાજને પ્રાર્થના કરો તો જરૂર તમારે ત્યાં પુત્રરત્નનો જન્મ થશે પણ છગનભગતે મહારાજના અનેક કાર્યો કર્યા હોવા છતાં ક્યારેય નિષ્કામ ભક્તિ કે ચરણસેવા સિવાય કાંઈ પણ માગ્યું નથી પણ દયાળુ પ્રગટ ભગવાનની કૃપાથી સમય જતાં એમને ત્યાં ગુલાબ અને ઘનશ્યામ નામે બે પુત્રોનો જન્મ થયો. આ બંને પુત્ર મુક્તરાજ ગુલાબભગત તથા ઘનશ્યામભગને ફુલવાડી પરમધામ મંદિર તેમજ કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરમાં તન-મન-ધનથી યથાશક્તિ ઘણી સેવા કરી મહારાજને ખૂબ રાજી કર્યાં છે.

વંથલીમાં ફુલવાડીમાં પ્રસાદીભુવનનું ધ્રુવ-તારાના નિશાન લઈને મહારાજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે પણ છગનભગત સેવામાં સાથે હતા.

મહારાજના અગ્નિસંસ્કારમાં ન બળેલું પ્રસાદીનું હૃદય રાખવા માટે પોતાના ઘેરથી ત્રાંબાનો મોટો ઘડો પણ હીરાબાપાને આપ્યો હતો. એ ઘડામાં મહારાજનું હૃદય રાખી ઉપરથી પેક કરી ત્યારબાદ તેને ફુલવાડી મંદિરના મધ્ય શીખર નીચે પધરાવવામાં આવ્યું છે. આ રીતે છગનભગતની ઘરની આ ઘડા જેવી વસ્તુને પણ મહારાજના હૃદય સાથે ફુલવાડીમાં સ્થાન મળ્યું છે.

મહારાજ સ્વધામ સિધાવ્યા તે પહેલાં છગનભગત જ્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પોતાની ઘણી પ્રસાદની વસ્તુઓ રાજી થઈને આપી તેમાં પોતાના બે જોડી ચરણાર્વિદ તેમજ બે જોડી થાળી-વાટકા (અક્ષયપાત્ર) આપ્યા. તે ઉપરાંત

મહારાજ પોતાના સંતમંડળમાં અમુક વસ્તુનો ભાગ પાડતા હતા ત્યારે સાથે છગનભગતને પણ ભાગમાં આવતું હતું તે રાજી થઈ આપ્યું અને સમય જતાં એ ભાગની વસ્તુઓ તેમણે ફુલવાડી મંદિરમાં અર્પણ કરી હતી.

જ્યારે ફુલવાડીમાં વંડાનું કામ, શિખરનું કામ, મંદિરમાં પાયા ખોદવાના કામ, મંદિરના બાંધકામના કામો ચાલતા હતા ત્યારે ફુલવાડીમાં પોતાની દૃષ્ટિ અને સામર્થ્ય પ્રમાણે ફુલવાડીમાં છગનભગતે ટ્રસ્ટી તરીકે રહીને પણ સેવાઓ કરી છે. સેવકોની સાથે રહી મહારાજનો મહિમા ગાયો છે. ફુલવાડીના સંચાલનમાં પૂ. રામજીભગતના માર્ગદર્શક રહ્યા છે. તથા પોતાના કુટુંબમાં બે બાળકો અને ચાર દીકરી તેમજ પોતે બંને પતિ-પત્ની હંસાબેન પણ આ ફુલવાડીના કાર્યોમાં રસોડામાં સેવાઓ આપી પોતાનો સમય ભક્તિ અને સેવામાં વિતાવ્યો છે. કારણ કે તે સમયમાં ભક્તો, સેવકો અને મુક્તો સૌ ફુલવાડીમાં સેવાઓ કરતા ત્યારે રસોડામાં પણ આ બેનો અને ભક્તો જાતે જ રસોઈ બનાવતા અને ફુલવાડીનું કાર્ય ચાલતું. આમ છગનભગત તેમના ધર્મપત્ની હંસાબેન તથા દીકરીઓ અને બે દીકરાઓ પોત પોતાની ઉંમર પ્રમાણે અને સમય પ્રમાણે ફુલવાડીમાં સેવા કરીને મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ લીધા ભગવાનને રાજી કર્યા છે. ભક્તો પણ રાજી થયા છે. આજે તેમનું કુટુંબ સર્વે પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણને ભજે છે, સેવે છે, પૂજે છે અને આ કુટુંબ પણ મહારાજના મુક્તમંડળમાં શોભે છે.

મહારાજ અંતર્યામી છે. મહારાજ પોતાના મુક્તોને શોધી જ લ્યે છે અને સાથે અનેકના કલ્યાણ કરે છે. જીવાત્માઓના ક્યાં પ્રકારે કલ્યાણ કરવા તે મહારાજ જાણતા હોય છે. જેથી મહારાજ એકબીજાના યોગ કરાવીને દર્શન દઈને ભક્તિ આપીને આશીર્વાદ આપીને સેવા દઈને તેમની સેવા લઈને ઉપદેશ આપીને જીવના દુઃખ કાપીને અનેક પ્રકારે પોતાનો યોગ આપી નિજ ભક્તોને સુખીયા કરે છે. મહારાજે સ્વયં ફુલવાડી શ્રીહરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટમાં છગનભગતને સ્થાન આપ્યું છે.

આમ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના પરમ એકાંતિક, સ્નેહી, પ્રગટને વહાલા, કૃપાપાત્ર, વિશ્વાસુ સેવક અનાદિ મુક્તરાજ છગનભગત મહારાજનું અખંડ સ્મરણ કરતાં કરતાં પરમધામ નિવાસી થયા છે. તેમના પુત્ર-પરિવારમાં સૌ ધર્મમય જીવન જીવી સર્વોપરિ મહારાજની ઉપાસનાની સાથે સેવા-ભક્તિ દ્વારા પ્રગટ ભગવાનને વિશેષ રાજી કરી રહ્યાં છે.