પરચા ૪૬

અનાદિ મુક્તરાજ રામજીભગત તુલસીભગત ટાંક

જીરાગઢ, હાલ- પૂના

અમે મુંબઈ રહેતા હતા, અમારે મૂળ સ્વામિનારાયણનો સત્સંગ એટલે મુંબઈમાં પ્રાગજીભગત, દેવરાજભગત સૌ મળી સત્સંગ કરતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન છે અને એના હાથમાં ચરણોમાં જેમ સ્વામિનારાયણ ભગવાનને ચિન્હો હતા તેમ શાસ્ત્રીજી મહારાજને છે. શાસ્ત્રીજી મહારાજ સંતના રૂપમાં ભગવાન છે. આમ સત્સંગ કરતા અને મહારાજના પરચાની વાતો કરતા એટલે મને થયું કે, મારે મહારાજના દર્શન કરવા છે. ત્યારે પ્રાગજીભગત ભેગો હું જૂનાગઢ દર્શન કરવા ગયો. ત્યારે મેં મહારાજ પાસે કંઠી બંધાવી. આમ તો અમારા ગામના ઘણાં ભક્તો મહારાજને જાણતા હતા પણ હું આ ભક્તો ભેગો ચરણસેવા કરવા લાગ્યો અને મહારાજને ચિન્હના દર્શન કરાવવા હાથ જોડ્યા ત્યારે મહારાજે લક્ષ્મીજી અને ખાપાના દર્શન કરાવ્યા. પછી તો અમે જીરાગઢ જતા ત્યારે વળતા જૂનાગઢ જતાં અને મહારાજના દર્શન, સેવા કરતા.

એક વખત મહારાજને પ્રાર્થના કરી કે,મહારાજ વિદેશ જવું છે, કમાવું છે. તમે આશીર્વાદ આપો. મહારાજ કહે, સેવા કરીશને. ત્યારે મેં કહ્યું, હા મહારાજ વિદેશ જાવ તો સેવા તો કરાય ને. એટલે મહારાજે દાસાલેન્ડમાં મૂક્યા અને અમે સૌ ભક્તો સાથે મળી સેવા કરતા.

એક વખત બાલમુકુંદ ભવનમાં ડિઝાઈન ફુલ બનાવતા હતા. ત્યારે રાત્રો મહારાજ પાસે ઘણાં ભક્તો બેઠાં હતાં. ત્યારે મહારાજ કહે, તમે કામમાં ઝડપ કરો હવે કેટલા 'દિ થાશે. ત્યારે મેં કહ્યું, મહારાજ સારું કામ કરવું હોય તો વાર લાગે. મહારાજ કહે, તને ૧ થી ૧૦૦ ગણતા આવડે છે ? અહીંયા મજૂરોના રોજ ચડે છે. ત્યારે આખી સભાને આનંદ આનંદ થયો હતો.

એક વખત મહારાજ પાસે અમે બંને દર્શન કરવા ગયા. મહારાજને હાર પહેરાવ્યો આરતી ઉતારી, નવડાવ્યા. આમ સેવાનો લાભ મળ્યો. મહારાજ રાજી થયા, પ્રસાદીનું ધોતિયું અને એક ગંજીયું આપ્યું પછી બપોરે મહારાજ જમતા હતા ત્યારે હું બાજુમાં બેઠો હતો મને થયું મહારાજને મારા હાથે કોળિયો જમાડું એમ વિચારી મહારાજની થાળીમાં

એક કોળિયો ભરીને મહારાજને જમાડવા જતો હતો ત્યાં મહારાજે થાળી મારી સામે કરી અને કહે, અરે તે મને અભડાવી દીધો. હવે આ જમવાનો થાળ લઈ જા ઓલી ભક્તાણીને આપજે. આમ મહારાજે પોતાનો જમેલો પ્રસાદ અમને આપ્યો. આમ ભગવાનને લાભ આપવો હશે તો આવી લીલા કરી. ત્યારે પરિસ્થિતિ નબળી પણ મહારાજે બહુ રક્ષા કરી. ફુલવાડીના કામમાં પણ મને સેવાનો લાભ મળ્યો છે. લાલજી મહારાજ પણ મહારાજે અમને આપ્યા છે.

એક વખત હું મહારાજના હાથના બાવડા દબાવતો હતો ત્યારે મહારાજ કહે, તને સેવા કરતા આવડતું નથી આવડો ભાર દેવાય. ત્યારે મેં કહ્યું, ભગવાનને કાંઈ થોડો ભાર લાગે પછી હેમંતભગતે શીખવાડ્યું કે, આમ હાથ, ચરણ, વાંસો દબાવાય. એમ કરી મને બતાવ્યું. એટલે આમ ભગવાન વાતો કરતા એટલે આપણે એ વાતો, એ લીલા ,એ સેવા વારંવાર યાદ આવ્યા કરે એટલે આમ મહારાજ રમુજ કરી સાથે ઉપદેશ આપતા કે સંત પાસે કેમ રહેવાય અને રાજીપો લેવાય. આમ ભગવાનની કળા અપરંપાર છે. આપણાં ભગવાન તો જબરા છે પણ ભગવાનના ભક્તો પણ જબરા છે.