પરચા ૬૭

અનાદિ મુક્તરાજ પ્રવિણભગત મોહનભગત ચૌહાણ

જામવંથલી, હાલ- પૂના

મહારાજ વંથલી અમારે ઘેર આવ્યા હતા ત્યારે છ વરસની ઉંમરમાં મહારાજે મને કંઠી બાંધી હતી. ત્યારે સમય જતા કામકાજ અર્થે અમે મુંબઈ રહેવા ગયા હતા. સમય જતાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રાધારમણદેવનો ૧પ૦ વર્ષનો પાટોત્સવ આવ્યો ત્યારે હું અને મારો ભાઈ બાબુભાઈ અમે જૂનાગઢ ગયા. ત્યાં સભામંડપમાં મહારાજ બિરાજમાન હતા અને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન બોલાતી હતી ત્યારે હું સભામંડપમાં ધૂન બોલતો હતો. ત્યાં મેં વિચાર્યું કે, ભગવાનને કેમ ઓળખવા ? મહારાજ ચમત્કારી છે, મોટા છે, બધા ભગવાન કહે છે આમ ઘણો વિચાર કરી પછી વિચાર્યું કે જો મહારાજ ભગવાન હશે તો એ જ સામેથી મને કહેશે. ત્યારે આ ધૂનમાં મારી અને મહારાજની નજર એક થઈ ને મને એકલું તેજ તેજ દેખાયું વળી તેજ અને મોટી મહાસભા દેખાઈ વળી એકલા મહારાજ જ દેખયા. આમ મહાતેજ દેખાય, વળી મહાસભા દેખાઈ, વળી એકલા મહારાજ દેખાય. આમ ધૂન પૂરી થઈ ત્યાં સુધી દર્શન થયા. ધૂન પૂરી થઈ એટલે બધા ઉઠીને જમવા જતા હતા. અમે પણ ઊભા થયા. મેં અને ભાઈએ મહારાજને દંડવત્ કરી પ્રણામ કર્યા.

સભામંડપની બહાર ચોકમાં લાઇટો ગોઠવી હતી ત્યાં અમે ઊભા હતા ત્યાં મહારાજ આવ્યા અને આ લાઇટો ચાલુ હતી ત્યારે મહારાજ બોલ્યા આ અનંતકોટી બ્રહ્માંડોના અજવાળાં મારે લઇને થાય છે. મહારાજે ૧પ૦ વર્ષના પાટોત્સવમાં મને બીજા દિવસે કર-ચરણમાં ચિન્હોના દર્શન કરાવ્યા ત્યારે મહારાજ બોલ્યા કે, દેખાય તો જ હા પાડજે. મને દેખાતું નહોતું પણ મહારાજ ભગવાન છે એ વિશ્વાસ થઈ ગયો એટલે મેં હા પાડી. ત્યાર પછી ચરણોમાં હાથ ફેરવતા ફેરવતા જરા ઉપસેલું દેખાયું એટલે મેં મહારાજને પૂછ્યું, મહારાજ આ શું છે ? ત્યારે મહારાજ કહે, એને ગૌપદ કહેવાય. આ મને યાદ રહી ગયું પછી બીજીવાર દર્શન કરવા ગયા ત્યારે મહારાજે બધા ચિન્હોના દર્શન કરાવ્યા હતા. એટલે પછી મેં ચિન્હોના વર્ણનનાં કિર્તનો તૈયાર કર્યા.

હું પહેલીવાર મસ્કત ગયો ત્યારે સંકલ્પ એવો કરેલો કે, પહેલો પગાર મહારાજને આપવો. ત્યારે અમારી કંપની નબળી માંડ માંડ હજાર-બારસોનું કામ થાય એટલે સંકલ્પની સેવા ન કરી શક્યો. ત્યારે મહારાજનો પત્ર આવ્યો એમાં લખ્યું હતું કે નવો દેશ, નવો

દિવસ, ભગવાનને રાજી કરવાનો દિવસ, નવો સંકલ્પ, નવું કામ આમ મહારાજે અનુસંધાન આપ્યું પણ આપણે એમાં ખરા ન ઉતર્યા. પછી મહારાજે એક પત્રમાં લખ્યું રૂપિયા ૧૧૦૦ની સેવા કરવાની છે ત્યારે મારા ભાઇએ અમે બે વચ્ચે ૧૧૦૦ની સેવા કરી પછી અમે છૂટ્ટીમાં દેશમાં આવ્યા ત્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું, હવે ફરી દુબઈ જાવું છે. પણ અમે આ કંપનીના અનુભવે ના પાડી કે નથી જાવું. મહારાજે બીજીવાર પૂછ્યું તો'ય ના પાડી, મહારાજે ત્રીજીવાર પૂછ્યંુ તો'ય મારાથી હા ન થઈ પછી અમે મુંબઈ કાંદીવલીમાં રહેતા ત્યારે ભક્તોએ ઘણું કહ્યું કે, વિદેશ જવાનું કરો. એટલે મેં બધી વાત કરી. ભક્તો કહે, બધી કંપની એવી ન હોય એટલે મેં મહારાજને પત્ર લખ્યો. મહારાજ તમારી આજ્ઞા હોય તો હું વિદેશ જાઉં ! મહારાજનો પત્ર આવ્યો કે, જાઓ તમારું જવાનું જલ્દી થઈ જશે. પછી મારી ટિકિટ આવી ગઈ. હું સમયસર પહાગચી ગયો પણ હું બીજી લાઇનમાં ઊભો એટલે પ્લેન ઉપડી ગયું એટલે મેં એજન્ટને વાત કરી તો એમણે આ ટિકિટ કેન્સલ કરાવી, બીજી ટિકિટ બનાવડાવી. પછી ત્રીજી વાર વિદેશ જવાનું થયું ત્યાં કંપની તો ઠીક ઠીક હતી, પરંતુ ત્યાં કથા-વાર્તા, ભજન બહું થયું. મોટા મોટા ભક્તોનો યોગ થયો. સમજણ સાચી થઈ. એમ મહારાજે આપણને બધી રીતે પોતાના ગણી લાભો આપ્યા છે અને આપણે સર્વપ્રકારે સેવા સ્વીકારી છે, ક્યારેય પણ સેવાને ઓછી નથી માની. મહારાજે આપણને તૃપ્ત કર્યા છે. મહારાજે અમારા કુટુંબની બહુ સંભાળ રાખી છે.

એકવાર મને દુબઈમાં મહારાજે દર્શન આપ્યા ને કહે, હાલ તને ધામમાં લઈ જવો છે. મેં કહ્યું, ચાલો મહારાજ. એટલે મહારાજ કહે, થોડીવાર થોભ. હું આવું છું. થોડીવાર પછી મહારાજ આવ્યા અને મને કહ્યું, તને અહીં શું વાંધો છે ? મેં કહ્યું, મહારાજ અહીં ભક્તોનો યોગ, ભજન, સત્સંગ થાય છે માટે મને તો અહીં કોઈ વાંધો નથી. તો મહારાજ કહે, તો અહીંયા જ રહો. આમ કહી અદૃશ્ય થયા. દુબઈમાં ભક્તોનો સમૂહ સારો હતો, સેવા પણ સારી થતી અને આનંદ પણ થતો અને ભજન, ભોજન પણ બહું થયું. ઘર ક્યારેય પણ યાદ આવ્યું નથી. હું દુબઈથી આવ્યો ત્યારે સાડી લેતો આવ્યો. મહારાજે એ સાડી પ્રસાદીની કરી આપી અને ચાંદીના બે સિક્કા કપાળે ચાગટાડીને આપ્યા. આમ મહારાજે ઘણાં લાડ લડાવ્યા છે. મહારાજની કૃપાથી સમયે સમયે ઘણા કિર્તનોની રચના પણ મેં કરી અને કુંકાવાવ, ફુલવાડી ધામમાં તન-મન-ધનથી યથાશક્તિ સેવાનો પણ લાભ લીધો છે.