અનાદિ મુક્તરાજ જીવરાજભગત ડાયાભગત ટાંક
જીરાગઢ
હું ઇ.સ.૧૯૬૦માં પરીક્ષા દેવા જામનગર મંદિરે દર્શન કરવા ગયો ત્યારે મહારાજે કહ્યું, તમારે અહીં પરીક્ષા દેવા માટે આવો ત્યારે અહીં મંદિરે જ રહેવા જમવા આવતું રહેવું. બીજે ક્યાંય સગા-સંબંધીમાં ન જવું, અહીં વાંચવાનું, ભણવાનું બરાબર થાય તેથી તમારે અહીં આવતું રહેવું.
એક વખત હું પરીક્ષા દેવા જામનગર ગયો ને મંદિરે રોકાયો. હું રાત્રો વાંચન કરતો હતો ત્યારે રાત્રો બે ત્રણ વાર બાથરૂમ જવા ઊઠ્યો ત્યારે મહારાજના રૂમની લાઈટ ચાલુ જોઈ. પછી મારા રોજના નિયમ મુજબ સવારના ચરણ દાબવા ગયો ત્યારે મહારાજને મૌન રહી માળા કરવાનો નિયમ હતો. જ્યારે મહારાજે માળા કરી લીધી એટલે મેં પૂછ્યું મહારાજ હું રાત્રો બે-ત્રણ વખત ઊઠ્યો ત્યારે તમારા રૂમની લાઈટ ચાલુ જોઈ તે તમે ક્યારે સૂવો છો ? મહારાજે ચારે બાજુ પુસ્તક બતાવીને કહ્યું, હું આરામ કરું તો આટલા શાસ્ત્ર ક્યારે લખી લઉં, આમ બોલ્યા. આમ તો મહારાજને છોકરા ઉપર હેત બહું. અમને ચરણ દાબવા આપે લખતા લખતા પગ લાંબો કરે પણ બીજો કોઈ આવે તો એને દેવ દર્શન કરવાનું જ કહેતા, સેવા ન કરવા દે.
એક વખત હું સવારના મહારાજની ચરણસેવા કરતો હતો ત્યારે એક ભાઈ આવ્યા તે સત્સંગી નહોતા આવીને બેઠા પણ મનમાં વિચાર્યા કરે કે એકલા મહારાજ હોય ત્યારે કહું. એમનો ઇ.સ.૧૯૬૦માં રૂ.ર૦૦૦નો બળદ ખોવાઈ ગયો હતો ત્યારે કોઈએ બતાવ્યું તું જામનગર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પાસે જા. એને પહેલાં ચારે બાજુ બળદની શોધ કરી હતી. પણ બળદ મળ્યો નહીં એટલે તે પટેલ અહીં મહારાજ પાસે આવ્યા હતા. જ્યારે મહારાજની માળા પૂરી થઈ એટલે મહારાજ બોલ્યા જાઓ જાઓ ભગત પહેલાં જમી લ્યો. તમારો બળદ ઘરે પહાગચી ગયો છે. આમ મહારાજ અંતર્યામી શક્તિએ તેના મનનો સંકલ્પ જાણી લીધો તેથી બાપા આભા બની ગયા અને મહારાજનો ગુણભાવ લઈ જમવા ગયા.
જામનગરમાં ઘણાં ભક્તો મહારાજનાં દર્શને આવતા ત્યારે કોઈ કડબ (ચારો) કોઈ ઘઉં કોઈ મગફળી કાંઈ ને કાંઈ સેવા લેતા આવે ત્યારે કોઠારી સ્વામી બધાને જમાડીને મોકલતા ત્યારે ઘણી વખત ભક્તો મહારાજ પાસે બેસી રહેતા તેથી મહારાજ બધાને કહેતા
તમારું કામ થઈ ગયું હોય તો થાળ થાય એટલે જમીને જજો.
હું જામનગર મહારાજ હતા ત્યારે જતો એટલે જામનગર મંદિરના બધાં સંતો મને ઓળખે. ભણવામાં મહારાજ કહેતા લેશન કરવું જોઈએ. લેશન નહીં કરો તો આગળ કેમ વધશો. આમ ઘણીવાર મીઠો ઠપકો પણ આપતા અને વ્હાલ પણ કરતા જે કાંઈ કહેતા તે આપણા સારા માટે જ કહેતા. એક વખત મારો મોટો છોકરો એની માના પેટમાં હતો ત્યારે મારા બા કહે, વહુને અહીં વંથલી મૂકી દે તો ડિલીવરીમાં મારે મદદરૂપ થવાય.
મારી બાના સાસુ લાડુમાએ મહારાજને એ જમાનામાં ગોદડા સીવી સીવીને રૂપિયા ૪૦૦ બચાવીને એ બચતમાંથી મહારાજ માટે ઢોલિયો કરાવેલો. એટલે મહારાજને બીજા સાથે સમાચાર મોકલ્યા કે મુંબઈથી વહુ વંથલી આવ્યા છે. તો મહારાજે કહ્યું કે, તેઓ દીકરીનો જન્મ થાય એમ આશા લઈને આવ્યા છે, પણ એને દીકરી નસીબમાં નથી. એને ચાર દિવસ પછી સવારે ૪ વાગે દિકરાનો જન્મ થાશે. આમ મહારાજે અગાઉ જ કહી દીધું હતું. એ પ્રમાણે જ થયું.
મારા કાકા વીરજી રત્ના ટાંક પિતૃ તરીકે અમારે ઘરે આવ્યા અને બોલ્યા મહારાજે મને બદ્રીકાશ્રમમાં તપ કરવા મોકલ્યો છે. અને હું ફુલવાડીમાં દર્શન કરવા જાઉં છું ત્યારે ફુલવાડીમાં બ્રહ્મરાક્ષસ જે ચોકી કરવા રાખ્યો છે તે મને આવવા દેતો નથી. ત્યારે મહારાજે દિવ્યરૂપે તે બ્રહ્મરાક્ષસને આજ્ઞા કરી કે, એ મારો ભગત છે એને અંદર આવવા દે. તને ચોર ખરાબ વિચારવાળાને રોકવા કહ્યું છે પણ એને અંદર આવવા દે. ત્યારબાદ વીરજી મન થાય ત્યારે દર્શન કરવા જતા. ત્યારે મહારાજ બોલ્યા હતા કે, બદ્રીકાશ્રમમાં તારું તપ પૂરું થશે પછી ગમે ત્યાં શરણાગતિ મંડળમાં જન્મ આપીને સેવાભક્તિ કરી ધામમાં તેડી જાઈશ. ત્યારે પિતૃ તરીકે આવ્યા ને મેં પૂછ્યું તમારી પાછળ અમે શું કરીએ ? તો કાકાએ ના પાડી મારે કાંઈ કરાવવાનું નથી. મારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા જાવું છે. મારા બાપુજી અને આંબાભગત મહારાજના દર્શન કરવા ગયા અને મહારાજના રૂમમાં બેઠા ત્યાં આરતી થઈ. મહારાજ કહે, ચાલો આરતીમાં. તગ મારા બાપુજી આરતીમાં ગયા ને આંબાભગત મહારાજ પાસે આરતી કરતા હતા. મહારાજ તો અહીં પણ બેઠા હતા ને ત્યાં આરતીમાં પણ હતા. આમ મહારાજ બે બે સ્વરૂપ ધારણ કરી ભક્તોને દર્શનસુખ આપી રાજી રાખતા.