અનાદિ મુક્તરાજ શાંતિલાલભગત પુંજાભગત વાઢેર
જામવંથલી, હાલ- રાજકોટ
શાંતિલાલ વાઢેરને નાની વયે પણ પ્રગટ ભગવાનમાં ખૂબ જ દૃઢ ભાવ અને ભગવાનપણાંનો નિશ્ચય હતો. મહારાજ જામવંથલી હોય કે રાજકોટ, જુનાગઢ કે જામનગર હોય પરંતુ શાંતિલાલભગત અચુક દર્શન કરવા જાય અને મહારાજની સેવાઓ કરે તે વખતની સ્થિતિ નબળી પણ ભગવાનને કંઈક આપવું. પ્રગટ ભગવાને ભક્તોની ૧ રૂ.થી કરીને રૂ.૧૦૦ જેટલી નાની નાની સેવાઓ પણ ખૂબ જ રાજીપાથી સ્વીકારી ભક્તોને સુખીયા કર્યા છે અને રાજીપો, હેત વરસાવ્યું છે. શાંતિલાલ ભગત વાઢેર વંથલી મહારાજ પધારે ત્યારે નાના યુવાનો, બાળઘનશ્યામ મંડળી બનાવી ધૂન, ભજન, આરતી કરવાની સાથે મહારાજને રાજી કરવા રાસોત્સવ ફુલવાડીમાં કરતા. તેથી મહારાજ રાજી થતાં.
ઇ.સ. ૧૯૮૩માં અબુધાબી કંપનીમાં અમો કામ કરતા હતા. ૪પ ફૂટ ઊંચેથી બાંધેલી પાલક હલબલીને ભાંગીને નીચે પડી. જ્યારે આવું થવા માંડ્યું ત્યારે મેં મહારાજને પ્રાર્થના કરી કે બચાવો, આમ બોલી મેં આંખ બંધ કરી દીધીને નીચે પડ્યા. મેં મહારાજને કાગળ નો'તો લખ્યો. મહારાજે મને સામેથી કાગળ લખ્યો કે સિડીની નીચે ગેબ હતો ત્યાં આવીને અમો બેઠા હતા ને તમને વધારે વાગવા નથી દીધું. ખાલી નિશાન પૂરતું લગાડ્યું અને રક્ષા કરી લીધી ને નવી જિંદગી આપી દીધી છે. નવી જિંદગીનો મહિમા ખૂબ સમજવો. આમ મારી પ્રગટ ભગવાને રક્ષા કરીને જીવતો રાખ્યો.
ઇ.સ. ૧૯૭૯માં અમો દુબઈથી જૂનાગઢ મહારાજના દર્શને ગયા સવારમાં મહારાજ નાહીધોઈ રૂમમાં આવ્યા, હું બેઠો હતો. મહારાજે મને લખવાના ઢાળિયા પાસે બેસાડ્યો અને ઢાળિયામાંથી ડાયરી કાઢી મને બતાવી મહારાજ કહે જો આને દીકરો આપ્યો ને આને દીકરો આપ્યો. હજી છગનભગત કાચાને આપવાનો. જયંતિભગત કચ્છવાળાને આપવાનો ને તને આપવાનો. પછી મહારાજે પાણીનો લોટો ભર્યો અને ર૪ અવતારની મૂર્તિ પાસે ઊભા રહી પાણીનો લોટો ઉંચો કર્યો. ત્યારે હું મહારાજના ચરણમાં જ બેઠો હતો. પ્રગટ ભગવાન બોલ્યા, ‘હે ભગવાન આ લીલાવંતીને દિકરો આપો. આમ મહારાજ બોલ્યા ને આશીર્વાદ આપ્યા.
ઇ.સ. ૧૯૮૦માં અમો દુબઈથી આવ્યા પછી બીજા દિવસે દર્શન કરવા ગયા
મહારાજની રૂમમાં ગયા, મહારાજ પૂજા કરતા હતા પછી મેં મહારાજને દંડવત્ત કર્યા. મહારાજ મને આશીર્વાદ આપી કહે ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન થાઓ. બાદમાં હું મહારાજની સેવા કરતો હતો ને પ્રગટ ભગવાન બોલ્યા કાંઈ જોઈએ તે માગ. હું કંઈ બોલ્યો નહીં ને સેવા કરતો રહ્યો ને વળી મહારાજ બોલ્યા કે હજી કાંઈ જોઈએ તે માંગી લે હું કંઈ બોલ્યો નહીં ને સેવા કરતો રહ્યો. ને વળી ત્રીજી વખત મહારાજ બોલ્યા કે હજી કહું છું માંગી લે. હું કંઈ બોલ્યો નહીં. ને પછી મહારાજ કહે, આખા ભગવાન તને રાજી થઈ સાગપાઈ ગયાં. હવે તારે બીજું શું જોઈએ. આમ મહારાજ બહુ જ રાજી થયા.
ઇ.સ. ૧૯૮રમાં અમે અબુધાબી કંપનીમાં કામ કરતા હતા અને ફુલવાડી મંદિર માટે સેવાનું લિસ્ટ મહારાજે બનાવીને કાગળ દુબઈ લખ્યો. જે ભક્તો હતા તેનું નામ અને આટલી સેવા વ્યક્તિદીઠ મહારાજે લખેલ. કોઈના પાંચ, કોઈના દસ, કોઈના પંદર, કોઈના વીસ, કોઈના પચાસ. આ રીતે પ્રગટ ભગવાને પોતે જ લખીને મોકલેલ. મહારાજે પત્રમાં લખેલ કે હા વાળા લિસ્ટ શોભશે અને ના વાળા લિસ્ટ આકાશમાં રફુચક્કર થઈને ઉડશે. આ પ્રગટ ભગવાનની આજ્ઞા હતી. મારા નામ પર મહારાજે વીસ હજાર લખેલા હતા. તે સેવા મેં છ મહિનામાં ઇ.સ.૧૯૮રમાં જ ભરી ચૂકતે કરી દીધી. પછી કંપનીવાળા મને ત્રણ મહિનામાં જ દેશમાં મોકલી આપ્યો. દેશમાં આવ્યા પછી હું બીજે દિવસે મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યાં મહારાજના રૂમમાં જઈને દંડવત્ત કરવા લાગ્યો. મહારાજે ઊભા થઈ માથા પર પગ મૂક્યો. મહારાજ બોલ્યા સારું થયું ભલે તું આવ્યો ને પછી હું મહારાજની સેવા કરવા લાગ્યો.
મહારાજ બોલ્યા કે, નંદરાજાએ સમગ્ર પૃથ્વીનું નાણું ભેગું કર્યું ને દાટ્યું ક્યાં તને ખબર છે. એમ બોલી મહારાજે હાથનો લટકો કરી મને કહે કે સમુદ્રના બેકડામાં દાટ્યું તેની પાસે વરાહ ભગાનનું હાડકું હતું. તેને લઈને સમુદ્રમાં આવતો જતો ને પછી બન્યું એવું કે નારદજી આવ્યા અને રાણીને કહે ઃ ‘નંદરાજા એની જુની રાણી મરી ગઈ છે. તેનું હાડકું તેના કોટનાં ખિસ્સામાં જ રાખે છે. આવી વાત નારદજીએ નવી રાણીને કરી. પછી રાણીએ તેને પીસીને વાટીને કઢીમાં નાખી દીધું પછી સાંજે જમવા રાજા-રાણી બધા જમવા બેઠા. ત્યારે રાણીએ રાજાને પૂછ્યું કે આજ રસોઈ કેવી થઈ છે ? ત્યારે નંદ રાજા કહે ઃ ‘તું રસોઈ બનાવે તેમાં કાંઈ ખામી ન હોય. ત્યારે રાણી બોલી કે, ઓલી જુની રાણીનું હાડકું વાટીને કઢીમાં નાખ્યું છે. એટલે આમ રાણી એટલું બોલી ત્યાં તો નંદરાજાનો શ્વાસ, પ્રાણ ઉડી ગયો અને
રાજા મરણ પામ્યો. મહારાજ કહે, નંદરાજાનું ક્યાંય કામમાં ન આવ્યું પણ તમારું નાણું લેખે લાગી ગયું. આમ ખૂબ જ રાજી થઈ આશીર્વાદ આપ્યા.
ઇ.સ.૧૯૮૦માં અમો અબુધાબી અલહુસેન કંપનીમાં કામ કરતા હતા, શુક્રવારે રજા હતી. મને એમ થયું કે, રામજીભગત મકવાણા તેને મળવા જાવ. હું સવારે ૮ વાગે મળવા માટે નીકળ્યો. રોડ પર ચાર રસ્તા પાસે ત્રણ કલાક ઊભો રહી ત્રણ ચાર કલાક કોઈ ટેક્તસી કે વાહન ન મળ્યું. મેં અંતરથી પાકું કરી લીધું હતું કે ગમે તે થાય જાવું તો છે જ, અહીંથી પાછું જવું નથી. હું ટેક્તસીની રાહ જોઈ ઊભો રહ્યો મને ૧૧-૩૦ વાગે ટેક્તસી મળી હું ટેક્તસીમાં બેઠો, ટેક્તસી પાંચ છ કિ.મી. આગળ ચાલીને શું થયું ? તો ટેકસી ફોરટ્રેક રોડ ટપીને રેતીના પારામાં ઘૂસી ગઈ. ટેક્તસીવાળો મને કહે, એક લાલ કપડાં પહેર્યાં હતા અને હાથ મેં લાકડી થા ઉસને આ કે એ ટેક્તસી રોકી. નહીંતર અપને મર જાને વાલે થા. આવી રીતે પ્રગટ ભગવાને અમારી રક્ષા કરી.
ઈ.સ.૧૯૮૦માં અમો દુબઈથી છૂટીને બીજા દિવસે મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં જઈ મહારાજને દંડવત્ત પ્રણામ કરી મહારાજની સેવા કરવા લાગ્યો. મહારાજ કહે કે, આજ તને ધર્મ-અર્થ, કામ અને મોક્ષ એ ચારેયની સિદ્ધિ પ્રાપ્ત થઈ ને મને વાસામાં થાપો મારી સિદ્ધિ પ્રાપ્ત કરાવી ને કહ્યું, તમો મારા અનન્ય ભક્ત છો. આ રીતે પ્રગટ ભગવાને મને રાજી થઈને આશીર્વાદ આપ્યા. તે દિવસે હું રાતે મહારાજના રૂમમાં સેવા કરતો હતો. મહારાજનો વાંસો દાબતો હતો ત્યારે મહારાજ બોલ્યા કે, ડોક દબાવ અને માથું દબાવ. ત્યારે મહારાજ કહે, મેં નજર કરી ત્યાં તો મારો ભગત દરિયામાં પડી ગયો છે ને મેં જોરથી માથું મારીને બીજા હોડકામાં ચડાવી દીધો. તે ભક્ત દુબઈવાળા કાનજીભગત સોજિત્રાને બાપાએ દુબઈમાં કોઈ ને કહ્યું નહોતું. હું દુબઈ ગયો ત્યારે કાનજીબાપાને પૂછ્યું કે, કોણ દરિયામાં પડ્યું હતું ? ત્યારે બાપાએ મને કહ્યું, હું જ દરિયામાં પડ્યો હતો. ત્યારે મેં કહ્યું, ત્યારે હું મહારાજને દાબતો હતો ને મહારાજ મને કહે ડોક દાબ. એક ભગત દરિયામાં પડી ગયા હતા તેની દિવ્યરૂપે રક્ષા કરી હું પાછો જૂનાગઢ આવી ગયો. આ પ્રગટ ભગવાનનો પરચો. ભગવાન ભક્તોની રક્ષા એ રીતે કરે છે.
ઇ.સ.૧૯૮૧માં અમો દુબઈથી કામ પૂરું કરી ઈન્ડિયા આવતા રહ્યા. હું જામવંથલી હતો ને મહારાજ પાસે હું જૂનાગઢ ગયો. મહારાજ આરામખુરશી પર બેઠા હતા. મેં મહારાજની દિવ્ય સેવાનો લ્હાવો લીધો. સવારમાં રૂપિયાનો સિક્કો અંગુઠા પર રાખી
ઉલાળ્યો ને મને કહે લઈ લે ! તે દિવસે ૧૧-૩૦ વાગ્યે બીજો સિક્કો અંગુઠા પર રાખી મહારાજે ઉલાળ્યો મને કહે લઈ લે પછી તે જ દિવસે ત્રણ વાગે હું રૂમમાં ગયો. મહારાજે સિક્કો લીધો ને અંગુઠા પર રાખી ઉંચે ઉલાળ્યો મને કહે આ લઈ લે તું. આવી રીતે મહારાજે એક દિવસમાં રાજીપાના ત્રણ સિક્કા મને આપ્યા પ્રસાદીના. બીજું તે વખતે મારું દિલ ઉદાસ હતું કારણ કે મારા નાના નાના ત્રણ બાળકો ધામમાં ગયા હતા ને મહારાજે મને કહ્યું કે, તું જા અને જામવંથલી ફુલવાડીમાં નારાયણબલી કરી નાખ. મેં જેઠ મહિનાની અમાસે ફુલવાડીમાં નારાયણબલી કરાવ્યું ને મહારાજે કહ્યું હતું કે, તું નારાયણબલી કરીશ ત્યારે બાર વાગે હું ફુલવાડી હાજર રહીશ ને મુંગે મુંગુ તે પિતૃ પાણી પી જાશે. આ રીતે મારી નડતર મટાડીને જે ત્રણ સિક્કા આપ્યા તે બાળકો રૂપે આપ્યા હતા. મને મહારાજે જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે કહ્યું કે, મારી મૂર્તિ જેવી મૂર્તિ ભગવાન તમોને આપે તેને રમાડો અને રાજી થાવ. આવા આશીર્વાદ ભગવાને મને આપેલા.
ઈ.સ.૧૯૮પમાં દુબઈમાં અમો પોરિયા કંપનીમાં ખલીવલીમાં કામ કરતા હતા. ત્યાં મારી પર મહારાજનો પ્રસાદીનો પત્ર આવ્યો, પ્રસાદીમાં લખેલ કે વાકમાં આવેલ જન રાજ્યનો ગુનેગાર નહીં થાય. આમ મહારાજે પત્રમાં લખેલ પછી તો મને થોડી ચિંતા જેવું થતું હતું. મેં ત્યાં કાનજી અને વશરામભગતને વાત કરી કે મહારાજે આ લખ્યું છે, માટે કંઈક થવાનું લાગે છે. પછી થોડા દિવસ પછી આમ બન્યું. ગિસેસ સાઈડ પર અમારી ભેગા બીજા ભક્તો સિવાયના હતા તે લોકો ત્યાં ગાર્ડનમાં ફરવા ગયા હશે તે બગીચામાં ખરાબ વર્તન કર્યું હશે. આવું બધું બન્યું ત્યારે હું અને જયંતિ પોરિયા બંને તો કાનજીબાપાને મળવા ગયા હતા તે રાતે જમીને કાનજીબાપાને ત્યાંથી અમારી ઉપર દરવાજા પાસે આવ્યો. ત્યાં તો સીઆઈડી પોલીસવાળાએ મારા અને જયંતી પોરિયા પર એક હાથ રાખી દીધો. અમારી રૂમે ગયા ત્યાં તો ત્યાં જે હતા તને પોલીસવાળા તો મારામારી કરતા હતા ને ત્યાં મને અને જયંતીને ઊભા રાખ્યા અને પોલીસ જેને મારતા હતા તેને પૂછ્યું કે જે ત્યાંથી ભાગી ગયા તે આ જ છે તે પછી લોકોએ ના પાડી. આ તો નથી. એટલે ત્યાં રૂમમાં દસ પંદર લોકો બેઠા હતા ત્યાં અમોને બેસાડી દીધા ને રાત્રો એક વાગે પોલીસ તેની બંને ગાડીમાં બેસાડીને પોલીસચોકીએ લઈ ગયા અમારી આગળ દસ-બાર લોકો હતા તેને તો જેલના કપડાં ચડ્ડી અને ગંજીયું પહેરાવી દીધા. છેવટે હું અને જયંતી પોરિયા બે બાકી રહ્યા. પોલીસની પાળી બદલાઈ અને બીજી પાળીવાળા પોલીસ આવ્યા. મને અને જયંતીને કહે, ક્યાં કિયા ? મેં કહ્યું, કંપનીમાં કામ કરું છું. તો તે કહે, કોઈ બાત નહીં ઇસ બાર જાને દેતા હું. આમ કહીને
અમોને છોડી મૂક્યા. આ રીતે મહારાજે અમારી રક્ષા કરી મુસીબતમાંથી ઉગાર્યા. આ પ્રગટ ભગવાનનો આ પ્રગટ પરચો છે.
ઇ.સ.૧૯૮૩માં હું દુબઈથી કામ પૂરું કરી દેશમાં વંથલી આવતો રહ્યો. પછી જામવંથલી ૧પ ર૦ ભક્તો અબુધાબી જવા માટે રૂપિયા દસ દસ હજાર બધાએ ભર્યા હતા. તે ભક્તો મને કહે, તમે આવો તો સારું. મેં કહ્યું, મારે આવવું નથી. પછી છગનલાલભગત કાચા મને કહે કે, આને તમે લીલીઝંડી આપશો તો જાશે. પછી આ ભક્તો મને કહ્યા કરે શું કર્યું આવવાનું ? જવાબ આપી હું થાકી ગયો. હું જૂનાગઢ મહારાજ પાસે ગયો. મહારાજે મને પૂછ્યું કે, શું કર્યું ? મે કહ્યું, શેનું ? મહારાજ કહે, અહીં રોકાવવાનું કે બહાર જવાનું ? મેં કંઈ જવાબ ન આપ્યો. મહારાજ મને કહે હવે તારે શું કરવું છે ? એટલે મેં કહ્યું, મહારાજ તમારે જેમ કરવું હોય તેમ કરો. ત્યાં તો મહારાજ બેઠા હતા. તે ગોઠણીયાભર થઈને મારા વાસામાં બે થાપા મારી કહે કે, એક દિકરાનો થાપો અને બીજો વિદેશ જવાનો થાપો. મહારાજે એવી ગોઠવણ કરી કે હું મુંબઈ ગયો. ત્યાં ઈન્ટરવ્યૂ, ડૉક્ટરી કરી પાંચમે દિવસે દુબઈ મોકલી આપ્યો.
ઈ.સ.૧૯૮૬માં મહારાજ ધામમાં જવાના હતા તે રાત્રો અમારે ત્યાં સભા હતી. તે દિવસે મોડી રાત્રો ત્રણ વાગ્યે મહારાજે મને જગાડ્યો અને કહ્યું, ઊઠ અને મારા ચરણ ચાટ. મેં મહારાજના ચરણ ચાટ્યા. પછી મહારાજે રાજી થઈને મને કહ્યું હું ક્યાંય ગયો નથી. તમારી ભક્તો ભેગો અખંડ છું. આમ મહારાજ ભક્તોની ભેગા જ છે.
આમ પ્રગટ ભગવાને શાંતિલાલ ભગત ઉપર ખૂબ જ રાજીપો અને હેત વરસાવ્યું છે. અને ભગતે ફુલવાડીની તન, મન અને ધનથી લાખો રૂપિયાની સેવા કરી છે. કુંકાવાવ, ફુલવાડી આદિક ધામોની સેવાઓ કરી છે અને આજ પર્યંત કરીને ભગવાનમય જીવન જીવી રહ્યા છે. ઘર પરિવાર પુત્રાદિકો પણ પ્રગટ ભગવાનનું ભજન સેવા કરી પ્રગટ ભગવાનની ભક્તિ કરી રહ્યું છે.