અનાદિ મુક્તરાજ કાનજીભગત વિરજીભગત ટાંક
બાલંભા, હાલ- સૂરત
અમે દુબઈમાં હતા ત્યારે અબુધાબીમાં દર શુક્રવારે સભા થતી એમાં અમે જતા. ત્યારે કથામાં આવ્યું કપિલદેવ ભગવાન અને દત્તાત્રોય ભગવાન હતા ત્યારે એ સમયે જણે જેણે ઓળખી લીધા એ તરી ગયા.એમ અત્યારે જૂનાગઢમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન હાજરા હજુર છે, માનો તો ભગવાન છે અને ન માનો તો મોટા સંત છે. એટલે મેં કહ્યું, હું માતાજીનો ઉપાસક છું, મારે સવા લાખ મંત્ર જાપ કરવાના છે. એમાં ૩પ૦૦૦ જાપ બાકી છે એ જાપ પૂરા થઈ જાય પછી વાત. આમ એક દિવસ થયો, બે દિવસ થયા અને ત્રીજા દિવસે અમારી ર૭ ફૂટ લાંબી ચાલીમાં ત્રણ પલંગવાળા રૂમમાં દરવાજો ખોલીને મહારાજ હાથમાં છડી-માળા અને થેલી લઇને સીધા મારી પાસે આવ્યા અને મહારાજ બોલ્યા, ભગત તમારે માટે આવ્યા છીએ. મેં કહ્યું, મહારાજ અહીં જીરાગઢનાં બે ભક્તો સૂતા છે તેને ઉઠાડું. મહારાજ કહે, ના અમે તમારે માટે જ આવ્યા છીએ અને હવે તમારે જાગવાનું છે આમ કહીને મહારાજ અદ્રશ્ય થઇ ગયા. પછી હું સૂતો નહીં અને સવારે શાંતિભગત બગીચાને વાત કરી કે, તમારા ગુરૂ મને દર્શન દેવા આવ્યા હતા. આમ મને ભગવાનના દર્શન થયા છે.
સમય જતાં મારે દેશમાં જવાનું થયું. મેં પ્લેનમાં બેસતાં પહેલાં નિયમ લીધો હતો કે, હવે દેશમાં જઈ મહારાજના દર્શન કરીને પછી જ પગરખાં પહેરીશ અને બહારનું પાણી પણ પછી પીશ. એમ ટેક લીધી. હું ઘરે ગયો ત્યાં મેં કહ્યું, મારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા જવું છે, એટલે અમે જૂનાગઢ ગયા. મહારાજના દર્શન કર્યા, દંડવત્ કર્યાં. જઇને જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજ કહે, બેસો. એટલે પછી હું ત્રણ ફૂટ દૂર બેઠો. મહારાજ બોલ્યા, મારી ઓળખાણ કોણે કરાવી ? મેં કહ્યું, શાંતિલાલ ભગતે. પછી મહારાજ મારી સાવ નજીક આવ્યા અને બોલ્યા, શાંતિલાલ મારો એકાંતિક સંત છે, તે ખરેખરું મારું કાર્ય કરે છે અને કરશે.
આમ મહારાજ પાસે બેઠા હતા અને બોલ્યા હતા. ત્યારે મારા મનમાં સંકલ્પ થયો કે જો મહારાજ ભગવાન છે તો મને પ્રહલાદની જેમ ખોળામાં લઈને ભેટશે, ચાહશે. ત્યાં મહારાજે મને લઈ ગળે હાથ મૂકી એના ખોળામાં ખગચી લીધો અને મને જેમ મા પોતાના બાળકને વ્હાલ કરે તેમ મને મહારાજે એકદમ ખોળામાં લઈ દીધો, આ રીતે મારો સંકલ્પ
પૂરો થયો. હવે તમે ભગવાન એ ભગવાન બસ. મહારાજને મેં પણ હાથે-પગે, પગના તળિયે ચુંબનો કર્યાં. આમ અંતર્યામી ભગવાને મારો સંકલ્પ પૂરો કર્યો. પછી મહારાજે હેમંતભગતને બોલાવીને કહ્યું કે, જાઓ બજારમાં પહેલાં આ ભગત માટે પગરખાં લઈને આવો. આમ બીજો સંકલ્પ પૂરો કર્યો.
હું જૂનાગઢ પહેલીવાર ગયો ત્યારે હું ચામુંડા મા નો ઉપાસક હતો તેથી મારી મા ચામુંડા મારાથી દસ ફૂટ આગળ હાલે અને હું જૂનાગઢ મહારાજ જૂની ઓરડીમાં રહેતા ત્યાં પહાગચ્યો. મહારાજ સામે માળા ફેરવે અને આમથી તેમ આંટા મારે ત્યારે હું માતાજીને પગે લાગ્યો અને ચામુંડા માં બોલ્યા તારો આજ ધણી છે. તું આજથી આમને જ ભજજે, આમને પરિપુર્ણ ઓળખી ભજી સેવી લેજે. ત્યાંતો મહારાજે હાથ લાંબો કર્યો તો મા ચામુંડા મહારાજના રૂપમાં સમાઈ ગઈ. ત્યાર પછી તો મહારાજે મારા અનેક સંકલ્પો પૂરા કર્યાં. અને ત્યારથી મેં મહારાજને મારા ઇષ્ટદેવ ભગવાન માન્યા.
બીજા દિવસે સવારે મારે મહારાજને નવડાવવા હતા. મહારાજે સ્નાન કરી લીધું હતું છતાં મહારાજ કહે, આ બે લોટા રેડી લે. મેં મહારાજને નવડાવ્યા. પછી મેં મહારાજને કહ્યું, મહારાજ તમે સ્વામિનારાયણ વખતે તમારા ગુરૂ પાસે બે વચન માગ્યા. પણ હું તમારી પાસે ત્રણ વરદાન માંગું છું. (૧) મારા કુટુંબમાં તમારું પ્રગટ ભગવાનનું ભજન થવું જોઈએ. (ર) પ્રગટ ભગવાનના ભક્તો મારે આંગણે આવવા જોઇએ. (૩) તમારી સેવા પૂજા મારી શક્તિ અનુસાર થતી રહેવી જોઇએ. આ ત્રણ વરદાન આપો. તે મહારાજે રાજી થઇ મને વરદાન આપ્યાં. પછી મહારાજ કહે, ચિન્હો જોવા છે. મેં કહ્યું, મહારાજ તમારા આખા શરીરે મેં ચુંબન કર્યાં. તમે મને ખોળામાં રમાડ્યો આમાં બધું મળી ગયું. મને બીજો કોઈ સંકલ્પ થયો જ નહીં. પછી તો મહારાજ રાજી થયા. હેમંતભગતને બોલાવી ફોટા પાડ્યા. ત્રણ ફોટા હેમંતભગતને પાડી દીધા.
ભગવાનની જેવી છે એવી ઓળખાણ મને દુબઈમાં કથા-વાર્તાથી થઈ. અમારા ઘરમાં મારા સસરા અક્ષરપુરુષોત્તમ વાળા એટલે વાદ-વિવાદ થતા. પણ મને મારી માતાજીએ મને આ ભગવાન પાસે મૂક્યો છે, તે બીજું કેમ મનાય. મને ભગવાનની ઓળખાણ થઈ એટલે ઘરના મને ભજન કરવામાં ના ન પાડે પણ આ ભગવાન મારા ઘરના ગોદાવરીબેનને દર્શન આપે તો હું માનું અને મહારાજે ઘરનાને પણ ઘણીવાર દર્શન આપ્યા.
એક વખત અમારી બાજુમાં એક ભાઈ રહે તેને મહારાજના દર્શન કરવા હતા પણ
તેની પાસે સમય નહીં માટે અમે જૂનાગઢ દર્શને જતાં ત્યારે ૧૦૦-ર૦૦ રૂપિયાની સેવા મોકલે પણ એ સ્વયં ક્યારેય જૂનાગઢ આવી શક્યા નહીં. મહારાજ ધામમાં ગયા પછી એક વખત એ પાડોશીને મહારાજે દર્શન દીધા અને કહ્યું, અમારે કાનજીભગતના ઘરે જાવું છે. પાડોશીએ અમારું ઘર બતાવ્યું, દરવાજો ખટખટાવ્યો પણ અમને એટલી નીંદર આવી ગઈ કે અમારાથી દરવાજો ઉઘડ્યો નહીં. બીજા દિવસે પાડોશીએ વાત કરી તમારા ગુરૂ આવ્યા હતા અને આ ગુલાબનું ફુલ મને આપ્યું. મેં કહ્યું, તમારે મહારાજના દર્શન કરવા જૂનાગઢ જવાનો સંકલ્પ હતો તે તમારો સંકલ્પ પૂરો કરવા મહારાજે તમને દર્શન આપ્યા.
એક વખત અમારી નાની છોકરીઓએ લાલજી મહારાજ પાસે કાંઇક માંગ્યું ત્યારે મહારાજે દર્શન દઈ સાકરના ગાંગડા આપ્યા. આમ ભગવાન પોતાના વ્હાલા ભક્તોની સંભાળ રાખતા. એક વખત હું અને હેમંતભગત મહારાજની સેવા કરતા હતાં. હેમંતભગત વાંસો દબાવતા હતા અને હું પણ વાંસો દબાવતો હતો ત્યારે મને થયું મહારાજ ના પાડે નહીં ત્યાં લગી વાંસો દબાવી સેવા કરવી છે, વાંસો દબાવતાં દબાવતાં હું વાંસાના દર્શન કરતો હતો. તેમાં વાસામાં આકાશગંગાની જેમ દર્શન થયા અને આજુબાજુ તારોડિયા દેખાયા અને ૧ાા કલાક વાંસો દબાવ્યો મને પરસેવો વળી ગયો. પછી મહારાજ કહે, ભગત કિર્તન બોલો. એટલે અમે દુબઈમાં કિર્તન બોલતાં એ કિર્તન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામિનારાયણ બોલો. અનાદિ શ્રીકૃષ્ણનારાયણ, શ્વેતાયન બોલો. ઘનશ્યામ હરિ શ્રીકૃષ્ણ બોલો, શ્વેતાયન બોલો, અનાદિ નારાયણ બોલો. આમ કિર્તન બોલ્યો એટલે મહારાજે તેના સાથળ પર બેસાડી ફરી આ ધૂન બોલાવી. આમ મહારાજે આપણાં ઉપર કૃપા કરી આવા દર્શન અને આવા સુખ આપ્યા છે, એ ભગવાન હવે કેમ કરીને ભૂલાય.
એક વખત મારે બાલંભાથી જૂનાગઢ મહારાજના દર્શન કરવા જવું હતું પણ ખિસ્સામાં પૈસા ન મળે ત્યારે બાલંભાથી ટ્રક લાકડા ભરી જતો હતો તેમાં ટ્રકવાળાને લાકડા ભરાવી એના ભેગો રાજકોટ આવ્યો, રાજકોટથી ભાડું ખર્ચી જૂનાગઢ આવ્યો. મહારાજને પગે લાગી રરપ રૂ. મહારાજને સેવામાં આપી તેમાંથી મહારાજે ૧રપ રૂ. પાછા આપ્યા અને કહે બાલંભા કેવી રીતે પહાગચીશ ? આમ અંતર્યામી ભગવાન ભક્તોનું ધ્યાન રાખતા.
દેવી-દેવતાઓ ભગવાનના ભક્તોના પણ દર્શન કરવા આવતા હોય એમ એક વખત કેશુબાપા બગીચાના પગના અંગૂઠામાં ત્રણ ભમરા ચુંબન કરીને મહારાજની મૂર્તિમાં લીન થતાં મેં જોયા છે.
એક વખત મને પરમધામ કેવું હશે એવો સંકલ્પ થયો. ત્યારે મહારાજ દર્શન દઈ કહે, હાલો ભગત. અમે પહેલાં જૂનાગઢ ગયા ત્યાંથી પરમધામ જવા ઉપડ્યા. રસ્તામાં અલગ અલગ ધામો વૈકુંઠ, ગોલોક, બદ્રીકાશ્રમ, શક્તિઓનો લોક, પ્રકૃતિ પુરૂષના લોક આવ્યા પછી અક્ષરધામ આવ્યું ત્યાંથી પરમધામમાં આવ્યા. ત્યાં સર્વ મુક્તો માટે સ્વતંત્ર બંગલા અને એક એક ગરૂડ, એક એક હાથી દ્વારે ઊભા છે. ત્યાંના ભક્તોને જ્યાં જવું હોય ત્યાં હાથી કે ગરૂડ ઉપર બેસીને જાય અને ભગવાનનો બ્રહ્મમહોલ એવડો મોટો છે કે બ્રહ્મમહોલને અનેક થાંભલાઓ છે આમ પરમઘામમાં દિવ્ય આનંદ અને સુખ સુખનાં ભંડારો છે. અક્ષરધામથી પર એવું પરમધામ છે. પરમધામમાં ભક્તોના સ્વતંત્ર બંગલા છે, પરમધામના તેજથી અક્ષરધામ બનેલું છે અને એ અક્ષરધામનાં સીમાડામાં બીજા ધામો વસેલા છે, આમ ભગવાને પોતાનાં પરમઘામનું રહસ્ય સમજાવ્યું. નોતી દીઠી, નોતી સાંભળી પ્રગટે પ્રગટાવી રીત રે. આવું પૂર્વે કોઈ અવતારમાં સાંભળ્યું ન હતું, જોયું ન હતું. એવું ભગવાને આ વખતે બતાવ્યું, પ્રગટાવ્યું, સુખ આપ્યાં. આવા પરમધામના ધામી સર્વ બ્રહ્માંડો-ઈશ્વરો તેના સંકલ્પ માત્રથી ચાલે છે એવા પુરૂષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. આવા ભગવાન ભક્તોના દુઃખને હરે છે અને સુખ આપે છે.
એક વખત મહારાજના દર્શન કરવા જવું હતું ત્યારે કુટુંબીઓ કહે, તારા ગુરૂ એવા સમર્થ છે તો તારા બીમાર ભાઈને જૂનાગઢ લઈ જા. એટલે હું, મારા બાપુ અને મારા ભાઈ જૂનાગઢ ગયાં ત્યાં મારો ભાઈ મહારાજની સાથે એકી-બેકી રમવા લાગ્યો. મહારાજ કહે, મારો દિકરો મને છેતરવા આવ્યો છે. મહારાજ કહે, વિરજીભાઈ આના નામની પાંચ માળા કરો હમણાં સારું થઈ જશે. મારા બાપુ કહે, સવારે ઉતારે જઈને કરીશ. પછી મહારાજ કહે, અમને પાંચ વિઘા જમીન સેવામાં આપો. વિરજીભાઈ કહે, કાલે વિચારીને કહીશ, એટલે મહારાજ કહે, આ બીમાર છોકરાં પાછળ ખર્ચા થાય ત્યારે જમીન વેચાય પણ પ્રગટ પ્રત્યક્ષની વાત ન મનાય તેની કમાણી આમ જ જાય. પ્રત્યક્ષના વચન ઝીલી લ્યે તો મફતમાં કામ થઈ જાય. આમ અમારા કબીરપંથીવાળાને કંઈ મનાયું નઇ અને બધું ગુમાવ્યું. પછી મહારાજ કહે, તું સૂરત જા. ત્યાં કામધંધા કરજો. ભક્તિ કરજો. મળ્યા ભગવાન મુકજો નહીં, ભગવાન ભજજો.
એકવાર વિદેશથી આવી હું મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મેં કોરો ભગવો શર્ટ પહેર્યો હતો. ત્યારે બજારમાંથી સફેદ ગુલાબ મળ્યા તેથી સફેદ ગુલાબનો હાર મેં મહારાજને
પહેરાવ્યો ને નારિયેળ મહારાજ પાસે મૂક્યા એટલે મહારાજ બોલ્યા, આ સફેદ ફુલ પવિત્ર છે. એ સફેદ ફુલની જેમ પવિત્ર રહેવું અને તમે પવિત્ર છો તો વધારે પવિત્ર રહેવું. તે મેં ભગવું શર્ટ કોરું પહેર્યું હતું તેમાં ગાજ-બટનમાં એક દોરો લાંબો રહી ગયો હતો તે મહારાજે એ દોરાને ખગચીને દરવાજા બહાર ફગક્યો એટલે એ દોરો ઉડતો ઉડતો દરવાજા બહાર નીકળી ગયો. મહારાજ કહે, આ ગાજ-બટનની જેમ રહે એટલે શરણાગતિ મંડળમાં ભેળા રહેશો તો ટકશો અને આ દોરાની જેમ બહાર ગયા તો કાકા, મામા, ભાઈ, ભત્રીજા બધા વળગશે અને ભગવાન મુકાવી દે માટે ગાજ-બટનની જેમ ટકી રહેવું. તો ભગવાનનો આનંદ આવે. ભગવાને જે જમાડ્યા-રમાડ્યા, વ્હાલ કર્યું તે દર્શન થાય. આમ આ બધા લાભો તે મને મળ્યા. જો માતાજીના ભૂવા થઈ ગયા હોત તો આવા પ્રગટના લાભો ન મળત.
અમે અહીં સૂરત રાંદેર મંદિરમાં મહારાજની સેવા-પૂજા કરતા ત્યારે એક મહિનામાં ર૬ વખત મુર્તિમાં મહારાજે હાર વધાર્યા. તે દર્શન આપી મહારાજે સૌ ભક્તોને ખૂબ રાજી કર્યાં.
ભગવાન રાજી થઈને મોટી ઉપમા આપે પણ ભગવાનનો ભક્ત એમ વિચારે કે હે પ્રભુ હું તો તમારો દાસ છું, મારી કોઈ એવી સામર્થી નથી. તમારે લઈને હું મારી નૈયા હલાવી રહ્યો છું, ડુબાડો કે તારો તમારા હાથમાં છે. તો તારનારા ભગવાન છે. ભગવાન કોઈની નૈયા ડુબાડતા નથી. આ જીવને ભગવાનનું કે ભગવાનના ભક્તનું વચન સમજ્યામાં આવતું નથી. એટલે પોતાના મનથી કલ્પના કરીને મને મહારાજે એમ કહ્યું છે. એમ જાણીને બીજાઓ પાસે પોતાના મનની કલ્પનાઓથી સેવા ભક્તિ કરે છે, કરાવે છે. એટલે તેના ફળ સ્વરૂપ બધાં સુખ દુઃખ ભોગવાય છે.
ભગવાન તટસ્થ મૂર્તિ છે, ભગવાન કેવળ સત્યના પક્ષમાં છે. પછી ભલેને પોતાના દીકરા હોય, લક્ષ્મીજી હોય, રાધાજી હોય કે પોતાના અનન્ય ભક્ત હોય પણ સામે છેડે નિર્દોષ ભાવનાવાળો સમર્પણભાવ વાાળો નાનામાં નાનો ભક્ત હોય અને સામે ભગવાનનો મહા મુક્ત હોય પણ નાના ભક્તનાં સત્યમાં બંધન નાખનારો હોય તો પણ ભગવાન નિર્દોષ ભાવના ભરેલા સમર્પણ ભક્તિવાળા નાનામાં નાના ભક્તના પક્ષમાં ભગવાન રહે છે. આ વાત સ્પષ્ટ અને સારમાં સાર છે, સત્ય છે. આટલી વાત સમજાય જાય તો કોઈનો કોઈથી અપરાધ થાય જ નહીં. ભગવાનને સર્વકર્તા જાણી પોતાને માથે કંઇ ન રાખે તેની રક્ષામાં ભગવાન હોય જ છે.
ગોદાવરીબેન કાનજીભગત ટાંક, ગામ ઃ બાલંભા હાલ- સૂરત
કાનજી ભગત ઇ.સ.૧૯૮૪માં દુબઈ હતા ત્યારે ભગતને દુબઈમાં પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ અને દુબઈથી ઘરે મહારાજની ચિન્હવાળી મૂર્તિના ફોટા મોકલ્યા અને પત્રમાં લખ્યું કે આ પ્રગટ ભગવાન સાક્ષાત અત્યારે જૂનાગઢ બિરાજે છે અને આપણાં ઘરમાં જે કાંઈ માતાજીના કે બીજા ફોટા છે તે બધાં એકબાજુ મૂકી આ ફોટો તે મંદિરમાં પધરાવજે. એટલે મેં વિચાર્યું કે આ મારા લગ્ન વખતે કહેતા કે હું સાધુ થઈ જાઉં. મને સંસારમાં રસ નથી. એટલે આને કોઈકે એવી વાતો કરી છે કે તે મને મૂકીને હાલ્યા જાશે. એટલે મેં ખોટા બીમારીના પત્ર લખી દેશમાં બોલાવી લીધા. તે દેશમાં આવ્યાને કહ્યું, આ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ ભગવાન છે અને આપણે તેના જૂનાગઢ દર્શન કરવા જવાનું છે. આમ અમે જૂનાગઢ આવ્યા ત્યારે મને કહ્યું કે, તારે ભગવાનના દર્શન કરવા છે એટલે મહારાજ પ્રદક્ષિણા કરતા હતા અને ભગતે બતાવ્યા કે આ મહારાજ ભગવાન છે પણ એ વાત મને મનાઈ નહીં.
અમે દેશમાં આવ્યા અને ભગતને પાછા દુબઈ જવાનું હતું. એટલે મને મનમાં થયું આ ભગવાન ભગવાન કહે છે પણ જો ભગવાન હોય તો મને માણકી ઘોડી ઉપર બેઠેલા દર્શન થાય ત્યારે રાત્રો તે પ્રમાણે ચિન્હવાળી મૂર્તિમાં મને દર્શન થયા પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી બે વખત સંકલ્પ કર્યો બે વખત મહારાજના દર્શન થયા. એટલે ભગવાનો નિશ્ચય પાકો થયો. પછી તો દુબઈથી ટપાલ આવી મહારાજની આઠમ ઉજવજો તે અમોએ સૌ ભેગા મળી આઠમ ઉજવી. ત્યારે મહારાજે પ્રસાદીપત્રમાં આશીર્વાદ આપ્યા.
ત્યારબાદ એક વખત હેમંતભગત અમારે ઘરે આવ્યા ત્યારે મેં હેમંતભગત પાસે માફી માંગી. હું ભગવાન ઓળખતી નહોતી ત્યારે તમારે વિશે ઘણું આડું-અવળું બોલી છું તો મને ક્ષમા કરજો પછી હેમંતભગતે મહારાજના ઐશ્વર્ય, પરચાની ઘણી વાતો કરી. મહારાજનો આવો મહિમા જાણી હું મહારાજનું સ્મરણ કરતી ત્યારે એ વર્ષમાં હું સાત વખત મારા નાના નાના બાળકોને જૂનાગઢ લઈ જતી અને મહારાજના દર્શન કરી પાછી આવતી.
એક વખત મને થયું કે આજે મહારાજના દર્શન કરીને જ અહીંથી ઉઠવું છે. એટલે હું જૂનાગઢ મંદિરના ઓટલે બેઠી હતી. ત્યાં દોઢ-બે કલાક બેઠી ત્યારે મહારાજ ત્યાંથી નીકળ્યા અને આશીર્વાદ દેતા દેતા આગળ નીકળી ગયા.એક વખત મારા છોકરા સાથે રૂ.રપ દઈ અને બીજા સાથે બેન હતા તેના રૂ.રપ દઈ મહારાજ પાસે મોકલ્યો ત્યારે મહારાજે કહ્યું,
આમાં તમારા પૈસા ક્યા ને તમારી સાથે આવ્યા તેના રૂપિયા ક્યાં ? તે મને મારો છોકરો પૂછવા આવ્યો. એટલે મેં કહ્યું, આ આપણાં ને આ પાડોશીના. આમ મહારાજની સેવા દર્શનનો લાભ મળ્યો.
એક વખત હું જૂનાગઢ દર્શન કરવા ગઈ ત્યારે મને થયું સૌ ભક્તોને સેવાનો લાભ મળે છે તો મને પણ સેવા આપો નહિંતર મહારાજ હું અહીંથી જઈશ નહિં. આમ સંકલ્પ કર્યો ત્યારે મહારાજે દિવ્યરૂપ ધરી મનનાં મનોરથ પૂરા કર્યા. આવા પ્રગટ ભગવાન છે, જ્યારે જ્યારે સંભાર્યાં ત્યારે ત્યારે દર્શન આપ્યા છે, રક્ષા કરી છે.
એક વખત જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે એ જાણીને કેમે કરી ચેન ના પડે અને રોઈ રોઈને દિવસ કાઢ્યો. રાત્રો પણ હું રોતી રોતી પથારીમાં પડી હતી ત્યારે મહારાજે દર્શન દીધા અને કહે હું ક્યાંય ગયો નથી. હું મારા ભક્તો ભેળો જ છું, તું કિર્તન બનાવ. એટલે મેં તે જ રાત્રો કાગળ-પેન લઈને કિર્તન બનાવવા બેઠી ત્યાં પહેલું કિર્તન ઃ ‘‘શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી હો પ્રેમથી પધારજો'' અને બીજું કિર્તન ઃ ‘‘હારે સુખ આપ્યા પ્રગટે દુઃખ કાપ્યા.'' આવા બે કિર્તનો બનાવ્યા તેથી મહારાજ બહુ રાજી થયા આમ કિર્તનો ઘણાં બનાવ્યાં છે. એમાંથી અમુક કિર્તનો મહારાજ વાંચીને ઘણાં રાજી થયા છે જે કિર્તનોમાં છેલ્લે રાધાનું નામ આવે છે તે કિર્તનો મારા બનાવેલા છે.
એક વખત મને એવો વિચાર આવ્યો કે મહારાજ કેવી રીતે બાળપણમાં ભગવાન તરીકે રહ્યા હશે ? ત્યારે મને એવા દર્શન થયા કે, કુંકાવાવમાં એક મોટો વડ હતો ત્યાં છોકરાઓ રમતા હતા એમાં મહારાજે ખાખી ચડ્ડી અને બુસ્કોટ પહેર્યો હતો આવા દર્શન થયા.
એક વખત મારા મોટા બાપાનું ઘર મંડાવવા એક છોકરી સાથે નક્કી થયું હતું પણ છોકરી ભાગી ગઈ ત્યારે ઘણાં કહેતા આ છોકરીથી છૂટું કરવામાં તમારું ઘરબાર વહગચાઈ જશે. ત્યારે પ્રગટ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન પાસે નારિયેળ મૂક્યું ત્યારે બે કલાકમાં નારિયેળ ફૂટી ગયું. આમ આખો મહિનો દરરોજ નારિયેળ રાખું ને બે કલાકમાં નારિયેળ ફૂટી જાય. આમ ૩૦ દિવસ નારિયેળ ફૂટયાં. આમ પ્રગટ ભગવાનની કૃપાથી તે એક મહિનામાં સામે ચાલીને આવ્યા અને સંબંધ છૂટો કરી ગયા, આમ ભગવાને રક્ષા કરી.
આમ જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ભગવાન આપણી રક્ષા કરે છે, જરૂર જણાય ત્યાં દર્શન પણ આપે છે અને પરચા પૂરે છે.
મારા એક દિયર દયાળજીભાઈ છે. તેને મગજમાં તકલીફ એટલે બહું તોફાન કરે અને નુકસાન કરે અને ગાંડપણ વધારે. ત્યારે મને થયું કે, આ મારા દિયરનું સારું થાય. એટલે જૂનાગઢ મહારાજ પાસે લઈ જવા વિચાર્યું. ત્યારે ચાવડાના ટપુલાલભગત અને મારા સાસુ, મારો દિયર અને મારા કાકાજી સસરા અમે જૂનાગઢ આવ્યા. ટપુલાલભગતને કહ્યું, મહારાજને અમારા વતી કહેશો આને સારું કરી દિયે. એટલે મહારાજ કહે, આના પૂર્વના કર્મ એવા છે તે એમને ભોગવવા પડશે. એટલે મહારાજ કહે, આ મા-દિકરો સૂરત જશે ને તો ત્યાં ભજન કરવા નહીં દિયે. આટલું મહારાજ બોલ્યા ત્યારે બીજા દિવસે સવારની આરતીમાં અમે ગયા ત્યાંથી આ મારો દેર ભાગી ગયો. એટલે મને થયું હવે હું કુટુંબને તથા મારા સાસુ તેને શું જવાબ આપું. ત્યાં મહારાજને કહેવરાવ્યું. મહારાજ કહે, તે જ્યાં છે ત્યાં સુખી છે. તમે કહો તેને બાલંભા મોકલું કે સૂરત. એટલે મેં કહેવરાવ્યું મહારાજ હવે એ તમારે જે કરવું હોય તે તમે જ કરજો. આમ મારા સાસુ, કાકા વાત જાણીને બાલંભા ગયા, હું એક દિવસ રોકાઈ અને સૂરત ગઈ. આમ મહારાજે મારી રક્ષા કરી.
સૂરત પ્રગટ ભગવાનનું ભજન કરવામાં કોઈ માયા નડી નહીં. પ્રગટ ભગવાન હાજરા હજુર વર્તતા હતા. એક વખત અમારી બાજુમાં રાંદેરમાં ખોજા કુટુંબ રહે. તેને મહારાજનો ગુણભાવ. તેથી અવારનવાર લાલજી મહારાજના દર્શન કરવા આવે ત્યારે એણે મહારાજની માનતા રાખી મારા ઘરે પારણું બંધાય ત્યારે પ્રગટ ભગવાનની કૃપાથી તેમને સારા દિવસો દેખાયા અને સમય નજીક આવ્યો, હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડીલિવરી થવામાં તકલીફ પડવા લાગી ત્યારે આ બેને પ્રગટ ભગવાનને સંભાર્યાં ત્યારે મહારાજે દર્શન આપ્યા અને તેના માથા પાસે આવી આશીર્વાદ આપ્યા ત્યારે ડીલિવરી થઈ તો બે જોડિયા બાળકોને જન્મ થયો. આમ પ્રગટ ભગવાનની કૃપાથી ઘણા હેતસ્વી ભક્તોને દર્શન, પરચા, ચમત્કાર આપી શરણે લીધા છે.