પરચા ૧૪૦

જૂનાગઢ ધામ મંદિરમાં બાલમુકુંદ ભવનના વાસ્તુ-સમૈયાનું વર્ણન...

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનને કર્મભૂમિ જૂનાગઢ ધામે સ્વામિનારાયણ મંદિરમાં શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ મહારાજના નિવાસ માટે જે ભવ્ય અને દિવ્ય બાલમુકુંદ ભવનનું નિર્માણ કર્યું હતું તેના વાસ્તુ-સમૈયાનો જે ઉત્સવ ઉજવાયો હતો ત્યારે દેશ-વિદેશથી ભક્તો આવ્યા હતા ત્યારે પૂનાથી પણ ઘણા ભક્તો આવ્યા હતા. તેમણે કરેલું વર્ણન નીચે પ્રમાણે છે.....

સંવત ર૦૪રને શ્રાવણ સુદ-૧૧ને તા.ર૬-૮-૮પને સોમવારે પૂના ફુગેવાડીથી જૂનાગઢ જવા માટે સવારે ૮ વાગ્યે અમો ૧૧ ભક્તો રવાના થયા. આ ૧૧ ભક્તો પૂના સ્ટેશન ગયા ને ત્યાંથી દશ વાગ્યાની ટ્રેનમાં બેસી રવાના થયા ને બોમ્બે સેન્ટર અમો બધા ત્રણેક વાગ્યે પહાગચી ગયા અને તે દિવસે પાછી અગિયારસ હતી તો ત્યાં સ્ટેશનની વીસીમાં બધા ભક્તો એ ફરાળ કર્યું ને ત્યાર પછી બે અઢી કલાક બધા સ્ટેશનમાં બેઠા. ત્યાં તો ટ્રેન પ્લેટફોર્મ પર આવી તરત જ બધા ભક્તો જૂનાગઢ જવા માટે ટ્રેનમાં બેઠા. પ્રગટ ભગવાનની કૃપાથી બધા ભક્તોને જગ્યા મળી ગઈ ને ૬-ર૦ કલાકે ટ્રેન ઉપડી ત્યાં એક અજાણ્યા ભક્ત અમારી બાજુમાં આવ્યા ને અમો એ તેને બેસવાની જગ્યા આપી અને તે સૂરત ઉતરવાના હતા ને નાની ઉંમરના હતા અને તેની પાસે બે પુસ્તિકા હતી અને તે પુસ્તિકા મહારાજે લખેલી હતી.

જ્યારે મહારાજ કાશીમાં ભણતા'તા ત્યારની લખેલી હતી. તે અમને બતાવી કે જુઓ આ પુસ્તકમાં કોઇને જલ્દી સૂઝ ન પડે તેવી છે. બહુ વખત વાંચે ત્યારે સૂઝ પડે તેમ છે, તો તમે જુઓ. અમોએ જોઇ ત્યારે તે પુસ્તક લગભગ પચાસેક વર્ષ પહેલાની લખેલી હતી. એક ગુજરાતીમાં અને એક ઇંગ્લીશમાં લખેલી હતી. ગુજરાતીમાં હતી તેનું નામ અભિનંદન ગ્રંથ ટુંકાણમાં હતું. તે થોડીવાર વાંચ્યું ને વાતો કરતા કરતા સમય નીકળી ગયો. ત્યાં તો વિરમગામ સ્ટેશન આવ્યંું ત્યાં સ્ટેશનમાં સવારે નાહી-ધોઈને ટ્રેનમાં પૂજાપાઠ કરી ત્યાં તો ટ્રેન ઉપડી ને પછી સવારે નવ થી દસ વાગ્યા વચ્ચે બધા ભક્તો રાજકોટ સ્ટેશનમાં તા.ર૭-૮-૮પના રોજ ઉતર્યા. ત્યાંથી એસ.ટી. બસ સ્ટેન્ડે ગયા ત્યાં બસની રિઝર્વેશન ટિકિટ લઇ ૧૧ વાગ્યાની બસમાં બેઠા અને ત્યાંથી અમારી સાથે વંથલી તથા જીરાગઢના નવા ભક્તો

મળ્યા અને બધા સાથે જ જૂનાગઢ પહોચી ગયા અને બસ સ્ટેન્ડથી રિક્ષા કરીને બધા ભક્તો મંદિરે આવ્યા ત્યાં તો હેમંતભગત સામે જ મળ્યા અને બધાએ તેને જય સ્વામિનારાયણ કર્યા અને તેમણે ઉતારાની ચાવી લાવી આપી.

પછી પૂના શરણાગતિ મંડળ એક રૂમ તેમાં અમોએ ઉતારો કર્યો અને અમો બધા હેમંતભગત સાથે હાથપગ ધોઈ બપોરે જમવા માટે ભંડારમાં ગયા અને જમીને પછી મહારાજના જૂના નિવાસસ્થાને ગયા ત્યાં તો મહારાજ સૂતા હતા. ઊઠીને નાહી-ધોઈને પોતાના ભક્તોને દર્શન દેવા માટે આવ્યા ને પ્રસાદીનું જળ બધા પર છાંટ્યું. ને બધા પર મહારાજે પોતે પોતાનો વરદ હાથ મૂક્યો પછી મહારાજ પોતાના આસન પર બિરાજ્યા. પછી અમોએ મહારાજને દંડવત્, પ્રણામ કર્યા, પગે લાગીને મહારાજ સામે બેઠા ત્યારે મહારાજે પૂછ્યું કે, તમો બધા જમ્યા ત્યારે બધાએ હા પાડી. મહારાજે કહ્યું કે, શું ગાડીમાં જગ્યા મળી ગઈ હતી ને ? ત્યારે અમો બધાએ હા પાડી ને કહ્યું કે, તમારી કૃપા અને દયાથી જગ્યા તો મળી જાય ને !

પછી મહારાજે અમોને બધાને પ્રસાદી આપી ને બધાએ ખાધી છતાં પણ પ્રસાદી વધી. પછી મહારાજ બોલ્યા કે, હજી બીજી વખત લઈ લ્યો. ત્યારે બધા ભક્તોએ પ્રસાદી બીજી વખત ખાધી પછી વળી મહારાજ બોલ્યા કે, તમોને બધાને આમંત્રણ પત્રિાકા મળી હતી કે નહીં ? ત્યારે બધાએ હા પાડી. મહારાજ થોડીવાર શાંત રહી મહારાજે પ્રગટ ભગવાનના દર્શન કરવાની રીત શીખવી તો કેમ ? (તો માનસીપૂજામાં મહારાજનું ધ્યાન કરવું ને મહારાજને સંભારવા અને વૃત્તિ ભગવાનમાં જ જોડી દેવી પછી જમણી આંખને જમણી બાજુ દબાવવાની પછી હળવે હળવે દબાવતા એકદમ જમણી બાજુના ખૂણા પર નજર લાવવાનીને જોવાનું ત્યારે એક દાળ જેવડું પીળું ચક્કર દેખાશે પછી વૃત્તિ તો એક ભગવાનમાં જ રાખવાની બધી જગ્યાએથી વૃત્તિને સંકેલી એક પ્રગટ પ્રભુમાં વૃત્તિ જોડવાની અને પછી તો તે તલ જેવડા ચક્કરને જોવાનું. તેના મધ્યમાં ભગવાન સ્વયં દેખાશે.

પછી આંખ દબાવ્યા વગર બંધ આંખોની નજર નાકની દાંડી પર લાવવાની ને પછી ભગવાનમાં વૃત્તિ રાખીને માનસી પૂજા કરવી તો જ્યારે નાકની દાંડી પર ભગવાન દેખાશે ત્યારે ભગવાનને કહો હવે થોડા છેટા જાવ ત્યારે આસ્તે આસ્તે એકદમ છેટા જાય ત્યારે તે ભગવાન નાના દેખાશે. પછી મહારાજને કહેવાનું કે, હવે નજીક આવો. પછી મહારાજ નજીક આવે ત્યારે મહારાજને કહેવાનું કે, હવે તમે અહીં જ ઊભા રહો. હું દૂર જાઉં છું. પછી

આપણે દૂર જવાનું પણ જ્યારે એકદમ મહારાજ નાના દેખાય ત્યાં સુધી જવાનું પછી પાછું મહારાજ પાસે આવવાનું તો જ્યારે આવી રીતે બધી જગ્યાએથી વૃત્તિ સ્થિર થઈ ભગવાનમાં જોડાય ત્યારે તમે આંખ બંધ કરો એટલે તરત ભગવાનનાં દર્શન થાય છે.

તો પછી તમારે કોઇએ મને કાગળમાં લખવું નો પડે કે, મહારાજ દર્શન દેજો, કૃપા કરજો. આટલી વાત કરી પછી બધા ભક્તો આનંદમાં આવી ગયા અને મહારાજ પણ બહુ જ રાજી થયા પછી અમારી પાછળ તો બીજા ઘણાં ગામના ભક્તો દર્શને આવ્યા હતા. તેથી મહારાજ કહે, હવે કામકાજ હોય તે કરો. ત્યારે અમો બધા કામકાજ હતું તેમાં લાગી ગયા, કોઈ ભક્તો સભામંડપમાં લાઉડસ્પીકર લગાવતા હતા. તેની મદદમાં લાગી ગયા, કોઈ ભક્તો ભંડારમાં કામકાજ ચાલું હતું ત્યાં કામમાં લાગ્યા અને કોઈ ભક્તો ફુલોના મોટા મોટા તોરણ બનાવવામાં લાગ્યા. ત્યાં તો સંધ્યા આરતીનો સમય થયો. બધા ભક્તો સાથે અમે પણ દેવોની આરતી માટે મંદિરમાં ગયા ત્યાં આરતી-દર્શન કરી અમો બધા ભક્તો ભંડારમાં જમવા માટે પહાગચી ગયા ને જમીને પછી કોઈ ભક્તો પોતાના ઉતારે ગયા અને કોઈ ભક્તો કાંઈ સેવાનું કામકાજ હતું તેમાં લાગ્યાં અમો બધા મહારાજના દર્શને ગયા ત્યાં મહારાજના દર્શન કરી અમો પૂના શરણાગતિ મંડળે બધા ભક્તોએ મળી મહારાજની પૂજા-આરતી કરી પ્રસાદ જમાડ્યો.

પછી બધા ભક્તોએ મહારાજ સાથે ફોટા પાડ્યા હતા અને પછી અમો બધાએ પોતપોતાની યથાશક્તિ મુજબ મહારાજને સેવા આપી ને કામ પૂરું થયંુ અને પછી તો પાછા બીજા ભક્તો મહારાજના દર્શને આવતા જ હતા તેથી મહારાજ બોલ્યા જે હવે જાઓ કાંઈ કામકાજ હોય તો કરો, ત્યારે બધા ભક્તો તથા અમે પણ મહારાજના નવા નિવાસસ્થાને (બાલમુકુંદ ભુવન)માં આવ્યા અને જેનાથી જે કામ થઈ શકે તે કામ કરવા લાગ્યા અને કોઈ ભક્તો મહારાજનો જે રૂમ હતો તેમાં યજ્ઞ કુંડ બનાવવા લાગ્યા. તો કોઈ ભક્તો ફુલોના હાર બાંધવા લાગ્યા. કોઈ ભક્તો લાઈટો લગાડવા લાગ્યા કોઈક તો વળી ફુલોના તોરણો, કોઈ ભક્તો લાઈટોના તોરણો બાંધવા લાગ્યા અને કોઈક તો કેળના સ્તંભ અને આસોપાલવના પાનના તોરણો તથા ફુગાના તોરણો બાંધવા લાગ્યા. તેવી રીતે ફુગા, લાઈટ, ફુલોના તોરણોથી બાલમુકુંદ ભવનને અંદર અને બહારથી બહુ જ સારી રીતે શણગારી હતી. ત્યાંથી વીડિયો,કેમેરાવાળા ફિલ્મ ઉતારવા પહાગચી ગયા ને બાલમુકુંદ ભુવનના ફોટા લેવા લાગ્યા. કોઈક હરિભક્તો પોતાના કેમેરાથી પણ ફોટા પાડતા હતા અને પૂરા બાલમુકુંદ ભવનને

અંદર અને બહારથી શણગારીને પછી કોઈ ભક્તો પોતાના ઉતારે આરામ કરવા ગયા.

અમો અને કેટલાંક બીજા હરિભક્તો અગાશી પર ગયા ત્યાં કથા-વાર્તા કરી હતી. અને તે સમયે ગોવિંદજી મહારાજ પણ હાજર હતા અને પછી વાતો ચાલુ જ હતી કે, જામવંથલીથી કોઈ નાના નાના ભક્તો ચાલીને જૂનાગઢ આવ્યા આવી રીતે વાતચીત થતી હતી અને બધા ભક્તો બહુ જ આંદનમાં હતા. ત્યારે સર્વે શરણાગતિ મંડળ શ્રીહરિ પ્રગટ પ્રભુના કેફમાં જ હતા અને સમય ઘણો પસાર થઈ ગયો.

સવાર પડવાના સમયે બે કલાક બધા ભક્તોએ આરામ કર્યો કારણ કે, બીજે દિવસે સવારના એટલે કે તા.ર૮-૮-૮પના રોજ વાસ્તુનું મુહૂર્ત તથા હવન, ધૂપ, ધૂન, ભજનનો પ્રોગ્રામ હતો. માટે સર્વે ભક્તોએ બે કલાક આરામ કર્યો અને બીજે દિવસે સવારે તા.ર૮-૮-૮પની સવારે બે બસ આવી ગયા પછી નાહી-ધોઈને પૂજા-પાઠ વિધી કરી પહેલા તો કોઈ કોઈ ભક્તો પ્રગટ પ્રભુજીના દર્શન કરવા મહારાજના જૂના નિવાસસ્થાને ગયા ત્યાં મહારાજના ઓરડામાં જઈને બેઠા અને શાંતિથી મહારાજ દાતણ-પાણી કરીને નહાવા બેઠા ને પછી મહારાજ કહે કે, સૌ થોડો થોડો લ્હાવો લો. ત્યારે બધા ભક્તો વારાફરતી પાણીના લોટા ભરી ભરીને મહારાજને નવડાવવા લાગ્યા અને મહારાજ નાહીને પછી પૂજામાં બેઠા.

અમો બધા વારાફરતી એક પછી એક દર્શન કરતા ગયા અને પાછા બીજા ભક્તો હાજર હતા તેટલા બધાના મહારાજ સાથે બેસીને ફોટા પાડ્યા હતા ત્યારે મહારાજ ખૂબ રાજી થઈ બોલ્યા કે, હવે તમારે કોઈને જે કામકાજ હોય તે કરો. ત્યારે કોઈ ભક્તો મંદિરમાં દેવના દર્શને ગયા અને કોઈ કામકાજે સેવા કરવામાં લાગી ગયા ને સવારનો સમય હોવાથી બધાએ ચા-પાણી પીધા ત્યાં તો મહારાજ થોડીવારમાં મહારાજના નિવાસસ્થાનેથી મહારાજ દેવના દર્શને તથા પોતાના ભક્તોને દર્શન દેવા માટે મંદિરમાં આવ્યા અને મહારાજ મંદિરમાં આવ્યા ત્યારે વીડિયો કેસેટ ઉતારવાનું ચાલુ જ હતું ને મહારાજ દેવના દર્શન કરવા ગયા અને ત્યાંથી પોતાના બધા ભક્તોને દર્શન આપ્યા.

મહારાજ પ્રદક્ષિણા કરતા હતા, ભક્તો પણ સાથે હતા. મહારાજના ફોટા પાડ્યા હતા ને થોડીવાર પછી મહારાજ તથા બધા ભક્તો ગુણાતિતાનંદ સભા મંડપમાં આવ્યા અને મહારાજ સભામંડપમાં મંચ પર બિરાજ્યાં અને સૌ સંતોથી પહેલા બેઠા હતા ને તે સમયે સંતો પણ ઘણા હાજર હતા ને મહારાની બાજુમાં કોઈ પાછળ આવી રીતે બેઠા હતા.

શરણાગતિ મંડળના ભક્તો પછી શાના જાલ્યા રહે ? બધા ભક્તો ફોટા પાડવા માંડ્યા અને તે સમયે પણ વીડિયો કેસેટ ઉતારવાનું ચાલુ જ હતું. થોડીવારમાં તો એક સ્વામીજીએ સ્તુતિ બોલીને પછી ધૂન બોલાવવાનું ચાલુ કર્યું. ત્યાં તો કોઇ બે ભક્તો હતા તે બધા બેઠા હતા ત્યાં મહારાજ સામે નાચવા લાગ્યા પછી ધૂન પૂરી થઈ હતી પછી એક બીજા સ્વામીજીએ પ્રવચન ચાલું કર્યું હતું.

મહારાજને વિષે ઘણાં સંતોએ જય જયકાર કર્યો અને પછી મહારાજ પોતે પ્રવચન કરવા ઊભા થયા. જાણે કોઈ બેરિસ્ટર કે વડા પ્રધાન ઊભા હોય તેની જેમ પાછળ હાથ રાખીને પ્રવચન કરવા માંડ્યા. ત્યારે વીડિયો કસેટ તથા ફોટા તો પાડવાના ચાલુ જ હતા અને મહારાજના ગળામાં ગુલાબનો હાર બહુ જ હતા જાણે કે, હમણાં મહારાજ આગળ ઝૂકી જશે તેમ અને પ્રવચન કરી બધાને આશીર્વાદ આપ્યાને મહારાજ બહુ રાજી થયા હતા પછી મહારાજ પોતાના આસને બિરાજ્યા ત્યાં તો બધા ભક્તો તથા સાધુ-સંતો પણ તાળી વગાડવા માંડ્યાને ગડગડાટી બોલે પછી કોઇ બીજા સ્વામીજીએ પ્રવચન ચાલું કર્યું અને પેહલા તો વાત કરી કે, મને એક ભક્તે કહ્યું કે, તમે કૃષ્ણવલ્લભાચાર્યજીને કેવા માનો છો ? તો તે સ્વામીએ કહ્યું કે, હું તો પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ માનું છું. આટલું બોલ્યા ત્યાં તો તાળીઓનો ગડગડાટ થયો. જે માણસને પોતાની જિંદગીમાં હસતો નહીં જોયો હોય તે માણસ આજે આ સભામંડપમાં હર્ષના આંસુડા પાડવા લાગ્યા હતા. તો આ બધું પ્રગટ પ્રભુજીની કૃપા અને મહારાજનો રાજીપો બહુ જ હતો. બાલમુકુંદ ભવનનું કામ ચાલું થયું હતું ત્યાંથી પૂરું થયું ત્યાં સુધીમાં મહારાજ પોતે ક્યારેય બાલમુકુંદ ભવનમાં ગયા જ નહોતા પણ આજે તા.ર૮-૮-૮પના રોજ હવન તથા મુહૂર્ત હતું તેથી જવાના છે.

આમ એક સ્વામીજીએ વાત કરીને બેસી ગયા અને પછી થોડીવારમાં પ્રવચન પૂરું થયું ને મહારાજ પોતે પોતાના હાથે સાધુ તથા શરણાગતિ મંડળના ભક્તોને તથા બીજા ઘણાં ભક્તોને હાર પહેરાવ્યા અને પછી સભા વિસર્જન થવાના સમયે મહારાજને બધા પગે લાગતા હતા. ત્યાં પ્રભુજીએ ક્યું પ્રકરણ ચલાવ્યું કે તરત જ બધા ભક્તો એકી સાથે ઊઠ્યા અને મહારાજ કહે આજ લાભ લઈ લ્યો. ત્યાં તો બધા ભક્તો મહારાજને હાથ લગાડવા માટે ઉપરા ઉપર પડે. જાણી ભગવાને કોઈ જ બીજી રીતની દૃષ્ટિ કરી હોય ને તેવું વાતાવરણ થઈ ગયું અને હેમંતભગત તથા કોઠારી સ્વામી ના પાડે પણ પછી ભક્તો શાના જાલ્યા રહે ?

માંડ માંડ બધા ભક્તોએ મહારાજને છોડ્યાં પછી મહારાજ પોતાના નિવાસસ્થાને

ગયા પછી ભક્તો મંદિરમાં આરતી કરી બપોરે બધા સંતો જમવા બેઠા અને પેલી બાજુ બાલમુકુંદ ભવનમાં હવન, ધૂપ તથા પૂજા વિધિ ચાલુ કરી ત્યાં મહારાજ આવ્યાં હતા. પછી મહારાજે પણ અગ્નિ દેવની આરતી ઉતારી હતી અને હવનના મુહૂર્તમાં પૂજામાં હરિકૃષ્ણ ભગવાનજીભાઈ જાવીયા તથા જામનગરના ભક્ત આ બે ભક્તો પૂજામાં બેઠા હતા તેના પણ ફોટા પાડી વીડિયો ઉતાર્યા હતા. પૂજા પૂરી થયા પછી મહારાજે બ્રાહ્મણોને દક્ષિણા આપી ને બધાને આશીર્વાદ આપીને પછી મહારાજ પોનાના ઉતારે ગયા અને આ બાજુ મંદિરમાં સભામંડપમાં સંતો જમ્યા પછી બધા હરિભક્તો જમ્યા અને મહારાજ તરફથી બધા સંતોને એક એક થાળી-વાટકો (અક્ષયપાત્ર) ભેટ આપ્યો હતો અને જે ભક્તોએ બાલમુકુંદ ભવન માટે જેણે સેવા આપી હતી તેને પણ એક એક થાળી-વાટકો (અક્ષયપાત્ર) પ્રસાદીનો મહારાજ તરફથી આપ્યો હતો ને સમૈયો પૂરો થયો હતો અને બપોર પછી કોઈ ભક્તો દામોદર કુંડે તો કોઈ નારાયણ ધરે નાહવા ગયા હતા.

સાંજે આરતી કરીને પછી જમી આવીને મહારાજના દર્શને આવ્યા હતા. ત્યાં પણ મહારાજે ઉપદેશની ઘણી વાતો કરી અને બધા ભક્તો આનંદમાં આવી ગયા. પછી મહારાજ બહુ જ રાજી થયા હતા પછી બધા ભક્તો પોતપોતાને ઉતારે ગયા અને સૂઈ ગયા પછી સવારે તા.ર૯-૮-૮પના રોજ ઊઠીને નાહી-ધોઈ, પૂજા-પાઠ, નિત્યવિધિ કરી મહારાજના દર્શન કરી આવ્યા પછી તો બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો. વંથલીની બે બસ તથા રાજકોટની બે બસ કુંકાવાવ જવા માટે નીકળી ત્યારે મહારાજે સર્વે સેવકો, ભક્તોને ઘણાં સમય સુધી દર્શન આપ્યા હતા ને પછી બધા ભક્તોએ રજા લઈને બસ ઉપાડી પછી અમો બધા પૂના મંડળવાળા પણ પોતાના સમય પ્રમાણે રજા લઈને જવા માંડ્યા આવી રીતે આ બાલમુકુંદ ભવનનાં વાસ્તાના સમૈયામાં મહારાજના લીલા ચરિત્ર દર્શન સાથે રાજીપાથી સમૈયો પૂરો થયો હતો.