અનાદિ મુક્તો - દેવાણી પરિવાર (પટેલ સમાજ)
મોટી કુંકાવાવ
ભારતની પવિત્ર ભૂમિ પર યુગો યુગોથી ભગવાનનાં અવતારો થતાં આવ્યા છે. ક્યારેક ભગવાન બ્રાહ્મણ કૂળમાં પ્રગટ થયાં છે, ક્યારેક ક્ષત્રિાય કૂળમાં પ્રગટ થયાં છે, ક્યારેક યાદવ કૂળમાં પ્રગટ થયા છે. આ રીતે ઘણાં કૂળમાં ભગવાને પ્રગટ થઈ તે કૂળને પણ પાવન કર્યું છે અને પોતાના ધર્મ સંસ્થાપનાના મોક્ષના કાર્યને પૂર્ણ કર્યું છે. દર વખતે ભગવાનનાં અવતારો અલગ અલગ કૂળમાં પ્રગટ થયા પણ આ વખતે તો વિશેષ કૃપા કરી અવતારોના અવતારી પરાત્પર પરબ્રહ્મ સ્વયં પોતે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ દેવાણી કૂળમાં (પટેલ સમાજ)માં પ્રગટ થયાં. કુંકાવાવ જેવા મહાન તિર્થમાં માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણના ખોળે પ્રગટ થયાં. તે બંને પણ સ્વયં મહાલક્ષ્મી અને મહા વિષ્ણુનારાયણના જ અવતાર હતા.
મહારાજની હયાતીમાં કડિયા સમાજના અનેક મુક્ત ભક્તોએ મહારાજને પરિપૂર્ણ ઓળખીને મહારાજની આજ્ઞા પ્રમાણે સેવાનો લાભ લઈને વિશેષ રાજી કર્યાં હતા. પરંતુ ત્યારે દેવાણી પરિવાર મહારાજને પોતાના કૂળના બાપા તરીકે વિશેષ માનતા. ભગવાનપણાનો પૂર્ણ મહિમા ત્યારે તેમને બહુ નહોતો, પરંતુ સમય જતાં મહારાજનાં મુક્ત ભક્તોના કથાવાર્તાના યોગે કરીને ધીરે ધીરે આજે દેવાણી પરિવારમાં ઘણાં ભક્તો મહારાજનો પરિપૂર્ણ મહિમા જાણી ભક્ત થઈ વિશેષ મહારાજના મંદિરમાં અને ઉત્સવોમાં તેમજ મંડળમાં પણ તન-મન-ધનથી સેવાનો લાભ લઈ રહ્યાં છે.
મહારાજના કુંકાવાવના દેવાણી પરિવારના આંબામાં ઘણાં ભક્તો એવા છે જે સહપરિવાર મહારાજનાં શરણાગત ભક્ત છે. તેમજ સર્વ પ્રકારે સેવાભક્તિ દ્વારા મહારાજને રાજી કરી રહ્યા છે તે દરેક ભક્તોના વડીલોના નામનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. જેના વંશ-વારસાગત પણ મહારાજના જ ભક્તો છે.લિંબાબાપા દેવાણીના પાંચ પુત્રો ઃ ૧. ગોપાલબાપા, ર. માવજીબાપા, ૩. હરજીબાપા, ૪. ગોવિંદબાપા, પ.લક્ષ્મણબાપા. ગોપાલબાપાના ચાર પુત્રો ઃ ૧. ભગવાનબાપા, ર. પોપટબાપા, ૩. વલ્લભબાપા, ૪. કુંવરજી (શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ)
ભગવાનબાપાના ચાર પુત્રો ઃ ૧. મોહનભગત, ર. જેરામભગત, ૩. આણંદભગત, ૪. ભીમજીભગત.પોપટબાપાના ત્રણ પુત્રો ઃ૧. દિલુભગત, ર. ભીખાભગત, ૩. રવજીભગત.
માવજીબાપાના ચાર પુત્રો ઃ ૧. કાનજીબાપા, ર. દેવરાજબાપા, ૩. હરિબાપા, ૪. રામબાપા.કાનજીબાપાના ત્રણ પુત્રો ઃ ૧. મૂળજીભગત, ર. વિરજીભગત, ૩. કેશુભગત.દેવરાજબાપાનો એક પુત્ર ઃ નાથાભગત.રામબાપાના ત્રણ પુત્ર ઃ ૧. લાભુભગત, ર. પ્રેમજીભગત, ૩. મોહનભગત.
હરજીબાપાના બે પુત્ર ઃ ૧. લાલજીબાપા, ર. જીવરાજબાપા.લાલજીબાપાને એક પુત્ર ઃ પરષોત્તમભગત.જીવરાજબાપાને બે પુત્ર ઃ ૧. મનજીભગત, ર. આંબાભગત.
ગોવિંદબાપાના બે પુત્ર ઃ ૧. નરસીબાપા, ર.વશરામબાપા.નરસીબાપાના ત્રણ પુત્ર ઃ ૧. પરષોત્તમભગત, ર. શામજીભગત, ૩. પરબતભગત.વશરામબાપાને બે પુત્ર ઃ ૧. પ્રેમજીભગત, ર. દેવજીભગત
લક્ષ્મણબાપાના ત્રણ પુત્ર ઃ ૧. કરસનબાપા, ર. જીવરાજબાપા, ૩. રામબાપા.કરસનબાપાના ત્રણ પુત્ર ઃ ૧. નારણભગત, ર. નાનજીભગત, ૩. હરિકેશવસ્વામીજીવરાજબાપાને એક પુત્ર ઃ નાથાભગત.રામબાપાને એક પુત્ર ઃ અરજણભગતના પુત્ર અશ્વિનભગતના પુત્ર રોનક ( કે.પી. સ્વામી)
નાગધ ઃ અહીં જે વડીલોની નામાવલી આપેલ છે તે માત્ર મહારાજના કૂળની ત્રણ પેઢી સુધીની જ નાગધ છે. તેના વંશ-વારસદારોના નામાવલીની માહિતી (દેવાણી પરિવારના આંબામાં) વિગતવાર છે. જેની નાગધ લેવી.