અનાદિ મુક્તરાજ શાંતિલાલભગત કેશવજીભગત બગીચા
જામવંથલી, હાલ- રાજકોટ
અનાદિ મહામુક્તરાજ પૂજ્ય કેશવજીભગત બગીચાને ત્યાં પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી પૂજ્ય શાંતિલાલભગત બગીચાનો જન્મ જામવંથલીની પવિત્ર ભૂમિ પર થયો છે.
મહારાજ જ્યારે જામવંથલી પધારતા ત્યારે શાંતિલાલભગત નાની વય પણ પ્રગટ ભગવાનની ભક્તિ, સમજણ, સેવા અને બાળ ઘનશ્યામ મંડળીમાં ભગવાનના રાસ રમવા, ભગવાન ભેળા પધરામણીએ જવું અને પ્રગટની જ કથા, ભક્તિ કરવી અને કરાવવી. દેવરાજભગત પણ વંથલીમાં રહી ખેતીકામ કરે પરંતુ ભગવાનમાં પ્રેમ અતિશય, હેત જબરું, સમજણ ઊંચી અને દર્શન કરવા અને કરાવવા, જીવને ભગવાનનું સુખ અંતરમાં જડાઈ જાય તેવી ભાવના. આ બગીચા પરિવારના કેશુબાપા, શાંતિલાલ ભગત, દેવરાજભગત આદિક બધા ભક્તોને દિવ્ય સમજણ. મહારાજ સ્નાન કરે ત્યાં સુધી દેવરાજભગત અને કેશુભગત મહારાજ વહેલી સવારે ગામમાંથી કંકાવટી વટાવીને બગીચાવાડીએ આવે ત્યાં સુધી ભેગા ભેગા ચોકીદારની જેમ ભગુજીની જેમ રખેવાળી કરે. આવા શુરવીર ભક્ત જે ભગવાનને વહાલા હતા.
ભક્તોને હજારો-હજારોની સંખ્યામાં શાંતિલાલ ભગતે ઓળખાણ કરાવી. પ્રગટ ભગવાનનું ભજન, મંત્ર, દિક્ષાઓ, શરણાગતિ આપીને ભગવાનના ભક્તો કર્યાં છે. શરણાગતિ મંડળની ન્યાતને વધારી દીધી છે. આ અલૌકિક વાત છે. જેના રોમેરોમ મહારાજનું ભજન કરવું, કરાવવું. ભક્તોની સંભાળ લેવી. ભગવાનને રાજી કરવા. ભક્તોને રાજી કરવા. ફુલવાડીની પોતે જાતે સેવા કરી અને હજારો ભક્તો ફુલવાડીની સેવાઓ કરાવવી. આ પણ એક મોટો ચમત્કાર જ કહેવાય. મહારાજની આજ્ઞાથી મુંબઈ જઈ કામે જતા પણ ભજન કરવું, કરાવવું. મંદિર, મૂર્તિ, સેવા કરવી, ફંડ-ફાળા મંદિર માટે કરવા. પ્રગટ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન અપાવવું. એમણે એમનાં જીવનનું આજ લક્ષ્ય ગણ્યું છે.
શાંતિલાલભગતના પરિવાર-પુત્રો, ધર્મપત્ની લાભુબેન પણ પ્રગટ ભગવાનનું ભજન કરનારા ફુલવાડી મંદિર બનતું હતું ત્યારે આ બગીચા પરિવારની બેનો હોય કે ભક્તો
હોય પણ ભક્તોને જમાડવા. અંગસેવાઓ કરવી આ બધી સેવાઓ કરતા અને મહારાજનો રાજીપો લીધેલા ભક્તો છે. ફુલવાડીના પાયામાં મોટા મોટા રૂમો જેવડા ખાડામાં એક ગાડીમાં એક જ પથ્થર આવે અને તે ઉતારવો, તેની મજૂરી પણ તે વખતે માગઘી લાગતી. ભક્તો તે વખતે નાની વયના પણ ભગવાનની દિવ્ય સમજણવાળા હેતવાળા હતા. હિરજીબાપાની આજ્ઞાથી નાની વયના બાળકો જેવા ભક્તો આજે તો પુત્ર પરિવારવાળા થઈ ગયા. પરંતુ તે વખતના હસમુખ રામજી, જાદવજી કેશવજી, ધીરુભગત, વજુભગત, હરિકૃષ્ણભગત, રમેશભગત આદિ ભક્તો અગાઉ જે રીતે ગાડીમાંથી પથ્થરો ઉતારતા તે રીતને જાણી લઈ પોતે અંગસેવાથી ઉતારી નાખતા. હિરાબાપા તે વખતે પણ આ નાના નાના ભક્તોની સેવાથી રાજી થઈને લાડવા અને પ્રસાદી જમાડતા, રાજી કરતા. ફુલવાડીમાં મંદિર બંધાતું ત્યારે હિરાબાપા બાઈઓ કે ભાઈઓ જેની જરૂર હોય તેને હાકલ કરી બોલાવતા ત્યારે જાણે મહારાજની આજ્ઞા થઈ હોય તેમ એક જ પડકારે ભેગા થઈને બાઈઓ-ભાઈઓ વંથલી-ચાવડાના ભક્તો આવીને આ ફુલવાડીની સેવા કરતા અને આજે મહારાજના રાજીપાથી મૂર્તિ, મંદિર, સમૈયો, ઉત્સવો થયા છે તે આજે આ બધું થયું તે સુલભ લાગે છે. પરંતુ અગાઉના સમયાં જે પ્રતિકૂળતાઓ હતી. નબળી સ્થિતિ હતી પણ સેવા, આજ્ઞામાં કુરબાન થઈ જવું, તે જ લક્ષ્ય હતું. તેથી જ આવા વંથલી-ચાવડાના અને તમામ શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ અનેક કઠણાઈઓ વેઠી સેવાઓ કરી છે અને ભગવાનને રાજી રાખ્યા છે. તેવા આ પ્રગટને વહાલા ભક્તોએ બ્રહ્માંડોને પણ જયજયકાર વડે સેવાઓ વડે ગજાવીને ડંકો વગાડી દીધો છે.
ધન્ય છે, વંદન છે આવા પ્રગટ ભગવાનના લાડીલા એકાંતિક ભક્તોને. જે આજે બધી મુસીબતો ન ગણીને પસીનાની કમાણીથી દેશ-વિદેશના ભક્તોએ પ્રગટ ભગવાનની અને ફુલવાડીની સેવા કરી છે. તેમજ અનેક સુંદર કિર્તનોની પણ રચના કરી છે.
શાંતિલાલભગત બગીચાને જ્યારે મહારાજે જનોઈ દિક્ષા આપી ત્યારે ઈશ્વરભગત બગીચા બાજુમાં જ બેઠેલા હતા અને પૂનાવાળા ઓધવજી ટપુ મનાણી પણ બેઠા હતા અને મહારાજે શાંતિલાલ ભગતને કહ્યું, તમે શર્ટ કાઢી નાખો, પછી મહારાજે પણ ગંજીયું પહેર્યું હતું તે કાઢી નાખ્યું અને બોલતા જાતા હતા કે આજ રીતે તમને બ્રાહ્મણ કરવા છે. પછી મહારાજે જનોઈ પોતાના શરીરથી ઉતારીને શાંતિલાલ ભગતને પહેરાવી અને કંઠી પણ પોતાની પહેરાવીને બોલ્યા, જેમ આચાર્યોને દિક્ષા આપી છે તેમ તમને દિક્ષા આપીએ છીએ.
પછી મહારાજે જનોઈનો ઈતિહાસ પોતે કહ્યો અને બોલ્યા, તમે જનોઈ કાને ચડાવો તો ભલે અને ન ચડાવો તો ભલે આ બ્રાહ્મણ વાળી જનોઈ નથી. ઉપદેશ કરતા રહેજો અને સત્સંગ વધારતા રહેજો. તમે જેને કંઠી બાંધી મંત્રદીક્ષા આપશો તે ભક્ત અમારી સર્વોપરી ઉપાસના રાખી અમારી આજ્ઞા પ્રમાણે ધર્મ-નિયમમાં રહી પવિત્રપણે જીવન વ્યતીત કરી અમારી સેવા-ભક્તિ કરશે તેને અમે આ લોકમાં તો મહાસુખીયા કરશું તેમજ અંત સમયે અમારા પરમધામમાં તેડી જઈશું ને ચરણસેવામાં રાખશું. તમે જ્યારે સત્સંગ વિચરણમાં જાવ ત્યારે એકલા ન જવું. સાથે સેવક-ભક્તને રાખવા. તેમજ કોઈ તમારું ગુરુભાવે પૂજન-સેવા કરે ત્યારે આત્મામાં અખંડ અમારું સ્મરણ કરવું. જ્યારે જમો ત્યારે બાજુમાં બીજાને એક કોળિયો જમાડીને જમવું તેમજ કથા-વાર્તા કરવા કોઈ આસન પર બેસો ત્યારે પહેલા તે આસન પર હાથ ફેરવી પછી બેસવું ને અમને યાદ કરી સત્સંગ કરવો આવી અનેક આજ્ઞાઓ કરી.
એકવાર ભક્તો જૂનાગઢ દર્શને ગયા. શાંતિલાલભગત ભેળા ભક્તો હતા. વિદેશની સેવાઓ ભગવાન માટે અંગત સેવાઓ ભગતે નામ લઈ લઈને સેવાઓ અર્પણ કરી. ધનનો ઢગલો કર્યો. આ જોઈ મહારાજ ખૂબ રાજી થયા. પછી બોલ્યા કે, હવે મારે તમને શું આપવું ? ત્યારે શાંતિલાલ બગીચાવાળા કહે, મહારાજ તમે અત્યારે જેવા ભક્તો ઉપર રાજી છો તેવા કાયમને માટે રાજી રહેજો. આવા ભગવાનને પણ સુખદ પળો અપાવી ભક્તોને રાજી કર્યાં છે. ભક્તોએ ધાબળા, ગાલીચા, વસ્ત્રો, પાગરણ, તેલ, અત્તરો, પુસ્તક, કલમો વડે સાધન સામગ્રીઓથી મહારાજને રાજી કર્યાં છે. જેમાં શાંતિલાલ બગીચાવાળા પણ સહભાગી હતા. વિદેશમાં વર્ષો સુધી કથામૃતપાન, પ્રગટની ભક્તિ, કથા-વાર્તા કરીને કરાવી છે. પોતે સેવાઓ કરી છે અને કરાવી છે. દેશમાં પણ આજ પર્યંત જેના જીવનમાં પ્રગટ પ્રભુનું લક્ષ્ય, જીવનમંત્ર છે. ભક્તોને પ્રગટ ભગવાનની ભક્તિ કરવી-કરાવવી, ફુલવાડી-કુંકાવાવ-જૂનાગઢની સેવા કરવી અને કરાવવી તેમજ જ્યાં જરૂર હોય ત્યાં નવા ભક્તોને માટે નૂતન મંદિર કરવા. આ જીવનમંત્રને સાર્થક કરી આજપર્યંત તેઓ એક સંતસમાન જીવન જીવી, ગૃહસ્થાશ્રમમાં પુત્ર-પરિવાર, ધર્મપત્ની બધા જ આનંદે જીવન જીવી ભગવાનની ભક્તિ કરનારા ભાગવત્ કુટુંબ છે.
આખો બગીચા પરિવાર અને ડાયાબાપા બગીચા પરિવારના દિકરા-દીકરીઓ, બેનો-ભાઈઓ આત્મનિવેદી, સર્વ નિવેદીભક્તિ પરાયણ થઈ આજ પર્યંત મહારાજને રાજી કરનારા ભક્તોને ધન્ય છે.
નાગધ ઃ અનાદિ મુક્તરાત પૂજ્ય શાંતિલાલભગત બગીચાની અમૃતવાણી કથામાંથી થોડી ઉપદેશ અને મહારાજના પરચાની વાત અહીં રજૂ કરેલ છે.
અમારા દાદા ડાહ્યાબાપા બગીચાએ જામવંથલી ગામમાં કંકાવટી નદીના કાંઠે પોતાની વાડીમાં સુંદર બગીચો બનાવ્યો હતો. તેમાં વૃક્ષો, વેલી, પક્ષી બધાય દેવપુરુષો, મુક્તો હતા. તે પ્રગટ ભગવાનની લીલાના દર્શન કરવા ધામોમાંથી વૃક્ષોના અવતાર લઈને લાભ લેવા આવ્યા હતા. તેથી ડાહ્યાબાપાના વંશનું નામ બગીચા પરિવાર (ભાગવત્ કુટુંબ) પડ્યું હતું અને આ બગીચા નામ મહારાજે સ્વયં આપ્યું હતું.
એક દિવસે મહારાજે એવી કૃપા કરી કે- ડાહ્યાબાપાના ખભા પર હાથ રાખી હાલ્યા અને ધોરિયાની વચ્ચે મહારાજ બાથ ભરીને તેમને ભેટ્યા. મહારાજ બોલ્યા કે, ‘‘ડાયાભગત મંદિરે જવાય તો ય ભલે ને ન જવાય તો ય ભલે, નવાય તો ય ભલે, ન નવાય તો ય ભલે, માળા ફરે તો ય ભલે અને ન ફરે તો ય ભલે. અમે આવી તમને અમારા પરમધામમાં લઈ જઈશું.'' આ વચન મહારાજ બોલ્યા છે. શું કામ બોલ્યા મહારાજ આ વચન ? કારણ કે, ડાહ્યાબાપા શિયાળો હોય કે ચોમાસુ હોય કે ઉનાળો હોય છતાય મહારાજને નહાવા માટે સવારે પ વાગ્યે પાણી તૈયાર રાખતા અને બગીચાના ઝાડ પરથી પાકેલા ફળો મહારાજ માટે પ્રસાદી રાખતા એટલા માટે મહારાજે આ વચન આપ્યું હતું.
એક વખત શિયાળો હતો ત્યારે મહારાજ સવારે નાહ્યા પછી ડાહ્યાબાપાએ મોટું તાપણું કર્યું હતું ત્યારે મહારાજ ત્યાં આવ્યા અને મહારાજ બોલ્યા કે, ‘‘કહો તો હજાર વર્ષ પહેલાની વાત કરીએ અને કહો તો હજાર વર્ષ પછીની વાત કરીએ... ત્યારે ડાહ્યાબાપા અને અમર મા બંને બોલ્યા કે અમારું ભલું કેમ થાય એમ કહો. અમે ગામડાંના અભણ માણસો અમને કાંઈ ખબર પડે નહીં.'' મહારાજે પોતે કહ્યું કે, ‘‘ભગત તમારી વાડીએ રોજ સવારે નાહવા આવે છે એ પ્રગટ ભગવાન છે. આટલું સમજી રાખજો, બાકી તમારે કાંઈ કરવાનું બાકી નથી રહેતું.'' મહારાજની આજ્ઞા હતી કે, આ વાડીએ જે કોઈ આવે તેને ચા-પાણી પાવા એ નિમિત્તે અમારા આ પ્રસાદીના કૂવાનું પાણી પીશે. આ પાણીથી અમે ખૂબ નાહ્યા છીએ, અહીં ગંગાજી હાજર છે.
કુંકાવાવમાં પ્રતિષ્ઠા ઉત્સવ થયા પછી બધા ભક્તો (બગીચા પરિવાર) જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજના બાલમુકુંદ ભવનમાં મોટી સભા ભરાઈ એટલે પરષોત્તમભગત બોલ્યા, ‘‘આજ તો મહારાજ પ૦૦ પરમહંસોની સભા થઈ એવી સભા
થઈ છે.'' ત્યારે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન બોલ્યા કે, ‘‘ભગત આ વેળા તો પ૦૦ ને પ૦૦ હજાર. ત્યારે બધા ભક્તોને આશીર્વાદ આપ્યા કે, પરદેશમાં બધા કમાવા જાવ અને ખૂબ સુખી થાઓ. અમે દિલની લગડીના આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ સુખી થાઓ.'' એ દિવસે મહારાજ બધાને દિક્ષા આપતા હતા. એટલે ડાહ્યાબાપા કહે, આ બધું શું છે ? એટલે શાંતિભગતે કહ્યું કે, ‘‘મહારાજ બધાને કંઠી પહેરાવે છે.'' ડાહ્યાબાપા કહે કે, આપણે પણ પહેરી લઈએ. બજારમાં ગયા સાકરનું પડીકું લઈ આવ્યા, ફુલનો હાર અને શ્રીફળ લઈ આવ્યા. પછી ડાહ્યાબાપા મહારાજ પાસે બેઠા એટલે મહારાજ કહે કે ડાહ્યાબાપા આ બધું શું છે ? એટલે ડાહ્યાબાપાએ કહ્યું કે- ‘‘બધાને દિક્ષા આપો છો તો મનેય આપી દો.'' એટલે મહારાજ ડાહ્યાબાપાની સામે જોઈને કહે કે, ‘‘૧૮ ગુરુ તો કર્યા છે, હવે કેટલા કરવા છે એટલે ડાહ્યાબાપાએ કહ્યું કે, ‘‘અઢાર ભલે કર્યા પણ છેલ્લા ઓગણીસમાં ગુરુ તમે.''
એક વખત મહારાજ ઉપર આંગળી કરી ડાહ્યાબાપાને ઈશારો કર્યો કે, ‘‘ધામમાં કે'દી જેવું છે. એટલે ડાહ્યાબાપા મહારાજને કહે કે, ‘તમે અહીં બેઠા છો અને હું ધામમાં જઈને શું કરું ? પહેલા તમે જાવ પછી અમને તેડવા આવજો.'' આ પ્રમાણે મહારાજ ડાહ્યાબાપા પહેલાં ધામમાં ગયા.
એકવાર મહારાજે ડાહ્યાબાપાને દર્શન આપ્યા કે, ‘‘આજથી ત્રીજે દિવસે અમે તમને પ્રાતઃકાળે આરતીના નગારે તમને તેડવા આવીશું.'' ડાહ્યાબાપા વંથલી ગામના ચોરે બેસી જામફળ અને ચીકુ વેચતા, આગલે દિવસે આખા ગામમાં ફર્યા અને ચોરે બેસી અને બધાને પૈસા આપતા રૂપિયો, બે રૂપિયા આપતા. એટલે ગામના માણસોએ પૂછ્યું કે, ‘ચીકુ, જામફળ વેચતા-વેચતા રૂપિયા વેચવાનું ચાલું કરી દીધું ! ડાહ્યાબાપાએ કહ્યું કે, ‘‘હાથે એ સાથે હવે આપણે ક્યાં રહેવું છે ! હવે મહારાજ પરમદિવસે તેડવા આવશે એટલે હું બધાને રૂપિયા વહગચી અને દાન-પુણ્ય ભેગું કરું છું. પછી વંથલીમાં આચાર્ય પ્રવીણભગત ડૉક્ટર પાસે ગયા અને ડાહ્યાબાપાએ કહ્યું કે ‘‘મારા છેલ્લા જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ'' અને મને કાલે મહારાજ લેવા આવશે.'' ત્રીજે દિવસે આખો બગીચા પરિવાર ભેગો થયો. ડાહ્યાબાપાએ રામજીભગતને કહ્યું કે, ‘‘કેશુની ઘરેથી લાલજીને જગાડી પાણી ધરી એ પાણી લેતો આવ. પછી કાકા લાલજીને જગાડ્યા, પાણી ધરાવ્યું પછી ડાહ્યાબાપાને આપ્યું. પાણી બાપાએ પીધું અને મંદિરમાં ડંકા વાગ્યા. ડાહ્યાબાપા પાણી પીને લાંબા થયા ત્યાં તો મહારાજ આવી ગયા. છડીવાળી મૂર્તિમાંથી તેજ પ્રગટ થયું અને બાપા જોરથી બોલ્યા કે મહારાજ આવી ગયા અને
ડાહ્યાબાપાએ બધાને જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ કહીને પ્રાણ ત્યજી દીધા.
ભક્તોએ મહારાજની આજ્ઞા પ્રમાણે શ્વાસે શ્વાસે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ મહામંત્રનું હંમેશા ભજન કર્યા જ કરવું જોઈએ. મહારાજે કેવો ઉપદેશ આપ્યો ? કેવી લીલા કરી ? કેવા સુખ આપ્યા ? કેવા દર્શન આપ્યા ? કેવા ભક્તોનો ઉદ્ધાર કર્યો ? આવી રીતે બધું સ્મરણ કર્યાં કરવું. મહારાજ કહે છે કે, મારી મૂર્તિનું કાયમ માટે સ્મરણ રાખજો. જો આમ રાખશો તો હું તમને મારા પરમધામમાં વાસ આપીશ. આવી રીતે મહારાજ વચનથી બંધાયા છે.‘‘વચને બંધાણા શ્વેતાયન વચને બંધાણા, ભક્તો ને સુખ દેવા વાલો વચને બંધાણા.''
કોઈ અમથા અમથા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ નામ લેશે તો મહારાજ કહે એને હું મારું પરમધામ આપીશ. તો ભાવથી ભજતા હોય, સ્નેહથી સેવા કરતા હોય. શરણાગતિ લઈ પગ પકડ્યા હોય. ભગવાનમાં થઈ જીવન જીવતા હોય. એ ભવાસાગર તરી ગયા. ભગવાનના ચરણના સેવક તરીકે દાસ થઈને સેવા કરવી. પોતાના મનનું ધાર્યું મૂકી ભગવાનનું કહ્યું કરવું એનું નામ દાસભક્તિ.
એક વખતે કેશવભગત બગીચા અને શાંતિલાલભગત બંને મહારાજની સેવા કરતા હતા ત્યારે કેશવભગતે મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ કાંઈક ઉપદેશ આપો. ત્યારે મહારાજે શાંતિલાલભગત સામે ઇશારો કરી કહ્યું કે, હવેથી અમારે જે ઉપદેશ આપવો છે તે આ શાંતિલાલ આપશે. સમય જતાં મહારાજે કહ્યું એમ જ થયું. મહારાજની પૂર્ણ કૃપાથી દુબઈમાં તેમજ હાલમાં પણ ગામડે ગામડે વિચરણ કરી શાંતિલાલભગત મહારાજની કથાવાર્તા કરી અનેક જીવોને ભગવાન ઓળખાવી મોક્ષભાગી કરી રહ્યાં છે.
ભલે આ લોક છે બધું આ જગત પ્રમાણે સારું જોતું હોય. દરેક માણસને સારું કરવું હોય નાનો માણસ હોય તો એય વિચાર કરે કે મારે બંગલો કરવો છે એમ વિચારતા હોય. મહારાજ કહે, ભલે તું બધુંય કર પણ મને અર્પણ કરી પ્રસાદીનું કરી તું વાપરજે. તારા ઘર, ખોરડા, કુટુંબ-પરિવાર બધુંય અર્પણ કરી દેજે. એને બધાને મારા ચરણે અર્પણ કરી દેજે. મારા રંગમાં એને રંગી દેજે. એમ ભલે ભગતને બધુંય આપ્યું હોય પણ ભગતની સમજણ કેવી હોય. આ બધુંય મહારાજની દયાથી છે.
એક વખત અબુધાબીમાં શાંતિલાલ કેશવજી બગીચાવાળાને શાંતિલાલ ન૨સિંહ ડ્રાફટ ક૨વા માટે પૈસા આપી ગયેલા. તે રૂા. પ,૦૦૦ ની ચો૨ી થઈ ગઈ. તે દિવસે ત્યાં મહેમાનો
પણ આવેલા અને સવા૨માં ચો૨ી થઈ સાથે ૨હેતા વિઠ્ઠલ ખંેગા૨ ચોટલિયા (બાલંભા) તેમને ત્યાં એક કચ્છી માણસ ૨હેતા તેના પ૨ શંકા જવાથી તપાસ ક૨વા શહે૨માં ગયા. ચાલાકીથી ખિસ્સા તપાસી પછી પૂછ્યું, શાંતિલાલ પૈસા ખોવાઈ ગયા છે. તે તમને ખબ૨ છે ? તે પાકીટ કયાંય જોયું હતું કે કેમ ? વગે૨ે પૂછતા ચોખ્ખી ના પાડી અને પોતાને કશી ખબ૨ જ નથી અને હમણા મા૨ે એલાન જાવું છે. એમ કહીને ચાલ્યો ગયો. ત્યા૨ પછી ભગવાનના ભક્તજનો મોહનલાલ ક૨શન મનાણી, તુલસીદાસજી મનજી મકવાણા તથ૨ામજી જેઠા મકવાણા આદી ભક્તોનો મેળાપ બજા૨માં થઈ ગયો. પૈસા ચો૨ાઈ ગયાની વાત થઈ ત્યા૨ે બધાએ પ્રાર્થના કરી કે, પૈસા કોઈ કયાંય લઈ જઈ નહીં શકે. ભગવાન પૈસા અહીંથી કયાંય નહીં જવા દે. ત્યારે શાંતિલાલભગતે રૂા.પ૦૦ સેવાની ટેક લીધી હતી. ત્યા૨પછી ૨ામજીભગત શાંતિલાલની પાસે ૨હ્યા અને સાંજે તે ઓચિંતા કચ્છીભાઈ ભેગો થઈ ગયો. ત૨ત જ એક જગ્યાએ એકબાજુ લઈ જઈને પૂછપ૨છ ક૨ી જોઈ પણ ઈન્કા૨ ઉપ૨ ઉત૨વા લાગ્યો પછી ૨ામજી તથા વિઠ્ઠલભાઈએ પૂછ્યું તો પણ ઈન્કા૨ પ૨ જ ગયો. થોડા આગળ ગયા ત્યા૨ે એકાએક કબુલ્યું કે પૈસા મા૨ી પાસે છે, પૈસા આપ્યા પછી અમે પૂછ્યું કે સવા૨ે તે કેમ ન કહ્યું કે, મા૨ી પાસે છે. ત્યા૨ે કહે કે, મા૨ે આ પૈસા લઈને દેશમાં ચાલ્યા જવું હતું એટલે ન કહ્યું પણ કોણ જાણે કેમ હું અહીંથી દુબઈ જઈ શકયો નહીં અને તમો મને ભેગા થઈ ગયા.
આ વાત જ્યારે શાંતિલાલભગત દેશમાં આવીને જૂનાગઢ મહારાજના દર્શનાર્થે ગયા ત્યા૨ે ક૨ેલી ત્યારે મહા૨ાજ એ પોતે સેવાના પૈસા સ્વીકા૨તી વખતે બોલ્યા કે, આ તો અમે એ વ્યક્તિને કોઈ પણ રીતે દુબઈ જવા જ ન દીધો એટલે તમને આ રૂપિયા પાછા મળી ગયા. આમ મહા૨ાજ ભક્તોની ૨ક્ષામાં બેઠા છે અને સુખીયા ક૨ી દીધા છે. આજે શ૨ણાગતિ મંડળ તે પ્રભુના ૨ાજીપા વડે સુખીયા વર્તે આમ ભગવાનને જેણે ઓળખ્યા છે, સેવ્યા છે, ૨ાજી કર્યા છે, તેને કાળ, કર્મ, માયા, કોઈ કાંઈ ક૨વા સમર્થ નથી.
એક વખત બગીચાવાળા કેશવજીભગતના બા અમૃતબેન ને બીમા૨ હોવાથી જામનગ૨ ઇ૨વીન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ડૉક્ટરોએ નિદાન તપાસ કર્યા પછી કહ્યું કે, ઓપ૨ેશન ક૨વું પડશે. આ વાતની કેશુભાઈને ખબ૨ પડી એટલે જામનગ૨ ઇ૨વીન હોસ્પિટલ ગયા. ત્યા૨ે ઓપ૨ેશન ક૨ાવવું જ નથી. એમ જીદ પકડી ને ચોખ્ખી ના પાડી દીધી. ત્યા૨પછી બે દિવસ પછી વળી આખ૨ી નિદાન થયું તેમાં પણ ઓપ૨ેશન
ક૨વું પડશે તે વિના દર્દ મટશે જ નહી. બે દિવસ પછી ઓપ૨ેશન ક૨વાનું છે. આમ કહી ડૉક્ટર ચાલ્યા ગયા. હવે એક બાજુ કેશુભાઈની ઈચ્છા ઓપ૨ેશન ક૨વું પડે તેમાં ચોખ્ખી ના જ પાડેલી. ડૉક્ટર ગયા પછી તે જ ૨ાત્રો હોસ્પિટલમાં ૧ વાગ્યે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજ સાક્ષાત્ એક કલાક સુધી અખંડ દર્શન આપીને કહેતા ગયા કે, તમારૂ દુઃખ દૂ૨ થઈ ગયુ જાઓ. એમ મસ્તક ઉપ૨ હાથ મુકીને આશીર્વાદ દઈને અદૃશ્ય થઈ ગયા. હવે ઓપ૨ેશનના આગલા દિવસે જ મોટા ડૉક્ટર તપાસ ક૨વા આવ્યા હતા. તેમણે દર્દીનો રિપોર્ટ કાગળ જોયા પછી પોતે દર્દીને તપાસ ક૨ીને બોલ્યા કે,ે આ બાઈના શ૨ી૨માં કોઈ ૨ોગ કે કાંઈ તકલીફ છે જ નહીંી અને આ ૨ીપોર્ટમાં તમે બે બે વખત ઓપ૨ેશન ક૨વું પડશે એમ કેમ લખ્યું છે ? આમ કહી મોટા ડૉક્ટર પહેલા નિદાન ક૨ેલ તે ડોક૨ટ ઉપ૨ એકદમ ગુસ્સે થઈ ગયા. ત્યા૨ે તે ડૉક્ટર બોલ્યા કે, મેં બ૨ાબ૨ બે વખત નિદાન પાકું ક૨ેલ છે. આ બાઈને પેટની અંદ૨ના દર્દ માટે ઓપ૨ેશન આવતું જ હતું. સાહેબ મા૨ી જ૨ાપણ ભૂલ નથી. બે વખત મે તપાસ ક૨ીને ઓપ૨ેશન માટે કહ્યું છે. પૂછી જુઓ આ બાઈને, તેમને કેટલી પીડા થતી હતી ?
ત્યા૨ે અમૃતબાએ કહ્યું કે, હા સાહેબ આ ડૉક્ટરની વાત પણ સાચી છે અને તમા૨ી વાત પણ સાચી છે. કેમ કે મને ખૂબ જ પીડા થાતી અને ઓપ૨ેશનની વાત કહેલ બે વખત નીદાન ક૨ેલ પ૨ંતુ એક તો મા૨ા મોટા દીક૨ાની ઓપ૨ેશનની ચોખી ના હતી અને ગઈ ૨ાત્રો મને સાક્ષાત ભગવાન દર્શન આપીને તમામ દુઃખ દૂ૨ થઈ ગયું જાઓ. આમ આશિર્વાદ આપીને ચાલ્યા ગયા હતા. તેથી દર્દ પણ મટી ગયું છે અને હવે મને ૨જા આપો આ ડૉકટ૨ની કાંઈ પણ ભૂલ નથી પણ આતો બધુ ભગવાને કર્યુ છે. આમ કહી ૨જા માંગી પછી ડૉક્ટર બંને આશ્ચર્યમાં ગ૨કાવ થઈ ગયા કે કેવી, ચમત્કાિ૨ક ઘટના બની ગઈ ? એમ બોલતા તે વિચા૨ો ક૨તાં દિગ્મૂઢ બની ચાલ્યા ગયા.
થોડીવા૨ પછી તે નિદાન ક૨ના૨ ડૉક્ટર પાછો એકલો આવ્યો અને બધા દર્દીઓના આશ્ચર્ય વચ્ચે તે માતાજીને પગે લાગીને કહેવા લાગ્યા માતાજી તમે કોઈ દેવી છો, તમા૨ા ભેળા ભગવાન છે. નહીંત૨ આમ કોઈ દિવસ બને જ નહી. હું આજે પંદ૨ વ૨સથી ઇ૨વિન હૉસ્પિટલમાં છું પણ આજે આ પહેલો બનાવ છે અને તમે પણ સાચી હકીકત કહીને મને મા૨ી નોક૨ીમાંથી સસ્પેન્ડ થતા બચાવ્યો છે. આમ કહી તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યાં જ કેશુભાઈ આવી પહોંચ્યા ને કહ્યું કે, મેં ફુલવાડીએ માતાજીને ઓપ૨ેશન ન
આવે તે માટે મહા૨ાજને અ૨જી ક૨ી હતી. આમ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણના૨ાયણ પોતે ભક્તોની રક્ષામાં હાજ૨ જ છે.
ફૂલવાડીમાં જ્યારે ચુનાનો ભઠ્ઠો પકવાતો હતો ત્યા૨ે પ૨મ કૃપાળુ મહારાજ ત્યાં બાળકોની પાસે ઊભા હતા. હાથમાં માળા ફ૨ી ૨હી હતી. દયાભ૨ી દૃષ્ટિ હતી. આ સમયે ધી૨જલાલ નામના નાની ઉંમ૨ના ભગતને વીંછીએ ડંખ માર્યો તેથી ધી૨જલાલને વીંછીની વેદનાથી દુઃખ થઈ ૨હ્યું હતું અને તે ભગતે મહારાજ આગળ ચુનાની ભઠ્ઠી આગળ દંડવત્ ક૨ી પ્રાર્થના ક૨ી તેથી મહારાજના હાથના સ્પર્શથી તુ૨ત જ એજ ઘડીએ, એજ ક્ષણે તે ભક્ત ૨ડતો હતો તે હસવા લાગ્યો. તેનું દુઃખ એક પળમાં દૂ૨ થઈ ગયું ત્યા૨ે કેશવજીભગતે સૌને કહ્યું, ભક્તો ધ્યાન ૨ાખીને કામ ક૨જો. ભગવાન તો ધ્યાન ૨ાખે પણ ભગવાને આ ચક્ષુ દીધા છે તે બ૨ાબ૨ જોવા માટે દીધા છે ત્યારે મહારાજ તે વાત સાંભળતા હતા. એટલે તરત બોલ્યા કેશવજીભગત કહે છે એ વાત સાચી છે. અમે તો રક્ષા કરીશું જ પણ ભક્તોને સમજણ શક્તિ અને બુદ્ધિ આપી છે. તો તેનો પણ યોગ્ય સમયે સદ્ઉપયોગ કરો તો ભગવાનને પણ થોડી નિરાંત રહે.
તદાત્મક મુક્તો મળે ત્યારે દેવો, ઈશ્વરો એને પણ પરમધામ મળે ત્યાં સુધી ન મળે. તદાત્મક મુક્તોમાં હેત રાખે, એ કહે એમ કરે ત્યારે ઈશ્વરોનું કલ્યાણ થાય, દેવોનું પણ ત્યારે કલ્યાણ થાય એવા ભક્તોમાં ભાવથી જૂએ ત્યારે ભગવાન કહે એને એનું ધામ દેખાયું. દેવતા હોય તોય ભલે, ઈશ્વરો હોય તો ભલે, જગતનો જીવાત્મા હોય તોય ભલે એમ ભગવાન ન મળે. તદાત્મક મુક્ત ન મળે તો ભગવાનથી દૂર રહે. જેટલો મૂર્તિમાં જોડાય એટલું સુખ મળે. એકવાર મુક્તોના ભેદની કથા વાંચી. મહારાજ કહે ત્રણ પ્રકારનાં મુક્તો છે. ભાગવત્માં લખ્યું છે. ભગવાન કહે એમ કરે, એમાં પોતાની હોશિયારી, સ્વભાવ ન વાપરે. તમે કહો એમ કરીએ આવી કેશુબાપાની સ્થિતિ હતી.
ભગવાન કહે અમારી મૂર્તિ સામું જોયા કરવું, અમારું કિર્તન કરવું, મંત્રજાપ કરવા. તો ભગવાન કહે હું પરમધામમાં તેડવા આવીશ.
‘જ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ' આ મહારાજના મંત્રનો જાપ તેના નામની ધૂન કરો તો બધા પાપથી મુક્તિ મળી જશે. ભગવાન કોઈ જ્ઞાતિ, જાતિ જોતા નથી. ભગવાનનાં
ભજનમાં જોડાઈ ગયા તો ભગવાને બધાંનો ઉદ્ધાર કર્યો. જે જે ભગવાનના યોગમાં આવ્યા એ બધાનો ઉદ્ધાર કર્યો.
શર્કરાનગર ઉત્તરપ્રદેશમાં આવ્યું. ભગવાનની કથા ચાલતી હતી. લક્ષ્મીનારાયણ ભગવાન ગરુડ ઉપર બેસીને આવ્યા. બધાને દર્શન આપ્યા ત્યારે આખા નગરમાં ચર્ચા થઈ ભગવાનનાં દર્શન કરવા હોય તો લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવો. ભગવાન દર્શન દેવા આવશે. રામ ભગવાનની કથા ચાલતી હોય તો હનુમાનજી મહારાજની હાજરી હોય તે રીતે આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા બેસાડો તો લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન દેવા આવે. એ સમય આગળ આવવાનો છે. હજી સમય પાછો આવશે ૩૦૦ વર્ષ પછી આવશે. મહારાજ પોતે વંથલીમાં બોલ્યા છે કે, એક દેવપુરુષ અવતાર લેશે એ આખા ભારતખંડમાં કથા વાંચશે. બધા સ્થળે કથાની પૂર્ણાહુતિના દિવસે ગરુડ ઉપર બેસી લક્ષ્મીનારાયણ ભગવાન પોતે આવશે અને દર્શન આપશે. આખા ભારતખંડમાં ત્યારે કથા વંચાશે.
સત્યુગ જ્યારે આવશે ત્યારે ભવિષ્યમાં લક્ષ્મીનારાયણ સંહિતા સત્ય સનાતન ધર્મના મુખ્ય વેદ તરીકે ઓળખાશે, અમારા લખેલા શાસ્ત્રોની કથા થશે. એટલે મહારાજે કહ્યું છે કે, અમે સત્યુગના શાસ્ત્રો રચવા આવ્યા છીએ. એ પ્રમાણે અત્યારે ભગવાન જેને મળ્યા એને સત્યુગ જ છે. ભગવાનનું બધુંય સુખ મળે, ભગવાન એને દર્શન આપે, થાળ જમે, દૂધ પીએ, હાર વધારે, અમૃત વરસાવે, માખણ જમે. અત્યારે કળિયુગમાં આવા કોઈ પરચા સંભળાતા નથી.
આ દુનિયામાં કેટલાંય ધર્મો છે, કેટલાંય સંપ્રદાયો છે પણ શરણાગતિ મંડળમાં જે મહારાજ રાજીપો વરસાવે છે એવો ક્યાંય નથી. એટલે જ મહારાજ કહે કે, તમારા માટે સત્યુગ છે. અમે હજરા-હજુર છીએ અને કાયમ માટે તમારી ભેળા છીએ. એટલે મહારાજ કહે છે કે, અમારી ભક્તિ અને સેવા કરશો તો અમે તમારી રક્ષા કરીશું.
જામવંથલીના એક કડિયા ભગત હતા. તેમને ત્રણ પેઢીમાં કોઈને મોક્ષ નહોતો મળ્યો. બધાયને વાસના રહી ગઈ હતી અને આગળની પેઢીમાં કોઈ એવો ભગત નહોતો થયો કે ભજન કરાવી શકે. પછી તેમણે ફુલવાડીમાં નારાયણબલિ હવન કરાવ્યો પછી મોક્ષ મળ્યો. અંત સમયે જેની ભક્તિ કરી હોય એ સામે આવીને ઊભા રહે છે. માટે સર્વે વસ્તુ કે પદાર્થમાંથી પ્રીતિ તોડી ભગવાનમાં અખંડ પ્રીતિ રાખો તો ધામમાં સુખ મળે. ભગવાનને યાદ કરતાં કરતાં સૂવું તો ભગવાન દર્શન દેવા આવે જ છે. જગતના વિચારો કરતાં સૂવો તો
મહારાજ દર્શન દેવા ન આવે.
મહારાજ જ્યારે હાજર હતા ત્યારે ચાવડા ગામના ભગત હતા. તે એના સંબંધીના ઘરે બેસવા જાય અને ભગવાન અને ભક્તોની નિંદા સાંભળે. એ દ્રોહીને ત્યાં કામ કરવા જાય માટે બોલી ન શકે અને નિંદા સાંભળે રાખે. ઘનશ્યામ મહારાજ વખતે કાળીદત્ત હતો. એ બીજા અવતારમાં આ કાળીદત્ત હતો એને નિંદા કરવી જ પડે અસુર હોય એ ભગવાન સાથે જન્મ લે અને નિંદા કરી અવળો ચાલે. ભગવાનની ભક્તિમાં બધાને પાછા પાડે એવા હોય એને અસુર કહ્યા. આપણાં એક ભગત એને મિત્ર થઈ ગયા, સંબંધી હતા. એક દિવસ એવો આવ્યો કે ઘરમાં ખાવાનું કાંઈ નહોતું. ચોખા કે કાંઈ અન્ન ન હતું. એવા દિવસો આવ્યા. પછી ટપુલાલ ભગત પાસે આવ્યા અને કહ્યું, ભગત એકાદ મણ બાજરો હોય તો આપો. મારા ખેતરમાં બાજરો થશે ત્યારે આપી જઈશ. ભગવાન અને ભક્તોની નિંદા સાંભળવાથી ઘરમાં કાંઈ રહ્યું ન હતું. ટપુલાલ ભગત કહેવા લાગ્યા કે, મહારાજના ભગત અને આવી પરિસ્થિતિ છે. તારી કંઈક ભૂલ હશે, નહીંતર આપણાં મહારાજના ભગતની આવી સ્થિતિ ના હોય. મહારાજના ભક્તો બધાં સુખી હોય. તારે એવું દુઃખ ક્યાંથી આવ્યું ? તું ક્યાં જાય છે ? ત્યારે ભગતે કહ્યું કે, હું વંથલી જાઉં છું. આ ભગતને ત્યાં સુથારનું કામ કરું છું. તો કહે એ તો મહારાજની નિંદા કરે છે. તે ખરાબ માણસનો સંગ કર્યો, નિંદા સાંભળી, તું કાંઈ બોલી શક્યો નહીં, નિંદા સાંભળવાનું આ પરિણામ છે. તો કહે હવે હું શું કરું ? હવે તું ત્યાં કામ કરવા જતો નહીં અને મણ બાજરો લઈ જા, કાંઈ વાંધો નહીં. નહીંતર તારે બહુ દુઃખ ભોગવવું પડશે. આ વાત માની ગયા. ટપુલાલભગતે ટિકિટના પૈસા આપ્યા જૂનાગઢ ગયા મહારાજના પગ પકડીને રડ્યા અને કહ્યું મેં કાઇ કર્યું નથી પણ આ સંબંધીથી તમારી નિંદા આ માણસ દ્વારા સાંભળી એટલે મારી પરિસ્થિતિ બહું ખરાબ થઈ ગઈ અને ઘરમાં અનાજ, પૈસા કાંઈ ન રહ્યું.
ત્યારે મહારાજે કહ્યું કે, સારું થયું તમે ટાઈમે આવી ગયા નહીંતર તમારી શું દશા થાત. મહારાજ ઉપદેશ આપતાં કહે છે કે, સારા ભક્તોનો સંગ રાખવો, અભક્તનો સંગ રાખો તો બધું બરબાદ થઈ જાય. સારા ભક્તોનો સંગ રાખો તો સત્સંગ વધે, બળ વધે, અવળે માર્ગે જતા હોય તો અટકાયત થાય. અમારા પરમધામમાં આવવું હોય તો આ બધું કરવાનું હોય. ટપુલાલ ભગત તમને મળ્યા અને પાછા વાળ્યા અને અમારા શરણે હવે આવ્યા છો તો બીજે ક્યાંય હેત રાખતા નહીં.
લાખાણી ગામમાં એક રણમલ નામનો દરબાર હતો. તેમણે જરૂર હતી ત્યારે ફુલવાડીમાં લાકડા મોકલ્યા હતા. મહારાજ કહે, તેમણે આટલી મંદિરની સેવા કરી છે. માટે અમે રણમલ દરબારની ત્રણ જન્મની કસર અમે ત્રણ દિવસમાં પૂરી કરીશું અને આજથી પાંચમે દિવસે સવારે પાંચ વાગ્યે અમે ધામમાં તેડવા આવશું. એ દરબારને પક્ષઘાત થઈ ગયો હતો. ત્યારે મહારાજે એમ પણ કહ્યું કે, રણમલ દરબારને કહેજો બધા દુઃખ ત્રણ દિવસમાં ભોગવવાના છે. દરબાર થઈને ભોગવી લે. પણ ભગવાનની કૃપા થઈ, થોડી નાની અમથી સેવા કરી તે એને ત્રણ જન્મના દુઃખ ટાળ્યા અને એનો ઉદ્ધાર કર્યો. દરબારના ભાઈ કેશવજી ભગતને લેવા આવ્યા. ‘હવે બહું દુઃખ પડે છે, રહેવાતું નથી, સહન થતું નથી.' અને એમને કહો કે પ્રગટ ભગવાનની વાતો કરે તો મને શાંતિ થાય. કેશવજી ભગતે કહ્યું, મહારાજે પાંચ દિવસનું કહ્યું છે. ત્રણ દિવસ તો વયા ગ્યા અને હવે તો બે દિવસ રહ્યાં છે. મહારાજ તેડવા આવતા જ હશે અને બાપુ ગયા અને ત્યાં મહારાજની મૂર્તિ સામે રાખી હતી. ત્યારે મહારાજ આવ્યા એ મૂર્તિમાં એવું બ્રહ્મતેજ પ્રગટ થયું અને એ રણમલ દરબારે બે હાથ ઊંચા કર્યાં અને જૂનાગઢથી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અમને તેડવા આવ્યા છે. હું જાવ છું, એમ જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલી ડંકો વગાડીને ધામમાં ગયા.
લાખાણીના બધા દરબારોએ મહારાજ પાસે આવી વાત કરી કે, વંથલી તમારા દર્શન કરવા લાખાણીથી વંથલી દંડવત્ કરતા કરતા આવવાની ટેક લીધી છે, આવી પ્રતિજ્ઞા લીધી છે. મહારાજ કહે છે કે ‘એમ હેરાન થવા કરતા ભજન કરતાં કરતાં આવો તો વધારે સારું.' દરબારો કહે કે, ‘મહારાજ અમે ટેક લીધી છે, એ અમે ટેક પૂરી કરીશું.' મહારાજની વાત દરબારોને સમજમાં ન આવી. શાંતિથી આવો ભજન કરતાં કરતાં આવો ભક્તિ છે એ મોટી વાત છે. એ વાતને ના સમજ્યા. મહારાજ કહે ‘‘તમે નક્કી તો કર્યું છે પણ વિધ્ન આવશે. એ તોય વાતને ના સમજ્યા.'' અને મહારાજે કહ્યું એમ લાખાણીથી દંડવત્ કરતાં કરતાં બહાર નીકળ્યા અને મહારાજ બોલ્યા એ પ્રમાણે વિધ્ન આવ્યું વરસાદ આવ્યો અને ભક્તો બધાય ભીંજાઈ ગયા અને શરીર ઉપર ગારો ગારો થઈ ગયો. દંડવત્ કરતાં કરતાં કેટલું કષ્ટ સહન કર્યું, કાચો રસ્તો હતો. દંડવત્ કરતાં કરતાં મહારાજ પાસે પહાગચ્યા તો મહારાજે સામુય ન જોયું. શું કામ ? કારણ કે પોતાના મનનું ધાર્યું કરવા ગયા એટલે ભગવાનનાં વચનને સમજી ન શક્યા એટલે બહુ કષ્ટ સહન કર્યું પણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ હાલ્યા પોતાનું ડહાપણ વાપર્યું. મહારાજે સામું પણ જોયું નહીં. કેટલો કુરાજીપો લીધો માટે ભક્તોએ સુખી થવા
મહારાજની આજ્ઞા પ્રમાણે જ રહેવું.
એકવાર મહારાજે ભક્તોને પૂછ્યું કે, ‘‘ગિરનારની પ્રદક્ષિણા ફરવામાં કેટલો સમય લાગે ?'' ત્યારે ભક્તોએ કહ્યું કે, ‘બે-ત્રણ દિવસ લાગતા હશે.' મહારાજ કહે - ‘દંડવત્ત કરતા કરતાં ગિરનારની પ્રદક્ષિણા કરવી હોય તો કેટલો સમય લાગે ?' ભક્તો કહે - ‘એ નક્કી નહીં પૂરું થાય કે ન પણ થાય.' મહારાજ કહે, આવી રીતે દંડવત્ત કરીને ગિરનારને ૧૦૦૦ વાર પ્રદક્ષિણા કરે તો પણ આ ચરણકમળની સેવા ન મળે.
સંવંત ર૦ર૬ ચૈત્ર સુદ આઠમના સોમવારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ફુલવાડી પરમધામમાં બિરાજમાન હતા. પ્રસાદીભવનની ઓસરીમાં ઢોલિયા પર મહારાજ બિરાજમાન હતા. સત્સંગીઓ હરિભક્તોની સભા ભરાયેલી હતી. તે સમયે ચાવડા નિવાસી મોટા રતિલાલભગત મહારાજની સન્મુખ કિર્તન બોલતા હતા. ‘‘સુખના સાગર છો, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી રે.'' કિર્તનમાં જ્યારે આવ્યું કે, ‘‘સાથળ મનમાં રાખ્યા જેવો, ખાપા ચિન્હ સહિત સુખાળો લક્ષ્મીજી બિરાજે ત્યાં એકાન્તમા રે'' સુખના સાગર છો.
ત્યારે પ્રગટ ભગવાન કિર્તન બંધ રખાવીને વાત કરવા લાગ્યા કે, ખાપાનું ચિન્હ જોઇને અમને ભગવાન સ્વામિનારાયણ યાદ આવે છે. આ લક્ષ્મીજીનું ચિન્હ જોઈને અમને નારાયણ યાદ આવે છે. બધા હરિભક્તોને પોતાનું ભગવું ધોતિયું ઊંચુ કરીને દર્શન કરાવતા જાય અને બોલતા જાય. ઉપરા ઉપર ત્રણ વખત બોલ્યા જે, આ લક્ષ્મી અને આ ખાંપાનું ચિન્હ જોઈ અમને નારાયણ યાદ આવે છે. તે સમયે હાજર ભક્તોને ભગવાન યાદ કરાવતા હતા અને સમજાવતા હતા કે, આ તમારી સામે પ્રત્યક્ષ મૂર્તિ કોણ છે ? એમ ભાર મૂકીને વાત કરતા હતા. તે સમયે છગનભગત માસ્તર હાજર હતા. રતિલાલભગત ચાવડાવાળા હાજર હતા. શાંતિલાલભગત, નાનજી મેપા, શાંતિલાલભગત વાઢેર, કેશવજીભગત બગીચાવાળા તથા ચકુબાપા સોલંકી, ચકુબાપા જાવિયા, રાજાબાપા જાવિયા, આણંદ કાના તથા બીજા હરિભક્તો હાજર હતા. ત્યારે હાજર ભક્તોએ મહારાજને વાત કરી જે તમે તો ભગવાન છો. લક્ષ્મીજી તો ભગવાન ભેળા જ હોય. મહારાજ તમે આગળ ર૪ અવતાર ધર્યા હતા. તે દર્શન અમને કરાવો. ભગવાને અરજ સાંભળીને અત્યારે પ્રસાદીભવન પાસે ચરણકમળ પધારાવ્યા છે જે છત્રી છે તે જ જગ્યાએ પ્રગટ ભગવાન ઊભા રહ્યા અને માળા ફેરવતાં ફેરવતા બોલ્યા જે કરો દર્શન. આ રીતે ભક્તો પર વિશેષ કૃપા કરી સૌને દર્શન કરાવી રાજી કર્યાં. સર્વ ભક્તોએ ચારે બાજુ ઊભા હતા. સાક્ષાત્ દર્શન પામીને મહારાજને
ચારે બાજુથી દંડવત્ કરવા લાગ્યા હતા.
છેવટે ઘનશ્યામ મહારાજ સ્વરૂપે દર્શન આપ્યા હતા. આવી અપારકૃપા જામવંથલી ફુલવાડી ધામમાં કરી હતી. મહારાજ પણ ખૂબ પ્રસન્ન થઈ બાજુમાં ઝાડ નીચે બેઠા અને આજ્ઞા કરી કે, ભક્તો રાસ રમો ત્યારે ચાર-પાંચ ભક્તો રાસ રમ્યા. છગનભગત માસ્તર તબલા વગાડતા હતા. રતિલાલભગત ચાવડાવાળા મહારાજના કિર્તન ગવડાવતા હતા.
આમ પ્રગટ ભગવાને કૃપાનો વરસાદ વરસાવ્યો, ખૂબ રાજી થઈ આશિર્વાદ આપતા હતા. આ દિવ્ય પ્રસંગની બધા હરિભક્તોએ પોતાના પરિવારજનોને ગામમાં વાત કરી કે, પ્રગટ ભગવાન પોતે વિચરણ કરી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સંત રૂપે સ્વયં ભગવાન વિચરણ કરી રહ્યા છે.
તેવા નિર્વિકલ્પ દૃઢ નિશ્ચયવાળા આણંદબાપાએ પોતાના દિકરા લાધાભાઈને વાત કરી જે, આપણે મહારાજની પધરામણી ઘરે કરાવવી છે. ત્યારે લાધાભાઈ કહે, હજુ ગઈકાલે મહારાજની પધરામણી આપણે ઘરે કરાવી હતી. માટે મહારાજને આપણે એમ હેરાન ન કરાય. ત્યારે આણંદબાપા કહે, ભાઈ કાલની વાત જૂદી છે અને આજની વાત જૂદી છે. આજે તો મહારાજને જેવા છે તેવા જાણ્યા છે. આજે તો સાક્ષાત્ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના પગલાં કરાવવાં છે.
સમય જતાં આણંદબાપા બીમાર પડ્યા. તાવ આવતો હતો. મંદિરમાં મહારાજના દર્શન કરવા જવાતું ન હતું. તાવથી ચલાતું પણ ન હતું. તેથી પોતાનો ખાટલો ફળિયામાં રખાવ્યો. પછી બાપા પ્રગટ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ દયા કરી દર્શન દેજો.
પ્રગટ મહારાજે અંતર્યામી પ્રભુજીએ પ્રાર્થના સાંભળીને પોતાના પરમધામ ભવનમાંથી બહાર નીકળી ઓસરીની પરસાળમાં રહેલી બારી પાસે આવી દયા દૃષ્ટિ કરી. ખાટલામાં બેઠેલા બાપાને ઊંચો હાથ કરી હલાવ્યો અને તાવને ભગાડી મૂકયો. દર્શન માત્રથી દુઃખ દૂર કર્યું. બાપા મનોમન વિચારી રહ્યા. મેં તો અનેક પ્રકારની ભૂલો કરી પણ આજ તમે દયા કરીને પાવન કર્યો. આવા પ્રગટ ભગવાનના મહાન ભક્તરાજ દરરોજ મહારાજની રાહ જુએ. બારીમાં મહારાજ ક્યારે દર્શન આપશે ? સમય જતાં તે જ જગ્યાએ ખાટલો બાપાનો રાખ્યો હતો. ધામમાં જવાની તૈયારી હતી. ત્યારે કેશવજીભગત બગીચાવાળા- બગીચામાંથી પ્રસાદીના ચીકુ લઈ બાપાને જમાડવા આવ્યા હતા. બાજુમાં રહેતા ભક્તરાજ
વેલજી મનજી કાચાને તેમના ઘેર મહારાજે દર્શન આપી કહ્યું, આજે બાપાને ધામમાં તેડી જવા આવ્યા છીએ. વેલજી ભક્તએ આવી બધા હાજર ભક્તોને વાત કરી ત્યાં તો મહારાજની ચિન્હવાળી મૂર્તિમાં તેજ વધવા લાગ્યું અને કેશવજીભગતે ચીકુની પ્રસાદી બાપાના મોઢામાં મૂકી કે, બાપાનું શરીર ગુલાબી રંગનું થઈ ગયું, બધા જોઈ રહ્યા. ત્યારે કેશવજીભગતે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય બોલાવી અને બાપા મહારાજ સાથે પરમધામ સીધાવ્યા.
એકવાર ના૨ાયણ જેરામભાઈ ચૌહાણ તથા વ્રજલાલ ધ૨મશી ૨ાઠોડ જામવંથલીની સ્ટેશન ૨સ્તાની સડક પાસે ખાઈ હતી તેમાં ન્હાવા ગયેલા ત્યા૨ે બન્ને સેવકો નાના નાના હોવાથી તરતા આવડતું ન હોવા છતાં ન્હાવા પડ્યા. માટે વ્રજલાલ ધરમશીનો દેહ ડૂબી જવાથી પડી ગયો. માટે જ્યા૨ે ના૨ાયણને કોઈ તે બાબતે પૂછતું ત્યા૨ે તેને ખૂબ ગભ૨ામણ થતી તથા મોટેથી ૨ડવા લાગતા. એક વખત જ્યા૨ે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી જામવંથલી મોટા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વા માટે આવેલા ત્યા૨ે ના૨ાયણના પિતાશ્રી ના૨ાયણને લઈને કેશવભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણના બંગલે જ્યાં મહારાજ બિ૨ાજમાન હતા ત્યાં દર્શન અર્થે સાથે લઈને દર્શન ક૨વા ગયા ત્યા૨ે તેમના પુત્રને તકલીફ હતી તે બાબત વાત ક૨ી ત્યા૨ે સેવક ના૨ાયણ મહારાજને દંડવત ક૨તાં હતાં ત્યા૨ે મહારાજે વાસો થાબડીને કહ્યું કે, સારૂ થઈ જાશે અને કહ્યું કે, આ બે શ્રીજી ૨ક્ષા આપુ છું તો તેમાની એક માંદળીયામાં ગળે પહે૨ાવવાની તથા બીજી ઓશિકા નીચે ૨ાખીને સૂવાની આજ્ઞા ક૨ી. નારાયણે તે આજ્ઞા પાળી તેથી ક૨ીને તેઓને જે તકલીફ હતી તે દૂ૨ થઈ ગઈ. ત્યા૨ બાદ જ્યારે જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં મુર્તિ પ્રતિષ્ઠા ક૨ી ત્યા૨ે મૂર્તિની સામે દર્પણ ૨ાખ્યું અને મહા૨ાજે તે મુર્તિમાં આવીને વાસ કર્યો અને તેઓના તેજના પ્રતાપથી દર્પણના ટૂકડાં થઈ ગયા. એમ પ૨ચો થયો. તે મૂર્તિ પ્રતિષ્ઠા બાદ જ્યારે મહા૨ાજ સભા ભ૨ીને બિરાજમાન હતા ત્યા૨ે મહા૨ાજ અક્ષ૨ધામ કેટલું છેટું છે તેનું વિગત કહીને મહા૨ાજ બોલ્યા કે, આ સભા અક્ષરધામની સભા છે. એમ હું દેખું છું ત્યા૨ે ત્યાં બેઠેલા ભક્તજનોએ એમ જોયંુ કે, આ મહા૨ાજ છે તે સ્વયં અવતા૨ના અવતા૨ી પ્રગટ પુરુષોત્તમ ના૨ાયણ એવા અનાદિ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી જ છે અને આ સર્વે સભા તે અક્ષરધામની જ છે.
એક વખત પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજ તથા સંત મંડળ જામવંથલી આવે છે. તેવાં સમાચા૨ સાંભળી સર્વે ભક્તજનો મહા૨ાજને તેડવા માટે રેલ્વે સ્ટેશને બદળ ગાડું જોડીને ગયાં અને જ્યારે મહા૨ાજ બળદ ગાડામાં બેસીને પાદ૨માં આવ્યા ત્યા૨ે ઉત૨ીને ફુલવાડીએ ગયા ને બીજા સંતો તથા ભક્તજનો મંદિ૨માં બધી સામૈયા તથા ભોજન પાણીની વ્યવસ્થા માટે મંદિ૨માં ગયા ને મહા૨ાજની સાથે ફુલવાડીએ એક મોટા રૂમમાં મહા૨ાજ તથા જેઠા વેલા કોઠા૨ી તથા વસ્તાભાઈ જાવિયા, પુંજા માવા મકવાણા તથા પ્રેમજી ૨ાઘવ ચૌહાણ તથા ના૨ાયણ જે૨ામભાઈ ચૌહાણ મહા૨ાજની સન્મુખ બેઠા હતા. ત્યા૨ે મહા૨ાજએ ડાબો પગ ચ૨ણ લાંબો ક૨ીને વસ્ત્ર પહે૨ેલું હતું તે વસ્ત્ર બાજુ પ૨ સ૨કાવીને ભક્તોને મહા૨ાજે કહ્યું કે, જુઓ ઝાડનો આ ખાંપો જે અમોને નાનપણમાં વાગેલો. આ રીતે મહારાજે ખાંપાના ચિન્હના દર્શન ભક્તોને ક૨ાવ્યા.
જામવંથલીના ટપુ વી૨ા મનાણી એકવખત તેઓ બહુ જ બીમા૨ હોવાથી ૨ાતના ૭ વાગ્યે ૨ાઘવ પોપટ પોરિયાને જામનગ૨ પ્રગટ ભગવાન પાસે પ્રસાદી તથા પ્રસાદીનું જળ લેવા મોકલ્યા. ૨ાઘવ ભગત જામનગ૨ ૧૦ વાગ્યે ૨ાત્રો ગયા. પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ઓફિસની ઓસ૨ીમાં બિ૨ાજમાન હતા. તે સમયે ૨ાઘવ ભગતે આવીને દંડવત્ ક૨ીને ટપુ ભગતને સાજા ક૨વાની પ્રાર્થના ક૨ી અને પ્રસાદીનું જળ માગ્યંુ. ત્યા૨ે મહારાજે ૨ાઘવ ભગતને કહ્યું કે, જુઓ આકાશમાં અમો ટપુભગતને તેડવા માટે જઈએ છીએ. તે ૨ાઘવ ભગતે દૃશ્ય જોયું અને પ્રગટ ભગવાન ટપુ ભગતને પાંચ મિનિટમાં જામવંથલીથી તેડીને પરમધામમાં મૂકી આવ્યા અને પછી ૨ાઘવ ભગતને પ્રગટ ભગવાને પ્રસાદીનું જળ અને ફુલહા૨ આપ્યા અને કહ્યું કે, આ હા૨ તથા જળ શબને ચડાવજો.
આમ કહીને ૨ાઘવ ભગતને પ્રભુએ કહ્યું કે, જામવંથલી જાવ પછી ૨ાઘવ ભગતે વંથલી ૧૨ વાગ્યે ૨ાત્રો આવીને ઘરે બધાને વાત ક૨ી કે, પ્રગટ ભગવાને આવી ૨ીતે મને કહ્યું અને દર્શન થયા અને જળ તથા હા૨ છે તે શબને ચઢાવવા માટે આપ્યું છે. તો ભગવાને આવી ૨ીતે ૨ાઘવભગતને દર્શન આપ્યા. ત્યા૨ે તેમના ઘ૨ના માણસોને મહારાજ સાક્ષાત્ ભગવાન છે. એમ નિશ્ચય થયો.
એકવાર મહારાજ સ્વયં જામનગ૨ના મંદિ૨ના પાયા ખોદાતા હતા તે જોઈએ મહા૨ાજના દર્શને આવેલા મો૨બીના વિપુલ લાભશંક૨ભાઈએ કહ્યું કે, અ૨ે ! મહાપુરુષ તમે આ તડકામાં શું ક૨ો છો ? ત્યા૨ે મહા૨ાજ બોલ્યા કે, આપણે સંત છીએ દેવ મંદિ૨ની સેવા ક૨વી તે સંત પુરુષનો ધર્મ છે. એમ એમ મહારાજ ઘણીવાર જામનગર મંદિરના વિકાસ કાર્યમાં પોતે પણ કારીગર, મજૂરની મદદમાં સેવામાં રહેતા.
અઢા૨ પુ૨ાણ અને ચાર વેદની જામનગ૨માં મહારાજની કથાઓ સાંભળીને ૨સ્તે જાતા મનુષ્યો વાહન ઉભા ૨ાખીને સાંભાળવા ઊભા ૨હી જાતા. આમ મહારાજની પ૨ાવાણી સાંભળીને અન્ય જીવાત્માઓને સાંભળના૨ાઓને શાંતિ થઈ જાતી હતી.
એક વખત મુંબઈમાં મહા૨ાજ કથા ક૨વા પધા૨ેલ. મુંબઈ ગોલોક વિહારીજી મહા૨ાજ સતવાર્ષિક પાટોત્સવના ભવ્ય આયોજનમાં શિક્ષાપત્રીની કથાનું વાંચન લાખો લોકોની હાજ૨ીમાં મહા૨ાજ અદભુત ૨ીતે ક૨તા હતા.એ વખતે દેશ-દેશાંત૨ોથી આવેલા ૧૦૦ થી વધુ વિદ્વાનોના જટિલ પ્રશ્નોના ઉત્ત૨ આપી મહારાજે વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં હ૨ાવ્યા હતા. ત્યા૨ે સર્વ વિદ્વાનોએ દંડવત્ પ્રણામ ક૨ી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજના વિશે સભામાં ઉપસ્થિત અનેક સંતો તેમજ ભગતોને કહ્યું હતું કે, આ મહા૨ાજ તો સાક્ષાત્ વ્યાસ ભગવાન જણાય છે નહિંત૨ અમા૨ા જટિલ પ્રશ્નોના યથાર્થ ઉત્ત૨ આજદિન સુધી આપવા કોઈ સમર્થ નથી થયું. માટે આ સંતસ્વરૂપે ૨હેલા સાક્ષાત ભગવાન ના૨ાયણના દર્શન ક૨ી અમે ધન્યતાનો અનુભવ ક૨ીએ છીએ.
એક સમયે મહા૨ાજ મુંબઈ કાંદિવલીના હિ૨ભક્તોના આગ્રહથી દ૨ેકના ઘે૨ પધ૨ામણી ક૨વા નીકળ્યા હતા. ત્યા૨ મોહનભાઈ ઘેલાભાઈ બાણુગામવાળાને ત્યાં જવાના હતા. ત્યા૨ે તેમના ઘ૨ની સામે ૨હેતા એક વૈષ્ણવ સંપ્રદાયના બહેનને મહા૨ાજ આવતા હતા ત્યા૨ે તેમના બાળકૃષ્ણ સ્વરૂપે દર્શન થયા અને જેવા મોહનભાઈના ઘ૨ે આવ્યા ત્યા૨ે મૂળ સ્વરૂપ વૃધ્ધાવસ્થાવાળુ દેખાયું જેથી તેમને અતિ આશ્ચર્ય થયું અને મનમાં વિચા૨ થયો કે વર્ષો પછી તેમની સામું ખ૨ેખ૨ ભગવાને જોયું છે. જેથી તેમને શ્રીકૃષ્ણના દર્શન આ મહા૨ાજની મૂર્તિમાં થયા. આ ૨ીતે પ્રગટ ભગવાને તે બાઈ ભગતને પણ પોતાનું ભગવાનપણું બતાવ્યું.
ભગવાન તેમજ ભગવાનના મળેલા સંત સિવાય અધૂ૨ાને પૂરું ક૨ી શકના૨ કોઈ નથી. ભગવાનની દૃષ્ટિમાં જે કોઈ જીવાત્મા આવે છે તેના ઉપ૨ ભગવાન અતિ ૨ાજી થાય છે. તે દૃષ્ટિ કઈ ? તો જે ભગવાનને ઓળખે અને માત્ર હાથ જોડીને ઊભા ૨હે તો ભગવાન ૨ાજી થઈ પોતાના ભક્તજનોને પોતાનું અવિનાશી અને પ૨મ સુખ આપતા થકા, અનેક જીવના ઉધ્ધા૨ ક૨તા થકા, તેમજ આજ પૃથ્વી ઉપ૨ વિચ૨તા થકા, કોઈ જાતની નાત-જાત, પશુ, પક્ષી, મનુષ્ય કાંઈ જોતા જ નથી. તે સર્વ જીવને પોતાના સુખે સુખિયા ક૨ે છે.
એકવાર મહા૨ાજ પોતે જામવંથલીની અંદ૨ કંકાવટી નદીના કાંઠે ફુલવાડીમાં બિ૨ાજમાન હતા. સંત સ્વરૂપે ભગવા વસ્ત્રમાં મહા૨ાજ શોભી ૨હ્યા હતા. કયા૨ેક કયા૨ેક ફુલવાડીમાં એક શ્વાન (કૂતરું) આવતો. તે શ્વાનની સામે દૃષ્ટિ માંડીને મહારાજ ઘણીવાર જોતા. બધા તેને લલિત નામે બોલાવતા. તે શ્વાન નહિં પ૨ંતુ પૂર્વનો કોઈ મુમુક્ષુ જીવાત્મા હતો. એક વખત મહા૨ાજ ફુલવાડીમાં અતિ આનંદમાં આમતેમ ફ૨ી ૨હ્યા હતા. ત્યાં આ શ્વાને મહા૨ાજ પાસે આવી મહા૨ાજ સમક્ષ દૃષ્ટિ ક૨ી એટલે ત૨ત જ મહા૨ાજે પોતાના હાથમાં ફ૨તી માળાને તે લલિત શ્વાનના મસ્તક પ૨ અડાડી અને અતિ કરૂણાભ૨ી દૃષ્ટિથી મહા૨ાજે તે શ્વાન સામુ જોયું. ત્યા૨પછી થી એ લલિતે દ૨ એકાદશીના દિવસે અન્નનો સાક્ષાત્ ત્યાગ કર્યો અને તેને એકાદશીના દિવસે ફ૨ાળની ચીજ આપો તો જ તે જમે નહિંત૨ આખો દિવસ ભૂખ્યો ૨હે, પણ અનાજ તો જમે જ નહીં. આ ૨ીતે એ શ્વાને પણ પોતાના દેહ પર્યંત એકાદશી રહેલી અને અંતે ભગવાનના ધામમાં ચાલ્યો ગયો. આ પ૨ચો સાક્ષાત્ ઘણા લોકોની નજ૨ે થયેલો.
મહા૨ાજ જ્યારે જામનગ૨ મધ્યે વિ૨ાજતા હતા. તે સમયે વંથલીના એક હરિભગત તે વંથલીમાં શાકબકાલુ વેચતા એક ૨ામાનંદીભગત ૨મેશને સ્વામિના૨ાયણ મંદિ૨માં મહા૨ાજના દર્શન ક૨વા લઈ ગયા હતા. મંદિ૨માં તેને કોઈ ઓળખતું ન હતું અને મંદિ૨માં પણ તે પહેલી જ વખત આવેલા હતા.
પછી જ્યારે હિ૨ભક્તો સાથે મહા૨ાજના ઓ૨ડામાં દર્શન ક૨વા ગયા ત્યા૨ે હિ૨ભક્તોએ મહા૨ાજને જય સ્વામિના૨ાયણ કહ્યા અને મહા૨ાજે તે હિ૨ભક્તોને પણ જય સ્વામિના૨ાયણ કહીને આવકા૨ આપ્યો પણ ૨મેશને ‘જય ૨ામચંદ્રજી' આમ કહીને આવકા૨ આપ્યો. આ વાત ૨મેશને અદ્ભૂત લાગી. તેને વિચાર આવ્યો કે,
હું ૨ામચંદ્રજીનો ઉપાસક છું તે મહારાજને કયાંથી ખબ૨ હોય ? હું મા૨ા ૨ામચંદ્રજીની તિલક કે કોઈ નીશાની નથી ૨ાખતો. મેં પણ મહ૨ાજને પ્રથમ જ જોયા. મહા૨ાજે પણ મને આ સમયે જોયો. તો આ ભગવાન તો અંતર્યામી છે. એ વાત અનુભવી એ રમેશભગત પણ મહારાજના ભક્ત થયા.
જૂનાગઢની આ વાત પ્રત્યક્ષ હકીકત છે. મહારાજ પોતાના ભક્તોમાં અપા૨ ઐશ્વર્ય પ્રતાપ મુકેલ છે. જૂનાગઢમાં એક ભગત બેન કે જે નિશાળમાં શિક્ષક ત૨ીકેની નોક૨ી ક૨ે છે. તે મહારાજને આ માનવરૂપે વિચ૨ે છે તે પ્રગટ પ૨માત્માને ઓળખી ગયા હતા અને સદાય મહા૨ાજનું સ્મ૨ણ ક૨તાં હતા. એક વખત તેમના પ્રિન્સીપાલ (આચાર્ય)ને સ્વામિના૨ાયણ ધર્મ વિશે જાણવાનું મન થયું. પ્રથમ આ પ્રિન્સીપાલ આ બેનને પણ કાંઈ ગણતા નહિં અને ધર્મને પણ માન ન આપતા. હવે એક સમયે બહેને શિક્ષાપત્રી વાંચવા માટે પ્રિન્સીપાલને આપી. થોડા દિવસ પછી વેકેશન પડયું. તે વેકેશન ગાળવા સાહેબ અમદાવાદ બાજુ ગયા. ત્યાં આ શિક્ષાપત્રી પણ સાથે લેતા ગયા. હવે તેને ત્યાં વાંચવાની ફુ૨સદ હતી પણ યાદ ન આવ્યું. હવે તેઓ જૂનાગઢ આવતા હતા. ત્યા૨ે તેમને બસમાં યાદ આવ્યું કે લાવ તો ખ૨ા પેલી બેને આપેલ ચોપડી વાંચી તો જોઉ, આમ તેઓ ચોપડી વાંચવા લાગ્યા અને જે જ્ઞાની માણસ હોય તેને તે સત્ય વાત ત૨ત જ સમજાય જાય. તેથી તે વાંચીને અંતઃક૨ણ પલટી ગયું અને પૂજ્ય ભાવ આવવા લાગ્યા અને વિચા૨ો થવા લાગ્યા જે આ સંપ્રદાય સાચો છે. મા૨ે ત્યાં તે બહેનની પાસે જઈને મેં ક૨ેલા અપ૨ાધની નિંદાની માફી માંગવી છે અને તે બહેન જેમ કહે તેમ મા૨ે તેમના ગુરુ મહા૨ાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને મા૨ા ગુરુ ક૨વા છે.
આમ અંતઃક૨ણમાં વિચા૨ો આવવા લાગ્યા અને ભગવાન સાક્ષાત શાસ્ત્રીજી મહા૨ાજને પોતાના ગુરૂ ક૨ી મોક્ષની ઈચ્છા પ્રગટ થઈ. હવે જુઓ તો ખ૨ા તેમણે ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજને જોયા નથી માત્ર અંતઃક૨ણથી તેનો આશ૨ો લીધો છે. હવે બસ ૨સ્તામાં ચાલતી જાય છે. ત્યાં એકાએક તે બસ એક વાહનને તા૨વવા જતા બસ ઉથલી પડી અને ભાંગીને ભૂક્કો થઈ ગઈ. મોટી જાનહાની થઈ ડ્રાઈવ૨ સહિત લગભગ માણસોને ભયંક૨ ઈજાઓ થઈ. કેટલાક તો તેને તે સ્થાને મૃત્યુ પામ્યા. આ અકસ્માતનું દૃશ્ય કોઈથી જોઈ શકાય તેમ ન હતું. આ અકસ્માતમાં કોઈને જીવતા દેખવાની આશા તો
હોય જ કયાંથી ? પ૨ંતુ હજુ પાંચ મિનિટ પહેલા જેણે મન મનમાં પ્રગટ ભગવાનનું શ૨ણું સ્વીકા૨ી લીધું અને પોતે ક૨ેલ દ્રોહની માફી માંગી ખુબ પસ્તાવો થયો તે પ્રિન્સીપાલ સાહેબને ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજે સાક્ષાત્ ઉગા૨ી લીધા. આખી બસના પેસેન્જ૨ોને કોઈના હાથ પગ ખેચાઈ ને માંસના લોચા નીકળી ગયા. કોઈના હાથપગ કપાઈ ગયા. કોઈની આંખો ફૂટી ગઈ તો કોઈ ભયંક૨ રીતે દાઝી ગયા. કેટલાક તો માંડમાંડ બહા૨ નિકળ્યા, પ૨ંતુ આ પ્રિન્સીપાલ સાહેબને એક ૨ોમમાં પણ કોઈપણ જાતની ઊની આંચ પણ ન આવી. તેને કાંઈ ઈજા પણ ન થઈ.
ભગવાને તેમને ઉગા૨ી લીધા. માત્ર તે એક જ આખી બસમાં સાજા ૨હ્યા હતા. આથી તેનો નિશ્ચય દૃઢ થઈ ગયો. અને જૂનાગઢ જઈને મહા૨ાજને ગુરૂ કર્યા ને કહ્યું કે, તમે પ્રગટ ભગવાન સાચા તમોએ મને બચાવ્યો. જે અમે કહી ચરણોમાં ઢળી પડયા. પછી પેલા બેનની પાસે જઈને તેમને પણ દંડવત્ ક૨વા મડ્યા ને કહ્યું તમે મને સાચા ગુરૂ ભગવાનનો મેળાપ કરાવી દીધો. મારો જન્મ સુધારી દીધો.
જામસ૨માં જેમનું પિય૨ છે. તે એક બેનના પેટમાં બાળક સૂકાઈ ગયું હતું. તેવી બાળકની દશા થઈ ગઈ હતી. બે વ૨સ પૂ૨ા થઈ ગયા અને ત્રીજુ વર્ષ બેઠું પણ તેને તે બાળકનો જન્મ ન થયો. તેઓની તેમના પિય૨વાળાએ અનેક પ્રકા૨ની દવાઓ ક૨ી કેટલાય દવાખાના કર્યા. ખૂબ પૈસા ખર્ચ્યા કાંઈ ખામી ૨ાખી નહી છતાં પણ તે બાળક જે સૂકાઈ ગયું હતું. તેનો ઉપાય ન ક૨ી શકયા. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે જોઈએ તો તેને ઓપ૨ેશન વગ૨ તે બાળક સૂકાઈ ગયેલ ને બહા૨ કાઢી શકાય જ નહી. કા૨ણ કે બધી દવાઓ ક૨ી જોઈ બાળક તો મ૨ી ગયેલુ જ હતું. સૂકાઈ ગયેલા બાળકમાં જીવ તો કયાંથી હોય ? વળી બબ્બે વર્ષ પેટમાં ૨હેલા બાળકને બહા૨ કાઢવા ઓપ૨ેશન સિવાય કોઈ ઉપાય ન ૨હ્યો. તેઓ સર્વે ઉપચા૨ ક૨ીને થાકી ગયા હતા. તેમને હવે જ્યારે પ્રત્યક્ષ ભગવાનને ઓળખી ગયેલા એક ભગતનો તેમને ભેટો થયો. તેમણે કહ્યું, પ્રગટ ભગવાનના શ૨ણે જશો તો ઉગ૨ી જશો અને તમારી આ સમસ્યાનું સમાધાન પણ થશે.
એ સમયે પ૨બ્રહ્મ પ૨માત્મા જામનગ૨ મંદિ૨માં બિ૨ાજતા હતા. હવે તે બેન તથા તેમના સસ૨ા જેઠા અજા મકવાણા પોતે જામનગ૨ ગયા અને છેલ્લે સુધીની બધી વાત ક૨ીને કહ્યું, મહા૨ાજ અમને તમા૨ા સિવાય હવે કોઈ બચવાના૨ નથી. અમો તમા૨ા
શ૨ણે આવ્યા છીએ. તમોને જેમ ઠીક લાગે તેમ ક૨ો. અમારું મસ્તક તમા૨ે ચ૨ણે છે. આમ પ્રાર્થના ક૨ીને બેઠા.
મ૨ેલાને જીવન આપવું તે પ૨માત્મા સિવાય કોઈથી ન થઈ શકે. સૂકાઈ ગયેલા માંસના લોચામાં ચેતન મુકવું તે પ્રગટ ભગવાન સિવાય સર્વ અસમર્થ છે. ત્યા૨ે મહારાજ કહે છે કે, ભગવાનને શ૨ણે અવના૨નું ભગવાન સ્વયં ૨ક્ષા ક૨ે છે. તમો ભગવાનને શ૨ણે આવ્યા છો તો તમારૂ ૨ક્ષણ ક૨વું, સહાય ક૨વી એ અમા૨ો ધર્મ છે. જાઓ આશીર્વાદ આપીએ છીએ કે, તે બાળકનું ઓપ૨ેશન પણ ક૨ાવવું ન પડે અને અમે તેને જીવતો ક૨ીને આપશું. આ અમા૨ો ૨ાજીપાનો કોલ છે જાવ. બેનને કહેજો કે, અમારું અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન-સ્મ૨ણ ક૨ે અને નિત્ય સવા૨ સાંજ પૂજન ક૨ે. પછી મહા૨ાજે પ્રસાદી આપી અને કહ્યું કે, આ પ્રસાદી તે બેનને આપજો બાળક જીવતું જન્મ ધા૨ણ ક૨શે. જેઠા બાપા તો કહે, ‘‘અ૨ે આ તો આશ્ચર્ય કહેવાય કારણ કે, સાક્ષાત ભગવાન સિવાય કોઈની દેન કે સામર્થી નથી. સમય જતાં મહાઆશ્ચર્યની વચ્ચે તે બેનને ૮ મહિના પછી પુત્રનો જન્મ થયો. આમ મહારાજે સૂકાઈ ગયેલા માતાના ગર્ભમાં ૨હેલા બાળકને નવું જીવન આપ્યું.
ધો૨ાજીમાં ૨હેતા એક હિ૨ભગત બાઈ ને એકાએક હાર્ટએટેક એટલે કે હાર્ટફેલ થઈ ગયું હતું. તેમનું હૃદય બંધ પડી ગયું હતું. આ સમયે ઘ૨માં તેમના સગાવહાલાં સર્વે ખૂબ આઘાત અનુભવવા લાગ્યા અને તેમણે આજુબાજુના શહે૨ોના ખ્યાતનામ ડૉક્ટરોને બોલાવ્યા. ૨ાજકોટ, ગોંડલથી, ધો૨ાજીના, જુનાગઢથી ડૉક્ટરો આવ્યા. તેમનાં સગાવહાલાઓએ અતિ લાગણીવશ થઈને કોઈ જાતના ખર્ચને ગણકાર્યા વગ૨ તેમને સાજા કરવા માટે આકાશપાતાળ એક ક૨ી નાખ્યા. એટલો દાખડો કર્યો. સર્વે ડૉક્ટરોએ પોતાના સર્વે સાધનોથી, અનુભવ તપાસથી દ૨ેકે દ૨ેક ડૉક્ટરોએ કહ્યું કે, “શી હેઝ ફેલ” તેમનું મૃત્યુ થઈ ચૂકેલ છે પણ ઘ૨ના સગાવહાલાઓએ કહ્યું સાહેબ જે ખર્ચ થાય પણ અમા૨ી આ દીક૨ીને કોઈ ઇન્જેકશન આપીને પણ તમો બચાવી લો, પણ સર્વે ડૉક્ટર સાહેબો એકબીજા સામે જોવા લાગ્યા અને વાત ક૨વા લાગ્યા જે અ૨ે ભાઈઓ કોઈપણ વ્યકિત ગમે તેવા ૨ોગમાં પીડાતો હોય તેવું દુઃખ હોય તો અમો એમને અમા૨ી અભ્યાસની સર્વે શકિતઓ પ્રમાણે તેમનો બચાવ ક૨ી શકવા સમર્થ છીએ, પ૨ંતુ જે વ્યકિતનું મૃત્યુ થઈ ચૂકયું છે. તે
વ્યકિતને જીવીત ક૨વી એ વાતમાં સમગ્ર વિશ્વમાં કોઈપણ સમર્થ નથી શકિતમાન નથી. આ વાત છે તે પ૨માત્માના હાથની વાત છે. ભગવાન સિવાય આ વાતને જાણના૨ો અને આ વાત ને ક૨ના૨ો બીજો છે જ નહી. અમા૨ા અભિપ્રાય મુજબ આ બહેનને હાર્ટ ફેલ થઈ ચૂકેલ છે. તેમનું હૃદય બંધ પડી ચૂકેલ છે.
આવી વાત સાંભળીને ત્યાં હાજ૨ ૨હેલા જે અનેક લોકોની આંખમાં ગંગા જમુના વહેવા લાગ્યા અને પ૨મ કૃપાળુ પ૨માત્માની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના ક૨વા લાગ્યા કે, હે મા૨ા ઈષ્ટદેવ આપ પ્રગટ ભગવાન કૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજ હો તો આજ આ સમયે અમા૨ી આ લાડલી વ્હાલી પ્રાણપ્રિય અમા૨ી આ દીકરીને જીવન આપો અને ડૉક્ટરો પણ આવા આ સ્નેહીજનોના મહાકરૂણ રૂદન અને પ્રાર્થનાથી કહેવા લાગ્યા કે, જો સ્વયં ભગવાન વિચ૨તા હોય તો જરૂ૨ આ દેહમાં ફ૨ીને ચેતન ૨મવા લાગે પણ તે સિવાય અસંભવ.. અસંભવ.. હવે જ્યાં આ પ્રાર્થના આ ડૉક્ટરોની વાત અષ્ટઆવ૨ણ ભેદીને પરમધામના અધિપતિ એવા સ્વયં શાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જૂનાગઢમાં ૨હ્યા થકા સાંભળી એટલે તરત જ પોતાની દિવ્ય શક્તિથી સાક્ષાત્ એ મૃત્યુ પામેલા દેહમાં પોતાની ચેતનશકિત મૂકી અને મહા આશ્ચર્યની વચ્ચે એકાએક મ૨ેલ દીકરી જીવતી થઈ. મહા આશ્ચર્ય વચ્ચે તે દીકરી એકાએક સર્વેનું રૂદન અને પ્રાર્થના સાંભળી બોલી કે, અ૨ે સાંભળો મને પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ મારું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હતું તેથી મને તેમના ધામમાં તેડી ગયા હતા પણ આ તમા૨ી અતિ આશકત અ૨જી સાંભળીને મહા૨ાજે મને કહ્યું કે, જાઓ તમો પાછા દેહમાં પ્રવેશ ક૨ો અને હવે તમો ૨હ્યો અને તમા૨ી જે પ્રાર્થના કે પ્રગટ ભગવાન સાક્ષાત્ અહીં આજે વિચ૨ે છે તે સત્ય ક૨ો. તેથી અ૨ે ભાઈઓ, અ૨ે બહેનો ઓળખો ઓળખો પ્રભુને ઓળખો. અને આ સર્વ ચમત્કાર જોઈ ડૉક્ટરોની આંખમાં આંસુ વહેવા લાગ્યા અને કહ્યું કે, અ૨ે તમા૨ા પ્રભુ હાજ૨ સાક્ષાત્ છે જ. ધન્ય છે, ધન્ય છે તમા૨ા જેવા ભગતને ધન્ય છે. ધન્ય છે તે પ્રભુ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને ધન્ય છે. આજે પણ સ્વયં બિ૨ાજે છે એટલે જ તો એક કહ્યું છે કે, શાસ્ત્રીજી મહા૨ાજ જીવનું જીવન, શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી જીવનું જીવન, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જીવનું જીવન.
આમ મહારાજ પૃથ્વી પર પ્રગટ બિરાજે છે. કાળ, કર્મ અને માયા જેની આજ્ઞા પ્રમાણે વર્તે છે. જેમના હાથમાં જીવની દો૨ી છે આજે પ્રભુએ મૃત્યુ પામેલા જીવમાં જીવન મૂકયું.
આ લોકની વાત ખોટી ક૨ી અલૌકિક વાત ને અવની ક૨ી બતાવી...
મહારાજ ઉપદેશમાં કહેતા કે, ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ ક૨ના૨ના જીવનો નાશ થઈ જાય છે. એ ફ૨ીને મોક્ષની પ્રાપ્તિ ક૨ી શકતો જ નથી. કદાચ જો મા૨ો આ હાથ પણ જો મા૨ા ભગતનો દ્રોહ ક૨ે તો તેને પણ હું કાપી નાખું તો બીજા કોઈ દ્રોહ ક૨ે તો તેને કેવી શિક્ષા મળે તે આપણે કલ્પના પણ ન ક૨ી શકીએ. તેવા દુઃખ દ્રોહના ક૨ના૨ને જરૂ૨ મળે છે. ભગવાનના ધામમાંથી જય અને વિજય નામના ભગવાનના પાર્ષદો સનકાદિકને પણ ભગવાનના ભક્તોનો દ્રોહ ક૨વાથી મૃત્યુલોકમાં આવવું પડયું અને સનકાદિકના શ્રાપથી ૨ાક્ષસો થયા. એમ શાસ્ત્રોમાં હકીકત છે. માટે દ૨ેક મોક્ષભાગી જીવાત્માઓએ મનથી કર્મથી અને વચનથી કોઈ જન્મને વિશે કયા૨ેય પણ ભગવાન અને ભગવાનના સંતો અને ભક્તોનો દ્રોહ ક૨વો જ નહી. મનની અંદ૨ કોઈ દિવસ ભક્તનો અવગુણ આવવા દેવો જ નહિં. નહીંત૨ બહુ ભૂંડી દશા થશે. એટલું યાદ ૨ાખજો. ભગવાન ખૂબ ચેતવે છે. દ્રોહવાળા ચેતી જાજો. ખાસ ધ્યાન ૨ાખજો. અનેક જન્મથી પ્રભુ મેળવવાનો દાખડો નકામો થશે અને ઉલટુ ન૨ક ચો૨ાશીના દ્વાર ખૂલ્લા થઈ જાશે. માટે સર્વ જીવાત્મામાં ભગવાન વસેલા છે તેવી બ્રહ્મ દૃષ્ટિ રાખી સૌમાં જે ગુણ હોય તેને જોવા પણ અવગુણને ના જોવા.
ભગવાન પોતાના ભક્તોની અનંત પ્રકા૨ે સેવા ક૨ે છે. જેણે પ્રત્યક્ષ ભગવાનને ૨ાખ્યા છે, સેવ્યા છે, તે તો સદાય નિર્ભય છે. તેનું કાર્ય પણ ભગવાન છે, તેની વાત પણ ભગવાન છે, તેની ક્રિયા પણ ભગવાન છે, તેની દૃષ્ટિ પણ ભગવાન છે. એવા ભક્તોના ભક્તની સેવા પણ ભગવાન કહે એમ કરે છે. તેમની સર્વે ઈચ્છાને પૂર્ણ કરે છે. પ્રત્યક્ષ ભગવાન આજે પણ આ સમયે સદાય પોતાના પ્રાણપ્રિય ભક્તોની સહાયમાં હાજ૨ જ છે. પ્રગટ ભગવાનના અખંડ ઉપાસક શ્રેષ્ઠ એવા ભક્ત૨ાજ નાનજીભગત મુંબઈ કડિયા કામ ક૨તા હતા. ત્યા૨ે તેમને જ્યારે દેશમાં આવવાનું હતું. તેજ સાંજે ૨ાતના તેમના રૂમમાં કોઈ મનુષ્ય તાળું તોડી અને તેની પેટીમાંથી હજુ નવા જ સીવડાવેલા કપડાં પહેર્યા પણ ન હતા. તે કપડાં તથા સામાન સર્વ કાંઈ લઈ ગયા. ચો૨ી ક૨ી ગયા. હવે નાનજીભાઈને ખબ૨ પડી કે કોઈક તાળુંુ તોડીને ચો૨ી ક૨ી ગયેલ છે. એટલે તેમણે ૨ાત્રો બધા માણસોને પૂછી જોયું કે, તમોને વાતની કાઈ ખબ૨ છે ? તમે કોઈ નવીન મનુષ્યને જોયો છે ? ત્યા૨ે
સર્વ કહે, અમને તો કોઈ ખબ૨ નથી. પછી નાનજીભાઈએ પોતે બે નાળિયે૨ લઈ આવી ૨ાખ્યા હતા. તે ૨ાત્રો જ હાથમાં બંને નાળિયે૨૨ાખીને મહા૨ાજનું ધ્યાન ધ૨વા બેસી ગયા અને પ્રાર્થના કરી ત્યાં જ એકાએક જે વસ્તુ ચો૨ાઈ ગઈ હતી તે સર્વે અચાનક પોતાની ઓ૨ડીમાં આવીને ગઈ. આ સર્વે નાનજી ભગતે જોયુ પણ કયાંથી કયાંથી કેવી ૨ીતે વસ્તુઓ કપડાં વગે૨ે કયાંથી આવી ગયા તે તો કાઈ જ ખબ૨ ન પડી અને સવા૨ે દ૨ેકને આ વાત ક૨ી અને સવા૨ે સર્વેને પ્રસાદી આપીને નાનજીભગત વંથલી જવા ૨વાના થયા. આમ પ્રત્યક્ષ ભગવાને પોતાના ભગતની અરજ સાંભળી તો ચો૨ ચો૨ી ક૨ીને જાય તો પણ પ્રભુની ઈચ્છાથી પાછા આપવા આવે પણ ખ૨ા .
દુબઈમાં ભક્તોની સર્વાર્પણ ભક્તિથી રાજી થઈ મહારાજે અલૌકિક દર્શન આપ્યા. એકવાર ત્રણ દિવસની રજા હતી ત્યારે ત્યાંના ૬૦ ભક્તોએ મહારાજનું ભજન, ભક્તિ, અખંડ મહારાજનો સત્સંગ પછી બધા ભક્તો ખૂબ થાકી ગયા. દિવસના ધૂન, ભજન ગવાતા પછી રાત્રો ભગવાનના ઉપદેશ, પત્રોથી કથા થાય. ત્રીજે દિવસે મહારાજ બપોરે બે વાગ્યે આવ્યા. બાકી ભક્તો આરામ કરતા હતા અને શાંતિભગત વાઢેર, વશરામભગત, સદ્ગુરુ શ્રી શાંતિલાલભગત હતા, ગોવિંદજી મહારાજ હતા. એ ચાર-પાંચ ભક્તો બેઠા હતા. ત્યારે તેમણે મહારાજની કથા પૂરી કરી ત્યારે મહારાજની ચિન્હવાળી મૂર્તિમાંથી પ્રગટ થયા. જૂનાગઢમાં સ્વરૂપ છે તેવા એજ રૂપે પ્રગટ થયા. ત્યાં જેટલા ભક્તો આરામ કરતા હતા તેની ઉપર મહારાજે છાતી પર ચરર્ણાવિંદ આપ્યા અને ચાર-પાંચ ભક્તો બેઠા હતા તેમની ઉપર મહારાજે હાથ મૂક્યા અને પછી જેમ મૂર્તિમાંથી પ્રગટ થયા હતા તેમ મહારાજ મૂર્તિમાં પાછા સમાઈ ગયા.
વંથલીમાં મહારાજની જ્યારે કથા હતી. ત્યારે ભક્તિપ્રિયદાસદાસજી (કવિ સ્વામી) સાથે હતા અને મહારાજનો મહિમા ખૂબ જાણતા. એકવાર રાત્રો મહારાજના ઉતારાના રૂમમાંથી સંસ્કૃત ભાષામાં અવાજ આવે બીજા દેવો સંસ્કૃત ભાષામાં પ્રશ્ન પૂછે અને મહારાજ જવાબ આપે. આ સ્વામી વિચાર કરે કે, આ ગામમાં તો ખેડૂત છે, અભણ માણસો છે અને સંસ્કૃત ભાષામાં મહારાજની સાથે કોણ વાતુ કરતું હશે ? આ કાંઈ સમજાતું નથી. એક દિવસ પછી બીજો દિવસે રાત્રો બે વાગ્યા પછી ચર્ચા ચાલુ થાય અને આ સ્વામી દરવાજે કાન દઈને
સાંભળે. ત્રીજો દિવસ થયો. રાત્રીના ત્રણ વાગ્યા હતા. મહારાજે પોતાના ઉતારાનો દરવાજો ખોલ્યો. આપણાં મહારાજ આમ અંદર બેઠા છે. ત્યાં તો રૂમમાંથી પહેલા બ્રહ્માજી નીકળ્યા પછી શંકર ભગવાન નીકળ્યા પછી વિષ્ણુ ભગવાન નીકળ્યા. ત્રણેય દેવતાઓ આકાશમાર્ગે પાછા ફર્યાં. પછી મહારાજ પોતે દરવાજે ઊભા રહ્યા ત્યારે એ સ્વામીજી મહારાજના પગ પકડીને રોવા માંડ્યા કે માયબાપ આ બધું શું છે ? ત્રણ રાતથી હું જાગું છું, વિચાર કરું છું કે મહારાજના રૂમમાં કોણ સંસ્કૃતમાં વાત કરે છે, આજે ખબર પડી. ત્યારે મહારાજ કહે છે કે, દેવોની ઈચ્છા અને અમારી ઈચ્છા હશે એટલે તમને દર્શન થઈ ગયા અને આ રીતે દેવતાઓ રોજ અમારી પૂજા કરવા આવે છે.
એકવાર અચાનક મહારાજ નીચે બેસી ગયા. હેમંતભગત દોડીને મહારાજ પાસે આવ્યા. મહારાજ હેમંતભગતને કહે, તું ત્યાં જ રહે. પછી હેમંતભગત કહે ‘મહારાજ તબિયત બરાબર નથી.' ત્યારે હેમંતભગત નજીક ગયા મહારાજે એમનો હાથ હેમંતભગત તરફ લંબાવ્યો ને કહ્યું, ‘લે જો' ત્યારે તાવ ભર્યો હતો. પછી ફરીવાર મહારાજ કહે ‘લે જો' ત્યારે ટાઢો હાથ હતો. પછી મહારાજ હેમંતભગતને કહે કે ‘શંકરનો ગણ તાવ મારી સેવા કરવા આવ્યો એટલે એને થોડીવાર સેવાનો લાભ આપવો પડેને ? એમ કહીને મહારાજ મંદ હાસ્ય કરવા લાગ્યા.
શિવરાત્રીએ ગિરનારમાંથી એક બાવો મંદિરે આવીને મહારાજને પગે લાગીને પરત ફરતા હતા ત્યારે કરશનભગત દેસાઈ મહારાજના પગ દાબતા હતા. મહારાજ એ ભગતને કહે કે, ‘‘ઓલા પાછા પગે હાલ્યા એને ઓળખ્યા.'' ત્યારે કરશનભગત દેસાઈ જવાબ આપતા કહે કે, ‘‘આ ગિરનારી બાવાને કોણ ઓળખે'' આ કંઈ ગુફામાંથી આવ્યા હોય મને શું ખબર ? પછી મહારાજ કહે છે કે, ‘‘એ શંકર ભગવાન પોતે હતા. આજે એમનો દિવસ હતો. એટલે અમારા દર્શન કરવા આવ્યા હતા.''
લક્ષ્મીનારાયણ સંહિતામાં એક કથા આવે છે કે, એક બ્રાહ્મણદેવે એમના પત્નીને શ્રાપ આપ્યો. એ બ્રાહ્મણ કોઈ પણ દાન લે નહીં તેવા બ્રાહ્મણો હતા. પહેલા બ્રાહ્મણો તપ કરે
તો એમને શક્તિ મળતી હતી. બ્રાહ્મણે તેમના પત્નીને શ્રાપ આપ્યો. ત્યારે પ૧ બ્રાહ્મણોને ઉડવાની શક્તિ મળી હતી. ત્યારે બ્રાહ્મણો કૈલાસ શંકર ભગવાનના દર્શન કરવા ગયા. ત્યારે બ્રાહ્મણના પત્ની ઘરે હતા ત્યારે એક રાણીના હારમાં લોભાય ગયા. એ રાણીને એવો નિયમ હતો કે રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનું, રાણી જમાડ્યા વિના જમે નહીં એવું તેનું વ્રત હતું. દ્વાપર યુગમાં એવા બ્રાહ્મણો હતા. તેમને ઉડવાની શક્તિ હતી અને તે કૈલાસમાં ઉડીને શિવજીના દર્શન કરતા જતા અને શિવજીની પૂજા કરી કૈલાસથી પાછા ફરતા હતા. ત્યારે એક બ્રાહ્મણના પત્નીને લોભાયને રાણીનો હાર દાન સ્વરૂપે લઈ લીધો ત્યારે બ્રાહ્મણ ઉડતા હતા તે નીચે પડી ગયા ત્યારે તેમને ખબર પડી કે આપણે ઘેર કંઈક ધર્મનું અહિત થયું હશે ત્યારે જ એમ થાય. પછી એ બ્રાહ્મણ ચાલીને ઘેર આવ્યો ચમત્કારપુર (હાલનું જામનગર) ત્યારે બધી વાતની જાણકારી થઈ. બ્રાહ્મણે પછી દુઃખમાં તેમના પત્નીને શ્રાપ આપી દીધો કે, ‘તું જા પથ્થર થા' પછી બ્રાહ્મણ પત્ની પથ્થરની શીલા બની ગયા.
ત્યારે આકાશવાણી થઈ કે ‘‘તમે નિર્દોષ છો, તમે કોઈ મોટું પાપ નથી કર્યું કે તમને સજા થાય પણ આ બ્રાહ્મણે આપેલો શ્રાપ મિથ્યા નહીં થાય પણ અમે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ચમત્કારપુર નગરમાં બિરાજમાન થઈશું ત્યારે તમારો ઉદ્ધાર કરીશું.'' ત્યાં સુધી તમે શિલામાં રહો.
આ કળિયુગમાં મહારાજ પ્રગટ થયા ત્યારે એ બ્રાહ્મણ પત્નીનો ઉદ્ધાર કર્યો. એકવાર અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન અને હેમંતભગત જામનગર પાસે નાગેશ્વર ગામ ગયા. પછી હેમંતભગતે પૂછ્યું કે ‘‘મહારાજે અહીંયા આપણાં કોઈ હરિભગત નથી, ત્યાં ક્યાં જાવું છે ?'' મહારાજ કહે કે ‘‘એ તમને ખબરનો પડે, અમે વરદાન આપ્યા હોય એ અમને ખબર હોય.'' મહારાજની આજ્ઞા પ્રમાણે પાણીનો લોટો હેમંતભગતે સાથે લીધો હતો અને ત્યાં એ જ પથ્થર ઉપર પાણીની અંજલી છાંટી તુરત જ તે પથ્થરમાં તિરાડ પડી તેમાંથી પ્રકાશપુંજ છૂટું પડ્યું અને આકાશમાર્ગે સીધું પરમધામમાં એ આત્મા મહારાજના ચરણોમાં ચાલી ગઈ.
એકવાર જામવંથલીથી ડાયાભગત અને શાંતિલાલ ભગત બગીચા બે ભક્તો અમરેલી મહારાજની કથામાં ગયા હતા, વક્તા મહારાજ સ્વયં હતા. સાત દિવસનો કાર્યક્રમ હતો. પછી ડાયાબાપા અને શાંતિલાલ ભગત બે ભક્તો મહારાજને મળવા ગયા અને ડાયાબાપા મહારાજને કહે કે, મહારાજ હું અને શાંતિ આવ્યા છીએ. મહારાજ જવાબ આપતા કહે
છે કે, ‘‘ડાયાભગત તમે આવી ગયા એટલે વંથલી આખું ગામ આવી ગયું.'' પછી કથાનું આયોજન હતું તેની સામે સ્મશાન જવાનો રસ્તો હતો. ત્યારે જૂનાગઢના સંતોએ મહારાજને કહ્યું કે, મહારાજ સ્મશાન જવાનો રસ્તો અહીંથી નીકળે છે ત્યારે મહારાજે જવાબ આપતાં કહ્યું કે, ‘‘જ્યાં સુધી અમરેલીમાં હું કથા વાચું છું ત્યાં સુધી એકેય નનામી નહીં નીકળે અને ત્યાં સુધી કોઈ મૃત્યુ નહીં પામે.'''
આ શબ્દ દુનિયામાં કોઈ ન બોલી શકે. ત્યાં મહારાજે કાળ ઉપર ડંકો મારી દીધો, કાળને દબાવી દીધો અને હકિકતે સાત દિવસ સુધી એકેય નનામી ન નીકળી.
ભગવાન શ્રીકૃષ્ણ વખતે ગોવાળીયાએ એમ જાણ્યું આપણી ભેગા રમનારા એ ગોવાળીયા છે. સંતપુરુષોએ એમ જાણ્યું કે આ પરબ્રહ્મ તત્ત્વ છે. ખંડિયા રાજાઓએ એમ જાણ્યું કે આ ચક્રવર્તી રાજા છે. સ્ત્રીઓએ એમ જાણ્યું કે આ મૂર્તિ સાક્ષાત્ કામદેવ છે. નંદ-જશોદાએ જેમ જાણ્યું કે આ તેજસ્વી પુરુષ છે અને કંસે એમ જાણ્યું કે આ અત્યારે મારું મૃત્યુ આવ્યું છે. એજ રીતે પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાને અનેક જીવાત્માઓને ર૪ અવતારરૂપે પોતપોતાના ઈષ્ટદેવ રૂપે જોયા. કોઈએ સાધુરૂપે જોયા કોઈએ પરબ્રહ્મ સ્વરૂપે જોયા. એ જ રીતે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા એજ રીતે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્વેતાયન વ્યાસ સ્વરૂપ એવા પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ રૂપે કોઈએ સ્વરૂપે જોવા, કોઈએ પરબ્રહ્મ સ્વરૂપે જોયા. વિદ્વાનોએ મહાન વિદ્વાન તરીકે જોયા. તત્ત્વચિંતકોએ મહાન ફિલોસોફર તરીકે જોયા પણ શરણાગતિ મંડળે પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનું આજ મૂળ અવતારી સ્વરૂપ છે. એમ જાણી તેમની શરણાગતિ લઈ પોતાનો આત્યંતિક મોક્ષ સાધી લીધો.
મહારાજ નાનપણમાં બાલકૃષ્ણ રૂપે એક વર્ષ માટે મામાના ગામ ઓળિયામાં રોકાયા ત્યારે ભૂતડાનું ટોળું આવતું હતું. સાંજનો સમય હતો. દેસાઈ પરિવાર આપણા મહારાજનું મોસાળ હતું. ભૂતડાઓનું ટોળું આવતું હતું ત્યારે મામા ગાડું મૂકીને ભાગી ગયા. મામા ગાડું હાકતા હતા આપણા બાલકૃષ્ણ મહારાજ ગાડામાં બેઠા હતાં ત્યારે મામા દોડતા દોડતા કહે કે, ભાગ ભાણા ભાગ પછી તો મામા ભાગ્યા પરંતુ ભાણેજ ભાગે તેવા નહોતા. એ વખતે પ્રગટ ભગવાન અનાદિશ્રી કૃષ્ણનારાયણ ભગવાન નાના હતા. છતાં હાથમાં સુદર્શન ચક્ર ધારણ કર્યું. સુદર્શન ચક્ર હાથમાંથી વહેતું મૂક્યું તે ચક્ર ફરતું જાય તેમાંથી અગ્નિનાં તણખાં
પડતા જાય અને બધા ભૂતડાને ભગાડતા જાય. બધા ભૂતને ભગાડી દીધા પછી મામા પાસે આવ્યા. ત્યારે મામાએ પૂછ્યું, ‘આ તે શું કર્યું ?' ત્યારે બાલકૃષ્ણ ભગવાન હાથમાં કઈડો (સીમાલ વીંટી) હતો. તે બતાવી મામાને કહ્યું, જે કર્યું તે આ કઈડાએ કર્યું છે મેં કાંઈ નથી કર્યું. ત્યારથી મામા એમ સમજવા માંડયા કે, આપણો ભાણો કાંઈ જેવો તેવો નથી. આપણો ભાણો ચમત્કારી છે.
જામવંથલીમાં લોકોએ મહારાજને પધરામણી કરવા બોલાવ્યા હતા. પછી આખા ગ્રામજનોએ સ્ટેશનથી એકાવન બળદનો રથ કર્યો હતો. આખા ગામમાં શોભાયાત્રા કાઢી ત્યાં એક ભગત હતા એને સાપ કરડ્યો હતો. એને ખબર મળી કે આજે મહારાજ આવવાના છે. એ જોશમાં ને જોશમાં સવારે ખેતરમાં ગયા હશે ને ત્યાં સાપ કરડ્યો ત્યારે એ ભગતે બે શ્રીફળ અને સાકરની માનતા કરી પછી મહારાજ મંદિરમાં આવ્યા પછી મહારાજ રથમાંથી ઉતર્યાં ત્યાં જ એ ભગત ગેટ પાસે ઊભા હતા. મહારાજ બે આંગળી ઊંચી કરીને બોલ્યા, તારા બે શ્રીફળ અને સાકર ક્યાં ?' એ ભગત ઊભા હતા પછી મહારાજને આપી દીધા. (એ મહારાજને કેમ ખબર કે આ ભગતને સાપ કરડ્યો છે) પછી મહારાજે એને પૂછ્યું ‘‘તને સર્પે ક્યાં ડંખ માર્યો છે'', પછી એ ભગતે કહ્યું કે, મહારાજ અહીં ડાબા હાથમાં કરડ્યો છે. પછી મહારાજે ત્યાં ફૂંક મારી તરત જ એ ભગતના હાથમાંથી ઝેર નીકળી ગયું. એ મહારાજનો જામવંથલીમાં ગામમાં પહેલો પરચો હતો.
આપણાં એક ભગતના ઘરે હાથમાં ચિન્હવાળી મૂર્તિમાં શંખ, ચક્ર, ધનુષ્ય, બાણ, મીન જોઈને મદ્રાસી બ્રાહ્મણ કહે કે, ‘‘જેના હાથમાં ધનુષ્ય બાણ હોય એ તો મારા રામ સાક્ષાત્ હોય.'' પછી એ મહારાજના દર્શન કરવા જૂનાગઢ આવ્યા. એમણે કાશીમાં સાત વર્ષ અભ્યાસ કર્યો હતો. પછી મહારાજના હાથમાં, પગમાં દિવ્ય ચિન્હો જોઈને એ મદ્રાસી બ્રાહ્મણ મહારાજને કહે, હું જે ભણ્યો, વિદ્યાભ્યાસ કર્યો છે. એના આધારે આ ચિન્હોવાળા સ્વયં સાક્ષાત્ નારાયણ છે. એ બ્રાહ્મણ રામના ઉપાસક હતા, તેથી કહ્યું ‘તમે તો મારા રામ છો.' પછી ત્યાં દીવાલમાં કેલેન્ડરમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીનો ફોટો હતો. મહારાજ ઈશારો કરીને કહે કે, પહેલાં કેલેન્ડર તરફ હાથ કર્યો અને બોલ્યા આ રામ કે પછી મહારાજે પોતાના તરફ હાથ કરી કહ્યું કે આ ‘રામ' પછી એ કેલેન્ડરમાં જ્યાં રામ હતા
ત્યાં મહારાજનો ફોટો આવી ગયો અને મહારાજે હાથમાં ધનુષ્યધારી, માથે મુગટધારી એ રામરૂપે મદ્રાસી બ્રાહ્મણને દર્શન દીધા.
જામનગરમાં ચારવેદ અને અઢાર પુરાણની કથા કરી મહારાજ શિવપુરાણની કથા જ્યારે કરી ત્યારે ‘જ નમઃ શિવાય' ઉપર ત્રણ દિવસ સુધી પ્રવચન કર્યું પછી શિવપુરાણ ખોલ્યું. ત્યારે ચાલુ સત્સંગમાં જામનગરના વિદ્વાનો, પંડિતો, બ્રાહ્મણો બધા ઊભા થઈને મહારાજને પગે લાગવા માંડ્યા. આ મહારાજનો પ્રતાપ. ત્યારે વેદના જાણનારા બ્રાહ્મણો શું બોલ્યા કે ‘આ જકાર પોતે જ છે.' આટલું વર્ણન વિશ્વમાં કોઈ કરી નથી શક્યા. હિરાની કિંમત ઝવેરી જાણે. તેમ બ્રાહ્મણો કહેતા કે ‘‘આ વેદનારાયણ કહો કે જકાર એ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આ પોતે જ છે.''
મહારાજ જૂનાગઢના ગુણાતિતાનંદ સ્વામીના નવા સભામંડપનો ફાળો કરવા તોરી રામપર જઈને ખાંભા ગયેલા. રામપરમાં ફાળો કરી ખાંભા આવ્યા અને ત્યાં સભા કરીને બેઠા અને નવા સભામંડપના ફાળા માટેની વાત કરી. ત્યારે ખેડૂતોએ કહ્યું, મહારાજ અત્યારે મોલ સૂકાય છે વરસાદ થશે તો ફાળો આપીશું. મહારાજ કહે, અત્યારે તમે ફાળો નાગધાવી દો વરસાદ સારો થશે ત્યારે ફાળો દેવા આવજો. આમ જ્યારે મહારાજે કહ્યું ત્યારે ખેડૂતો રાજી થયા.
ત્યારબાદ મહારાજ ઘરે ઘરે પધરામણી કરવા નીકળ્યા અને એક વિશાળ ફળિયામાં ગયા અને ફળિયાની વચ્ચે એક કાંટાવાળી બાવળની વાડ કરી હતી તે જોઈને મહારાજ ઘરધણીને કહે આ ફળિયા વચ્ચે આ કાંટાની વાડ કરીને વચ્ચે શું બેસાડ્યું છે ? ત્યારે પટેલ કહે, મહારાજ આ તો અમારા સુરાપુરા છે. અમોને બહુ જ હેરાન કરે છે, તમે આનો ઉદ્ધાર કરતા જાવ.
ત્યારે મહારાજે ઘડામાંથી પાણી ભરીને લોટાથી પાણી છાંટ્યું અને થોડીવાર બાદ બાજુના ખેતરમાં એનો જ પિતરાઈ ભાઈ ધુણતા ધુણતા ત્યાં આવ્યો અને મહારાજના પગમાં પડી હાથ જોડી કહેવા લાગ્યો, મહારાજ મારો ઉદ્ધાર કરો. મહારાજ કહે, જા ઉગમણી બાજુ આકાશમાર્ગે ચાલ્યો જા ત્યાં બદ્રીકાશ્રમ આવશે ત્યાં તપ કરજે. સમય આવ્યે તને ધામમાં લઈ જઈશ. તુરંત તે ગયો તો ખરો પણ પાંચ મિનિટમાં પાછો આવ્યો અને બોલ્યો મહારાજ મને બદ્રિકાશ્રમ જડતું
નથી. ત્યારે મહારાજ કહે, ઉત્તરપ્રદેશના હિમાલયના તટમાં એક બોરડીનું જંગલ આવશે ત્યાં મંદિર છે ત્યાં તપ કરજે. આમ મહારાજે કહ્યું ત્યારે ગયા પછી પાછો ન આવ્યો.
જીરાગઢના જયંતિભગત મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા ત્યારે મહારાજે ગુલાબના હાર, અત્તર, પ્રસાદી બધું લઈ ગયા ત્યારે મહારાજને ગુલાબના હાર પહેરાવ્યા અને આરતી કરી એમાં પાંખડીઓ નીચે ખરીને પડી હતી. એટલે મહારાજે કહ્યું કે ચાદર ઉપર પાંખડીઓ પડી છે એ ભેગી કરી તમારી થેલીમાં નાખી દો. એટલે ભક્તએ મહારાજની આજ્ઞા થઈ એટલે એ બધી ગુલાબ પાંખડી થેલીમાં નાખી દીધી. એમાં મહારાજને ચંદન ઘસવાનો આરસનો નાનો ઓરિસો પણ આવી ગયો. એટલે એ ભગત દુબઈ લેતા આવ્યા. પછી ભગતે મહારાજને કાગળ લખ્યો કે- ચંદન ઘસવાનો ઓરિસો ભૂલથ થેલીમાં આવી ગયો છે. એટલે મહારાજે વળતો કાગળ લખ્યો કે- ‘હજારો, લાખો દેતા એ ઓરિસો ન મળે એ તમારા ભાગ્યમાં હશે. એટલે તમને મળ્યો. પ૦ વર્ષથી અમે એમાં ચંદન ઘસતા, તિલક કરતા પણ ‘‘જે દિથી ખોવાયું તે 'દિથી અમે કુમકુમનો ચાંદલો જ કરીએ છીએ.''
મહારાજ વડતાલ દેશના સંત કહેવાય. જીરાગઢ અમદાવાદ દેશમાં આવે એટલે જીરાગઢના સ્વામિનારાયણ મંદિરમાં મહારાજનો ફોટો પધરાવવા માટે વિરોધ થયો કે આ મહારાજ તો વડતાલ દેશના છે. પછી આપણાં ભક્તોએ એ વિરોધી ભક્તોને સમજાવ્યા કે, આ મહારાજના કરચરણોમાં તો ચિન્હો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની બંને દેશની ગાદીના માન્ય વિદ્વાન સંત છે. એટલે પછી પધરાવવાનું નક્કી કર્યું ત્યારે અન્ય સંતોએ કહ્યું કે, આ ફોટા નીચે નામમાં શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી પાછળ સ્વામિનારાયણ લખ્યું છે એ કાઢી નાખો. ભક્તોએ ના કાઢ્યું તો એ સંતોએ સ્વામિનારાયણ નામ પર ટેપ ચાગટાડી દીધી. ત્યારે અમુક સમય બાદ ટેપ પટ્ટીમાંથી સ્વામિનારાયણ શબ્દ આપોઆપ ઉપસી આવ્યો. એટલે પછી વિરોધ બહુ થયો પછી એક વિરોધી વ્યક્તિએ મહારાજની મૂર્તિ પર પથ્થર માર્યા, તેથી એ માણસ ગાંડો થઈ ગયો. પછી ભક્તોએ જૂનાગઢ જઈ મહારાજને બધી વાત કરી ત્યારે મહારાજે કહ્યું કે- ‘‘મારી મૂર્તિ પધરાવવી એ તમારું કામ છે, મૂર્તિમાં વાસ કરવો એ મારું કામ છે'' એ પ્રમાણે થયું.
ગામ ખોખરીના દરબારને એવો ભયંકર રોગ થયો હતો કે જેમાં શરીરમાં લોહીનું પાણી થઈ જતું. ધીમે ધીમે બહુ જ બીમારી વધી ગઈ અને ચામડી સાવ તૂટી ગઈ અને તેમને જામનગર ઇરવીન હોસ્પિટલમાં દાખલ કર્યાં. ત્યાંથી ડૉક્ટરે રજા આપી દીધી અને કહ્યું કે, તમારો કેસ નહીં બચે. પછી દરબારને જામનગર સ્વામિનારાયણ ભગવાનના મંદિરે મહારાજ પાસે લઈ આવ્યા. મંદિરમાં મહારાજ બિરાજમાન હતા ત્યાં દરબારને લઈ ગયા. તો તેમને મહારાજે કહ્યું કે, તમારે ધામમાં જાવું છે કે અહીં રહેવું છે. તો દરબારે કહ્યું, મહારાજ તમે જેમ કહો તેમ. પછી પ્રભુએ કહ્યું કે, જાવ મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરી પાછા આવો. પછી મહારાજ પાસે ગયા અને મહારાજે કહ્યં, અમે કહીએ તેમજ કરવું પડશે તો દરદ મટી જાશે. પછી મહારાજે તેમને પ્રસાદીનું જળ પાયું અને થોડી પ્રસાદી આપી પછી સમય જતાં ચાર મહિના થયા ત્યાં દરબાર સાજા થયા અને મંદિરમાં સેવા કરવા માંડ્યા. ત્યારે મહારાજે કહ્યું, તમે ખોખરી ચાલ્યા જાવ. ત્યારે દરબારે કહ્યું કે, હું હવે ખોખરી નહીં જાઉ પણ તમે ત્યાં આવો અને મારી ઘણી જમીન છે, તેમાંથી અડધી તમને આ મંદિરમાં અર્પણ કરું પછી હું ઘેર જઈને જમું. પછી મહારાજ ખોખરી પધાર્યા અને એ દરબારે ઘણી જમીન જામનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અર્પણ કરી.
મોહનભગતને દુબઈમાં ગરમીને લીધે શરીરમાં આખા શરીરે કોઢ નીકળ્યા અને તેમાં તેઓ એ બહુ દવા કરાવી પણ બિલકુલ સારું ન થયું અને ખૂબ પરેશાન થતાં હતાં અને આખા શરીરમાં ચામડી ઉખડી શરીર સાવ સફેદ થઈ ગયું હતું અને એકદમ તકલીફ હતી. તેવામાં સન્લી કંપનીમાં જામવંથલીના રહેવાસી ટપુલાલ કાનજી તથા નાનજી લખમણ તથા કુંકાવાવવાળા કાનજીભગત વગેરે પ્રગટ ભગવાનના એકાન્તિ ભક્તરાજ પરમવિવેકી પરમસમજુ એવા પ્રગટ ભગવાનના ભક્તરાજને વાત કરી કે, ભગત મારા શરીરે કોઢ નીકળવાથી સાવ સફેદ થઈ ગયું છે અને મેં ખૂબ દવા કરી છે પણ કોઈ દવા લાગુ પડતી નથી. ત્યારે ભક્તોને એમ થયું આપણો નાતીલો માણસ આટલો દુઃખી છે તો પ્રગટ ભગવાનને આપણે અરજ કરવી જોઈએ. આમ વિચારી મોહનભગતને કહ્યું કે, તમો મહારાજ પર શ્રદ્ધા રાખીને તેમનું ભજન કરો. આમ કહ્યું અને જૂનાગઢ મહારાજને પત્ર લખ્યો કે, હે મહારાજ એક ધુળકોટના ભાઈ મોહન ખોડીદાસ ખૂબ તકલીફમાં છે તો તેને સારું થાય
તેવી દયા કરી ગુલાબની પાંખડી મોકલો તથા આશીર્વાદ લખો તો સારું થઈ જાય. આમ વિનંતીપૂર્વક મહારાજને પત્ર લખ્યો અને મહારાજે પત્ર વાંચી ગુલાબની પાંખડી મોકલી. આ પત્ર મોહનભગત ઉપર આવ્યો અને મોહન ભગતે ગુલાબ પાંખડી ખાધી અને શ્રદ્ધા રાખી તેમની ભજન ભક્તિ કરવા લાગ્યા અને અમુક ટાઈમ પછી મોહનભગતને કોઢ મટતા ગયા થોડા થોડા ડાઘ રહ્યા અને એકદમ સારું થઈ ગયું.
આમ ભગત ઘણી દવા કરીને થાકી ગયા છતા પણ કોઢ ન મટ્યા તે માત્ર મહારાજની પ્રસાદિની ગુલાબ પાંખડી ખાવાથી મટી ગયા. આવા પ્રગટ ભગવાને ખૂબ ખૂબ પરચા આપી ભક્તોને સુખી કર્યા છે.
ફૂલવાડી પરમધામમાં પ્રગટ ભગવાનનાં પ્રસાદીના મકાનનું કામ ચાલતું હતું. ત્યાં એક દિવસ રોજીયાના દરબાર આવ્યા. તેમના ઘેર દિકરાનો જન્મ થયો હતો. પણ આંખમાં જોવાની શક્તિ ઈશ્વરે આપી નહોતી એ દુઃખ આવ્યું. ડૉક્ટરો પાસે તપાસ કરાવી, રિપોર્ટ કરાવ્યા આંખોમાં જોવાની શક્તિ ભગવાને આપી નથી, તેથી છેવટે થાકી ગયા. દિકરાને લઈ ફુલવાડી આવ્યા, મહારાજને પગે લાગી દિકરાની વાત કરી. ત્યારે મહારાજ કહે, દરબાર કહો તો અમે બધી વાત કરીએ અને કાં તમે વાત કરો. ત્યારે દેવરાજભગત બગીચા તથા કેશવજીભગત બગીચા, રામજી જેઠા મકવાણા, વેલજી મનજી કાચા વગેરે ભક્તો હાજર હતા.
ત્યારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બોલ્યા કે, તમે આખું જીવન ચોરી કરી છે ચોરી કરવા જતા ત્યારે ગામની એક કૂતરી તમને જોઈ ભસતી અને તમારું કામ પાર પડતું નહીં. બધા જાગી જવાથી પાછા ઘરે આવતા રહેતા. તે કૂતરી નડતરરૂપ થતી એટલે એક દિવસ કૂતરીને કોથળામાં પૂરી ગામ બહાર વોકળામાં લઈ જઈ છરીની અણીએ કૂતરીની આંખો કાઢી લીધી. આવું અધમ મહા પાપ કર્યું એટલે જ ભગવાને તમારા દિકરાની આંખો લઈ લીધી છે. બોલો અમારી વાત બરાબર છે ને ? દરબાર રડી પડ્યા. મહારાજના પગમાં માથું મૂકી ખૂબ રડ્યા. આ માનવ જન્મ મળ્યો છે તો પવિત્ર ભક્તિવાળું, ધર્મવાળું જીવન જીવો, ભગવત્ કૃપા મેળવો. પાપને માર્ગે ન જાવું. જાગ્યા ત્યાંથી સવાર. પ્રગટ ભગવાન પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. તેમને ઓળખીને શરણે
પડીને મોક્ષ મેળવવાનો સમય છે. મહારાજે જગતના તમામ જીવો માટે ઉપદેશ આપ્યો હતો, કરેલા જે કર્મ આપણે જ ભોગવવા પડે છે. તેવો જ બીજો પ્રસંગ જામવંથલી ગામનો હતો. એક ભગતને દિકરાના પગ જન્મથી જ સાવ નાના તથા પાતળા હતા. મહારાજ પ્રગટ ભગવાન ઘરે પધરામણી માટે આવ્યા. ત્યારે તેમના પિતાએ કહ્યું, મહારાજ આ જીવ પર દયા કરો. ત્યારે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બોલ્યા કે, દરેક જીવાત્મા તેના પૂર્વે કરેલા કર્મ ભોગવે છે. માટે તેના કર્મ તેને ભોગવવા દો. અમારા દર્શન થયા છે, તે મોટી વાત છે. તેમ કહી બોલ્યા કે, તે પૂર્વ જન્મમાં તે બહુ ક્રોધી હતો. તેણે લાકડીઓ મારી મારી નાની નાની ગાયની વાછરડીઓના પગ ભાંગ્યા હતા. તો આ જન્મે તે પાપ કર્મ તે ભોગવી રહ્યો છે, માટે હવે પછી સારા જન્મને પામશે. માટે તમો પણ સારા ધર્મ પાળી પ્રગટની ભક્તિ કરજો. જેથી જલ્દી આ જીવનો ઉદ્ધાર થાય.
આપણાં મંડળના એક મહારાજના પરમ મુક્તરાજ એવા લાલજીભગતની દીકરીને દારૂ પીવાવાળા મળ્યા હતા. એટલે લાલજીભગત એ સમયે દુબઈ હતા. એણે શાંતિભગતને કહ્યું, ‘‘દીકરીને ઘરવાળા ખરાબ સંગતવાળા મળ્યા છે'' માટે દીકરી ખૂબ દુઃખી છે. માટે તમે કંઈક રસ્તો બતાવો. શાંતિલાલ ભગતે કહ્યું કે, મહારાજની વિશેષ સેવા અને ભક્તિ કરો જેથી દીકરીનું આ દુઃખ વહેલી તકે દૂર થાય. પછી મહારાજનો સેવા માટે પત્ર આવ્યો હતો એમાં બધાય રૂ.પ૦૦ની સેવા કરતા હતા. એમાં લાલજીભગતે પણ સેવા કરી પછી મહારાજનો કાગળ અને અમદાવાદથી બંને જગ્યાથી એક જ દિવસ કાગળ આવ્યો. મહારાજનો કાગળ પહેલા ખોલ્યો. મહારાજની પ્રસાદી ગુલાબ પાંખડી ખાધી પછી મહારાજે લખ્યું કે - અમદાવાદ સંભાળ રાખી છે. ભગત તમારું આજથી બધું દુઃખ જતું રહ્યું છે. પછી મેં અમદાવાદવાળો કાગળ ખોલ્યો. એમાં લખ્યું હતું કે- દીકરીને જમાઈથી છૂટાછેડા મળી ગયા છે અને એમ પણ લખ્યું હતું કે, એનું ઘર બીજે કરી દીધું છે અને જમાઈ પણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણની સેવા કરે છે. આ રીતે લાલજીભગતની મહારાજે સંભાળ રાખી
એકવાર કરૂણાના સાગર દયાળુ મૂર્તિ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જામવંથલીમાં ગામમાં ભક્તોને ઘરે પધરામણી કરવા માટે નીકળ્યા હતા. હરિભક્તોનો
સમૂહ સાથે હતો. મંદિરમાંથી બહાર નીકળ્યા અને શેરીમાં ચાલતા થયા. ત્યાં તો આકાશમાં વાદળા ખૂબ છવાયેલા, કાળું ડિબાંગ આકાશ થઈ ગયું અને ઓચિંતો વરસાદ વરસવા લાગ્યો એટલે સાથેના હરિભક્તો મોટેથી બોલવા લાગ્યા જે છત્રી લઈ આવો શાસ્ત્રીજી મહારાજ પલળી જશે. ત્યારે મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીની પાસે પાસે ચાલતા એક ભગત પ્રેમજી ઝીણાબાપા મકવાણા બોલ્યા જે, શાસ્ત્રીજી મહારાજ જેવા મોટા પુરુષ ભેગા હોય ને છતરીયું શું ઓઢે ? વરસાદ નો બંધ કરી દે એ. આવી વાત મહારાજ સાંભળી ગયા અને પોતાનું મુખારવિંદ પાછળ ફેરવ્યું અને એક હાથ ઊંચો કરી બોલ્યા જે પ્રેમજીભાઈ આજ છત્રી નહીં ઓઢિયે. આમ ઊંચો હાથ કરી બોલ્યા ત્યાં એ જ ક્ષણે અંધરાધાર વરસતો વરસાદ બંધ કરી દીધો. આ વચન અને પ્રતાપ નજરો નજર જોઈ જામનગરથી ભક્તજનો દર્શન કરવા આવ્યા હતા. તેની આંખોમાં આંસુડા આવી ગયા અને મોટા અવાજે બોલ્યા જે, આપણે હીરો હાથમાંથી ખોયો, ભગવાન આપણાં હાથથી જામનગરથી જામવંથલી આવીને વસ્યા.
એક વખત પ્રગટ ભગવાન જામનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હતા. આ સમયે જામવંથલીથી હરિભક્તો દર્શન કરવા સવારે આવ્યા હતા. તેઓ મહારાજને વિનંતી કરવા લાગ્યા કે, મહારાજ વંથલીમાં વરસાદની ખાસ જરૂર છે. ત્યારે પ્રગટ ભગવાન આકાશમાંથી દર્શન કરવા આવેલા ઈન્દ્રદેવને કહેવા લાગ્યા જે, આજે ચાર વાગ્યે વંથલી જાવ. નહીંતર વંથલી ધોખો કરશે. પછી ભક્તો સામુ જોઇને બોલ્યા કે, ચાર વાગ્યે વંથલીમાં વરસાદ ચાલુ થઈ જાશે. ભક્તો સાંજના કામકાજ પતાવી ગાડીમાં વંથલી જવા નીકળ્યા, હાપા અને અલિયાપાડા ગામો વટાવીને વંથલીનો સીમાડો ચાલુ થયો અને જુઓ વંથલીમાં રેલમછેલ. વંથલી પહાગચ્યા અને સ્ટેશન માસ્તરને તથા ગામના માણસોને પૂછ્યું, વરસાદ ક્યારે શરૂ થયો હતો ? બધાએ કહ્યું, રાઈટ ચાર વાગ્યે ચાલુ થયો હતો. આ વાત ભક્તોના હૃદયકમળમાં સીધી ઉતરી ગઈ.
આ તો સાક્ષાત્ ભગવાન જ છે. દેવો તેમની સેવામાં અને આજ્ઞામાં રહ્યા છે. નજરે દીઠેલી વાત પ્રગટનો પ્રતાપ. આ જ દિવસે વંથલી ગામના ભક્ત રામજીભાઈ જેઠાભાઈ ખેતી કરતા તેમણે જોયું, બાજુમાં રોજીયા, લાખાણી, વરણા તથા ગામોમાં ક્યાંય વરસાદ નહોતો. વંથલી માટે ઈન્દ્રને આજ્ઞા કરીને પ્રગટ પ્રમાણ સર્વ ભક્તોને દેખાડી દીધું કે, શ્વેતાયન હરિ ધારે તે કરે. આમ ભક્તોને સુખિયા કરવા મહારાજે પ્રતાપ જણાવ્યો હતો.
શાંતિલાલભગતના બેન- જયાબેન મનુભગત પરમાર
ગામ ઃ જામવંથલી, હાલ- મુંબઈ
મહારાજ વંથલી હતા ત્યારે ફુલવાડીમાં સ્મૃતિ ભવનનું કામ ચાલુ હતું. અમે ત્યાં જતા અને માટી-ચુનાના તગારા ઉપાડતા. મહારાજ સુખડી-ગાંઠીયા-ચા આપતા. પછી અમે પાછા સ્કૂલે ચાલ્યા જતા. એકવાર અમે ચૂનો ચાળતા હતા ત્યારે અમારા મોઢામાં ચૂનો ભરાતો ત્યાં મહારાજે ધોતીયાના ટુકડા કરી અમને આપીને કહે, લ્યો આ મોઢા પર બાંધી લ્યો જેથી ચૂનો માગઢામાં ન જાય.
અમારી પરિસ્થિતિ બહુ નબળી પણ મહારાજ બાપુજીને આજ્ઞા કરી હતી કે, આ છોકરીયુંને ભણાવજો. આમ અમે બી.એ. પાસ કર્યું પણ કેમ ભણતર પૂરું થયું કોલેજ કરી એ મને કંઈ ખબર જ ન પડી. બસ મહારાજની પાઘવાળી મૂર્તિ દેખાયા કરે ને કેમ આટલા વર્ષો ભણતરમાં ગયા ખબર જ નહીં.
એક વખત મેં બી.એડ્માં દાખલ થવા ઈન્ટરવ્યૂ આપ્યું. ડોનેશન દેવા માટે કોઈ સગવડ નહીં પણ મહારાજની કૃપાથી ઈન્ટરવ્યૂમાં મને પ્રથમ નંબરે પાસ કરવામાં આવી. બી.એડ્ પાસ થયું એટલે મેં મહારાજને પૂછ્યું કે, મહારાજ હવે નોકરી કરવી છે, આશીર્વાદ આપો. મહારાજ કહે, નોકરી નોકરી શું કરો છો. નોકરી કરવાની જરૂર નથી. આ ફુલવાડીમાં કારીગરો કામ કરે છે ત્યાં રસોડું કરો. પછી ત્રણ વર્ષ રસોડામાં સેવા આપી. મંદિરના કામ ચાલુ હતા અને ઊંબરાનું મુહૂર્ત કરવાનું આવે એટલે હું ને ભરવાડની છોકરીઓ ઊંબરે નારિયેળ વધારી દેતા અને દિવો અગરબત્તી કરી મુહૂર્ત કરતા. મહારાજ જામવંથલીમાં હતા ત્યારે ઘણી વખત મહારાજના દર્શન કર્યાં છે. આમ મહારાજના દર્શને દિવસોના દિવસો કેમ ચાલ્યા ગયા ખબર નહીં.
એક વખત ફુલવાડીમાં અમે રસોડું કરતા ત્યારે મહારાજ મોટા યોગીનો વેશ લઈને આવ્યા અને આ ફુલવાડી મંદિરના થાંભલાઓને બકીઓ ભરે, થાંભલીઓમાં થાપા મારે એટલે મેં વિચાર કર્યો આ સાધુબાવા આપણાં મંદિરમાં આમ કેમ કરે છે ? એટલે મેં આગળ જઈને કહ્યું, સાધુ મહારાજ કુછ ખાના હૈ. યોગી કહે, લડ્ડુ ખાના હૈ. એટલે મેં તેમને પગથિયે બેસવાનું કહ્યું. યોગી કહે, મેં તો મંદિર કે સામને બેઠુંગા. પછી ચરણાર્વિદના ઓટાની ઓઠિંગે બેઠા અને લાડું-દાળ-ભાત મેં ભાવથી જમાડ્યા. થોડા દિવસ પછી કેશુબાપા જૂનાગઢ મહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે સામેથી કહ્યું કે, જયાને દાળ બનાવતા બહુ
સારી આવડે છે. અમે ફૂલવાડી યોગી સ્વરૂપે ગયા તો અમને તેણે ભાવથી ખૂબ જમાડ્યા.
એક વખત અમારા મા (અમર બા)ને અમે બગીચે, વાડીયે બેઠા હતા ત્યાં મહારાજ આવ્યા એટલે બગીચામાંથી સારા મોટા મોટા બોર વીણીને મહારાજને જમવા આપ્યા. મહારાજ અડધું બોર જમે અને પ્રસાદી અમને આપે અને બોલે પુર્વે રામાવતારમાં આ શબરીબાઈના ઘણા બોર જમ્યા છીએ.
મહારાજ જામવંથલીમાં હતા ત્યારે બગીચે કાયમ વ્હેલી સવારે ન્હાવા આવતા અને અમરમા ગરમ પાણી કરે મહારાજ બાજુમાં કોથળો પાથરીને બેસે. પાણી ગરમ થઈ જાય એટલે મહારાજ ન્હતા. ઘણી વખત તો માએ રોટલો બનાવ્યો હોય તો દહીંને રોટલો પણ જમતા. એક વખત મહારાજ બગીચા વાડીએ આવ્યા. અમર મા બેઠા હતા. મહારાજને રોટલો બનાવી જમાડ્યો. ત્યારે મહારાજ બોલ્યા. આજ તો અમે બહુ રાજી થયા તમારો રોટલો બહુ મીઠો લાગ્યો. બોલો આજ ક્યો તો પ૦ જન્મ પહેલાની વાત કરીયે ક્યો તો પ૦ જન્મ પછીની વાત કરીએ. ત્યારે અમરા મા કહે મહારાજ તમારા ભગવાનનાં પારખાં થોડા હોય ! આ સાંભળી મહારાજ બહુ જ રાજી થયા અને બોલ્યા અમે ભગવાન છીએ એટલી જ તમને ખબર પડે બીજી કાંઈ ખબર નથી તો પણ અમે રાજી છીએ. પછી અમરમા બોલ્યા કે,મહારાજ તમે કોઈ અલગ રૂપ લઈને આવો તો અમને કેમ ખબર પડે કે તમે ભગવાન આવ્યા છો. મહારાજ કહે, અમે મોટામાં મોટા છીએ પણ છતાંય નાનામાં નાના થઈ ચકલી બનીને તમારા માથા પર બેસી જઈએ તો પણ તમારે સમજવું કે અમે આવ્યા છીએ. આમ મહારાજ ઘણીવખત અમરમાના માથે ચકલી બનીને આવ્યા છે ને બેઠા પણ છે.
મહારાજ અહીં વંથલીમાં બે વર્ષ રોકાયા અને વિદાય લઈ જૂનાગઢ જતા હતા ત્યારે અમે ઘણી ગોપીઓ વિદાય દેવા ગામના રામ મંદિર સુધી વળાવવા ગયાં ત્યારે વેલા આવજો વાલમજી... એ કિર્તન બોલતાં બોલતાં અમે રોઈ પડ્યા ત્યારે મહારાજ પણ રોવા લાગ્યા. પછી મહારાજ દેખાતા બંધ થયા ત્યારે અમે પાછા ઘરે આવ્યા અને ફરી બહુ રોવા લાગ્યા ત્યાં બે-અઢીનો ટાઈમ થયો ત્યાં તો દિવ્ય સ્વરૂપે મહારાજ આવ્યા અને ઘરના જાળીવાળા દરવાજામાંથી તેજના શેડ પડ્યા ને બોલ્યા કેમ રોવો છો ? અમે તમારા ભેળાં અખંડ છીએ. અમે આઘા ગયા નથી, એમ કહી આશીર્વાદ આપી અદ્રશ્ય થઇ ગયા.
પછી દરરોજ વિરહમાં સુખ ન આવે અને મહારાજને પ્રાર્થના કરતાં કે મહારાજ દર્શન આપો. ત્યારે અમારા બાને અમારી પ્રાર્થનાથી મહારાજે દર્શન દીધા. મહારાજે
કેશવજીબાપાને દવા પીસવા ઘન્ટુલો આપેલો. અમારા મકાન પાછળ વાડામાં અમારા બાપુજી દવા બનાવતા. એ વાડામાં એક ઓડીયુ (ભૂગો) બનાવેલો જ્યાં અમે ચાર-પાંચ બેનપણીઓ બેઠી હતી ત્યાં મહારાજે આવી દર્શન દીધા અને અમારી સાથે ચાર ફેરા ફર્યાં અને ચાર વખત મોઢામાં અંગુઠો ચટાડ્યોને મહારાજ બોલ્યા ખાસ તમારા માટે આવ્યો છું. ત્યારે મારા બાપુજી અને મોટાભાઈ શાંતિલાલ ભગત દૂર ઊભા રહી દર્શન કરતા હતા.
એ વખત અમે જૂનાગઢ ગયા હતા ત્યારે મહારાજ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા હતાં ત્યાં હનુમાન-ગણપતિ આગળ અમે બેઠા હતા અને મહારાજ પ્રદક્ષિણા ફરતાં ત્યાં પહાગચ્યાને મહારાજે જેમ વરમાળા પહેરાવે તેમ અમને કંઠી ગળામાં પહેરાવી. આમ અવારનવાર મહારાજના દર્શન કરવા જતા અને ઘણી વખત મહારાજ આવી દર્શન દેતા. આમ મહારાજ બહુ બહુ કૃપા કરતા. આમ મહારાજ અખંડ ભેળાં ને ભેળાં જેવું અનુભવ થયા કરતું.
એક વખત મહારાજની યાદમાં ને યાદમાં કાંઈ જાતનું ભાન ન રહેતું પણ કામ તો કર્યાં જ કરતાં પણ ખાવા પીવાનું કાંઈ યાદ ન આવતું એટલે ખાતા પણ નહીં. ત્યારે મોટાભાઈ ને કાકા મને જૂનાગઢ લઈ ગયા. મહારાજને ત્યારે ત્યાં વાત કરી. મહારાજ બોલ્યા, અમે પણ નથી જમતા. એમ કહી થાળમાંથી થોડુંક મહારાજ જમ્યાને પછી પ્રસાદીનો થાળ આપી કહે, લ્યો હવે એને કહેજો કે જમી લ્યે. પછી અમે જમી લીધું ત્યારપછી ફઈની દીકરી જયા સાથે અમને મંદિરની વાડીમાં મહારાજે દર્શન દીધા.
એક વખત મહારાજ અમારા જૂના છાપરાના મકાનમાં આવેલા ત્યારે છાપરા બહું નીચા હતાં. એટલે મહારાજને નીચા નમીને ઘરની અંદર આવવું પડતું હતું એમાં બે ત્રણ વખત પાઘ છાપરામાં ભરાઈ ગઇ. ત્યારે એકવાર મહારાજ એવું બોલ્યા કે, આ ભગત પાસે તો અમારેય નમવું પડે છે.
મહારાજ પધરામણી કરતા ત્યારે જામવંથલીમાં મહારાજને ગોદડા-સાડીયું પાથરીને પધરામતી કરાવતા. ત્યારે અમે કાંઈક નવું કરતા અને પધરામણી કરાવતા. ત્યારે મહારાજ આવી લીલા જોઈને મરક મરક હસતા અને એક વખત તો મહારાજ એવું બોલ્યા કે, ભગત તમે અહીં અવતાર ધર્યોને એટલે અમારે અહીં આવવું પડ્યું છે. જામવંથલીમાં મારા બાપુજી કેશવજીભગત સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ ભગવાનની જય, આમ જય બોલાવતા એટલે ગામના હરિભક્તોએ બાપુજી સાથે ઝગડો કરી મંદિરની બહાર કાઢ્યા. તેથી બાપુજી પછી મંદિરમાં આવતા નહીં. પછી જ્યારે મહારાજ પાસે જૂનાગઢ
ગયા ત્યારે મહારાજે કહ્યું, તમારે શેરીઓમાં જય બોલતાં બોલતાં નીકળવું અને નદિયે હો તો જોર જોરથી જય બોલવી જે ગામમાં સંભળાય. ઘરે હો ત્યારે જોરથી જય બોલવી જે શેરીયુંમાં સંભળાય. આમ તમારે અમારી જય બોલવી.
મહારાજ વંથલીમાં ફરતા ત્યારે કેશુબાપુ અને દેવરાજકાકા અડખે પડખે અને હાથમાં હથિયાર લઈને હાલતા. આમ મહારાજના અંગરક્ષક જેવી સેવા પૂરી પાડતા. બાપુજીએ વેકરીયો બનાવેલ એ વાડીમાં કપાસ વાવતાં. ત્યાં કપાસમાં જીવાત બહું આવે પણ દવા ન છાંટતા. એક વખત મહારાજને કીધું મહારાજ મોલમાં જીવાત આવે છે મારે દવા કેમ છંટાય. ત્યારે મહારાજ કહે, મોલની ઉપજમાં ૧૦મો ર૦મો ભાગ ભગવાનનો કાઢવો તેથી જીવાત નહિં આવે. પછી મહારાજ બોલ્યા, આ જમીનમાં અમારો અર્ધો ભાગ અને કૂવો પણ આપણો સહિયારો. આમ મહારાજ બોલ્યા ત્યારથી એ વાડી વાવવાનું બંધ કર્યું અને સમય જતાં મહારાજની આજ્ઞા પ્રમાણે એ વાડી ફુલવાડીને સાગપી દીધી.
એક વખત અમે ફુલવાડીમાં પ્રસાદીના મંદિરના પાયામાં કપચી ભરતા હતાં ત્યારે ડાયાબાપા પણ કપચી ભરી ભરી પાયામાં નાખતા હતાં. ત્યારે બાપુ બોલ્યા, બાપા ધ્યાન રાખજો કાંઈ નીકળે તો જોજો. ત્યારે ડાયાબાપા કહે ધ્યાન ભગવાન રાખે આપણે તો કામ કરવાનું ત્યાં મહારાજ બોલ્યા, ભગત તમે ધ્યાન રાખજો. આમ ભક્તોના સંકલ્પ પૂરવા ભગવાન આવે છે, રાસ રમે છે, દર્શન આપે છે અને સમર્પણવાળા ભક્તો સહું આનંદ લેતા તેમ ભગવાન પણ સૌને આનંદ આપતા.
એક વખત મોટાભાઈ શાંતીલાલ ભગત વંથલીથી જૂનાગઢ હાલીને ગયા અને બા પાસેથી પાંચ રૂપિયા મહારાજને ભેટ દેવા લીધા. ત્યાં જૂનાગઢ પહાગચ્યા સૌ ભક્તો મહારાજને રૂ.રપ-રપ ચરણે ધરતા જોઈને મોટાભાઈ મુંઝાયા. ત્યાં મહારાજે સામેથી બોલાવ્યો ને કહ્યું, મુંઝાશ શું લાવ પાંચ રૂપિયા. એમ મહારાજે પાંચ રૂપિયા માના મોકલેલા લઈ લીધા ને પાછા પાંચ રૂપિયા આપ્યાને કહ્યું આ પાંચ રૂપિયા તારા. પછી મહારાજ રાજી થઈ કહે, માંગ તારે શું જોઈએ છે ? મોટાભાઈ કહે, મહારાજ જોઈતું કંઈ નથી. બસ તમારી ભક્તિ આપજો. મહારાજ કહે, તમારું તો આદી અનાદિથી ભક્તિવાળું કુળ છે. એક વખત મોટાભાઈ વિદેશથી સાડીયું લઈને આવેલા તે અમે જૂનાગઢ ગયા ત્યાં અમે આઠ દિવસ રોકાયા હતા અને આ સાડીયું પ્રસાદીની કરાવવી હતી. મહારાજ દરરોજ સાડી ખભે રાખીને પ્રસાદીની કરતા.
મારી એક બેનને લીલું ખરજવું થાતું એટલે મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજ હાથનો લટકો કરી કહે, જાઓ મટી જશે. પછી નર્મદાબેનને એ ખરજવું મટી ગયું પણ હજુ નિશાન છે.
એકવાર જામનગરમાં મહારાજ હતા ત્યારે પેન ઘણી ભેગી થઈ ગઈ તેથી બાપુને આપતા ને કહેતા છોકરીયું ભણે છે તેને આપજો ભલે વાપરે. એમ આ સાડીયુંને વિશે મહારાજ બોલ્યા કે,જાઓ પહેરજો. તે એ બધી પ્રસાદી અમે તો ઉપયોગ કરી નાખ્યો ત્યારે ખબર નહીં કે આ બધી પ્રસાદીની છે.
અમે જે વાડી ફુલવાડીને અર્પણ કરી એમાં અમે મરચાને બકાલું વાવતા ત્યારે એક વખત લીલા ચણા ફોલીને પોટલી બનાવી, લીલા મરચાની પોટલી બનાવી, એક તુવેરની પોટલી બનાવી પછી મહારાજને મોકલાવી. તે મહારાજ શાસ્ત્ર લખતા લખતા એ બધી પોટલીઓ ખોલીને જમતા જાય ને આહાહા આમ કરતા મહારાજ લટકું કરતા જાય.
એક વખત મારે પગનું ઓપરેશન કરાવવાનું થયું ત્યારે હું મનોમન મહારાજને રક્ષા માટે પ્રાર્થના કરતી હતી. ત્યાં મોટા ભાઈનો ફોન આવ્યો અને કહ્યું, મહારાજ આપણાં ભેગાં છે, એમ હૈયામાં હામ રાખજે. ત્યારે ચારે બાજુ મહારાજ દેખાયા ને મારું ઓપરેશન કરવા મને ખોટું કરવા ઈન્જેકશન આપ્યું પણ મને ઈન્જેકશન માર્યું હોય એવું દેખાયું નહીં. ઓપરેશનના ખાટલે મહારાજ મારી બાજુમાં જ હતા આવા દર્શન થયા અને ૧ર કલાક ઓપરેશન ચાલ્યું પણ કાંઈ ખબર જ ન પડી. મહારાજ ભેળા જ હતા.
એક વખત મહારાજ શંકરનું રૂપ લઈને આવ્યા ને મને કહે તમે તો લક્ષ્મી છો. તમારા જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. એમ ઘણી વાત કરી પણ હું માનતી નહોતી. યોગી કહે, અમે ગીરનારી બાવા છીએ તમે અમને કેવા જાણો છો. એટલે મે મહારાજનું સ્વરૂપ બતાવ્યું ને કહ્યું અમે તો આના સિવાય બીજું કાંઈ માનતા નથી. ત્યારે યોગી કહે, અમારે કાંઈ જોઈતું નથી. બસ એક વાટકી ચાવલ જોઈએ છે. આમ ચાવલ લઈ અદૃશ્ય થઈ ગયા.
એક વખત બાપુ અમદાવાદ દવા લેવા ગયા પણ ખીસ્સામાં કાંઈ નહીં. એટલે કાંકરીયા તળાવે પૂજા ખોલીને પૂજા કરવા લાગ્યા ત્યાં આસન નીચેથી રૂ.૭૦ ની નવી જ નોટો નીકળી. એમ ઘણી વખત બાપુને ગાડીમાં આવવા મોડું થાય ગાડી છેલ્લી જ હોય એટલે જ્યાં સુધી બાપુ સ્ટેશને પહાગચે નહીં ત્યાં સુધી કોઈ ને કોઈ કારણે ગાડી મોડી જ હોય. આમ મહારાજે
બાપુની ઘણી રક્ષા કરી છે. બાપુ દૂર દૂર કલકત્તા-મુંબઈ-અમદાવાદ સુધી દવા દેવા જતા. એ દવાને મહારાજ હાથ અડાડીને પ્રસાદીની કરી દે પછી જ બાપુ દવા વેચતા. જેથી દવા બધી વેચાઈ જતી. મહારાજે બાપુનું નામ વૈદ્યરાજ રાખ્યું હતું અને વંથલીમાં જે ઘરે દવા બનાવતા એનું નામ વનસ્પતિ ભુવન રાખ્યું હતું.
ભગવાનની કેવી લીલા છે. બાપુ દવા વેચવા જાય ત્યાં કાંઈ પણ મુશ્કેલી પડે તો મહારાજ તે પ્રમાણે સુમેળ કરી આપે. આમ ઘણાં ઘણાં પરચા થયા છે. મહારાજ કહે, રેલવેમાં નાવાનું નહીં, સ્ટેશનના નળે નાહી લેવાનું અને ગાંઠિયા ખાઈ લેવા પણ ભૂખ્યા ન રહેવું. આમ શિખામણ મહારાજ આપતા. પછી દવા વેચીને આવે એટલે મહારાજ પાસે જાય ને મહારાજને પૈસા ધરાવે.
એક વખત મારા જાદવભાઈને સ્ટેશનમાં ટિકિટ કઢાવવાને બહાને લુંટનારો લૂંટી ગયો ને જાદવ ઘરે આવ્યો પછી મહારાજના દર્શન કરવા ગયો. મહારાજ કહે, કેમ છેતરાઈ ગયોને ! હવે ધ્યાન રાખવું કોઈનો વિશ્વાસ ન કરવો, આમ શિખામણ આપતા.
અમારા દાદીમા અમરમા બહુ બીમાર પડ્યા ત્યારે તેમને જામનગર લઈ ગયા અને ઉંમર બહું મોટી ત્યારે બાપુ કહે, મારાથી માની સેવા કાંઈ થઈ નથી. ત્યારે મહારાજ કહે, તમારા બા જ્યારે કહેશે ત્યારે ધામમાં લઈ જાશું. એમ તે પછી ર૦ વર્ષ થયા ત્યારે બા કહે, હવે મારે ધામમાં જાવું છે, ત્યારે મહારાજ ધામમાં લઈ ગયા.
એક વખત બાપુ બળદીયાનો વેપાર કરતા ત્યારે જે દલાલો હતા તેને રૂપિયા દેવાના બાકી હતા ત્યારે એક વખત એ બળદીયાના દલાલો આયા ને બાપુ બે દિવસ આઘાપાછા થઈ ગયા. પછી મહારાજ પાસે દર્શન કરવા ગયા અને દંડવત્ કરતા કહે હે અંતર્યામી. મહારાજ કહે, હે ઉપરજામી. ત્યાં બાપુ કહે, મહારાજ આ તમારી લીલા લાગે છે. પછી એ દલાલોથી મહારાજે રક્ષા કરી હતી.
અમારી બગીચા વાડીમાં ઉગમણી બાજુ એક જગ્યા છે ત્યાં મહારાજ સવારે વ્હેલા આવતા અને ભક્તોને દર્શન દેતા. રાસ રમતા-રમાડતા, વ્હાલા ભક્તોના સંકલ્પ પૂરા કરી કહેતા કે આ બગીચો અમારું ગોકુળિયું છે. સૌ ભક્તો આનંદ કરતા, ભક્તિ કરતા ને અંતરમાં રાજી રાજી થતાં.
એક વખત અમે ચાવડાના વેકરીયામાં કાકરા વીણવા ગયા, ગાડા સાથે હતા ત્યારે
અમને તરસ બહું લાગી હતી. ત્યારે મહારાજ આવ્યા અને કાના કુઈ કહેવાય તેમાં મહારાજે પોતાના ફારીયાના છેડાને કુઈમાં નાખીને નીચવી નીચવીને પાણી પાયું હતું. ત્યારે અમે ૧પ-૧૭ જણાં હતા અને એ ફૂલવાડીનું સ્મૃતિ ભવન બનતું હતું તેમાં આ કાકરા વપરાતા.
જ્યારે જૂનાગઢ બાલમુકુંદ ભવનનું ભર્યું કર્યું ત્યારે મહારાજે બાપુને અમારી પાસે મોકલ્યા ને કહ્યું, બેનોને કહો અત્યારે ભવનમાં દર્શન માટે જઈ આવો પછી તમને કોઈ આવવા નહીં દે. ત્યારે અમે બાલમુકુંદ ભવનમાં ગયા અને છત ઉપર અમે રાસ રમ્યા. પછી મહારાજે ગાંઠિયા મોકલ્યા તે અમે જમ્યા.
મહારાજ ઘણીવાર એમ કહેતા કે, પ્રગટ ભગવાનના સંતોના છોકરાઓ ને દેવોની ઉપમા આપીએ તોય દોષ લાગે કારણ કે તે અવતારો-મુક્તો પ્રગટિયા હોય છે. એ દીકરીયું બધી લક્ષ્મીઓ છે અને ભક્તો બધાં નારાયણો છે.
એક વખત ગુણાતિતાનંદ સ્વામી સભામંડપના ભર્યામાં અમે ગયા હતા ત્યાં આઠ દિવસ થયા મહારાજના દર્શન ન થાય ત્યારે અમે નક્કી કર્યું. પૂનાવાળા ઉજીબેન છે તેને કહ્યું મહારાજ અહીંથી નીકળે ત્યારે તમે રસ્તામાં મહારાજ આગળ પડી જજો ને અમે તમને ઊભા કરીશું એટલે મહારાજના દર્શન થઈ જાય. ત્યાં મહારાજ નીકળ્યા અને ઉજીબેન ધડામ પડ્યા. ત્યારે બધી ગોપીયુંને મહારાજના ચરણસ્પર્શ થયા. બાલમુકુંદ ભવનનાં વાસ્તા પ્રસંગે મહારાજના દર્શન કરવા અમે જયંતીલાલને કહ્યું હતું કે, અહીંથી મહારાજ નીકળે એટલે તું તરત જ દંડવત્ કરજે એટલે અમે દર્શન કરી લઈશું. આમ ભગવાનની પ્રેરણાથી ઘણી ઘણી લીલાઓ કરતા.
એક વખત જૂનાગઢમાં બાપુને કહ્યું, મહારાજને કહોને દર્શન દેવા પધારે ત્યારે અમે અને કસ્તુરબેન બે જ હતા ને મહારાજ આવ્યા ને બોલ્યા. ઓહોહો આ તો લક્ષ્મીજી છે ત્યાં ભગવાનની શું ઈચ્છા તે હું રોવા મંડી. ભગવાને શું પ્રેરણા કરી કે અમારાથી રોવાઈ ગયું. ત્યારપછી મહારાજ છ મહિના પછી ધામમાં સીધાવ્યા. આમ દર્શન થયા ત્યાં બીજા દિવસે મહારાજ ધામમાં જવાના સમાચાર મળ્યા. મહારાજ ધામમાં ગયા અને અમે અગ્નિસંસ્કારમાં પણ જૂનાગઢ ગયા હતા.
જામનગરના સભાખંડના પાયા ખોદવાના કામમાં બાપુ કામ કરતા અને દોઢ રૂપિયો રોજ આપતા ત્યારે પચાસ પૈસા જમવાના વારતા અને પંદર દિવસે હિસાબ કરતા. ત્યારે
બાપુ જમતા નહીં, પણ કામ તો કરતા. ત્યારે મહારાજને ખબર પડી એટલે મહારાજે કોઠારી સ્વામીને બોલાવીને કહ્યું, કેશવજી ભગત કેમ જમતા નથી. કોઠારી સ્વામી કહે, એ કાંઈ બોલ્યા નથી ને અમે પણ કાંઈ આગ્રહ કર્યો નથી. ત્યારે મહારાજે બાપુને બોલાવ્યા અને કહ્યું, ભગત કેમ જમતા નથી. બાપુ કહે, મહારાજ તમારા દર્શન કરું છું ને પેટ ભરાઈ જાય છે. ત્યારે મહારાજે કોઠારી સ્વામીને કહ્યું, જાઓ ભગતને જમાડો. ભગત જમશે ત્યારે શંખ વાગશે. પછી મહારાજે તેમને પગાર આપતા કહ્યું કે, લો ભગત આ પંદર દિવસના રૂપિયા ૧પ પગાર અને આ પ૦ પૈસા તમારા જમવાના.
મને ચા બહુ વ્હાલો હતો તે કેમે કરીને છૂટે નહીં એટલે મહારાજને કહેરાવ્યું કે, મહારાજ ચા મૂકવો છે બળ આપો. મહારાજ કહે, ચા તો અમને પણ વ્હાલો છે. ભક્તો તમે ચા પીવો તો અમને તમે પાવ, માટે ચા તો પીવાય.
એકવાર રામજીકાકાએ મને કહ્યું, મહારાજને કાગળ લખી કહેજે કે અમારા કૂવામાં પાણી આવે. ત્યારે મહારાજે વળતા પત્રમાં લખ્યું કે, ઊભો દાર નાખજો પાણી થાશે, આમ પાણી થયું.
એક વખત બાજુનાં ગામડાંના અમરતબેનને ૧૧ વર્ષથી છોકરા ન હતા. એટલે ગામડાંમાં અપશુકનિયાળ કહેવાય તેથી એ અમરતબેન મારી પાસે આવ્યા ને કહે મારે મહારાજને પ્રાર્થના કરવી છે તું કાગળ લખી દેને. એટલે મહારાજે આશીર્વાદ આપ્યા જાઓ તેને ત્યાં મુક્ત પુરુષનું પ્રાગટ્ય થશે અને ચંદનનના છાંટણા થશે. પછી એ અમરતબેનના ઘરે દિકરાનો જન્મ થયો ને અમરતબેનને ત્યાં ચંદનના છાંટણા પણ થયાં.
મહારાજ શ્રાવણ મહિનાની કથા કરવા જામવંથલી આવ્યા ત્યારે પરિસ્થિતિ સૌની નબળી હતી તેથી ઉજીબેન આણે આવ્યા હતા ત્યારે એ ઉજીબેનનો નવો ઓછાડ હતો તે ઓછાડ ઉપર મહારાજે એક મહિનો કથા વાંચી પછી મહારાજ મને બોલાવીને કહે, આ ઓછાડ તું લઈ જા. તારા કાકા આ ઓછાડ નાખી દેશે એના કરતાં તું આ પ્રસાદીનો ઓછાડ લઈ જા. મેં કહ્યું, મારા ભાગ્ય ખૂલ્યા, આ ક્યાંથી મળે ? આ ભવિષ્યમાં ભકતોને દર્શનમાં કામ આવશે પછી આ નહીં મળે.
આમ અમારા પરિવારે ભગવાનને ઓળખ્યા, ઓળખાવ્યા છે. ભગવાન ઓળખાણા પછી આ જીવનમાં ભગવાન સિવાય બીજું કાંઈ વહાલું ન રાખવું. આ મનુષ્ય જન્મ અંતિમ
છે. કાંઈ અહીંનું ભેગું લઈ જાવું નથી અને જે અહીં ભગવાન લેખે કર્યું છે તે માયાનું છે પણ તે તો આપણી પહેલાં ત્યાં ધામમાં આપણાં માટે પહાગચી ગયું છે. તો આ અંતિમ જન્મમાં ભગવાનના જ કામો કરવા. ભગવાનના જ ગુણ ગાવા. ભગવાન માટે જ જીવવું. આવો જેનો દૃઢ સંકલ્પ છે. તેના ભેળા ભગવાન અખંડ છે.
મહારાજ કહેતા સંપ રાખવો. એકબીજા ભક્તોને મદદમાં રહેવું. તેના સુખ-દુઃખમાં ભાગીદાર થાવું અને ભજન કરવું. જેના ધણી જબરા, તેનો કેફ પણ જબરો. સંસારના કામો તો ખૂટવાના જ નથી. પણ ભગવાનના કામમાં ભાગીદાર થવું. પુત્રોષ્ણા, લોકેષ્ણા, ધનેષ્ણા આ બધી નડતર કરનારી છે. ધામેષ્ણા, સેવેષ્ણા, મુક્તેષ્ણા આ સુખીયા કરનારી છે. ધામની રીતિમા રંગાવું. એકબીજામાં ભગવાન જોવા. શરણાગતિનો ગુણભાવ લેવો, ભગવાન સંબંધી આપણે જે કાંઈ - જ્યાંથી પણ - જે પ્રકારે થોડું ઘણું પ્રાપ્ત થાય તો પોતાને ધનભાગ્ય જાણી અને જે જે વડે આપણી ઉન્નતિ થાય તેના ઋણી થવું, તેનો આદર કરવો તેના ગુણ ગાવા. ગુણ ગાવાથી ઋણમુક્ત થવાય. આમ આ મનુષ્ય જન્મને લેખે લગાડવો.
ભગવાનના કામ ભગવાન કરે જ છે પણ આપણે આપણાં કામ કરતા જ રહેવા. આજ મનુષ્ય જન્મની સાર્થકતા છે. ધામની રીત અપનાવવાથી ફરીને આ લોકમાં આવવું જ નહીં પડે. માયાના દુઃખનો પાર નથી પણ સમજીને આ એક જન્મમાં ભગવાનનું બધું કાર્ય કરવાનું છે, તે કરી લેવું. આજ સારનો સાર છે. પ્રગટ ભગવાન આપણાં માટે છે. શરણાગત માટે છે, શરણાગતિઓના છે. શરણાગત ભકત માટે આવ્યા છે.