પરચા ૩૨

અનાદિ મુક્તરાજ નારણભગત લાધાભગત ખોલિયા

જામવંથલી, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ જામવંથલી ગામમાં ભક્તરાજ પ્રેમજીભાઈ ખોલિયાને ત્યાં થયો. અમારા પરિવાર પર ભગવાન સ્વામિનારાયણ તેમજ વિશ્વ વંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અને જૂનાગઢના વચનસિદ્ધ શ્રીનિર્ગુણદાસજી સ્વામીના ખુબ જ આશીર્વાદ રહ્યાં છે.

હું નારણ પ્રેમજી ખોલિયા પહેલી વખત ૧૯૪૮માં પોરબંદરથી આફ્રિકા ગયો. બીજી વખત પાછો આવીને જામનગર સ્વામિનારાયણ મંદિરે ગયો. મારી સાથે જામવંથલીના બે-ત્રણ જણાં સાથે હતા, મંદિરની પ્રદક્ષિણાનું કામકાજ ચાલું હતું. શ્રાવણ માસનો વરસાદ બહુ હોવાથી અમારે બે-ત્રણ દિવસ રોકાવાનું થયું. અમોએ મહારાજ કૃષ્ણવલ્લભાચાર્યજીની દેખરેખ નીચે બે દિવસ કામ કર્યું, અને સત્સંગ પણ થયો. ત્યારથી હું મહારાજના પરિચયમાં આવ્યો. આફ્રિકા જવાનું થયું ત્યારે મહારાજને દંડવત્ કર્યાને અમોને કુમકુમનો ચાંદલો કરીને પ્રભુએ આશીર્વાદ આપ્યા.

આફ્રિકા ગયા પછી અમુક સમય થયો ત્યાં આફ્રિકામાં ભારત-પાકિસ્તાનની લડાઈ ચાલુ થઈ. ત્યારે માણસો ભાગાભાગી કરવા લાગ્યા. એવી રીતે જો આફ્રિકામાં થાય તો દરિયા રસ્તા સિવાય જવાનો રસ્તો નથી. માટે સાત દિવસે દેશમાં પહાગચાય. આવો વિચાર કરીને હું ત્યાંથી દેશમાં આવતો રહ્યો. પછી મેં જામવંથલી આવીને ખેતી ચાલું કરી.

જામવંથલીના ગ્રામજનોએ શ્રાવણ માસની કથાનું આયોજન કર્યું. જામનગરથી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને કથાનું આમંત્રણ આપ્યું. ગામની પાછળ કોઈ સત્સંગીનો વંડો હતો. તેમાં કથાનું સ્ટેજ અને મંડપ ગોઠવવામાં આવ્યો. દરરોજ સવાર-સાંજ કથા વંચાતી ને બપોરની કથાનો સમય થયો, મેં કહ્યું ઃ બા હું મહારાજના ઉતારે જાઉં છું. મારા બા કહે, મહારાજ માટે ચા લેતો જા. મેં કંઈ ધ્યાન ના આપ્યું અને સીધો ઉતારે ગયો. ત્યાં જ મહારાજ કહે, નારણ ચા નો લેતો આવ્યો ? મેં કહ્યું ઃ હમણાં જ લેતો આવું, રસ્તામાં જતાં જ મારા બા ચા લઈને સામે મળ્યા. મેં મહારાજને ચા આપ્યો. તો વાટકામાં લઈને પીધો ને કહે, ચા સરસ થયો છે. એમ કહી બીજીવાર લીધો ને થોડોક લોટામાં પાછો આપ્યો. મેં ઘરે જઈને મારા બાને ચા આપ્યો તો તે પણ વાટકામાં ચા લઈ કહે, મહારાજ ચા પીવો. એમ બોલીને

પછી પ્રસાદીનો ચા પીધો. પછી તો દરરોજ નિયમ પ્રમાણે કથા પૂરી થઈ ત્યાં સુધી બપોરનો ચા અમારા ઘરનો પીધો.

વણથલી કથામાં સાંજે આરતીનો ચડાવો કરીને વધારે પૈસા બોલે તે આરતી ઉતારે. તે પૈસા જમણવારમાં ઉપયોગમાં લેવાતા. શ્રાવણ મહિનો વરસાદની સિઝન એટલે એક દિવસ એવો અનરાધાર વરસાદ પડતો આવે બધાને થયું કે આજે વરસાદના લીધે કથા બંધ રહેશે. પણ બન્યું એવું કે, મહારાજએ કથા બંધ કરી ધૂન ચાલુ કરી દીધી ને મહારાજ લાંબા હાથ કરી, આકાશ સામે નજર કરીને બોલ્યા ઃ ‘મેઘરાજા આ બાજુ નહીં, સીધા ચાલ્યા જાજો. સભાખંડમાંથી થોડે દૂર પાણી પાણી થઈ ગયું પણ સભાખંડમાં એક છાંટો પણ પડ્યો નહીં. આ નજરો નજર પરચો જોઈને બધા ઊભા થઈ ગયા ને મહારાજ મહારાજની જય બોલાવીને પાછી કથા ચાલુ થઈ ગઈ.

મહારાજ રાત્રો ૯ વાગ્યાની કથા પૂરી કરી કહે, અમારે દિશાએ જવું છે. ચાર-પાંચ ભક્તો કહે સ્વામી ચાલો નદીએ જઈ આવીએ. મહારાજ નદીએ પહાગચ્યાં ત્યાં એક નાનકડા ઝાડ પાસે ઊભા રહી ગયા. મહારાજ એક ભક્તને કહે આ પાણીનો લોટો ભરીને આ ઝાડવાને પાણીથી છાલક મારો. એટલે ભગતે પાણીની ઝાલક મારી સાથે લોટો પણ હાથમાંથી છૂટી ગયોને ઝબકારાની સાથે પ્રેત તેમાંથી જતું રહ્યું. એ ભગતને ટાઢ ચડી ગઈ ને લોટો બીજા ભગતે લઈ લીધો અને મહારાજને કહે, સ્વામી અહીં બૈરાઓ કપડાં ધોવા આવે છે અને છોકરાવ ધૂબાકા મારીને ન્હાય છે. એટલે આ ઘૂનાને ધૂબકીયા નામથી ઓળખાય છે. દર વરસે અહીં એક જણનો ભોગ લેવાય છે. થોડો વખત જતાં પાણીની છાલક મારેલું એ પ્રેતવાળું ઝાડ પણ સૂકાઈ ગયું.

શ્રાવણ મહિનાની કથાનો છેલ્લો દિવસ હતો. તેથી બધી બાજુથી હરિભક્તો આવેલા. પૂના, મુંબઈ, સૂરત તથા ગ્રામજનોને બપોરે જમવાનું હતું. જમણવાર ઘટે નહીં એટલે થોડું થોડું પીરસજો એવી વાત મહારાજ પાસે ગઈ. મહારાજ કહે, આ ધોતિયું લાડવાની ઉપર ઢાંકી દો અને બે હાથે પીરસો. થાળી ભરીને દીયો. સાંજે વાતમાંથી વાત થઈ કે સ્વામિ જમણવાર ઘટવાને બદલે ઘણું બધું વધી પડ્યું. તેથી મહારાજે વાત કરી, જેને શ્રાવણ મહિનાનું એકટાણું હોય તે બધાંએ બે ટાણાં જમવાનું છે. શંકર ભગવાન રાજી થશે કે આજે બે ટાણાં જમવા મલ્યું. ઘણાં ઘણાં લાડું વધ્યા તો કહે જે ફાળામાં પૈસા નાગધાવે તેમને પ્રસાદીના બે બે લાડુ આપો, તોય લાડું ન ખૂટ્યા. આ બીજો પરચો ગ્રામજનોએ જોયો. પછી મહારાજે ગામમાં

ઘરે ઘરે પધરામણી કરી સૌને રાજી કર્યાં.

જામવંથલી શ્રાવણ માસની કથા પૂરી થઈ એટલે બાજુના ચાવડા ગામના હરિભક્તોએ કહ્યું, મહારાજ અમારા ગામમાં પધરામણી કરવા આવો. બીજા દિવસે બળદગાડું જોડીને સવારે ચાવડા ગામ ગયા, મહારાજ મને કહે નારણ તારા મામાના ઘરેથી એક થાળીમાં ભગવાનની મૂર્તિ પધરાવીને ઘરે ઘરે આગળ ચાલીને ધૂપ, દીવો પ્રગટાવીને તુરંત બીજે ઘરે જઈએ એટલે બપોર થાય તે પહેલાં પધરામણી પૂરી થઈ જાય. લગભગ દરબારને, કણબી પટેલની વસ્તી છે થોડાક ઘર કડિયા જ્ઞાતિના છે. પધરામણી પુરી થઈ ત્યાં વાડીએથી પટેલબાપા આવ્યા તેમના ઘરવાળા મને કહે, ભાણુભાઈ તમારા મામા આવી ગયા, અમારું ઘર બાકી છે, તો અમો તેમને ઘરે ગયા. ધૂપ, દીવો, આરતી કરી ત્યાં પટેલબાપાનું જડબું (મોઢું) ત્રાંસુ થઈ ગયું અને ધ્રૂજવા લાગ્યા. મહારાજ કહે કેમ એમ કરે છે ? તેમના દીકરા કહે સ્વામીજી તેમને ચૂડેલનું પાસું છે. (ચુડેલ આવે છે). મહારાજ મને કહે, નારણ એને જોરથી એક ઝાપટ માર, મેં કહ્યું, સ્વામી હું આ ગામનો ભાણેજ છું તે મારાથી વડીલ છે. મારા મામાને ઝાપટ ના મરાય. મહારાજ કહે, તારા મામા નથી આ તો તારા મામી છે. મેં મોઢાં ઉપર જોરથી ઝાપટ મારી તો મોઢું સીધું થઈ ગયું ને ચૂડેલ જતી રહી. પટેલબાપા કહે, સ્વામી હવે પાછી નો આવે એવા આશીર્વાદ આપો. ચાવડા ગામના તથા જામવંથલીના હરિભક્તોએ આ પરચો નજરો નજર જોયો.

ચૂડેલ તેમને કેમ આવી ? એક વખત તે રાતના વાડીએ જતા હતા. તેમને (ભૂંગળીની) તલપ લાગી પણ ચકમક ભૂલી ગયા. ચકમક એટલે રૂની પૂણી બે પથ્થર વચ્ચે રાખીને ઝટકો મારે એટલે અગ્નિ પ્રગટ થાય. રસ્તામાં કોઈએ અગ્નિ પ્રગટાવેલ છે, તેમ જાણીને અગ્નિ ચલમ ઉપર મૂકીને પાછો શ્વાસ લીધો એટલે ચૂડેલ પેટમાં જતી રહી. ઘણો વખત થયો હતો. લાડવા, પગડા, મોહનથાળ, રૂપિયાના સિક્કા ખવરાવીને વાંસામાં જોરથી મૂક્કો મારીને જેવું ખાધું હોય તેવું જ બહાર કાઢતા. ખેતર વાડીએ બપોરે જમવા દેવાનું મોડું થાય તો તેમના ઘરવાળાનું સ્વરૂપ ધારણ કરીને જમાડતા ને મૂક્કો મારીને પાછું બહાર કાઢતા ને અવાર-નવાર આવા ચરિત્ર કરતા.

પછી ચાવડા ગામના હરિભક્તો મહારાજને ગામની બહાર સુધી મૂકવા આવ્યા. સાથે બીજા જામવંથલીના હરિભક્તો પણ હતા તો ઝાઝા માણસો જોઈને બેય બળદ ભડકીને છૂટીને દૂર ભાગી ગયા. હાથમાં જ નો આવે પછી મહારાજ લાંબો હાથ કરી કહે, હાલો

અમારે જામવંથલી જાવું છે, અમને ઠેકાણે પહાગચાડો. તો બંને બળદ આસ્તે આસ્તે આવીને ગાડા પાસે ઊભા રહી ગયા. આ પરચો પણ અમોએ નજરોનજર જોયો. મહારાજ ગાડામાં બેઠા પછી બધા હરિભક્તો મહારાજની જય બોલાવીને છૂટા પડ્યા.

એક વખત હું પૂનાથી જામનગર દર્શન કરવા જતો હતો. ગાડીમાં અમારા ગામનો વણિક ભેગો થઈ ગયો તે પગડા બનાવીને ગાડીમાં વેંચતો. મને કહે નારણભાઈ તમે સ્વામીજીના મંદિરે જાવ છો, મારે એક કિલો પગડા પ્રસાદી માટે આપવા છે, પૈસા પછે આપજો. મેં કિલો પેંડા લીધા અને સંકલ્પ કર્યો કે મહારાજ મને પોતાના હાથથી પ્રસાદીના પેંડા જમાડે. પછી ગાડીમાં મુંબઈના માણસો હતા તેમને થયું કે, પગડા સારા છે તો બધાએ પગડા લીધા અને આખો પગડાનો ડબ્બો ખાલી થઈ ગયો. પગડાવાળાને પરચો થયો કે આટલો વખત થયા મારા પગડા આ પ્રમાણે વેંચાયા નથી. દરરોજ બે-ત્રણ કિલો પગડા તો પાછા આવતા. તેથી પણ મારી સાથે મંદિરે આવ્યો. મને કહે, નારણભાઈ મારે પણ સ્વામીજીના દર્શન કરવા છે. માટે મેડીના ઉતારે મારી સાથે આવ્યોને મહારાજના દર્શન કર્યાં. મેં મહારાજને પગડા આપ્યા તો તેમાંથી મને બે પગડા ચાગટેલા હતા તે આપ્યા ને કહે એક પગડો તારા સંકલ્પનો બીજો મારી પ્રસાદીનો. આ પ્રમાણે મને પણ પરચાનો અનુભવ થયો. જમવા ટાણે સ્વયંપ્રકાશ કોઠારીએ મને થાળી પીરસી. મહારાજ મારી પાસે બેઠાને તેની થાળીમાંથી પ્રસાદીની રોટલી મારી થાળીમાં જમવા આપી.

જામનગર સ્વામિનારાયણ મંદિરની પ્રદક્ષિણાનું ઘૂમટનું કલરકામ ચાલું હતું. તેમાં ઘૂંમટમાં બ્રહ્મનિષ્ઠ નંદસંતોની મૂર્તિ મૂકવામાં આવી તેમાં એકમાં શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીનું નામ લખ્યું. તો મહારાજ કહે, મંદિરનું કામ પૂરું કરીને અમારી રીતે રાજીનામું આપી દેશું. હું ત્યારે પૂના હતો. મારે અવાર-નવાર મહારાજ સાથે પત્ર વ્યવહાર ચાલુ હતો. મંદિરનું કામ પૂરું કરી મીટીંગ બોલાવીને મહારાજે રાજીનામું આપી દીધું આમ મહારાજે પોતાની મૂર્તિ ઘુમ્મટમાં પધરાવી તેથી ઘણાં ઇર્ષ્યાવાળા વિરોધી ભક્તોને ન ગમ્યું.

પૂના મને મહારાજનો વિગતવાર કાગળ આવ્યોને આ જે બીના બની તે જણાવ્યું. હવે નક્કી નથી ક્યારે ક્યાં જવાનું નક્કી થાય. મેં તુરંત પત્રમાં જણાવ્યું, સ્વામી જામવંથલીનું મંદિર સારું છે, સત્સંગ ઘણો સારો છે. અનુકૂળ આવે તો વિચાર કરી જોશો, મહારાજને કંઈક મગજમાં બેઠું. જામવંથલીવાળાને ખબર પડી તો વાજતે-ગાજતે જામવંથલી લઈ આવ્યા. ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં મેડી ઉપર રહેતાને શાસ્ત્ર લખતા. પછી મેં જણાવ્યું, મહારાજ

તમારે જામવંથલી કાયમ રહેવાનું થશે તો ગામની બહાર નદી કાંઠે અમારી ફુલવાડી છે તે તમોને શ્રીકૃષ્ણાર્પણ કરશું.

હું પૂનામાં હતો. પૂનામાં ડાયાભાઈ મકવાણા અને મારા બાપુજીને સંબંધ સારો એટલે અવારનવાર સત્સંગ કરતાં ને બંનેને સત્સંગનો મહિમા વધારે હતો. મહારાજ જામવંથલી આવવાના સમાચાર સાંભળી મારા બાપુજી તથા ડાયાભાઈ મકવાણા જામવંથલી આવ્યા. મહારાજ પાસે બંને સત્સંગી વાતો કરતા કંઈક વાતમાંથી વાત આવી. તો મહારાજ કહે, અમારે પ્રેમજીભાઈની ફુલવાડીમાં કાયામ રહેવાનો વિચાર છે. માટે અમને ફુલવાડીની ભૂમિ અર્પણ કરો. મારા બાપુજી કહે, મારે છોકરાવને પૂછવું પડે. ત્યાં મહારાજે મારો પૂનાનો લખેલ કાગળ ડાયાભાઈના હાથમાં આપ્યો. તેને વાંચીને મારા બાપુજીને આપ્યો. ડાયાભાઈ કહે, તમારે નારણભાઈને પૂછવું છે તો તેનો કાગળ પહેલેથી ફુલવાડીની ભૂમિદાન માટે જ આવી ગયો. પછી બધાની ભલામણથી મારા બાપુજીએ મહારાજ મહારાજની જય બોલાવીને ફુલવાડીની જમીન કૃષ્ણાર્પણ (દાનમાં) મહારાજને આપવાનું નક્કી કર્યું. ફુલવાડીનો દસ્તાવેજ પ્રથમ મહારાજના નામે કરી દીધો. પછી તેમાં કૂવા ઉપર પાણીનો ટાંકો બનાવીને ઈલેક્ટ્રિક મોટર મૂકી નહાવા માટે પાણીની કુંડી બનાવી, ફુલવાડીમાં ચૂનાની ભઠ્ઠી નાખી. હરિભક્તો પાણાખાણમાંથી પાણા લઈ આવ્યા. ફુલવાડીમાં ફરતો વંડો કર્યો. એક મોટો ઉતારારૂમ બનાવ્યો. તેમાં મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી હતી. મહારાજ પોતે તેમાં કામકાજનું માર્ગદર્શન આપતા.

મારા બાપુજીએ મહારાજને વાત કરી કે સ્વામી ધંધા માટે કંઈક આજ્ઞા આપો. મહારાજ કહે, ગામમાં માણસો બીજે દળાવવા જાય છે તો લોટ દળવાની ઘંટી ચાલુ કરી દો. એટલે રોકડ આવક ચાલુ થઈ જાય. મારા બાપુજીએ ઘંટીની વ્યવસ્થા કરી. મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું તે ઘંટી પણ સારી ચાલતી હતી.

ફુલવાડીની પાછળ બાજુની વાડીની અંદર ઘણો વખત થયા એક તાડી ઊભી હતી. તેમાં ખલેલા બહુ આવતા. અમો ખલેલા માટે તાડીમાં પથ્થર મારીને ખલેલા ખેરતા તો ઘણી વખત તાડીમાંથી પથ્થર પાછો ન આવતો. તેમાં વાયુ પ્રેત રહેતો હતો તે પથ્થર પકડી લેતો. આ વાતની કોઈને ખબર નહોતી.

મહારાજ મારા બાપુને કહે, પ્રેમજીભાઈ આ તાડી પાડી નાખો. મારા બાપુ કહે, મહારાજ કંઈ નડતી નથી ભલે ઊભી. બે-ત્રણ વખત પાછું કહ્યું પણ ધ્યાન ન આપ્યું. એક

વખત મને કહે, નારણ આ તાડી કાલે તું અને ખત્રી બંને થઈ તાડી પાડી નાખજો. બપોરે હું અને ખત્રી એક નાળું ને કોસની રાસડી બંને બાંધીને ખગચવા માંડ્યા પણ પડે જ નહીં. બંનેએ વિચાર કર્યો કે જરાક પવનની ફણકી આવે ત્યારે જોર લગાવીને ખગચીને મહારાજ મહારાજની જય બોલાવીને ભાગવાનું નહીંતર આપણાં માથે પડશે. આમ તાડી પડીને ત્રણ ટુકડા થઈ ગયા. એક ઉપરનો ભાગ બાજુની સ્મશાન ભૂમિ પર પડ્યો. બીજો વાડીની એક વાડ ઉપર પડ્યો અને ત્રીજો એમને એમ ત્યાં જ રહ્યો. તેમાંથી જોરદાર અવાજ આવ્યો. હું... હું... હું... કરતો પછી ફુલવાડીમાં મોટી આંબલી હતી ત્યાં ગયો. બીજા દિવસે બપોરે મહારાજ નાહીને આંબલીની છાયા નીચે બેઠા હતા, ત્યાં પ્રેત સફેદ કપડામાં માણસરૂપે મહારાજ સામે બે હાથ જોડી ઊભો રહ્યો, સ્વામી મારો ઉદ્ધાર કરો, મહારાજ કહે તું કોણ, તો કહે હું બ્રાહ્મણ હતો ને મુસલમાનની બાઈ સાથે સંબંધ કરેલ ને મૃત્યુ બાદ આ સ્મશાનભૂમિમાં મારી નનામી ખોલી એટલે હું મારા દેહમાંથી નીકળી વાયુપ્રેત થઈને ઘણો વખત થયા આ તાડીમાં રહેતો. મહારાજ કહે, હવે આ વાડીનું રખોપું કરજે અને કોઈને હેરાન કરતો નહીં, ને દેખાતો પણ નહીં નહિંતર આ ફુલવાડીમાં કોઈ આવશે નહીં.

મહારાજ કહે, તારે બદ્રિકાશ્રમમાં જઈ તપ કરવું પડશે. તપ પૂરું થયા પછી તારો જન્મ સત્સંગીના ઘેર થશે. ત્યારબાદ તારો ઉદ્ધાર થશે. ત્યાં મારા બાપુજી આવ્યા તેમને તાડી તથા વાયુપ્રેતની વાત કરી. પછી મોટી આંબલી તે પણ પડી ગઈ એટલે સામે વાડીમાં બીજી આંબલીમાં ગયો. તે પણ પડી ગઈ એટલે ઊગમણી બાજુ વાણિયાના ભાભાની ડેરી છે તે ખરાબાના કાંઠા ઉપર તે આંબલીમાં ઘણો વખત રહ્યો. બીજા દિવસે વાયુપ્રેતની વાત કરતા કહે, પ્રેમજીભાઈ અમારી આવરદા ૧રપ વરસની છે. પણ અમારે જ્યારે જવું હોય ત્યારે અમે સ્વતંત્ર થકા ગમે ત્યારે જઈ શકીએ એવો અમારી પાસે અક્ષરધામનો પરવાનો છે.

જામવંથલીની કંકાવટી નદીમાં મોટા ચાર પથ્થર હતા. તેમાંથી એક તણાઈ ગયો ને ત્રણ પથ્થર હતા. તે તો પ્રસાદીના હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અલીયાપાડાથી ચાવડા ગામના રસ્તેથી રાતના જામવંથલી પધારેલા ત્યારે એક પથ્થર ઉપર પોતે બેઠા. બીજા ઉપર લાંબા પગ કર્યા, ત્રીજા ઉપર પાછળ હાથ ટેકવીને બેઠા એટલે ત્રણ પથ્થર પ્રસાદીના છે. આ પથ્થરથી થોડે દૂર ત્રણ તાડી હતી તેમાં ભૂત-પ્રેતનો વાસ હતો. આજુબાજુ કોઈ મળમૂત્ર કરવા બેસે તો તેમને દેખાતા અથવા કાળા કપડાવાળી બાઈ દેખાતી. આ રીતે પ્રસાદીના પથ્થરની રક્ષા કરી. ફુલવાડીની બાજુમાં પાણી જવાનો વોકળો હતો. ત્યાંથી

તમાચરણને જાળીયા જવાનો રસ્તો હતો. રસ્તા ઉપર ફુલવાડીમાં જવા માટે નાની ઝાપલી હતી. તેની બાજુમાં વાવ જેવો કૂવો હતો. કૂવામાં ઉતરવા માટે છ થી સાત પગથિયાં હતાં. તેમાં ઉતરીને સ્વામિનારાયણ ભગવાને પાણી પીધું છે તેથી ફુલવાડીનો કૂવો પ્રસાદીનો છે.

આ ત્રણે પથ્થર પ્રસાદીના હોવાથી એક પથ્થર ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં પધરાવેલ છે. બીજો ફુલવાડીમાં અને ત્રીજો હજુ તે જગ્યાએ જ નદીમાં જ પડેલો છે. ફુલવાડીનો દસ્તાવેજ કર્યા પછી કોઈ બીજાનું મુખત્યારનામું કરી શ્રીહરિ શરણાગતિ મંડળ નામ રાખી ટ્રસ્ટ બનાવી શીખરબંધ મંદિરનું મુહૂર્ત કરેલ. મંદિરમાં મહારાજ આવ્યા પછી ધૂન-ભજન-કર્તન-કથાવાર્તા ને સત્સંગનો વધારો પણ થયો હતો. સાંજે આરતી બાદ નાના-નાના છોકરાઓ મહારાજ મહારાજની જય બોલાવતા, સમય જતાં મંદિરના કોઠારીને અનુકૂળ ન હોવાથી છોકરાઓને ધમકાવવા માંડ્યા. જો તમારે આવી જય બોલાવવી હોય તો મંદિરમાં ન આવવું. છતાં છોકરાઓએ જય બોલાવવાની ચાલુ રાખી. પછી કોઠારી અને અમુક વિરોધી સત્સંગીઓએ છોકરાઓને મંદિરમાં આવવાની મનાઈ કરી દીધી. તોય છોકરાઓ શેરીમાં જય બોલાવવા લાગ્યા. કોઠારી કહે, સ્વામી ! છોકરાવને જય બોલવાની ના પાડી છતાં જય બોલાવે છે. મહારાજ કહે, તમારા ને તમારા ગામના છે તો તમોને ઠીક લાગે તેમ કરો. પછી મહારાજ જામવંથલી છોડીને જૂનાગઢ મંદિરે કાયમ રહેવા માટે ચાલ્યા ગયા.

મહારાજને ફુલવાડી એક અગત્યનું મોટું કામ કરવાનું હતું. તે પ્રસાદીના કૂવામાંથી પાતાળનું પાણી પોતાના મેળે આપોઆપ બહાર આવે. ફુલવાડીના કાંઠે નદી કાયમ વહે. પશુ-પક્ષીઓ પાણી પીવે, પિતૃકાર્ય થાય. સારડો પ૦૦ ફૂટ ઉપર ગયો. નીચે કડક કાળો પથ્થર આવવાથી પાનું અંદર રહી ગયું તો કામ અધૂરું રહ્યું. પછી મહારાજે ભક્તોને જણાવ્યું કે ભવિષ્યમાં અમારી ઈચ્છાથી યોગ્ય સમયે એ કૂવામાંથી અખૂટ એવું પાતાળ પાણી આપોઆપ બહાર આવશે ને કંકાવટી નદી કાયમ વહેતી થાશે.

ઘણા ભક્તો ધંધો કરવા દુબઈ જતા તો મારી સાથે કામ કરતા તે મને કહેતા કે, ચાલો નારણભાઈ આપણે પણ દુબઈ જાય. મેં કહ્યું, ત્યાં કોઈ તેડાવે તો જવાય. એ બધું તો મુંબઈના એજન્ટો કરી આપે. તેમાંથી ઘણાં જતા ને ઘણા ફસાય પણ જતા. અમુક પાસપોર્ટ પણ પાછા ન આપતા. પણ જે મહારાજના આશીર્વાદ લેવા જતા તેમને દુબઈની સારી કંપનીમાં કામ મળતું. ને પગાર પણ સારો મળતો. તેમાંથી ભક્તો અમુક ભાગનો ધર્માદો કાઢતા. તે પૈસા ફુલવાડીના મંદિરમાં શીખરબદ્ધ મંદિરનું કામ ચાલતું તેના ઉપયોગમાં લેવાતા.

હું પણ દુબઈ જવા માટે મહારાજના આશીર્વાદ લેવા જૂનાગઢ ગયો. બપોરે તેમની બાજુમાં પ્રસાદી લેવા બેઠો તો તેમના થાળમાંથી મને પ્રસાદીની રોટલી આપી. પછી મહારાજની પગચંપી કરતો હતો. મેં કહ્યું સ્વામી દુબઈ જવું છે તો કહે કેમ મોડો પડ્યો ઘણાં બધાં ગયા. તેમના પૈસા પણ મંદિર નિર્માણ માટે આવે છે. મને કહે, જા તારો નંબર આવી ગયો. ત્યાં નિર્ગણજીવનદાસજી સ્વામી હતા. તેમના દર્શન કરવા ગયો, વાત કરી, સ્વામી દુબઈ જાવ છું. નિર્ગુણસ્વામીએ હાર પહેરાવી ચાંદલો કર્યો, આશીર્વાદ આપ્યા. કહે પરદેશ છે ધરમ નિયમમાં ખબરદાર થઈને રહેજો, ભજન કરજો, ભગવાનને સંભારીને રહેજો.

પછી અમો મુંબઈ આવ્યા અવાર-નવાર બધાં ભેગા થાય તો કહે મને એકાદ મહિનો થયો પણ ક્યાંય જવાનું થતું નથી. દલાલ પૈસા ખાઈ જાય ને ભાગી જાય છે. કોઈ કહે અમે ઘણાં ઈન્ટરવ્યૂ દીધા પણ જવાનું થતું નથી. મેં તો મહારાજના આશીર્વાદ મેળવેલ હતા. મને પૂરો ભરોસો હતો. બે-ચાર દિવસ ફરતા-ફરતા જાણીતા ભેગા થઈ ગયા. તે મને કહે, ચાલો નારણભાઈ અમારી સાથે ઈન્ટરવ્યૂ દેવા. હું તેમની સાથે ગયો પણ લગભગ ૧પ૦ માણસોની લાઈન જોઈને મને થયું આમાં આપણો વારો છેલ્લો છે. તોય છતાં અમો લાઈનમાં ઊભા રહ્યા. તેમાં જેટલા ડૉક્ટરી પાસ થાય તેમને લેવાના હતા. આગળ ઊભેલા લગભગ અડધાથી વધારે કંઈ બીમારીના હિસાબે નાપાસ થયા, અમારો વારો નજીક આવતો ગયો.

ડૉક્ટર સખત હતો તેથી જેવી તેવી બીમારીવાળાને નાપાસ કરતો. પગથી માથા સુધી એક એક અંગની તપાસ કરતો, મારી આગળ ઊભેલામાં અમુક જણને લેવાના હતા. મેં તો મનોમન મહારાજ અને ગુરૂને યાદ કર્યાં. મારા આગળથી એક પાસ થયો બાકીના બધા નાપાસ થયા તેમાં મારો ‘૯૯'મો નંબર હતો. ડૉક્ટર મારી તપાસ કરી કહે તમો તો ઘણા બધા તંદુરસ્ત છો, કોઈ બીમારી નથી, શરીર સારું છે અને હું પાસ થઈ ગયો.

હું અબુધાબીમાં હતો મને મહારાજનો કાગળ આવ્યો કે, તાપના હિસાબે ફુલવાડીમાં પ્રસાદીના ઓટા ઉપર ચરણાર્વિદ પધરાવેલા છે તેના ઉપર તારે છત્રી કરાવવાની છે. અમારા પગ બળ્યા કરે છે. હું બે વરસ પછી પાછો આવ્યો જૂનાગઢ દર્શન કરી વંથલી ગયો પ્રમુખ તથા માસ્તર કર્તાહર્તા હતા, તેમને મળ્યો. મારે પ્રસાદીના ઓટા ઉપર છત્રી કરાવવી છે તમો જે પ્રમાણે કહો તે રીતે કરાવી દઉં જે ખર્ચ થાય તે હું આપીશ. બંને જણાં કહે, તમારે કેટલા રૂપિયા ખર્ચવા છે અથવા અમો કહીએ તેટલા આપી દો. અમારી રીતે કરાવી લેશું. પછી મેં મહારાજની આજ્ઞા પ્રમાણે આ સેવા કરીને ધન્યભાગી થયો.

એકવાર રાજકોટ મંદિરમાં કથા તથા મોટા પાયે સમૈયાનું આયોજન હતું. તેમાં દરેક દેશના સાધુ-સંતોને હરિભક્તો આ મોટા સમૈયાનો લાભ લેવા પધારેલા. કથાની પૂર્ણાહૂતિના દિવસે બપોરે (૧ર-૩૦) વાગ્યે બીડું હોમવાનું હતું. મંદિરના ચોકમાં મોટો હવનકુંડ બનાવેલો પ્રસાદ માટે મોટા કુંડ બનાવેલા એક કુંડમાં શીરો તથા બીજા કુંડમાં શાક ભરી દીધા. બીડું હોમીને બધાને પ્રસાદ લેવાનો હતો. શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી તથા રાજકોટના જાણીતા શાસ્ત્રી વજુભાઈ તથા બીજા બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે બીડું હોમાયા બાદ બધાએ પ્રસાદ લીધો. મંદિરમાં સાધુ-સંતો તથા હરિભક્તોથી ભરચક વાતાવરણ હતું. રાત્રો મોટો પ્રોગ્રામ હતો તેથી બધા આમ જ રોકાઈ ગયા. રાતનો પ્રોગ્રામ પૂરો થતા સમાચાર આવ્યા કે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતિતાનંદ સ્વામીના જૂના સભામંડપમાં સાગના લાકડાંમાં મોટા પાયે આગ લાગી છે. બધા સાધુ-સંતો, હરિભક્તો પોતાના વાહન લઈને કોઈ ભાડાની ટેક્તસી કરીને પણ બધાં ત્યાં પહાગચી ગયા હતા. આગ ઓલવવા માટે જૂનાગઢને જેતપુરના ફાયરબ્રિગેડ પહાગચી ગયા હતા. જૂના લાડકાનો કાટમાળ હતો તેથી આગ ચારેબાજુ ફેલાઈ ગઈ આગ કાબુમાં ન આવવાથી ગોંડલના ફાયરબ્રિગેડની પણ મદદ લેવી પડી હતી. આગનું કામ પૂરું થયું ને આપણે જોઈએ તો આખું બધું કાળુંમેશ ભૂતિયા મહેલ જેવું થઈ ગયું.

મહારાજ રાજકોટ જ હતા હું સવારે દર્શન કરવા ગયો. ત્યાં મંદિર નીચે ભંડારમાં ઘણાં બધાં હરિભક્તો બેઠા હતા. હરિભક્તો કહે, સ્વામી તમારું કંઈ બળ્યું છે ? મહારાજ કહે, જેનું બળવાનું હતું તે બધા રાતોરાત પહાગચી ગયા. મહારાજ કહે, અમો કઈ લાવ્યા નથી જે કંઈ લઈ જવાનું પણ નથી. બાળવાવાળાને જે બાળવું હતું તે બળી ગયું. અમોએ અત્યાર સુધી જે પુસ્તકો લખ્યા છે તે બચી ગયા. અમોએ મહારાજને પ્રાર્થના કરી તે સામેની બાજુ જવા આવવાનો લાકડાનો પુલ હતો તે સળગીને વચ્ચેથી પડી ગયો એટલે અમારી સામેની સાઈડ બચી ગઈ. મંદિરમાં જ્યાં જગ્યા હતી ત્યાં સંતોને રહેવા માટે નાની નાની પતરાની રૂમ બાંધી દીધી. પછી કાટમાળ ઉપાડ્યો, મંદિરમાં કમિટીએ નક્કી કર્યું કે સંતો માટે નવા ઉતારા બનાવવા. નીચે એક રૂમ સંડાસ, બાથરૂમને સાથે ડેલીબંધ જગ્યા, એક રૂમ ઉપર રસોડું, તેના ઉપર ત્રીજા માળે સિડી રૂમ સાથે એક રૂમ. આ પ્રમાણે નક્કી કર્યુંને સિમેન્ટથી છત ભરીને નંબર પ્રમાણે સૌને રૂમ સાગપી દેવાની. બાકી કામ સંતોએ પોતાના ખર્ચે કરવું. સંતોની મિટીંગ થઈ મંદિરમાં કમિટીએ નંબરવાર ચિઠ્ઠી બનાવી બધાએ ચિઠ્ઠી

લેવાની જે નંબર આવે તે એની રૂમ. નંબર પ્રમાણે રૂમ લેવામાં કોઈએ આનાકાની ન કરવી. સંતોએ પોતપોતાના રૂમનો કબજો સંભાળી લીધો.

જૂનાગઢના સદ્ગુરૂ નિર્ગુણજીવન સ્વામીનો ધર્માદાનો વારો જ્યારે જામવંથલી હતો ત્યારે તેમનું પણ સત્સંગીઓ પ્રત્યે વર્ચસ્વ સારું હતું. પોતે વચનામૃતની વાતો કરતા તેથી તેને કંઠસ્થ હતું. વચનામૃતના પ્રશ્નો પૂછો તો પોતે તુરત જ જવાબ આપતા. તેથી વચનામૃતના પગી કહેવાતા પોતે વચનસિદ્ધ પણ હતા. તેમણે જૂનાગઢ તેમના રૂમે જામવંથલીનાં સેવકોને કામ કરવાનું કહ્યું તો ત્યાંથી ત્રણ ચાર જણા આવ્યા. હું પણ રાજકોટ હતો મને કાગળ આવ્યો કે, નારણભાઈ ટાઈમ હોય તો આપણાં મકાનનું કામ કરવાનું છે તો મારા સાથે વંથલીના ભાઈ હતા. મેં તેમને વાત કરી તો કહે, મારા ગુરૂનો પણ કાગળ આવ્યો છે. અમો બંનેએ નક્કી કર્યું બેયના ગુરૂનું કામ અરસપરસ કરવાનું. નિર્ગુણસ્વામીને ત્યાં બે-ત્રણ જણાં કામ કરતા હતા, મારી સાથે આવેલા ભાઈના ગુરૂનું કામ કરવા ગયા બે ત્રણ દિવસ કામ કર્યું ત્યાં સિમેન્ટ થઈ રહ્યો. ત્યારે સિમેન્ટની બંધી હતી તેથી કંટ્રોલમાં બે પાંચ ગુણી આપતા પછી નિર્ગુણસ્વામીને ત્યાં કામ કરવા ગયા ત્યાં બે દિવસ કામ કર્યું, ત્યાં પણ સિમેન્ટ થઈ રહ્યો કામ પૂરું થવા આવ્યું પણ પાંચેક ગુણીનું કામ બાકી રહી ગયું. સિમેન્ટનો મેળ ન થવાથી અમો સ્વામી પાસે રજા લેવા આવ્યા.

ચોમાસું હોવાથી ધીમે ધીમે વરસાદ પણ ચાલુ હતો બધા ઊભા હતા ત્યાં કલેકટર લાડવાસાહેબ આવ્યા. તેમને નિર્ગુણસ્વામીનો પરિચય સારો હતો. સ્વામી પાસે મંદિરે અવારનવાર આવતા. સ્વામી કહે, પાંચેક ગુણીનું કામ બાકી રહી ગયું છે. સિમેન્ટ નથી તેથી કારીગર ઘરે જાય છે. કલેક્ટર સાહેબ કહે, કોઈ જતા નહીં કામ પૂરું કરીને જશો. સાહેબ રેઈનકોટ પહેરી પોતાની જીપમાં હાઈવે પર ઉભા હતા. ત્યાં જે સિમેન્ટનો ખટારો નીકળે તેની પાસેથી બે બે ગુણી મલી જાય. ત્યાં કોઈ સાહેબનો ઓળખીતો મલ્યો ઊભો રહ્યો તેને વાત કરી તો કહે મંદિર માટે જોઈતી હોય તો બે ગુણી તમારા તરફથી એક ગુણી મારા તરફથી એટલે સાત ગુણીનો મેળ થઈ ગયો. પાંચ ગુણીનું કામ પૂરું થયું બે ગુણી વધી કામ પૂરું કરીને મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના રૂમે દર્શન કરવા ગયા. થોડીવાર બેઠા કામ પૂરું થઈ ગયું વાત પૂરી કરી તો મહારાજ કહે, અમારા સંડાસ-બાથરૂમમાં પાણી પડે છે. સિમેન્ટની તંગીના હિસાબે કામ રહી ગયું છે. ટાઈલ્સની પેટીઓ પણ આવી ગઈ છે. મેં કહ્યું, નિર્ગુણજીવન સ્વામી પાસે બે ગુણી વધી છે. મહારાજ કહે, સિમેન્ટની તંગી છે એટલે

કોઈ પાસે મંગાય નહીં બધાને સિમેન્ટની જરૂર છે. મેં કહ્યું, મહારાજ તમારા આશીર્વાદ હોય તો એકાદ ગુણનું કરતો આવું. મહારાજ કહે, અમારા આશીર્વાદ તો તારી સાથે જ છે. મેં નિર્ગુણસ્વામીને વાત કરી તો કહે વરસાદના લીધે સિમેન્ટ જામી જશે તો બેય ગુણી લઈ જાઓ. મેં આવીને મહારાજને વાત કરી કે, બે ગુણીનું થઈ ગયું તમારું કામ પૂરું કરી દઈએ.

એકવાર ઘણા સમયે હું જૂનાગઢ ગયો. દર્શન કરી દંડવત્ કર્યાને બેઠો તો મહારાજ કહે, “કેમ નારણ ! જાજા ટાઈમે ?” મેં કઈ જવાબ ન આપ્યો એટલે પોતે શાસ્ત્ર લખવાનું બંધ કરી બંને પગ લાંબા કર્યા. હું પગ ચંપી કરતો હતો ત્યાં મને કહે, “કેમ નારણ ! ફુલવાડી પાછી લેવાની વાત થાય છે. વાત સાચી ?” મહારાજની વાત સાંભળી મારું હૈયું ભરાઈ આવ્યું ને આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. મેં કહ્યું, મને ઘણાં હરિભક્તોએ વાત કરી કે, શાસ્ત્રીજી મહારાજ તો કાયમ માટે ફુલવાડી રહેવાના હતા ને ? તો કેમ હવે જૂનાગઢ ચાલ્યા ગયા. માટે હવે તમે પણ ફુલવાડી પાછી લઈ લ્યો. માટે મારા મનમાં આવો ખોટો વિચાર આવી ગયો તેથી હું ક્ષમા માગુ છું પણ મહારાજ ફુલવાડી પાછી લેવાની તો વાત બાજુએ રહી પણ ફુલવાડી શ્રીકૃષ્ણાર્પણ (દાન) કર્યા પછી પાછી ન લેવાય. ફુલવાડીનો લેખ તો અક્ષરધામના ચોપડે લખાઈ ગયો છે.” મહારાજ મારા માથે હાથ મુકીને કહે, “નારણ ! ફુલવાડીમાં અમોએ તમને કાયમી રહેવાનું કહ્યું હતું પણ સમયને અનુકુળ ન હોવાથી જવું પડ્યું પણ તમારે એમ ન સમજવું કે અમો ત્યાં નથી. તમે ખોલીયા કુટુંબે પ્રેમથી ફુલવાડી અમને અર્પણ કરી છે માટે અમો કાયમી ફુલવાડીધામમાં બીરાજમાન રહી અનેક જીવોનું કલ્યાણ કરીશું.” મહારાજની આ વાત સાંભળી મને અંતરમાં ખુબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો.

મહારાજના દેહત્યાગના ત્રણ દિવસ પહેલાં હું જૂનાગઢ ગયો, બપોરે મેં તેમની બાજુમાં બેસી ભોજન કરેલું, તેમના થાળમાંથી મારી થાળીમાં પ્રસાદીની રોટલી આપી, ભોજન બાદ તેમના રૂમમાં પગચંપી કરતો હતો. મને કહે બેય હાથના ખંભા દુઃખે છે તો દાબી દે, થોડીવાર પછી કહે, હવે રાખો. મેં જવાની રજા માગી તો કહે છેલ્લા દર્શન કરી લે. મને થયું કે સૂવાનો વખત થઈ ગયો છે તેથી એમ કહ્યું હશે પણ એ શબ્દોનો મર્મ હું ન સમજી શક્યો. ત્રીજા દિવસે સમાચાર મળ્યા કે મહારાજે દેહત્યાગ કરી દીધો છે. મારી આંખમાંથી અફસોસની સાથે આંસુ પડી ગયા. ત્યારે મને મર્મનો અર્થ સમજાયો કે મને છેલ્લા દર્શન માટે શા માટે કહ્યું. દેહત્યાગની રાત્રો પોતે રાા-૩ વાગે મંદિર ઉપર પ્રદક્ષિણા કરતા હતા.

ત્યારે મંદિરના વોચમેન (પગી)ને થયું અત્યારે ઉપર કોણ છે. તે ઉપર આવીને મહારાજને પગે લાગીને કહે, સ્વામીજી મંગળા આરતીને હજુ વાર છે. મહારાજ કહે, પણ હવે અમારે જવાની વાર નથી. તે પણ મારી જેમ મર્મનો અર્થ સમજી ન શક્યો.

હેમંતભગત રાત-દિવસ ચોવીસ કલાક મહારાજની સેવા કરતા તેથી મહારાજને થયું હેમંત હશે તો મારે મારી રીતે સ્વતંત્ર થકા જવા માટે અવરોધ થાશે એટલે હેમંતભગતને કહે આ વસ્તુ અભેરાઈના માળીયામાં પડી છે તે લેતા આવો. ભગત ટેબલ લઈને લેવા ગયા. પગ છટકી ગયો પડ્યા હેઠા અને પગનો ગોળો ભાંગી ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યા, મહારાજને ધામમાં જવાનો રસ્તો થઈ ગયો. એ વખતે જ્ઞાનસ્વામી મહારાજની સેવામાં હતા. મહારાજએ સાડા ચાર વાગે નાહીને પોતાનું ધોતિયું ડોલ નીચે રાખી દીધું પછી પૂજા કરી એક ગરમ ધાબળી ઓઢીને સૂઈ ગયા.

દરરોજના નિયમ પ્રમાણે જ્ઞાનસ્વામી આરતી થઈ એટલે જ્ઞાનસ્વામી મંગળા આરતીમાં જતા રહ્યા. આવીને ટકોર કરી પણ કંઈ જવાબ ન મળતા જ્ઞાનસ્વામીએ દરવાજો ખોલીને જોયું તો આ પ્રમાણે સ્થિતી જોઈને બધા સંતોને બોલાવી ભેગા કર્યાં. પછી દરેક જગ્યાએ મહારાજના સ્વધામ ગમનનાં સમાચાર મોકલાવી દીધા. સંતો-ભક્તોને ખબર પડતાની સાથે જૂનાગઢ આવવા માંડ્યા અચાનક હેમંતભગતને ખબર પડી. તેમને ઘણો જ અફસોસ થયો કે મહારાજ મને આવી સ્થિતિમાં મૂકીને ચાલ્યા ગયા. મહારાજના અંતિમ દર્શન માટે મંદિરમાં દરવાજાની સામે પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા. પછી શ્વેતાયનબાગમાં મહારાજની પ્રસાદીની વાડીમાં અગ્નિસંસ્કાર કર્યાં. સાંજનો સમય હતો એટલે કોઈએ કહ્યું કે હવે સૌ પોતપોતાની રીતે જઈ શકો છો. મહારાજના હૃદયને અગ્નિ નહોતી લાગતી તેથી શ્રીહરિ શરણાગતિ મંડળે તે ભાગને વાસણમાં લઈ રાતોરાત વાહનમાં જામવંથલી ફુલવાડીમાં લઈ આવ્યા. મહારાજ ઘણીવાર કહેતા ફુલવાડી મારું હૃદય છે. તેથી તેની છાતીના હૃદય ભાગને ફુલવાડીમાં મધ્યશિખર નીચે પધરાવ્યું છે. મહારાજનાં મંડળના કોઠારી સ્વયંપ્રકાશસ્વામી, આત્મપ્રકાશસ્વામી, દેવપ્રકાશસ્વામી, જ્ઞાનપ્રકાશસ્વામી, હેમંતભગત તથા શ્રી હરિ શરણાગતિમંડળના સભ્યો મળીને ડભાણવાળા શાસ્ત્રી જગતપ્રકાશદાસસ્વામી પાસે સત્સંગીજીવન પારાયણ કરાવી. જમણવાર રાખી પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો સ્મૃતિ મહોત્સવ પૂરો કર્યો.

વર્ષો પહેલાં અમારી આ ફુલવાડીની જગ્યા પાંચાબાપા હરિજનની હતી. દુષ્કાળ પડ્યો

ત્યારે જામસાહેબે પાંચાબાપાને તેના ગુજરાન માટે નદી કાંઠે જમીન આપી. તેમાં ગુજરાન ચલાવતા એ વખતમાં અત્યારની જેમ માર્કેટ ન હતા. વાડીમાં બકાલુ, રજકો, ગદબ, મકાઈ વાવતા ઘરે ઘરે દેવા જતા વાડીમાં જાત જાતના ફુલ વાવીને બગીચો બનાવતા તેથી વાડીનું નામ ફુલવાડી રાખવામાં આવેલ છે. અમારા કુટુંબના વંશજો લાધા ઝીણા ખોલિયા, વીરા ઝીણા ખોલિયા, બેચર ઝીણા ખોલિયા, કચ્છ ભુજ અંજારથી આવી જામનગરના રાજ્યમાં જામવંથલી ગામમાં રોકાયા. એ વખતમાં રાજ્યો ઘણાં હતા પણ જામનગરના જામસાહેબ પોતાની પ્રજાને અનાજ આપતાને પ્રજાનું ધ્યાન રાખતા. તેમા લીલા રાતડી જાર, મઠ, ચણા અને બાજરી જેવો ચીજો આપતા ચણા તથા મઠ પલાળી શેકીને કોરડ કરતા લાલજારની ધાણી (ફગવા) કરીને ખાતા કોઈ પાસે જમવાનું ન હોય તો અરસપરસ એકબીજાને આપતા. અમારા ખોલિયા કુટુંબના કૂળદેવી તથા સુરાપુરાદાદા અંજારમાં છે. કુલદેવી ખોડિયાર માતાના નામ પરથી ‘‘ખોલિયા'' રાખવામાં આવ્યું છે. સમય જતાં ખોલિયા કુટુંબના ત્રણે ભાઈઓ જામવંથલી રોકાઈ ગયા. પાંચાબાપાના વંશમાં કોઈ નહોતું. ઘડપણની અવસ્થા હોવાથી ફુલવાડીની જમીન વગચવા મૂકી તેમાં નાની કૂઈ જેવો કૂવો હતો. પાંચાબાપા એક બળદનો કોસ ચલાવતા નાનો ચામડાનો કોસ ઉપર હાથથી ભાર દઈને એક બળદનો કોસ ચલાવતા.

જૂનાગઢથી ધર્માદાના વારામાં સંતો આવતા તે બધા સાંજે ફુલવાડીમાં નાહવા પધારતા. અમારા દાદા લાધાબાપા કોસબંધ કરી આંબલી નીચે બેસીને સંતો સાથે સત્સંગ કરતા. સંતોને શાકબકાલું આપતા. અમારું ખોલિયા કુટુંબ કચ્છ-ભુજ-અંજારથી આવીને જામવંથલીમાં રહ્યા હતા. આ અમારો સત્સંગ નારણદાસ સ્વામીના વખતનો છે. નારણદાસ સ્વામી ઘરે પધરામણીએ આવ્યા ત્યારે કુમકુમનો ચાંદલો કરીને કહેલું કે, આ સત્સંગ તમારા વંશ પરંપરા જળવાય રહે એવા અમારા આશીર્વાદ છે.

દુષ્કાળની પરિસ્થિતિ હોઈ કોઈ પાસે પૈસા ન હતા છતાં અમારા કાકા લાધા ઝીણાએ પાંચાબાપાને કહ્યું પૈસા જેમ થાશે તેમ આપીશ એવી રીતે બોલી કરી ફુલવાડી લીધી પણ પાંચાબાપા કહે મારી એક શરત છે, આ ફુલવાડી મારું જીવન છે હું આમાં સુખી થયો છું. તમો પણ સુખી થાઓ. બીજાને વગચો તો કોઈ સારા માણસને આપશો. જેથી આપણને ફુલવાડી ભૂમિના આશીર્વાદ મળે. આજે ત્રીજી પેઢીએ ખોલિયા કુટુંબે પણ આ ફુલવાડીની જમીન પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને મંદિર માટે કૃષ્ણાર્પણ (દાનમાં) આપી. હાલમાં તે

ભૂમિ પર દેવસ્થાનના ભવ્ય ત્રણ શીખરનું મંદિર બનાવવામાં આવ્યું છે. જામવંથલી ગામના દરવાજાની બહાર નીકળતા કંકાવટી નદીના સામા કાંઠે ભવ્ય શીખરબંધ મંદિરના દર્શન થાય છે. દેશ-વિદેશથી અનેક ભક્તો દર્શને આવે છે, અમારી ફુલવાડી મોટું તીર્થધામ બન્યું છે તેથી અમારા ખોલિયા પરિવારના અંતરમાં ખુબ જ આનંદ છે. આ ભૂમિ દાન આપનાર, લેનાર અને મંદિર બનાવનાર ત્રણેના આશીર્વાદની પૂણ્ય ભૂમિ છે.

આમ પ્રગટ ભગવાનના લાડીલા અનાદિ મુક્તરાજ નારણભગત પ્રેમજીભગત ખોલિયાએ ધર્મમય, ભક્તિમય અને સેવામય જીવન પસાર કર્યું તેમજ મહારાજની હયાતી પછી પણ વર્ષો વીત્યા બાદ જ્યારે જૂનાગઢ બાલમુકુંદ ભવને શ્રીકૃષ્ણપ્રકાશસ્વામીનો મેળાપ થયો ત્યાર પછી તેમની આજ્ઞા પ્રમાણે શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા (ગુજરાતી સાર)ના નૂતન પ્રકાશનમાં તેમજ શ્વેતાયનબાગના વિકાસ કાર્યમાં પણ ઘણો સેવાનો લાભ લઈ મહારાજને વિશેષ રાજી કરી પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતાં કરતાં પરમધામ સિધાવ્યા. આવા મહાન ભક્તોને અનંતવાર દંડવત્ પ્રણામ...