અનાદિ મુક્તરાજ વિશ્રામભગત ભીમજીભગત હાલાઈ
દહીંસરા-કચ્છ
કચ્છ દહીંસરા નિવાસી અનાદિ મુક્તરાજ વિશ્રામભગત શ્રી સ્વામિનારાયણ ભગવાનની એક નિષ્ઠાથી ભક્તિ કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન અને મહિમા બહુ જ હતો. તેમના મનમાં સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હાલતા-ચાલતા પ્રત્યક્ષ દર્શન કરવાની અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેમ પાંચસો પરમહંસો અને બ્રહ્માનંદસ્વામી, નિત્યાનંદસ્વામી જેવા સંતોએ ભગવાનને ઓળખી રાજી કર્યાં તેમ વિશ્રામભગતને પણ તેમજ ભગવાનને મળવા અને રાજી કરવાની તાલાવેલી લાગી હતી. જેથી જીવનમાં રોજિંદા કામકાજ પૂર્ણ કરીને શાસ્ત્રોનું ચિત્તમાં ચિંતવન કર્યાં કરતાં હતાં. ભગવાનને દરેક ભક્તો-મુમુક્ષો-જીવાત્માઓને તેની ભક્તિનું ફળ-કર્મનું ફળ ક્યાં અને ક્યારે આપવું તે ભગાવનને બધી નજર હોય છે. તેમ વિશ્રામભગતને આ ફળ મળવાનું હશે. જેથી તેને વિદેશ મસ્કતમાં કમાવા અર્થે જવાનું થયું. ત્યાં પોતાના સ્વામિનારાયણ ધર્મમાં જીવન વિતાવતાં ભક્તિ કર્યાં કરતાં હતા.
હવે એક દિવસ દેશમાંથી ભકતો મસ્કત આવ્યા અને આ વિશ્રામભગતની કંપનીમાં જ અને તેમાંય વળી ભગવાનની ઈચ્છાથી આ વિશ્રામભગતના રૂમો હતા તેજ ચાલીમાં ઉતારા મળ્યા. એટલે વિશ્રામભગતે આ નવા આવેલા હરિભક્તોનો ચાંદલો જોઈ જય સ્વામિનારાયણ કહ્યા. કાંઈ જરૂરત હોય તો જણાવવા કહ્યું. ત્યાં ભકતોએ ટેબલની માંગણી કરી. પોતાના રૂમમાંથી ટેબલ-રૂમાલ લઈ આપ્યા. ભક્તોને નહાવાની વ્યવસ્થા કરી. અગિયારસનો દિવસ હોવાથી થોડું ઘણું ફરાળ અને ફ્રુટની વ્યવસ્થા કરી. આમ થોડી ઘણી પ્રગટ ભગવાનના ભક્તોની સેવા થઈ ગઈ જેથી પ્રગટ ભગવાનના ભક્તો રાજી થયા. ભગતે જે ટેબલ આપ્યું હતું તેના ઉપર રૂમાલ બીછાવી પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની ચિન્હવાળી મૂર્તિ પધરાવી અને ભગવાને મૂર્તિમાંથી વિશ્રામભગત ઉપર મહારાજે કૃપા દૃષ્ટિ કરી. જેના ફળ સ્વરૂપ વિશ્રામભગતને આ ચિન્હવાળી મૂર્તિમાં ખગચાણ થવા લાગ્યું. એટલે વિશ્રામભગતે આ ચિન્હવાળી મૂર્તિ કોની છે અને હાલ ક્યાં છે ? તે પુછ્યું. પછી નિત્યક્રમથી પરવારી ફળ, ફ્રુટ, ફરાળ કરી અને નિરાંતે બેઠા અને માંડીને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ સર્વરીતે સર્વોપરી છે. આમ સત્સંગ થયો. આ
ચિન્હ-ચરિત્રવાળા સ્વયં પરનારાયણ છે. આ જ હાલતા ચાલતા સ્વામિનારાયણ ભગવાન છે એમ નિશ્ચય થયો. વિશ્રામભગતને પ્રથમ પૂજય અનાદિ મુકતરાજ ભગવાનજી રાજા જાવિયા થકી મહારાજની પરિપુર્ણ ઓળખાણ થઇ હતી માટે તે તેમને ગુરૂ સ્થાને માનતા.
આ રીતે તેમને ભગવાનને મળવાનો સંકલ્પ થયો. આ ભગવાન ને કેમ મળવું તે પણ રીત આ પ્રગટ ભગવાનના ભક્તોએ બતાવ્યું કે અત્યારે અહીં વિદેશમાં સમયાનુસાર પત્ર દ્વારા મહારાજને મળી શકાય. આ વાત સાંભળતા જ મહારાજને પત્ર લખવાનો નિશ્ચય કર્યો અને ભગવાનને ક્યા પ્રકારે રાજી કરવા તે પણ ભગાવનજી ભગતે જ શીખવાડ્યું. આમ પ્રગટના ભક્તો અને વિશ્રામભગતનો સત્સંગ દરરોજ થવા લાગ્યો જેથી ભગવાનની સેવા-ઉપાસના-મજબૂતાઈથી થવા લાગી. જીવમાં આનંદ વર્તાવા લાગ્યો. આમ ભજન થવા લાગ્યું.
જે જે ભગવાનને ઓળખે છે તેની ભગવાન રક્ષા કરે છે. એક વખત દહીસરામાં મોટો યજ્ઞ હતો. ત્યારે આ યજ્ઞમાં વ્યવસ્થા કરવા એક મકાન બે માળનું તેના ઉપર પાણીની ટાંકી ચઢાવવાની હતી ત્યારે ટાંકી બે ફૂટ જ ચઢાવવાની બાકી હતી ત્યારે રસા-દોરડા તૂટ્યા, ટાંકી નીચે આવે અને નીચે ભગત બેઠા હતા. જો ટાંકી નીચે આવે તો ભગત ઉપર પડે. તે દોરડા તૂટ્યા છતાં પ્રગટ ભગવાને આવી ટાંકીને હાથ અડાડ્યો અને ટાંકી તેના સ્થાને બેસી ગઈ. આમ ભગવાને ભગતની રક્ષા કરી છે.
એક વખત ભગતની દીકરી બહાર શેરીમાં રમી રહી હતી. ત્યારે ચોમાસામાં વરસાદને કારણે લોખંડના ઈલેક્ટ્રિકના થાંભલામાં અર્થિગ શોટ થવાથી થાંભલામાં ઈલેક્ટ્રિક પાવર હતો ત્યારે ભગતની દીકરી રમતા રમતા આ થાંભલાને અડતા થાંભલા સાથે ચાગટી ગઈ. હવે આને બચાવવા તેના મમ્મીએ દીકરીને પકડી તો તે પણ ચાગટી ગયા. અંતર્યામી ભગવાને પોતાની દિવ્ય કળા વાપરીને દીકરીની અને તેના મમ્મીની રક્ષા કરી લીધી અને પછી વિશ્રામભગતને મહારાજે પત્ર લખ્યો કે, તમારા કુટુંબની રક્ષા કરી છે. ભગત દેશમાં આવ્યા ત્યારે ખબર પડી કે ઈલેક્ટ્રિક શોટમાં દીકરીની રક્ષા થઈ છે. આમ ભગવાન ભક્તોના રક્ષક તેમજ પોષક પણ છે.
ઘણાં ભક્તો વિશ્રામભગતને માનથી ગુરૂ કહીને બોલાવતા. કારણ કે ભગત જે ભક્તો જિજ્ઞાસું હોય તેને તેની સાથે અંગત ઝીણવટ ભર્યો સત્સંગ કરતા અને જિજ્ઞાસુના મનમાં પ્રગટ ભગવાનની સ્થાપના કરતા. આમ સત્સંગ એ જ એનું જીવન હતું. જ્યારે
જ્યારે દેશમાં આવતા ત્યારે ત્યારે જૂનાગઢ મહારાજ પાસે દર્શન કરવા, સેવા કરવા, રાજી કરવા જતા અને ભગવાનને રાજી કરતા, ભગવાન પણ રાજી થઈ પ્રસાદીની વસ્તુ આપતા.
વિદેશમાં સત્સંગ કરતા તેમાં મુખ્યત્વે જીરાગઢના કિશોરભગત ગોહિલ બીજા રોહીશાળાના કિશોરભગત તથા આંધ્રપ્રદેશના નારણભગત તેઓને કથાવાર્તા દ્વારા પ્રગટ ભગવાનના આશ્રિત કર્યા અને પ્રગટ ભગવાનનો રાજીપો અપાવ્યો છે. જે ભક્તો આજે સેવા કરી રહ્યા છે. બીજા જીવોના કલ્યાણ કરવા સત્સંગ કરે છે અને કરાવી રહ્યા છે. જે જે જીવાત્માઓ પ્રગટ ભગવાનના ભક્તોનો ગુણ લ્યે છે, તેનો સત્સંગ કરે છે તે તે ભગવાનના ભક્ત થઈ મુક્ત બની જાય છે. એટલે જ તો લખાયું કે લોઢાને પારસમણીનો સંગ થઈ જાય તો લોઢું સોનું બની જાય છે. હાલમાં આ પ્રગટ ભગવાનના સત્સંગમાં મોટા મોટા યોગીઓ ઈશ્વરો-અવતારો-સિદ્ધો સત્સંગમાં વિચરી રહ્યા છે.
એકવખત અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પોતાનું પેટ ચોળવા કહ્યું, ત્યારે મે બે હાથથી પેટને દબાવ્યું તો જેમ ફુગ્ગાને બે બાજુ દબાવતા બંને હાથ ભેગા થઈ જાય તેમ મારા બંને હાથ ભેગા થઇ ગયા. આ પ્રસંગથી મહારાજે જણાવ્યું કે, આ અમારું શરીર હાડમાંસનું ન સમજવું. આ દેહ દિવ્ય છે એમ સમજીને મળ્યા ભગવાન મેલવા નહીં, મળ્યા છે તે પાર છે અક્ષરથી. આમ ભગવાન દિવ્ય લીલાઓ કરી નીજ ભક્તોને ઉપદેશ આપી સમજણ આપી બ્રહ્મસ્થિતિ દૃઢ મજબૂત કરાવતા. આવા પ્રગટ ભગવાન દયાળું છે.
ભગવાનજી ભગતે મહારાજને પત્ર દ્વારા જણાવ્યું હતું કે, આ કચ્છી વિશ્રામભગતનો મેળાપ થયો છે અને સત્સંગી સારા છે. તેઓ દેશમાં દર્શને આવે ત્યારે પ્રસાદીની વસ્તુઓ- મોજડી, સાબુ, ગંજીયું, દાતણ, નખ, પાણી, સાકર, કંઠી-માળા, ધોતિયું, પ્રગટ ભગવાનના ફોટાઓ- શિક્ષાપત્રી- અખીલ ભૂમંડલીય- સુખડની માળા, ગુલાબહાર, કંકુ-ચંદન વગેરે તેમને રાજી થઈ આપજો. તે પ્રમાણે જ્યારે વિશ્રામભગત મહારાજના દર્શન કરવા ગયા ત્યારે તે બધી વસ્તુઓ પ્રસાદીની મહારાજે વિશ્રામભગતને આપી છે. વિશ્રામભગત બહુ જ રાજી થયા છે. ભગવાનને નવરાવવા, ચરણસેવા, આરતી પૂજા કરી છે. દિક્ષા મંત્ર લીધો છે અને ભગવાનને રાજી કર્યાં છે. આમ મહારાજે વળતા પત્રમાં ભગવાનજી ભગતને લખ્યું કે, તમારા જણાવ્યા મુજબ સર્વ પ્રસાદીની વસ્તુઓ આપી છે અને વિશ્રામભગત તે એક પૂરા ભગત છે એમ જણાવ્યું.આમ મસ્કતમાં ભગવાનજીભગત, કેશવજીભગત, પરષોત્તમભગત, જગજીવનભગત, રતિલાલભગત તેમજ અન્ય મોટાં ભક્તો સાથે સભા-
સત્સંગ, સેવા, ઉપાસનાની સમજણ પ્રાપ્ત કરી હતી.
હવે તો વિશ્રામભગત શરણાગતિમાં મજબૂતાઈથી ભક્તિ કરે છે અને બીજી ટર્મમાં તેઓ દુબઈ ગયા છે ત્યાં પ્રગટના ભક્તોનો મોટો સમૂહ છે. બધા મળીને એકબીજાના સહારે સેવાઓ ખૂબ જ કરે છે. દુબઈમાં ભક્તો એકતાનથી, સંપથી ભક્તિ કરતાં આનંદ કરે છે. મહારાજને રાજી કરવા મોટા પ્રકારની સેવાઓ કરે છે અને મહારાજના લખેલ પત્રમાં જે ઉપદેશના શબ્દો તેના ઉકેલ આ વિશ્રામભગત કરતા અને ભક્તોને સમજાવતા કે મહારાજ શું કહેવા માંગે છે.
વશરામભગત પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના પરમ ઉપાસક, એકાંતિક પ્રગટને વ્હાલા ભક્ત શ્રીહરિ શરણાગતિ મંડળમાં પ્રગટની ભક્તિ ભજન કરી, કરાવી પોતે જાતે સેવા કરી, સેવા કરાવી અસંખ્ય જીવોને પ્રગટની ઓળખાણ આપી. મંત્ર, દિક્ષા શરણાગતિ આપી. ઘણાં જીવોને પ્રગટભક્તિના માર્ગે ચડાવી પ્રગટ ભગવાનના ભક્ત બનાવ્યા છે. આવા વહાલા મંડળમાં ગુરૂ સમાન એક વડીલજન પરમ આદરણીય અનાદિ મુક્તરાજ છે.
કચ્છના વશરામ ભગતનો પરિવાર, ભાઈઓનો પરિવાર પ્રગટ ભગવાનનું ભજન કરતાં કરાવતા અખંડ સેવાઓનો વરસાદ કરી શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો આ ફુલવાડી, કુંકાવાવની સેવા માટે ફના થયા છે. એક જ લક્ષ્ય છે પ્રગટ ભગવાનની સેવાવડે ભગવાન રાજી રહો. વશરામભગતે દુબઈ, અબુધાબી, સારજા, અજમાન, મસ્કત-રુવી, આદિ આદિ સ્થાનોમાં રહી ભક્તોને પ્રગટ ભગવાનની સાચી સેવાની સમજણ, પાકી ઉપાસના, સર્વોપરી નિશ્ચય અને શરણાગતિમાં બલિદાન આદિક પ્રગટ ભગવાનને જ રાજી કરવા વાળી કથા-વાર્તાઓ, સભા, સમૈયાઓ, ઉત્સવો ભક્તો ભેળા રહી ભક્તોને પણ પાકો નિશ્ચય કર્યો છે, કરાવ્યો છે.