પરચા ૧૪૧

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની સ્વધામગમન લીલા

પરમધામાધિપતિ પરબ્રહ્મ અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ અનંત જીવાત્માઓના કલ્યાણને માટે કુંકાવાવની પવિત્ર ભૂમિ પર પટેલ દેવાણી કૂળમાં માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણના ખોળે તા.ર૧-૧૦-૧૯૦પના આસો વદ-૮ના શુભદિને બ્રહ્મ મુહૂર્તમાં પ્રગટ થયા. આ પૃથ્વી પર મહારાજ સંતરૂપે ૮૧ વર્ષ, ૪ માસ, ૯ દિવસ રહ્યા અને મહારાજ પોતાની કર્મભૂમિ જૂનાગઢ ધામે સ્વામિનારાયણ મંદિરમાં બાલમુકુંદ ભવનમાં તા.ર૮-ર-૧૯૮૬ના મહા વદ-૪ના દિને સ્વતંત્ર રીતે પરમધામ સીધાવ્યા.

મહારાજે ધામમાં જતાં પહેલાં અનેક સંતો તેમજ ભક્તોને પણ ઘણાં સ્થળોએ દર્શન આપી અલૌકિક સંકેતો આપ્યા હતા કે, હું હવે મારા પરમધામમાં મારી ઈચ્છાથી જઈ રહ્યો છું. તેમજ મહારાજે ધામમાં ગયા પછી પણ ઘણાં મુક્તભક્તોને દર્શન આપી આશ્વાસન આપ્યું હતું કે, હું ભલે પરમધામમાં ગયો છું પણ છતાંય મારી મૂર્તિ, મારા શાસ્ત્ર, મારા મંદિર અને મારા સંતો-મુક્તોમાં પ્રગટ જ છું... આ તમામ લીલાનું વર્ણન નીચે પ્રમાણે છે.

તા.ર૭-ર-૧૯૮૬ના રોજ જામનગરથી પ્રગટ ભગવાનના પરમ એકાંતિક ભક્તરાજ ઓધવજીભાઈ ટપુભાઈ મનાણી તથા તેમના ધર્મપત્ની દયાબેન દર્શન-સેવા માટે જુનાગઢ મંદિરે આવેલા હતા. જામનગરથી થેપલા તથા પકવાન બનાવી સાથે લાવેલા તે મહારાજ જમ્યા અને ખૂબ જ રાજી થયા. આખો દિવસ મહારાજની સેવા કરી, તે જ દિવસે બપોરના સમયે જીરાગઢવાસી ભક્તરાજ રામજી તુલસી ટાંક તથા તેમના ધર્મપત્ની ધનીબેન પણ દર્શન-સેવાનો લાભ લેવા માટે આવેલા હતા. મહારાજે કૃપા કરીને ભક્તોનો સંકલ્પ અંતર્યામીપણે જાણ્યો અને મહાદિવ્ય લાભ મહારાજના વસ્ત્રો ધોવાનો અમને આપ્યો. ભક્તો દર્શન કરી, સેવા કરી, સુખ લઈને રાજકોટ જતા રહ્યા. સાંજના પાંચ વાગ્યા છે, ઓધવજીભગત ભગવાનની સેવા કરે છે જ્યારે જ્યારે ઓધવજીભગત મહારાજનાં દર્શન માટે આવે ત્યારે મહારાજ રાજી થઈને ભક્તની ભાવના અને પ્રેમભક્તિ જોઈને બે દિવસ રોકાવાનું કહેતા. ઓધવજીભગત પણ આનંદથી મહારાજ કહે તે પ્રમાણે રોકાઈને સેવાનો દિવ્ય લાભ લેતા. મહારાજનો રાજીપો તેમના ઉપર ખૂબ જ હતો.

એવા એકાંતિક ભક્ત ઓધવજીભગત જ્યારે દર્શન માટે આવે ત્યારે સવારે વહેલા

પાંચ વાગ્યે દર્શન સેવા માટે મહારાજ પાસે પહાગચી જતાં ને મહારાજને સ્વહસ્તે નવડાવતા. મહારાજ પૂજામાં બેસે ત્યારે પ્રત્યક્ષ મહારાજની આરતી ઉતારતા. તેમ આજે પણ સવારે એ બધો લાભ મળશે, એવા વિચારોમાં સેવા કરતા હતા. ત્યારે ઘડિયાળમાં સાડા પાંચના ડંકા પડ્યા, એટલે મહારાજ બોલ્યા, ઓધા તે ઘણી સેવા કરી, અમે તારા ઉપર ખૂબ જ રાજી છીએ એમ કહી બાથમાં લઇને ભેટ્યા ને વાંસામાં થાપા માર્યા ને કહે, ‘‘ઓધા હવે તારી બસ રાહ જૂએ છે.'' આ મહા મર્મભર્યાં મહારાજના વચન સાંભળી ઓધવજીભગત તો સ્તબ્ધ થઈ ગયા. બસ તો પાંચ વાગ્યે ઉપડી જાય છે ને છતાં મહારાજની આજ્ઞા પ્રમાણે અમે બસ સ્ટેન્ડ ઉપર ગયા તો ખરેખર પાંચ વાગ્યાની જામનગરની બસ સાડા પાંચે આવેલી અમે ભક્તો પહાગચ્યા તો બસ ઉપડવાની તૈયારી હતી. ભક્તો બેઠાને બસ ઉપડી. ભક્તો જામનગર પહાગચ્યા પણ રસ્તામાં વિચારો કરતાં રહ્યા જે દર વખતે મને મહારાજ બે દિવસ રોકતા ને આ વખતે અચાનક જ ઘરે જવાની આજ્ઞા કરી તે કંઈ સમજાતું નથી, પણ મહારાજે જેમ ધાર્યું તેમ ખરું. દર્શનાર્થે આવેલા ભક્તો મહારાજની આજ્ઞા થતા, પોત પોતાને ઘેર જતા રહ્યા છે.

મહારાજ નિત્ય નિયમ પ્રમાણે સાંજે આરતીમાં ગયા. મંદિરમાં દર્શન કરી, પ્રદક્ષિણા કરીને જ્યાં અઢાર અઢાર વર્ષથી પ્રથમ આસને બિરાજતાં તે શ્રી ગુણાતીતાનંદ સભામંડપમાં આવીને મહારાજ નિજાસને બિરાજમાન થયા છે. સર્વે સંતો, સત્સંગીઓ મહારાજને દંડવત્ પ્રણામ કરી, ચરણસ્પર્શ કરી પોતપોતાના આસને બેસે છે. તે સમયે ગામ લીંબુડાના ગોરધનભાઈ નામના હરિભક્ત દર્શન માટે આવ્યા છે. મહારાજને દંડવત્ કરી, પૂછ્યું કે, ‘મહારાજ હવે આપને કેમ છે ?' ત્યારે મહારાજ બધા સાંભળે તેમ કહે, ગોરધનભાઈ આવતી કાલનો સુર્ય ઉદય થશે અને આ સુર્ય અસ્ત થશે. આ વાત જેણે જ્ેણે સાંભળી તેઓ નિત્ય નિયમ કથા પૂર્ણ થયે પોતપોતાના સ્થાને ગયા ને સૌએ વિચાર્યું કે, સ્વામી આજે શું બોલ્યા તે કંઇ સમજાયું નહીં. આમ મહારાજે પોતાની મર્મ વાણીની ખરી ખબર કોઈને પડવા ન દીધી.

મહારાજ પણ હવે પોતાના નિવાસસ્થાને પધાર્યાં છે. તા.૧૮-ર-૧૯૮૬નાં રોજ દેવપ્રકાશ સ્વામી તથા ગઢડાનાં હરિકૃષ્ણદાસજી પુરાણી સ્વામી તથા જામવંથલીમાં બંધાઈ રહેલ ફુલવાડી મહામંદિરમાં મધ્ય શિખરમાં જે મૂર્તિ પધરાવવાની છે, તે મહામંદિરના કાર્યસંચાલક હિરજી પેથા ચૌહાણ, આદિક ભક્તો મહારાજની આજ્ઞાની મૂર્તિનાં ઓર્ડર માટે

મથુરા ગયા હતા. તેઓને પણ મહારાજે અંતર્યામીપણે પ્રેરણા કરી કહ્યું કે, કામ પતાવીને હવે બીજે રોકાશો નહીં, જૂનાગઢ આવતાં રહો. તેથી તેઓનું મન પણ ક્યાંય જવા માન્યું નહીં ને, પોતાના આત્મામાં કોઈક ખગચી રહ્યું છે એવી અનુભૂતિ થવાથી જલ્દી જૂનાગઢ પહાગચી ગયા છે.

તે રાત્રો દરરોજ સાંજે નિયમથી મહારાજની સેવામાં ત્રણ બાળકો-ભક્તો હતા. તે દરરોજ સેવા કરતાં હતાં. કોઈ મહારાજનાં ચરણ દબાવે, કોઈ મહારાજના હાથ દબાવે, કોઈ મસ્તકથી કેડ સુધી વાંસો દબાવે. આમ સેવા કરતાં હોયને મહારાજ હિન્દીમાં બાળભક્તોને ત્રણ દિવસથી વાતો કરે ને આનંદ ઉપજાવે. ત્રણ દિવસથી મહારાજ કહેતા જે ‘બંદા તીન દિન કા મહેમાન હૈ.' બીજા દિવસે કહે, ‘બંદા દો દિન કા મહેમાન હૈ.' આજે ત્રીજો દિવસ છે, ભક્તો સેવા કરી રહ્યા છે, નાના-નાના ભક્તોને તો મહારાજ હિન્દીમાં બોલેને, લટકા કરે એટલે મજા આવે પણ આજે તો મહારાજ બાળકભક્તો ઉપર ખૂબ રાજી થઈને, પતાસા, લાડું પ્રસાદી આપીને ભક્તોનાં મસ્તક ઉપર હાથ મૂકીને, ખૂબ જ રાજી થયા ને બોલ્યા જે. ‘ખૂબ ખૂબ સુખી થાઓ, મારા વ્હાલા પ્રિય ભક્તો તમે ખુબ સેવા કરી છે, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ. એમ કહી હિન્દીમાં બોલ્યા જે, ‘બંદા આજ કા મહેમાન હૈ'. આમ કહીને બાળકોને સૂઈ જવા કહ્યું. ભક્તો સેવા કરી પ્રગટ ભગવાનના મહા આશીર્વાદ, રાજીપો લઈને જતાં રહ્યાં.

ત્યારે મથુરાથી મૂર્તિનો ઓર્ડર આપવા ગયેલા સંતો દેવપ્રકાશ શાસ્ત્રીજી તથા ગઢડાવાળા પુરાણી હરિકૃષ્ણદાસજી સ્વામી મહારાજ પાસે પધાર્યાં. દંડવત્ પ્રણામ કરી મહારાજની સમીપમાં બેઠા છે. મૂર્તિ માટેની હકીકતો વિસ્તારપૂર્વક કહીને કહ્યું, મહારાજ મૂર્તિનું કામ મથુરામાં બહું સારું કરે છે. મહારાજ વાતો સાંભળીને ખૂબ જ રાજી થયા ને બોલ્યા જે ‘તમે પણ ટાણે પહાગચી ગયા તે પણ સારું થયું.' એમ કહી આશીર્વાદ આપ્યા ને બોલ્યા જે ‘તમારા ધારેલા કાર્યો, તમારા આદરેલા કાર્યો ખૂબ જ સારી રીતે સફળ થાઓ. અમો ખૂબ જ રાજી છીએ.' આવી વાતો કરતાં જાયને મહારાજ અતિ આનંદમાં હસતાં જાય ને લટકા કરતાં જાય તે મૂર્તિ હરિકૃષ્ણદાસજી પુરાણી તથા દેવપ્રકાશ શાસ્ત્રીજીનાં હદયમાં ઉતરી ગઈ. તેઓ એ મહારાજને અલૌકિક આનંદમાં, બીજા દિવસો કરતાં આજે કાંઈક ઘણાં વધારે આનંદમાં જોયા. એટલે તેમણે તો મહારાજને પૂછી જ નાખ્યું જે, મહારાજ તમે આજે ખૂબ જ આનંદમાં જણાવ છો. એટલે મહારાજ બોલ્યા, પુરાણી હું તો સદા આનંદઘન

છું, સદા પ્રસન્ન છું, કહો જોઈ તમને કોઈને હું કોઈ દિવસ વઢ્યો છું ? પુરાણી સ્વામી કહે, ના મહારાજ તમે તો સદા આનંદમાં રહો છો, પણ મને આજે તમે વધારે આનંદમાં લાગ્યા, એટલે તો પૂછી નાખ્યું.

આમ મહારાજની સાથે આનંદથી વાતો કરતાં કરતાં રજા લઈને ઊભા થવા જાય છે ત્યાં દેવપ્રકાશસ્વામીને રાજકોટથી એક સોની ભક્તનાં ડોસીમાં એ એક કિલો દ્રાક્ષ મહારાજને જમવા માટે મોકલાવેલ તે યાદ આવતા તે થેલીમાંથી કાઢીને મહારાજને આપી. તે લૂમમાંથી મહારાજે એક દાણો દ્રાક્ષનો હાથમાં લઈને મોઢામાં મૂકતાં પહેલાં બોલ્યા જે વિશ્વંભર તૃપ્ત થાઓ, એમ કહી દ્રાક્ષનો દાણો જમ્યા ને બાકીની બધી દેવપ્રકાશ સ્વામીને પાછી આપીને કહે, હવે તમે સંતો જમજો. આમ વાતો કરતાં કરતાં બંને સંતો મહારાજને પગે લાગી ‘જય સ્વામિનારાયણ' કહીને ઊઠ્યા અને ચાલવા લાગ્યા, ત્યાં મહારાજ પણ ઊઠ્યાને સાથે ચાલ્યા ને બે-ચાર ડગલાં ભરીને પછી બોલ્યા જે ‘આકાશના દેવ આકાશમાં જાઓ.' આ દિવ્ય મર્મ ભરેલી વાત સાંભળી પુરાણી હરિકૃષ્ણદાસજી થંભી ગયા. પણ મહારાજે તેમની બુદ્ધિ શક્તિ હરી લીધી હોય તેમ વિચારવા કે ખુલાસો માંગવા સમર્થ ન થયા. ઘણી વખત મહારાજ ઓચિંતા મહામર્મ ભરેલી વાતો કરતાં, તે વાતોનો ખુલાસો પણ સ્વામી તુરત જ મહારાજ પાસે માંગતા. પણ ખરેખર ! આજે મહારાજે તેમની વિચારધારા હરી લીધી છે. જાણે મહારાજે કાંઈ જ નથી કહ્યું એવા અનુસંધાન સાથે પુરાણી સ્વામી જતા રહ્યાં છે.

હવે રાત્રીના દશ થવા આવ્યા છે, ત્યારે એક અદ્ભૂત તેજસ્વી વ્યક્તિ મહારાજનાં નિવાસરૂમના દરવાજા સામે સીડી પાસે એક પીલોર પાસે ઓઠિંગણે ઉભેલા છે, તેમનો પહેરવેશ, વસ્ત્રો પીતાંબર રંગના છે. મોઢા આગળ એક પીળો રૂમાલ રાખીને મોઢું ન દેખાય તેમ ઊભા છે. ચમકદાર મોજડી પહેરેલી છે, તે જ વખતે એક પગમાં ફેકચર થયેલા એક સાધુની સેવા માટે ગઢડાથી આવેલા વાલજીભક્તની નજર તે આશ્ચર્યકારક વસ્ત્રધારી વ્યક્તિ તરફ ગઈ. તેમણે પૂછ્યું કે, ભાઈ તમારે કોનું કામ છે ? તે દિવ્ય વ્યક્તિ (પરમધામથી પધારેલા પરમધામના મુક્ત) કહે, ‘મારે મહારાજને મળવું છે.' વાલજીભગત કહે, આ રૂમમાં જુઓ અંદર મહારાજ બેઠા છે, દર્શન કરી આવો. આ જવાબ દઈને વાલજીભગત તો જલ્દી જલ્દી ઉતાવળાં દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી સ્વયંપ્રકાશદાસજી પાસે જઈને વાત કરી જે કોઈ અજાણ્યો માણસ વિચિત્ર વસ્ત્રો, પીળા પિતાંબર પહેરીને પીલોર પાસે ઊભો હતો, ને મહારાજના રૂમમાં ગયેલ છે. તે સાંભળી બધાં સંતો આશ્ચર્ય સાથે મહારાજનાં રૂમ તરફ

દોડી ગયા છે. મહારાજનાં રૂમનો દરવાજો ખુલ્લો રહેતો તેથી જોયું તો, તે પિતાંબરધારી પુરુષને મહારાજનાં કાનમાં કંઈક વાત કરતાં જોયા, એક મિનિટ પછી મહારાજ તે પુરુષનાં કાનમાં હળવેથી ગુપ્ત વાતો કરતાં હોય તેમ પણ જોયું. બંને ખભે ખભા મિલાવીને પરસ્પર વાતો કરે છે. તે જોઈને સંતોને થયું કે, આ તો કોઈ મહારાજનાં ખાસ અંગત ભક્ત હશે. માટે કાંઈ મુંઝાવા જેવું નથી.

એમ કહી વાતો કરતાં કરતાં જતાં રહ્યાં. આ તો મહારાજનાં ખાસ ભક્ત હશે, પણ ક્યાં ગામનાં છે તે હું પૂછી લઈશ. તે વાતો કરતાં હોય ત્યારે વચ્ચે આપણે જવાય નહીં, તો પણ વાલજી તું થોડીવારે ચક્કર મારજે અને એ બહાર આવે એટલે મને કહેજે તેથી હું અહીં નીચે દરવાજા પાસે રાહ જોઈને બેઠો છું. એમ કહી કોઠારી સ્વામી સીડીના પગથિયાં ઉતરી ગયા. સાડા દસ થવા આવ્યા છે, વાલજીભગતે આવીને જૂએ તો હજી વાતો કરે છે. વળી થોડીવારે પાછા જૂએ તો મહારાજને દરવાજો બંધ કરતાં જોયાં. પરંતુ તે વ્યક્તિને કે ચમકદાર મોજડીને ન જોઇ, એટલે દોડીને એક શ્વાસે નીચે ઉતરીને કોઠારી સ્વામીને પુછ્યું, પેલા પિતાંબરધારી પુરુષને તમે જોયા. તે ક્યાં ગામના હતાં ? કોઠારી સ્વામી કહે, પણ અહીંથી કોઈ નીકળ્યું જ નથી. તે હજી ઉપર જ છે. હું ખાસ એટલે તો અહીં જ બેઠો છું. પણ સ્વામી ઉપર કોઈ નથી. નથી તે પુરુષ કે નથી તેની મોજડી, તો ગયા ક્યાં ? દરવાજો બંધ કરી બધા ઉપર ગયા. જુએ તો વાલજીની વાત સાચી. પણ હવે તો આશ્ચર્ય સાથે એક-બે-ત્રણ એમ ત્રણે માળ, રૂમો, બાથરૂમો બધું જ જોઈ નાખ્યું, પણ કોઈ ન મળ્યું. હવે તો મહારાજ પણ પોઢી ગયા તો તેને પણ કેમ જગાડાય ? મહાઅદ્ભૂત વ્યક્તિ, અદ્ભૂત વસ્ત્રો, અદ્ભૂત આશ્ચર્ય સાથે ગાયબ થઈ ગયાં. તે આશ્ચર્યમાં મોડી રાત્રો અમે સૂતા. બાલમુકુંદ ભવનનું પ્રવેશદ્વાર કોઠારી સ્વામી દરરોજના ક્રમ પ્રમાણે તાળું મારીને ચાવી પોતાની પાસે રાખીને જાગતા સૂતા છે. નીંદર તો આવી જ નથી, માળા ફેરવતા ફેરવતા જાગતા હતા.

તા.ર૭-ર-૧૯૮૬ રાત્રીના સમયે અનેક સ્થળોએ પોતાના વ્હાલા ભક્તોને મહારાજે

સ્વધામગમન પહેલા દિવ્ય દર્શન આપ્યા છે. તે પરચા નીચે પ્રમાણે છે...

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાડા ત્રણ વાગે નવા નિયુક્ત કરેલા મંદિરના ચોકીદાર નાથાભાઈ પરમારે ગુણાતિતાનંદ સભાખંડમાં મહારાજને વહેલી સવારે દંડવત્

પ્રણામ કરતાં જોયા. આટલા બધાં વહેલા કોણ આવ્યા હશે ? એમ જાણી મહારાજની એકદમ નજીક આવીને જોયું તો મોટા શાસ્ત્રીજી મહારાજ પોતે હતા. ચોકીદારે મહારાજના ચરણસ્પર્શ કરી વંદન કર્યા ને ‘જય સ્વામિનારાયણ' કહ્યાં, ને કહ્યું આજે આટલા બધાં વહેલા કેમ સ્વામી ? એટલે મહારાજ બોલ્યા કહે, તમે મને ઓળખી ગયા, એટલે ચોકીદાર કહે, તમને કેમ ન ઓળખું સ્વામી ? તમે આ મંદિરમાં મોટા સ્વામી છો. તમારા દર્શન કરવા દેશ-વિદેશથી અનેક ભક્તો કાયમ આવે છે, તમને બધાં સંતો પગે લાગે છે ને ગુલાબનાં હાર તમોને પહેરાવે છે, તમને કેમ ન ઓળખું સ્વામી ! તે સાંભળીને મહારાજ બોલ્યા કે, તમે અમને ઓળખી ગયા હો તો સુખી થાઓ. એમ આશીર્વચન બોલ્યા ને તે જ ક્ષણે હવામાં જેમ કપડું ઊડે તેમ મહારાજ હવામાં દિવ્ય સ્વરૂપે ઊડ્યા ને સીધા ત્રિાશિખર મંદિર ઉપર ગયા. આ જોઈને ચોકીદાર નાથાભાઈને થયું કે મારી ૬પ વર્ષની ઉંમરમાં આવા ચમત્કારી સંત તો કોઈ જોયા નથી. આ સ્વામી આવા મોટા સમર્થ હશે તે આજે મેં જોયું. માટે સ્વામી પાસે દેશ-વિદેશથી અનેક ભક્તો આવે છે તે કાંઈ અમથા નહીં આવતા હોય. પણ મંદિર ઉપર સ્વામી ગયા છે, તો શું કરતાં હશે ? એમ વિચારી ભંડાર તરફ થઈ બાજુમાં હવેલીનાં ઊંચા પગથિયાં ઉપર ચઢીને જોયું તો મહારાજ પ્રદક્ષિણા ફરતાં હતાં. બરાબર ચાર પ્રદક્ષિણા ફર્યાં ને ત્યારપછી નજરે જોવામાં ન આવ્યા. તો સ્વામી અચાનક ક્યાં ગયા હશે ? એ જ સમજણ ન પડી. સવારે બીજા સંતોને વાત કરી કે, આજે રાત્રો સાડા ત્રણનાં સમયે આવો અદ્ભૂત ચમત્કાર મેં નજરો નજર જોયો. આ વાત સાંભળીને બધાં આશ્ચર્યમાં પડી ગયા કે આ તો દિવ્ય અલૌકિક જ વાત કહેવાય.

તે જ રાત્રીએ સાડા ત્રણ વાગ્યે બાલમુકુંદ ભવનની સામેનાં મકાનમાં પરીક્ષા આવતી હોવાથી આખી રાત્રી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. તેમને મહારાજના દર્શન બાલમુકુંદ ભવનની અગાસી ઉપર થયાં. મહારાજ હાથમાં માળા ફેરવતાં ફેરવતાં આંટા મારતા હતા. મહારાજને જોઈને વિદ્યાર્થીઓ અરસપરસ વાતો કરવા લાગ્યા કે અત્યારે આટલા વહેલા કેમ સ્વામી આંટા મારતા હશે ? કોઈ દિવસ સ્વામીને આ અગાસી ઉપર તો જોયા નથી. પણ ખરેખર મહારાજે આવા દિવ્ય દર્શન આપીને બધાને મહાઆશ્ચર્યમાં મૂકી દીધા.

એજ રાત્રો જૂનાગઢમાં રહેતા એક વૈષ્ણવ ભક્તને મહારાજે દિવ્ય દર્શન આપ્યાં. આકાશમાં વિમાનો દેખાયા, જય જયકાર સંભળાયો, અક્ષરમુક્તોનાં દર્શન થયા સાથે મહારાજનાં દર્શન થયાંને કહ્યું, અમો ધામમાં જઈએ છીએ. એમ કહી અદૃશ્ય થઈ ગયા.

તેમણે સવારે સાડા પાંચે બાજુમાં રહેતાં સત્સંગી હરિભક્તને વાત કરી કે, મને રાત્રો આવા દર્શન થયાં તો શું મોટા શાસ્ત્રીજી મહારાજ કાંઈ બીમાર હતા ? તે સાંભળીને હરિભક્તને આશ્ચર્ય થયું અને કહ્યું, હજું સાંજે તો મેં મંદિરમાં દર્શન કર્યાં, સ્વામી તો મજામાં સાજા-નરવા છે. એ વાત કોઈ 'દિ ન બને ! વૈષ્ણવ ભક્ત કહે, હોય તે ખરું ! પણ આ તો મેં નજરે જોયું ને તમને કીધું.

તા.ર૭-ર-૧૯૮૬ સવારે ચાર વાગ્યે મહારાજે જામનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી ઘનશ્યામદાસ શાસ્ત્રીજીનાં એક શિષ્યને દર્શન આપ્યા. તે શિષ્ય ભક્તને મહારાજ પાસે સંસ્કૃત ભણવાની ઈચ્છા હતી. તે ઘણીવાર ઘનશ્યામ સ્વામીને કહેતા જે મારે તો મોટા શાસ્ત્રીજી મહારાજ પાસે સંસ્કૃત શીખવા જવું છે, એના સંકલ્પ પ્રમાણે મહારાજે દર્શન આપી કહ્યું કે, ભગત તમારે સંસ્કૃત શીખવા આવવું છે પણ મારે તો ધામમાં જાવું છે. આ વાત તેમણે સવારે ઊઠીને પોતાના ગુરુ ઘનશ્યામ સ્વામીને કરી કે, આમ દર્શન આપીને મને મહારાજ કહી ગયા. સ્વામી તો વઢવા લાગ્યા છે ખબરદાર બીજાઓને આ વાત કરી છે તો. શાસ્ત્રીજી મહારાજની આવી વાતો ન કરાય. પણ સવારે છ વાગ્યા પછી જુનાગઢ મંદિરેથી મહારાજ ધામમાં ગયા છે, આ મહાઆશ્ચર્યની વાત જાણીને તેઓ ભગત પાસે માફી માંગીને કહેવા લાગ્યા જે, તું ખરેખરો ભક્ત છો, તો તારી ઈચ્છા અને ભક્તિ પ્રમાણે મહારાજે ધામમાં જતાં પહેલાં તને દર્શન આપ્યા.

નાસિકમાં સ્વામિનારાયણ મંદિરમાં સવારે મંગળા આરતીમાં બાજુમાં જ રહેતા સર્વે ભક્તો દર્શન માટે ગયા તો સર્વે ભક્તોને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઝાંખીને શ્યામ થઈ ગયેલી દેખાઈ. તેથી મંદિરમાં જ વાતો કરવા લાગ્યા કે આજે ભગવાનની મૂર્તિમાં તેજ કેમ નથી ? શ્યામ દેખાય છે, દરરોજ તો કેવી તેજસ્વી મૂર્તિ હોય છે, આજે આમ કેમ હશે ? ખરેખર કોઈને ખબર નથી કે આ બધું શું થાય છે ? મહારાજ સર્વત્ર પોતે સ્વધામ પધાર્યાના એંધાણ આપી રહ્યા છે.

જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રી સ્વામી ભગવત્ચરણદાસજીનો સંકલ્પ હતો કે, મારે અહિં મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ મોટા શાસ્ત્રીજી સ્વામી પાસે કરાવવી છે. તો તેમનો સંકલ્પ પૂરો કરવા દિવ્ય સ્વરૂપે મહારાજ જામજોધપુર પધાર્યાં છે, બરાબર સવારના ચાર વાગ્યે સાક્ષાત દર્શન આપીને સ્વામીને જગાડ્યા. સ્વામી તો મહાઆશ્ચર્યની સાથે જ બોલી ઊઠ્યા, અરે સ્વામી તમે ક્યારે પધાર્યા, કોણ-કોણ પધાર્યાં,

બહુ કૃપા કરી. મહારાજ કહે, મૂર્તિ પ્રતિષ્ઠા કરવા આવ્યા છીએ. બીજી વાતોનો ટાઈમ નથી, જલ્દીથી આરતીનો સામાન તૈયાર કરી લઈ આવો. સ્વામી તો જલ્દી જલ્દી હાથ-પગ-મોઢું ધોઈને આરતી માટે થાળી તૈયાર કરી વાટો મૂકીને લાવ્યા. મૂર્તિ પાસે આવ્યા તો કોઈ ન દીઠા. એટલે આશ્ચર્ય થયું ને દોડીને મંદિરના દરવાજા પાસે ગયા તો મોટું તાળું મારેલું છે, મંદિરમાં કોઈ જાગ્યું નથી. તો વિચારવા લાગ્યા કે, અરે સ્વામી આવ્યા ક્યાંથી ને ગયા ક્યાંથી ? કાંઈ સમજણ ન પડી. મને શું આજે કોઈ ભ્રમ તો નહીં થયો હોય ને, પણ આ આરતી વાટ્યો થાળી હું લાવ્યો, મેં હાથ મોઢું ધોયા, આ બધું શું થયું કાંઈ સમજ નથી પડતી. મહારાજ દિવ્યદર્શન આપીને ચાલ્યા ગયા. આ શું સમજવું. પરંતુ બરાબર સાડા છ વાગ્યે ટેલિફોન જૂનાગઢથી આવ્યો ને વાત જાણી તો ખબર પડી કે અરે સાક્ષાત મહારાજ તમે મને દર્શન દેવા આવ્યા ને જતાં રહ્યાં.

મહારાજે મુંબઈ કાંદિવલીમાં મોહન ડાયા ચૌહાણને બરાબર ચાર વાગ્યે દર્શન આપ્યા. મોહનભગતને કહે, ભગત અમે તો ધામમાં જાઈએ છીએ, દુબઈમાં પ્રવીણ કામ કરે છે. તમે તેની ઉપાધી ન કરતાં અમે સદાય તેની રક્ષામાં ભેળા છીએ માટે નિષ્ફીકર રહેજો તેની રક્ષા કરતાં રહેશું, મુંઝાશો નહીં. સવારે નવ વાગ્યે ટેલિફોન-સમાચાર સાંભળ્યા ત્યારે સમજાયું કે અરે આટલા દિવસ સુધી મને કોઈ દિવસ દર્શન ન આપ્યા ને મહારાજ ધામમાં જતી વખતે દર્શન આપતા ગયા. મહારાજ તમે તો પ્રગટ ભગવાન છો તમારી કળા કોણ જાણે.

મહારાજની આજ્ઞાથી વિદેશમાં આરબ કન્ટ્રીમાં દુબઈ-અબુધાબીમાં દર શુક્રવારે સભા-સત્સંગ શ્રીહરિ શરણાગતિ મંડળનાં ભક્તો કરે છે. રાયકો કંપનીમાં સભા છે, ગુરુવારની રાત્રીએ બધાં ભક્તો ભેળા થયા છે, અને કથા પ્રસંગમાં ભક્તોમાં રહીને ભગવાન કહેતા હોય તેમ ભક્તો કહે, આપણાં પર પ્રગટ ભગવાનનાં આશીર્વાદ પત્ર આવે છે, આ ગુલાબ પ્રસાદી આવે છે તે જાળવીને, સાચવીને મહિમા જાણીને સાચવજો. પછી તો આ ગુલાબ પાંખડી પ્રગટ પ્રભુજીના રાજીપાની નહીં મળે હો ધ્યાનમાં રાખજો. ત્યાં પ્રવીણભગતને દર્શન આપીને મહારાજ કહે, તારે ધામમાં આવવું હોય તો તૈયાર થા. ભગત કહે, મહારાજ જેવી તમારી મરજી. તો મહારાજ કહે, બે ત્રણ દિવસ પછી તેડવા આવીશ. ત્યારે તા.ર૭-ર-૧૯૮૬ના રાત્રીએ મહારાજ પધાર્યાં ને કહે, આવવું છે ને ? ભગત કહે, તમે જેમ રાખો તેમ. તમે જેમ કહો તેમ તૈયાર છું મહારાજ. મહારાજ કહે, અહીં તને કાંઈ વાંધો ખરો ? આવા ભક્તોનો જોગ છે, કથા-વાર્તા, સેવા-સમાગમ, પરમધામનું સુખ તો તને મળ્યું છે તો

રોકા પછી વળી તેડી જાશું. અમે તો હમણાં ધામમાં જઈએ છીએ, તારે મુંઝાવું નહીં.

વહેલી સવારે ભક્તો સમાધીમાં બેઠા છે. બ્રહ્મ મુહૂર્તમાં સમાધીમાં દર્શન કર્યા તો મહારાજનો પલંગ ખાલી જણાયો, આસન ખાલી દેખાયું, મહારાજનાં દર્શન ન થયા. તો સભામાં વાત કરી. ભક્તો કહે, મહારાજ આજે આપણાંથી વહેલા ઊઠીને ન્હાવા, દાતણ પાણી વગેરે કરતાં હશે ? પણ ખરેખર મહારાજે શું ધાર્યું છે તે કોઈને ખબર ન પડી. ઈન્ડિયામાં તો બધે ખબર પહાગચ્યા પણ અબુધાબીમાં કોઈને ખબર ન હતી. મહાસભા રાયકોમાં લાલજીભગત અમદાવાદ વાળાને ત્યાં હતી, કથા-વાર્તા ચાલુ હતી. સાંજના પાંચ વાગવાનો સમય હતો. એકાએક તે સમયે મેઘપરનાં હેમરાજ ધરમશી ગોહેલના શરીરમાં કમકમાટી આવીને રૂંવાડાં ઊભા થઈ ગયા. તે બધાએ નજરે જોયું ને એક મિનિટમાં તો જોરથી અવાજ આવ્યો જે હું હાજર છું, હું તમારા ભેળો જ છું, હું ક્યાંય ગયો નથી. તમે બધા મારા સંતો છો, મારા સંતોમાં હું અખંડ બિરાજું છું. તમારા ભેળો અખંડ છું. આટલા દિવ્ય શબ્દો મહારાજ બોલ્યા ને પણ છતાં કોઈને પણ કાંઈ ખબર ન પડી. બધાં વિચાર કરે છે કે, આ મહારાજ શું બોલ્યા ? કાંઈ સમજાતું નથી. પરંતુ રાત્રો નવ વાગ્યે દુબઈના ભક્તો ઉપર ટેલિફોન આવેલો પણ તે સમાચાર સાંભળીને તેઓ શુદ્ધબુદ્ધ ખોઇ બેઠાં તેથી વાત ન મનાય, તે વાત કરવા અબુધાબી આવ્યા તો ચારે-ચાર ભક્તો પોતાની શુદ્ધબુદ્ધ ગુમાવી બેઠેલા ટેક્તસીવાળો ઠેકાણે લઈને આવે પણ આ ભક્તો ઉતરે નહીં કહે, રાયકો તરફ જાઓ. ત્રણ ત્રણ વખત જૂના ને જાણીતા સ્થાને આવ્યા છતાં શુદ્ધબુદ્ધ ગુમાવી બેઠેલા ભક્તોને અબુધાબીવાળા ભક્તોએ જોયા ત્યારે ખબર પડીને, વાત જાણી ત્યારે મહારાજ સભામાં જે બોલ્યા તે મર્મ સમજાયો.

આ રીતે તા.ર૭-ર-૮૬ના ગુરુવારે રાત્રીના સમયે પ્રગટ ભગવાને અનેક ભક્તોને દિવ્ય દર્શન આપ્યા છે. અને તે અંતિમ રાત્રીના સમયે દર્શન કરીને જતાં જતાં દેવપ્રકાશસ્વામી મહારાજને કહે, લ્યો મચ્છરદાની બાંધી દઉં. દરરોજ દેવપ્રકાશસ્વામી મહારાજનાં સુખશૈયાનાં પલંગ પર મચ્છરદાની બાંધી દેતા પણ આજે મહારાજ કહે, ના ઈ હું બાંધી લઈશ.

સવાર થઈ ગઈ છે, તા.ર૮-ર-૧૯૮૬નું બ્રહ્મમુહૂર્ત ચાલુ છે. જ્ઞાનસ્વામી મહારાજ માટે દાતણ ટોચી રહ્યાં છે. દાતણ ટોચવાનો ધડાક ધડાક અવાજ આવી રહ્યો છે. નિત્ય પ્રત્યે મહારાજ દાતણ ટોચવાનો અવાજ થાય એટલે પોતે અંદરથી દરવાજાની સ્ટોપર ખોલીને અડધો દરવાજો ખોલી નાંખતા. આજે હજી દરવાજો ખૂલ્યો નહીં, તેથી જ્ઞાનસ્વામી વિચાર

કરે છે કે સાડા પાંચ થઈ ગયા છે, મહારાજે દરવાજો કેમ નથી ખોલ્યો ? વળી પોતે વિચાર કરે છે કે આજે મારે ઊઠવામાં મોડું થઈ ગયું છે, તો કદાચ મહારાજ બાથરૂમમાં ગયા હશે તો હમણાં બે-પાંચ મિનિટમાં ખબર પડી જશે. પાંચ-દસ મિનિટ રાહ જોઈ. કોઈ કાંઈ અવાજ નથી આવતો કે હજી નથી દરવાજો ખૂલ્યો. કેમ આજે શું થયું હશે ? એવા સંકલ્પ વિકલ્પમાં ઘેરાયેલા જ્ઞાનસ્વામી દરવાજા પાસે આવીને, ક્યાંય તિરાડ જેવું હોય તો જોઉં તો ખરો. એમ વિચારીને દરવાજા પાસે ઊભા છે ત્યાં મહાઆશ્ચર્ય સાથે દરવાજો હાથ અડતાની સાથે જ ખૂલી ગયો.

દરવાજો ખૂલી ગયોને જુએ તો દરવાજા પાસે પરનારાયણ ભગવાન આજે નીચે જમીન પર સૂતેલા દેખાયા. મહાઆશ્ચર્ય સાથે જ્ઞાનસ્વામી વિચાર કરે છે, મનમાં ને મનમાં બોલે છે મહારાજ આજે આમ ધાબળી પાથરીને નીચે કેમ સૂતા હશે ? શું મહારાજની તબિયત બરાબર નહીં હોય ?' પણ આ ઘીનો દીવો મહારાજે શા માટે કર્યો હશે ? કોઈ દિવસ આવું તો જોયું નથી. એમ મનમાં વિચારતાં વધારે આગળ ન વધતાં મહારાજ તરફ દૃષ્ટિ સ્થિર કરી છે, જુએ તો મહારાજનું દિવ્ય સ્વરૂપ, દિવ્ય ભાલ બ્રહ્મતેજ ભરેલું શોભી રહ્યું છે, આજુબાજુ કોઈ વસ્તુ નથી. એક બાજુ ખૂણા તરફ મહારાજ સૂતેલા છે. મુખારવિંદ હસી રહ્યું છે, આંખો દયા અને પ્રેમ ભરેલી ઉઘાડી છે. જમણાં હાથમાં માળા અડધી ફરેલી શોભી રહી છે, તે જમણાં હાથની કોણી દિવાલને અડેલી છે. તેથી જ્ઞાનસ્વામીને એમ થયું કે, કદાચ મહારાજની તબિયત બરાબર નહીં હોય એટલે નીચે સૂતા હશે એમ માનીને જગાડવાનો સંકલ્પ કરીને બોલ્યા, મહારાજ નીચે કેમ સૂતા છો, તબિયત બરાબર નથી કે શું ? પણ કોણ જવાબ આપે. પરનારાયણ પ્રભુ તો સ્વતંત્ર બ્રહ્મનિંદ્રામાં સૂતા છે. વળી જ્ઞાનસ્વામી ઊંચે સાદે બોલ્યા કે, મહારાજ ઓ મહારાજ છતાં પણ પોતાના અવાજ સિવાય કાંઈ ન સંભળાયું. એટલે જ્ઞાનસ્વામી એકદમ જોશથી ચીસ પાડીને રડી પડ્યા મહારાજ કેમ નથી બોલતા ? એક ક્ષણમાં રોતા રોતા દોડ્યાને કોઠારી સ્વામી સ્વયંપ્રકાશદાસજીને આસને જઈ રોતા રોતા જ વાત કરી કે, સ્વામી મહારાજ ભાગ પર પથારી કરીને સૂતા છે, ને બોલતા નથી. તમે જલ્દી ઉપર આવો.

કોઠારી સ્વામી એક શ્વાસે સીડીનાં પગથિયાં ચડી ગયા. દેવપ્રકાશસ્વામી, આત્મપ્રકાશસ્વામી સર્વ સંતો વાત સાંભળતા જ દોડીને મહારાજના ઓરડે પહાગચ્યાં ને મહારાજને જમીન પર સૂતેલા જોઈને ને કોઠારીસ્વામી નાથની લીલા સમજી ગયા અને

દેવપ્રકાશસ્વામીને ડૉક્ટરને જલ્દી બોલાવી લાવો, એમ કહી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા ને સર્વ સંતો જોર જોરથી રડી પડ્યા. અરે મહારાજ આ તમે શું કર્યું ? અરે મહારાજ તમે આ શું કર્યું ? કોઠારી સ્વામી અશ્રુજળ વડે મહારાજનાં ચરણાર્વિદ ભીંજવી રહ્યા છે. સંતોની આંખોમાંથી આજે શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો છે, રડવાનો જોર જોરથી અવાજ સાંભળીને, ચારેબાજુથી સંતો દોડી આવ્યા છે. સવારનાં પોણા છ વાગ્યે સર્વ સંતો મહારાજ પાસે આવીને મૂર્તિનાં દર્શન કરી કોઈનાં હૈયા હાથ નથી રહેતા.

તે જ સમયે ડૉક્ટર આવી પહાગચ્યા ને, મહારાજની નાડી જુએ છે તો નાડી ક્યાંય મળતી નથી. પણ છેવટે પગના કાંડા પાસે જરાક ધબકારો સંભળાયો ને મસ્તક ઉપર હાથ મૂકી જુએ તો તાળવું સહેજ ગરમ હતું. તે ઉપરથી ડૉક્ટર બોલ્યા કે, મહારાજે અડધા કલાક કે પંદર મિનિટ પહેલાં જ દેહત્યાગ કર્યો છે. તે સમયે રૂમમાં જુએ તો બધી વસ્તુઓ ગોઠવીને મૂકેલી પડી છે. મચ્છરદાની સંકેલીને પલંગ ઉપર મૂકેલી છે. બધાં વસ્ત્રો વ્યસ્થિત સંકેલીને પલંગ ઉપર મૂકેલા છે. કોઈ વસ્તુ ક્યાંય આજુબાજુ જોવા મળતી નથી. એકદમ વ્યવસ્થિત બધું કરીને બધો સંકેલો કરીને, આજથી વર્ષો પહેલાં મહારાજ જ્યારે કાશીએ ભણવા ગયેલા ત્યારે ગુરુજી શ્રી બાલમુકુંદ દાસજીએ ધાબળી એમ કહી આપેલી કે, કૃષ્ણવલ્લભ આ તમારે ઓઢવા- પાથરવામાં કામ લાગશે.

એ જૂની પોતાના ગુરુની પ્રસાદિની ધાબળી મહારાજે પોતે પોતાનું શરીર સમાય તે પ્રમાણે જ ત્રણ ચાર વડી કરીને પાથરીને, એક ટેબલ ઉપર રકાબીમાં ઘીનો દિવો પ્રગટાવીને પોતાના રૂમના દરવાજાની સ્ટોપર ખોલી રાખીને પોતે સ્વતંત્ર થકા આનંદમાં ધાબળી ઉપર સૂતા છે, શરીર પર જનોઈ અને કંઠી પહેરેલા છે, ઉદર પર ત્રિાવળી દેખાય છે, મુખારવિંદ મંદ મંદ હસી રહ્યું છે, હાથમાં માળા અડધી ફરેલી છે. એક વખત તો દર્શન કરનારને એમ જ થાય કે મહારાજ મંદ મંદ હસી રહ્યા છે, મૂર્તિમાંથી તેજના કિરણો નીકળી રહ્યા છે. આવા દિવ્ય મૂર્તિ પરનારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ, શ્વેતાયન વ્યાસ અવતારી પ્રભુ સ્વતંત્ર થકા નિજધામ પરમધામ પધાર્યાં છે. તે જોઈને ડૉક્ટર પણ તે સમયે કહે કે, આવા દિવ્ય ચમત્કાર, દિવ્ય દર્શન, સ્વતંત્રપણે દેહત્યાગ કરવાની અલૌકિક રીતે મેં કયારેય સાંભળી કે જોઈ નથી, પણ મહારાજે કેવી રીતે આ દેહને છોડ્યો તે જ અમારી ડૉક્ટરી વિદ્યામાં અમને કોઈ સૂઝ પડતી નથી.

ખરેખર પરબ્રહ્મ પરમાત્મા વિના આવી સ્વતંત્ર રીત, આવી યોગકળા કોણ દર્શાવી

શકે ? યોગીઓનાં યોગેશ્વરની કળા કોણ કળી શકે ? તેમની પાસે કોઈની વિદ્યા કે કળા કામ આવતી નથી. એવા સર્વોપરી દિવ્યમૂર્તિ ભગવાને પૂર્વ જે વાત કરેલી કે, રામચંદ્ર ભગવાને દેહ મૂકવાનો સંકલ્પ કર્યો ને, સરયૂ નદીમાં પોતાનું શરીર તણાતું મેલ્યું. પછી શ્રીકૃષ્ણએ પણ દ્વારકા છોડી, વ્હાલી ગોપીઓ, વ્હાલા પાંડવો, સર્વ વ્હાલાજનોનો ત્યાગ કરીને દરિયાકાંઠે વેરાવળ પાસે પાટણના જંગલમાં પીપળાનાં થડે ઓઠિંગણ દઈને બેઠા ને દેહત્યાગ કરવાનો સંકલ્પ કરીને, ભીલમાં પ્રવેશ કરીને બાણ મરાવ્યું ને દેહત્યાગ કર્યો, ત્યારે કોઈ પોતાનાં પાસે ન હતાં. મહાપ્રભુ સ્વામિનારાયણ પરમાત્માએ પણ દેહત્યાગ કરવો હતો ત્યારે પોતામાં અતિશય પ્રિતીવાળા વ્હાલા ભક્તોને સંતોને પોતાનાથી દૂર રાખ્યા. આજ્ઞા આપીને દૂર મૂક્યા અને આ અનાદિ ભગવાનની રીત પ્રમાણે પ્રગટ ભગવાને કોઈને પણ ખબર ન પડે એમ પોતાને અતિ વહાલા એવા હેમંતભગતને પણ દૂર રાખીને અનેક ને દિવ્ય દર્શન દઈને સ્વધામ પધાર્યાં છે.

જૂનાગઢ મંદિરમાં સવારમાં સંતો મહા આક્રંદ સાથે રડી રહ્યા છે. ચારેબાજુ ટેલિફોન, ફેક્ત્સથી મહારાજના સ્વધામગમનનાં સમાચાર પહાગચી ગયા છે. હજારોની સંખ્યામાં સંતો-ભક્તો આવી પહાગચ્યા છે. આખા જૂનાગઢમાં રૂદન સિવાય કોઈ અવાજ સંભળાતો નથી, દિશાઓ પડી ગયેલી છે. આ ખબર મળતાંની સાથે કેટલાંક ભક્તો જામવંથલીમાં બેભાન થઈને ઢળી પડ્યા છે. અરે નાથ આ શું કર્યું ? અરે મહારાજ અમને છેતરી ચાલ્યા ગયા ! તે સમયમાં ફૂલવાડીમાં ભક્તોનાં આક્રંદ, ગોપીઓનાં રૂદન સંભળાય છે. બધાં દેહનાં ભાન ભૂલી ગયા છે ને બેશુદ્ધ થઈ ગયા છે. ફૂલવાડીની ભૂમિ સર્વત્ર આંસુઓથી ભીંજાઈ ગઈ છે. વ્હાલાના વિયોગની વેદનાને કોણ સહી શકે ? એક-બીજાને બાથ ભરીને એટલા બધા રડી રહ્યાં છે કે કોઈ તેમના દુઃખનો આંક કાઢી શકે તેમ નથી. જેને જેને ખબર પહાગચ્યા છે તેના અન્ન-પાણી ઉડી ગયા છે. નિંદ્રા ચાલી ગઈ છે. મહા દુઃખમાં ને દુઃખમાં સર્વે ભક્તો જૂનાગઢ મંદિરે પહાગચ્યા છે. જૂનાગઢમાં તો મહારાજને જોયા ને પછી કોનો જીવ મહારાજ વિના રહી શકે ? હૃદયફાટ, છાતીફાટ રૂદન કરતાં ભક્તોને કોણ કોને છાના રાખે ? સૌ પોતાના ભાન ગુમાવી બેઠા છે, આ વિરહ કોઈથી સહન થાય તેમ ન હતો. પણ પ્રગટ ભગવાને પોતે ભક્તોનાં દેહ રાખ્યા હતા. જેમ જળ વિના માછલા તરફડે તેમ પ્રગટ ભગવાનનાં ભક્તો આજે તરફડતાં હતાં. ‘‘હે મહારાજ વ્હાલા ભગવાન અમને મૂકીને તમે કેમ ગયા ? અરે મહારાજ વ્હાલા તમે અમને આવો દગો દઈને આવી રમત કેમ રમ્યા ? અરે મહારાજ

તમારા વિના અમે કેમ જીવીશું ?'' ચારેકોરથી મહારૂદન સાથે હજારો ભક્તો મહા દુઃખ સાથે જૂનાગઢ આવી રહ્યા છે. તે સમયની વાત, તે દુઃખ, ભક્તોને લાગેલો આઘાત કોઈથી વર્ણન કરી શકાય તેમ નથી.

પ્રગટ પ્રભુજીનાં દિવ્ય શરીરના અંતિમ દર્શન માટે બાલમુકુંદ ભવનમાં નીચે રૂમ પાસે બિરાજમાન કરાવવામાં આવ્યું છે. બાઈઓ મહારાજને અબિલ-ગુલાલ, અક્ષત-ચંદનથી વધાવીને છેલ્લા દર્શન કરી રહ્યાં છે. દર્શન વિધિ પૂરી થયા પછી મહારાજને સ્નાન કરાવ્યું છે. સ્નાનવિધિમાં પાણીનાં પ્રવાહથી મહારાજનાં નેત્ર જે ખુલા હતા તે બિડાઈ ગયા છે. મહારાજની દિવ્યમૂર્તિમાંથી પ્રકાશ છૂટી રહ્યો હતો. મુખારવિંદ મંદહાસ્ય ભરેલું શોભતું હતું. નેત્રો અર્ધા ઉઘડેલા દર્શન થતાં હતાં, સ્નાન કરાવ્યા પછી નેત્રો બિડાયેલા દર્શન થતા હતાં.

ભારતભરમાંથી હજારો ભક્તો, સત્સંગીઓ, બાઈઓ તથા ભાઈઓ આવી ગયા હતાં. આજે તા.૧-૩-૧૯૮૬નાં મંગળપ્રભાતથી સ્નાનવિધિ પછી મહારાજને મંદિરમાં બાલમુકુંદ ભવનનાં સામેના ચોકમાં, સંતોના નવા નિવાસસ્થાન પાસે ખુરશી ઉપર બિરાજમાન કરાવ્યા છે. કંઠમાં ગુલાબનાં ઘણાં હાર પહેરેલાં છે, માત્ર મુખારવિંદના દર્શન થઈ રહ્યાં છે. આવેલા ભક્તો છેલ્લા દર્શન અને પુષ્પમાળાથી પૂજા કરી રહ્યા હતાં. અમદાવાદ, વડતાલ, ભૂજ, રાજકોટ, જામનગર, મૂળી, વઢવાણ, જામજોધપુર, ગઢડા, મુંબઈ, નાસિક, સૂરત, ગાગડલ, જેતપુર, કુંકાવાવ , જામવંથલી, ચાવડા, પુના, નાસિક આદિક સર્વ સ્થળોએથી સંતો તથા હરિભક્તો આવી ગયા હતા. આજે મહારાજનાં સાંનિધ્યમાં સંતો શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં હતાં. શ્રદ્ધાંજલિમાં દરેક મોટા મોટા સંતોએ મહારાજ વિશે, તેમના વિરાટ શાસ્ત્રગ્રંથન વિશે, તેમના દિવ્ય ચમત્કાર ઐશ્વર્યમૂર્તિ વિશે, છેવટે પણ દિવ્ય દર્શન આપીને અલૌકિકતા દર્શાવી ગયા તે વિશે, તેમનું અલૌકિક જીવન, પ્રસન્નતા, દયાળુતા, પ્રેમાળ, હેતાળ સ્વાભાવિક પ્રકૃતિ વિશે પ્રવચનો આપી અનેક ઉપમા આપી મહારાજને જેવા જેવા જાણ્યા, જેટલા સહવાસ, પરિચય, ઓળખાણ થઈ તેવી તેવી ઉપમા આપી રહ્યા હતા.

જામજોધપુરનાં શાસ્ત્રી ભગવત્ચરણદાસજીએ કહ્યું, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને કોની ઉપમા આપીએ ? ગળી વસ્તુ મોઢામાં મૂકીએ ને મીઠી લાગે એટલે આપણે કહીએ કે, આ તો સાકર જેવી મીઠી છે. પણ જ્યારે સાકર જ આપણાં મોઢામાં આવે ત્યારે કોની ઉપમા દઈએ ? મોટા મોટા વીજળીનાં ગોળાઓ પ્રકાશ આપતા હોય ત્યારે આપણે

કહીએ કે, સૂર્ય જેવો પ્રકાશ જણાય છે. પરંતુ જ્યારે સૂર્ય પોતે પ્રગટ થાય ત્યારે તેને કોની ઉપમા દઈએ ? એવા આપણાં જીવનપ્રાણ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તો એ સૂર્ય જેવા સર્વોપરિ એ એક જ હતાં. તેને કોઈની ઉપમા આપી ન શકાય. આવા અલૌકિક રહસ્યભર્યાં પ્રવચનો થયા પછી શ્રી હરિશરણાગતિ મંડળનાં આગેવાન મુખ્ય ભક્તોએ મહારાજની હાજરીમાં જ તેમના ઉત્તરાધિકારી શિષ્ય શ્રી સ્વયંપ્રકાશદાસજી કોઠારી સ્વામીને ફૂલહાર પહેરાવી મહારાજના ગાદીવારસ તરીકે પૂજાવિધિ કરીને ત્યારે પ્રગટ ભગવાનનાં સેવકોએ શ્રીહરિશરણાગતિ મંડળના ગુરુ જાહેર કર્યાં.

બરાબર બપોરે એક વાગ્યે મહારાજને સંતોએ બનાવેલા વિમાન આકારના દિવ્ય વિમાનમાં આરામ ખુરશીમાં બિરાજમાન કર્યાં, તે દિવ્ય યાત્રા આખા જૂનાગઢમાં મુખ્ય રાજમાર્ગો પર દર્શનાર્થીઓને દર્શન આપતાં થકા અનેક સંતો-સત્સંગીઓ સાથે પૂરેપૂરા ત્રણ કલાક સુધી મહારાજનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન હજારો જૂનાગઢવાસીઓ તેમજ બહારથી આવેલા તમામને થયા. બરાબર ચાર વાગ્યે દિવ્યયાત્રા શ્વેતાયનબાગે વાડીએ પહાગચી છે. ચંદન-સુખડનાં કાષ્ઠથી મહારાજની અગ્નિસંસ્કારવિધિ કરી, છેલ્લા દર્શન કરી સંતો, ભક્તો તે સ્થળ ઉપર હાજર હતા ને મહાઆક્રંદ સાથે મહાકરુણ વાતાવરણ વચ્ચે સર્વની આંખો અશ્રુધારાઓથી જાણે આજે પ્રગટ પ્રભુનાં ચરણાર્વિદ ધોઈ રહ્યાં હતાં. બરાબર ૪-૩૦ વાગ્યે અગ્નિસંસ્કારનાં સમયે એક મહા અદ્ભૂત ચમત્કાર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં થયો. વૃદ્ધ અવસ્થાને કારણે પચીસેક વૃદ્ધ ડોસીઓ જનમેદનીની ભીડને કારણે યાત્રામાં જવાના બદલે મંદિરે રોકાયા હતા.

સત્સંગના નિયમ મુજબ કોઈ સંતો દેહ ત્યાગ કરીને ધામમાં જાય ત્યારે તેમના પાર્થિવ શરીરના જ્યાં સુધી અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી દેવને થાળ કે દેવની પૂજા-દર્શન વિગેરે થાય નહીં. તે નિયમ પ્રમાણે ત્રિાશિખર મંદિરમાં તાળાં મારેલાં હતાં, મંદિર બંધ છે પણ મહાઆશ્ચર્ય વચ્ચે બરાબર ૪-૩૦ વાગ્યે તાળાબંધ મંદિરમાં નગારા અને ઝાલરો વાગવા લાગ્યા છે. નગારા અને ઝાલરોનાં અવાજથી, મંદિરે રોકાયેલા વૃદ્ધ બાઈઓ દર્શન માટે ઉતાવળાં મંદિર પર ગયા પણ જુએ તો મંદિરનાં દરેક દરવાજે તાળાં મારેલા છે. મંદિર બંધ છે. કોઈ સંત કે હરિભક્તો મંદિરે રહ્યાં નથી અને આ શું ? બંધ મંદિરમાં આરતી થઈ રહી છે. ત્યારે તેઓ મહાઆશ્ચર્યની વાતો કરતાં હતા કે પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરૂપની આરતી થઈ રહી છે. અનંતકોટિ મુક્ત પુરુષો, દેવો, ઈશ્વરો પ્રગટ ભગવાનની આરતી ઉતારી રહ્યાં છે.

અસહ્ય વિયોગમાં ભક્તો ડૂબેલા જણાય છે, વિદેશથી ભક્તો દુબઈ, અબુધાબી, દાસાલેન્ડ, બહેરીન, સાઉદી આરબથી ભક્તો આવ્યા છે, વ્હાલાનો વિયોગ કોણ સહન કરી શકે ? વ્હાલાના વિયોગને હળવો કરવા સર્વ સત્સંગને શાંતિ માટે મહારાજની સ્મૃતિમાં જૂનાગઢમાં તરત જ એક ભક્તિમય જ્ઞાનયજ્ઞ-ધર્મગ્રંથ શ્રી સત્સંગી જીવનની સાત દિવસની પારાયણનું આયોજન થયું છે. શ્રી સ્વામિનારાયણ નગર, શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં સભામંડપ ગોઠવાયા છે. તા.૧૩ અને ૧૩માંના દિવસે શ્રી સત્સંગીજીવન ગ્રંથ જે પ્રગટ ભગવાને વિદ્વાન સંતો, શાસ્ત્રીઓની વિનંતીથી સાત દિવસમાં કથા પૂર્ણ થાય અને સર્વ સારાંશ આવી જાય એવી રીતે નવો ગ્રંથ- સત્સંગીજીવન ટૂંકમાં મહારાજે લખ્યો તે ગ્રંથ સભાસ્થાને લઈ જવા માટે સુશોભિત રથ હંસ ઉપર પ્રગટ ભગવાન તથા સ્વયંપ્રકાશદાસજી તથા વક્તા પુરાણી જગતપ્રકાશદાસજી બિરાજમાન થયા હતા. ભક્તોએ ભજન-કિર્તન ઉત્સવ સાથે વાજતે ગાજતે જૂનાગઢને ગજાવતા, પ્રગટ ભગવાનના જયનાદો અખિલ બ્રહ્માંડને ગજાવતા થકા સભા સ્થાને પહાગચ્યા. પ્રગટ ભગવાન એક દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા છે. બીજા સિંહાસનમાં શ્રીલાલજી મહારાજ તથા શ્રીહરિ રચીત ધર્મગ્રંથ સત્સંગી જીવન તથા વક્તા જગતપ્રકાશ બિરાજમાન છે. તે સાત દિવસનાં પ્રસંગમાં ટુકડા ગોસાના આચાર્યશ્રી શ્વેતાયનજી મહારાજ તથા અગરવાડા ભંડારાના આચાર્યશ્રી સ્વરૂપાચાર્યજી મહારાજ તથા જામવંથલીના આચાર્યશ્રી કૃષ્ણમાચાર્યજી મહારાજ તથા કુંકાવાવનાં આચાર્યશ્રી વલ્લભવ્યાસાચાર્ય મહારાજ પધાર્યાં છે.

ત્યારે સૌ સંતો-ભક્તો દરરોજ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૩ થી ૬ વાગ્યા સુધી કથાનો લાભ લેતા હતા. રાત્રીને સમયે મંદિરે કિર્તન, ધૂન, રાસનું આયોજન થતું હતું. ભંડારાવાસી સ્વરૂપાનંદ આચાર્ય મહારાજને પ્રગટ ભગવાને દિવ્ય દર્શન આપીને છાના રાખ્યા અને કહ્યું જે હું સદા તમારી ભેળો જ છું, અફસોસ કરશો નહીં. ઘણાં દિવસથી હું જૂનાગઢથી બહાર નથી નીકળ્યો પણ હવે તો ઘરે ઘરે વિચરણ કરીને મારા ભક્તોને સુખીયા કરીશ, માટે મુંઝાવું નહીં. મારા દર્શન કરવા હોય તો, અમારા નિવાસસ્થાન પાસે રાત્રો બાર વાગ્યા પછી ઊભા રહીને ૧૧ વખત અમારું સ્મરણ કરશે, તેને મારા દર્શન થશે. આ દિવ્ય દર્શનની વાત ભક્તોનાં મંડળમાં આચાર્ય મહારાજે કરીને ભક્તોને શાંતિ આપી હતી. તે જ રાત્રો કચ્છનાં દહીંસરા ગામથી આવેલા પટેલ વિશ્રામ ભીમજી હાલાઈનાં સુપુત્રો આ સાંભળેલી વાત ધ્યાનમાં રાખી એ નવ વરસનો બાળક રાત્રો સૂતો નહીં અને બાપુજી મને

મહારાજનાં દર્શન કરવા છે. એટલે મહારાજના કહેવા મુજબ હું મહારાજનાં ઓરડા પાસે ખુલ્લી બારી પાસે ઊભો છું.

એમ કહીને એકલો રાતનાં ૧ર વાગ્યા સુધી ઊભો રહીને સ્મરણ કરે છે, આંખમાંથી આંસુ વહી રહ્યાં છે. શું આ નાના બાળકની સંભાળ ભગવાન નહીં લે ! જરૂર જરૂર પવિત્ર શુદ્ધ ભાવના ભરેલા આ બાળભક્તની સંભાળ લેવા પ્રગટ ભગવાને બારીમાંથી હાથ લાંબો કરીને દિવ્યદર્શન આપીને બાલભક્તનાં આંસુ લૂછવા લાગ્યા અને આશ્વાસન આપતાં હોય તેમ ધ્રૂવને અને પ્રહલાદને જેવા વ્હાલથી મસ્તક ઉપર હાથ ફેરવ્યો હતો, તેમ અવતારી પ્રભુએ આ શરણાગત બાલભક્તની અરજ સાંભળીને, દર્શન સુખ આપીને, દુઃખ મટાડી શાંતિ આપી છે. મહારાજ હાથ ફેરવતા ફેરવતાં કહે, જો હું તો અહીં તારી સાથે અખંડ બિરાજું છું. હું ક્યાંય ગયો નથી હો, જા તારા બાપુને કહેજે કે, હવે રડીશ નહીં. અમારું ભજન કરજે, માળા ફેરવજે ને અમને સંભારજે. હું તો તમારા ભેળો જ રહું છું. જા હવે સૂઈ જા. એમ કહી મહારાજ સાક્ષાત્ મૂર્તિમાન દર્શન આપીને બાલભક્તને સૂઈ જવાની આજ્ઞા આપીને પોતે અક્ષર ઓરડીમાં જઈને સૂતા. પ્રગટ ભગવાનને બાળકો બહુ વહાલાં હતાં. દરરોજ ત્રિાશિખરમાં દર્શન કરી ગુણાતીત સભાખંડમાં મહારાજ નિજાસને બિરાજમાન થતાં ત્યારે ચાર-પાંચ બાળકો આવીને સેવા કરે અને મહારાજ તેમની સાથે બાળક થઈને બાળકોને આનંદ થાય એવી વાતો કરતાં.

સપ્તાહ પારાયણ ચાલુ છે, શ્રીહરિ શરણાગતિ મંડળે કથાનો લાભ લેવા પધારેલા સંતો, સત્સંગી બંધુઓ તથા બેનોને જમાડવાનો તથા પાગરણ, ચા-પાણી, નાસ્તા આદિક સર્વ સેવા જૂનાગઢ મંદિરમાં શરણાગતિ ભક્તો ખૂબ જ ઉત્સાહ-ઉમંગ અને પ્રેમથી કરી રહ્યાં છે. દરરોજ અનેક સંતો ભકતોને જમાડી રહ્યાં છે. શરણાગતિ મંડળનાં ગુલાબી નાના-નાના સ્વયંસેવકોની શક્તિ ઉપરવટની સેવાને નિરખી બહારથી આવેલા સત્સંગીઓ તથા સંતો આશ્ચર્યમાં પડી જતા હતા કે આપણે જ્યારે મંદિરોમાં મોટા ઉત્સવ હોય ત્યારે આપણે મોટાં મોટાં સર્વે તે સેવાનાં કામમાં થાકીને લોથપોથ થઈ જતાં હોઈએ છીએ ને જુઓ આ નાના-નાના સ્વયંસેવકો રાત-દિવસ રસોઈનું કામ તથા જમાડવાનું કામ, ઉતારા વિભાગ, કોઠાર વિભાગ, સભાખંડ વિભાગમાં સેવા કરી રહ્યાં છે. ખરેખર આ તો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી સ્વામી આ ભક્તોમાં અખંડ વસેલા જણાય છે. આવો અલૌકિક મહિમા જાણીને કેટલાક સંતો તો શરણાગતિ સ્વયંસેવકોને પરમધામનાં મુક્ત જાણીને તેમની ચરણરજ મસ્તક ઉપર ચડાવતાં હતાં.

આવા આ દિવ્ય પ્રસંગમાં હજારો ભક્તોએ મહાપ્રસાદ- જ્ઞાનપ્રસાદ પ્રાપ્ત કર્યાં હતાં. વીડિયો-કેમેરામાં આ સંપૂર્ણ પ્રસંગ ઉતારવામાં આવી રહ્યાં હતાં. ચારે તરફ પ્રગટ ભગવાન અને તેના શરણાગતિ મંડળનો જય જયકાર થઈ રહ્યો હતો. છેવટના પૂર્ણાહુતિના દિવસે સંતોએ પ્રવચનો આપ્યા છે જે સર્વથી સર્વોપરિ હતા. શ્રી હરિ શરણાગતિ મંડળની સ્થાપના શા માટે મહારાજે કરી ? તેની વાત જુનાગઢના વિવેકાનંદ હાઈસ્કૂલનાં પ્રોફેસર પરમાર સાહેબે કહ્યું, સાક્ષાત શ્રી હરિની શરણાગતિ વિના કોઈનો ઉદ્ધાર નથી. માટે શ્રીહરિ શરણાગતિ મંડળ તો શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીની સાથે પરમધામમાંથી આવેલું મંડળ છે તથા રાજકોટના શાસ્ત્રી ટેમ્પલ કમિટીના અધ્યક્ષશ્રીએ કહ્યું કે, શ્રી હરિ શરણાગતિ મંડળની સ્થાપનાની વાતો મેં સાંભળીને હું ગુંચવણમાં પડી ગયો કે, મહારાજે આ કેમ કર્યું હશે ? તો એક વખત મહારાજ પાસે આ વાત વિશે ચર્ચા કરી ત્યારે મહારાજે ર૮ શાસ્ત્રો (હિન્દુ ધર્મના) નામ લઈને ગણાવ્યાને કહ્યું કે, આટલા શાસ્ત્રો શ્રી હરિ શરણાગતિ વિશેની વાતો બતાવે છે. એમ કહી અનેક વાતો કરીને મને શાંતિ આપી. સંત સ્વરૂપે વિચરતાં આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણને કોણ કળી શકે.

એતો પ્રગટ શ્વેતાયન વ્યાસજીની કૃપા જેના ઉપર વરસે તેને તે પ્રભુ ઓળખાય અને શરણાગતિ સ્વીકારે એટલે તે શ્રી હરિના ચરણમાં પહાગચી જાય. એવા સાક્ષાત્ મનુષ્યતનું ધરી ભૂમંડલમાં વિચરતા શ્રી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્રી શ્વેતાયન વ્યાસ હરિકૃષ્ણ મહારાજના ચરણે ગયેલા મહામંત્રને પ્રાપ્ત કરીને પ્રગટ ભગવાનનું ભજન કરતાં ભક્તોનું મંડળ તે શ્રી હરિ શરણાગતિ મંડળ જગતભરમાં શ્રીહરિની સાથે રાધા-કૃષ્ણની જેમ, તેમ પ્રગટ શ્રીહરિ અને તેના શરણાગતિ ભક્તો સુવિખ્યાત છે. શ્રીહરિએ સ્વયં ગ્રંથોમાં આ હકીકતો લખેલી છે.

શાસ્ત્રી ભક્તિપ્રિયદાસજી કે જેઓ ગઢડામાં પ્રગટ ભગવાનની કૃપાથી ગુરૂકુલ ચલાવી રહ્યાં છે. તેઓએ કહ્યું, મહારાજે તો વ્યાસ ભગવાનથી પણ વધારે અને મોટા મોટા મહાન ગ્રંથો રચ્યા છે. માટે એ તો વ્યાસોના વ્યાસ શ્વેતાયન વ્યાસ હતા. એમ સર્વોપરિપણાંની વાત કરી હતી. ચાવડા નિવાસી પ્રમુખ શ્રી ટપુલાલ ભક્તએ કહ્યું કે, અમારા ગુરૂજીએ આ એક ભગવું વસ્ત્ર પહેરવાની આજ્ઞા કરી છે. તે તો અમને સંતદિક્ષા જ આપી છે. અમારું આ રક્ષાકવચ છે.

એક જૂનાગઢ દેશના વિદ્વાન યુવાન સંતશ્રીએ ગિરનાં સિંહની પેઠે સિંહનાદ સાથે દુહા સંભળાવીને સભાને મંત્રમૂગ્ધ કરી દીધીને કહ્યું, હજારો વર્ષોથી આ દુહાઓ કાઠિયાવાડમાં

કાઠિયાવાડીઓ લલકારતાં રહ્યાં છે. પણ આજે મને લાગે છે કે, જ્યાં સુધી આ કાઠિયાવાડની પવિત્ર ભૂમિ સોરઠમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા ન હતા, ત્યાં સુધી આ દુહાઓનો મેળ બરાબર બેસતો નહોતો. પણ આજે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ વિશ્વના સર્વોપરી વિદ્વાન તરીકે વિખ્યાત થયા. સર્વોપરી અગાધ સમુદ્રની જેમ અગાધ ગહન વિદ્યા ભરેલા મહાન ગ્રંથોની રચના કરી. જેમણે સોરઠ ભૂમિને પણ સર્વોપરી સ્થાને પહાગચાડી દીધી છે. જેમનાં ગ્રંથો વિશ્વભરની તમામ મોટી મોટી લાયબ્રેરીઓમાં વિદ્યમાન છે. વિશ્વભરનાં પ્રકાંડ વિદ્વાનોએ જેમને અભિનંદનો આપીને અનેક ઉપમાઓ આપી છે. એવા અમારા જુનાગઢ સોરઠનાં અલૌકિક દિવ્ય ચમત્કારી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પું છું.

છેવટે શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો કે, જેઓ તન મન ધનથી ખૂબ ખૂબ સેવાઓ કરી રહ્યા છે. તેવા મોટાં મોટાં ભક્તોને શ્રી સ્વયંપ્રકાશદાસ સ્વામીએ ફૂલહાર પહેરાવ્યા છે. ફૂલવાડીમાં ત્રિાશિખર મહામંદિર નિર્માણમાં અહર્નિશ સેવા કરનારા શ્રી હિરજી પેથાભાઈ ચૌહાણ તથા પ્રમુખ કરસન માવજી લુહાર તથા ટપુલાલ કાનજી રાઠોડ તથા ભગવાનજી રાજા જાવિયા તથા મધુ ધનજી બાબરિયા તથા ભીમજી ભાણજી પરમાર (કોસંબાવાળા) તથા કુંવરજી કેશવજી ચૌહાણ તથા મંગળદાસ વી. પટેલ સૂરતના છે તેઓ ભારતનાં નૌકાદળમાં ૧૬ વર્ષ સર્વિસ કરીને રિટાયર્ડ થયેલા છે. તેમને ટૂંકા સમયમાં દાસાલેન્ડ (આરબદેશ)માં શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સાક્ષાત્ ભગવાન પ્રગટ થયા તે વાત ભગવાનજી રાજા જાવિયા ભક્ત થકી સાંભળીને કહ્યું કે, ‘ભગવાનજીભાઈ તમારી વાત બધી સાચી પણ મિલિટરીમાં રહેલો માણસ છું મને તો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ, સાક્ષાત્ પ્રગટ વિચરતા હોય તો મને અહીં આ આરબદેશમાં સાક્ષાત્ દર્શન આપે ને તો મનાય બાકી સાક્ષાત્ દર્શન વિના મને સમજાય તેમ નથી.

મહાન ભાગ્યશાળી પરમાત્માના લાડીલા સાચા શુદ્ધ સેવકની સંભાળ ભગવાને લીધી છે. રાત્રો માળા ફેરવતા જાગતા હતા તે સમયે સાક્ષાત્ મૂર્તિમાન મહારાજ પ્રગટ થયા અને દિવ્ય દર્શન આપી પોતે સર્વોપરી ભગવાન પ્રગટ થયા છે, એમ ઓળખાણ આપી તેને આજે માત્ર બે મહિના થયા છે. જૂનાગઢમાં આજે તેઓએ પૂર્ણાહુતિ પ્રસંગે ગણપતિનાં શિખરમાં જે ખર્ચ થાય તે સેવા સ્વીકારી છે તથા જામવંથલીવાળા કેશવજી ડાયાભાઈ બગીચાવાળા કે જેને મહારાજ ‘મારો દૂત' કહેતા. તેમણે પોતાની ઈચ્છાથી વાડી

અર્પણ કરવાની વાત મહારાજને કરેલી. મહારાજે રાજી થઈને તે સેવા સ્વીકારેલી. તે વાડી ફુલવાડીની બાજુમાં ઉગમણી બાજુની તે પૂર્ણાહુતિ પ્રસંગે અર્પણ કરેલી છે તે ભક્તો તથા વિદેશથી આવેલા ભક્તો શ્રી રામજી જેઠા મકવાણા તથા કાનજી મૂળજી સોજીત્રા, કંકુમવાપી તથા આબુધાબીથી, દુબઈથી, બહેરીનથી શ્રી પ.ભ. રતિલાલ હંસરાજ રાઠોડ તથા પ.ભ. શ્રી હરિલાલ વેલજી ખોલિયા તથા ભગવાનજી રાજા જાવિયા તથા ગોવિંદજી નારણ ટુકડીયા તથા હેમરાજ ધરમશી ગોહેલ તથા જયંતિલાલ રાઘવજી પોરિયા તથા શાંતિલાલ કેશવજી બગીચા તથા શાંતિલાલ અમરશી મનાણી જીરાગઢાવાળા આદિક સર્વને હાર-તોરા કરેલ છે.

ત્યાર પછી આરતી માટેની તૈયારી થઈ. શ્રી હરિ શરણાગતિ મંડળના તમામ ભક્તો હાજર થયા પ૧ થાળીઓમાં ઘીની વાટો પૂરી આરતી પ્રગટાવી છે. દરેક થાળી સાથે એકબીજાને હાથ અડાડી એક સાથે પ૧ થાળીથી આરતી સૌ ભકતો ઉતારી રહ્યા હતાં. તે આરતી પ્રસંગે દિવ્ય સિંહાસનમાં પ્રગટ ભગવાનની પ્રતિમા કથા વાંચે છે, તેનું મોટું સ્વરૂપ પધરાવેલ તે સ્વરૂપમાં મુખારવિંદની ચારેબાજુ તેજનું ચક્ર ફરવા લાગ્યું અને તે પ્રકાશના કિરણો ભક્તો ઉપર પથરાયેલા છે. એવા દિવ્ય સાક્ષાત્ દર્શન કચ્છ નિવાસી જોગી વશરામ ભીમજી હાલાઈને તથા શ્રી હરિ શરણાગતિ ઘણાં ભક્તોને થયા હતા. આમ મહારાજે દિવ્ય દર્શન આપ્યા.

હવે કથાની પૂર્ણાહુતિ થઈ રહી છે. વક્તા શ્રી જગતપ્રકાશદાસજી પુરાણીશ્રીનું પૂજન તથા સત્સંગીજીવન ગ્રંથનું પૂજન તથા પ્રગટ ભગવાનનું પૂજન આરતી ગ્રહણ પ્રસાદી લઈને મહામહોત્સવ વાજીંત્ર, રાસમંડળ, ઉત્સવ મંડળ સાથે વાજતે ગાજતે સત્સંગી જીવન ગ્રંથને શ્રી હરિલાલ ડાયાભાઈ ચૌહાણના ધર્મપત્નીએ કથા સ્થાનેથી પાછા મંદિરે પધરાવેલ છે. મંદિરે સર્વ સંતોને હરિભક્તોને બાલમુકુંદ ભવન પ્રગટ ભગવાનનાં નિવાસસ્થાને બોલાવેલા છે. પૂર્ણાહુતિ પ્રસંગે પ્રગટ ભગવાનની સદાયને માટે સ્મૃતિ થતી રહે તે માટે દરેક સંતોને ચાંદીની મૂર્તિ (સમ્રાટનો સિક્કો) જેમ સિક્કો જૂએ તો સમ્રાટ સાંભરી આવે તેમ એક બાજુ શ્રીજી મહારાજ બિરાજે છે અને એક બાજુએ પ્રગટ ભગવાન બિરાજે છે. તે દિવ્ય મૂર્તિ સ્મૃતિ રૂપે રાજીપાના સિક્કા આપવામાં આવેલ છે.

આ મહાદિવ્ય પ્રસંગે સંતો તથા હજારો સત્સંગી બાઈઓ તથા ભાઈઓ પધાર્યાં હતાં. અનેક ભક્તો કથા શ્રવણનો લાભ લેતા હતા. પૂર્ણાહુતિનાં દિવસે તો હજારો ભક્તોની ભીડ જામી હતી. સવારમાં વહેલા ચાર વાગ્યે મંદિર ઉપર પ્રદક્ષિણાના પરથારમાં પ્રગટ

ભગવાને બાઈઓ ભક્તોને સાક્ષાત્ દર્શન આપી કૃતાર્થ કર્યાં હતાં. હેમંતભગતને મહારાજે પ્રગટ થઈ કહ્યું , તું શા માટે રોયા કરે છે. હું તો તારી ભેળો અહીં અખંડ બિરાજું છું. આ સમયે આચાર્યશ્રી શ્વેતાયનજી મહારાજ હાજર હતા. તેમને મહારાજે બાલમુકુંદ ભવનમાં નીચેના જ રૂમ પાસે બારીએથી સાક્ષાત દર્શન આપ્યા હતા. જામવંથલીમાં કેશવજીભગત બગીચાવાળાને પણ તે જ દિવસે મહારાજે સાક્ષાત્ દર્શન આપ્યા હતા અને ભક્તોનો અફસોસ ટાળ્યો હતો. પોતે સત્સંગમાં સદા પ્રગટ બિરાજે છે.

મહારાજે શ્રીહરિ શરણાગતિ મંડળને પોતાનું હૃદય કહ્યું, અને પ્રગટ ભગવાન શ્રી હરિ શરણાગતિ મંડળનું હૃદય. આમ બંન્નો અરસ-પરસ દિવ્ય સ્નેહભક્તિ વડે બંધાયેલા છે. તેથી જ પ્રગટ ભગવાન હાલ પણ સાક્ષાત પ્રગટ થઈને ઘરે ઘરે દર્શન આપી સુખ આપી રહ્યાં છે અને સદાય આપતા રહેશે. સાચા શુદ્ધ સેવકની સંભાળ રાખતા રહ્યાં છે અને રાખતા રહેશે,સૌ ભકતોને દિવ્ય દર્શન થાય છે. લાલજીમાં બિરાજમાન થઈ દૂધ પીવે છે, થાળ જમે છે. એવા દિવ્ય દર્શન કચ્છમાં જયંતિલાલ દેવશી સોરઠિયા ભક્તને અંજારમાં આપ્યા છે. ઘરમાં પધરાવેલા લાલજીની મૂર્તિમાંથી તેજ નીકળી રહ્યું છે. તેમના ધર્મપત્ની શારદાબેન તથા પુત્રી દક્ષા તેમજ પુત્ર ભાવેશ આદિક આરતી ઉતારી રહ્યાં છે. એકાએક તેજ તેજ થઈ જવાથી અંજાઈ ગયા ને એકબીજાને જોઈ શકતા ન હતા. આખું ઘર તેજોમય થઈ ગયું ને પાંચ મિનિટ પછી લાલજીની મૂર્તિમાં ધીરે ધીરે લીન થતું જોયું. આમ મહારાજ ભક્તની ભાવના પ્રમાણે દર્શન આપી રહ્યાં છે.

વિદેશમાં રહેલા ભક્તોને પ્રગટ ભગવાન દિવ્ય દર્શન આપીને ભકિત-સેવાનો આનંદ આપી રહ્યાં છે. પ્રગટ ભગવાનની ઓળખાણ એક-બે જન્મનાં પુણ્યે કરીને થતી નથી. શ્રીમદ્ ભાગવતમાં પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે કે, અનેક જન્મ સંસિદ્ધયતિ યાતિં પરાં ગતિ. અનેક જન્મનાં પુણ્યો ઉદય થાય છે, ત્યારે તે જીવાત્માને મનુષ્યતનું ધરીને વિચરતા ભગવાન પોતાની સાક્ષાત્ ઓળખાણ આપે છે. જેના પુણ્ય અધૂરા હોય તેના ભાગ્ય નબળાં કહેવાય છે. તેવા ભાગ્યહીન જીવાત્માઓ આ પૃથ્વી ઉપર પોતાની આંખો સામે દેખાતા, વિચરતા ભગવાનને ઓળખી શકતા નથી. ભગવાન તો જીવાત્માઓના પરમ કલ્યાણ કરવાને માટે વિચરતા હોય છે, તેમની ઓળખાણ મુમુક્ષ અને દૈવીને થાય છે. જેઓ સાચા સંતનો સમાગમ કરતા હોય, સત્શાસ્ત્રોનો અભ્યાસ, સાચા સંત થકી કરતાં હોય તેમને શાસ્ત્રોમાં કહેલાં જે ભગવાનના ચિન્હો, ભગવાનના દિવ્ય ચમત્કારો, ભગવાનની દિવ્ય લીલાઓ

તે ભગવાન પોતે દેખાડે છે. એવી કૃપા કરીને કૃપાળુ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થઈને ભક્તોની સંભાળ લ્યે છે અને કહે છે સર્વનો કર્તાહર્તા વિશ્વંભર અનાદિ શ્રીકૃષ્ણનારાયણ હું તમારી સામે બિરાજું છું. અમારી ઈચ્છાથી સમગ્ર સૃષ્ટિઓ ચાલે છે અને તેમાં અમારી ઈચ્છા પ્રમાણે ફેરફાર થાય છે.

રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, પદ્મપુરાણ, સામુદ્રિક શાસ્ત્ર, આદિકમાં પરમાત્માનાં અવતારોનાં ચિન્હો જણાવ્યા છે. તે સર્વે ચિન્હો કૃપા કરીને ભક્તોને દર્શન કરાવે છે. હજારો અને લાખો ગાઉં દૂર રહેલા ભક્તોને સાક્ષાત્ દર્શન આપીને સુખીયા કરે છે. વિશ્વમાં બ્રહ્માંડોમાં કોઈથી ન થઈ શકે એવા અલૌકિક કાર્યો કરે છે. તે સર્વ ખરેખરો ભક્ત થાય તેને અનુભવ સિદ્ધ થાય છે. એવા અનુભવ સિદ્ધ દિવ્ય મુક્ત પુરુષ કચ્છવાસી શ્રી વશરામ ભક્તના મેળાપથી જેમને પરાત્પર પરબ્રહ્મની ઓળખાણ થઈ છે. જૂનાગઢ જઈને મૂર્તિમાન દર્શન હજુ થયા ન હતા, એવા આંધ્રપ્રદેશ નિવાસી તેલુગુ નારાયણ ભક્તને મહારાજના વિયોગનું અસહ્ય દુઃખ આવી પડ્યું. મહારાજના સાક્ષાત્ દર્શન કરવાની ઈચ્છા ખૂબ હતી. જૂનાગઢ જઈને કંઠી બંધાવી, પ્રગટ મહારાજની સેવા કરવી, પ્રગટ ભગવાનના ચરણ ધોઈને જળ પીવું, મહારાજને ભેટવું, ગુલાબના હાર પહેરાવવા. આરતી ઉતારવી આવી રીતના અનેક સંકલ્પો કરેલા ને ભક્તોને સભામાં વાતો કરતાં, આવા નારાયણ ભક્તને અબુધાબીમાં પ્રગટ ભગવાને દિવ્ય દર્શન આપીને ઓળખાણ તો આપી મૂર્તિમાંથી હાથ લાંબો કરીને નારાયણ ભક્તને પોતા પાસે બોલાવ્યા, જે સંકલ્પો ઓળખાણ પછી થયા તે હવે કોણ પૂરા કરશે ? એમ વિચારીને ખૂબ જ રાત્રી-દિવસ રડતા હતા. રાત્રો માળા લઈને પ્રગટ ભગવાનની ચિન્હવાળી મૂર્તિ પાસે ઊભા રહીને માળા ફેરવે અને રડ્યા કરે.

જ્યારથી મહારાજનાં સ્વધામગમનની જાણ થઈ ત્યારથી અન્નપાણી તજી દીધેલા છે. એવા નારાયણભગતને રાત્રીને સમયે મહારાજની મૂર્તિ પાસે ઊભા રહીને જોર જોરથી રડવા લાગ્યા. રાત્રીના ૧ વાગ્યે મૂર્તિમાંથી સાક્ષાત્ મહારાજ પ્રગટ થઈને નારાયણભગતને માથે હાથ મૂકી કૃપાળુ ભક્તવત્સલ ભગવાને છાના રાખ્યા. નારાયણભગત તો મૂર્તિમાન મહારાજને ભેટી પડ્યા. ભક્તના અસહ્ય વિયોગનાં દુઃખને ટાળવા અને સંકલ્પો પૂરા કરવા સદા પ્રગટ છે એવા પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ અને નારાયણ એકબીજાને ભેટ્યા. પછી ભગવાન પલંગ ઉપર બિરાજમાન થયા અને કહે, નારાયણ તારા માટે જ હું આવ્યો છું, તારા જે જે સંકલ્પો હોય તે પૂરા કરી લે. ભગવાનનાં સાક્ષાત્ મિલનથી અતિશય

આનંદ વિભોર બનેલા નારાયણભગત તો આરતી તૈયાર કરી જલ્દી જલ્દી આરતી ઉતારીને જળ લઈ નીચે થાળી રાખીને ચરણ પખાળ્યા ને તે જળ પી ગયા અને હાર પહેરાવવાનો સંકલ્પ છે પણ અહીં ગુલાબ ક્યાંથી મળે એમ મનમાં વિચારે છે ત્યાં પ્રગટ ભગવાને પોતાના ગળામાં પહેરેલો ગુલાબનો હાર ઉતારીને નારાયણભગતને આપ્યો અને કહે, આ મારા શરણાગતિ મંડળનો ગુલાબનો હાર છે. એ તું મને પહેરાવ અને તારા સંકલ્પો પૂરા કર. પછી નારાયણભગતે મહારાજને એ હાર પહેરાવ્યો. પછી મહારાજ કહે, હું સદાય મારા શરણાગતિ ભક્તો ભેળો જ છું. હું તમારા અંતરમાં અખંડ બિરાજું છું. માટે મને વયો ગયો ન સમજશો ને અફસોસ ન કરશો. આનંદમાં રહીને સેવા અને ભક્તિ વધારે ને વધારે કરતાં રહેજો. ટાણું આવ્યે હાજર થઈશ ને મારા પરમધામમાં મારી સેવામાં રાખીશ. સેવા ને ભજન કર્યાં કરજો એમ બોલતાની સાથે જ પલંગ ઉપરથી મહારાજ અદૃશ્ય થઈ મૂર્તિમાં લીન થઈ ગયા. આ રીતે સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામિનાથે પ્રગટ થઈને સાક્ષાત્ સેવાનાં સંકલ્પવાળા ભક્તનાં મનોરથ પૂરા કર્યાને સદા પ્રગટપણું દેખાડીને ભક્તોને આનંદ આપ્યો હતો.

અબુધાબીમાં મહારાજ સ્વધામ પધાર્યા પછી ભક્તોને અશાંતિ, અફસોસ અને દુઃખ થયા કરતું હતું. જાણે આપણું સર્વસ્વ ચાલ્યું ગયું છે. હવે આપણે અહીં રહીને જીવીને શું કરવું છે ? એવા વિચારો મનમાં થયા કરે છે અને મહારાજની મૂર્તિ જુએ ને સાંભરે. જેમ જેમ સાંભરે તેમ તેમ ખૂબ જ દુઃખ થાય અને રડતાં રહેલા ભક્તોને મહારાજે દિવ્ય દર્શન આપ્યા છે. ભક્તોનું દુઃખ ભગવાન સહન કેમ કરી શકે ? પુરાણી નાનજી લક્ષ્મણભગત મકવાણા ને દર્શન આપીને મહારાજ કહે, નાનજી તું શા માટે રડ્યા કરે છે. આમ જો હું તો તારી સામે જ ઊભો છું. એમ કહી નાનજીભગતને દર્શન આપ્યા છે. નાનજીભગત તો મહારાજને નિરખતાં જ એકાએક મહારાજને વળગી પડ્યાને કહે, મહારાજ અમને મૂકીને કેમ ગયા ? ત્યારે મહારાજ કહે, હું તો ક્યાંય નથી ગયો, તારા ભેળો જ છું. છતાં નાનજીભગત કહે, મહારાજ આમ ઓચિંતા પરિયાણ કેમ કર્યું ? મહારાજે જાણ્યું કે મારો વ્હાલો પ્રેમી ભક્ત મારામાં પાગલ થયો છે. એટલે વિયોગનું દુઃખ ટાળવા મહારાજે વાત કરી કે નાનજી પરમધામનાં મુક્તો મને તેડવા આવ્યા અને કહે, મહારાજ હવે ધામમાં પધારોને અમને સુખ આપો, એમ કહી રડવા લાગ્યા ને તેમની ઈચ્છા પૂરી કરવા હું તેના ભેળો ગયો તો તમે મારા વ્હાલા ભક્તો રડવા લાગ્યા. તો મારે શું કરવું ? બોલ. નાનજી હવે તને છાનો રાખ્યા વગર

પણ કેમ ચાલે ? માટે જો હું તો તમારા ભેળો અખંડ બિરાજું છું માટે મનમાંથી બીજા વિચારો કાઢીને આનંદથી અમારું ભજન કરો, સેવા કરેલી સંભારો, ભક્તિ વધારે કરો અને અફસોસ ન કરવો, આનંદમાં રહેવું. એમ કહી મસ્તક ઉપર હાથ મૂકીને અદૃશ્ય થઈ ગયા. સવારે સર્વ વાત નાનજીભગતએ સભામાં કરીને ભક્તોને શાંતિ આપી હતી.

તા.૧૧-૪-૧૯૮૬ શુક્રવારે શાંતિલાલ પુંજાભાઈ વાઢેરને મહારાજે દિવ્ય દર્શન આપ્યા છે. બાલમુકુંદ ભવનમાં હિંડોળા ઉપર મહારાજ હીંચકી રહ્યા છે. મહારાજ દર્શન આપીને એમને બાથમાં લઈને ભેટ્યા અને ગળામાં ગુલાબનાં હાર પહેર્યાં હતા તે ઉતારીને પહેરાવ્યા ને સામું જોઈને હસતાં હતા. પછી મહારાજે આશીર્વાદ આપ્યા કે, ખૂબ ખૂબ સુખી થાવ. હું ક્યાંય ગયો નથી સદા તમારી ભેગો અખંડ રહું છું. અફસોસ ન કરો. હું તમારી રક્ષામાં બેઠો છું, આશીર્વાદ આપું છું ખૂબ સુખી થાઓ. સેવા કરી મંદિરના કામ જલ્દી પૂરા કરો. આમ કહી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા હતા.