લલિતાબેન
જૂનાગઢ
ભગવાનનાં અવતારો જ્યારે જ્યારે પૃથ્વી પર થાય છે ત્યારે ત્યારે પુરુષ ભક્તોની સાથે સ્ત્રી ભક્તો પણ ભગવાનની વિશેષ સેવાની ઈચ્છા રાખતી હોય છે. ઘણાં સ્ત્રી ભક્તો તો ભગવાન પાસે મોક્ષની પણ આશા ન રાખી માત્ર જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે તેમના લીલા ચરિત્રોના દર્શન અને સેવાની જ સકામ ભાવના રાખતી હોય છે. આ રીતે મહારાજે પણ જ્યારે આ પૃથ્વી પર અવતરણ ધારણ કર્યું ત્યારે યુગોથી સ્વયં પરનારાયણ પ્રભુની દર્શન સેવાની રાહ જોતી હોય તેવી ગોપીઓ પણ પ્રગટ થઈ હતી. કોઈ તો પરમધામમાંથી મહારાજની ઈચ્છાથી પ્રગટ થઈ હતી. એવી ઘણી મુક્તાનિકાઓ છે જેમને મહારાજે કૃપા કરી કંઠી બાંધી દિક્ષામંત્ર આપીને આશિર્વાદ આપ્યા છે. જેમાં મહારાજ વિશેષપણે કરીને વાસ કરીને રહ્યા છે એવા જ મહાન મુક્તાનિકા એટલે જૂનાગઢમાં વર્ષોથી રહેતા લલિતાબા છે. તેમને હેમંતભગતના બહેન એવાં પ્રભા અને પાર્વતીના સત્સંગે કરીને મહારાજનો વિશેષ ભગવાનપણાંનો મહિમા સમજાયો.
લલિતાબાએ જ્યારથી મહારાજને ઓળખ્યા છે ત્યારથી દરરોજ નિયમથી સવાર-સાંજ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં મહારાજનાં દર્શન કરવા, મહારાજ માટે ક્યારેક હાર કે પ્રસાદ મોકલવા તેમજ મહારાજને જરૂરી સેવા-પૂજા કરવી. આ દરેક સેવાનો ખૂબ લાભ લીધો છે. લલિતાબા જૂનાગઢ મંદિરની નજીકમાં જ રહેતા હોવાથી તેમને મહારાજની સાથે મહારાજના મુક્તભક્તોના પણ દર્શન સેવાનો લાભ મળે છે જેથી તેમનો પરિવાર વિશેષ ધન્યતાનો અનુભવ કરે છે.
આમ ભગવાન પોતાની ઓળખાણ ઐશ્વર્ય-પ્રતાપ વડે જીવાત્માને પોતાનો ભક્ત બનાવી અને પરમધામમાં લઈ જાય છે અને જીવાત્માને જો પૂર્ણ પરમાત્માની પૂર્ણ ઓળખાણ થઈ જાય અને ખરા અર્થમાં સાચો શરણાગત થઈ જાય તો તે આને આ જન્મે જ ધામમાં જાય અને બીજા અનેક જીવાત્માનો ઉદ્ધાર કરનારો થઈ પરમાત્માનો અનાદિ શ્રીકૃષ્ણનારાયણને રાજી કરનારો થાય છે. ભગવાનનો વિશ્વાસુ થાય છે, ભગવાનને અતિ પ્રિય થાય છે.