અનાદિ મુક્તરાજ નરશીભગત અમરશીભગત કાચા
જામવંથલી, હાલ- રાજકોટ
એક વખત ઇ.સ.૧૯૭૩માં હું અને મારા પિતાજી તથા ફુવા અમે જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે હું મનમાં વિચારતો હતો કે, મહારાજના કર-ચરણમાં ચિન્હના દર્શન કરવા છે, પછી અમે જૂનાગઢ પહાગચ્યા. મહારાજ જુના ઓરડામાં રહેતા હતા. અમે સ્નાનવિધિ પતાવીને મહારાજના દર્શન કરવા ગયા, હું ત્યારે નાનો હતો. અમે મહારાજ પાસે ગયા. મહારાજે મને તેની પાસે બોલાવ્યો અને કહે, જો તારે ચિન્હના દર્શન કરવા છે ને એટલે મહારાજ પોતાના જમણા હાથ ઉપર ડાબા હાથથી થપલી મારતા ગયા અને ચિન્હ બતાવતા ગયા. સ્વસ્તિક, ધનુષ, ચક્ર, મત્સ્ય, શંખના દર્શન કરાવ્યા પછી ચરણ લાંબા કરીને પગના તળિયે હાથ ફેરવીને કહે, આ દેખાય છે સૂર્ય, ગૌપદ, ત્રિાકોણ, અષ્ટકોણ, ધજા, નાગરવેલનું પાન આમ દર્શન કરાવ્યા. તેમ બીજા ચરણમાં પણ સ્વસ્તિક, તુલસીના માંજર, કળશ, અંકુશ આમ દર્શન કરાવ્યા ને કહે, દેખાય છે ને ? આમ અંતર્યામી ભગવાને મારા મનની વાત જાણી લઈ સામેથી બોલાવીને ચિન્હોનાં દર્શન કરાવ્યા.
એક વખત દુબઈ જવા માટે મેં પાસપોર્ટ બનાવ્યો. તેમાં કામગીરીમાં કડિયાકામ લખાવ્યું હતું. ત્યારે વિદેશ જવા ઈન્ટરવ્યૂ આપ્યો ને એજન્ટ કહે, તારા પાસપોર્ટમાં કડિયાકામની જગ્યાએ પ્રોફેશનલ ટ્રેઈલર એક માસમાં લખાવી રાખજે. ત્યારે મેં આશા છોડી દીધી કે પ્રોફેશનલ ટ્રેઈલર લખાવવામાં બે-ત્રણ મહિના લાગી જાય. ત્યાં એક દિવસ દુબઈ જવાની વિઝા આવી. એટલે હું અમદાવાદ ગયો ને કડિયાકામની જગ્યાએ પ્રોફેશનલ ટ્રેઈલર સુધારવા માટે બે મહિના લાગશે. એમ અધિકારીએ જણાવ્યું. તેથી હું નિરાશ થઈ અમદાવાદથી જૂનાગઢ આવ્યો ને મહારાજને માંડીને બધી વાત કરી એટલે મહારાજ કહે, તું પાછો અમદાવાદ જા અને ફરી પાસપોર્ટ ઓફિસમાં વાત કરજે. તારું કામ થઈ જશે. મહારાજના કહેવાથી હું તરત જ અમદાવાદ ગયો અને પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બતાવી કહ્યું, સાહેબ મારે આ પાસપોર્ટમાં ટ્રેડ બદલવો છે, કડિયાકામની જગ્યાએ પ્રોફેશનલ ટ્રેઈલર કરાવવાનું છે. તેમણે મારો પાસપોર્ટ લઈ એક કલાકમાં ટ્રેડ બદલાવી આપ્યો. આમ અધિકારીના હૃદયમાં મહારાજે પ્રવેશ કરી મારું કામ તે જ દિવસે કરી આપ્યું. આમ મહારાજે પોતાની અંતર્યામી શક્તિએ અધિકારીનું મન બદલ્યું અને શરણાગતના કામ કર્યાં.
એક વખત અમે દુબઈમાં રજા હોવાથી મિત્રો સાથે ફરવા ગયા. ફરીને સાંજે સાતેક વાગ્યા હતા અને પરત આવવા દુબઈથી પાર આવવા બોટમાં આવવું પડે કારણ કે, વચ્ચે દરિયો હતો ત્યારે હું બોટમાં બેસવા ગયો ત્યાં મારો પગ લપસ્યોને દરિયામાં પડ્યો તે ઊંડો ઊંડો જવા લાગ્યો. ત્યાં અચાનક મારો હાથ ઝાલી મહારાજે મને બોટમાં બેસાડી દીધો. આજુબાજુ નજર કરી કોઈ ન દેખાયું. મને ખાતરી થઈ કે નક્કી મહારાજે જ મને બચાવ્યો. આમ પરમકૃપાળુ પરમાત્મા પ્રગટ ભગવાને મને નવું જીવન આપ્યું.
એક વખત અમે મહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલતું હતું અને મહારાજ જૂની ઓરડીમાં રહેતા હતા. ત્યારે અમે પાંચ હરિભક્તો મહારાજને દંડવત્ કર્યાં ને બેઠાં ત્યાં મહારાજે હેમંતભગતને કહ્યું, અડદિયાનો ડબ્બો લઈ આવો. હેમંતભગત અડદિયાનો ડબ્બો લઈ આવે તે પહેલાં બીજા પંદરેક હરિભક્તો આવ્યા. ત્યારે હેમંતભગતે મહારાજને કહ્યું, મહારાજ ડબ્બામાં બે જ અડદિયા છે. એમ કહી મહારાજના હાથમાં ડબ્બો મૂક્યો. મહારાજ દરેક હરિભક્તોને એક એક અડદિયો આપતા ગયા ને ભગવાનની વાતો કરતા જાય. ત્યાં બેઠેલા પચીસેક હરિભક્તોને અડદિયો પ્રસાદી અપાઈ ગઈ છતાં ડબ્બામાં અડદિયા ખૂટ્યા નહીં. આ પ્રગટ ભગવાનનો અદ્ભુત અલૌકિક પરચો થયો. આમ ભગવાન દરેક ભક્તોને પોતાનું ઐશ્વર્ય બતાવી પોતાની મૂર્તિમાં ખગચી લ્યે છે.
એક વખત મારી મોટી દીકરી લલિતા અને મારી નાની દીકરી શીતલ તેની ઉંમર દોઢેક વર્ષની હતી તેને લઈને બજારમાં જીંજરા લેવા ગયા પરંતુ તે જીંજરા વેચનાર બાઈ નજરની ખરાબ હતી. તેણીએ મારી નાની દીકરી શીતલ ઉપર ભારી નજર નાખી હતી. તેથી આખી રાત સૂતી નહીં અને રડ્યા જ કરી. બીજે દિવસે મેં મહારાજને પત્ર લખ્યો અને ત્રીજા દિવસે મહારાજનો આશીર્વાદ પત્ર આવ્યો સાથે શ્રીજી રક્ષા અને ગુલાબની પાંખડી મોકલી અને લખ્યું કે શ્રીજીરક્ષા બાંધજો, ગુલાબની પાંખડી ખવડાવજો. આમ મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીજીરક્ષા અને ગુલાબની પાંખડી ખવડાવી તરત જ શીતલ છાની રહી ગઈ. આમ મહારાજને આજે પત્ર લખ્યો ને ત્રીજે દિવસે જવાબ આવ્યો. અંતર્યામી ભગવાને બેબીની તકલીફને જાણી તરત જ પ્રસાદી-રક્ષા મોકલી નહીં તો ક્યારે પત્ર પહાગચે ને ફરી મહારાજ જવાબ લખે. ક્યારે પાછો પત્ર આવે. પરંતુ ભગવાન અંતર્યામી છે અને ભક્તોનું ધ્યાન રાખે છે, આવા કૃપાળું ભગવાન દયાળું છે.
એવી જ રીતે નરશીભગતના ભાઈ અશ્વિનભગત કાચા તેઓ રાજકોટ રહે છે.
તેમને શ્રીહરિ શરણાગતિના ભક્તોનો યોગ મળ્યો. તેઓ મૂળ જામવંથલીના એટલે મહારાજની કૃપા તો તેના જીવનમાં ઉતરી જ હોય. પરંતુ પ્રગટના સંતોનો યોગ તેમને ઇ.સ.ર૦૧૦માં થયો. વેલજીભગત રાજકોટ ભક્તોના ઘેર પધાર્યાં હતા અને ભગતની નજર આ અશ્વિનભગત પર પડી ને ઓળખાણ કરી. અરે તમે જામવંથલીના તો તમારા બાપુજી અને અમે તો સાથે હતા, મહારાજની સેવા કરતા. આમ સંતની કૃપા દૃષ્ટિ થઈ એટલે ભજનમાં આવવાનું થયું. ભક્તોના સહારે અને પ્રગટ ભગવાનના મહાત્મ્યથી તેમને પણ ભક્તિ કરવાની ઈચ્છા જાગી. ત્યારે રાજકોટમાં ભક્તોના ઘર નાના નાના અને અશ્વિનભગનતું ઘર મોટું તેથી અશ્વિનભગતના ઘેર સભા થવા લાગી, ઉત્સવો થવા લાગ્યા. શ્રાવણ માસ આખો, પુરુષોત્તમ માસ આખો ભજન થવા લાગ્યું તેના પ્રતાપે અશ્વિનભગત વધારે ને વધારે ભાવથી તન-મન-ધનથી ભક્તિ કરવા લાગ્યા. તેના માતાજી બહું રાજી થતાં. સંતોના આશીર્વાદ વરસવા લાગ્યા. તેના હૃદયમાં આનંદ વર્તાવા લાગ્યો અને મહારાજે દર્શન આપ્યા, માથે હાથ મૂક્યો અને ભગતે ભાવ વિભોર થઈ પોતાના આંસુથી મહારાજના ચરણ પખાળ્યા. આમ દિવસો જવા લાગ્યા. મંડળ તેને પ્રેમ કરવા લાગ્યું અને કામકાજ મળવા લાગ્યા, સુખી થવા લાગ્યા. તેમ બમણાં વેગથી પ્રગટ ભગવાનને ભજવા લાગ્યા.
ફુલવાડીની ભરપૂર સેવા કરવા લાગ્યા. ફુલવાડીને ફરતો વંડો, પ્રસાદીભવન, સભાહોલ તથા ભોજનાલયમાં રાત-દિવસ જ્યારે જ્યારે ફુલવાડીથી ભકતો બોલાવે ત્યારે ત્યારે સેવામાં હાજર રહે. તેમ તેનું ફુલવાડીને સેવવાનું અંગ બંધાઈ ગયું. તેમના ઘરે ભાવનાબેન તેમજ તેમના દીકરી અને દીકરા પણ સભાના દિવસે ભગવાનના હિંડોળાના હાર બનાવવા. પ્રસાદ તૈયાર કરવો, ભક્તોને ચા, ઠંડાના પ્રસાદ જમાડવા અને શ્રાવણ માસ, પુરુષોત્તમ માસમાં આખો આખો માસ સભાની સજાવટમાં સેવા કરતા. તેઓ સભા પૂર્ણ થાય ત્યાર પછી રાત્રીનું ભોજન લેતા. આમ તેના બાળકો પણ બાલમંડળમાં તબલા વગાડવા, મંજીરા વગાડવા, સભાસ્ટેજ શણગારવો તથા સભામાં પાણી પીવરાવવું, પ્રસાદી વહગચવી. કથાના સમયે સૌ ભક્તોને માળા આપવી. આમ બાલમંડળમાં તેના જેવી સેવા માટે તત્પર રહેતા તથા શ્રાવણ માસ, પુરુષોત્તમ માસમાં દરરોજની અલગ અલગ સેવામાં બાલમંડળ, બાલિકામંડળ, લક્ષ્મીમંડળ, ભક્તમંડળ સૌ દરરોજની અલગ અલગ સેવામાં ભાગ લેતા અને જે કાંઈ સેવા જમા થાય ત્યારે ફુલવાડી- અને કુંકાવાવમાં તે સેવાઓ જમા કરાવતા.
આવો નિષ્કામ ભાવ અને નિષ્કામ ભક્તિવાળું આ કુટુંબ ભલે મહારાજને પ્રત્યક્ષ નથી જોયા. પરંતુ પ્રગટના સંતોના આશીર્વાદ અને ઉપદેશથી એકાન્તિક ભક્ત સિદ્ધ થયા છે. તેમજ ફુલવાડીમાં અને કુંકાવાવ બ્રહ્મપેલેસમાં લાખો રૂપિયાની સેવા કરી બીજા જીવાત્માઓને સેવા-ભક્તિનો રાહ ચિંધ્યો છે. તેમના થકી આડોશી-પાડોશી અને શેરીના ભાઈઓ સુખી થયા છે. તેમના ઘરે જ સભાઓ થાય એટલે સૌને ભગવાનની કથા, ભગવાનની પ્રસાદી, દર્શન થાય જેથી તે સૌ સુખિયા થયા છે. તેમના ગુણે કરીને ઘણા નવા ભક્તો થયા છે તથા તેમના સહભાગીઓ તેમના સહવાસીઓને ખરા સમયે ઉપયોગી પણ થયા છે. તેથી રાજકોટ મંડળમાં તેઓ પ્રગટ ભગવાનના વ્હાલા થઈ સંતમંડળ, મુક્તમંડળના કૃપાપાત્ર થયા છે. તેમનું જીવન ભગવાનનો રાજીપો મેળવવામાં માર્ગદર્શક સાબિત થયું છે. આવા ભક્તો શીરસાટે ભજન કરનારા અને ભગવાનને પ્રત્યક્ષ જાણી ભક્તમંડળમાં હાજરા હજુર વર્તે છે. તેવા વિશ્વાસું ભક્ત થયા છે.