પરચા ૪૩

અનાદિ મુક્તરાજ જયંતીભગત હંસરાજભગત રાઠોડ

ચાવડા, હાલ- પૂના

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની કૃપાથી ચાવડા ગામે હંસરાજભગતને ત્યાં મારો જન્મ થયો અને નાનપણમાં જ મને મહારાજની પરિપૂર્ણ ઓળખ હતી તેથી મહારાજે મને કંઠી બાંધી મંત્રદિક્ષા આપી હતી અને ત્યારથી જ અનેકવાર યોગ્ય સમયે મહારાજના દર્શન સેવાનો લાભ મળતો.

એકવાર મારી બા ઉજીબેન સાંજના સમયે ૬ વાગ્યે પોતાની વાડીએથી ઘેરે આવતા હતા અને ૨સ્તામાં અંધારુ બહુ જ હોવાથી ૨સ્તામાંથી ગામના વચ્ચેથી એક લીમડાના ઝાડની બાજુમાંથી નીકળ્યા અને ત્યાં એક સર્પ નિકળ્યો તે ઉજીબેનના પગે વિંટળાઈ ગયો અને ડંખ માર્યા તેથી તેમણે ત્રણ વખત પોતાના પગ પર ઝાપટ મા૨ી તેમાંથી એક ઝાપટ સર્પને લાગી તેથી સર્પના બે દાંત ઘૂટી પાસે લાગ્યા અને પછી ઘે૨ આવીને ભંેસ દોહીને દૂધ ગ૨મ કરીને ઘરે વાત કરી કે, મને પગ ફાટે છે. તો સર્પનો મો૨ો મૂક્યો અને સર્પ ઉતાર્યો પણ વધુને વધુ ઝે૨ ચડવા માંડયું પછી તાત્કાલિક જામનગ૨ જવા માટે ગાડું જોડીને વંથલી જતા હતા. તેવામાં ત્યાં કાંઈ સાધન ન મળ્યું પછી પાછળથી એક ખટા૨ો આવ્યો અને ડ્રાઈવ૨ે પુછયું કે શું થયું છે. ત્યા૨ે હંસ૨ાજભાઈએ બધી વાત ક૨ી. તો ડ્રાઈવ૨ કહે, ચાલો તમને મૂકવા માટે આવું છું. તરત જ ફલા થઈને ૨ીક્ષા ક૨ીને જામનગ૨ ગયાં.

જામનગ૨ની ઇરવીન હોસ્પિટલમાં દાખલ કર્યા. ૨ાતના બે વાગ્ય સુધી બેશુધ્ધ, કોઈ જાતની ખબ૨ નહીં. આટલું ઝે૨ ચડી ગયું પછી બે વાગ્યા પછી સારું થયું અને બે દિવસ દવાખાને ૨ોકાણા અને પછી ઘે૨ આવ્યા તો બિલકુલ તબિયત બગડી અને સર્પ કરડ્યો તે ચિ૨ત્ર દેખાયા કરે. બે ત્રણ દિવસ આવી ૨ીતે થયું ત્યા૨ે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે દર્શન આપ્યા અને પ્રસાદી ખવરાવી અને ૧ રૂપિયાની નોટ આપીને કહ્યું કે, અમે તમને કાંઈ થવા નહીં દઈએ માટે ચિંતા ન કરશો. જય સ્વામિના૨ાયણ કહીને અદૃશ્ય થઈ ગયા. આવી ૨ીતે મહારાજે ૨ક્ષા ક૨ીને દર્શન આપ્યા.

એકવાર ઇ.સ.૧૯૭૭ની સાલમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ હું બીમાર પડ્યો કોલેરાની તકલીફ થઈ થોડા દિવસ લોકલ ડૉક્ટરની દવા લીધી, થોડું સારું તો થયું બાદમાં વધુ તકલીફ થતા જામનગર ઈરવીન હૉસ્પિટલમાં એડમીટ કર્યો. મને દસ દિવસ થયા

દવાખાનામાં સારું તો થયું. પણ એક દિવસ રાત્રો વધારે તબિયત બગડી અને રાત્રો ૧-૩૦ થયા હશે. લોહીની ઊલટી થઈ ને સેલાઇનનો બાટલો ચડાવેલ તે સેલાઈન ચડતું બંધ થઈ ગયું. ડૉક્ટર આવ્યા અને જોયું કે હવે મુશ્કેલ છે. કેશ બચે તેવી શક્યતા નથી ને કોઈ તમારા સગા-વહાલા હોય તેમને બોલાવી લો.

હવે તે સમયે જેઠ મહિનાનો સમય હતો. એક બાજુ વરસાદની સિઝનમાં મારા બાપુજી મારી સાથે દવાખાને હતા અને ચિંતા કરે કે છોકરો બીમાર છે અને સારું થતું નથી. વરસાદના સમયમાં ખેતરમાં વાવણી કોણ કરશે. જો વાવણી નહીં થાય તો વરસ બગડે ને છોકરો દવાખાને છે. હવે શું કરવું ? આવી મનોમન ચિંતા કરતા હતા.

તે સમયે રાત્રો મહારાજે મને દર્શન આપ્યા અને કહ્યું તને ૭૮ વર્ષની આયુષ્ય આપું છું. દવાખાનાથી સારું થશે અને છૂટી આપ્યા પછી ચાર દિવસે વાવણીનો વરસાદ થશે. હવે દર્શન આપી મહરાજ શ્રી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે દર્શન આપ્યા અને આયુષ્ય આપ્યું ત્યારે હું સાવ બેશુદ્ધ હાલતમાં હતો. થોડીવાર પછી ડૉક્ટરે જોયું અને કોશિષ કરી તો સેલાઈનનો બાટલો ચાલુ થયું તેથી ધીમે ધીમે આશા જાગી. ચારેક દિવસે સાવ સારું થઈ ગયું. દવાખાનેથી રજા આપી. અમે ચાવડા ગામ આવવા નીકળ્યા. જામનગર સ્વામિનારાણ મંદિરે ગયા, બપોરનો સમય હતો. હું મંદિરની પ્રદક્ષિણામાં સૂતો હતો. બપોરે ૩ વાગ્યા હશે ને ઠાકોરજી જાગવાની તૈયારી હતી ત્યાં એક સંત (સ્વામિ) પ્રદક્ષીણા ફરતા હતા તેમણે મને જગાડીને પૂછ્યું અહીં કેમ સૂતો છો ? કોણ છો ? ક્યાંથી આવે છે ? આવી હાલત શું છે ? હું બેઠો થઈને સ્વામિને પગે લાગ્યો. જય સ્વામિનારાયણ કહીને બેઠો. સ્વામિ કહે. ગળામાં કંઠી જોઈ તને જગાડ્યો કોઈ સત્સંગીનો છોકરો લાગે છે.

મેં કહ્યું, હા સ્વામી. અમારું ગામ ચાવડા અને સ્વામિનારાયણના સત્સંગી છીએ. સ્વામી બીમાર હતો અને ૧પ દિવસથી દવાખાને હતો. સ્વામી કહે, તારો હાથ બતાવતો. એમને મેં હાથ બતાવ્યો. સ્વામી કહે, તારા માથેથી મોટી ઘાત ગઈ છે ને હજી એ બે ઘાત છે પણ તારી આયુષ્ય ૮૦ વર્ષની જેટલી છે.

ત્યારે મેં કહ્યું કે, સ્વામી તમે ખોટું બોલો છો. તો સ્વામી કહે, કેમ ? મેં કહ્યું, સ્વામી જૂનાગઢવાળા શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજે મને દવાખાને રાત્રો દર્શન આપ્યા ને કહ્યું કે, હું તને ૭૮ વર્ષની આયુષ્ય આપું છું અને હું ભગવાન છું. તો સ્વામી કહે ૭૮/૮૦ બેય એક જ કહેવાય. સારું આરામ કર, હું જાઉં છું. સ્વામી જતા રહ્યા

અને મારા મનમાં મહારાજના દર્શન કરવાની જીજ્ઞાસા જાગી ઊઠી. સાંજે ટ્રેનમાં ચાવડા આવ્યા. મેં મારી બાને બીજે દિવસે બધી વાત કરી ને જૂનાગઢ દર્શન કરવા જવાનું કહ્યું. મારી બા કહે થોડું સારું થાય પછી જાજે ને એમ કરતા ચાર દિવસ થયા ને વરસાદ શરૂ થયો. જોરદાર વાવણીલાયક વરસાદ થયો. આવી રીતે મહારાજે મારી રક્ષા કરી અને ૭૮ વર્ષનું આયુષ્ય આપ્યું.

ત્યાર પછી થોડા દિવસ તબિયત સારી થઇ ને હું અને નારણભગત રાઠોડ ચાવડાવાળા અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજને જમાડવા માટે ભગસના દૂધના પગડા મારી બાએ બનાવી આપ્યા. નારણભગતને તેની બાએ ગાયના દૂધના પગડા બનાવી આપ્યા અને અમે જૂનાગઢ જવા નીકળ્યા. પગડા અને ઘી મહારાજને જમાડવા લઈ ગયા હતા. રસ્તામાં અમે નક્કી કર્યું. આપણે મહારાજને પૂછીશું કે, તમે દર્શન આપ્યાને આયુષ્ય આપ્યું તે ૪ દિવસ પછી વાવણીનો વરસાદ થશે તે સાચું કે કેમ ? આવું રસ્તામાં અમે નક્કી કર્યું.

બીજે દિવસે સવારે અમે જૂનાગઢ પહાગચ્યા નાહીને પૂજા કરી મહારાજના દર્શન કરવા ગયા. મહારાજને દંડવત્ કરી પગી લાગીને પગડા અને ઘી મહારાજને આપ્યા. મહારાજ તમે જમો મહારાજ પગડા જમ્યાને અડધો અડધો પગડો પ્રસાદીનો મને અને નારણભગતને આપ્યો. તે અમે પ્રસાદી જમ્યાને મહારાજ કહે પેલા બેય ડબરા લાવ. બાજુમાંથી નારણભગતે ડબરા આપ્યા. એક ડબરામાં સાકર હતી અમને મહારાજે પ્રસાદીની સાકર આપી. મહારાજ કહે ચોકડીમાં ઊભા રહી ત્યાં સાકર ખાઈને હાથ ધોઈને આવો પછી પાછા મહારાજ પાસે આવ્યા. બીજો ડબરો ખોલ્યો તેમાં સોપારી હતી મહારાજે અમને બંનેને પાંચ પાંચ સોપારી પ્રસાદીની આપી. પછી અમે હેમંતભગતને સાથે લઈ બજારમાં ગયા. ત્યાંથી ગુલાબનો હાર, નારીયેળ અને સાકર લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને હાર પહેરાવ્યો, સાકર, નારીયેળ મહારાજને પ્રસાદી રૂપે ધર્યા અને મહારાજની આરતી ઉતારી દંડવત્ કર્યાં. પૂજા કરી અમે મહારાજની બાજુમાં બેઠા. મહારાજે ચરણ લાંબા કર્યા અમે બેઉ ભક્તો મહારાજની સેવા કરવા લાગ્યા. મહારાજ ઢાળીયા પર કંઈક લખતા હતા. અમને બેઈ એક બીજાને ઇશારો કર્યો કે, તું મહારાજને પૂછ. નારણભગત મને ઇશારો કરે કે તું પૂછ. થોડીવાર આમ ચાલ્યું ત્યાં મહારાજે લખવાનું છોડી અમારી સામે બેઠા અને સામે જોઇને કહે, શું પુછવું છે તમારે ? હું ભગવાન છું, દવાખાને હું જ આવ્યો તો. મેં તને ૭૮ વર્ષનું આયુષ્ય આપ્યું છે. ને તારા બાપાને ઉપાધી થતી હતી કે વાવણી કોણ કરશે ? માટે છૂટી આપ્યા પછી વાવણી- વરસાદ

થશે. આ બધું મેં જ તને કહ્યું હતું અને હું ભગવાન છું તે બીજાને પણ કહેજે. આમ મહારાજ બહુ જ રાજી થયા. ત્યારે મને ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો. આવા દયાળુ ભગવાન મારા પર રાજી પણ થયા અને નિશ્ચય કરાવ્યો અને દવાખાને દર્શન દઈને આયુષ્ય આપ્યું. વાહ પ્રભુ વાહ. તમારી કરુણાનો કોઈ પાર નથી, આવા ભગવાન કરુણાના સાગર છે.

અમે કામ શીખવા પૂના ગયા. પૂના કામ શીખી ને હું ને મનસુખભગત ઈરાક ગયા. નારણભગત દુબઈ ગયા એટલે હું મહારાજને મહિનામાં બે પત્ર લખતો. એક વખત એવું બન્યું કે અમે પ્લાસ્ટર કરતા હતાં ત્યાં ઉપરથી તાબુક પડ્યો ને મારાથી સાઈડમાં થઈ જવાયું અને તાબુક પાટીયા ઉપર પડ્યો ને પાટિયાના બે ટુકડા થઈ ગયા. આમ મને થયું મહારાજે મારી રક્ષા કરી એટલે મેં મહારાજને પત્ર લખ્યો. મહારાજનો વળતો પ્રસાદીનો પત્ર આવ્યો કે અમે તમારી રક્ષા કરી છે, રક્ષામાં બેઠા છીએ અને સરકારી વાંકમાં ન આવવું અને ભજન કરવું એવી મહારાજ દરેક પત્રમાં ભલામણ લખતા.

એક વખત એવું બન્યું કે, અમારી કંપનીમાં હડતાલ હતી અને અમે હડતાલીયા ભેગાં હતાં અને મનસુખભગત મને મળવા આવ્યા. ત્યારે હું ત્યાં ન હોવાથી તે મારી રૂમમાં રોકાયા અને આ બાજું સરકારી ગાડીઓ આવી અને જે હડતાલ વાળા હતા તેને પકડી પકડીને લઈ જતા હતા. ત્યારે મારા બદલે મનસુખભગતને દંડ ન ભોગવવો પડ્યો. મહારાજની કૃપાથી મનસુખભગત બચી ગયા ને હું પણ બચી ગયો. ત્યારે મહારાજની ભલામણ કે સરકારના વાંકમાં ન આવવું. ત્યારે આ વાત સમજાણી. ત્યાર પછી મહારાજનું સ્મરણ કરતાં કરતાં કિર્તનની રચનાઓ થાતી તેમજ ભક્તો પાસેથી જે મહારાજના પરચાઓ સંભળાતા તે તે પરચાઓ હું લખી લેતો.

એક વખત ઇ.સ.૧૯૮૧માં બહેરીનથી હરીલાલ વેલજી ખોલિયાનો પત્ર આવ્યો કે મહારાજની આજ્ઞા છે કે, ફુલવાડીમાં મંદિર બનાવવું છે. માટે પંચવર્ષીય યોજના પ્રમાણે તમે સેવા કરજો એટલે હું મનસુખભગત, પ્રવીણ દામજી કાચા, ચંદુભગત આમ બધાં ભક્તોએ ચાર-પાંચ હજારની સેવા લખાવી. અહીં ઈરાકમાં કામ પૂરું થયું અમે દેશમાં આવ્યા. જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં એક સ્વામી આવ્યા અને મહારાજ માટે ફ્રીજ લેવાનું હતું તો એ ફ્રીજ લેવા ર૦૦૦ની સેવા કરી અને મહારાજ માટે ફ્રીજ લેવાયું. મહારાજ બહુ રાજી થયા. આમ અમે કામ શીખતા ત્યારે મહારાજના દર્શને જતા અને ૧૦૦ રૂપિયાની સેવા અમે માંડ માંડ કરી શકતા અને ૧૦૦ રૂપિયામાં તો મહારાજનો હાર, સાકર, ધોતીયાના સંતોને

રોકડ બે બે રૂપિયા સેવા અને પૂનાથી જૂનાગઢ આવવાનું ભાડું આમ રૂ.૧૦૦ માં માંડ માંડ સેવા થતી.

એક વખત અમારી ભગસ વીયાણી પણ ભગસના દૂધમાંથી માખણ થતું નતું. આમ પત્ર લખ્યો ને મહારાજનો આશીર્વાદ પત્ર આવ્યો અને શ્રીજીરક્ષા મોકલી તેથી ભગસના ખીલે, ગોરીમાં અને ભગસને શ્રીજીરક્ષા બાંધજો. તેથી માખણ ઉતરવા લાગ્યું પછી કોઈ આવતા જતા હોય તો મહારાજ માટે ઘી મોકલતા. આમ મહારાજની ઘણી ઘણી સેવા કરતા હતા.

એક વખત અમે દુબઈ ગયા ત્યાં દ્વારકાના બાબુભગત દાસાલેન્ડમાં હતા ત્યારે પગાર સારા પણ બાબુભગતનું માથું એવું દુઃખે કે ન પૂછો વાત. ત્યારે બાબુભગત કહે, મારે દેશમાં જવું છે. મેં કહ્યું, આટલા સારા પગાર, તમે આવ્યા એને હજુ આઠ-દશ મહિના થયા છે ને દેશમાં કેમ જાવું છે. બાબુભગત કહે, શું કરું મારું માથું એવું દુઃખે છે કે, મારાથી રહેવાતું નથી. આ માથું મટવા માટે મેં પાવાગઢ માતાજીની માનતા કરી પણ માથું મટતું નથી. એટલે મેં કહ્યું, અમારા ગુરુ ભગવાન છે અને તું કુંકાવાવની માનતા કર. એક શ્રીફળને સાકરની માનતા કર. ત્યારે કુંકાવાવની માનતા કરી અને મારા રૂમે આવ્યા ને મહારાજની ગુલાબ પાંખડી પ્રસાદીની મેં આપી અને કલાક પછી માથાનો દુઃખાવો મટી ગયો તે પછી બે ત્રણ વખત મહારાજના દર્શન જૂનાગઢ કરી આવ્યા પછી કુંકાવાવની માનતા પૂરી કરી અને આજે મહારાજના શિષ્ય થયા ને ભગવું કપડું પહેરે છે, મહારાજને ભજે છે અને તેનું કુટુંબ પણ મહારાજને ભજે છે. ફુલવાડીમાં મહિનો મહિનો સેવા કરે છે. તેમજ જ્યારે જ્યારે ફુલવાડીથી ફોન જાય તરત જ વળતી ગાડીમાં ફુલવાડી આવી જાય. સમૈયામાં રસોડામાં ખૂબ ખૂબ સેવા કરે છે. બગીચામાં સેવા કરે છે અને તેનું ઘરમંડળ પણ ફુલવાડીમાં સેવા કરવા આવે છે.

મંે ઈરાકમાં મહારાજના ઘણા કિર્તનો બનાવ્યા અને ઘણાં પરચાઓ લખ્યા. એ ઈરાકથી આવી રાજકોટમાં રામલાલ ટપુલાલને આપી અને કહ્યું કે, આ પરચા કિર્તનની બુક છપાવવી છે. તમે છપાવી રાખજો. ખર્ચ અમે આપીશું. ત્યાર પછી અમે દુબઈ ગયા અને ત્યારે આ બુક છપાવવા બે-ત્રણ જણાએ છ-સાત હજારનો ખર્ચ થયો તે આપીને બુક છપાવી. હવે આ બુક ઘણાં ભક્તો પાસે પહાગચી અને ત્યાંથી વડતાલના આચાર્ય પાસે ગઈ અને ફરિયાદ થઈ કે ઘણાં લોકો શાસ્ત્રીજી શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ભગવાન કહે છે. પછી વડતાલથી મહારાજને પત્ર ગયો. એટલે મેં મહારાજને પત્ર લખ્યો. મહારાજ

વડતાલના સમાચાર મળ્યા છે ને તમે કહો તો હું ત્યાં દેશમાં આવું અને જ્યાં આપ કહો કે વડતાલવાળા કહે ત્યાં હું જુબાની આપું કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે મને આ બુક છપાવવાનું કીધેલ નથી. પણ મેં મારી જાતે મને એવું આત્મામાં ઉગ્યું અને જણાયું તેવું મેં જાતે લખ્યું છે અને છપાવ્યું છે. આપ જેમ કહો તેમ હું કરું. પછી મહારાજનો પત્ર આવ્યો. મહારાજ કહે, તમે જણાવો છો તે પ્રમાણે કંઈ કરવાનું થતું નથી. આ બનાવ બન્યા બાદ મહારાજના પત્રો મારા પર ઓછા આવતા. તેથી મને મહારાજ ઉદાસ થયા હોય એમ જણાતું હતું. આમ આપણે પોતાની મતીથી કોઈ એવું કાર્ય કરીએ અને તે કાર્યથી જો સત્સંગને હાની થાય કે કોઈ જીવનું ભૂંડું થાય તેવું કાર્ય કરવાથી ભગવાન કુરાજી થાય છે. મહારાજને ઉદાસ થવાના બીજા પણ ઘણાં કારણો હોય છે પણ ભગવાન દયાળું અને કૃપાળુ છે. તેથી ભક્તોને ક્ષમા પણ કરે છે.

વિદેશથી અમે દેશમાં આવ્યા ત્યારે મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા. ચરણસેવા કરતા હતા ત્યારે મહારાજને કહ્યું, મહારાજ આ અમારી ભૂલ થકી આપ ઉદાસ થયા. અમારી ભૂલને ક્ષમા કરશો. આમ કહ્યું ત્યાં મહારાજ કહે, જે થવાનું હતું તે થયું પણ તે સંપ્રદાયમાં મને ભગવાન તો જાહેર કર્યો ને. આમ ભગવાને પોતાનો રાજીપો બતાવ્યો અને ભૂલ ન ગણીને સેવાનો અવસર આપ્યો.

એક વખત અમે દુબઈમાં હતા ત્યારે ફુલવાડી, કુંકાવાવ, જન્મસ્થળ માટે દેશમાં રૂ.૧,પ૧,૦૦૦/- મોકલવાના હતા ત્યારે બધો હિસાબ કરી રૂપિયા કબાટમાં મૂક્યા અને રૂપિયા ભરવા હુંડી કરવા ગયા. ત્યારે ખબર પડી કે રૂપિયા ઓછા થયા છે. ત્યારે હુંડી તો પૂરી મોકલી અને મહારાજને પત્ર લખ્યો. મહારાજે વળતા પત્રમાં જવાબ લખ્યો કે, તમે ગણીને લીધા ને કબાટમાં મૂક્યા તો તમારે પૂરા હિસાબે ભરી દેવા અને સારાવાના થશે. ત્યારબાદ મોટી ઈદની સભામાં જે બે હજાર દિરહામની ભૂલ થઈ હતી તે અમુક ભક્તોની સેવા બાકી હતી તે આ ઈદની સભામાં જમા કરાવી એટલે તે રર૦૦ દિરહામનો હિસાબ થયો અને ર૦૦ દિરહામ તે ગલ્લામાં નાખ્યા.

એક વખત અમે દ્વારકા, ફુલવાડી, કુંકાવાવ દર્શન કરી સૂરત મોટા ભાઈના ઘેર પહાગચ્યાં ત્યાં એક જાંબુનું ઝાડ અને આ ઝાડ ઉપર હાઈવોલ્ટેજ ઈલેક્ટ્રિક લાઈન પસાર થાય. હવે બન્યું એવું કે મારો બાબો ચેતન જાંબુડા ઉતારવા ૧ર એમએમનો સળિયો લઈ જાંબુ ઉતારતો હતો ત્યાં આ સળિયો હાઈવોલ્ટેજ લાઈને અડકી ગયો. હવે આ સળિયો

અડધેથી બળી ગયો અને સળિયાના ત્રણ કટકા થયાં. આવા ધડાકાનો અવાજ સાંભળી બધા બહાર દોડી આવ્યા. શું થયું ? શું થયું ? આમ ખબર પડી કે ચેતન જાંબુ ઉતારવા ગયો એમાં આ લાઈનને સળિયો અડકી ગયો. ત્યારે મોટાભાઈ કહે, જુઓ ચેતનને કાંઈ થયું તો નથી ને ? જ્યારે ચેતનને જોયો તો તેનાં શરીરને કોઈ નુકશાન નહીં. ત્યારે અમે વિચાર કર્યો કે મહારાજે વિદેશમાં સિદ્ધેશ્વર મહાદેવની સેવા કરાવીને કહ્યું હતું કે આ સેવા તમારે ર૮ જણાંએ કરવાની છે ને મધુભગત બાબરીયા રહી ન જાય. આમ ભલામણ લખી અને કહ્યું. તમારી રક્ષા કાજે આ સેવા કરવાની છે. ત્યારે આજ આ વાત સમજાઈ કે આ છોકરાની રક્ષા થઇ તેમજ વિદેશમાં તાબુક પડ્યું તેમાં મને બચાવ્યો અને સિદ્ધેશ્વર મહાદેવની સેવામાં ર૮ જણા ભેગા થઈ ર૮,૦ર૮ની સેવા શરણાગતિ મંડળની રક્ષા કાજે હંમેશા જૂનાગઢ મંદિરમાં મહારાજની ઈચ્છાથી સિદ્ધેશ્વર મહાદેવની મહાપૂજા થાય છે.

એક વખત દુબઈમાં સંકલ્પ થયો કે, મહારાજને વાઘા પહેરાવીને ફોટા પાડવા છે ત્યારે કાનજીબાપા દેશમાં આવતા હતા ત્યારે સારું કપડું બજારમાંથી લઈ આવી હેમંતભગતને આપ્યું. હેમંતભગતે વાઘા શીવડાવીને તૈયાર રાખ્યા તો ભક્તો જે જાય તે આ વાઘા પહેરાવીને ફોટાઓ પાડે ત્યારે મને વિચાર આવ્યો કે સાથે મુગટ હોય તો સારું લાગે. ત્યારે ચંદુભગતે મુગટ છાપી દીધો અને તેમના ઘરનાએ મુગટ બનાવી આપ્યો અને મુગટ લઈ જૂનાગઢ મહારાજને વાઘા-મુગટ પહેરાવી ફોટાઓ પાડ્યા. મહારાજ બહું જ રાજી થયા. આમ પ્રગટ ભગવાન શ્રીહરિ શરણાગતિ મંડળનું ધ્યાન રાખે છે, સંકટ હરે છે અને ભક્તો પણ એટલો જ ઉત્સાહ ધરાવે છે, સેવાઓ કરે છે.

એક વખત ઈરાકમાં મનસુખભગત અને અમારી સાઇટ વચ્ચે ૬૦૦-૭૦૦ કિ.મી.નું અંતર ત્યારે મનસુખભગતના કેમ્પમાં આગ લાગી. ત્યારે અમે ઘણાં સમયથી મળ્યા ન હતા તેથી મળવા ગયા. ત્યારે મનસુખભગત બહાર ખાટલો ઢાળીને સૂતા હતા. મેં કહ્યું, આમ કેમ ? ત્યારે ભગતે માંડીને વાત કરી કે, અહીં આગ લાગી અને આખો કેમ્પ બળી ગયો. ત્યારે અહીં આ જગ્યાએ મારી રૂમ હતી અને એ રાખમાંથી આ મહારાજની મૂર્તિ જે અભિનંદન ગ્રંથના પ્રથમ પાને શાસ્ત્ર વાંચતા મહારાજની મૂર્તિ હતી એ બચી છે. આખે આખો અભિનંદન ગ્રંથ બળી ગયો ને આ મૂર્તિ એક જ બચી ત્યારે મહારાજને રૂબરૂ પૂછ્યું એટલે મહારાજ કહે, તને મારામાં એટલું હેત છે ને એટલે એ મૂર્તિ બચી ગઈ. આમ મહારાજના અલૌકીક દર્શન-પરચા અપાર છે, તેનો પાર આવે તેમ નથી.

એક વખત મહારાજની આજ્ઞાથી મંડળે ૧૮ લાલજી મહારાજની મૂર્તિ બનાવી હતી ત્યારે એક મૂર્તિ દરબારભગતને આપવાની હતી. બે-ત્રણવાર સમાચાર મોકલ્યા છતાં લેવા ન આવ્યા ત્યારે ભગવાનજીભગત કહે, દેવરાજભગતના ઘરે એક લાલજી મહારાજની મૂર્તિ છે ને તે જયંતિભગત તમે લઈ લ્યો. ત્યારે રૂ.રપ૦ કિંમત હતી. જયંતિભગત કહે, એટલા રૂપિયા મારી પાસે નથી. ભગવાનજીભગત કહે, અડધા હું આપું છું ને અર્ધા તું ગોઠવ અને મૂર્તિ લઈ જા. આમ મૂર્તિ લેવાનું નક્કી કર્યું અને શ્રાવણ પછી દેશમાં ગયા. ત્યારે આ લાલજી મહારાજની મૂર્તિને જૂનાગઢ લઈ જઈ હાર પહેરાવ્યો, વાઘા પહેરાવ્યા ને મહારાજે આરતી ઉતારી અને લાલજી મહારાજને કહ્યું, આ ભગતની સંભાળ રાખજો. આમ મહારાજ ભક્તોની રક્ષા કાજે લાલજી મહારાજને આજ્ઞા કરતા.

એક વખત અમે ઈરાક હતા ત્યાં કંપની અને વર્કરોની માથાકૂટ થઈ ત્યારે કંપની ન પગાર આપે અને ન દેશમાં મોકલે. ત્રણ મહિના દુઃખી થયા ત્યારે દેશમાં જયંતિભગત, પ્રવીણભગત, ચંદુભગતની જનેતાઓએ માનતા કરી અમારા છોકરા જલ્દી આવી જાય તો અમે દર્શન કરવા આવશું. એમ માતાજીના આશીર્વાદથી અમે દેશમાં આવ્યા. પછી દુબઈ જવાનું થયું દાસાલેન્ડમાં ત્યારે અમે છૂટી કાપીને દર્શન કરવા ગયા ત્યારે મહારાજે અમારી માતાઓને કહ્યું કે, હવે આ વખતે રોવરાવ્યા નથી ને, ત્યારે માતાજીઓ કહે, ના મહારાજ આ વખતે તો ઘણું સારું છે. ત્યારે મહારાજ રમુજમાં બોલ્યા કે, તો તો હવેથી મારો અર્ધો ભાગ થાય. ત્યારે ભક્તોએ સમજીને અલગથી મહારાજની ૧૦૦૦ રૂ.ની સેવા કરી.

આમ જયંતિલાલ હંસરાજ રાઠોડ ભગતે મહારાજને ઓળખ્યા પછી મહારાજને બધા ઓળખે મહારાજના શરણે આવે અને સૌ સુખિયા થાય તેવા પ્રયત્નો કર્યા છે તથા મહારાજને રાજી કરવા કુંકાવાવ ફુલવાડીમાં ઘણી ઘણી સેવા કરી ભગવાનને રાજી કર્યાં છે. હિતેચ્છુ ભક્તોને મહારાજ સુધી તેડી ગયા છે. સેવા કરાવી તેમને મહારાજનો રાજીપો અપાવવા મહેનત કરી છે તથા કુંકાવાવમાં બ્રહ્મપેલેસમાં ખાતમુહૂર્તથી લઈને મૂર્તિ પ્રતિષ્ઠા સુધી જ્યાં જેવી જરૂર પડી તે પ્રમાણે તન-મન-ધનથી ખૂબ સેવા કરી મહારાજનો અખૂટ રાજીપો મેળવ્યો છે. મહારાજે સૌ પ્રથમ કુંકાવાવ ધામે પોતાના બ્રહ્મપેલેસ મંદિર માટે જે ભક્તોને કટિબદ્ધ રહેવા માટેનો પ્રસાદીપત્ર લખીને જયંતિભગતને આપીને કુંકાવાવ મંદિર માટેની જગ્યા જોવા માટે હયાતીમાં જ મોકલ્યા હતા અને કહ્યું હતું કે, પૂર્વમાં વધારે ઉત્તમ રહેશે પછી સમય જતાં મહારાજની ઈચ્છા પ્રમાણે બ્રહ્મપેલેસ મંદિરનું ખાતમુહૂર્ત થયું અને

મહારાજની આજ્ઞા પ્રમાણે સમસ્ત શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ કટિબદ્ધ રહી આ કલ્યાણકારી કાર્ય સાથે મળી પાર પાડ્યું.

સાચા સૂરા રે જે, જેના ઘા વેરી વખાણે. આમ જે જે ભક્તોના જે જે પૂર્વના સંકલ્પ અને હાલના સંકલ્પ તેમાં જે જે સ્થિર બુદ્ધિ રાખીને સેવા કરતા જાય છે અને પોતાની ફરજ અને ધર્મ સમજીને સેવા કરે છે અને ભગવાનનું આપેલું ભગવાનને આપે છે અને પ્રસાદી ગ્રહણ કરે છે તેના ઉપર ભગવાન અતિશય રાજી થાય છે. આવા રાજીપાના પત્રો ઘણાં આ શરણાગતિ મંડળમાં છે.

હંસરાજભગત પ્રગટ શ્રીહરિના દિક્ષીત, મંત્ર શરણાગતિ પામેલા સહપરીવાર પ્રગટ શ્રીહરિનું ભજન કરનારા વહાલા ભક્તો છે. મહારાજ ચાવડા પધાર્યા. ઘેર ઘેર પધરામણીઓ કરીને ભક્તોને રાજી કર્યાં. મહારાજના ભક્તો ગરીબડા, સ્થિતિ નબળી, પરંતુ સમજણે પાકા, સર્વોપરિ ઉપાસના, ભક્તિમાં પાકા, પ્રગટનો નિશ્ચય પાકો તેથી મહારાજને હંસરાજ ભગત કહેતા, મહારાજ અમે રહ્યા ખેડું, અમારા કપડાંય જાડા, બુદ્ધિયે જાડી, ખાવાનુંયે જાડું, કાચું-પાકું પણ તમારો નિશ્ચય પાકો. તમને ધર્યા વગર ખાઈએ નહીં તમને સંભારીને ખાઈએ પીએ, કામકાજ કરીએ બસ આટલું જ આવડે છે. નિયમ, નિશ્ચય અને પક્ષ ભગવાન અને સંતપુરુષોનો છે. મહારાજ કહે, આમાં જ બધું જ્ઞાન સમાઈ જાય છે. જ્ઞાને કરીને કરવાનું એ જ છે જે તમો કરો છો. માટે બધું છોડીને મારું ભજન કરજો. ખોટા ડોળમાં પડશો નહીં. તમે અમોને સંભારો છો, ભેળા રાખો છો માટે અમે પણ ભેગા જ છીએ.

કુંકાવાવના પાદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાવડા-વંથલીના ભક્તો હાજર હતા. ધામધૂમે સમૈયો કર્યો હતો. મહારાજે રાજી થઈને ભક્તોને માટે બાજુના પડખાનો દેશ અરબસ્તાન ખોળી કાઢ્યો. કામકાજ થાય, છોકરાવ અને પરિવારનું ભરણપોષણ થાય અને ભગવાનની સેવા પણ થાય.

આ પ્રગટ શ્રીહરિએ નિજ ભક્તોને સુખીયા કરવા માટે સત્ય સંકલ્પ કર્યો મારે મારા ભક્તોને સુખી કરવા છે. રૂપિયાવાળા કરવા છે. મારી સેવા કરીને તેઓને ધામના અધિકારી કરવા છે. માટે સેવા ભક્તિ તે આ બંને ઉપર પત્ર લખી કહ્યું કે, કળિયુગમાં ભક્તોને માટે સતયુગ છે. સમય પ્રમાણે વરતવાના ધર્મોમાં ફેરફાર થાય. પરંતુ સેવા ભક્તિ તેમાં કોઈ ફેર જ ન પડે. તે તો અનાદિના છે.

મહારાજે ભક્તોને આશીર્વાદ આપી પછી વિદેશ મોકલ્યા છે. કામકાજ કરતા દેશમાં મોટા મોટા ઠેકેદારો થયા છે. પ્રભુજીની ખૂબ ખૂબ સેવાઓ કરે છે અને મહારાજ રાજી થાય છે. જયંતિભગત, મગનભગત, ઘનશ્યામભગત નાની વયે યુવાનીમાં ખૂબ કામકાજ કરતા પ્રગટ શ્રીહરિની સેવાઓ ફુલવાડીની સેવાઓ કર્યા જ કરતા. આવા જયંતિભગત, મગનભગતને મહારાજે વિદેશ મોકલ્યા છે. સારી કંપનીમાં રહી આ ચાવડાના રાઠોડ બ્રધર્સ જયંતિભગત, મગનભગત આદિક વિદેશમાં શ્રીહરિની આજ્ઞાથી જઈ ખૂબ ખૂબ કમાયા અને ખૂબ સેવા કરીને પ્રગટ શ્રીહરિના રાજીપાના અમીના ઓડકાર ખાધા છે.

મગનભગત, ઘનશ્યામભગત તેમજ જયંતિભગત આ ત્રણેય ભાઇઓને મહારાજે સ્વયં કંઠી બાંધી દિક્ષામંત્ર આપ્યા છે. તેમજ આ ત્રણેય ભાઈઓ મળી ફુલવાડીમાં મંદિર માટે, જૂનાગઢ, કુંકાવાવ ધામ બ્રહ્મપેલેસ મંદિર માટે પ્રગટ શ્રીહરિની અને મંદિરોની ખૂબ મોટી મોટી સેવાઓ કરી છે અને આજ પર્યંત તેઓ સદાય સેવા ભક્તિમાં જ નિર્મગ્ન રહેનારા સેવા વડે પ્રભુ તમો રાજી રહેજો એજ જેના જીવનનું ધ્યેય છે. ફુલવાડી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ચાવડા, મુંબઈ, પુના, સૂરત આદિક સ્થળોએ ઉત્સવ થતા તેમાં આ ચાવડાના ભક્તો સાથે રહી સેવાનો લાભ લઇ મહારાજને વિશેષ રાજી કરે છે. આ રીતે વર્તમાન સ્થિતિથી અંત સુધી પ્રભુમય જીવન જીવનાર ભક્તોને ધન્ય છે.