અનાદિ મુક્તરાજ કાંતિલાલભગત નાનજીભગત મનાણી
જામવંથલી
એક વખત કાંતિભાઈ પોતાની બેનની વાડીએ ગયા હતા અને વાડીએ ઝાડ નીચે બેઠા બેઠા જમીનમાં ફુલ ચિતરવા લાગ્યા તેવામાં અચાનક જ તેજ રત્નાગર વાડીમાં બે ચુડેલ રહેતી હતી. તે નીકળી અને આ ફુલ જોઈને ચુડેલને તેને દિકરો કરવાની ઈચ્છા થઈ તેથી કાંતિભાઈના દેહમાં પ્રવેશ કર્યો અને ઘણા સમય સુધી તે શરીરમાં વાસ કરીને રહી અને પછી એક વખત મગફળી સરખી કરતા હતાં. તેવામાં કાંતિભાઈના શરીરમાં ચુડેલ ધૂણવા માંડી અને તોફાન કરવા લાગી પછી ઘેર આવ્યા અને હનુમાનજીના પાઠ બોલ્યા ત્યાં સુધી શાંત રહી પછી હનુમાનજીના ભુવાના સરમાથી ચાલ્યા ગયા એટલે ચુડેલ ફરી ઊભી થઈને ભુવાને કહ્યું કે, ઊભો રહે ભુવો છો કે કોણ. એમ કહી લાકડી લઈને પાછળ દોડી પછી ચુડેલે કહ્યું, હું કોઈથી નીકળું તેમ નથી અને હું બ્રાહ્મણી છું અને વાંજણી છઉં જેથી મારે આને દિકરો કરવો છે. ભલે આ લુલો કે લંગડો હોય મારે તો દિકરાનું કામ છે. આને હું ૩ર દિવસમાં લઈ જઈશ અને કોઈનાથી હું નીકળવાની નથી. વધારે કાંઈ કરશો તો હમણાં બધું સળગાવી દઈશ અને મારા બધા ભુતને બોલાવીશ.
પછી નાનજીભાઈએ વિચાર કર્યો કે, હવે તો જૂનાગઢ મહારાજ પાસે જઇએ તો જ આ નીકળશે. પરંતુ સાથે કોઈને લઈ જવા એકલા જવાય નહીં. પછી નાનજીભાઈ હિરજીભાઈ પાસે આવ્યા અને કહ્યું કે, છોકરાને ચુડેલ વળગેલ છે તેથી તોફાન બહુ જ કરે છે. પછી સાંજે અમે જૂનાગઢ ગયા ત્યાં પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી બિરાજમાન હતા. તેમને હિરજીભાઈએ કહ્યું કે, લપ સાથે આવેલા છીએ. એટલે પ્રગટ ભગવાને કહ્યું કે, એને લઈ આવો અંદર. પછી કાંતિભાઈને રૂમમાં સુવડાવી અને પાણીની અંજલી છાંટીને શરીર ઉપર બે વખત પ્રભુ ચાલ્યા તો ચુડેલે કહ્યું કે બળું છું, બળંું છું એટલે પ્રભુએ કહ્યું, એકલી કેમ આવી છો ? બીજી ક્યાં ગઈ ? તો ચુડેલે કહ્યું, અમારે ઝઘડો થયો જેથી તે નોખી પડી ગઈ છે અને હું એકલી આવી છઉં. આવી રીતે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે કાંતિભાઈને ચુડેલ કાઢી રક્ષા કરી સુખી કર્યા.