અનાદિ મુક્તરાજ કાનજીભગત ગંગદાસભગત કડિયા
જામવંથલી
જામવંથલી ગામના ભક્ત કાના કુરા નાનપણથી ધંધાર્થે જામનગર રહેતા. સુથારીકામ ખાસ કરીને ઘર વપરાશના ખાટલાના પાયા, પાટલા, બારી-બારણાં ફિટિંગ, બળતણ માટે લાકડા ફાડી દેવા જેવું પરચુરણ કામ ગામમાં ખભે હથિયારની થેલી લઈ ‘સુતારીકામ'ની બૂમ પાડતા ઘણા વર્ષ કામ કર્યું. બપોરના સમયે સ્વામિનારાયણ મંદિરમાં ઠામ-વાસણ ઉટકવાની સેવા, ત્યાં જ ભોજન, મજૂરીના પૈસા મળે તેનો હિસાબ મહારાજને કહે. મહારાજ તે પૈસાની બચત કરાવતા કરાવતા સોનાની લગડીઓ લેવડાવી, ઘરેણાં ઘડાવડાવી આપે. આમ કુરજીભાઈને માલામાલ કરી સુખીયા કરેલ. આવી ઘણી વાતો અહીં અમારા ગામના ભક્તોને જણાવતા.
જામવંથલીના સુથા૨ કાનજી કુ૨જીના માતુશ્રીને આંખે દેખાતું નહીં અને વૃધ્ધ અવસ્થા હતી. તે સમયે તેમને પા૨ેવળાની જેમ મુખમાંથી અવાજ શરૂ થઈ ગયો હતો. ચોવીસ કલાક ઘુ.. ઘુ.. ઘુ.. અવાજ બધા સાંભળે તેમ જો૨શો૨થી બોલતા હતા. તેથી તેમના પુત્રોને અત્યંત ચિંતા થવા લાગી હતી. તેમને પ્રથમ તો દવાખાને સા૨વા૨ ક૨ાવી પણ કાંઈ ફ૨ક નો પડયો પછી મહા૨ાજને જામનગ૨ મંદિ૨માં જ કાનજીભાઈએ પ્રાર્થના ક૨ી કે, હે મહા૨ાજ આ પ્રમાણે તકલીફ છે ત્યા૨ે મહા૨ાજ કહે, બા૨ે કયાંય સારૂં જોતા હોય ને વાતમાં જાણતા હોય તેની પાસે લઈ જાવ. આમ વાત સાંભળીને તેઓ ચા૨ે ત૨ફ ઈલમી, બાવા વગે૨ે સ્થાનક લઈ ગયા પણ ફ૨ક ન પડયો.
છેવટે કંટાળીને મહા૨ાજ પાસે આવે ને વળી મહા૨ાજ નવી નવી જગ્યા બતાવે ને આ ભગત ત્યાં લઈ જાય એમ ક૨તાં ક૨તાં ખુબ થાકયા પછી એક દિવસ મહા૨ાજે તેમને કહ્યું, કુ૨જી આ લાકડાં બળતણ સળગાવવા માટે આવ્યા છે માટે તેને ફાડી આપો. ત્યા૨ે કુ૨જીભાઈએ તો સાંજે બાવળના લાકડાં સખત મહેનત ક૨ીને ફાડી નાખ્યા તે જોઈને મહા૨ાજ અતિ ૨ાજી થયા ત્યા૨ે કુ૨જીભાઈ કહે, મહા૨ાજ હવે તો અમે જગ્યાઓ ફે૨વી ફે૨વી ને થાકયા છીએ તમે તો સમર્થ છો અને હવે અમા૨ે બીજે ક્યાંય નથી જાવું તમા૨ે દયા ક૨ીને મટાડવું હોય તો મટાડો. ત્યા૨ે મહા૨ાજ ૨ાજી થઈને આશીર્વાદ આપીને વાંસામાં થાપો મા૨ીને બોલ્યા કે, જે હવે તું સમજ્યો, માટે જા તા૨ા માતાજીને સાવ સારું
ક૨ી દેશું. કાલ સવા૨ે તમે વહેલા પૂજાના સમયે મા૨ી પાસે ઉપ૨ ઓ૨ડીએ આવજો. પછી સવા૨ે હથેળીમાં બધું દેખના૨ા સર્વેના પ્રાણ આધા૨ અંતર્યામી પ્રભુજીએ પ્રસાદી જળ આપીને ડોશીમાંને પીવ૨ાવવાનું કહ્યું અને બીજી વિધી બતાવી તે પ્રમાણે કુ૨જીના માતાજીનો અવાજ બંથ થઈ ગયો અને પહેલા હતા તેવા જ સાજાસા૨ા થઈ ગયા.
કાળક્રમે જામનગરથી મહારાજને જૂનાગઢ મુકામે રહેવાનું થયું. પછીના થોડાં વરસ પછી કુરજીભાઈ અને તેમના ઘરેથી ઉજીબેન જામવંથલી રહેવા આવ્યા. અહીં પણ મોટી ઉંમરે ગામમાં સુતારીકામ થોડું-ઝાઝું કરી ભજન સ્મરણ કરતા.
આશરે ૮પની ઉંમર થઈ કુરજીભાઈને તાવ અને ઝાડા વારંવાર જવાનું થયું. ચોમાસાની ઋતુમાં ઉપર મુજબ ઉપાધીમાં રાતના એકાએક મહારાજ અને જામનગરના ઘનશ્યામ મહારાજે કુરજીભાઈને દર્શન આપ્યા અને કહ્યું ઃ ‘કુરા' (વહાલમાં ટુંકાક્ષરી નામથી સંબોધન કર્યું) હાલ તને ધામમાં તેડી જવા અમો આવ્યા છીએ. ત્યારે કુરજીભાઈએ જવાબ આપ્યો કે- ‘મારે હજુ બે-ચાર કામ બાકી છે, જેવા કે ફુલવાડી મંદિરના કળશ ચડ્યા નથી તે જોવું છે. લોજ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ તે જોવું છે... આ બધું મારે જોવું છે માટે મારે ધામમાં નથી આવવું. તમે પાછા જાઓ હું નહીં આવું, હું કુરો જોડો-જડ છું, હું કોઈનું માનતો નથી ! પછી મહારાજે કહ્યું, તો કુરા સાંભળ, તને પાંચ વર્ષ રાખી દઈએ છીએ. પાંચ વર્ષ પછી તેડી જઈશું અને સવારે ઉઠીને ખીર (દૂધ-ચોખાની ખીર) પીજે એટલે આ તારું દુઃખ મટી જશે. એમ કહી અદૃશ્ય થઈ ગયા.
સવાર પડવાની રાહ જોતા સમય જાય નહીં. સવારને હજી વાર હતી. કુરજીભાઈ ઉજીબેનને વારંવાર કહે - ગામમાંથી દૂધ લઈ આવ મને ખીર બનાવી દે. સૂર્ય ઊગ્યા પહેલા વહેલા ઉજીબેન તેમના ભાઈ ગામમાં રહેતા હતા તેમની ઘરે દૂધ લેવા ગયા અને ખીર બનાવવાની વાત કરી. યોગ્ય સમયે ગાયનું દૂધ લઈ ઉજીબેન ઘેર આવી કુરજીભાઈ માટે ખીર બનાવી. કાંસાની મોટી થાળી ભરાય એટલી ખીર કુરજીભાઈએ ખાધી અને સાજા નરવા થઈ ગયા.
આ બનાવ બન્યા પછી દિવાળી પર મંદિરમાં થોડા નિવૃત્ત ભક્તો બેઠાં હતાં. વાતમાંથી વાત નીકળતા કુરજીભાઈએ પોતાના મંદવાડની અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં લઈ જવા આવેલ તે બનાવ અંગે વાત કરી.
સમયને જતાં શું વાર લાગે. કાળક્રમે ઉપરોક્ત વાતના અનુસંધાને કુરજીભાઈને પગથી ચાલવામાં તકલીફ પડવા માંડી. ડગુમગુ ચાલી શકે, મંદિર પુરતા આવે. ગામમાં સુતારીકામ બંધ. બે દિવસ કુરજીભાઈ મંદિરે આવી શક્યા નહીં. ફળિયામાં ખાટલામાં ઉઘાડા શરીરે કુરજીભાઈ બેઠા હતા. ખમીસ પહેરવા પ્રયત્ન કરે પણ હાથ કામ કરે નહીં એટલી અશક્તિ. નાનજી લક્ષ્મણ કાચા તેમની ખબર કાઢવા ઘરે આવ્યા તો તેમને કહે, ‘હવે ધામમાં જાવું તો પડશે'. તેમણે ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે એવી આશ્વાસનભરી વાત કરી પાંચ-દસ મિનિટ બેસી રજા લીધી.
તેના પછીના દિવસે રાત્રીના ત્રણ વાગ્યે કુરજીભાઈનો જીવ બ્રહ્મરંધ્રમાંથી નીકળી મહારાજના પરમધામમાં ગયો. શિયાળાનો સમય અને પ્રથમના મંદવાડ પછી પોણા પાંચ વરસ મૃત્યુ પાછું ઠેલી પરમધામવાસી થયા.
રાતના સમયે તેઓ અને પત્ની બે જ વ્યક્તિ ઘરમાં હતા અને આમ થયું. ઉજીબેન બેબાકળા વિહ્વળ થતાં તુરત જ ઘર બહાર નીકળી રડતા રડતા, મોટે અવાજે બોલતા પોતાના ભાઈ દામજીભાઈને ઘેર જઈ વાત કરી. ભજન-સ્મરણ કરતાં કરતાં પછીની યોગ્ય વિધિ-વિધાન કરી કુરજીભાઈની અંતિમક્રિયા થઈ.
આ બનાવમાં મહારાજના અનન્ય શિષ્ય કુરજીબાપાનું આત્મબળ, આત્મનિષ્ઠા અને શરણાગતપણું જોઈ, સાંભળી ગામમાં સર્વને આશ્ચર્ય થયું. પણ મહારાજે એના પ્રિય, શિષ્યની રક્ષા કરી અંતકાળે પોતાના પરમધામમાં પણ તેડી ગયા.