પ.પૂ.આચાર્ય શ્રી સ્વરૂપાચાર્યજી મહારાજ – માધવજીબાપા
મોટી કુંકાવાવ - હાલ - અગરવાડા (મહારાષ્ટ્ર)
પ્રગટ ભગવાન સાક્ષાત અવતારોના અવતારી ધામાધિપતિ શ્રી ૧૦૦૮ પરમધામના અધિપતિ શ્રી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાક્ષાત અવતારી પ્રસન્ન થઈ ે કુમકુમવાપીમાં પિતા ગોપાલદેવ અને માતુશ્રી કંભરાલક્ષ્મીની ભક્તિને વશ થઈ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. સાક્ષાત શંખ, ચક્ર, ગદા, પદ્મ-રૂપ ધારણ કરી, કિશોર રૂપનું પ્રાગટ્ય દર્શન દઈને, પરમધામાધિપતિ અખિલ બ્રહ્માંડના અધિપતિ પ્રસન્ન થઈને બોલ્યા કે, ‘હે મુક્તરાજ અમો તમારી ભક્તિ જોઈને પ્રસન્ન થયા છીએ. તમારી જે ઈચ્છા હોય તે માગો.' મા કંભરાલક્ષ્મી નારાયણી બોલ્યા કે, ‘તમારા જેવા સુંદર પ્રભુને ગોદમાં રમાડવાની મારી ઈચ્છા છે, મને આ લહાવો મળે એવી મારી અંતરની આત્માની ઈચ્છા છે.' પ્રભુ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલ્યા, ‘તથાસ્તુ. અમો સંવત ૧૯૬૧ના આસો વદી અષ્ટમીના રોજ તમારી કુખેથી પ્રગટ થઈશું.' આમ કહી પ્રભુ અદૃશ્ય થયા. પ્રભુનું પ્રાગટ્ય આસો વદી અષ્ટમી શનિવારના રોજ આકાશમાં શુભ દિવસે, તમામ શુભ ગ્રહોના સમયે કુમકુમવાપીમાં પિતા ગોપાળકૃષ્ણ અને માતા કંભરાલક્ષ્મીની કુખે દેવાણી કુળમાં પરમધામાધિપતિ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સ્વયં પ્રગટ થયા. આવા પ્રભુને અમે શરણાગત ભક્તો કેમ માનીએ છીએ ? તેમાં કંઈક રહસ્ય તો હોવું જોઈએ ને. કોઈ સંત માને છે, કોઈ ગુરુ માને છે, કોઈ મોટા પુરુષ માને છે, કોઈ ખૂબ જ ભણેલા મોટા વિદ્વાન માને છે. એ તો દુનિયા છે. સૌ કોઈના વિચારોને કોઈ પણ નથી પહાગચી શકતા. શ્રીકૃષ્ણ પ્રભુ મથુરામાં જન્મ્યા અને ગોકુળમાં મોટા થયા. પ્રભુ શ્રીરામ અયોધ્યામાં જન્મ્યા. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી છપૈયામાં જન્મ્યા. તમામ જન્મ પ્રભુના થયા પણ સારી દુનિયાએ એકાએક તો પ્રભુ નથી જ કીધા. સૌ કોઈએ પોતાની સમજણ પ્રમાણે વરતાવ કર્યો. પરંતુ તેમના કાર્યો, ચમત્કાર, લીલાને જોયા પછી જેવું જેને સમજાયું તેમ સૌએ એ ભગવાનને જાણી શરણાગતિ સ્વીકારી સેવા ભકિત કરી પોતાના જીવાત્માનું કલ્યાણ કર્યું.
અમે શરણાગતિ ભક્તો મુક્તોએ પ્રભુ શ્રી અનાદિ કૃષ્ણનારાયણના ગુણ ગ્રહણ કર્યા. એમના પરિચયમાં આવીને રાત-દિવસ એમના સંપર્કમાં રહીને, એમના વચનમાં રહીને આજ્ઞા પાલન કર્યું. જેને જેટલું સમજાયું એટલું ગ્રહણ કર્યું. એમના વાણી વચનમાં દૃઢ રહેનારને, આજ્ઞામાં રહેનારને જેટલા જેટલા પ્રસંગ બન્યાં તેમાં શૂન્યમાંથી સર્જન કરાવ્યું.
વધારે માનનારા ભક્તોને પ્રગટ ભગવાને દર્શન દીધા. ખૂબ કસોટી કરીને ભક્તોને પ્રગટ પરચા પૂર્યાં. જાજો અનુભવ કરાવ્યો. અમોએ નક્કી કર્યું કે આ સાક્ષાત શ્રીપરનારાયણનો પ્રગટ પ્રમાણ અવતાર અમારા મુમુક્ષુઓના કલ્યાણ કરવા માટે, માનવજન્મ ધરીને ધરાનું અને ભક્તોનું કલ્યાણ કરવા માટે સાધુના વેશમાં અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ છે. શરણાગતિ ભક્તોને ભેળા લઈને પોતે જ મૃત્યુલોકમાં અલૌકિક પરચા પૂરવા પ્રગટ અવતરીત થયા છે. એમ અમે સમજી ગયા.
કુંકાવાવ ગામના રહીશ સોની ભગવાનજી શામળદાસનો દિકરો માધવજી ભગવાનજી અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જય બોલાવે. એક વખત એવી ઘટના બની કે મંદિરના ભગત લક્ષ્મણબાપા લુહાણા અને હરજીબાપા ઠુમ્મરે ભગવાનભાઈને ઠપકો આપ્યો કે, ભગવાનભાઈ તારો દિકરો જ્યાં જ્યાં કીર્તન થતાં હોય ત્યાં સાધુ કૃષ્ણવલ્લભસ્વામીની જય બોલાવે છે. ભગવાનભાઈ દુઃખી થયા અને તેણે અંદરથી પોતાના દિકરા માધુને બોલાવ્યો. કેમ માધુ તું શું સાધુ કૃષ્ણવલ્લભાચાર્યની જય બોલાવે છે ? તરત માધુ બોલ્યો કે, હા. બાપુ તમને સાધુ લાગતા હશે પણ મને તો પોતે જ અવતારોના અવતારી સાક્ષાત પરનારાયણ પરમધામના અધિપતિ મળી ગયા છે. હવે હું પરોક્ષનું ભજન શા માટે કરું ? આ તો રૂબરૂ મને મળ્યા છે જેમ ગોવાળીયાને ભેળા કૃષ્ણ ભગવાન મળ્યા હતા અને ભેગા રમ્યા અને લીલા કરી તેમજ મને મળ્યા. મારી સાથે તમામ લીલા કરે છે. હું જોઉં છું, ખુશ થાઉં છું. પોતે જૂનાગઢ છે પણ જ્યારે જ્યારે મોટર સાઈકલ લઈને ગામડામાં જ્યાં જાઉં, હું સંભારું ત્યારે હસતા હસતા લાડવા જમાડતા, હરખાતા, પલપલમાં કીર્તન કરતાં આમ દર્શનનો રૂડો લાભ આપે છે, તો હવે શું કામ પરોક્ષને ભજું ? પ્રગટ પ્રમાણ મળ્યા છે તેમને ન ભજું ? આ સાંભળી ભગવાનભાઈ કહે, સાધુની જય બોલાવો છો, માટે ધામમાં વાસ નહીં મળે તો તું નરકમાં જઈશ. સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવે તેને અક્ષરધામમાં વાસ મળે છે એની તને ખબર છે ?
માધુ કહે, બાપુ બધાંય અક્ષરધામમાં જશે તો નરકનું શું થશે ? મને અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું નામ લેતા જો નરકમાં જવું પડતું હોય તો મને નરક મંજુર છે. પણ જય જયકાર તો હું કૃષ્ણવલ્લભ નારાયણની જ બોલાવીશ. તો એમના બાપુ નારાજ થઈને બોલ્યા કે, મારા વચનને તું ઠોકર મારે છે. દિકરો બોલ્યો કે, તમારા વચનને ઠોકર નથી મારતો. તમારા વિચાર મને યોગ્ય નથી લાગતા તેમાં હું શું કરું ? મને તો આ હળાહળ
કળિયુગમાં સાક્ષાત પ્રગટ પ્રભુ મળ્યા છે. માટે હવે તો મારે પ્રગટને જ ભજવા છે. પ્રગટને ભજી ભજી,પાર પામ્યા ઘણાં. ગીધ ગણીકા કપિ વૃંદ કોટી. પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે બાપુ મારું જો માનતા હો તો મને તો પ્રગટ પ્રભુ મળી ગયા છે. તમો પણ એમને જ ભજો. આ સાંભળી તેમના બાપુ ખૂબ જ ખિજાયા અને બોલ્યા, અત્યારે જ મારા ઘરેથી નીકળી જા, હવે તને મારી સંપતિમાંથી એક પાઈ પણ નહીં મળે.
માધુ કહે, બાપુજી એ તો તમારી કમાયેલી લક્ષ્મી છે. આપો ન આપો એ તો તમારી ઈચ્છા. પણ દિલ્હીનું રાજ્ય મળતું હશે તોય હું ઠોકર મારીશ. મને તો મારો નાથ હજાર હાથવાળો સાક્ષાત વિશ્વંભર હાજરાહજુર અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલતાં, ચાલતાં, હરતા-ફરતા પોતે જ પ્રભુ મળ્યા છે. હવે મને કોની પરવા છે ? અને હાથ સલામત છે. શરીરનું સુખ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના આશીર્વાદથી સારું છે. કળા અને બુદ્ધિ એણે મને સમર્પણ કરી છે. આવડી મોટી દુનિયા છે, ગમે ત્યાં કમાઈ લઈશ અને પેટ ભરી લઈશ પણ હાલતા ને ચાલતા, ઉઠતા-બેસતા અનાદિ શ્રીકૃષ્ણનારાયણને જ ભજીશ.
પિતાશ્રી બોલ્યા, નીકળી જા. તારો અનાદિ તને કેટલા 'દિ પાળશે ? પાછો ઢીલે મોઢે રોતો રોતો તું આવીશ.
માધુ કહે, ધ્રુવની જેમ મારો અનાદિ મને જ્યાં હોઈશ ત્યાં જમવાનું, અન્ન-વસ્ત્રનું, ભરણ-પોષણનું, રહેવાનું ઠેકાણું આપશે. હું જ્યાં જ્યાં પગ મૂકીશ ત્યાં ત્યાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણ હાજરાહજુર રૂપે ઊભા રહેશે. મારા દુઃખમાં ભાગ લેવાવાળો મને તો હજારો હાથવાળો મળ્યો છે. બાપુ મને તો અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સુખી કરશે- કરશે ને કરશે જ. મારે તમારો તો આશરો લેવો જ નહીં પડે, કેમ કે એમની દિવ્ય દૃષ્ટિ છે કે, મારા ભક્તએ મારા નામ ઉપર કેટલું બધું સાહસ કર્યું છે માટે મારે તેની વહારે થાવું પડશે. પણ જો જો બાપુ, તમારે પસ્તાવું પડશે અને અંતે તમારે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ નામનો આશરો લેવો પડશે. બાપુ, એક દિવસ એવો આવશે કે કુંકાવાવમાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણની મૂર્તિઓ અને મંદિરો થાશે. એના નામની ધૂન, કીર્તન, ભજન આખો સૌરાષ્ટ્ર, આખો દેશ-પરદેશ-વિદેશ અનાદિના નામમય ન થાય તો હું મારું નામ ફેરવી નાખીશ. હું તો આ પળે રવાના થાઉં છું. પણ કુંકાવાવ તો શું પાંદડે પાંદડે અનાદિના નામની માળાઓ, કીર્તનો, મંદિરો સ્થપાશે અને ચમત્કારોના અંબાડ ઊભા થશે અને ઠેર ઠેર અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ચમત્કાર ગવાશે. અનાદિના નામના ડંકા વાગશે. બધાં મંદિરોમાં અનાદિના નામના દિવા
પ્રગટાવવામાં આવશે. જ્યાં જુઓ ત્યાં અનાદિના નામમય થઈ જશે.
આમ કુંકાવાવથી માધવજી ભગત પહેરેલ કપડે નીકળી ગયા. તેને અનાદિ નારાયણ, પ્રગટ ભગવાન ઉપર અટલ વિશ્વાસ કે પ્રભુ મારી ભેળા જ છે. મારે કોની બીક છે ? મુખમાં એક જ રટણ ‘અનાદિના નામની હો, માળા છે ડોકમાં'. તેમને ભક્ત પ્રહલાદની જેમ મહારાજનો પાકો નિશ્ચય હતો. હવે ભક્ત માધવજી અમદાવાદ આવ્યો. નહીં કપડાંની બીજી જોડ કે નહીં પાઈ કે પૈસા, બિલકુલ પ્રભુ શ્રી અનાદિ નારાયણના નામની ટેકવાળો દિવાનો. એને વિશ્વાસ કે મારો નાથ તો મારી વ્હારે આવશે જ. હિંમત તો અટલ, નહીં ભય કે નહીં બીક. એને એક જ ખબર કે પ્રભુ મારી પરીક્ષા લેવા માટે આ ચરિત્ર લીલા કરી રહ્યા છે.
કુંકાવાવથી અમદાવાદની ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનમાં ટિકિટ ચેકર ચેકિંગમાં આવ્યા. તમામ પેસેન્જરની ટિકિટ ચેક કરી પણ માધવજીભગતને ટિકિટનું પૂછ્યું નહીં. માધવજીભગતે વિચાર્યું કે જુઓ મારા નાથની લીલા. ટિકિટચેકરને મોકલીને મારી હિંમત કેટલી છે તે જુએ છે. પરંતુ હું જરાપણ ગભરાયો નહીં. કાળુપુર રેલ્વે સ્ટેશન આવ્યું, હું હિંમતભેર સીધો ગેટ બહાર નીકળી ગયો. પિતાશ્રીએ તમામ સગા-સંબંધીઓને ફોન અને પત્રથી જાણ કરી દીધી હતી કે અમારો દિકરો માધવજી રિસાઈને ઘેરથી નીકળી ગયો છે. તેને કોઈ આશરો આપશો નહીં, તેને કુંકાવાવ પાછા જવાનું કહેશો. સ્ટેશનથી માધવજીભગત રાયપુર ગયા. ત્યાંનું સરનામું બરાબર યાદ ન હોવાથી તે માણેકચોક, રતનપોળના સરનામે ગયા. તેમના સગાં શાંતિભાઈના ઘેર ગયાં. તેમને જાણ થઈ ગઈ હતી. તેઓએ માધવજી ભગતને સમજાવ્યાં કે તમારા મોટાભાઈ શિવલાલભાઈનો ફોન આવ્યો છે. તમે હઠ મેલીને ઘરે રવાના થઈ જાઓ. માધવજીભાઈ બોલ્યા વગર નીકળી ગયા અને સીધા સરસપુર પહાગચ્યા, ત્યાં રાત પડી ગઈ હતી, મોડું થઈ ગયું હતું. ખીસામાં પાઈ-પૈસો હતા નહીં. એટલે બધે ઠેકાણે ચાલી ચાલીને જવું પડે. પૂરેપૂરા બે દિવસ ભૂખ્યા-તરસ્યા કાઢ્યા. સરસપુરનું સરનામું યાદ કરતાં હતાં. ભૂખ્યા પણ હતા.
એવામાં એક બંગલામાંથી ભજન-કિર્તનનો અવાજ સંભળાયો. માધવજીભગત બંગલામાં ભજન થતાં હતાં ત્યાં બેસી ગયા એક પછી એક ત્રણ ચાર જણાનાં ભજન પૂરા થયા પછી ચા, પાણી, નાસ્તો આવ્યા. ચા-નાસ્તા પછી ફરી ભોજનની શરૂઆત થવાની હતી ત્યારે માધવજીભગતે પૂછ્યું કે, ભાઈ હું એકાદ ભજન બોલી શકું ? તો તમામ લોકોએ કહ્યું, જરૂર જરૂર બોલો મારા ભાઈ, ભગતરાજ માધવજીભાઈએ હારમોનિયમ હાથમાં
લીધું. પહેલાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણના બે દોહરા બોલીને ભૈરવી રાગમાં મહારાજનું ભજન ગાયું. તે લોકો બધાં વેપારીઓ ગુજરાતી હતા. કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો એક પણ માણસ નહીં. ભગત માધવજીના ભજનો જામ્યાં. એક પછી એક ત્રણ ભજનો ગાયાં. બધાં રાજીના રેડ થઈ ગયા.
એવામાં માધવજીભગતને યાદ આવ્યું કે, ભક્ત નરસિંહ મહેતાની હુંડી ગાઈ હતી અને પ્રભુ એની વ્હારે થયાં એમ હું પણ હુંડી ગાઉને પ્રભુની દયાથી કંઈક પૈસાની જોગવાઈ થઈ જાય. આમ વિચારી આલાપ શરૂ કર્યો કે, ‘મારી હુંડી સ્વીકારો મહારાજ રે, અનાદિ પ્રભુ અવતારી, મને એક તમારી છે આશ રે પ્રગટ પ્રભુ અવતારી' બહુ સુંદર શબ્દોનું મંથન કરીને પ્રગટ પ્રભુની સામે શબ્દ દ્વારા ધ્યાન ખગચ્યું. ફક્ત બે થી ત્રણ કડવા મારા નાથના નામના ગાયા ત્યાં એકદમ કોઈ કરોડપતિ શેઠ જેવા ભજનમાં બેઠેલા. તે અજાણ્યા ભગતે ર૦૦ રૂપિયા મારા હાથમાં મૂક્યા. હું એકદમ થંભી ગયો અને બોલ્યો કે, ભાઈ હું કંઈ માંગણ કે બારોટ કે સાધુ મહારાજ નથી. આ પૈસા આ મંડળમાં આપો. તો આવેલ ભગતરાજ બોલ્યા કે, મારા ભાઈ અમોએ બારોટ કે સાધુ કે બાવાને પૈસા નથી આપ્યા. અમોએ તો તમોએ જે ભાવથી ગદ્ગદ્ થઈને પ્રભુની લીલાનું હકીકત રાગનું હુંડીનું કિર્તન ગાયું તે અમો શેઠ શાહુકાર બનીને આવ્યાને શબ્દરૂપી હુંડીને સ્વીકારી છે. ત્યારે બધાં બોલ્યા કે, ભાઈશ્રી તમારા રાગમાં, ભાવમાં એવું શું છે કે અમારા બધાયની ઈચ્છા થઈ છે કે કુદરતી તમારા રાગમાં અટલ સંતોષી ભાવ છે, માટે આ પૈસા તમારે જ સ્વીકારવા પડશે.
ભજન બંધ થયા પછી જે ભગતે પૈસા આપ્યા હતા તે વીજળીના ઝબકારાની જેમ બે-ત્રણ મિનિટમાં ક્યાં અદૃશ્ય થઈ ગયા તે ખબર જ ન પડી. મને એમ થયું કે નક્કી મારા પ્રગટ ભગવાન, સાક્ષાત વિશ્વંભરનાથ વણિકના વેશમાં મારા ખિસ્સાખર્ચની ચિંતાથી પ્રભુ પધારીને રૂપિયા આપી અદૃશ્ય થઈ ગયા છે, હવે મારે કોઈની પરવાહ નથી. મારા માટે મારા નાથ જૂનાગઢથી વાણિયાના વેશમાં હૂંડી સ્વીકારવા પધારે છે તો હવે મારે કોની બીક છે ? પછી માધવજીભગતને થયું કે, હમણાં જ સ્ટેશન પહાગચી જાઉં. રાતના બે વાગ્યા છે, સ્ટેશન પહાગચ્યા અને મુંબઈ જવાની ટ્રેન મળી ગઈ. ટિકિટ લઈ અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું નામ લઈને ટ્રેનમાં બેસી ગયા. પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણે વિચાર કર્યો કે, મારો ભગત બે દિવસનો ભૂખ્યો છે. પૈસા આપ્યા છે પણ હોટલ વગેરેનું ખાતો નથી. તો પ્રભુ ટ્રેનમાં સંતોના વેશમાં પ થી ૬ સાધુ પાળાના રૂપમાં સામે જ બેઠા.
માધુભગત બોલ્યા કે, સ્વામી પરોક્ષને હું યાદ નથી કરતો. હું તો અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જય બોલાવું છું. તો સંતો બોલ્યા કે, સ્વામિનારાયણ ભગવાનની જય બોલો કે અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જય બોલો, જય તો ભગવાનની જ છે. ભગત અમોને ભૂખ લાગી છે. અમે જમીશું અને તમે પણ જમો. અમારી ભેળું જમવાનું ભાતું છે. માધવજી ભગત બોલ્યા કે, રાતના બે વાગ્યા છે અત્યારે જમવાનું હોતું હશે ? એટલે મોટા સંતે માર્મિક ભાષામાં શબ્દો ઉચ્ચાર્યા કે ભક્તરાજને જમાડવા માટે રાતના બે વાગ્યા હોય તો પણ ચાલે. માધવજી મનમાં સમજી ગયો કે વાહ ! પ્રભુ પ્રગટનાથ કેવી કેવી લીલા કરી રહ્યા છે ! જમી લીધાં પછી સાધુ બોલ્યા કે, અમારી બોગીનો નંબર બીજો છે ટ્રેન ઉપડી જશે, હવે અમે અમારી બોગીમાં જઈએ છીએ. લ્યો ભગતજી જય સ્વામિનારાયણ. ભગત માધવજી જય સ્વામિનારાયણ નહીં પણ જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલ્યા પછી ફરીને જોયું ત્યાં તો સંતો અદૃશ્ય થઇ ગયા.
માધવજી ટ્રેન દ્વારા મુંબઈ પહાગચી ગયા, તેમના બેન કાલબાદેવી રોડ, વિઠ્ઠલવાડી, તમાકુનો માળો ચોથા માળે ઘર નં.પર માં રહે છે તે સરનામું યાદ હતું. તેઓ તેમના બેન કાંતાબેનને ઘેર પહાગચ્યા. કાંતાબેને કહ્યું કે, માધવજીભાઈ અમને ફોનથી ખબર મળી ગયા છે. તમે હઠ છોડીને કુંકાવાવ પાછા ચાલ્યા જાઓ. માધવજીભગતને થયું કે, અહીં રહેવામાં માલ નથી. તેથી તેઓ જબલપુર જવા માટે નીકળી ગયા. તેમણે બેનને બતાવ્યું નહીં કે તેઓ ક્યાં જાય છે. માધવજીભગત વીટી રેલ્વે સ્ટેશન પહાગચ્યા. જબલપુરની ટિકિટ લેવા ટિકિટબારી ઉપર ગયા. ત્યાં કારકુને કહ્યું કે, જબલપુરની ટિકિટના રૂ.૧૬ર થાય. હવે બન્યું એવું કે રસ્તામાં ટુવાલ તથા ચડ્ડી વગેરે ખરીદ્યા. તેથી ફક્ત રૂ.૬૦ વધ્યા હતા. ટિકિટ કલાર્ક કહે જલ્દી કરો રૂ.૧૬ર આપો. માધવજીભગત મુંઝાયા ત્યાં બીજા એક ભાઈ કહે કે, મને દિલ્હીની ટિકિટ આપો. ત્યારે કલાર્ક બોલ્યો કે આનું પતે પછી તમોને દિલ્હીની ટિકિટ આપું. માધવજીભગતે ખોટો ખોટો ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં તેની તે જ ર૦૦ રૂપિયાની નોટો ખીસ્સામાંથી મળી. જેથી માધવજીભગત રાજી થઈ ગયા. પૈસા આપી ટિકિટ લીધી. ભગતને વિચાર આવ્યો કે ટ્રેનમાં જમાડ્યાની અને ટિકિટના પૈસાની દિવ્ય લીલા મહારાજે જ કરી છે. માધવજીભગત જબલપુર તેમના સાળાને ઘેર પહાગચી ગયા. સાળાના કાકા તથા મોટા બાપાના કુલ સાત માણસો સાથે એકાદ વર્ષ રહ્યા. તેમની સાથે રહેવાનું ઠીક ન લાગવાથી નાગપુર આવ્યા. અહીં કોઈ ઓળખાણ નથી ક્યાં જવું ને શું કરવું ? મહારાજને યાદ કર્યાં કે
‘હે નાથ, હવે શું કરવું ? તે કંઈક બતાવો. એકાએક અંદરથી અવાજ આવ્યો કે, તું નાગપુર ન રોકાતો અને સીધો ભંડારા જા. ફક્ત ૬૦ કિ.મી. છે. ત્યાં તારું લેણું છે ને ભંડારા તારા માટે ભરપુર છે, ત્યાં સુખી થઈશ. તારા ભંડાર ભરપુર થાશે, તારે રખડવાનું રહેશે નહીં. જલદી ત્યાં જા મોડું કરીશ નહીં. તારી ભેળા તો અમે છીએ જ, તારે માટે મારે પણ રખડવું તો પડ્યું જ છે. એ બિલકુલ સાચું જ છે કે પ્રભુએ બધે ઠેકાણે સાથ આપ્યો છે અને રક્ષા કરી છે.
હવે માધવજીભગત સવારમાં ૬ વાગ્યે ભંડારા પહાગચી ગયા. ઉપર આભ અને નીચે ધરતી. ત્યાં શામરાવ નામના એક સોનીની દુકાને જઈ કહ્યું કે, ભાઈ હું એક ઘરેણા બનાવવાનો કારીગર છું ને તમારે કારીગર વગર મુંઝવણ છે ? તો શામરાવે કહ્યું કે, મારે કારીગરની ખાસ જરૂર છે. પછી માધવજીભગત તુરત ત્યાં કામે લાગ્યો. બરાબર સાંજના પ વાગ્યા સુધીમાં એ જમાનામાં રૂ.૧૦૦ જેવી મજૂરીનું કામ કરી નાખ્યું. તો શામરાવ હેતથી બોલ્યા કે, હજી વધારે પૈસાની જરૂર છે તો લ્યો આ ર૦ રૂપિયા. તો માધવજીભગતે કહ્યું કે, ર૦ રૂપિયામાં શું થાય ? તમારે કામ કરાવવું હોય તો ર૦૦ રૂપિયા આપો. શેઠે તરત જ ર૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું કે, જો ભાઈ બધાને કારીગરની જરૂર છે અને આવડો મોટો ખાનદાન કારીગર મેં મારી જિંદગીમાં જોયો નથી. અમારો અહીંનો કારીગર આખા દિવસમાં પ થી ૭ રૂપિયાનું મજૂરીનું કામ માંડ માંડ કરી શકે. તમે તો રૂ.૧૦૦ જેટલું કામ પ કલાકમાં કરી દીધું માટે હવે બીજાનું કામ ન કરો તો હું પૈસા આપું.
માધવજીભગત સ્વભાવે બહુ કડક તેણે કહ્યું કે, હું કોઈનો નોકર નથી કે હું કોઈનો બંધાયેલ ગુલામ નથી. મને ફક્ત મારા કામના પૈસા આપી દો. કેમ કે હું બંધાવાનો નથી ત્યારે શેઠે બોલ્યા કે એમ નહીં ભાઈ, લ્યો પૈસા. તમે તો બહુ કડક છો. માધવજીભગતે કહ્યું કે, કડક કેમ ન હોઉં, મારો નાથ અનાદિ નારાયણ મારી ભેળો જ છે. સમય જતા મહારાજની કૃપાથી માધવજીના લગ્ન થયા અને બાળકો પણ થયા. એકવાર એક મકાન ભાડે આપવાનું હતું તે જોવા ગયા. ૪ રૂમનું મકાન, મહિને ૮૦ રૂપિયા ભાડે રાખી લીધું. રાતના તે મકાનમાં રહેવા ગયા, જે કંઈ સામાન વસાવેલો હતો તે જબલપુર હતો. અહીં સાથે નાની સૂટકેશમાં ટુવાલ, કપડાં વગેરે હતું. ઘરનાં કહેવા લાગ્યા કે, આવડું મોટું મકાન શા માટે લીધું ? એક રૂમ જ લેવો હતો ને. ભાડું કેટલું બધું ભરવું પડશે ? માધવજીભગત બોલ્યા કે, જોયા કરો મારો નાથ બધુંય ઠીક કરશે. નાસ્તા વગેરેથી ચલાવીને રાતભર પડ્યા રહ્યા. સવારે ઘરના કહે કે, રાંધવા વગેરેના સામાન વગર શું કરશું ? માધવજીભગત કહે,
તું જોયા કર. તરત તે શેઠ શામરાવ પાસે ગયા અને કહ્યું કે, તમારે કામ કરાવવું હોય તો રૂ.પ૦૦ આપો. તેને ખૂબ જ ગરજ હતી. કારીગર ક્યાંય મળતા ન હતા. એટલે તુરત જ રૂ.પ૦૦ આપ્યા. ઘરનાએ જબલપુરમાં ૭૦૦ થી ૮૦૦ બચાવેલા તે તથા રૂ.પ૦૦ મળીને રૂ.૧૩૦૦ થયા. ઘરનાએ લખાવેલ ચીજવસ્તુ સામાન ખરીદી લાવ્યા. એ જમાનાના ૧૩૦૦ રૂપિયા આજના રૂ.ર૦,૦૦૦ જેવી રકમ ગણાય. ઘરની જરૂરિયાતનો તમામ સામાન ભરી દીધો. નોકર-નોકરાણીને ગોઠવીને બીજે દિવસે કામ કરવા લાગી ગયો. ફક્ત દસ દિવસ શામરાવનું રાત ને દિવસ કામ કરી પોતાની મજુરી દસ દિવસની લઈને ઉતરી ગયો. કેમ કે ભગત માધવજીને અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ઉપર વિશ્વાસ એટલે એટલો બધો અટલ ભરોસો કે જેનું વર્ણન ન થઈ શકે. તેણે ઘરમાં પણ કામ શરૂ કરી દીધું હતું. ઘરમાં ખૂબ કામ ભરાઈ ગયું હતું તેનું રહસ્ય એ હતું કે, ભંડારા મકાનમાં રહ્યા પછી પાંચમા દિવસે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ખુદ પરનારાયણ સાધુના વેશમાં પધાર્યા અને બોલ્યા કે, ભીક્ષામ્ દેહી ભવતુ. તારા ભવોભવનું દરીદ્ર દૂર કરવા આવ્યો છું, પારખી લે. શબ્દ ઉપર માધવજીભગત સમજી ગયા.
સાધુ રૂપે આવેલા મહાત્માને માધવજીભગતે ભાવપૂર્વક ભોજન કરાવ્યું. માધવજીભગત વિચારે છે કે, મહાત્મારૂપે મારા નાથ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ તો નહીં હોય ને ? તેવામાં મહત્માએ પોતાની જોળીમાંથી શંખ કાઢીને ભગતના હાથમાં મૂક્યો. ભગતને કહ્યું કે, ભગતરાજ, આ શંખ તમોને આપું છું તે તમારી તમામ મુસીબતો દૂર કરશે. આ તમારી પાસે રાખો અને પૂજા કરતા હો તેમાં આની પણ પૂજા સાથે કરજો. પરંતુ ભગતને તો અનાદિશ્રીકૃષ્ણનારાયણ સિવાય બીજા કોઈનો વિશ્વાસ નહીં, ભિક્ષુક મહાત્માને ઓળખતા ન હતા. એટલે માધવજીભગત મુંઝાયા કે પૂજા-પાઠમાં આ શંખને કેવી રીતે રાખી શકાય ? આ વસ્તુનો ભાવાર્થ તો સમજવો જોઈએ. અત્યારે કામધંધા તો સારા જ ચાલે છે, તેમાં કોઈ મુશ્કેલી નથી. આ પ્રશ્નનું સમાધાન કરવા માટે જેમ બને તેમ જલ્દી મહારાજ પાસે જૂનાગઢ જઈ આવવું જોઈએ, ત્યારે જ મને શાંતિ થાશે.
આ પ્રમાણે વિચારી પાંચમા દિવસે માધવજીભગત સીધા મહારાજ પાસે જૂનાગઢ પહાગચ્યા. જૂનાગઢ પહાગચીને અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુના ચરણોમાં દંડવત્ કરવા લાગ્યા. પ્રગટ પ્રભુજી બોલ્યા કે, હવે રાખ અને બેસી જા. માધવજીભગત મહારાજના ચરણ પાસે બેઠા કે તુરત મહારાજે કહ્યું કે, મા-બાપથી બાધીને ભાગી જવાય ? માધવજીભગતે અથ થી ઈતિ
સુધીની બધી હકીકત જણાવી. સર્વ અંતર્યામી સર્વજ્ઞ પ્રભુ તો બધું જાણે છે. પ્રભુએ કહ્યું, એવી હઠ કરીને થોડું બેસાય ? તમારા બાપુજીએ જે કીધું કે, સાધુની જય ન બોલાવાય તે વાત તો સાચી છે. માધવજીભગત કહે, મારા નાથ માયા છોડો અને મૂળ વાત પર આવો. મને જવાબ આપો કે શેઠ શાહુકારના વેશમાં, સાધુ પાળાના વેશમાં, આખા રસ્તામાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં ભેળાંને ભેળા રસ્તામાં શા માટે પરચા પૂર્યાં ?
તો અનાદિ પ્રભુ હસવા લાગ્યા. ગદ્ગદ્ થઈને હર્ષમાં આવીને પ્રભુજી કહેવા લાગ્યા, ભાવિક ભક્તોની વહારે તો આવવું જ પડે ને. ભજનમાં શેઠ શાહુકારનું રૂપ મેં એટલા માટે લીધું તે હુંડી સ્વીકારો મહારાજ રે, અનાદિ પ્રભુ અવતારી આર્તનાદથી કિર્તન ગાયું તો ત્યાં મેં એવું રૂપ ધારણ કર્યું. તું ભૂખ્યો હતો તો જમાડવા માટે ટ્રેનમાં સાધુ પાળાનો વેશ લઈને એવી લીલા કરી તને જમાડ્યો અને મુંબઈથી જબલપુર જતી વખતે દિવ્યરૂપ ધરીને ખીસ્સામાં રૂ.ર૦૦નું કામ કરી આપ્યું. જબલપુર અને નાગપુરમાં તારું લેણું ન હોવાથી તારા અંતરમાં ભંડારાનો સંકલ્પ કરાવ્યો. ભંડારા ભરપુર છે, ત્યાં જા તારું લેણું છે અને સુખી થઈશ. ભંડારામાં સોની લોકોએ તને કહ્યું કે, બજારું કરો. સોમવારે અહીં, મંગળવારે ત્યાં ને બુધવારે ભંડારામાં ને ગુરૂવારે ત્યાં એમ રોજની બે બજારો ભરાય છે એવું સોની લોકોએ બતાવ્યું અને તું ખીજાયો. એ કેમ બોલતો નથી ? તે કહ્યું કે, મરદો પેઢીઓ હોય, મરદોની બજારમાં રોડમાં સામાન પાથરીને ન બેસે. આ તું ગજાનંદ સોની તથા માધવરાવને બોલ્યો કે નહીં ?
માધવજીભગત પ્રભુના ચરણોમાં પડી ગયા અને બોલ્યા કે, અંતર્યામી પ્રભુ તમે તો હદ કરી નાખી. મને તો ક્યાંય ન દેખાયા, તો અનાદિ પ્રભુએ કહ્યું, ભોળા ભગત, અમારી માયા નારદ સનકાદિકને નથી સમજાણી તે તને કેમ સમજાય ? પણ અમે આવા ચરિત્ર ત્યારે કરીએ જ્યારે ભક્ત જીવનનું સુકાન અમારા હાથમાં આપે અને જીવનરૂપી રથનું સુકાન તારા જેવા ભક્ત અમને સાગપે તો ન છુટકે અમારે તારા જીવનનો રથ હંકારવો જ પડે ને ? હવે વાત બંધ કર અને જમીને પછી મારી પાસે આવ.
માધવજીભગતે કહ્યું, મારે એક શંકાવાળી વાત પૂછવી છે. તો મહારાજ બોલ્યા કે, તું જમીને આવ પછી અમે જ બતાવશું. પછી હું જમીને આવ્યો. તુરત જ અનાદિ પ્રભુ કહેવા લાગ્યા કે શંખની ચિંતા છે ને ? મેં કહ્યું, હા મહારાજ. પ્રભુજી બોલ્યા, હવે સમજી જા કે અમને ભક્ત કેટલા બધા વ્હાલા છે ! કેવું રૂપ ધારણ કર્યું હતું ? ઓળખાણું ? અમે તો અહીંયા
જ છીએ. તોય મારી દિવ્ય દૃષ્ટિ અને શક્તિ આવી લીલા તે આત્મનિવેદી ભાવિક ભક્ત માટે છે. શંખ તારી હરેક ચિંતાને દૂર કરશે. એ શંખની પૂજા મારી મૂર્તિની પૂજાની જેમ જ કરશે. જા તારો વાળ વાંકો કરવાવાળો આ દુનિયામાં કોઈ નથી.
પછી માધવજીભગતે કહ્યું કે, મહારાજ એટલું બધું ભયંકર દરિદ્ર ભિક્ષુકનું રૂપ લીધું ને મને કળવા દીધું નહીં. તો મહારાજ કહે કે, તારા અંતઃકરણમાં તો મારો નાથ હશે એવી દૃઢ પ્રતીતિ તો હતી ને. માધવજીભગતે કહ્યું કે, મહારાજ શંકા ખૂબ થતી હતી પણ સમજાણું નહીં. મહારાજ કહે, માધુ અમારી માયા સમજાય નહીં અને સમજાય તો લીલાને માયા કહેશે કોણ ? હવે તું જોયા કર. ભંડારામાં તારું ખૂબ જ લેણું છે. આ તને સાફ જણાવું છું. મેં કોઈને દુબઈ, કોઈને કુવૈત દેશ-વિદેશ મોકલ્યા છે પણ તને ભંડારામાં બેસાડ્યો છે. એ ગામમાં તારું જીવન ધંધામાં વળગાડીને રહેવું. ઈમાનદારીથી કરજે, મારું નામ જપજે અને મારા નામનો ત્યાં ખૂબ પ્રચાર કરજે, ત્યાં મારું નામ એવું ગજાવજે કે શરણાગતો ત્યાંની માનતાઓ લે અને ભંડારા અનાદિ શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવે અને મોટા મોટા ઉત્સવો સમૈયા કરજે. આ મારી આજ્ઞાનું પૂરી રીતે પાલન કરજે.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પોતાના સર્વનિવેદી ભક્ત ઉપર કેવી કૃપા વરસાવે છે ! કેવા દયાળુ છે ! એવા ભક્તના જીવનરૂપી રથનું સુકાન સંભાળી લે છે અને પોતાની દિવ્ય શક્તિથી ભક્તની રક્ષા કરે છે.
માધવજીભગત જૂનાગઢથી મહારાજનો આશીર્વાદ લઈને પછી ભંડારા પહાગચી ગયા. માધવજીભગત અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું ભજન હાલતા-ચાલતા, ખાતા-પીતા, બેસતા-ઉઠતા સતત કરતા રહે છે. પ્રભુ પોતાના ભક્તના હૃદયમાં નિવાસ કરી રહ્યા છે. એક અઠવાડિયા પછી ભક્તને સંકલ્પ થયો કે, પ્રગટ ભગવાનના આશીર્વાદના પ્રતાપથી બજારમાં દુકાન કરવી. ઘરમાં તો સોની લોકો જ આવે છે માટે બજારમાં દુકાન હોય તો બીજા ગ્રાહકો પણ આવી શકે. હવે બજારમાં તો મોટા કરોડપતિઓની મોટી મોટી દુકાનો હોય. તેમની દુકાનોની બાજુમાં નાની એવી જગ્યા પસંદ કરી. તે જગ્યાના માલિકને માધવજીભગત મળ્યા. દુકાન ભાડે આપવા માટે વાત કરી તે શેઠ ખુશ થઈને બોલ્યા કે બહું સારું રીપેર કરીને એકાદ અઠવાડિયામાં તમને કબજો દેશું અને મહિને રૂ.પ૦ ભાડું નક્કી કર્યું. આજુબાજુ બધા કુબેર લોકોની જગ્યા, વચ્ચે ૧૦ ફુટ અને પાંચ ફૂટ પહોળી દુકાન મળી. મહારાજની મૂર્તિ આગળ ઊભા રહી પ્રાર્થના કરી કે, તમારા આશીર્વાદ અને કૃપાથી મોકાની જગ્યામાં દુકાન
મળી ગઈ છે. જરૂર પૂરતું સાધારણ ફર્નિચર માટે સુતારને ઓર્ડર આપ્યો છે. હવે મુહૂર્ત કરવું છે. દુકાનવાળાએ કહ્યું કે, મોડામાં મોડું ૧ર દિવસમાં તમને સાગપી દેશું તો તે પ્રમાણે મુહૂર્ત જોવડાવો. એક અઠવાડિયાનો સમય આમ જ નીકળી ગયો.
હવે માધવજીભગત સીધા જૂનાગઢ મહારાજ પાસે પહાગચી ગયા. તેમને જોઈને મહારાજ હસવા લાગ્યા ને કહ્યું, તું અહીંથી ગયો તેને આજે બરાબર ૧પ દિવસ થયા. રેલવેનો ખર્ચ લાગતું નથી ? માધવજીભગત કહ્યું, મારા નાથ, દીન દયાળુ, દયાના સાગર તમે એવો આશીર્વાદ આપ્યો અને મારા અંતઃકરણમાં પ્રકાશ પડ્યોને થયું કે બજારમાં દુકાન કરવી. તો હું તપાસ કરવા ગયો ને ખૂબ જ મોકાની દુકાન મળી ગઈ છે અને રૂ.પ૦ના ભાડાની. હવે એનું મુહૂર્ત લેવું છે, માટે હું આવ્યો છું. પ્રભુ હસવા લાગ્યા અને કહ્યું, ‘મુહૂર્ત કાગળ લખીને લેવું હતું ને ? છેક ત્યાંથી અહીં આવવાની શી જરૂર હતી ? રેલ્વે મફત તો નથી લાવતી ને ? અને સમય બગડે તથા ધંધો ખોટી થાય. માધવજી કહે, પ્રભુ તમારા દર્શનનો પ્રતાપ એવો છે કે મુખેથી હું વર્ણન કરવાને સમર્થ નથી, માટે પ્રભુ આપશ્રીને રૂબરૂ મળું અને તમારી દિવ્ય દૃષ્ટિ દુકાનમાં પહાગચે તેથી રૂબરૂ આશીર્વાદનો લ્હાવો લેવો એવો વિચાર આવવાથી આવી ગયો. મહારાજે કહ્યું, જન્માષ્ટમીનું મુહૂર્ત લે.
માધવજીભગતે કહ્યું, ‘મહારાજ જન્માષ્ટમી ઘરમેળે કરતો હતો પણ હવે ધંધાનું બળ છે ને જન્માષ્ટમી ભંડારામાં વાજતે-ગાજતે ભવ્ય રીતે ઉજવીશ.' મહારાજે કહ્યું, ‘આવતી સાલથી ભવ્ય ઉજવજે, પણ આ જન્માષ્ટમીમાં અભિજીત મુહૂર્ત આવે છે. બરાબર બાર વાગે સારા બ્રાહ્મણથી પૂજા કરાવજે, મુહૂર્ત તને સારામાં સારું આપું છું કેમ કે પુષ્ય નક્ષત્ર છે ને ધન-લક્ષ્મી પ્રધાન મુહૂર્ત બાર વાગ્યે લેજે અને મુહૂર્ત કરનાર બ્રાહ્મણ સારો પંડિત હોય તેને રાખજે અને એક સારા ઘરાકનું પહેલાં મુહૂર્તમાં કામ રાખજે. જા તારા ભાગ્ય ભંડારા માટે ચડિયાતા છે ને જન્મ જયંતિ આવતા વરસથી તારી જેવી ભાવના અને ઈચ્છા છે તેવી ભવ્ય ઉજવજે.
આમ મહારાજ પાસેથી મુહૂર્ત લઈ માધવજીભગત ભંડારા આવ્યા, આમંત્રણ પત્રિાકા છપાવી, ખાસ ખાસ ગ્રાહકોને વિશેષ આમંત્રણ આપ્યું. ખુદ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ મુહૂર્ત આપ્યું હોય ત્યાં બીજું શું કહેવાનું હોય ? પ્રભુની દયા દૃષ્ટિ અને આશીર્વાદનો પ્રતાપ હવે જુઓ. અનાદિ પ્રભુએ એવડો મોટો ચમત્કાર જણાવ્યો કે તેનું વર્ણન જ ન થઈ શકે. જન્માષ્ટમીના દિવસે બરાબર બપોરે બાર વાગ્યે પૂજા વિધિ ચાલુ હતી અને દુકાનમાં એટલો
બધો પ્રકાશ ફેલાઈ ગયો કે, હજારો સૂર્ય-ચંદ્ર પણ ઝાંખા પડી જાય. લગભગ ર૦ મિનિટ સુધી આ પ્રકાશ દુકાનમાં છવાઈ રહ્યો, હું સમજી ગયો કે સ્વયં અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુના દર્શનનો લ્હાવો મળ્યો મને મનમાં થયું કે મારા નાથને જૂનાગઢ રૂબરૂ નોતરું દેવા અને મુહૂર્ત લેવા ગયો તો મહારાજને પ્રગટ રૂપે પધરામણી કરવી પડી. મારે તો આજે ભવ્ય જન્માષ્ટમી વાજતે-ગાજતે ઉજવાયી. આજે જન્મ જયંતિના દિવસે પરનારાયણ દિવ્યરૂપે ભક્તના આગ્રહને વશ થઈ પધાર્યાં. પ્રભુ પ્રેમની દોરીથી બંધાયેલા છે, ભાવિકભક્તના ભાવને જોઈ પ્રભુ કેવી દયા કરે છે ! ભક્તવત્સલ ભગવાને દિવ્યરૂપે ઉદ્ઘાટનમાં પધરામણી કરી. ઘણા ગ્રાહક વિસ્મય પામી ગયા, તેમને ભગવાન અને ભક્તની ભાવનાની શી ખબર હોય ? આમ પ્રભુએ દિવ્ય ચમત્કાર કર્યો.
પછી તો પ્રગટ ભગવાનના આશીર્વાદથી દુકાનમાં ધંધાનું જોર વધતું ગયું, પ્રભુએ મને આજ્ઞા કરી હતી કે, મારો પ્રગટ ભગવાનનો ત્યાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કરજે. એક તરફ દર ૧પ કે ર૦ દિવસે જૂનાગઢ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુના ચરણાર્વિદના દર્શન કરવા જવું જ. બીજી તરફ ધંધો સારો, કામ એકલા એ જ કરવું પડે. મોટો દિકરો મુકુંદ ચારથી પાંચ વર્ષનો, દીકરી રેખા બે-ત્રણ વર્ષની અને મીના ફક્ત છ મહિનાની હતી છતા મહારાજના નામનો પ્રચાર કરવો યાને કરવો જ. આથી નામ ધૂન, ભજન, કીર્તનમાં ફેરફાર કર્યો. ઘરમાં પૂજા-પાઠ અર્ધા કલાકમાં નીપટાવવા અને મનથી અખંડ નામ મુખપાઠ ચાલુ રાખવા. દર બુધવારે રાત્રો પ્રચાર માટે નીકળવું, અને ગુરૂવારે રાતમાં પાછું આવવું. શરીર ઉપર બોજ વધાર્યો. ઊંઘ અને આરામમાં કાપ મૂક્યો. ર૪ કલાકમાં ફક્ત એક થી દોઢ કલાક આરામ કરીને ધંધો કરવો, મહારાજના પ્રચારમાં જવું અને જૂનાગઢ ૧પ કે ર૦ દિવસે ચરણાર્વિદના દર્શન કરવા જવું. આવો ક્રમ ચાલ્યા કરે. પ્રચારમાં ભક્તોનો ભાવ વધારે, પ્રચારની શરૂઆત થઈ અને મરાઠી ભાષા બરાબર આવડે નહીં. એમ.પી.ના વેપારી આવે તેથી ભાંગેલ તૂટેલ જેવી હિન્દી ભાષા તેમનાથી બોલતા આવડી ગઈ હતી. તેથી હિન્દીમાં હિન્દી ભાષી ભક્તો સાથે પ્રચાર કરવાનું શરૂ થયું.
સાક્ષાત્ અવતારોનાં અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ પરબ્રહ્મ અવતારનો મહિમા માહાત્મ્ય સહિત, તન, મન, ધનથી પ્રભુના વચનમાં દૃઢ વિશ્વાસ રાખનારની ઉપર પ્રભુશ્રી અનાદિ શ્રીકૃષ્ણનારાયયણ કેવી કેવી દયા કરે છે અને ભક્તો ખાતર કેટલું ધ્યાન રાખે છે અને પોતાના નીજ ભાવિક ભક્તો ઉપર કેટલા બધા મહેરબાન થાય છે. તેનો એક
આવા હળાહળ કળિયુગમાં પણ ચમત્કારી પરચાનો પ્રગટ પ્રમાણ હાજરાહજુર દાખલો, તે જાણવા અને સમજવા જેવો દાખલો છે.
સંવત ર૦ર૧ના પોષ સુદી બીજના રોજ પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણનારાયણના હાથનો લખેલ પત્ર મળ્યો. તેમાં વિગત એમ લખી હતી કે કાગળ મળ્યા બાદ ર૦ દિવસ ઘરની બહાર, માધુ તું ક્યાંય જતો નહીં. દુકાનથી ઘર અને ઘરથી દુકાન, બીલકુલ બહાર જવાનું નહીં, મેં કાગળ વાંચ્યો. બન્યું એવું કે, મારે નાગપુર જવાનું ખૂબ જરૂરી હતું. તેમાં અમો જીપમાં બેઠેલ અને હું એકદમ ડ્રાઈવરની બાજુમાં બહાર બેઠેલ, રોડનું કામ ચાલુ હતું. જ્યાં ત્યાં રેતી, પથ્થર વગેરેના ઢગલા રોડ પર પડેલ, સામેથી આવતા ટ્રક નં.૪૧૮ને મારો હાથ લાગી જવાથી ભયાનક એક્તિસડન્ટ થયું, હાથ ખડી ગયો. લોહીલુહાણ હાલતમાં જલદી મોટી હોસ્પિટલમાં ભરતી કર્યો. મારા હાથના પાટાપિંડી કરવા ડૉક્ટરો કામે લાગી ગયા. ૩ થી ૪ દિવસે મહારાજ તરફથી આવેલ કાગળ તરફ ધ્યાન ખગચાયું કે ર૦ દિવસ બહાર જવાનું નહીં. મગજમાં લાઈટ થઈ કે મેં પ્રગટ ભગવાન અનાદી શ્રીકૃષ્ણનારાયણ હાજરા હજુર પ્રભુની આજ્ઞા લોપી તેથી આ ઘટના બની. પછી દવાખાનેથી ૧૮મે દિવસે રજા મળી અને કારથી હું ભંડારા આવી ગયો.
ભંડારા ઘરમાં આવી ગયા બાદ હું મહારાજની મૂર્તિ સામે ઊભો રહીને બોલ્યો કે પ્રભુ મેં જરૂર ભૂલ કરી છે. પ્રભુ તમારી આજ્ઞાનું ખરેખર મેં ઉલ્લંઘન કર્યું, પણ પ્રભુ દયાળુ કૃપાનાથ સાક્ષાત પરબ્રહ્મ અવતારી મેં તો ભૂલ ખરેખર કરી પણ અમો ધંધાવાળા, પ્રભુ અમારાથી ભૂલ તો હાલતા થવાની. કેમ કે અમારે ધંધાવાળાને ભાગાભાગી થવાની જ છે. ખેર, જે બનવાનું હતું તે બની ગયું. હવે મારો હાથ પાટાપિંડીથી બંધાઈ ગયો છે. હવે પ્રભુ સેવા, પૂજા, આરતી એનું શું થશે ? એમ કહી મૂર્તિની સામે જ પાટાપિંડી તોડીફોડી નાખ્યાં અને હાથ લબડી ગયો. મહારાજની મૂર્તિની સામે હઠ કરીને બેસો ગયો. હવે તમારે મારા હાથને ઠીક કરવા ભંડારા મારા ઘરમાં પધારીને હાથનું દુઃખ દૂર કરવા આવવું જ પડશે, એમ હઠ કરીને બેસી ગયો. પછી બરાબર ચોથે દિવસે રાતના ૧ર વાગીને ર૦ મિનિટે પ્રભુ પુષ્પક વિમાનમાં ચાર-પાંચ મુક્તો ભેળા અવતારોના અવતારી પધાર્યાં ને એકદમ અજવાળું આખા ઘરમાં છવાઈ ગયું. પ્રભુએ અવાજ દીધો કે ઊભો થા, ખોટા ડોળ કરીને શું બેઠો છો ? મને આટલે દૂરથી બોલાવ્યો, તને તો કાંઈ તકલીફ તો છે નહીં ને તારો હાથ સાજો છે. ખોટો ડોળ કરવો મૂકી દે, એમ કહીને પ્રભુએ પોતાના હાથની છડીના ત્રણ ટકોરા હાથમાં લગાવ્યા.
માથા ઉપર હાથ ફેરવીને પ્રગટ પ્રભુએ ઊભો કર્યો. જ્યાં હું ઊભો થયોને હાથને જોઉં તો એકદમ હાથ સરખો અને મેં ઘરનાને જગાડ્યા કે ઊભા થાઓ. મહારાજ પુષ્પક વિમાનમાં પધાર્યા અને જો મારો હાથ ઠીક કરીને પ્રભુ એકદમ અદૃશ્ય થઈ ગયા. આમ મારી રક્ષા કરી.
સમય જતાં માધવજીભગતે ભંડારા અગરવાડાના આજુબાજુના ગામડાંઓમાં દરરોજ રાત્રો જઈ મહારાજનો પ્રચાર કરવાનું કાર્ય શરૂ કર્યું. તે ગામડાંઓમાં જે જીવોને શારીરિક દુઃખ હોય તેમજ ભૂતપ્રેતનું વરગાડ હોય તેમને મહારાજનો મહામંત્ર તેમજ પ્રસાદીનું જળ આપતાં જેથી દરેકનું દુઃખ દૂર થતું અને બધા કંઠી બંધાવી મહારાજનું ભજન કરતાં. થોડાં વર્ષો બાદ મહારાજની પ્રેરણાથી માવજીભગતને અગરવાડામાં મહારાજના મંદિરના નિર્માણકાર્યનો સંકલ્પ થયો. માટે એ સંકલ્પ પણ ધીરે ધીરે પૂર્ણ થયો. સમય જતાં મહારાજનું અખંડ ભજન અને સેવા કરતા માધવજીભગત ધામમાં ગયા ત્યારબાદ ઘણાં વર્ષો સુધી અગરવાડાનું એ જીર્ણ થયલા મંદિરનો જિર્ણોદ્ધાર કરી સુંદર મંદિરનું નિર્માણ કરી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા પૂ. સદ્ગુરૂ શાંતિલાલ ભગત તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા ધામધૂમથી મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેથી હવે દરરોજ નિયમ પૂર્વક ભંડારા અગરવાડાના આ મંદિરમાં મહારાજની સેવા-પૂજા થાય છે. ગામના ઘણાં લોકો મહારાજનું ભજન કરી અને સુખિયા થાય છે.
આમ પ્રગટભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના સ્થાપિત પ્રથમ મોટાં આચાર્ય શ્રી સ્વરૂપાચાર્યજી મહારાજે પ્રભુની સેવા-ભક્તિ-કથાવાર્તા દ્વારા તેમજ મંદિર નિર્માણ દ્વારા શ્રીહરિ શરણાગતિ મંડળ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. મહારાજનો તેમના પર ખૂબ રાજીપો હતો અને માધવજીબાપાને અનેકવાર દર્શન-પરચા પર ખૂબ જ આપ્યા હતા. માટે પ્રગટના આ મહામુક્તરાજને અનંત વાર દંડવત્ પ્રણામ છે.