અનાદિ મુક્તરાજ મોહનભગત કરસનભગત મનાણી
જામવંથલી, હાલ- પૂના
મોહનભગત જામવંથલીના પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના પરમભક્ત, વિવેકી, જ્ઞાની અને પ્રગટ ભગવાનને શાસ્ત્રે કરીને ઓળખનારા હતા. મહારાજને મોહનભગત ખૂબ વ્હાલા હતા. મહારાજે એમનું બહું ધ્યાન રાખ્યું છે. જૂનાગઢ બાલમુકુંદ ભવન મકાનના વાસ્તામાં બાપુજી ગયા નહોતા ત્યારે મહારાજે ભગતને ત્રણ-ચાર વખત યાદ કર્યાં હતા કે મારો મોહન કેમ ન આવ્યો ? આમ યાદ કર્યાં હતા.
મોહનભગતના ધર્મપત્ની શાંતાબેને જામનગર મંદિરમાં સેવા ઘણી કરી છે. તેમજ કાયમ મહારાજની આજ્ઞામાં રહ્યા છે ત્યારે એકવાર એક દીકરો તોફાન બહુ કરતો પણ રંગનાથ નગરસેવકને ત્યાં ખેતરમાં કામે જતો ને એ ભાઈ મંત્ર, તંત્રવાળો હતો. ત્યારે મારા બા મારા ભાઈને બોલાવવા જતા ત્યારે એ રંગનાથે પોતાની મંત્ર-તંત્રની શક્તિનો પ્રયોગ કર્યો એટલે બાને રાત્રો માથા વગરનો માણસ દરવાજાને લાત મારી ઘરમાં આવતો દેખાય એટલે બા શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ બોલે એટલે એની મેલી વિદ્યા કામ ન કરે. પછી મંદિરે મહારાજને વાત કરી એટલે મહારાજે શ્રીજીરક્ષા આપીને દરવાજામાં બાંધી દેજો એમ આજ્ઞા કરી. આમ બાની પણ રક્ષા કરી.
તેમના છોકરાવ જીતેન્દ્રભગત, અનિલભગત, હરિકૃષ્ણભગત આદિક ભક્તો નાની વય પણ સમજણથી પ્રગટ ભગવાનની ભક્તિપરાયણ હતા અને પ્રગટ ભગવાનની સેવામાં નિત્ય રહેનારા આ ભગવદીય કુટુંબને મહારાજે સ્વયં દિક્ષા, મંત્ર, શરણાગતિ આપીને ભક્તની દુર્બળ સ્થિતિમાયે વિશેષ પણે હેત-નજર રાખીને પોતાના ભક્તને દુઃખી નથી થવા દીધા. રાજકોટમાં પ્રગટ પ્રભુ બિરાજતા હોય કે જામનગર હોય કે જૂનાગઢ હોય ભક્તોની નજર ભગવાન તરફ અને ભગવાનની નજર ભક્ત તરફ રહેલી જ હોય છે. મોહનભગતને મહારાજે પૂના ભકતો ભેગા અને કથાવાર્તા, ભક્તોમાં હેત-પ્રીત, ભગવાનમાં સમજણ વધો તેવા શુભ આશય સાથે મોહનભગત પૂના કામકાજે મોકલ્યા. કામકાજમાં પણ મોહનભગત નરસિંહ મહેતા જેવું જીવન તેથી કામ કરતા પણ ભગવાનનું ધ્યાન-સ્મરણ વધારે થતું તેથી કામ ભૂલાઈ જતું. આવા સમયે ભક્તોએ કામકાજમાં પણ મદદ, સહાયતા કરી મોહનભગતને પોતાના ભેગા જ રાખ્યા છે.
પછી તો મહારાજે મોહનભગતને દુબઈ, અબુધાબી, દાસાલેન્ડ મોકલ્યા છે અને મોહનભગતે પ્રગટ ભગવાનની, ફુલવાડીની દ્રવ્યસેવાઓ કરી છે. સન્લે કંપનીમાં અને દાસાલેન્ડમાં ઇગ્લિશ કંપનીમાં ઊંચા પગારે નોકરી અપાવી છે. મોહનભગતે સેવાનું લક્ષ્ય રાખી ખૂબ સેવાઓ કરી છે અને આમ આખું જીવન ભગવાનના કથા-વાર્તા, સેવા ભક્તિ કરીને ધામને વિશે ગયા છે. તેમના પુત્રોને હરિકૃષ્ણભગત, અનિલભગત, જીતેન્દ્રભગતને પૂનામાં કડિયાકામ, આરસકામ કારીગરી કરતાં મહારાજે વિદેશ મોકલ્યા છે.
જીતેન્દ્રભગત દુબઈ ગયા છે. દુબઈ એરપોર્ટ પર સરકારી નોકરી કરી સારો પગાર મેળવતા ભક્તો દુબઈ ભક્તો ભેગા સમૂહમાં રહી ધૂન-ભજન કરતાં મહારાજના સમૈયા ઉત્સવ ઉજવતા લાખો રૂપિયાની સેવાઓ ફુલવાડી મંદિર વિષે કરી છે. દેશમાં અનિલભગત, હરિકૃષ્ણભગત પૂનામાં કામકાજ કરતાં કરતાં તેઓએ પણ જુનાગઢ, ફુલવાડી, કુંકાવાવની સેવાઓ કરી મહારાજને વહાલા ભક્તો થયા છે. મહારાજે ગરીબડા ભક્તોને ધનવાન બનાવી આલોકની સંપત્તિ સાથે પરલોકની પણ દિવ્ય સંપત્તિઓ આપીને સુખી કર્યાં છે. જેનું અનુસંધાન સુપુત્રોને છે તેથી જ આજપર્યંત મહારાજના મંદિરો જ્યાં પણ છે. ત્યાં સમૈયા-ઉત્સવો સેવાઓ કરીને પ્રગટનું ભજન-સેવા કરીને સાચું એકાંતિક ભક્તના જેવું જીવન જીવી રહ્યા છે.