અનાદિ મુક્તરાજ કેશવજીભગત હરિભગત ચોટલિયા
જામવંથલી, હાલ- મુંબઈ
કેશવજીભગત મહારાજ જામવંથલી પધારતા તે જાણીને ઘણીવખત મહારાજના દર્શને આવતા અને મહારાજના સેવાના વચનોને અદ્ધર ઝીલી લેતા. તેમના પરિવારમાં ધર્મપત્ની અને છોકરાં-છોકરીઓ મહારાજના દર્શન-દિક્ષાને પામેલા. સમગ્ર કુટુંબ પ્રગટ ભગવાનની સેવા પરાયણ હતા. મહારાજની આજ્ઞા થઈ તો અરબસ્તાન પણ ગયા.
ઈ.સ. ૧૯૭પની સાલમાં કુંકાવાવના પાદરમાં ‘રાષ્ટ્રીય સ્મૃતિખંડ' ભવનમાં મંદિરનું નિર્માણ શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો દ્વારા થયું. તેમાં મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થાય જયજયકાર થાય તેવા શુભ આશય સાથે પ્રગટ ભગવાને જુનાગઢથી પુના પત્ર લખ્યો કે, કુંકાવાવના પાદરમાં રાષ્ટ્રીય સ્મૃતિભવન બનાવી અમારી હયાતીમાં જ એક સ્ટેચ્યુ મૂર્તિ બનાવીને પ્રતિષ્ઠા થાય તો ગામ વચ્ચેથી કુમકુમવાપીના ભક્તોને સર્વેને દર્શન થાય અને પછી કામકાજે જાય એવો સંકલ્પ કર્યો તેથી ભક્તો રાજી રાજી થઈ ગયા. પછી જામવંથલી, કુંકાવાવ ભક્તોએ મળીને મંદિર નિર્માણ માટે ભગવાનજી રાજા, વેલજીભગત, રામજીભગત, છગનભગત, રતિલાલભગત રાઠોડ, શાંતિલાલભગત બગીચા વગેરે આ બધા ભક્તો મહારાજની આજ્ઞા મુજબ સલાહ-સૂચનો, માર્ગદર્શન લેતા રહેતા. ભગવાનજી રાજા હસ્તક મંદિર નિર્માણ થયું. મૂર્તિ બનાવવાનો ખર્ચ તે વખતે કેશવજી હરિએ દીધો હતો. મોટા ભક્તોને શુભ સંકલ્પ હતો કે, મૂર્તિ અખંડ બનાવીશું અને પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની બેઠી મૂર્તિ પધરાવીશું. પછી તો પ્રગટ ભગવાનનો રાજીપો અને શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોનું બળ, સંપ, સમજણ વડે અખંડ મૂર્તિ તૈયાર થઈને આવી ગઈ.
જામવણથલીના ભક્તોએ મહારાજ પાસે જઈને કુંકાવાવ પાદર સ્મૃતિ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની મુહૂર્ત અને તારીખનું કહ્યું તો મહારાજે તા.ર૩-૯-૧૯૭પ, ભાદરવા વદ-૩, મંગળવારનું મુહૂર્ત આપ્યું. તે વખતના ન્યૂઝ પેપરમાં જાહેરાત થઈ કે આસો વદ-અષ્ટમીએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કુંકાવાવને આંગણે ધામધૂમપૂર્વક થશે. પછી કુંકાવાવ, જામવંથલી, રાજકોટ અને આજુબાજુના ગામડામાં પણ ભક્તોમાં આનંદ વ્યાપી ગયો, ઉત્સવ ઉજવવાનું નક્કી થયું. તે અગાઉ કેશવજીભગતનો દિકરો અચાનક પરમધામમાં ગયો. તેનું તેમને વ્યવહારીક દુઃખ હતું. આ બાજુ ઉત્સવ અને આ બાજુ દિકરાનું
દુઃખ પણ મહારાજના મુકતભક્ત તેથી સત્સંગમાં દિવ્ય સમજણ કે દિકરો ભગવાનનો હતો ને ભગવાને પાછો લીધો. તે ધામમાં જ મહારાજની સેવામાં છે. પછી ફિકર શાની ? આમ જાણપણું રાખી તેઓએ ભકતો સાથે મળીને કુંકાવાવ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો હતો. અને જામવંથલી-કુંકાવાવ ભાઈ-બાઈ, સર્વે ભક્તોએ ખૂબ ખૂબ ગાવણાં સાથે નાચ્યા હતા.
આ રીતે કેશવજીભગતે પણ દિકરાના દુઃખને ગળી જઈ હરખભેર ઉત્સવને માણ્યો. આવા દિવ્ય દૃષ્ટિવાળા, દિવ્ય સમજવાળા પ્રગટ ભગવાનની સેવાવાળા ભક્તોને મહારાજે પણ રાજી થઈને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. પછી જૂનાગઢ બધા ભક્તો મહારાજ પાસે આવ્યા ધૂન-ભજન કર્યા પછી મહારાજે નારાયણધરે ન્હાઈને ધૂન-ભજન કરીને આવો એવી આજ્ઞા કરી. બધા નાહી-ધોઈને પરથાળ ઉપર બેસી ભજન કરવા લાગ્યા. અનંત કીટ-પતંગિયાઓ દ્વારા અવકાશમાં દેવતાઓ આવી જયજયકાર કર્યો છે. મહારાજ કહે, આ બધા દેવલોકમાંથી આવ્યા છે. બલિરાજાએ અહીં ૯૯ યજ્ઞ પૂરા કર્યાં છે. આ ૧૦૦માં યજ્ઞમાં ભક્તોએ પધારી મહારાજને રાજી કરવા વાસ્તે ધૂન-ભજન કરી આજે યજ્ઞ પૂરો થયો. મહારાજની આ વાત જાણી ભક્તોને આનંદ આનંદ કર્યો. પછી બધા ભક્તોને હૃદયની લાગણીથી આશીર્વાદ આપ્યા અને ધ્યાન ધરી સંકલ્પ કર્યો કે, મારા ભકતોએ પોતાના બાળકોનુંયે ધ્યાન રાખ્યું નથી અને અમારા સામું જ જોયું છે. તેઓ પાસે કાંઇપણ નથી તો પણ અમારી આજ્ઞાઓ ઝીલીને સેવાઓ જ કરી છે. જો મારા આવા ભક્તો પાસે હોય તો મને શું શું ન આપે ? બધું જ આપે. તેમ ધ્યાનમાં થોડીકવાર રહ્યા પછી બોલ્યા કે, મેં મારા ભક્તોના સુખને વાસ્તે બાજુમાં એક નવો દેશ ખોળી કાઢ્યો, આવવું-જવું થાય. કમાવાય અને સેવા થાય. પછી મહારાજની કૃપા અને આશીર્વાદથી ભક્તો વિદેશ જવા લાગ્યા.
તેમાં પ્રગટ ભગવાનનો ખૂબ જ રાજીપો એ 'પ્રગટ ભગવાન અમારી સેવાથી રાજી થાઓ' એ જીવનમંત્રથી વિદેશમાં કથા-વાર્તા-ઉત્સવ-સમૈયા-કામકાજો કરીને ઘણા પ્રકારના અવસરે ભક્તોએ ખૂબ સેવા કરી છે. શ્રીહરિ શરણાગતિ મંડળની મહારાજે સ્વહસ્તે સ્થાપના કરીને જામવંથલીના સ્થાનિક ભક્તોઉપર વિશ્વાસ રાખ્યો અને ૧૧ ભક્તોની સમિતિ બનાવીને ૧૧ ટ્રસ્ટીઓ નિમ્યા. શ્રીહરિ શરણાગતિ મંડળ વતી મહા સમિતિ માં ૧. પ્રમુખ કરસન માવજીભાઈ, ર. કેશવજી હરિભાઈ, ૩. વેલજીભાઈ રવજીભાઈ, ૪. પ્રાગજી ડાહ્યાભાઈ, પ. હિરજી પેથાભાઈ, ૬. દામજી પ્રેમજીભાઈ, ૭. છગનલાલ પ્રેમજીભાઈ, ૮. ભગવાનજી રાજાભાઈ, ૯. હરિલાલ વેલજીભાઈ, ૧૦. મોહનલાલ રતનશીભાઈ,
૧૧. ટપુલાલ કાનજીભાઈ. આ પ્રકારે શ્રીહરિ શરણાગતિ મંડળ રચીને ૧૧ ભક્તોની ટ્રસ્ટીપદે નિમણુંક કરી.
કેશવજીભગતે શ્રીહરિ શરણાગતિ મંડળમાં મંત્રીપદે રહી ખૂબ ખૂબ સેવા કરીને ફુલવાડી મંદિરના બાંધકામમાં, મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવોમાં અને પ્રગટ ભગવાનના જન્મજયંતી ઉત્સવો અને બીજા ઘણાં ઉત્સવોમાં મુંબઈ-પૂના, રાજકોટથી પધારીને શરણાગતિ મંડળના એક વડીલને શોભે તે રીતે માર્ગદર્શક રહ્યા છે અને મંદિરના વહીવટ બાબતે સ્પષ્ટપણે રહ્યા છે. શુદ્ધ, સાત્ત્વિક પ્રકૃતિના અને ભક્તોની પણ સેવા કરવામાં એટલા જ ઉત્સાહી અને ધગશ-બળ વાળા કે ભક્તો કહે તે કામ કરવા તરત જ તત્પર થઈ જતા. દેશમાં હોય કે પરદેશમાં હોય તેઓએ સતત મહારાજની અંગત સેવા, મંડળની સેવા અને ફુલવાડી મંદિરની સેવામાં સદાય અગ્રેસર રહ્યા છે અને પ્રગટ ભગવાને તેમને પોતાના હૃદયની લાગણીઓના આશીર્વાદ આપ્યા છે અને સુખી થાઓ, કામકાજ વધો, સમૃદ્ધિવાળા થાઓ અને સેવાઓ કરો.
મહારાજના રહસ્યને જાણનારા, પ્રગટની સેવા જ જેમનો પ્રાણમંત્ર હતો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવાનું અનુસંધાન રાખી ભજન કરતાં કરતાં કેશવજીભગત ધામમાં ગયા છે.