પરચા ૪૨

અનાદિ મુક્તરાજ મોહનલાલભગત રતનશીભગત સાપરીયા

બાલંભા, હાલ- પૂના

મોહનભગત બાલંભામાં રહેતા હતા ત્યારે ભગતના ઘરમાં કુટુંબમાં ઘણી તકલીફો. એના ઉપાય સ્વરૂપે ભુવા-બ્રાહ્મણો-જ્યોતિષીઓ પાસે જોવડાવ્યું બધા તો અલગ અલગ વાતો કરી કહે, તમને નડતર છે. આમ જીવનમાં ઘણી તકલીફો પડતી હતી. મોહનભગતના બેન સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા એટલે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના પ્રતાપની તેમને ખબર હતી. જેથી બેનના કહેવાથી મહારાજ પાસે પ્રાર્થના કરવા વિચાર્યું.

ધ્રોલ તાલુકાનું બાલંભા ગામના મોહનભગત સાપરિયા જેઓ માતાજીના ભક્ત હતા. તેઓ ૧૯પ૦ની સાલમાં પૂના કડિયાકામ કરવા ગયા ત્યારે કાઠિયાવાડના ગામે ગામના કડિયાઓ રહેતા હતા. તેઓ ભજન મંડળી તથા નોરતાના ઉત્સવો કરતા અને મોહનભગત નવ નોરતાના ઉપવાસ કરતા તેઓના ઘરમાં સિકોતરી માતાજી બેઠા હતા અને મોહનભગતને હેરાન કરતા હતા. મોહનભગત પૂના ગયા પહેલા માતાજીના નૈવેધ કરી ન ગયા અને મોહનભગતને બેચેન બનાવી દીધા. કામે ગયા બાદ કામ કરવા અને પાછા ઘરે આવ્યા ત્યારે બેશુદ્ધ જેવા થઈને સૂઈ રહે. ત્યારબાદ ત્રીજા દિવસે કામે ગયા. ત્યારે આપણાં ગુરુભાઈઓએ કંપનીમાં કામ કરતા હતા મોહનભગત કામ પર ગયા ત્યારે વેલજીભગતને પૂછ્યું ભગત બે-ત્રણ દિવસ કામે કેમ નહોતા આવ્યા ત્યારે મોહનભગતે સિકોતરી માતાની વાત કરી અને વેલજીભગતને કહે તમારાથી કાંઈ થાય તેમ હોય તો મારું દુઃખ મટાડો. ત્યારે વેલજીભગત કહે મારાથી આમાં કંઈ થાય તેમ નથી માટે તમો મહારાજ પાસે જાવ. હાલમાં મહારાજ જામવંથલી છે ત્યાં જઈને મહારાજને વાત કરજો તમારું દુઃખ ટાળી દેશે અને વેલજીભગતે મોહનભગતને સમજાવ્યું કે તમે પહેલાં મહારાજ પાસે વર્તમાન ધરાવીને કંઠી બંધાવી લેજો બાદ સિકોતરી માતાની વાત કરજો.

ત્યારબાદ મોહનભગત બીજા જ દિવસે પૂનાથી જામવંથલી જવા નીકળ્યા અને સવારે પાંચ વાગ્યે રાજકોટ પહાગચ્યા ત્યાંથી સવારે ૭-૧પની લોકલ ગાડી પકડીને ૯ વાગ્યે જામવંથલી પહાગચ્યા અને તેમના ફોઈબાને ઘેર જઈ સ્નાનવિધિ પતાવી, નાસ્તો કરી બેઠા ત્યારે એમના ફોઈએ પૂછ્યું મોહન શું કામ માટે દેશમાં આવ્યો છો ? ત્યારે મોહનભગતે સિકોતરી માતાની વાત કરી. ત્યારે એમના ફોઈ કહે તારા ફુવાને લઈ મંદિરે જા. મહારાજને

વાત કરજે તુરત જ ફુવા સાથે મંદિરે ગયો મોહનભગતને મહારાજને દંડવત્ કરતા શરમ આવી એટલે જય સ્વામિનારાયણ બોલીને મહારાજ સામે બેઠા ત્યારે મહારાજે સામેથી જય સ્વામિનારાયણ બોલીને આવકાર્યા અને મોહનભગતને કહે ભગત ક્યા ગામથી આવો છો ? ત્યારે મોહનભગત કહે મહારાજ હું પૂનાથી આવું છું. મને વેલજીભગતે મને તમારી પાસે મોકલ્યો છે અને મને વર્તમાન ધરાવીને કંઠી બાંધીને તમારો શિષ્ય બનાવો. ત્યારે મહારાજે હાથમાં પાણી લઈ મોહનભગતના માથા પર છાંટીને માથે હાથ મૂકી મંત્ર બોલી વર્તમાન ધરાવી કંઠી બાંધીને આશીર્વાદ આપ્યા જાવ સુખી થાવ. અમારું ભજન કરજો ત્યારબાદ મોહનભગતે પૂજા માટે મૂર્તિઓ આપવાની વાત કરી ત્યરેમ હારાજે પોતાના ચિન્હવાળા હાથની મૂર્તિ તથા પલાંઠીવાળી બેઠા છે તે મૂર્તિ અને નાનું સ્વરૂપ પાઘવાળી મૂર્તિ આપી ચંદન ઘસવાની વાટકી આપી અને એક ચંદનનો ગાંઠિયો આપ્યો અને બોલ્યા નિયમીત પૂજા કરજો.

ત્યાર બાદ મોહનભગત મહારાજ ામે ઘણીવાર બેસી રહ્યા ત્યારે મહારાજ કહે કંઈ સમસ્યા લઈને આવ્યા હો તો અમને જણાવો. ત્યારે પોતાના ઘરમાં બેઠેલી સિકોતરીની વાત કરી ત્યારે મહારાજ કહે કાલે સવારે તમે ધ્રોલ જઈને ટેકસી ભાડે કરી આવજો આપણે બાલંભા જઈને માતાજીનો ઉદ્ધાર કરી નાખશું.

બીજા જ દિવસે મોહનભગત સવારમાં ઊઠીને પૂજા-પાઠ કરી એના ફુવાને સાથે લઈ મંદિરે ગયા મહારાજને દંડવત્ પ્રણામ કરી સામે બેઠા અને બોલ્યા જાવ ટેક્તસી ભાડે કરી આવો. ત્યાર બાદ આપણે બાલંભા જઈને માતાની વિધિ કરીશું. તરત જ મોહનભગત અને ફુવાને સાથે લઈ ધ્રોલ પહાગચ્યા અને જૂના બસસ્ટેશનથી ટેકસી લઈને જામવંથલી મંદિરે આવ્યા ત્યારે મહારાજ સ્વયંપ્રકાશસ્વામીને કહે ચાલો આપણે બાલંભા જવું છે. ત્યારે તુરત જ ટેકસીમાં બેસી ચારેય બાલંભા પહાગચ્યા અને મોહનભગતના ડેલા પાસે ટેકસી ઊભી રાખી અને ફળિયામાં ગયા બાદ મહારાજ મોહનભગતને કહે ચાલો ક્યા રૂમમાં માતાજી બેઠા છે ? મહારાજનું કહેવું સાંભળી બાજુમાં ઊભેલા લોકો આપસમાં વાત કરવા લાગ્યા કે મોહનભગત સ્વામિનારાયણના સાધુને લાવીને સિકોતરી માતાજીના ફળાને ઉખેડવા આવ્યા છે. પરંતુ માતાજી સાધુને પણ પાડી દે એવા છે. ત્યારબાદ જે રૂમમાં માતાજી બેઠા હતા તે રૂમમાં મોહનભગત મહારાજને લઈ ગયા. મોહનભગતે માતાજીના ફળા મહારાજને બતાવ્યા ત્યારે મહારાજ કહે લાવો ઘડામાંથી પાણી ત્યારે મોહનભગતે ઘડામાંથી પાણી ભરીને લોટો મહારાજને આપ્યો ત્યારે મહારાજે એક જંલી પાણી છાંટ્યું, બીજી અંજલી

પાણી છાંટ્યું ત્યાં તો માતાજીના ફળા ધ્રુજવા લાગ્યા અને ત્રીજી અંજલી પાણીની છાંટી બાદ ફરી ધ્રુજવા બંધ થયા ત્યારે મહારાજે સ્વયંપ્રકાશસ્વામિને કહે લઈ લ્યો તમારી જોળીમાં આ માતાજીના ફળા ત્યારે સ્વયંપ્રકાશે માતાજીના ફળા જોળીમાં લઈ લીધા ત્યાર બાદ ત્યાંથી ટેકસીમાં બેસી ચાલી નીકળ્યા અને રસ્તામાં ઊંડ નદી આવી અને મહારાજે ટેકસી સાઈડમાં કરાવીને સ્વયંપ્રકાશસ્વામીને કહે પધરાવી આવો આ માતાજીના ફળા ત્યારે સ્વામીએ ફળા નદીમાં પધરાવી દીધા ત્યાંથી જામવંથલી પહાગચ્યા.

એક વખત મોહનભગત જામવંથલી આવ્યા હતા ત્યારે મહારાજનું ફુલવાડીમાં કૂવો ગાળવાનું કામ ચાલું હતું ત્યારે મહારાજે એ કૂવામાં સેવા બતાવી તો મોહનભગતે થોડો ગાર કાઢી સેવાનો એ પ્રથમ લાભ લીધો હતો.

મોહનભગતે મહારાજની શરણાગતિ લીધી પછી ભગવાને તેમનું જે દુઃખ હતું તે ટાળ્યું ને સુખીયા કર્યાં. હવે કડિયાકામ અર્થે પૂના જવાનું થયું. ત્યાં આ વેલજીભગત, તુલશીભગત, મોહનભગત અને બીજા ભક્તોના સમૂહમાં રહી દરરોજ ધૂન-ભજન કરતા. આમ મહારાજની દિવસે દિવસે સત્સંગ દ્વારા ઓળખાણ થવા લાગી અને મહારાજ પોતે સ્વયં ભગવાન છે એમ જીવનમાં દૃઢ થઈ ગયું અને મોહનભગત જૂનાગઢ દર્શન કરવા જતાં તો ત્યાં મહારાજની સેવા કરતા, હાર પહેરાવતા, ચરણસેવા કરતા, આમ મહારાજને રાજી કરતા. ભગત પૂના ગયા પહેલા બે-ત્રણ વખત જૂનાગઢ દર્શન કરી આવ્યા હતા અને મહારાજ શાસ્ત્રો લખતા અને ચરણ લાંબા કરી ચરણસેવાનો લાભ આપતા.

મોહન ભગત એક વખત દુબઈ ગયા ત્યા૨ે વધુ બીમા૨ પડયા અને અન્ન જ૨ા પણ ખવાય નહીં અને શ૨ી૨ સુકાઈને લાકડા જેવું થઈ ગયું અને મોઢા પ૨સોજા ચડવા માંડયા. ત્યા૨ે પાણી કે અન્ન પેટમાં ૨હે નહીં. એકદમ બીમા૨ પડી ગયા અને ભગત ડે૨ા સાઈડ ઉપ૨ એકલા જ ૨હેતા હતા. ત્યા૨ે ભગતે પ્રગટ મહાપ્રભુ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સામે ધ્યાન ધ૨ીને પ્રાર્થના ક૨ી અને આંખમાં આંસુ આવ્યા અને કહ્યું કે, હે ભગવાન પ્રગટ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજ ૨ક્ષા કરો, દુઃખ ટાળો, દર્શન આપો, આપ તો ભક્તવત્સલ ભગવાન છો. એટલી અ૨જી ક૨ીને ડૉકટ૨ પાસે દવા લેવા ગયા તો ડૉકટ૨ે ૧૩ દિવસ ઇન્જેકશન લેવા કહ્યું તો ૧૩ ઇન્જેકશન લીધા એટલામાં મહારાજે પ્રસાદી રૂપે ગુલાબની પાંખડી મોકલાવી અને મેં એ ગુલાબ પાંખડીની પ્રસાદી ખાધી અને ૧૩ દિવસમાં એકદમ બીમા૨ી ચાલી ગઈ. આવી ૨ીતે મહારાજે ભગતનું દુઃખ મટાડયું.

એક વખત મોહનભગતને સંકલ્પ થયો કે, જૂનાગઢ મહારાજ પાસે ૧ મહિનો સેવા કરવી છે. આમ જૂનાગઢ ગયા, મહારાજ પાસે રહ્યા અને મહારાજને નવરાવવા, હાર પહેરાવવા, જમાડવા, ચરણસેવાનો લાભ મળતો અને એક વખત ચરણસેવામાં ગુલાબની એટલી બધી સુગંધ આવી કે ન પૂછો વાત એટલી સુગંધ આવી હતી.

એક વખત અમે પૂનામાં મહારાજની ધૂન-ભજન કરતાં ત્યારે શાસ્ત્રીજી મહારાજની જય બોલાવતા, આરતી ઉતારતા. આમ દરરોજ ભજન કરતા. એક વખત આ જય બોલાવવા અને આરતી ઉતારવા બાબતે ર૦-રપ જણા મોટા મોટા હરિભક્તો અને સાધુ આવ્યા અમને સમજાવવા કે, સાધુની જય ન બોલાય, આરતી ન ઉતારાય. આમ ઘણાં ઘણાં વચનામૃત અને બીજી સત્સંગની વાતો કરીને સૌ ભક્તોને સમજાવતાં હતાં ત્યાં મોહનભગતમાં એક જાતનો આવેશ આવી ગયો અને મોહનભગતે એ સાધુના ખોળામાં માથું મૂક્યુંને બોલ્યા સ્વામી આ રહ્યું મારું માથું આ ઉતારવું હોય તો ઉતારી લ્યો પણ શાસ્ત્રીજી મહારાજની જય તો બોલશું અને આરતી પણ ઉતારશું. સાધુ અને હરિભક્તો સ્તબ્ધ થઈ ગયા. કાંઈ ન બોલ્યા ને બધા ત્યાંથી ચાલ્યા ગયા. પછી તો અમે શરણાગત મંડળના ભક્તોએ ભેગા થઈ બીજી રૂમ ભાડે રાખીને ત્યાં ભજન કરતા અને સત્સંગ કરતા. જેથી એકરૂચીવાળા ભક્તો હોવાથી દિવ્ય સત્સંગ થવા લાગ્યો અને ભગવાનનું ભગવાનપણું છલકવા લાગ્યું અને સર્વે ભક્તો મજબૂત થવા લાગ્યા ને ભગવાનને વધારે ને વધારે રાજી કરવા લાગ્યા.

કુંકાવાવમાં ઇ.સ.૧૯૭પમાં મૂર્તિ પધરાવ્યા પછી ભક્તો વિદેશ જવા લાગ્યા. મહારાજની કૃપાથી મોહનભગતને વિદેશમાં કોઈ જાતની તકલીફ પડી નથી અને મહારાજની જૂનાગઢ, કુંકાવાવ, જન્મસ્થળ અને ફુલવાડીની અખૂટ સેવાઓ કરી છે. મોહનભગત મહારાજના અનન્ય અને વિશ્વાસુ ભગત હતા. જેથી જે કાંઈ સેવા કે આજ્ઞા કરવાની હોય તે મહારાજ આ મોહનભગતના પત્રમાં આજ્ઞા, ઉપાસના અને સમજણની વાતો લખતા અને ભગત પણ મહારાજનો વિશ્વાસ જાળવી રાખતા અને ધામના મુક્ત પ્રમાણે ભગવાનને ભજ્તાં અને બીજાને ભજાવતાં.

એક વખત હું દુબઈ માં ખૂબ બીમાર પડ્યો અને અન્ન જરા પણ ખવાય નહીં અને શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું અને મોડા પર સોજા ચડવા માંડ્યા. ત્યારે પાણી કે અન્ન પેટમાં રહે નહીં અને એકદમ બીમાર પડી ગયો અને હું ડેરા સાઈડ ઉપર એકલો જ રહેતો હતો. ત્યારે મેં પ્રગટ મહાપ્રભુ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સામું ધ્યાન કરી પ્રાર્થના કરી અને આંખમાં

આંસુ આવ્યા અને કહ્યું કે, હે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ મારી રક્ષા કરો, દુઃખ ટાળો, દર્શન આપો, આપ તો ભક્ત વત્સલ ભગવાન છો એટલી અરજી કરીને ડૉક્ટર પાસે દવા લેવા ગયો તો ડૉક્ટરે ૧૩ દિવસ ઈન્જેકશન લેવા કહ્યું, તો ૧૩ ઈન્જેકશન લીધા એટલામાં પ્રગટ ભગવાને પત્ર દ્વારા પ્રસાદી રૂપે ગુલાબની પાંખડી મોકલાવી અને મેં ગુલાબની પાંખડીની પ્રસાદી ખાધી તો ૧૩ દિવસમાં જ એકદમ બીમારી ચાલી ગઈ. આવી રીતે મહારાજે મારું દુઃખ મટાડ્યું. મહારાજે સૌ પ્રથમ જે લાલજી મહારાજની મુંબઈમાં પ્રથમ આઠ મૂર્તિ બનાવી તે આઠમાંથી એક મૂર્તિ આ મોહનભગત સાપરીયા પાસે છે.મુર્તિ આપીને મહારાજે કહ્યું હતું કે, તમારા છોકરાઓને જે જમાડો તે આ મને જમાડજો અમે જમી લઈશું અને રાજી થઈશું પણ અમારી મૂર્તિ કાયમ સેવામાં રાખજો.

મહારાજના કૃપાપાત્ર અનન્ય એકાન્તિક એવા આ ભગવાનના સંત મહારાજના અંગત ભક્તમાંના આ મોહનભગત સાપરીયા તેમણે મહારાજને ખૂબ રાજી કર્યાં છે. મહારાજના ઝીણવટભર્યાં ઉપદેશો જીવનમાં પચાવ્યા છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન ભગવાન લેખે કર્યું છે. તેમના ત્રણ પુત્રો અને એક પુત્રી તેઓ પણ મહારાજને રાજી કરે છે. તથા પૂનામાં બીજા મોટા મોટા ભક્તો રહેતા હતા જે મહારાજના સિંહાસનના બજોઠ સમાન ગણાય છે. સત્યુગના પાયારૂપ આ ભક્તોએ ભગવાનને ભજ્યા છે, સેવ્યા છે, રાજી કર્યા છે.

મોહનભગતે વિદેશથી આવી ફુલવાડીમાં મહારાજના પૂજારી તરીકે ઘણા વર્ષો સેવા આપી છે. સાથે સાથે રસોડામાં મદદરૂપ થતા અને બગીચામાં શાકભાજી અને ગુલાબને ઉતારવા તથા શાકભાજી ઉછેરવા અને ગુલાબના હાર બનાવવા જેવી અનેક સેવાઓ કરતા. તેઓ ફુલવાડીમાં સાડા ત્રણ વાગે જાગી જતા અને નિત્યક્રમ પ્રમાણે સેવા કરતા રાત્રો મહારાજને ૯-૩૦ વાગ્યે પોઢાડી ભક્તો ભેગા મળી બેસતા રાજી થતા અને રાજી કરતાં. આમ સતત ઘડી બેસ્યા વિના સેવા કર્યા જ કરતા. એ જ પ્રમાણે મોહનભગતના પુત્ર પરિવારમાં પણ સેવા-સત્સંગનો વારસો યથાવત જળવાઈ રહ્યો છે. શ્રીહરિ શરણાગતિ મંડળમાં તેમજ મહારાજના પ્રસાદીના કુંકાવાવ, જૂનાગઢ તેમજ ફુલવાડી ધામમાં પણ તેમની તન-મન-ધનથી યથાશક્તિ સેવા રહી છે. ધન્ય છે મોહનભગતના આ અનાદિ મુક્ત પરિવારને...