પરચા ૧૩૯

ભક્તોની અભ્યર્થના તેમજ ભક્તોની સેવા- ઉપાસના- અનુસંધાન અંતર્ગત મહત્વના મુક્ત ભક્તોના પરચાના પત્રો...

પ.ભ. શાંતિલાલ પૂંજાભાઈ વાઢેર, જામવંથલી (તા.૧૮-૧ર-૭પ)

તા.૧પ-૧ર-૭પના સુરત પહાગચી ગયાનો મહારાજને પત્ર લખ્યો પત્રમાં લખ્યું, તમો ગુરૂદેવ પ્રગટ ભગવાન છે. અક્ષરધામના અધિપતિ છો. તમારા પરચા ચમત્કાર સૌરાષ્ટ્ર દેશમાં ગવાય છે, આપ બધું જાણો છો. જે મને પેટનો દુઃખાવો રહે છે. રાતના નિંદ્રા ઓછી આવે છે. આમ પત્ર લખ્યો ત્યાં તો પેટનો દુઃખાવો મટી ગયો અને નિંદર આવી ગઈ સવારે ઉઠ્યો ત્યારે તમારા દર્શન થયા એ દર્શન નજરો નજર તરે છે અને પેટમાં બિલકુલ નિરાંત છે.

પ.ભ. રણછોડ રવજી ચૌહાણ, જામવંથલી (તા.રર-૧ર-૭પ)

રણછોડ ભગતે મહારાજને સ્નેહભાવે પત્ર લખ્યો તેમાં લખ્યું કે, અમારા બહેનના સાસું ધામમાં ગયા. તેઓ ફુગેવાડીમાં રહે છે અને અમારી ભાણી સાત વરસની છે તે રાતના બે-ત્રણ વાગ્યે ઊંઘમાંથી ઉડી જાય છે. અને રાડો રાડ કરે અને કહે છે. જો મોટા બા આવ્યા અને કાળા મોઢાવાળો સફેદ કપડા પહેરીને આવ્યો છે અને મોટું જનાવર આવી પગમાં ચાંચ મારે છે. આમ દરરોજ રાડ્યું પાડે છે અને અમારા બહેન-બનેવી બહુ જ ચિંતા કરે છે. આપ સર્વસ્વ અંતર્યામી છો. ભગવાન છો આ દુઃખ મટાડજો. આમ મહારાજને પત્ર લખ્યો ત્યારથી સારું થવા લાગ્યું અને મહારાજે શ્રીજી રક્ષા મોકલી અને પિતૃ કાર્ય કરાવવા લખ્યું તે બેબીને સારું થઈ ગયું.

પ.ભ. બાબુલાલ મોહનભાઈ, રાજકોટ (તા.ર૩-૧ર-૭પ)

અરવિંદની તબિયત સારી નહોતી એટલે તા.૧૩-૧ર-૭પ સોમવારના દિવસે આપને ટપાલ લખી ટપાલ પેટીમાં નાખી હું ઘેર આવ્યો ત્યારે ઘરમાં આપના દર્શન થયાં અને આપ અરવિંદને માથે હાથ ફેરવતા જોયા અને મેં અરવિંદને જોયો ત્યારે ખબર પડી કે આપ અરવિંદને ધામમાં તેડી ગયા અને અરવિંદ આખો દિવસ તમારું જ રટણ કરતો હતો જેથી આપ એને ધામમાં તેડી ગયા.

પ.ભ. રતિલાલ પ્રેમજી વાઘેલા, ફુગેવાડી, (તા.ર૭-૧ર-૭પ)

અમારા માતુશ્રી ત્રણ વર્ષ પહેલાં ધામમાં ગયા ત્યારે એ એમ કહેતા હતા કે શાસ્ત્રીજી ભગવાન મને તેડવા આવ્યા છે. હું શાસ્ત્રીજી મહારાજ સાથે ધામમાં જાઉં છું. એમ કહી જય સ્વામિનારાયણ બોલ્યા અને મોક્ષમાં ગયા. આમ શાસ્ત્રીજી ભગવાન તેના ભક્તોનું ધ્યાન રાખતાં, દર્શન દેતા, દુઃખ મટાડતા, સુખી કરતા.

શ્રી વાસુદેવપ્રસાદદાસજી સ્વામી તથા કૃષ્ણજીવનદાસજીસ્વામી, કોલકાતા, (તા.ર૬-૭-૭૬)

આપ શાસ્ત્રીજી મહારાજે મુંબઈમાં આઝાદ મેદાનની કથામાં વ્યાસપીઠે બિરાજી જે દિવ્ય જ્ઞાન પીરસ્યું ત્યારથી આપને લાખો માનવો દૈવી અંશ-વાચસ્પતી, દિવ્યપુરુષ તરીકે જુએ છે. ત્યારે અહીં કોલકાતામાં આપની વાણી સાંભળવા અહીંના સત્સંગીઓ તલસી રહ્યા છે. આપના દર્શન કરવા ઈચ્છે છે, અહીં સહુ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને સંભાળે છે અને વખાણે છે.

શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી તથા બિહારી ભગત, ખંભાત, (તા.૧૩-૮-૭૬)

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જ્યારે ખંભાત માયાતીતાનંદજી બ્રહ્મચારીની સાથે એક મહિનો જાહેર વ્યાખ્યાનો આપ્યા અને ખંભાતને પોતાની મૂર્તિમાં ઘેલું લગાડ્યું હતું. શ્રી મહારાજની અમૃતવાણી-વચનો વડે ચમત્કારો થતા. એ વખારીયા શેઠ વૈષ્ણવ હોવા છતાં પોતાની ગાડી મહારાજ માટે હાજર રાખતા અને ભારત વર્ષમાં વિદેશમાં મહારાજની વાણી-ચમત્કારોના વખાણ થતા જેથી સ્વામિનારાયણ સંપ્રદાય ફૂલ્યો ફાલ્યો હતો. ત્યારે જૂનાગઢના સાધુ-સંતો મુંબઈ, ઘાટકોપર, મુલુન્ડમાં સત્સંગ કરાવતા ત્યારે કહેતા- અત્યારે હાલ સ્વામિનારાયણ ભગવાન સંતરૂપમાં જૂનાગઢમાં પ્રત્યક્ષ બિરાજે છે. તેના દર્શને સૌ જાઓ. આવા ઉપદેશ પ્રચાર વડે મુંબઈવાળાઓ જૂનાગઢ બસ અને સ્પેશ્યલ ટ્રેનોમાં દર્શન કરવા આવતા. આમ મુંબઈના સત્સંગીઓ આપને સંતરૂપમાં સ્વામિનારાયણ ભગવાન જાણે છે. ત્યારે અમો તા.૭-૯-૭૬ના આપના દર્શને આવવાના છીએ તો ભગવાન શ્રીહરિ સંતરૂપે સંત મધ્યે જન્મ ધરીને બિરાજ્યા છો. એ સતય સંકલ્પ અમારો પૂરજો. આપ પ્રત્યક્ષ અંતર્યામી દિવ્યમૂર્તિ સાક્ષાત્ નારાયણ શ્રીહરિ છો, દર્શન આપજો.

પ.ભ. મનુભાઈ શાહ, વારાણસી (તા.ર૭-૯-૭પ)

એક વખત મનુભાઈ શાહ કાશી-વારાણસી ગયા ત્યારે ત્યાં મોટા મોટા વિદ્વાનોને મળ્યા અને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીની કિર્તીનો ચારે દિશામાં જયજયકાર થતો હતો ત્યારે મનુભાઈ કહે આ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી અત્યારે સૌરાષ્ટ્રમાં વસે છે અને તેનું મૂળગામ કુંકાવાવ, એ કુંકાવાવની હાઈસ્કૂલનો હું પ્રિન્સીપાલ છું. આ વાત સાંભળીને વિદ્વાનો રાજી થયા અને કહેવા લાગ્યા કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામીજી વિશ્વનાથ કે અવતાર યા બૃહસ્પતિ કે અવતાર યા સરસ્વતી સ્વયં અવતરીત હૈ ચાર પાંચ પંડિત એક જનમ મેં લીખે ઉતને બડે બડે ગ્રંથ તો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઈસ સમય મેં લીખે હૈ. આમ કાશીના વિદ્વાનોની વાતો સાંભળીને મનુભાઈને પણ થયું કે આ અમારા તિર્થંકર વ્યાસ પરમપુરુષ છે અને અભિનંદન ગ્રંથ તૈયાર કરવા તે પ્રેરાયા અને વિશ્વને ઓળખાણ થાય એ ભાવનાથી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને નતમસ્તક થઈ રહ્યા.

પ.ભ. અમરશી હંસરાજ રાઠોડ, (તા.૧૬-૧-૭૬)

મહારાજ દિવ્યરૂપે નીજ ભક્તોની સંભાળ રાખતા પત્ર દ્વારા આશીષ આપતા ત્યારે આ અમરશી ભગતને મહારાજે દિવ્ય દર્શન આપ્યા તેથી આનંદિત થઈ ભગવાનને પ્રાર્થના કરી. હે મહારાજ, આપ સાજ્ઞાત્ બિરાજો છો, અંતર્યામી છો. અમારી અહંમ્ મમતારૂપ માયાથી રક્ષા કરજો. આપના દર્શન થવાથી મન-આત્મા પ્રફુલ્લીત થયા છે. આમ અમારી ઉપર આપ કરૂણા વરસાવતા રહેજો. જેણે જેણે પ્રત્યક્ષ આ ભગવાનને ઓળખ્યા છે. તે તે આ મનુષ્યજન્મ ખાટી ગયા છે.

પ.ભ. દેવશી વસ્તા જાવીયા, જામવંથલી, (તા.૧૧-ર-૭૬)

દેવજી વસ્તાના બહેન ગોમતીની દીકરી મંજુલા જામવંથલી આવ્યા હતા. તેને કાંઈ વળગાડ જેવું હતું તે એક ધ્યાનથી બેસી જતા. કોઈ સામું બોલે નહીં અને મહારાજની છબી સામું જોયા કરે અને કોઈ બોલાવે તો બોલે અને કાંપે અને રોવા લાગે. જ્યારે આમ થતું ત્યારે મહારાજની છબીને પાણી ધરાવી એક ઘૂંટડો પાય તો શાંત થઈ જાય. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામિનારાયણ નામની માળા કરે તો શાંત થઈ જતા. આમ પ્રભુને પ્રાર્થના કરતા ત્યારે શ્રી મહારાજે રક્ષાકવચ આપ્યું અને દુઃખ દૂર થયું શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રત્યક્ષ પ્રગટ ભગવાન છે.

પ.ભ. રતિલાલ પ્રેમજી વાઘેલા, પૂના (તા.૧-પ-૭૬)

પ્રગટ ભગવાનને ઓળખનારા પ્રગટના ભક્તો પ્રગટ પ્રભુને રાજી કરતા જ રહે છે. ત્યારે આ રતિલાલ પ્રેમજી વાઘેલાએ એક કામ રાખ્યું, કામ જોખમી હતું. પરંતુ પ્રગટ ભગવાનને સંભાળી કામ ચાલું કર્યું અને સાંજે કામથી છૂટ્યા અને જે જોખમ હતું તે દિવાલ કામ પરથી છૂટ્યાને પાછળથી પડી જે ભગવાને દિવ્ય સ્વરૂપે રક્ષા કરી કહેવાય. આમ પ્રગટ થકી રક્ષા થઈ જાણીને પ્રગટને સંભારતા, સંભારતા ઘરે પહાગચ્યા. જીવમાં પ્રગટના નામનો આનંદ આનંદ હતો.

પ.ભ. નરસિંહ કુંકડીયા માસ્તર, જામવંથલી, (તા.૯-પ-૭૬)

સંત સ્વરૂપે રહેલા શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે. તેને ઓળખનારા ભક્તો પોતાના જીવનનું કોઈ પણ કામ પ્રગટ પ્રભુની આજ્ઞા લઈને જ કરતા. આ નરસિંહભગતના ઘરે બાબાનો જન્મ થયો. એ બાબાનું નામ પણ મહારાજ પાસે પૂછાવતા. શાસ્ત્રીજી મહારાજ ચમત્કારી છે, વચનસિદ્ધ છે, સંતરૂપમાં ભગવાન છે એમ ભક્તો જાણતા હતા અને સૌ ભગવાનને રાજી કરતા હતા અને આશિર્વાદ લેતા હતા.

પ.ભ. ઓધવજી ટપુ મનાણી, ફુગાવાડી (તા.૧-૬-૭૬)

ઓધવજી ભગતના ભાઈ માંદા હતા. ત્યારે રાઘવ પોપટ પોરીયાને જામનગર મહારાજને પ્રાર્થના કરવા કહ્યું ત્યારે મહારાજે કહ્યું અમે એમને તેડવા જઈએ છીએ. એમ આકાશમાં દર્શન આપ્યા અને પાંચ મિનિટમાં ધામમાં લઈ ગયા. ભગવાને પાણી ફુલહાર આપ્યા આ પાલખીમાં શબને ચડાવજો. આમ આપ પ્રગટ ભગવાન છો, આકાશમાં વિચરો છો. એક ઠેકાણે રહ્યા થકા અનેક ઠેકાણે દર્શન આપો છો, દુઃખ મટાડો છો, આપમાં ઐશ્વર્ય ઘણું છે, જે ધારો તે કરો છો તેમ ભક્તો જે ધારે તેમ પણ આપ કરો છો. એટલી શક્તિ સામર્થ્ય હોવા છતાં આપ સાધુરૂપે સંત થઈને રહો છો. એવું ભગવાનનું સામર્થ્ય જાણી ઓધવજી ભગત ભગવાનના ચરણોમાં પડી ગયા અને સ્વામીજીને ભગવાન માનવા લાગ્યા. સ્વામીશ્રી સંતની મધ્યે પ્રગટ થઈ બિરાજે છે. એમ ઓધવજી ભગતને જન્માષ્ટમીના ઉત્સવમાં તેજસ્વી ચમકતા દિવ્ય દર્શન થયા હતા.

પ.ભ. કાંતિલાલ મોહનલાલ ખોલિયા, મેડિકલ હોસ્ટેલ, જામનગર, (તા.૧ર-૬-૭૬)

શ્રી ખોલિયાસાહેબ જામનગર મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે ફાર્માકોલોજી વિષયમાં બે માર્કસથી ફેઈલ થયા ત્યારે પ્રભુજીને પ્રાર્થના કરી જેથી તે પેપરની ફરીથી પરીક્ષા લેવાઈ અને પાસ થયા ત્યારે પ્રગટ ભગવાનનો મહિમા સમજાયો અને કહેતા ક્યાં આપણે અલ્પજીવી અને ક્યાં સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા એ માનવરૂપમાં આપણે મળ્યા છે. આપણા ભાગ્યા પૂર્વના ઉંચા દર્જાના હશે તેથી માનવરૂપમાં રહેલા ભગાવન ઓળખાયા છે, એમ ખોલિયાસાહેબ સમજતા અને સમજાવતા.

પ.ભ. હંસરાજભગત-રતિલાલભગત, ચાવડા, (તા.રર-૬-૭૬)

હંસરાજબાપાનું કુટુંબ જૂનાગઢ મહારાજના દર્શન કરી તિર્થરાજ કુંકાવાવના દર્શન કરવા ગયા ત્યાં પાણીના પૂરથી ગામની ગાયો-ભગસો તથા ઘણાં મકાનો ઢળી પડ્યા. રાષ્ટ્રીય ભવનમાં મહારાજની મૂર્તિને કેડ સુધી પાણી ફરી વળ્યા પણ મહારાજની મૂર્તિને કાંઈ નુકસાન થયું નહોતું. ત્યાં સાફ સૂફ કરી મહારાજની આરતી કરી, જન્મસ્થળે ગયા ત્યાં પોપટબાપાને મળ્યા પોપટબાપાએ મહારાજના બચપણની વાતો કરી અને કહ્યું અમારા ભાઈ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સંતરૂપમાં ભગવાન છે. તેઓ નાના હતા ત્યારે ન્હાતાને પૂજા કરતા, મંદિરે જાતા માળા ફેરવતા, એકાદશીના વ્રત કરતા, મંદિરે દર્શન કરી નિશાળે જતા. સાધુ-સંતો આવતા ત્યારે સાધુ સેવા કરતા, મંદિરે દૂધ લઈ જતા, વાડીમાં જે પાક્યું હોય તે મંદિરે ભગવાનને ધરતા, કિર્તનો મોઢે કરતા.

અધિક માસમાં નદીના ખારામાં ન્હાતા, ઘરે ઘરમાં પૂજા ન થઈ શકે ત્યારે આરતી-થાળ કરતા, ભગવાન અને મોટા સંતોના ચમત્કાર પરચાની વાતો કરતા. ગાયો-ભગસો ચારતા અને કાગળની મૂર્તિ ખિસ્સામાં રાખતા અને જ્યારે પોતે જમતા ત્યારે પહેલા ખિસ્સામાંથી મૂર્તિ કાઢી તેને જમાડતા પછી જમતા, મમરા-દાળિયા ભેગા રાખતા અને ઉંઘમાં પણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા. કંઠી તૂટી જાય તો ઝીણા દોરામાં પારા પરોવીને પાછી ટૂંકી તો ટૂંકી પણ કંઠી પહેરી લેતા. ગૌમાતાને પગે લાગતા. તેના વાછરડાઓને રમાડતા, ખંજવાળતા, તુલસીને પાણી પાતા અને કોઈ ટીલાવાળા સાધુ-બાવા આવે તો તેને ઘરે લઈ આવી છાશ પાતા અને સાધુને કંઈક કંઈક દક્ષિણા આપતા. ઘરે મા કાંઈ કામ ચિંધે તો હડી કાઢીને કરતા અને સાધુ થવાનું કહેતા. ભગવાન ભજવાનું કહેતા, ધન્ય છે અમારું

કુટુંબ કે અમારા ભાઈ ભગવાન એમ અમે ઓળખ્યા. આવી આવી ઘણી વાતો કરતા.

લક્ષ્મણબાપાને મળ્યા તેઓ કહેતા કે, સ્વામીજીને રાષ્ટ્રીય સ્મૃતિભવનમાં પધરાવ્યા તેમણે આ હોનારતમાં અમારા ગામની રક્ષા કરી છે. શંકરાચાર્યજી મહારાજને પણ ગામ તણાઈ જવાનો ભય લાગ્યો હતો તેને પણ થયું કે, આ સ્વામીજીએ આપણી રક્ષા કરી છે. આ લીંબાબાપા અને ગોપાળબાપાના સદાવ્રતના પુણ્ય વડે આ સ્વામીજી ભગવાનરૂપે આ શાસ્ત્રીજી આવ્યા છે અને આપણાં ગામની રક્ષા કરી છે અને કુંકાવાવને સૌરાષ્ટ્રમાં ઊંચી કિર્તી અપાવી છે અને હવે આર્ટ્સ સાયન્સ ધર્મ શિક્ષણ કોલેજ બાંધવી છે.

આમ સરપંચશ્રીની વાતો સાંભળીને હંસરાજબાપા રાજકોટ આવ્યા. આમ જ્યાં જાઓ ત્યાં શ્રી શાસ્ત્રીજી મહારાજના પરચા, ઐશ્વર્યની વાતો થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં તો હરિભક્તો મહારાજના દર્શન કરવા લાઈનો લાગી છે. મોટા મોટા ઉત્સવો થવા લાગ્યા છે, ધનવાનો તેમના ચરણોમાં આળોટવા લાગ્યા છે અને શ્રીહરિ શરણાગતિ મંડળે તો શ્રીસ્વામીજીને સાક્ષાત્ નારાયણ જાણી તેની ભક્તિ કરવા લાગ્યા છે.

પ.ભ. ધીરૂભાઈ રામજી કાકડીયા, નાના વરાછા (તા.ર૬-૬-૭૬)

ધીરૂભાઈને સમજાયું છે કે સુરતમાં શ્રીશાસ્ત્રીજી પધાર્યા પછી ભક્તજનો ભગવાન માનતા થયા છે. તમો સદા આનંદમાં રહો છો, નિરંજન, નિર્લેપ, નિસ્નેહ, નિષ્કામ, નિર્લોભ, નિર્માની, સંત ભગવાન છો. સરસ્વતી આપની જીભમાં છે. રિદ્ધી-સિદ્ધી આપના વચનમાં છે. શુભ-લાભ-લક્ષ આપના સંકલ્પમાં છે. સર્વ અવતારોના અવતારી પૃથ્વીમાં પ્રગટ થઈ વિચરો છો. અનંતકોટી સૃષ્ટિઓનાં રચનારા પોષણ કરનારા આપ છો તેમજ નિજભક્તોને આપના દિવ્ય દર્શન થાય છે. એમ સુરતના ઘણા સત્સંગી ભાઈઓ માને છે. આપ પાટે બિરાજી કથા વાંચો છો એ મૂર્તિ તો નજર સામે તરવરે છે. આવો પ્રતાપ પ્રગટ પ્રભુનો છે. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રત્યક્ષ પ્રગટ ભગવાન છે.

પ.ભ. પરષોત્તમ ડાયા મકવાણા, નાસિક, (તા.૧૩-૯-૭૬)

પરષોત્તમ ભગતને પેટમાં દુઃખાવો થયો. આ પહેલાં ચેક કરાવ્યું પથરી હતી. પરંતુ પરષોત્તમભગતે મહારાજની મૂર્તિ સામે દિવો કરી પ્રાર્થના કરી અને જાગરણ કરી આપનું ભજન કર્યું. તેથી બીજા દિવસે તપાસ કરાવી ત્યારે ફોટામાં કાંઈ ન દેખાયું. આપની કૃ

પાથી પેટનો દુઃખાવો મટી ગયો અને વ્હેલી સવારે આપના દર્શન થયા. હસતા હસતા આપે પેટ ઉપર હાથ ફેરવ્યો અને અદ્રશ્ય થઈ ગયા. આપ અંતર્યામી ભગવાન છો, એમ પરષોત્તમભગતનું દુઃખ મટાડ્યું અને દર્શન આપ્યા.

પ.ભ. ચંદુલાલ પ્રભાશંકર ઠાકર, જામવંથલી, (તા.૩૦-૯-૭૬)

પ્રગટ ભગવાન જ્યારે જામવંથલીમાં મોટી પારાયણ સમયે સાંજે વરસાદ વરસવાનો આરંભ થયો ત્યારે મહારાજે એક માળા ફેરવી ત્યાં વરસાદ લાખાણી તરફ ફંટાઈ ગયો અને વરસાદ બંધ થયો તે આ પરચો હજારો માણસોએ પ્રત્યક્ષ જોયો છે. પારાયણમાં ખર્ચ બાબતે સૌ ચિંતા કરતા હતા અને સૌ મોટેરાઓએ આપને પ્રાર્થના કરી ત્યારે બીજા દિવસે આપ વ્યાસપીઠે બિરાજ્યા ને ચા વાળા દામોદર પોપટભાઈ જામનગરવાળાએ રસોઈ એક ટાઈમ નાગધાવી. પછી તો મોટા મોટા કોન્ટ્રાકટરોએ એક એક કરીને ઉત્સવનો ખર્ચ ઉપાડી લીધો, એ પરચો સૌ વ્યવસ્થા સંભાળનારાએ જોયો અને સૌ આપને ભગવાન માનવા લાગ્યા. આપે રામ મોલ સુકાતા જોઈને ગાડા જોડાવી ધારે ગયા અને ગામને કહ્યું અમે વરસાદ લેવા જાઈએ છીએ. રેલ સડક વળોટી ગાડું ઊભું રખાવ્યું ને પાંચ માળા ફેરવી ત્યાં તો આકાશમાં વાદળી દેખાઈને મોટી થઈ અને વરસાદની ગર્જના થઈ. સૌ ભીંજાતા ભીંજાતા મંદિરે આવ્યા. આવો ભગવાનપણાનો પરચો આપ સંતરૂપમાં ભગવાન છો, એવો નિશ્ચય આખા ગામને થયો, આ જામવંથલીમાં ડાકણીયુંના ઉપદ્રવ મટાડ્યા છે. દૂધથી સૂકાયેલી માતાઓના દૂધ ઉપજાવ્યા છે. ગાયો-ભગસોના દુઃખ મટાડી દૂધ ઝરતી કરી છે. પ્રસાદીના જળ સ્પર્શ માત્રથી અનેક ચમત્કારો દેખાડ્યા છે.

બાજુમાં ચાવડા ગામે ગઢેરા દરબારની ખડી ગયેલી દાઢી-જડબાને હાથ અડાડીને સાજા કર્યાં છે. શ્રી શાસ્ત્રીજી મહારાજ બીજું રૂપ ધરીને ખેતરોમાં નિજ ભક્તોને દર્શન આપ્યા છે. આપ ઘણાં ભક્તોને વિંછી વળગેલાને હાથ અડાડી ઝેર ઉતાર્યાં છે. ડૉક્ટર ખાના પાસે ચૂડેલને મોક્ષમાં મોકલી છે. આપ સાકરચંદ શેઠના લાતીના ફળિયામાં અવગતે ગયેલા ભૂતને પાણી છાંટી ગતિ કરી છે. શ્રી મહારાજે સુતારની કોડ ઉપર બેઠેલા અવગતિયાને ગીધડાના રૂપમાંથી મુક્તિ આપી છે. આપે બ્રાહ્મણના ફળિયામાં ઝાડને થડીયે અવગતિએ ગયેલી ચૂડેલને અંધારે બીવરાવતી ડોશી ભૂતડીને પાણી છાંટી ભગવી લીર બાંધી મોક્ષમાં મોકલી છે. આમ જામવંથલીમાં ઘરે ઘરે પરચા આપ્યા છે. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સંતરૂપમાં ભગવાન

પ્રગટ્યા છો. સંકલ્પ માત્રથી, દૃષ્ટિ માત્રથી, પ્રસાદી જળથી, ગુલાબની પાંખડીની પ્રસાદીથી અનેક દુખિયાના રોગો મટાડ્યા છે અને પોતાની મૂર્તિમાં આકર્ષિત કરી ભક્તિ આપી મોક્ષનો મારગ વહેતો કર્યો છે અને એ શરણાગત માર્ગ ઉપર જે જે હાલ્યા છે. તે સુખીયા થઈ મોક્ષ મૂઠ્ઠીમાં લઈ લીધા છે. એવા પ્રગટ ભગવાન શ્રીહરિ શરણાગતિ મંડળને મળ્યા છે.

પ.ભ. માવજી મનજી રાઠોડ, ફુગાવાડી, પૂના (તા.૮-૧૦-૭૬)

માવજી ભગતને જ્યારથી પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ત્યારથી માવજી ભગત પ્રગટ પ્રભુને રાજી કરવા કાંઈને કાંઈ સેવાઓ કરતા એ માવજી ભગતને કાળજામાં દુઃખાવો થતો હતો. ડૉક્ટરે દવા આપી પરંતુ માવજીભગતે મહારાજને પત્ર લખી કહ્યું આપ ડૉક્ટરોના ડૉક્ટર છો, આપ કૃપાળુ છો. એ માવજી ભગતને ગુલાબ પાંખડીની પ્રસાદીથી કાળજાનું દરદ મટી ગયું. આમ નિજ ભક્તોને ભગવાન સંભાળ રાખતા અને દિવ્ય દર્શન દઈ બળ આપતા.

પ.ભ. વિશ્રામ ભીમજી હાલાઈ, દહીંસરા, (તા.૮-૧૦-૭૬)

શ્રી હરિશરણાગતિ મંડળના જે જે ભક્તોએ આ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઓળખ્યા છે અને શરણાગતિ લીધી છે અને પ્રગટ ભગવાનનું ભજન કરે છે. તે ભક્તોના મનોરથ ભગવાન પૂરે છે, દર્શન આપે છે, જૂનાગઢ બેઠા બેઠા વિદેશમાં દર્શન આપે છે. બાળ-બચ્ચાઓને સુખ-શાંતિ આપે છે. આવી રીતે પ્રગટ ભગવાન ભક્તવત્સલ આનંદધન મૂર્તિ સુખના સાગર મોક્ષના દાતા આ પ્રગટ ભગવાન છે.

પ.ભ. જીવરાજ લાલજી કુકડીયા, મલુન્ડ, (તા.૧૮-૧૧-૭૬)

જીવરાજભગતને પેટનો દુઃખાવો કાયમ રહેતો ડૉક્ટરની દવા લીધી પરંતુ દુઃખાવો મટતો જ નહોતો. ત્યારે પ્રગટ ભગવાને ગુલાબની પાંખડી અને પ્રસાદીનું જળ મોકલાવ્યું એ પ્રસાદીનું જળ અને પાંખડીથી પેટનો દુઃખાવો મટી ગયો. ડૉક્ટરો તો ટીબીનું કહેતા હતા. પણ ભગવાનની પ્રસાદી વડે દુઃખ મટી ગયું. આપ ભગવાન છો, ડૉક્ટરોના ડૉક્ટર છો. જેણે પ્રગટ ભગવાનને આજીજી કરી દુઃખ મટાડવા પત્ર લખે અને પત્ર ટપાલમાં નાખે ત્યાં દુઃખ મટી જાય અને બીજા ત્રીજા દિવસે મહારાજની ટપાલ સાથે પ્રસાદી આવે ભક્તો સુખિયા થઈ જાય.

પ.ભ. જયંતીલાલ મનજી કાચા, જામવંથલી, દુબઈ ( તા.ર૩-૧૦-૭૬)

શ્રી હરિશરણાગતિ મંડળની સમજણ કે જે પ્રગટ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી શ્રી શ્વેતાયન વ્યાસ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ચરણોમાં સમર્પણ થઈ પોતાનું જીવન શ્રી મહારાજના ચરણે સમર્પિત કર્યાં છે અને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જે કહે જેમ કહે તેમ અંગને ઢાળ્યા છે. એવું દુબઈ મંડળ તો હરહંમેશ પ્રગટ પ્રભુને વખાણ્યા જ કરે છે. કારણ કે રૂપિયાના દિનારના ઢગલા ઉપર ભક્તો બિરાજ્યા છે અને એક સંપથી ભક્તિ કરે છે. કે ઘર, કુટુંબ, બાળ-બચ્ચા સાંભળતા જ નથી. કેવલ પ્રગટ ભગવાન જ દેખાય છે. આવું મંડળ, આવા ભક્તો, આવી સમજણ ક્યાંય કોઈ શાસ્ત્રમાં કે પૂર્વે આવા ભક્તો આવી સમજણ ક્યાંય કોઈ શાસ્ત્રમાં કે પૂર્વે આવા ભક્તો થયા નથી. જે ભક્તો આજે જે કોઈ પ્રગટ ભગવાનનું નામ લે કે એક અંશ ઔંશ સેવા કરે તેના દઈ થઈ જાય. એવા ભક્તોને માથે ચઢાવે અને રાજી રાજી થઈ જાય. આવો પ્રેમભાવ, ભક્તિ અને આનંદ એ તો દિવ્ય કે જે શબ્દમાં આંકી શકાતો નથી. કારણ કે ભક્તો ભગવાનને ભૂલતા નથી. આ ભગવાનને લાડ લડાવવા પોતાનું સર્વસ્વ શ્રી મહારાજને ચરણે ધર્યું છે, ધરે છે, એવા ભગવાન જેણે પોતાના શરણાગતને તો સુખી કર્યા છે. સાથે સાથે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા ભક્તોના યોગમાં આવનારા તથા એ ભક્તનાં ગામની પણ રક્ષા કરતા રહ્યા છે.

ભક્તો લખે છે કે શંકરાચાર્ય મહારાજની પૂરના પાણીમાં રક્ષા કરી, પ૦૦ બ્રાહ્મણોની રક્ષા કરી, તમો નવા નીરમાં ન્હાઈને કુંકાવાવને તિર્થ ભૂમિ કરી, પ્રખ્યાત શહેર કરી દીધું. આપ દિવ્ય મૂર્તિની કળા અપરંપાર છે. આપે માનવના કલ્યાણ કરવા અનેક પરચા આપ્યા છે. આપ વ્યાસ રૂપે શાસ્ત્રો લખ્યા, કાશીમાં ભણી પંડિતોના ગર્વ હણ્યા. આપ વ્યાખ્યાનો કરી મંદીરોની સેવા કરી. કથા-પારાયણો કરી, સત્સંગી સમાજને ભગવાનનું બળ આપ્યું. દિવ્ય દર્શન, ચમત્કાર વાપરી દુખિયાઓના દુઃખ મટાડ્યા, અણધાર્યું મુક્ત મંડળને શરણાગતિ સ્થાપી. અલૌકિક દિવ્ય ધર્મ સ્થાપ્યો અને એવા શરણાગત મુક્તભક્તોને જન્મભૂમિમાં મોકલી આપ કુંકાવાવ તિર્થમાં આથમણા મુખે બિરાજી કુંકાવાવની રક્ષા કરતા પ્રકાશમાં આવ્યા અને નિજ ભક્તોને સાગર પાર મોકલી સેવા અને ભક્તિના વિજય ધ્વજ ફરકાવ્યા અને જામવંથલીમાં નિજ મંદિર સ્થાપી ભક્તોને એક તાંતણે બાંધ્યા અને સત્યુગનું એ પ્રથમ મંદિર ફુલવાડી પરમધામ જાહેર કર્યું. આમ ભારત ભૂમિમાં વિચરણ કરી વ્યાખ્યાનો કરી, પારાયણો કરી, જગતને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મનો ઉપદેશ આપી પોતાની નિજમૂર્તિમાં કર-ચરણમાં ચિન્હોનાં દર્શન કરાવ્યા. આવા પ્રત્યક્ષ ભગવાનને ઓળખી

એમના શરણમાં જઈ સાચા શરણાગત થઈ આ જન્મને છેલ્લો જન્મ કરી પરમધામમાં શ્રીહરિના ચરણમાં બેસવાના અધિકારી થવાય છે, આ જગતના જીવ પ્રાણી માત્ર આપને જ ભજે છે. સર્વમાં આપ બિરાજો છો. હવે પછી વિશ્વમાં શ્વેતાયન વ્યાસ શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણનો સ્વરાજ્ય સાથેનો અવકાશી યુગ પ્રવર્તશે.

એવો સત્યુગ તમોએ પ્રવર્તાવ્યો છે જેમાં આકાશ, પાતાળ, સ્વર્ગલોક લોકાંતરમાં પ્રજા એકમેક દેવતાઈ થવા લાગી છે. આકાશવાણી, ઉપગ્રહો, રેડિયા, યંત્રો, સામુદ્રિક જલ તન યાન, અવકાશમાં સ્વર્ગ યાત્રા, ભૂસ્તર શોધન યંત્ર, ટેલિવિઝન, તત્ત્વ શોધન, ધાતુ શોધન, કાયાકલ્પ, અણુશસ્ત્ર, વિદ્યુત શસ્ત્ર, વિદ્યુતશક્તિ, બાષ્પશક્તિ, રસાયન શક્તિ, ગર્ભિત સામર્થ્યો, ભૂતકાલીન શબ્દ પકડવો આદી આદી અનંત પ્રકારના જ્ઞાતાઓને સર્વજ્ઞ અવતારી પુરુષ આપે અવતારો પ્રથમથી જ પ્રગટ કરીને આ યુગ વિકસાવ્યો છે. પૃથ્વીને સ્વર્ગ બનાવી છે. નારીઓને દેવીઓ બનાવી છે. અનાથોને સનાથ કર્યા છે. પરતંત્રને સ્વાતંત્રય આપ્યું છે. આ કામ પરમાત્મા આપના વિના બુજં કોણ કરે. ભૂમિને ગોલોક વસ્તી બનાવી છે. તમો છાના પરમાત્માએ અનેક ઈશ્વરો પ્રગટાવી સામ્રાજ્યના પલ્ટાઓ કરાવી ભારતનું મહાભારત પણ સજીવન રાખી મહા દિવ્ય આ લક્ષ્મીનારાયણ સંહિતા સવા લાખ શ્લોકનો ઈતિહાસ જગતને આગમ-નિગમ ભર્યો આપ્યો છે. હજારો વિદ્વાન તે ઉપર મુગ્ધ થઈ ગયા છે. અમારી અલ્પ બુદ્ધિ તમારે પ્રતાપે સર્ચલાઈટ જેવી થઈ છે અને આ બધોય તમારો મહિમા સમજાયો છે. તમારા ચમત્કારો તમરી ઉજ્જવળ મૂર્તિ અને સામુદ્રિક તમારા ઐશ્વર્ય પરમેશ્વરપણાના ચિન્હો તે અવતારીઓનું પરમેશ્વરપણું નક્કી કરાવે છે. આવી સમજણ આ વિદેશમાં દુબઈમાં આ સર્વે ભક્તો ભેળા રહીને આપના પ્રસાદીપત્રના ઉપદેશ વડે તથા દિવ્ય આપના દર્શન વડે અમે તમને ઓળખ્યા છે, સમજ્યા છે.

પ.ભ. મગનલાલ હંસરાજ રાઠોડ, ચાવડા, (તા.૧૧-૭-૭૭)

પ્રગટ ભગવાનની કૃપાથી સૌ શરણાગતિ ભક્ત મંડળોને સારું છે, સુખી છે. સોલંકી અમૃતલાલને આપના દિવ્ય દર્શન થયા છે, સાક્ષાત્કાર થયો છે. તેથી હવે સારું થઈ ગયું છે. આપની લીલા અપરંપાર છે, આપ દિવ્ય ભગવાનનો યોગ ભાગ્યવાળાને મળે છે. આપની ભક્તિથી સૌ સુખી થતા આવ્યા છે અને થતા આવે છે.

પ.ભ. મિસ્ત્રી રમેશચંદ્ર ધનજી મનજી, મુ.હાલોલ (તા.ર૭-૭-૭૭)

રમેશચંદ્ર ભગત કહે છે કે હું સવારે ધ્યાનમાં બેઠો તમે ભગવાન મૂર્તિમાંથી નીકળી મારા મસ્તકને પકડી માથું હલાવીને મારી આંખો ખોલાવીને દર્શન આપી મૂર્તિમાં સમાઈ ગયા એવા દર્શન થયા. ત્યારે રમેશચંદ્રભગતે ભગવાનને પ્રાર્થના કરી કે હે કૃપાસાગર દિનદયાલ અધમ ઉદ્ધારણ પતિત પાવન આપ છો. મને પ્રભુ એક તમારો જ આશરો છે. હે મહારાજ મને મુક્તાનંદ, બ્રહ્માનંદ સ્વામી જેવો સત્સંગ સમજણ આપજો, નિષ્કુળાનંદસ્વામી જેવો વૈરાગ્ય આપજો, તમારા ભક્તોનો સમાગમ આપજો, જેથી મારું જીવન સેવા-ભક્તિથી ભરપૂર થઈ આપના ચરણો સુધી પહાગચી શકું.

પ.ભ. મોહનલાલ રતનશી સાપરીયા, બાલંભા, દુબઈ (તા.૧૦-૧૦-૭૭)

પ્રગટ ભગવાનના વ્હાલા ભક્તો પ્રગટ ભગવાનને ઓળખી તેમના શરણે માથું મૂકનારા એવા આ સૌ ભક્ત મંડળો જે વિદેશમાં કમાવા ગયેલા છતાં પ્રગટ ભગવાનની આજ્ઞા માટે સર્વસ્વ અર્પણ કરવા કટીબદ્ધ તત્પર એવા ભક્તોને જ્યારે સમાચાર મળ્યા કે પ્રગટ ભગવાનની જન્મભૂમિ તે મકાનો લેવા છે, લેવાયા છે ત્યારે આ ભક્તોનો આનંદ અને ઉત્સાહ બેવડાઈ જાય છે અને ભગવાનનાં બીજા કામો માટેઢ પણ હાજર વર્તે છે. આવા આ પ્રગટ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઓળખનારા, ભજનારા છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે. પરંતુ જ્યારે પ્રત્યક્ષ ભગવાનને જે અક્ષરથી પર એવા પરમ ધામમાં બિરાજતા એ ભગવાન, એ મૂર્તિ જ્યારે આપણી સામે પ્રત્યક્ષ એવા આ શ્રી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આપણને મળ્યા છે અને એ ભગવાનને આપણે નવડાવ્યા છે, જમાડ્યા છે, ચરણ દાબ્યા છે, નખ શીખા પર્યંત દર્શન કર્યાં છે. એમનું રાજી થયેલ મુખારવિંદ નજરે નિહાળ્યું છે અને જ્યાં પણ હોઈએ વનમાં કે શહેરમાં, દેશમાં કે વિદેશમાં આંખ મીંચે ત્યાં એ મૂર્તિ દેખાય એવા ભગવાનનું ભજન કરવાથી. શ્રી રામ, કૃષ્ણ, શિવ કે ભગવતી અંબા કે સ્વામિનારાયણ ભગવાન રાજી થાય છે.

એવી દિવ્ય સમજણ કરીને આ ભગવાનને રાજી કર્યાં છે અને કરે છે. આવા ભગવાન, આવા ભક્તમંડળ પૂર્વે કોઈ શાસ્ત્રમાં સાંભળ્યા નથી અને અત્યારે પરોક્ષ ભક્તિવાળાઓમાં ક્યાંય જોયા નથી. આ તો પ્રગટનો પ્રતાપ છે. એટલે જ કહ્યું છે કે કેવી દયા કરી, કેવી માયા કરી મારા વ્હાલા માતા કંભરાના પુત્ર ગોપાલા. આવા દિવ્ય મુક્તોનું મંડળ જાણે આ

પૃથ્વી ઉપર ભગવાન ભેગું અવતર્યું છે. જે દિવ્ય મુક્તોના સંકલ્પમાં સૃષ્ટિઓ ઉગે છે અને આથમે છે. આવા ભક્ત-મુક્તની દૃષ્ટિ જો આપણાં ઉપર પડી જાય તો વગર સાધને આપણે એ ભગવાન મળી જાય. આવો મહિમા એ પ્રગટ ભગવાનના મુક્ત મંડળનો છે તો એ ભગવાનને ઓળખી ભજતા હોય એ ભગવાનનો પ્રતાપ કેટલો ? એવા પ્રગટ ભગવાનનું શરણ એ જ જન્મ-મરણનું દુઃખ ટાળનારું છે.

પ.ભ. કુંવરજી મેપા મનાણી, સફાત, (તા.૯-૧૦-૭૭)

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ભક્તો વિદેશમાં કુવૈતમાં માવજી મનજી રાઠોડ, કુંવરજી મેપા, વાલજી મેપા, નટવરલાલ ધનજી, અમૃતલાલ, નરેન્દ્ર, મનસુખ, જીવરાજ લાલજી, સર્વે ભક્તો કહે છે કે ૧૯૭પમાં તિર્થમાં પ્રગટની મૂર્તિ પધરાવી અને ધજા ફરકાવી તેનો યજ્ઞ કર્યો, તેનો તમે તાત્કાલીક આ બદલો અકળ કળાએ આપ્યો. રૂપિયાને સોનાના રિયાલમાં ફેરવી દીધા. અહીં વિદેશમાં આપના આશીર્વાદથી અમોને કાંઈ મુંઝવણ થાય કે તમોને સંભાળીયે મુંઝવણ ટળી જાય છે. આપ પ્રત્યક્ષના પ્રતાપે સારી-નરસી તબિયત રામબાણની પેઠે સારી થઈ જાય છે. આપ પ્રત્યક્ષ ભગવાનનો પ્રતાપ બહું ઘણો છે. પરદેશમાં આપ અંતર્યામીરૂપે રક્ષા કરો છો. જૂનાગઢ બેઠા થકા વિદેશમાં સૌ ભક્તોને દેખાઓ છો. આપ ભગવાનના ઓચિંતા દર્શન થાય છે તેનો આનંદ જ કાંઈ અલગ છે. આવી અકળ કળા વાપરી નિજ ભક્તોને વિદેશમાં કામકાજ માટે મોકલ્યા અને વિદેશની લક્ષ્મીને પાવન કરી, દિવ્ય કરી દીધી. આપ ભગવાનના પરચા ચમત્કાર અનંત છે. આપના દર્શન પણ અલૌકિક છે. ભક્તને મજબૂત કરવા માટે ઉપદેશ આપવા માટે અને ભગવાન ભેળું રહેવાય એ માટે પ્રત્યક્ષ અનુભવ કરાવો છો. એવા દયાળું, કૃપાળું ભગવાન શ્રી શ્વેતાયન હરિ આપ છો.

પ.ભ. કાંતિભાઈ પ્રહલાદજી, લાઠી, (તા.૧૮-૧૧-૭૭)

મહાપ્રભુ પરમાત્મા સાક્ષાત્ પ્રગટ થઈ ભક્તોની રક્ષા કરો છો. અધમ આતતાયીને શરણે લ્યો છો, સૌનું કલ્યાણ કરો છો, વિશ્વ આપને ઓળખે છે, આપના ગુણગાન ગાય છે, વિદ્વાનો મહા પુરુષો આપને ચરણે નમે છે. એવા હે પ્રભુ આપ સર્વે ગુણ સંપન્ન આપનો પ્રતાપ અપાર છે. આપ દિવ્ય મૂર્તિને જગતમાં અલગ અલગ નામે વંદે છે. એવા આપ એક મૂર્તિ છો. સર્વત્ર રજેરજમાં બિરાજો છો. એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દેખાઓ છો. ભક્તો

માટે ભક્તપતિ ભગવાન છો. આત્માના આત્મા પરમાત્મા છો. શ્રીહરિ શરણાગતિ મંડળના પ્રભુજી જીવનપ્રાણ છો, જ્ઞાન-વિજ્ઞાનધારી કપીલજી છો, ઐશ્વર્યધારી દત્તાત્રોય છો, નિર્લેપ રહેતા બુદ્ધ તપસ્વી છો, ન્યાયવેત્તા ગૌતમ છો. નીતિજ્ઞ વિદ્યામૂર્તિ બૃહસ્પતિ છો, મનોરથ પૂરા કરનારા વાસુદેવ છો, સત્તાધારી પૃથુરાજ છો, અકળ ગતિવાળા ત્રિાવિક્રમ છો, વેદવેતા હંસ પરમહંસ છો, અરણ્ય વનપ્રિય ઋષભદેવ છો, હવન અનુષ્ઠાન કર્તા યજ્ઞનારાયણ છો, ભાગવત ધર્મચારી રામચંદ્રજી છો, તમામ ઐશ્વર્યધારી શ્રીકૃષ્ણ છો. પાપ ધોનારા કલ્કિ છો.

સહન કરનારા ક્ષમાવાળા સંત છો. પ્રત્યક્ષ દર્શન દેતા તત્ત્વમૂર્તિ છો. આકાશ જેવા નિરાવરણ મૂર્તિ છો. સર્વ સિદ્ધિઓ વડે સેવિત પરમાસદ્ધ છો. ઐશ્વર્યશાલી મહા યોગેશ્વર છો, જલશાયી શેષનારાયણ છો તથા સહસ્ત્રશીર્ષા પુરુષ છો. બ્રહ્માંડરૂપે વૈરાજ નારાયણ છો. સૃષ્ટિધારી વાસુદેવ-સંકર્ષણ-અનિરૂદ્ધ પ્રદ્યુમ્ન છો, માયા સ્વામી પ્રકૃતિ પુરુષ છો. મુક્તધારી બ્રહ્મ છો, બ્રહ્મધારી પરબ્રહ્મ છો, પુરુષા વિશેષ પુરુષોના રસાસ્વાદ છો. સર્વનું બીજ પરમ પુરુષ છો. સુખપ્રદ સાત્ત્વિક મુક્તપતિ પતિ દેવતા છો, સાકાર મૂર્તિ, યુવા મુર્તિ આકર્ષણ કરનારા આપ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છો, સર્વસ્વ આપ છો. આપમાંથી સર્વ પ્રગટ થાય છે અને આપમાં સર્વ સમાઈ જાય છે. સર્વ શક્તિઓ આપના ચરણને વંદે છે. સર્વે ઐશ્વર્ય આપના રોમમાં સમાઈ છે. મહા ઈશ્વરો આપની સંકલ્પ મૂર્તિ છે અને આ સર્વ જગત બ્રહ્માંડોના આપ કારણના કારણછો. એવા ભગવાન કૃપા કરીને આ વર્તમાન સમયમાં શ્રી હરિ શરણાગતિ મંડળને મળ્યા છો. આપનો મહિમા અપંરપાર છે.

પ.ભ. દેવજી કાનજી તથા છગનલાલ, દુબઈ શારજાહ (તા.ર૪-૧ર-૭૭)

ભક્તો ભગવાનને ઓળખનારા, સમજનારા એવા ભક્તોની ભગવાન સંભાળ રાખે છે અને ભગવાન માટે આવી સમજણવાળા ભક્તો સદા હાજર હોય છે. પ્રગટ ભગવાનને કહે છે- એ વ્હાલા પ્રભુ આપ મસ્કત, સાઉદીયા, આફ્રિકા, ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાન, હાગગકાગગ આંખનું મટકું મારે ત્યાં સર્વ ઠેકાણે સંભાળ લ્યો છો, ક્યારેક થોડું રોકાઓ તો અમૃતસાગરના સુખ મળે, આપ સર્વજ્ઞ છો, સર્વેશ્વર છો.

પ.ભ. પ્રાગજીભગત ચૌહાણ, દુબઈ, (તા.પ-૧ર-૭૭)

પ્રગટ ભગવાન આપે આ ગરીબ ભક્ત ઉપર દયા કરી વિદેશમાં માનવંતા કારીગરોમાં

ગણત્રી થવા લાગી. દેશમાં તો કડિયાની કોઈ કિંમત નહોતી. આપે આ ભક્તોને સોનાના ઢગલાં ઉપર બેસાડ્યા હોય એવા આનંદ થાય છે. આ ભગવાનની કૃપાથી જ સારા દિવસો મળ્યા છે અને એ દેશના લોકો આ પ્રગટના ભક્તો કારીગરોને ઓલિયા ફિરસ્તાઓ માનીને અમોને માન-સન્માન આપે છે, એવા આ ભગવાન અને પ્રગટના સંતો ભક્તો છે.

પ.ભ. હરિલાલ વેલજી ખોલિયા, બહેરીન, (તા.૧ર-૭-૭૭)

પ્રગટ ભગવાનને ઓળખી પ્રગટ ભગવાનને રાજી કરવા માટે પ્રગટ ભગવાનના આશીર્વાદ અને કૃપાથી વિદેશમાં આપે એવી સ્થિતિમાં મૂક્યા કે હવે મોજડિયુંમાં પણ સોનું હોય એવા અવસરો આપ્યા. ભગવાનના સંકલ્પ પુરવા માટે આ ભક્તો સૌ હજરાહજુર વર્તે છે. ભગવાન ભક્તોનું ધ્યાન રાખે છે, ભક્તો ભગવાનનું ધ્યાન રાખનારા છે. પ્રગટ ભગવાનનાં ચરણે સર્વસ્વ પુત્ર-પરિવાર ધનદૌલત ભગવાનને ચરણે ધરનારા એવા ભક્ત ઉપર ભગવાને કૃપા કરીને પહેલી કંપનીમાં ૧પ૦૦ પગાર તેની જગ્યાએ ગવર્નમેન્ટ કંપનીમાં રપ૦૦ પગાર અને વર્ષે ૧ મહિનાની છૂટી સાથે ચાલુ પગારે ઠેકાણું મળ્યું તે ભગવાનના રાજીપાનું ફળ છે. હરિલાલ વેલજી ખોલિયાની પ્રગટ ભગવાન વિશે સેવાઓ અજોડ છે. તેમ ભગવાનનાં સર્વ સંકલ્પમાં આ ભગતનું સેવામાં યોગદાન છે તથા સેવામાં અગ્રેસર છે. તેમ આ ભગતના ભગવાન પ્રત્યેના સંકલ્પો પણ બળવાન છે. તેમની સેવા અજોડ અમાપ છે.

પ.ભ. મોહનલાલ મનાણી, મોહનલાલ રતનશી, દુબઈ (તા.૧પ-૧ર-૭૭)

આ લોકની સૃષ્ટિ દૃષ્ટિમાં રહે તેવી નિર્વિકલ્પ સ્થિતિના આશીર્વાદ, સુખ, કથા, વાર્તા, ઉત્સવ તથા ધ્યાનમાં આપનાં દર્શન થાય એવું આલોકની સંપત્તિ નહીં માંગતા ભગવાનની મૂર્તિના સુખ માંગનારા આવા ભક્તો શ્રીહરિ શરણાગતિમાં સમજણ રાખી સમજણવાળા દિવ્ય મુક્ત ભક્તો પ્રગટ ભગવાનના આશ્રિતો છે. આવા ભક્તો સદા ભગવાનના મુખરવિંદ સામું જ જોતા હોય છે. ક્યારે ભગવાન સેવાની આજ્ઞા આપે અને એ લાભ આપણે લઈએ, આવી દિવ્ય સમજણ કરી પ્રત્યક્ષ ભગવાનને ભજે છે.

પ.ભ. આંબાલાલ ભગત, મસ્કત, (તા.૧૭-૮-૭૭)

મસ્કતમાં આપને ઓળખનારા ભક્તો સાથે અહીં અમે ભજન કરીએ છીએ જેથી

આમ અમને સર્વે ભક્તોને દેખાયા કરો છો. આવા ચમત્કાર બીજા કોઈમાં નથી જોયા. જે સંભારે તેની આપ ખબર લો છો, ખબર રાખો છો માટે તમે પ્રગટ ભગવાન છો, આપના ચમત્કારોથી તમોને દેશ-પરદેશમાં ભજે છે, પૂજે છે. આપના ચમત્કારો-દર્શન વડે આપ ભગવાન છો, એમ દૃઢ થતું જાય છે.

પ.ભ. જયંતિલાલ તથા ભગવાનજી, સન્લી કું. (તા.૯-૯-૭૭)

અક્ષરાતીત અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રત્યક્ષ પ્રગટ ભગવાનની સેવામાં જયંતિલાલ તથા ભગવાનજી આપને હજારો દંડવત્ પ્રગટ ભગવાન આપના આશીર્વાદથી અહીં સન્લી કું.માં હાલ ૧૦૦-૧પ૦ ભક્તોના સમૂહથી આપનું ભજન કરવાથી ઘણો આનંદ થાય છે. કોઈ ભક્તને કંઈક ચિંતા થાય ને તમારી બાધા રાખે તો ચિંતા મટી જાય છે. શુક્રવારે સૌ ભેગા મળી સભા-સત્સંગ વડે બહુ શોભે છે. ઘણાં ભક્તોને આપણા દર્શન થાય છે. આપ જૂનાગઢ નહીં પણ દુબઈમાં બિરાજો છો, સભામાં હાજર દેખાઓ છો, આપ વિશ્વમાં વ્યાપેલા છો, આપનો પ્રતાપ ઘણો છે, જે વિશ્વ આખું ઓળખે છે-જાણે છે. આપ અમ જેવા ગરીબના બેલી છો, આપ પ્રત્યક્ષ ભગવાન છો. એ અહીં વિદેશમાં આપના ચમત્કારો વડે સૌ ઓળખતા જાય છે, આપની લીલા અપરંપાર છે. આપે વિશ્વને સમજાવવા ભગવાન પરમેશ્વર પ્રગટને રાજી કરવા દૂર દરિયા ખેડીને કુટુંબથી અળગા રહી ભગવાનને સેવનારા ભક્તો અમોને અહીં વિદેશ મોકલ્યા છે અને દર્શન-ચમત્કાર વડે આપ અમારી રક્ષા કરો છો. અમારામાં આપના મહિમારૂપી સમજણ વડે અમે વિદેશમાં સૌ ભક્તો હળીમળીને રહીએ છીએ અને સેવા-ભક્તિ કરીને રાજી કરનારા આ ભક્તોનો મહિમા અપરંપાર છે.

પ.ભ. મગનલાલ મુરજી, દુબઈ, (તા.૬-૯-૭૭)

હે સર્વધામોના ધામી સર્વગુણ પ્રત્યક્ષનામી, દિનદયાળું, પરમ કૃપાળુ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ ભગવાન આપની કૃપાથી આપના ભજનથી, નિયમવ્રતથી કંપનીએ ર૮ રિયાલ પગારમાંથી ર૦ રિયાલ કર્યો હતો તે ફરીને ર૮ રિયાલ કરી દીધો છે તથા આપે મને ઘણા રોગ અને દુઃખમાંથી બચાવ્યો છે તથા આપની કૃપાથી અહીં વિદેશમાં કમાણીના ક્ષેત્રમાં પહાગચાડ્યો છે. તેમજ સારા સત્સંગમાં ભક્તિ, સમજણ, સેવાનો યોગ અપાવ્યો છે. આપના પરચાઓ વડે અહીં વિદેશમાં સત્સંગમાં બળથી સમજણ કરીને સૌ સાથે મળી મોટા

મોટા ઉત્સવો થાય છે એ પણ આ દેશમાં પરચો જ કહેવાય. આવા પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે અમારા ભાગ્યનો પાર નથી. જે તન-મનને જાણનારા મળ્યા છે.

પ.ભ. મોહનભગત, દયાળજીભગત, દુબઈ, (તા.પ-૧૧-૭૭)

દુબઈમાં સૌ શરણાગતિ ભક્ત મંડળ ભેગા મળી જન્મજયંતિ મહોત્સવ ઉજવ્યો. ૭૦-૭પ ભક્તો મળી ઉત્સવમાં ર૦૦ ભક્તોએ ધામધૂમ કરી મહાપ્રસાદ લીધો. આપની કૃપાનજર અમારા ઉપર સદા વરસતી રહે છે. ત્યારે કિર્તન, આરતીમાં આપના પ્રતિ પ્રેમના આંસુ ઝરે છે. આપે અમને ખોળામાં બેસાડ્યા છે અને સૌ એકાન્તિક ભક્તોનો યોગ આપ્યો છે. તેથી દિવ્યભાવ રહે છે. આ ઉત્સવમાં ઘણાંને આપના દિવ્ય દર્શન થયા છે. આપ સત્ય સંકલ્પ મૂર્તિ છો, તેથી આપ જેમ જેવુ ધારશો તેવું થશે, આપની ધારણામાં અમોને આપની સેવા આપજો. તથા અહીં સૌ ભક્તો ઘણાં ઉત્સાહમાં છે અને આપનાં જન્મસ્થળ માટે કટિબદ્ધ છે. આપ ચિંતામણી રૂપ મળ્યા છો. પણ અમારી બાળકબુદ્ધિને ચિંતવતા નથી આવડતું, તમો તો અંતર્યામી છો. અમારા ભાવને જાણી આપની દિવ્ય સેવા-ભક્તિ, યોગમાં રાખજો અને કૃપા કરજો, દયા રાખજો. ક્યાં જીવ અને ક્યાં જગદીશ, આપે કૃપા કરી આવા ભાગ્યવાળા કરી આનંદના સાગરમાં મેલ્યા છે.

પ.ભ. ચરણસેવક રમેશચંદ્ર, દુબઈ (તા.પ-૧૧-૭૭)

પ્રગટ ભગવાનની કૃપાથી સારા પગારની સારી કંપનીમાં છીએ. સભા ઉત્સવ કરીએ છીએ. આપને પ્રાર્થના કરી આપે આશીર્વાદ આપ્યા ઘરે બાબાનો જન્મ થયો નામ સંજય પાડ્યું છે. ચાર-પાંચ દિવસથી શરીરમાં કળતર હતી. આપને પત્ર લખ્યો ને કળતર બંધ થઈ ગઈ ને સાજો થઈ કામે જાઉં છું, તમારા દર્શન થયાને હું બેઠો થયો, પાણી પીધુંને હાલતો થયો. આમ પ્રગટ ભગવાન આપ અમારી રક્ષા કરનારા આત્માની રક્ષા કરનારા આત્માપતિ છો, પ્રગટ પ્રત્યક્ષ છો.

પ.ભ. રતિલાલ તથા અમરશી, દુબઈ (તા.૧ર-૧૧-૭૭)

આપની કૃપા વડે અમી દૃષ્ટિથી સૌ શરણાગતિ મંડળ સુખી છે, આનંદમાં છે. આપની જન્મજયંતિ મહોત્સવમાં ૬પ૧ રિયાલની કચ્છી જયંતિભગત તથા એના બનેવીએ આરતી

ઉતારી ત્યારે આપ મૂર્તિમાં જળહળાટ, દિવ્ય, ઉજળા ઉજળા દેખાતા તમારા દર્શન થયા હતા તથા મહાઉત્સવમાં સૌ ભક્તોના ચહેરા પ્રફુલ્લીત હતા. આ પણ એક દિવ્ય સ્વરૂપે આપની હાજરી તથા ચમત્કાર જ ગણાય.

પ.ભ. રતિલાલ ગંગદાસ, દુબઈ (તા.પ-૧૧-૭૭)

અમારા માતુશ્રીને માથાનો દુઃખાવો રહેતો હતો તે આપે દીધેલ શ્રીજી રક્ષા વડે મટી ગયો છે. આપના પ્રસાદી પત્ર વડે ઘણો ઉપદેશ મળ્યો છે, સંતોષ થયો છે. દિલમાં શાંતિ મળે છે. આપ કર્તા-હર્તા ભગવાન છો. આ જન્મ મોક્ષ માટે છે. હવે મોક્ષનું તાન છે, દિકરાનું તાન મટી ગયું છે. બગાસુ ખાતા સાકરનો ગાંગડો મળ્યો છે. તમારા ઉપદેશ વડે હૃદયનું અંધારું ટળી ગયું છે. તેથી આપની મૂર્તિ અને ભક્તિમાં ચિત્ત રહે છે. એષ્ણા-તૃષ્ણા મટી ગઈ છે. આ પ્રગટ ભગવાનની કૃપા દૃષ્ટિ જેને થઈ છે તે સૌ આવી સમજણવાળા અને એકાન્તિક ભક્તો થયા છે. આવા પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ છે.

પ.ભ. સન્લી કંપની, સર્વ ભક્તો (તા.૧૯-૧૧-૭૭)

સન્લી કં.માં શ્રી હરિશરણાગતિના સર્વ ભક્તો એકાન્તિક, પરમ એકાન્તિક મુક્તો ભક્તો છે. એ સૌ ભક્તોને પ્રગટ ભગવાનનો યોગ છે, આશીર્વાદ છે. હજરાહજુર વર્તે છે. આ ભકતો કોઈના પ્રતિ પ્રાર્થના કરે તો એ જીવ ગમે તેવો પાપી હોય તો પણ આ ભક્તોની પ્રાર્થનાએ હૃદય-કિડનીના રોગવાળા કે ઘરના કંકાસ વાળા કે અન્ય કોઈ મુસીબત હોય અને આ ભક્તોની પ્રાર્થનાથી ભક્તિથી, વચનથી એ જીવ સુખીયો થાય છે, થયા છે. એવા આ સૌ ભક્તો પ્રગટ ભગવાનને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને કેવા જાણ્યા છે, ઓળખ્યા છે, સમજ્યા છે તે આ એમના પત્ર ઉપરથી જણાઈ આવે છે. શ્રીહરયે નમઃ, શ્રીકૃષ્ણાય નમઃ, રૂક્ષ્મણીપતયે નમઃ, સંત પતયે નમઃ, સર્વ સ્વામિને નમઃ, જગતગુરૂને નમઃ, શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમઃ, અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમઃ, કર્મફળદાતાને નમઃ, શ્રીકંભરા બાળ શ્રીબાલકૃષ્ણપ્રભુને નમઃ, શ્રી હરિશરણગતિ મંડળના ઉદ્ધારક સર્વ ઉદ્ધારક પરમાત્માને નમઃ, અનાથના નાથને નમઃ, નિરાધારના આધારને નમઃ, શ્રી ગોપાલકૃષ્ણત્મજને નમઃ, શ્રી તીર્થોદ્ધારકર્તા શ્રી તીર્થમાં બિરાજમાન ભગવાનને નમઃ, સર્વને દર્શન આપતા રાષ્ટ્રીય સ્મૃતિભવનમાં બિરાજતા ભગવાનને નમઃ, શંખ, ચક્ર, ગદા, પદ્મધારી, ધનુષ, મીન, ત્રિાશુલ.

સ્વસ્તિક, ધ્વજ, ધારી ભગવાનને નમઃ, શ્રી વ્યાસોત્તમ વ્યાસ, શ્રી શ્વેતાયન વ્યાસને નમઃ, સર્વ શાસ્ત્રોના મહામહોપાધ્યાય, ભારતભૂષણ, ભગવાન સૃષ્ટિ ભૂષણ, ભક્ત આભૂષણ, હૈયાના હાર એવા શ્રીપતિ ભગવાનને નમઃ, જન્મજયંતિ કર્તા એવા શ્રી હરિશરણાગતિના પ્રાણ આધારને નમઃ પ્રગટ શ્રીહરિને નમઃ, વિદ્યાપતિ, શ્રીપતિ, સતિપતિ, શાંતિપતિ, દયા, વિજય, જવવાળા, મુક્તપતિ, આત્માપતિ, અક્ષરપતિ, ઈશ્વરપતિ, દેવપતિ, પિતૃપતિ, ઋષિપતિ, સૂર્ય-ચંદ્ર, તારા, નક્ષત્ર, ગૃહ સૂરપતિ, પાતાળપતિ, અનંતપતિ, શેષપતિ, ભગવાનને નમઃ, કાળ, કર્મ, માયા સ્વભાવ તત્વપતિ એવા સ્વપતિ ભગવાન તમોને નમઃ શ્રીહરિ શરણાગતિમંડળના સર્વસ્વપતિને નમો નમઃ

પ.ભ. રામજી કાનજી ચોટલિયા, દુબઈ, (તા.રર-૭-૭૭)

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની કૃપાથી આજે દુબઈમાં સારી કંપનીમાં એમા વળી શરણાગતિ મંડળનો યોગ-સેવા-ભક્તિ વડે આનંદ આનંદ થાય છે. અહીં સભા-સત્સંગથી સમજણમાં વૃદ્ધિ થવા લાગી છે. અહીં પ્રગટના ભક્તો સૌ વસે છે તેથી ભવિષ્યમાં આપ મોટા મંદિરમાં બિરાજમાન થશો, આપ પ્રતાપી પ્રભુ જગદ્ગુરુ વિશ્વવંદ્ય ભગવાન છો.

પ.ભ. રમેશભગત, દુબઈ (તા.ર૦-૬-૭૭)

પ્રગટ ભગવાનની કૃપા અને આશીર્વાદથી કાંદીવલીમાં આપેલા આશીર્વાદ ફળ્યા છે. દુબઈમાં શાહુકારના દર્જામાં પહાગચાડ્યા છે. આપના ચમત્કારો અકળ છે, સત્યવાણી છે, ધારો તે પ્રમાણે થાય છે. તમને હજારો લોકો પ્રગટ ભગવાન માને છે. તમાા ચમત્કારો, વચનો રામબાણ સમાન છે. તમો શ્રીરામ વચનસિદ્ધ છો. શ્રીકૃષ્ણ છો, દેશ-પરદેશમાં દર્શન આપો છો. શરણે આવેલાના ભાગ્ય ફેરવો છો, સમર્થ છો છતાં જીવના કલ્યાણ અર્થે ઝરણા કરો છો. સાધુરૂપમાં જ્ઞાનમાં અલમસ્ત રહો છો. શ્રી શારદામાં પરોવાયેલા છો, બધાનું ભલું કરો છો. તમારા કોઈ શત્રુ નથી. અજાતશત્રુપણું છે. તમારી વાણી નિર્દોષ સત્ય ભરેલી છે, ત્રિાકાલદર્શી છો, અંતર્યામી છો. આમ આ દુબઈમાં સૌ આત્મનિવેદી ભક્તો એકાન્તિક ભક્તોના યોગ વડે પારસમણિને અડકવાથી લોઢું સોનું થાય તેમ આવા ભક્તોના યોગથી એકાન્તિક ભક્ત થાય છે.

પ.ભ. ટપુલાલ દુબઈ પ્રમુખ, સન્લી દુબઈ (તા.૪-૭-૭૭)

તમો ભગવાન મળ્યા એટલે અમને કાંઈ ચિંતા નથી. આપની પ્રસાદી ગુલાબપાંખડીથી એપેન્ડિક્તસનું દર્દ મટી ગયું અને કંપનીએ દવાખાનાનો ખર્ચ તથા ચડત પગાર પણ આપ્યો એ મારે માટે આ પરચો જ કહેવાય. અંતર્યામી ભગવાન દિવ્ય દૃષ્ટિએ રક્ષા કરતા આવે છે.

પ.ભ. છગનલાલ હિરજી કાચા, દુબઈ (તા.પ-૭-૭૭)

પ્રગટ ભગવાનનો મેળાપ તે મહા દિવ્ય ભાગ્યની વાત છે. હે પ્રભુ તમો ભગવાન છો, મને મનુષ્ય અવતાર આપ્યો છે. સાચો તમારો આધાર છે. ભાગ્યવાળાને તમો શ્રીકૃષ્ણનારાયણરૂપે પ્રગટ ભગવાન છો. અમને તો દિલમાં એમ જ થાય છે કે આ સંપત્તિ વડે આપનું ભવ્ય મંદિર બંધાવીયે અને અનંત જીવોના કલ્યાણ થાય, એવા આપ કલ્યાણ કરનારા છો.

પ.ભ. વાલજી કેશવજી ચોટલિયા, અજમાન (તા.ર૦-૧૦-૭૭)

દુબઈમાં ઈદ ઉપર ત્રણ દિવસની છુટ્ટીમાં સમૂહ ભજન અને ભોજનનો ઉત્સવ રાખ્યો હતો તેમાં આપના ઉપદેશ પ્રસાદીપત્ર વડે અનુસંધાનનો ઉપદેશ તે વડે મહા આનંદ થયો હતો. આપની કૃપાથી સૌ ભક્તો સોનાના રિયાલ, દિનારના ઢગલા ઉપર બેસાડ્યા છે. તેથી ભક્તો ખૂબ ભજન કરે છે. આપ એક એક ભક્તની ખબર રાખો છો. આપ ગીરનારની ગુફામાં બિરાજતા થકા અહીં વિદેશમાં દર્શન આપો છો. તેથી ભક્તોને ઘણું બળ મળે છે. અમો જીવને આપે મુક્ત કર્યાં છે. બ્રહ્મધામના અધિકારી કર્યાં છે. આપની સેવા આજ્ઞા માટે ભક્તો થનગની રહ્યા છે.

પ.ભ. ગોવિંદ કુરજી ચોટલિયા, દુબઈ (તા.૩૦-૭-૭૭)

શ્રી હરિશરણાગતિ મંડળના તમામ ભક્તો તમોને ભજે છે. તમારા દર્શન સૌને થાય છે. તેમ આજ મને તમારા દર્શન થયા, તમે કહ્યુ તારી ખબર કાઢવા આવ્યો છું. તારો પત્ર કે સમાચાર નથી. હવે પત્ર લખજે. એટલે હું તરત જ બેઠો થઈ આ કાગળ લખ્યો છે અને તમારા દર્શન થયા ત્યારથી આનંદ આનંદ થઈ ગયા છે. તમો જ દેખાયા કરો છો, હવે મારે તમારી સેવા કરવી છે, સેવાનું બળ આપજો.

પ.ભ. જયંતિલાલ દેવશી, દુબઈ (તા.૭-૧ર-૭૭)

પ્રગટ થયેલા એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઓળખી પ્રગટ ભગવાનને રાજી કરનારા દુબઈ મંડળ ભગવાનનો જન્મજયંતિ મહોત્સવમાં પાટ ઉપર બિરાજી અન્નકુટ જમતા હતા એવા દર્શન થયા. આવા અલૌકિક પ્રતાપ વડે પરોક્ષવાળાઓ આશ્ચર્યચકિત થયા. કોટી કોટી સૂર્યને તેજસ્વી કરનારા, તેજસ્વી ઉજ્વળ શિતલ ચંદ્રસમ મંદ મંદ હાસ્ય કરતા મુખવાળા મસ્તકે મણિ ચમકતી પાઘવાળા અક્ષરથી પર જે શાસ્ત્રોએ વર્ણન કરેલા એ સ્વયં આપ પ્રગટ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આપ અનેક સ્વરૂપે વિચરો છો એવા દર્શન થયા ત્યારથી શાંતિ વર્તે છે. આપના ચમત્કારની ઘણી વાતો સાંભળી પણ આજ આપના દર્શન થયા એટલે હવે આપની ઉપાસના ભક્તિ નક્કી થઈ ગઈ. હવે તો અમે ભલે આપનાથી દૂર છીએ પણ આપ અમારી નજીક જ છો, ભેળા છો. તમો અમારા સર્વસ્વ છો, આપે નિજભક્તોને સુખી કર્યાં છે. હે આપના દર્શનથી હવે પૂર્ણકામ થયો છું. હવે મારે કોઈ કામના રહી નથી. આપ સર્વસ્વ, સર્વોપરી ભગવાન છો.

પ.ભ. જયંતિલાલ રતનશી ટાંક, જીરાગઢ, (મસ્કત), (તા.૧-૧-૭૮)

આપ પ્રગટ ભગવાનને ઓળખનારા પ્રાગજીભાઈ, નારાણભાઈ, મગનભાઈ, ભગવાનજીભાઈ, કાનજીભાઈ, અમરશીભાઈ, શ્રી હરિશરણાગતિ મંડળ સાથે રહી ભજન, ભક્તિ, સત્સંગ કરીએ છીએ. જે આજે વ્હેલી સવારે આપ પાઘ પહેરી, હાથમાં લાકડી, ચરણે મોજડી પહેરીને ઊભી મૂર્તિનાં દર્શન થયા. ત્યારથી સુખ-શાંતિ વર્તવા લાગી છે. એટલે આ પત્ર લખ્યો છે. ભૂલચૂક ક્ષમા કરશો, આપના દર્શન થજો અને સેવામાં બળીયો કરજો.

પ.ભ. દેવજી કાનજી રાઠોડ, શારજાહ-દુબઈ (તા.૧૧-૧-૭૮)

પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી શરણાગતના રક્ષણહારા એવા આપનો સેવક મૂળજી વેલજી વીરા ૩૦ ફૂટથી પડી ગયો તેને તમોએ ઝીલી લીધો, રક્ષા કરી છે. તેને પગની એક પાનીમાં થોડુંક ફ્રેકચર છે. પરંતુ આપની કૃપાથી કંપની બધો ખર્ચ આપે છે અને કોઈ તકલીફ નથી, આપે રક્ષા કરી છે તથા મૂળજીને આપના દિવ્ય દર્શન થયા છે.

પ.ભ. મનુભાઈ શાહ (પ્રિન્સિપાલ હાયર સેકન્ડરી શાળા, કુંકાવાવ (તા.૧૧-૧-૭૮)

આપ ભગવાનને ડી.ફિલ, ડી-લિટ્ટની ડિગ્રીઓ મળી તે કોઈ નાની-સૂની વાત નથી. વિશ્વના જે મોટા વિદ્વાનોને ખબર હોય કે ડી.ફિલ અને ડી-લિટ્ટની ડિગ્રીઓ માટે કેટલું મથવું પડે છે તથા એ ઉપાધીવાળો તેની કિંમત કે તે કેવો દિવ્ય પુરુષ હશે. તેમ હું મનુભાઈ શાહ આપના ગ્રંથોને આધારે ડી.ફિલ થયો છું અને આપના આશ્રયે મારી ચડતીકળાઓ થઈ છે. આપ શ્વેતાયન મહર્ષિ શ્રીનારાયણ સ્વરૂપ પરમ ભાગવત તિર્થકર સંત છો. જે આ આપને મોટી મોટી પદવીઓ મળી સાથે સાથે આપે બીજી ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેનાથી પ્રેરાઈને આપને મળેલા મોટા મોટા પુરુષોના અભિનંદનો એકઠા કરી એક મહા અભિનંદન ગ્રંથ તૈયાર થશે તે દ્વારા વિશ્વ આખું આપને ઓળખશે. સ્વયં જ્ઞાનસાગર, અવતારી પુરુષ, સર્વશક્તિ ગુણશાલી પરમપુરુષ છો, સાક્ષાત નારાયણ છો.

પ.ભ. મોહનલાલ રતનશી પુજારી, દુબઈ (તા.ર૭-૧-૭૮)

પ્રગટ ભગવાન આપ સ્વતંત્ર છો. આપનું ધાર્યું સર્વે થાય છે. પરચાઓ આપો છો, રક્ષા કરો છો, દર્શન આપો છો, પ્રારબ્ધ ફેરવો છો. પ્રેયઃ શ્રેયઃ આપો છો. ગરીબોના બેલી છો. પ્રત્યક્ષ ઓળખનારને મોક્ષ આપો છો, ચમત્કાર ઐશ્વર્ય વાપરો છો, દૈવી ગુણો તથા દિવ્ય ચિન્હો સહિત છો. આવા દિવ્ય ભગવાન માનવરૂપમાં રહો છો. એવા પ્રગટ ભગવાનને ઓળખવા પ્રગટ સંત મળે કે સ્વયં પ્રગટ મળે ને પ્રગટની કૃપા હોય ત્યારે જ માનવરૂપમાં રહેલા ભગવાન ઓળખાય છે, ઓળખાવે છે.

પ.ભ. હંસરાજભગત ચાવડા, (તા.૭-ર-૭૮)

પ્રગટ ભગવાન તમારા અનન્ય ભક્ત થવાય. દિલ ગંગા જેવું પવિત્ર રહે, ભાવના ફળે, રાગ મટે, તમારી ભક્તિ કરું, બંધન ટળે, માયા ટળે એવી કૃપા કરજો. આપ ચૌદ લોકના નાથ છો. અક્ષરાપતિ ભગવાન છો, પ્રાણ પ્યારા છો, હૈયાના હાર છો, નેણુના શણગાર છો. આમ પ્રગટ ભગવાનને ઓળખી ભગવાનની સેવાભક્તિ કરે છે અને ભગવાન પાસે કાલાવાલા કરી ભગવાનને રાજી કરે છે.

પ.ભ. શાંતિલાલ તથા ભૂપતલાલ, સુરત (તા.૧૪-ર-૭૮)

પ્રગટ ભગવાનને ઓળખી વિનંતી પ્રાર્થના કરતા. અમારા હૃદયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ સહિત તમારો વાસ હો, દૃઢ ભક્તિ આપજો. તમો અક્ષરધામના અધિપતિ પ્રગટ પુરુષોત્તમ છો. તમારા ભગવાનપણાનાં પરચાઓ ઘણાં સાંભળ્યા છે. તમો પ્રગટ પુરુષ છો. ભક્તપતિ ભગવાન અમો મોક્ષ ચરણસેવાનુ વરદાન માંગીએ છીએ. આમ આપ અમારા હૃદયમાં નિવાસ કરી આપનો રાજીપો, સેવા, ભક્તિ આપજો.

પ.ભ. લાલજીભાઈ, દુબઈ (તા.ર૬-ર-૭૮)

પ્રગટ ભગવાનના સેવકો વિદેશમાં ગયા ત્યાં વરસાદ બે વખત તથા વાવાઝોડા સાથે થયો એટલે આરબો દોડી દોડીને ન્હાવા લાગ્યા અને કહેતા ખુદા આવ્યા, ખુદા આવ્યા. આ દેશમાં વરસાદ ક્યારેય જોવામાં નથી આવ્યો તેથી વરસાદ પડવાથી ખુદા રાજી થયા છે. એ આ પ્રગટ ભગવાનના ફિરસ્તાઓ છે એમના પૂન્ય અને સંતના જીવન સાધુ થઈ રહેતા તેથી આવા ચમત્કારો થવા લાગ્યા.

પ.ભ. મોહન કરસન મનાણી, દુબઈ (તા.૧૩-૩-૭૮)

પૂના મોહન કરસન મનાણીના ઘરનાને મહિનાથી તાવ આવે, ટાઢ ચડે, ઊલ્ટી થાય. તેથી પ્રગટ ભગવાનને પ્રાર્થના લખી ભગવાને ચામાં કાળીજીરી પીવાનું તથા ગોળ, સૂઠ તથા બે ત્રણ કાળીયા ખીચડી ખાવાનું લખ્યું તેમ કરવાથી હવે સારું થવા લાગ્યું છે. આપની પ્રસાદી ગુલાબની પાંખડીથી સારું થવા લાગ્યું છે. આમ પ્રભુ આપના વચન તથા દૃષ્ટિની કૃપાથી સૌ સારાવાના છે.

પ.ભ. લાલજીભાઈ તથા નાનજીભાઈ કાંદીવલી (તા.રર-૩-૭૮)

અમારા માતુશ્રી પથારીમાં હતા હું માતાજીની સેવામાં હતો અને આપનો આશીર્વાદ આવ્યો. આપે જનમંગલના પાઠ કરવા કહ્યું હું તરત જ જનમંગલના પાઠ કરવા લાગ્યો તથા ભક્ત ચિંતામણી વાંચી તેથી આપના આશીર્વાદથી અમારા માતુશ્રીને આપ તથા શ્રીજી મહારાજના દર્શન થયા અને અમરા બા બોલ્યા શાસ્ત્રીજી મહારાજ તથા શ્રીજી મહારાજ

પધાર્યા છે. હાથ જોડ્યાને ધામમાં જાઉં છું એમ કહી ધામમાં ગયા. આપનો ચમત્કાર જબરો છે. વચનસિદ્ધ, સંકલ્પસિદ્ધ છો, સાક્ષાત્ શ્રી હરિ છો.

પ.ભ. વેલજી ખીમજી તરસાણી, કોસંબા (તા.ર૧-૩-૭૮)

આપના કહેવા મુજબ મેં આકડાનું બંધાણ બાંધ્યું તેથી મારો પેટનો દુઃખાવો મટી ગયો છે. ઘરવાળા ગોમતીની તબિયતમાં માથું દુઃખે, તાવ આવે, નબળાઈ જણાય, ગભરામણ થાય, કમર દુઃખે, ઓડકાર આવે, થડક રહ્યા કરે, ગોટો ચડે, કાળજુ દુઃખે આમ ઘણી તકલીફો છે. આપ પ્રગટ ભગવાન છો. કાંઈ નડતર હોય તો મટાડજો. ધૂણે છે ત્યારે મારા બાપુજીનું નામ આવે છે. આમ ભગવાન પાસે જેણે જેણે પોતાના દુઃખની અરજ કરી છે. તેને પ્રગટ ભગવાને ભક્તિ આપી સેવા આપીને દુઃખ મટાડ્યા છે, સુખીયા કર્યાં છે, ભક્તિભાવમાં રહી ઊંચે દર્જે પહાગચ્યા છે.

પ.ભ. હરિલાલ ઓધવજી ખોલિયા, જામવંથલી (તા.પ-પ-૭૮)

તા.૧૦-પ-૭૮ના લગ્ન છે, આપ આશીર્વાદ આપજો. આપશ્રીના ૧પ દિવસ પહેલાં દિવ્ય દર્શન થયા હતા. ફળિયામાં હરતા-ફરતા હતા. તમારા ચરણોને કળશના જલથી ધોઈને ચરણામૃત લીધું એટલામાં આપ અદ્રશ્ય થયા. અમને થયું મંગળ કાર્ય થશે જે આપના દર્શન થયા તે આ વિવાહ પ્રસંગ થયો. આપ પ્રગટ ભગવાન નીજ ભક્તોની સંભાળ લેતા જ હોવ છો.

પ.ભ. રાજેશ ચમનલાલ ટાંક, મુંબઈ (તા.૧૦-૬-૭૮)

પ્રગટ ભગવાન શાસ્ત્રીજી મહારાજના પ્રમુખપદે પાટોત્સવ ઉજવાયો તેના દર્શનથી હું ધન્ય ધન્ય થયો એ પાટોત્સવ ઘરે ઘરે વખણાય છે. ન ભૂતો ન ભવિષ્યતી અભૂતપૂર્વ મહોત્સવ થયો. જિંદગીમાં સંભાળે તેનો મોક્ષ થઈ જાય એવા આપ સાક્ષાત્ ભગવાન છો, આપને શરણે જે આવે તેના કલ્યાણ થાય, મોક્ષ થઈ જાય છે.

પ.ભ. ભગવાનજી હિરજી લખમણ કાચા, દોહા-કતાર (તા.૧પ-૬-૭૮)

આપની કૃપાથી અહીં વિદેશમાં સુખી છીએ. આપના આશીર્વાદથી બીજી કંપનીમાં કામ મળી ગયું છે. મને પ્રત્યક્ષ ભગવાન જોવાની ઈચ્છા હતી તે આપ દિવ્યમૂર્તિના દર્શન થયા. મારો જન્મ સફળ થયો. બધા ભય ટળી ગયા. હું પૂર્ણ કામ થયો હવે તો તમો અજવાળા ભરેલી મૂર્તિને જ દેખું છું, આપને ધરીને હું ઉપયોગમાં લઉં છું.

નથુભાઈ, નટવરલાલ, દયાળજી, ધર્મલાલ, પૂના (તા.રર-૩-૭૯)

શ્રી પુરુષોત્તમનારાયણ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન સદ્ગુરુની સેવામાં શિવાજીનગર-પૂનાથી સદા યાદ કરનાર નથુભાઈ, નટવરલાલ, દયાળજી, ધર્મલાલ તથા બાળબચ્ચા સેવક કુટુંબના જય સ્વામિનારાયણ વાંચજો.

શ્રી પ્રભુજીની માલુમ થાય જે અમારા ઘરમાં પિતૃના સ્વપ્ના આવે છે. ૧પ દિવસ પહેલાં ધર્મલાલને સ્વપ્નમાં કુવામાં સાપ દેખાયો, ધર્મલાલ પાણીમાં હતાં, તે વખતે આપની શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની ઉજળી હસતી મૂર્તિ દેખાઈ. આપે રાંઢવું બાંધીને જળ ઉપર આવીને પછી કાંઠે આવીને સાપને બહાર કાઢી ફગકી દીધો અને સર્પમાંથી માણસ બનાવીને તમે ધર્મલાલને કહ્યું કે, ધર્મલાલ આ તમારા બાપદાદા છે તો તું બાપા પાસે બેસ. ત્યારે ધર્મલાલ ધ્રુજવા-બીવા માંડ્યો તો આપે હાથ ઝાલીને તમારી બાજુમાં બેસાડ્યો અને પિતૃ અલોપ થઈ ગયા. આ પ્રમાણે દેખાણું છે. તો આપ કહો તે પ્રમાણે નારાયણબલિ કરાવીએ. માટે હવે નડતર મટે એમ લખી મોકલાવજો. અમારા કુટુંબના જય સ્વામિનારાયણ વાંચજો. દુબઈજી દયાળજી બે મહિનામાં દેશમાં આવશે પછી તમારા દર્શને આવવું છે. લાંબે રસ્તે રક્ષા કરજો એ જ અરજ.

પ.ભ. પુરુષોત્તમ રૂપાભાઈ વરુ, (ઇંગ્લેન્ડ) (તા.ર૯-૬-૭૮)

આપની કૃપાથી સુખી થયા છીએ. મૂર્તિમાં આપના દર્શન થાય છે. આપને વધારે રાજી કરવાનું તાન છે, આપને ભજીયે છીએ. આત્મામાં શાંતિ થાય છે. આપનો નિશ્ચય થયો છે. બાપા અમને ધ્યાનમાં જોયા કરે છે. આપ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીહરિ છો એમ કહેતા હોય છે. જે આજે અમોને પણ આપનો નિશ્ચય થયો છે.

પ.ભ. પોપટલાલ કાનજીભગત, દુબઈ (તા.ર૪-૮-૭૮)

પ્રભુજી મને તાવ ચડ્યો હતો, વ્હેલી સવારે આપના દર્શન થયા. મુગટધારી, છડીધારી દર્શન થયા. આપે કહ્યું કામ પર જાઓ, તાવ નહીં આવે, હું સાજો થયો. તમારી મૂર્તિ રાત-દિન દેખાયા કરે છે. મારો ભવ સુધરી ગયો. આપ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છો, અંતર્યામી પરમેશ્વર પરબ્રહ્મ છો, આપની લીલા અસંખ્ય અનંત અગણિત છે. આપના દર્શન હોસ્પિટલમાં પણ થયા હતા, આપ દયાળુ, કૃપાળું છો.

હરિકૃષ્ણ અને નલિની, જામવંથલી (તા.૩૦-૯-૭૮)

પ્રભુજી તમોને અમારા જયશ્રી સ્વામિનારાયણ. અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આપને નમો નમઃ, સ્વસ્થાન અક્ષરધામ શ્રીજૂનાગઢ મધ્યે ભંડારને મેડે વિરાજતા એવા પરમપૂજ્ય પરમકૃપાળુ સર્વ કર્તાહર્તા, સર્વના નિયંતા અમારા નાથ મહાપ્રભુજી અક્ષરાધિપતિ સર્વને સુખ આપનારા પૂર્ણ પુરુષોત્તમ ભક્તપતિ ભગવાન આપને અહોનિશ યાદ કરનાર કડિયા હરિકૃષ્ણ અને નલિનીના આપના ચરણોમાં ખૂબ જ હેતપ્રેમ, વહાલભર્યા હૃદય સાથે જીવમાં જોડીને ખૂબ જાજા જાજા જય સ્વામિનારાયણ વાંચશો.

હે ભક્તપતિ ભગવાન તમારા પ્રતાપથી અને આશિર્વાદથી અમો સુખી છીએ. વહાલા પ્રભુજી તમારા દિવ્ય દર્શન અમોને થાય છે તેથી વિશેષ આનંદ છે. ભક્ત દૂર હોય પણ ભગવાન તો પાસે જ હોય. ગુન્હા માફ કરીને પ્રગટ દર્શન આપવા એ તમારું ઐશ્વર્ય છે. તમે ધામોના ધામી ધન-દોલત સંપત્તિના ધણી છો.

તમારા વિના સુકું પાંદડું પણ હલવા સમર્થ નથી. સર્વના એક મહાપ્રભુ હે સ્વામિનારાયણ ભગવાન અમારી તમોને અરજ છે કે, તમારી સેવા થાય તેવું અમને બળ આપજો. તમો સમગ્ર સૃષ્ટિના એક જ પ્રભુ દરેક પ્રાણધારીના રક્ષક છો. આખું વિશ્વ તમોને પૂજે સેવે છે. અમને બાળકોને આપ આશિર્વાદ આપતા રહેજો. તમો દરેક ભગવાનથી મોટા ભગવાન છો.

ચરણસેવક હરિકૃષ્ણ તથા નલિનીના આપના ચરણોમાં જાજા કરીને દંડવત્ પ્રણામ, જય સ્વામિનારાયણ વાંચશો. સાજા નરવા રાખજો. આપની સેવા-ભજનમાં વિધ્ન ન આવે અને મોક્ષમાં જવાય તે પ્રમાણે સત્સંગ વધે એવી કૃપા કરતા રહેજો. એજ.

પ.ભ. શામજી લક્ષ્મણ સાપરીયા, (તા.૧-૩-૭૯)

આપનો ગ્રંથ વાંચી આનંદ થયો, આપના દિવ્ય દર્શન થયા એવાને એવા દર્શન આપતા રહેજો.

અનાદિ અક્ષરપતિ સ્વસ્વરૂપસ્થ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી ભગવાનને નમો નમ; પ્રગટ પુરુષોત્તમ અક્ષરધામના પતિ સમગ્ર વિશ્વસંચાલક પરદુઃખભંજન પરનારાયણ મહારાજ આપના ચરણોમાં સેવક પોપટલાલ તથા કાનજીભગત સદા ધ્યાનથી પ્રત્યક્ષ સાકાર મૂર્તિનું સ્મરણ કરી રહ્યા છીએ, પ્રભુ આપનો આશીર્વાદ મળ્યો અને બંને બહુ જ હર્ષમાં આવી ગયા છીએ, અહીં ટપુલાલભગત, દેવજીભગત, દયાળજીભગત, કચ્છી હરિભક્તો મળ્યા છે, આપના આશીર્વાદપત્રો પણ સંભળાવ્યા હતા, કામકાજ સારાં ચાલે છે. આપની અપાર દયાથી શરીરે સારું છે, તમોએ હાથ ફેરવ્યો તેથી પક્ષઘાત મટી ગયો છે, આપ તો અલૌકિક ભગવાન છો, અવતારી પ્રભુ છો, ભૂલ માફ કરજો, આપ માવતર પરમ પિતા વિશ્વના રચનારા છો. આપના બાળકો કાનજીભાઈ તથા પોપટલાલના જયસ્વામિનારાયણ વાંચજો, રક્ષા કરજો, દર્શન દેજો, જયશ્રી કૃષ્ણનારાયણ. કાંદીવલી પત્ર લખ્યો છે, પરદેશમાં તમારું જ ભજન થાય છે, આપને પ્રતાપે આ વર્ષ અહીં વરસાદ થવા લાગ્યો છે, આપની અકળકળા છે, આપના ભક્તોનો પ્રતાપ પણ ઓછો નથી, મેઘરાજા પણ રાજી છે, જય હો પ્રગટ ગુરૂજી ભગવાનનો જય હો...

પ.ભ. ભગવાનજીભાઈ રાજાભાઈ જાવિયા, દુબઈ (તા.૧પ-૩-૭૯)

આપ દરેકના હૃદયમાં વસો છો ત્યાં બેઠા બંધુ નિરીક્ષણ કરો છો અણુએ અણુમાં તમારો વાસ છે, ભગવાનજીભાઈ રિયાધથી પત્રમાં સાક્ષાત્ પ્રભુની લીલાના ચમત્કારો લખે છે, આપની કૃપાથી અમારે દિવસે રાત્રો ડબ્બલ કામ ચાલે છે. દિરહામ ૧૧ર૦ છે, આપની કૃપા વડે પ્રભુજી આવું મળ્યું છે, ગોરા લોકોએ અમારું કામ ચાર દિવસ જોયું તેને ગમી ગયું હવે અમને આઠ માણસો અમારા હાથ નીચે આપ્યા છે, કામનો રિપોર્ટ દેવાનો, ભગવાન નિરંતર દિન-રાત આપનું ભજન સ્મરણ કરીએ છીએ, મુશ્કેલી બિલકુલ નથી. આપ તો વ્યાપક પરમેશ્વર છો, આપની શરણાગતિ મળી. આપી બીજો લાભ શું હોઈ શકે ? સૃષ્ટિને આપ સરખી રીતે જુઓ છો, અમારું ધ્યાન રાખજો, દોષ ટાળજો, સૂતી વખતે આપનું ધ્યાન કરતા સૂઈ જઇએ છીએ, આપની મૂર્તિ દેખાયા કરે છે. અમારા ઊંચા ભાગ્યા છે, અમો

પ્રભુને સાક્ષાત્ પત્ર લખી રહ્યા છીએ, જયશ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ, પોપટલાલ તથા કાનજીના તથા શરણાગતિમંડળના જયશ્રી કૃષ્ણનારાયણ, એજ.

જયંતીલાલ તથા ભગવાનજી, દુબઈ (તા.૧-૮-૭૮)

શ્રી દિવ્યધામ જૂનાગઢમાં વિરાજમાન સર્વાન્તર્યામી ઘટઘટમાં વ્યાપક અક્ષરાતીત ભગવાન સર્વે ધામોના ધામી ભગવાન અત્યારે માનવદેહે ભકતો માટે અહીં પધાર્યા. પ્રગટ પુરુષોત્તમસ્વામી અસંખ્ય લીલા ચમત્કારો ભર્યા ભગવાન આપના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે, અમારા મનના તમામ કોડ પૂર્ણ કરનાર ઓળખાયા. અમારો હાથ ગ્રહણ કરનારા ભગવાન આપે અમોને પરદેશ પહાગચાડ્યા, કંપની સારી અપાવી, શરીરે સાજા-નરવા રાખ્યા, આપના પરચા ઘણાં અનુભવ્યા, આપ અમારે આશ્રમે રસોઈ જમ્યા, જમાડ્યા, ધૂમાડામાં પણ બિરાજ્યા, રાજીપો અઢળક વરસાવ્યો એવા હે પ્રભુ દુબઈથી જયંતિલાલ તથા ભગવાનજી બંને પોરિયા ભાઇઓના અમારા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારજો.

આપના ચિન્હો દર્શન થયા અતિહેત જાણીને સંભારીને આનંદ થાય છે. જૂનાગઢમાં અમોને ચરણ દાબવાનો લાભ મળ્યો વળી લખવાનું મેલીને અમોને જળ પ્રસાદી, ફૂલહાર આપવા ઊભા થતા, વળી હાથ ધોઇને શુદ્ધ રીતે ચરણસ્પર્શ થવા દેતા, ભગવાનની વાતો કરતા. સમૈયા પછી રતિલાલ ભગતે ટેપરેકર્ડ ઉતારી તે સંભળાવી તેથી એમ જ થાય છે કે આપણે જૂનાગઢ ભગવાન સામે જ બેઠા છીએ, વરસાદ સારા વરસાવ્યા, માગ્યા મોલ ઉપજાવ્યા, હજુ રાજીપો આપજો તમારા આશીર્વાદો મળ્યા છે, કમાણી સારી છે, ઉપદેશ ઘણો વાચ્યો, આનંદ થયો છે, બહુ દયા કરી આપને માટેઅ મે કાંઈ કરી શકતા નથી.

તમારું નામ, તમારા ગુણ, તમારી ડિગ્રીઓ મનુષ્યો વાંચે તોય જીવ પવિત્ર થાય માણસને તો માણસ દેખાય બરોબરિયાપણું આવી જાય પણ અમોને તો ભગવાન દેખાઓ છો. અમારા પર દયાનો આડો આંક વાળ્યો છે. તમો જગન્નાથપૂરીમાં હિમાચળમાં ફરીને સૌરાષ્ટ્ર પધાર્યા ઘરે ઘરે ભક્તોને ત્યાં પધરામણી, ચરણપગલાં કર્યા, ઘણાના દુઃખો ટાળ્યા. સીમમાં ક્ષેત્ર, વાડીઓમાં પગલાં કર્યાં. તીર્થભૂમિઓ ચાલી ચાલીને પવિત્ર કરી. ગાડે બેસીને વાડીઓમાં પધાર્યા, ફૂલવાડીએ પધાર્યા, કંકાવટી નદીને કિનારે બિરાજ્યા, પ્રસાદ જમાડ્યા, કામકાજ સેવા કરનારાઓને સુખડી, મોતૈયા જમાતા, ચાલીસ ગાડાવાળાઓને એક સાથે ચૂના, કાંકરી લઇ આવ્યા ત્યારે જમાડ્યા. પથ્થર ખાણે જમાડ્યા, ગુંદા આંબલીઓ, વાવ,

લીંબુ ઝાડ, પિપળો, તુલસી વગેરે પણ આપના ગુણગાન કતા હોય તેમ શોભા આપનારા છે, આપ ગિરનારી ભૂમિમાં વિરાજો છો, સ્વતંત્ર છો. અમારું તેટલું ભાગ્ય ઓછું જે આપ વનસ્થળીમાં ન રોકાયા, વનસ્થળીમાં મૂઠી ભરી તલના રોપડાઓ ભક્તિ કરનારા આપને માટે તલસે છે, મૂર્તિના દર્શન થાય છે, ચરણદર્શન થાય છે, ગઢ ચણાય છે, આપ મૂર્તિમાન ભક્તોને લાડ લડાવતા રહો તો ભક્તોને સેવા-પૂજાનો લાભ મળે. તમારે અર્થે જેટલું કરીએ તેટલું થોડું છે, બધા તમારું ભજન કરે અને દર્શન કરે તથા પ્રવચનનો લાભ મળે એમ કરજો. ભગવાન આવે ત્યારે મહિમા ન જણાય પણ જતા રહે ત્યારે જણાય, હાજર હોય ત્યારે તો આજ્ઞાની જનો પોતા જેવા ગણી કાઢે, પણ દુઃખ આવે તે ટાળવા શરણે દોડે. આપના ભજન, ધૂન સમૂહ મળી કરીએ છીએ. બધું સાનુકૂળ છે, બધા સુખી છે. આપ પૃથ્વી પર વિચરો, બિરાજો છો તેથી અમોને ઘણો આનંદ છે. ઓળખાયા છો તેથી વધારે ક્યો લાભ ગણાય, ભજીએ છીએ એ જીવના મોક્ષ માટે છે, મોક્ષ તો હાજર જ છે, અમારા સાષ્ટાંગ દંડવત્-પ્રણામ સ્વીકારજો, કાગળ આશીર્વાદ લખજો, દર્શન આપી સંભાળ રાખજો, ભૂલચૂક માફ કરજો, અપરાધ ન ગણશો, રાજીપો રાખજો, આપ હાજર જ છો મૂર્તિમાં દેખાઓ છો, એજ.

શ્રીહરિ શરણાગતિ મંડળ, દુબઈ (તા.ર૯-૧૦-૭૮)

સ્વસ્થાન જૂનાગઢ ધામે વિરાજમાન પરસ્વરૂપે વર્તતા સર્વાત્મા સર્વકર્તા સર્વ અંતર્યામી, સર્વનિયન્તા ભક્તવત્સલ, પ્રગટ મહાપ્રભુજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તથા સંતમંડળના સેવકો રતિલાલ અમરશી, દયાળજી, ટપુલાલ, મોહનભાઈ તુલસીદાસ માવજીભાઈ, નાનજી, રતિલાલ સર્વે શરણાગતિ મંડળ, ૧પ૦થી વધુ ૧૭પ સુધીના ભક્તોના તથા સન્લીના કારીગરી સમુદાયના દંડવત્ વાંચશો. ભગવાન આપની દયાથી ખૂબ ખૂબ આનંદ ઉત્સવ થયો છે, આ વખતે તા.ર૪-૧૦-૭૮ના રોજ હે જીવનપ્રાણ પ્રભુજી જન્મ જયંતિની ઉજવણી અતિશય જોરદાર ઉજવાઇ છે, દૂર દૂરથી બધા શરણાગતિ મંડળો આવ્યા હતા. રાસમંડળ, ભોજન, ધૂન ભજન-કિર્તન ખૂબ ઉત્સાહથી કર્યાં હતાં. ફુલેકુ ફેરવ્યું હતું, આનંદ આનંદ થયો હતો, રિયાલ ૧૧૦૦માં આપની મૂર્તિની આરતી ઉતરી હતી, હજારો માણસો દર્શન કરતા હતા, પગે લાગતા હતા. દેશી ભાઇઓ બધા ધર્મના આપણા ભેગા મળ્યા હતા, લાંબુ પ્રોસેશન નીકળ્યું હતું, ભાત ભાતની ધૂનો અને આપની જય બોલાતી હતી, અહીંના રાજ્યાધિકારીએ ખુદા બંદગીની છૂટ આપી હતી. ફૂલવાડીના ગઢ માટે પણ પૂરતા રિયાલ નાગધાયા છે, તે કામ પૂરું થઈ જશે. આપની દયા અપાર છે, શરણાગતિ

મંડળોમાં એકપણું છે, નિર્ભય છે, સહનશીલતા છે, સંપ છે, પ્રત્યક્ષ નિશ્ચયનું બળ છે, કેફ વધતો જાય છે. આશીર્વાદ આપજો બધાય નિરોગી અને સુખીયા છે. સન્લીવાળાઓને ધન્ય છે. ખૂબ આગળ રહી મહામહોત્સવો ઉજવાયો છે, દેવજી કાનજી ઇન્ડિયા અહીંની ટેપરેકર્ડ લઇને આવ્યા છે તે સાંભળજો અને આશીર્વાદ આપજો, ભૂલચૂક માફ કરશો.

દુબઇના એરિયાના તથા નજીક દૂરદૂરના ભક્તો, મુસાબુંગા કંપનીથી તથા કાંબુલાસી કંપનીથી તથા બર્નાર્ડ સન્લી કંપનીથી, શારજાહથી તથા અલઝાહટ કંપનીથી, પી.આઈ.ઝેડ. કંપની અબુધાબીથી તથા જુકુમ કન્સ્ટ્રક્તશન કંપનીથી તથા એસ.સી. કંપનીથી તથા સિમેન્ટ માર્કેટિંગ કંપની સલાલાહથી તથા ડેઇરાથી બેલહાસા એન્જિનિયરિંગ કંપનીથી તથા અજમાનથી, જુમેશાહથી, કવારૈયાટાસ્મિકથી, એલ. ધુરેર કંપનીથી, જી.ટી. કંપનીથી, ગેમન ઇન્ડિયન કંપનીથી, ટી.સી.સી. કંપનીથી, એલ.સાહેબ કંપનીથી, સફાત કુવૈતથી, ભાટિયા કન્સ્ટ્રક્તશન કંપનીથી, મોહા બીનસેફ કંપનીથી, રાસલખીમાંથી, જંગલમાંથી, મોન્ડ બીન સેફ કંપનીથી, એસ.એસ. લુથા કંપનીથી, ચારેબાજુથી દૂરદૂરથી આપણાં ભક્તો અને દેશીજનોએ મોટી સંખ્યામાં ઉત્સવ ઉજવ્યો છે, આશીર્વાદ લખજો. એજ.

ધરમલાલ નથુભાઈ ટાંક, શિવાજીનગર, પૂના (તા.રપ-૧ર-૭૮)

રાજમાન રાજેશ્રી સદ્ગુરુ પૂ.ભગવાન ગુરુજી શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની સેવામાં ધર્મલાલ નથુભાઈ, મેપા ટાંક આદિ અમારા કુટુંબના દંડવત્ સાથે જયશ્રી સ્વામિનારાયણ વાંચશો, મહારાજ ! મારે કતાર જવાની વીસા આવી ગઈ છે, ચંદુલાલ કરશન પણ આવશે, મને પ્લાસ્ટરનું કામ બહું સારું આવડે એવા તુરત જ આશીર્વાદ આપજો, તમોને સંભારતા સંભારતા કામ કરું છું અને એમ જ ન કરીશ. તમારી ભક્તિ કરીએ તેવા આશીર્વાદ આપજો. પહેલીવાર પત્ર લખું છું, ભૂલચૂક માફ કરજો, સગકડો દંડવત્ સ્વીકારજો, પરદેશથી સરનામું લખીશ, દર્શન દેજો એજ.

ભગવાનજી હિરજી ચૌહાણ, પાડાબેકર્ડ (તા.૩-૩-૭૯)

ભગવાનજી હિરજી ચૌહાણના જીદ્ાહથી જૂનાગઢ તીર્થમાં બિરાજતા અવતારોના અવતારી ધામોના ધામી અનંતકોટિ મુક્તો, જીવો, ઇશ્વરો, માયા અક્ષર આદિકના સ્વામી નિયંતા ઇષ્ટદેવ પ્રભુજી મહાપ્રભુજી મહારાજાધિરાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો

શરણાગત ભક્ત સ્તુતિ કરે છે તે સાંભળજો. અમો ખુશીથી કામ કરીએ છીએ, આનંદની રહીએ છીએ અને ભજન કરીએ છીએ, સેવા સ્વીકારજો. ગ્રંથ વાચી આનંદ થાય છે. તમારે શરણે આવ્યો તે વખતે જે ઓળખ ભગવાનની હતી તે કરતાં આપના ભક્તો સાથે અહીં કથા-વાર્તા, લીલા-ચમત્કારો વડે તથા ગ્રંથ અભિનંદનો વડે જબરી ઓળખ સમજાઈ છે. મારા ઉત્તમ સારા ભાગ્ય જે આપના એકાંતિક ભક્ત સંતોનો સમાગમ મળ્યો છે, તમારે ચરણે સાક્ષાત્ આવી ગયો તે પણ મારું મોટું ભાગ્ય ઉઘડ્યું છે, હવે મારો ભક્તિભાવ આ જન્મે જ મોક્ષમાં જવાય એવો ઉદય પામ્યો છે. સેવા લાભ લેતો રહીશ, દિવ્ય દર્શન થાં રહે છે. ભગવાન ભજવાની અલૌકિક સ્થિતિ અને ગુણ કથા કરીએ છીએ, માયિક ઘાટ ટળ્યા છે, થવા દેશો નહીં. આ દેશમાં ધરમ ઓછો છે પળાય છે પણ તમારો આશરો જબરો છે, ગાંડાઘેલા સેવકને તારજો, ઉદ્ધારજો, પ્રભુજી તમારા છીએ, આશીર્વાદ લખજો, પુષ્પપ્રસાદી મોકલજો, ઘરબાર કુટુંબ તમારું છે, તેની ચમત્કાર સાથે ખબર રાખજો જે તમોને ભૂલે નહીં તે પ્રમાણે તેને સાચવજો એજ. અપરાધ ભૂલચૂક માફ કરજો. ગમાર જીવને દેવતાઈ નજર આપી દીધી છે મારે કાંઈ બાકી નથી... એજ.

રમણિક કરસન જાવીયા, આકોલા (તા.૮-ર-૭૯)

સ્વામિનારાયણ વાંચવા, આકોલાથી શિષ્ય રમણિકના પ્રભુજી ઘણાં ભાગ્ય ખોલ્યાં છે, સારી રીતે કામે લાગી ગયો છું. આખા જગતના વિદ્વાનોએ દયાળુ પરમેશ્વરને અભિનંદનો આપ્યા છે તેથી અમોને મા કેફ વરતે છે, કામ, સેવા ફરમાવજો, આપના ચરણોમાં ધ્યાન વર્ણન વડે અતિશય કૃતાર્થ પાવન થઈ ગયો છું. નિત્ય ચરણકમળ ચિન્હોનું ધ્યાન ધરું છું, આપના મુખકમળને જોઇ રહું છું., ગુલાબ પાંખડી પ્રસાદી લાભ આપતા રહેજો, કોટિ દંડવત્ સ્વીકારજો, દર્શન આપજો, ઉગારી લેજો, આત્મનિવેદની છું, બધું તમારું છે, નજરમાં રાખજો, એજ. લી. સેવક રમણિકના લાખ લાખ વંદન છે, આપના ચરણકમળ ચિન્હોમય રમણિકને જયંતીલાલ સાથે ચરણમાં રાખજો. એજ.

પોપટલાલ તથા કાનજીભગત, દુબઈ (તા.ર૮-પ-૭૮)

અનાદિ અક્ષરપતિ સ્વસ્વરૂપસ્થ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી ભગવાનને નમો. નમઃ, પ્રગટ પુરુષોત્તમ અક્ષરધામના પતિ સમગ્ર વિશ્વસંચાલક પરદુઃખભંજન પરનારાયણ

મહારાજ આપના ચરણોમાં સેવક પોપટલાલ તથા કાનજીભગત સદા ધ્યાનથી પ્રત્યક્ષ સાકાર મૂર્તિનું સ્મરણ કરી રહ્યા છીએ, પ્રભુ આપનો આશીર્વાદ મળ્યો અને બંને બહુ જ હર્ષમાં આવી ગયા છીએ, અહીં ટપુલાલ ભગત, દેવજીભગત, દયાળજીભગત, કચ્છી હરિભક્તો મળ્યા છે, આપના આશીર્વાદથી પત્રો પણ સંભળાવ્યા હતા, કામકાજ સારા છે, આપની અપાર દયાથી શરીરે સારું છે, તમોએ હાથ ફેરવ્યો તેથી પક્ષઘાત મટી ગયો છે, આપ તો અલૌકિક ભગવાન છો, અવતારી પ્રભુ છો, ભૂલ માફ કરજો, આપ માવતર પરમ પિતા વિશ્વના રચનારા છો. આપના બાળકો કાનજીભાઈ તથા પોપટલાલના જયસ્વામિનારાયણ વાંચશો, રક્ષા કરજો, દર્શન દેજો, જયશ્રીકૃષ્ણનારાયણ. કાંદીવલી પત્ર લખ્યો છે, પરદેશમાં તમારું જ ભજન થાય છે, આપને પ્રતાપે આ વરસથી અહીં વરસાદ થવા લાગ્યા છે, આપની અકળકળા છે, આપના ભક્તોનો પ્રતાપ પણ થોડો નથી, મેઘરાજા પણ રાજી છે, જય હો પ્રગટગુરૂજી ભગવાનનો જય હો.

કાનજી મૂળજી સોજીત્રા, દુબઈ (તા. રપ-૪-૮૦)

શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમઃ ા શ્રી શ્વેતાયન વ્યાસજીને નમો નમઃ ા પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામિનારાયણ પ્રભુજીને નમો નમઃ ા જૂનગાઢ મહાશુભ સ્થાને બિરાજમાન અમારા ઈષ્ટદેવના ચરણકમળમાં સદાને માટે રાખજો.

હું કાનજી મૂળજી સોજીત્રા ગામ એલાનથી લખુ છું, અમે તા. ૧૮-૪-૮૦ ના રોજ દુબઈ ગયા હતા અને સાંજે હોડકામાં બેસીને પડખે ઉભા હતા, ત્યાં બીજું મોટુ હુડ્યું આવ્યું તેમાં બેસવા ગયો કે સમુદ્રમાં પડી ગયો, તે રાતના આઠ વાગ્યા હતા, તે સમયે તમે અમારી રક્ષા કરી એમ દેખાણું. એક ઉજળો પુરુષ ચળકાટ જેવો વેશ પહેરેલ અમારો હાથ પકડવા મહેનત કરી અમે લાંબો હાથ કર્યો પણ પાણીમાંથી નીકળાઈ નહિ. હાથ તેને પહાગચે નહિ ઉંડુ પાણી હતું, પછી પાણીમાં પડીને તેણે પૃથ્વી ઉપર હોય તેમ મને ઉભો કરીને ઉછાળ્યો. સેવા પૂજાની થેલી સાવ કોરી હાથમા રહી ગઈ તેને પાણી ન અડયું, મને દિવ્ય ભગવાને હાથ પકડી પાણીમાં પડીને બહાર કાઢયો અને હોડકામાં ચઢાવી દીધો. આમ ભગવાન તમે ભકતનું ધ્યાન રાખ્યું નહિં તો અંધારે હુ પાણીમાં દરીયામાં મરી જાત, તમે બચાવ્યો. મને તમો દેખાઓ છો રક્ષા કરજો.

મોહન ભગત વાલજી ભગત નાનજી ભગત દયાળજી ભગત વસરામ ભગત રામજી

ભગત તુલસી ભગત શ્રીહરિ શરણાગતિ મડળ સુખી મજામાં છે તમારૂં ભજન પૂજન કર્યા કરીએ છીએ, રાજીપો ખૂબ જ રાખજો, રક્ષા કરજો, તીરથમાંથી બધાનો કાગળ છે, સાજા છે. હે ભગવાન હવે મોટા મોટા ભકતોને પરદેશ મોકલો, બધાના જય સ્વામિનારાયણ વાંચજો કામકાજ લખજો, આપત્માં રક્ષા કરજો, રક્ષા કરો છો માગવું પડે તેમ નથી, બધા આશ્ચર્ય પામ્યા છે. ધુન્ય ભજન કરે છે. એજ. કાનજી સોજીત્રા, નવો અવતાર.

સેવક રતિલાલ, ફુગાવાડી, પૂના (તા.૧૭-૬-૮૦)

અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમઃ સ્વસ્થાને શ્રી જૂનાગઢ મધ્યે મહાશુભસ્થાને સ્વસ્વરૂપ બિરાજમાન સર્વાવતારી આનન્દધન દિવ્યસ્વરૂપે વિરાજમાન ભકતવત્સલ, સર્વના અન્તર્યામી સર્વઉપાસ્ય પ્રગટ શ્રીહરિ શ્રીપતિ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આપ સર્વેને સુખી રાખો છો, ફુગાવાડીમાં દાસાનોદાસ સેવક રતિલાલ, દેવજીભગત, કુંવરજી ભગત, જયન્તીલાલ ભગત, સામજી ભગત, રામલાલ ભગત, ચંદુલાલ ભગત, પ્રવીણકુમાર ભગત, પ્રભુલાલ ભગત, હરિલાલ ભગત, ઘનશ્યામ ભગત તથા શ્રીહરિ શરણાગતિ મંડળ વગેરેના ખૂબ ખૂબ હેત ભાવભર્યા કોટાનકોટી દંડવત્ પ્રણામ સાથ જય શ્રીસ્વામિનારાયણ વાંચશો. આપની દયા કૃપાથી અમો ખૂબ ખૂબ સુખિયા સાજાનરવા છીએ, આપ પ્રગટ ભગવાન મળ્યા અને પૂરતી ઓળખાણુ થઈ તેથી બધી જાતની ઉપાધિઓ બીક મટી ગઈ છે, અને પ્રત્યક્ષ નિશ્ચય વડે ખૂબ જ આનન્દ મંગળ છે, આપનું ભજન કરીએ છીએ, કામે જાઈએ છીએ, વિદેશ જવા બધા ભકતો પ્રયત્નો કરે છે, જેમ બને તેમ વેલાસર બધાને મોકલી દેશો, કાલાઘેલા સર્વે તમારા બાળકો છીએ, બધાના ધાર્યા સંકલ્પો મનોરથો પૂર્યા છે, તેમજ તમારા સર્વે બાળકોના મનોવાંછિત પૂરા કરજો, બધા પ્રત્યક્ષ ભગવાનને આશરે છે, શ્રધ્ધાવાન છે, કુંજવૃતિ વડે તમારા બાળકોને સેવજો, પુરુષોત્તમમાસમાં આપને જમાડવા માટે ઘરે ઘરેથી હરિભકત મંડળીએ જૂનાગઢ થાળ ખર્ચા મોકલ્યા તેથી અમો રહી ન જાઈએ તે માટે પ્રગટ પ્રભુજીને ગુરૂદેવને થાળ જમાડવા જોઈએ તે માટે તા. ૯-૬-૮૦ ના યથાબળ શક્તિ પ્રમાણે અમોએ ખર્ચ માટે સેવામાં મોકલાવેલ છે.

સેવકો (૧) રતિલાલ હંસરાજ (ર) દેવજી કાનજી (૩) શામજી કાનજી (૪) જયન્તીલાલ હંસરાજ (પ) કુંવરજી મેવાભાઈ (૬) રામલાલ ટપુલાલ (૭) ચન્દુલાલ રણછોડ (૮) શામજી પમા (૯) પ્રવીણકુમાર દામજી (૧૦) પ્રભુલાલ છગનલાલ વિગેરેએ સેવા

થાળ જમાડવા તમોને રાજી કરવા મોકલાવેલ છે. તે સર્વેના થાળ ભગવાન તમો જમજો રાજી થાજો અને આશીર્વાદ આપજો. આપના દાસ શરણાગતિ મંડળ છીએ, બધાને સુખિયા રાખજો, બધા સેવકો શરણાગતિ મંડળ વતી લી. ભકતદાસ સેવક અંગભકત રતિલાલના દંડવત્ સહિત જય શ્રીસ્વામિનારાયણ વાંચજો. સેવા મળે કે તુરત જ પત્ર લખજો એજ.

બચુભાઈ તથા રાજેશ, ઉમેશ, પરેશ, રાજકોટ (તા.૩-૬-૮૦)

તા. ૩-૬-૮૦ સોમવાર, રાજકોટ-ર, શ્રીસ્વામિનારાયણ સત્ય છે, રાજકોટથી આપ પ્રભુજીના ભકત સેવક બચુભાઈ તથા રાજેશ, ઉમેશ, પરેશ, તથા અમારા માતા પિતા કુટુમ્બના સ્નેહભર્યા માનસહિત જયશ્રીસ્વામિનારાયણ વાંચશોજી.

પૂજય ભગવાનને અરજ નાથાભાઈનો ભાણેજ સુનીલ ૧પ વર્ષનો છે તેને ઘૂરી ચડે છે મગજ સ્થિર નથી, રખડે છે, તેનો મગજ સ્થિર થાય તેવી કૃપા કરજો, આપ તો દયાળુ સાક્ષાત્ પરમાત્મા છો, બધું જાણો છો, તેના બાપુજી દુબઈ છે, આખો દિવસ રડયા કરે છે, સાજાનરવા થાય તેમ કરજો. કૃપાનિધિ આપ સારૂ કરી દેજો, સુનીલને કંઠીવર્તમાન અપાવવા અમો જુનાગઢ આવશું, આપ અન્તર્યામી છો, આટલી દયા કરજો ધૂળ કોટવાળા ડાયાભાઈ પૂંજાભાઈ સાપરીયાને ઘેર આપની મૂર્તિ છે, તેના દિકરાને જમાઈ કર્યા છે અને સત્સંગી પ્રગટના ભકત મળ્યા તેથી ઘણો આનન્દ થાય છે. ચમ્પાના ભાગ્ય સારા છે, આશીર્વાદ આપજો બાળબચ્ચઓ સુખી થાય, કોટિદંડવત્ વાંચશો, કૃપા દ્ષ્ટિ વડે અમારું કલ્યાણ થાય તેમ નજર રાખજો, દર્શન આપજો. એજ.

રાઠોડ જયન્તિલાલ હંસરાજ વશરામ, આબુધાબી, દુબઈ (તા.૯-૬-૮૦)

અમારા પ્રાણપતિ પ્રત્યક્ષ સ્વયં પુરૂષોતમનારાયણ, અક્ષરધામની દિવ્યસેવામાં રાખનારા પ્રગટ ભગવાન શ્રીહરિના ચરણકમળોના આબુધાબીથી તુલસીદાસ તથા રામજી ભગત તથા શ્રીહરિશરણાગતિ મંડળના જય સ્વામિનારાયણ વાંચશો, ભગવાન શ્રીહરિ આપ ખૂબ જ નજર રાખો છો અને કાયમ વધારે નજર રાખજો, આપના આશીર્વાદો મળ્યા, વિશેષ સુખિયા થયા છીએ, પ્રગટ આપના ગુણગાન ગાઈએ છીએ, ડનલોપ ગાદલું આપ માટે લેતા આવવું છે, સેવા લખતા રહેજો.

નાનજી ભગત દેશમાં આવવાનાં છે, કુંવરજી ભગત દેશમાં તા. ૪-૬-૮૦ ના પહાગચી

ગયા છે, મુંમ્બઈથી શ્રીહરિશરણાગતિ મંડળ આંહી આવવાની તૈયારીમાં છે, એમ જણાવે છે, વંથળીનું બાંધકામ જલ્દી થાય તેમ વહેલાસર કરી લેવા જણાવીશું. સેવા માટે બધા આજ્ઞા પ્રમાણે હાજરોહાજર છે, ભગવાન શ્રીહરિ આપની ઈચ્છા તે અમારૂં પ્રારબ્ધ અને આપ પોતેજ અમારૂં દોયલું નાણું ધન છો, રાજી રહેજો. આપ રાખજો તેમ રાજી રહેશું. ભૂલચૂક માફ કરજો દર્શન દેવા પધારજો, એજ.

મહેન્દ્રકુમાર તથા કૃષ્ણકુમાર અને હરિશકુમાર, જામનગર (તા.૧ર-૬-૮૦)

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને અમારા ઘણા સ્નેહથી દંડવત્પ્રણામ છે, જામનગરથી મહેન્દ્રકુમાર તથા કૃષ્ણકુમાર અને હરિશકુમારના સર્વ કુટુમ્બના જાજા કરીને જય સ્વામિનારાયણ વાંચજો, આપશ્રી અમારા તરફથી થાળ જમજો જમાડજો આશીર્વાદ દેજો, પ્રેમલક્ષણા ભક્તિ ગોપગોપીઓ જેવી સાધ્ય ભક્તિ દેજો, તમારા ભકતોના અખંડ સમાગમ દેજો, કુસંગતથી રક્ષા કરજો, કુટુમ્બમાં સંપ અને ભક્તિ તથા મોક્ષ આપતા રહેજો, મનકર્મ વચને ભકતનો દ્રોહ ન થાય તેવુ આપજો, સદા દિવ્ય ભાવે રહેવાય એવી કૃપા કરજો, તમારો દ્ઢ આશરો અમોને મળેલ છે, ભગત આવે ત્યારે દર્શન વધારે આપજો, અમને પોતાના જાણી રક્ષા કરજો નિભાવજો, અમારી નાની મોટી ટહેલચાકરી સ્વીકારજો, આ દેહે દિવ્ય ભાવ કરાવીને તેવા ધામમાં સેવામાં રાખજો, આલોકમાં તુચ્છ પદાર્થમાંથી વૈરાગ્ય ઉપજાવજો, ભગવાનમાં અસાધારણ પ્રીતિવડે સુખ આનન્દ મળે તેવા ભકત બનાવજો, ભગવાન તમારી અખંડ મૂર્તિ સેવાય તેવી શક્તિ ભક્તિ આપજો, આ બધું માગીએ છીએ, સકામ સેવકોના મનોરથ પૂરજો, કુટુમ્બ મહેન્દ્રકુમારના આત્મનિવેદન સાથે જય સ્વામિનારાયણ વાંચશો.

શાન્તિલાલ અરજણ ગોહેલ, કોલ્હાપુર (તા.૧૭-૬-૭૮)

કોલ્હાપુરથી શાન્તિલાલ અરજણ ગોહેલના અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમઃ સ્વામી પરમકૃપાળુ ઈષ્ટદેવ મહાપ્રભુજી પ્રગટ ભગવાન શ્રીહરિ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રતિ અમારા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચવા, આપ અન્તર્યામી પ્રભુ છો, આપ બધુ જાણો છો, આપની માળા ભક્તિ પૂજા કરીએ છીએ, સદા બળ રહે એવી શક્તિ આપજો, સુખી રહીએ, ભાઇઓ બધાએ ખાણ રાખેલ છે તેમાં અમો ત્રણે ભાઈઓ કમાયે છીએ અને તમારી સેવા કરીએ એવી દયા કરજો રાજી રહેજો દર્શન

આપજો. કર્તા હર્તા તમે છો અમારા સર્વ કુટુંબની નજર રાખજો. પ્રજા ભણે તેવી દયા કરજો રક્ષા કરજો ભક્તિ કરાવજો ધ્યાનમાં દેખજો હાજર રહેજો. તમે આત્માના આધાર છો તમારા ધામમાં લઈ જજો તમારા ચરણોમાં રાખજો. તમારા ભકત એવા અમારી સંભાળ રાખજો, આશીર્વાદ પત્ર વડે સંભાળ્ય લેજો બસ એજ. શાંતિલાલ ના જય સ્વામીનારાયણ વાંચજો.

હસમુખલાલ મૂળજીભાઈ મનાણી, જામવંથલી (તા.ર૮-૬-૮૦)

હસમુખલાલ મૂળજીભાઈ તથા છગનલાલ, મનસુખ, દેવસી, નારણ, તુલસી, માતા-પિતા ગુરૂબાંધવોના જયશ્રીસ્વામિનારાયણ. વરસાદ આપને પ્રતાપે સારા છે, વાવણી થઈ ગઈ છે, આપનું ભજન કરીએ છીએ દર્શન થાય છે, ફુલવાડીમાં સત્સંગ કીર્તન ભજન નિયમ ઉત્સવ થાય છે. પ્રગટ શ્રીહરિ આપ મૂર્તિમાં દેખાવ છો, પી.ટી.સી. માં ઉતમ માકર્સ ફસ્ટસ કલાસમાં છું, આપ ભગવાન જીવનપ્રાણ અન્તર્યામી પ્રભુ નોકરી મળવા કૃપા કરજો, આશીર્વાદ વરસાવજો, આપના આશીર્વાદો ખૂબ જ બધાને સફળ નીવડે છે, સવળું પડે છે, આપ પ્રભુ સાક્ષાત્ ભગવાન છો, દયાસાગર પ્રત્યક્ષ બધૂં જાણો છો રાજીપો રાખજો. મકાન કરીને વેચાણુ ઘણો લાભ ૧૪ નો રહયો છે, છગનભાઈ પાસપોર્ટ લઈને દુબઈ જવા મુમ્બઈ ગએલ છે, તેનું ધ્યાન રાખજો. પ્રસાદી ગુલાબ પાંખડીઓ મોકલજો. હસમુખ કુટુમ્બીના જય શ્રીસ્વામિનારાયણ.

વસન્તલાલ, મસ્કત, દુબઈ (તા.૮-૭-૮૦)

સ્વસ્થાન નગર જુનાગઢ મધ્યે પ્રત્યક્ષ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ માનવ સ્વરૂપ ધારણ કરીને નયનગોચર વિચરતા વ્હાલામાં વ્હાલા પ્રાણપતિ શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય મહારાજનાં ચરણોમાં સેવક વસન્તલાલના સદંડવત્ જયશ્રીકૃષ્ણનારાયણ વાંચશો, ભગવાનને માલમ અરજ કે શાન્તિલાલ કેશવજી ભકતે ભગવાનના સારા ફોટા લીધા અને મોકલાવ્યા છે, મસ્તકમાં મુકુટ, કાનમાં કુંડળ ફુલડા, હારતોરા હૃદયમાં, મસ્તકમાં અને હાથમાં ગજરા પોચીબંધ તથા ભુજ બંધ ધારણ તથા હથેળીમાં કેરી ધારેલ છે, આ ફોટાના દર્શન કરીને સાક્ષાત્ શાસ્ત્રીજીમહારાજ દિવ્ય પ્રગટ દેખાયા એવા દર્શન કર્યા છે, પ્રહલાદની માફક તમારી શરણાગતિમાં રક્ષા કરજો.

સુખદેવ, રાજકોટ (તા.૩૦-૭-૮૦)

શ્રીમાન અનાદિપ્રભુ બ્રહ્માણ્ડનાથ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ ભગવાનને કેનેડા બેન્કના મેનેજર મેં આપનું દર્શન સામર્થ્ય ગુરૂમંત્ર કંઠી નિયમ લીધા છે. સત્સંગી થયો છું, હું સુખદેવ નામક આપના શિષ્ય આપની મુર્તિના દર્શન પુજન કરૂ છું. મારૂં કુટુંબ સમસ્ત આપનું ભકત થયેલ છે. ટુંક સમયમાં આપના દર્શન માટે આવીશું. હું ધર્મમાં માનતો ન હતો પણ આપના આકર્ષણે મને આસ્તિકપણું આવેલ છે, કંઠી બાંધી છે, દેવાશ્રયનો ભાવ પૂર્ણ કરવા વિનંતી છે. આપને શરણે મુક્તિ મળશે જ.

વલ્લભભાઈ જીવરાજ ખુબજ ભક્તિ કરે છે. જન્માંતરે કલ્યાણ થવાનું તે આ જન્મે થઈ ગયું છે. આપની મૂર્તિના દર્શન વડે હું આપની રૂબરૂ આવી જૂં છું મારૂ નામ સુખદેવ શુકદેવ છે, ગુણ તો આપ વડે મેળવીશ, સરવે શાન્તિ અનુભવીશ. પત્ર દ્વારા આશીર્વાદ આપી વધારે પાવન કરશો એજ.

હરજીભાઈ મનજીભાઈ સાંગાણી, નાના ગોખરવાળા (તા.૮-૮-૮૦)

સ્વસ્થાન શ્રીઅક્ષરધામ જૂનાગઢ અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પુરૂષોતમ નારાયણ ભકતવત્સલ દીનબંધુ દયાના સાગર કરૂણાનિધિ ભકતોને ધામ લઈ જનારા પોતાની મૂર્તિનું સુખ આપનારા સદ્ગુરૂજી શાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તથા સન્ત મંડળને અમારા જાજા કરીને દંડવત પ્રણામ સાથ જય શ્રીસ્વામિનારાયણ વાંચજો, નાના ગોખરવાળાથી લી. આપનો સેવક હરજીભાઈના જાજા કરીને દંડવતપ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ સ્વીકારજો. લખવાનું જે મારા પિતાશ્રી અમારા પરમપૂજય મનજી આતાને સંવત ર૦૩૬ અષાઢવદી ૯ નોમને સોમવારે બપોર પછી બેને પાત્રીશ મીનીટે તમોએ બહુ ઉતાવળથી તેડી જઈને તમારા અક્ષરધામમાં તમારી મૂર્તિનું સુખ આપ્યુ છે, આવી તમોએ ધાર્યા બારી વાત દયા કરીને પરચો આપ્યો છે, તમોએ બહુજ સુખીઆ કર્યા છે.

મેં તમોને પ્રાર્થનાની ટપાલ શનિવારે લખેલી તે સોમવારે તમોને બપોરે મળતાંજ તુરત ઢીલ વિના ઉતાવળા થઈને અતિતીવ્ર વેગે પ્રાર્થના સાંભળી જલ્દી તમો પધારી ધામમાં લઈ ગયા. તમો અતિ દયાળુ કૃપાળુ છો, ભકતવત્સલ છો ભકતોને સુખ આપનારા ભકતોના અવગુણ નહિ જોનારા દયાળુ ભગવાન છો, અમારા આતાને જલ્દી બોલતા બેઠા બેઠા દેહ તજાવી અક્ષરધામમાં તમો મૂર્તિના સુખમા લઈ ગયા. બાપા જય સ્વામિનારાયણ કહીને

તુરતજ નીકળી ગયા. અમારા સર્વેના ધન્ય ભાગ્ય છે, એવી તમોએ દયા કરી છે, ઉતર ક્રિયા બારમું ર૦૩૬ ના શ્રાવણ શુદ બીજી ચોથને શુક્રવારે ૧પ-૮-૮૦ રોજ રાખેલ છે, તમારા આશીર્વાદ લખજો. આપના સેવકો કાનજીભાઈ હરજીભાઈ શંભુભાઈ હરદાસભાઈ વિગેરેના જય સ્વામિનારાયણ વાંચશો.

પટેલ હસમુખરાય ગોકળદાસ, સુરત (તા.૧૩-૮-૮૦)

પટેલ હસમુખરાય ગોકળદાસના દંડવત વાંચજો. ભગવાન આપે કંઠી પહેરાવી તે દિવસથી હું ઘણો ઘણો સુખી થયો છું, આવક ખૂબ છે, મગજમાં શાન્તિ વર્તે છે, ભજન કરૂ છું, આપની પૂજા કરૂ છું, વધારે તમારી પાસેથી માંગુ છું, અમારી વાણી તમારા ગુણાનુસાર ગાવામાં મસ્ત રહો, અમારા કાન તમારી કથા સાંભળવામાં મસ્ત રહો, અમારા હાથ તમારી સેવા ચાકરીમાં મગ્ન રહો, અમારૂ મન તમારા ચરણકમળના ધ્યાનમાં દિવ્યમૂર્તિમાં ડૂબેલુ રહો, અમારૂં મસ્તક તમારા નિવાસરૂપ મૂર્તિ સ્વરૂપોને નમતુ રહો, અમારી દ્રષ્ટિ તમારા સ્વરૂપમાં સ્થિર રહો, આપ સદ્ગુરૂ શ્રીમન્નનારાયણની મૂર્તિ સદા સેવાય એવો આશીર્વાદ માગું છું, એજ કરશનદાસ ગોકળદાસ ઉનડકટના ભાઈ હસમુખરાયના દંડવત જય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહાપ્રભુજી વાંચજો.

મોહનભાઈ, ટાન્ઝાનિયા આફ્રિકા (તા.૧પ-૮-૮૦)

પ્રગટ ભગવાન સ્વરૂપ પરમતીર્થ સ્વરૂપ સદા સ્મરણીય પરમ ભાગવત ભગવાન સન્ત સદ્ગુરૂવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સર્વેની પવિત્ર સેવામાં ટાન્ઝાનિયા પ્રમુખ, મંત્રી, સેક્રેટરી, ઉપ પ્રમુખ મોહનભાઈ વિગેરે સત્સંગિ મંડળના સ્નેહ સાથ જય સ્વામિનારાયણ વાંચશો, દ્વિશતાબ્દિના ઉત્સવમાં કે સત્સંગના ઉત્કર્ષમાં શ્રીહરિના સ્વામિનારાયણ નામ ઉપદેશમાં આપને ઠીક લાગે જયાં યોગ્ય લાગે ત્યાં અમારી સેવા વાપરશો રાજી રહેજો, કામકાજ લખજો, આપે આખી પૃથ્વીમાં ગ્રન્થો દ્વારા સ્વામિનારાયણ ભગવાનનું નામ મોકલ્યુ છે, તેવો કોઈ બીજો વિદ્વાન કરી શકશે નહી. આખા જગતના શિરનામા યુનિવર્સિટીઓ શિક્ષણ સંસ્થાઓ ત્યાના પ્રખ્યાત વિદ્વાનો ગુરૂકુલો વિદ્યાલયો સંસ્કૃત અંગ્રેજી હિન્દીના ઉપદેશ પુસ્તકો તત્વજ્ઞાન પદાર્થ વીભાગ ઉંડા તર્કિત વિચારો સિદ્ધાન્તો બીજો કોઈ ફેલાવી શકેલ નથી.

આપના ગ્રંથો જયાં ત્યાં સરસ્વતિ લાઈબ્રેરીઓમાં ચળકે છે, લોકો વાંચે છે, અને સ્વામિનારાયણ સમ્પ્રદાય ગાજે છે, આપના સંસ્કૃત ગ્રંથો ઈન્ડલેન્ડ અમેરિકા જર્મન આફ્રિકા ચીન ભારત ઓસ્ટ્રેલીયા રશિયા વિગેરેમાં પહોચ્યા છે, ત્યાંના વિદ્વાનો તેમાંથી સાર લ્યે છે. ભગવાનને સંભારે છે, હાલમાં સત્સંગ સૂર્યરૂપી આપ ઉદય પામ્યા છો, અમો શ્રીહરિલીલામૃતનું પારાયણ દારેસલામમાં જાહેરમાં શ્રાવણમાં ત્રણ દિવસ રાખેલ છે પબ્લીક ઘણી લાભ લે છે, દારેસલામ ખાતે લક્ષ્મીનારાયણનું પબ્લીક મન્દિર છે, તેમા રાખેલ છે, આશીર્વાદ આપજો સત્સંગ વધે તેમ આશિર્વાદ આપજો. દ્વિશતાબ્દિ સફળતા મળે તેમ પત્ર દર્શન પાઠવજો એજ. લી. સેવક મંડળ વતી મોહનભાઈ વાઢેર.

જીવન ધનજી ગોહીલ, બગદાદ, દુબઈ (તા.ર૦-૮-૮૦)

બગદાદથી લી. સેવક જીવન ધનજી ગોહીલના ભગવાન શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજીના ચરણકમળ પુજારીના જય સ્વામિનારાયણ વાંચજો, અમો આંહી કામે જઈએ છીએ, વિશેષ સમય લઈને કથા વાર્તા કરીએ છીએ, એક સુતાર ભકત અમદાવાદના છે તે પ્રત્યક્ષ સન્તમાં ભગવાન બિરાજે એવી બળની વાતો કર્યા કરે છે, આજે સુતા જાગતા સવારે તમારા દિવ્ય મુકુટ પહેરેલા દિવ્ય જામા પહેરેલા સોના રૂપા આભુષણ પહેરેલા ફુલમાળાઓ ભુજબંધ છડી મોજડી સોનેરી પહેરેલી અને સાથે પાર્ષદો સંતો મુકતો ઘણા હતા એવા દર્શન થયા, જાગીને તુરત જ આ પત્ર આનન્દ ભર્યો લખેલ છે. મારા મોટા ભાગ્ય કે જે આપ પ્રગટ પ્રભુજીના શ્રીહરિના દર્શન થયા કૃપા ઘણી છે. દયાળુ દયા રાખજો મારી સંભાળ લેતા રહેજો પરદેશ છે પણ તમો ભેગા છો, માટે બધો ભય મટી ગયો છે હવે તે દર્શનમાં દેખાવ છો મૂર્તિમાં દેખાવ છો કામે કાજે રસ્તે બધે દેખાયા કરો મને બહુજ મોટો લાભ થયો છે. ભુલ માફ કરજો જીવન નજીવા જીવનના અપરાધ ગણશો નહી. દંડવત સહીત જય શ્રીસ્વામિનારાયણ વાંચજો.

શાંતિલાલ વાઢેર, દુબઈ (તા.૧પ-૯-૮૦)

અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ પ્રત્યક્ષ પ્રભુજીને નમો નમઃ અમારા ઈષ્ટ પરમેશ્વર શ્રીકૃષ્ણનારાયણના ચરણોમાં કોટિ કોટિ દંડવત હો.

મહારાજ આપના લખેલા આશીર્વાદો મળ્યા. આત્માને ખૂબ ખૂબ શાંતિ થઈ છે હે પ્રભુજી તમોએ અમારી ઘણી રક્ષા કરી છે નકર હું બચત નહિં તા. ૧૩-૯-૮૦ ના રોજ

૧-૪૦ મિનિટે સીડી ઉપરથી ૧પ ફુટ નીચે પડયો તેની નીચે માલનો ગેબ હતો પણ વચ્ચે રહી ગયો તમોએ જીલી લીધો જેથી બચ્યો. લાગેલ તો હાથ પગમા દાઢીમાં ઘસારો થયો તે ૬ ટાંકા લીધેલ છે. આરામ કરૂ છું તમોએ મારી રક્ષા કરી લીધી છે. મારા આત્માના ધણી ભગવાન પ્રભુજી હું બચુ તેમ ન હતો. હે મહારાજ તમોએ નવી જીંદગી આપી છે. તમારી મરજી હોય તો દેશમા આવુ. સદા નજર રાખજો. સેવામાં રાખજો, સંસારમાં દુઃખ જ દેખાય છે કાંઈ સારૂ લાગતુ નથી. હે અન્તરયામી સંસારથી પણ બચાવજો નજર રાખજો સાજાનરવા રાખજો એજ પ્રાર્થના છે. દર્શન દેતા રહેજો ભકત દાસના દાસ શાંતિલાલ વાઢેરના જય શ્રીસ્વામિનારાયણ વાંચજો.

દેવાણી પુરૂષોતમલાલભાઈ, મોટી કુંકાવાવ (તા.ર૪-૯-૮૦)

ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તમારા ચરણકમળોમાં દેવાણી પુરૂષોતમલાલભાઈના બાલબચ્ચાઓ કુટુમ્બના દંડવત પ્રણામ સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચજો, મહારાજ ! અમોએ સાંજે ભાત-દાળ કરીને વાળુ કર્યુ, મારી દીકરીની વાટકીમાં દાળમાં વીંછી દેખાણો બધાએ દાળ-ભાત ખાધા હતા, બીક તો બહુ જ લાગી, ઝેર ચઢશે તો પ્રાણ જાશે, પણ તમારી માનતા કરી અને છબી – મૂર્તિ પાસે ઘી દીવો કરીને હાથ જોડીને રક્ષા કરવાની પ્રાર્થના કરી તેથી તરત તમો દિવ્ય મૂર્તિ દેખાણા, તમોએ બધા અમારા ઉપર હાથ મેલીને આશિષ દીધા કે ઝેર નહિ ચઢે, કાંઈ નહિ થાય, તમો આરામ લો પછી અમોને ઉંઘ આવી સવારે સાજા-નરવા જાગ્યા, માથું ન ચઢયું તેમ ઉલટી કે ઝાડા કે ગભરામણ કે ગરમી કાંઈ ન થયું તે તમારી માનતા કરી તે દર્શન કરવા રૂબરૂ આજે આવ્યા છીએ, અમારી નજર રાખજો, વ્હાલા પ્રભુજી જગતારણ પરમેશ્વર છો, સુખી રાખજો, બધાના વતી દંડવત સ્વીકારજો, માનતા સ્વીકારજો (તા. ર૪-૯-૮૦) આજે રોકાશું કાલે પાછા તીર્થમાં ગામ જાશંુ, એજ.

જયન્તિલાલ રાઘવજી પોરીયા, દુબઈ (તા.૩૦-૧૦-૮૦) નૂતન વર્ષાભિનંદન, જન્માષ્ટમી.

સ્વસ્થાન ગામ જૂનાગઢ મધ્યે પ્રગટ ભગવાનની જય જય હો, જન્મ જયન્તીએ શ્રીહરિના જય જયકાર નાદો ગુંજવી ઉઠયા, પ્રગટ ભગવાનના દર્શન માટે સન્તોના મંડળો

શ્રીહરિ જયન્તિ ઉજવવા માટે શ્રીહરિના દર્શનાર્થે શ્રીહરિને લાડ લડાવવા માટે પ્રગટ શ્રીહરિના આશીર્વાદ પત્રો દ્વારા ભકતોને કરેલ ભલામણનું અનુમોદન કરવા માટે શ્રીહરિશરણાગતિ મંડળના સભ્યો...

આરબ દેશ- એલાન, આબુધાબી, અજમાન, અવીરસાઈડ, અમૃતકુંજ, સારજાહ, દુબઈ તથા ડેસ આસપાસમાં વસતા શ્રીહરિશરણાગતિ મંડળ, નાના મોટા હરિભકતો, સેવક જયન્તીલાલ રાઘવજી પોરીયા તથા ભગવાનજી ટપુભાઈ પોરીયાના નિવાસ ભવને શ્રીહરિની જન્મજયન્તિ ઉજવવા માટે ભકતો ઉમટી પડયા હતા.

ભકતોના મંડળો એક પછી એક આવવા લાગ્યા, ભકતો બાથમા ભેટીને મળ્યા, આંખમાં હર્ષના આસુડા વહયા, ઘણા દીર્ઘ ટાઈમથી ન મળેલા ભકતે એક બીજા ભકતોને જોઈએ હર્ષોથી ભેટી પડયા, સાતમની રાતે ભકતોની સભા ભરાઈને બેઠી, હાજરીમાં ભકતોના નામો સેવા લીસ્ટ પ્રમાણે હતા તથા બીજાઓ પણ ઘણાં ભકતો હતા, પ્રભુજીના આશીર્વાદો, પત્રો વાંચી સંભળાવ્યા, બહેરીન, વંથલી, કાંદીવલીથી આવેલા પત્રો ભકતોના હર્ષ ભરેલા વાંચ્યા, પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય જયના નાદો ગગનમાં ગુંજવા લાગ્યા, સવારે શ્રીહરિની જયન્તિ તનતોડ તૈયારી થઈ રહી હતી, ભકતો બધા સાગપેલા જુદા જુદા કાર્યોમાં અનુકુળતા પ્રમાણે વહેચાઈ કામે લાગી ગયા હતા, રસોઈની તૈયારીમા અમુક ટુકડી ગોઠવાઈ ગઈ હતી, અમુક ટુકડી ભગવાન અને ભકતોને યાદ કરતા વૃન્દો શ્રીહરિના ચરિત્રોમાં ગુમ થઈ ગયા હતા અને શ્રીહરિએ ભલામણ કરેલ તીર્થમાં પડખાંની જમીન-મકાન લેવાનું સૂચનપત્ર પણ રાત્રો મંડળો વચ્ચે મુકવામાં આવ્યુ. સેવાના શબ્દો સાંભળતા જ ભકતો હર્ષઘેલા બની ગયા અને કથા વાર્તા કરી થાકયા પાકયા અને સવારે વહેલા ઉઠવાની તૈયારીમાં સુઈ ગયા. અને અમુક ભકતો રાતોરાત જાગતા રહ્યા, અને શ્રીહરિ જન્મ જયન્તિની તૈયારી કાર્યોમાં ગોઠવાઈ ગયા.

નિયમ પ્રમાણે સવારે ભકતો ઉઠયા, નાહી, ધોઈને પૂજા પાઠ કરીને તૈયાર થયા, નવા વર્ષના હાર્દિક આશીર્વાદો પરસ્પર આપ્યા અને ભેટયા, પ્રભાતિયા, શ્લોકો કીર્તનોના જય જયકારો મહાગર્જના નાદો થવા લાગ્યા, સવારે છ વાગ્યે સૂર્ય-કિરણો નીકળવાની સાથે શ્રીહરિ પ્રાદુર્ભાવની આરતી જય સદ્ગુરૂ સ્વામીથી શરૂ થઈ, આરતીમાં ચઢાવો રાખેલ ન હતો, સર્વાનુમતે જયન્તીલાલ અને ભગવાનજી પોરીયા બન્નેએ મળી સમુહ મિષ્ઠાન-ભોજનનો ખર્ચો ઉપાડેલ હતો, બન્નેએ સરખે ભાગે ખર્ચ નકકી કરેલ હતો, તેમને આરતીનો લાભ આપવામાં આવ્યો હતો.

આરતી પૂરી થઈ, રામ-કૃષ્ણ ધુન, કીર્તન, શ્લોક-સ્તુતી બોલીને ગગનમાં પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય જય જયના નાદો બ્રહ્માંડોમાં ગુંજી ઉઠયા, આકાશમાં બીજા ધામોના શ્રીહરિના દર્શન કરવા માટે ભકતો ઉમટી પડયા હતા, આસપાસની વસતિએ ખૂબ દર્શન કર્યા હતા, ગાંધર્વો વાજીંત્ર વગાડીને ગાતા હતા, અપ્સરાઓ અત્તર, અબીલ, ગુલાબ અગરબતી, ગુલાબજળ, ચંપો મોગરો, તરેહ તરેહના પુષ્પોના ગુચ્છો લાવેલ ભગવાનને ચઢાવતી હતી, તે ભકતમંડળ શ્રીહરિને વધાવવા માટે ઉમટી પડી હતી.

આરતી ભજન-કીર્તન પૂરા થયા, વચનામૃતનું પાન કરીને સેવા માટેની આજ્ઞા પ્રસ્તુત કરી, પાંચ-પાંચથી શરૂઆત એક ઉપર અરધા, સવા લખાયા, ભકતો ભગવાન માટે સર્વસ્વ ફનામકા કરી નાખવા ભગવાનના શબ્દોને વધાવી લેવા માંડયા, દુબઈ, આબુધાબી, એલાન વિગેરેના ભકતોની સેવા પુરી નિર્ધારેલ હતી તેથી વિશેષ સેવા થઈ, હજુ વધારે થશે, બહેરનવાળાએ પણ રંગ રાખ્યો છે. સગવડતાએ ભરાઈ જશે સેવામાં અંત સુધી આપનું ભજન ચાલુ હતુ, ખૂબ જ દીલ ઠરે તેવી આપની સેવા થઈ છે. રાજી હોજો.

નવા વર્ષના શ્રીહરિ શરણાગતિ મંડળ દુબઈ, આબુધાબી, એલાન વિગેરેના ભકતોના ઘણા ઘણા સ્નેહ ભાવભિના હાર્દિક જય શ્રીસ્વામિનારાયણ સાથે કોટાનકોટી દંડવત પ્રણામ વાંચજો, ફુલવાડીના સમાચાર લખજો.

રતિલાલ ગંગદાસ ચાવડાવાળા તથા રતિલાલ ઓધવજી પોરિયાને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદો ભકતોએ આપ્યા છે. ભગવાન બધાના મનોરથો પુરા કરો સારાવાના થાઓ, પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય શ્રીશ્વેતાયન વ્યાસ ભગવાનની જય, અનાદિશ્રીકૃષ્ણનારાયણની જય, રાજી રાજી રાજી રહેજો, અહીંના દેશ-પરદેશના સેવકોના નવા વર્ષના જય સ્વામિનારાયણ અભિનંદન સ્વીકારશોજી.

અમરશી તથા પરષોત્તમભાઈ, રિયાધ, દુબઈ (તા.૧૪-૧૧-૮૦)

શ્રી જૂનાગઢ મધ્યે પ્રગટ ભગવાન સર્વ અવતારોના અવતારી શાસ્ત્રોમાં વર્ણવેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ ભગવાન પ્રતિ રિયાધથી અમરશી તથા પરશોતમભાઈ તથા શાન્તિલાલભાઈ તથા ધીરજલાલભાઈ તથા જીવણ ભગત એ સર્વે શ્રીહરિશરણાગતિ મંડળના ભકતોના દંડવત સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચજો.

તમારી પ્રસાદી ગુલાબ-પાંખડી ખાધી છે, ઘણો આનન્દ થયો છે, ગઈ કાલે તા.

૧ર-૧૧-૮૦ ના બપોરે સાડા અગિયાર વાગ્યે પ્રાંત ઉપરથી ત્રીજે માળેથી પડી ગયો પણ નીચલી પ્રાંતમાં મને તમોએ ઝીલી રાખ્યો નીચે ન પડયો મારી કોણી ઉપર આધાર રાખીને તમારી દયાથી બચી ગયો છું તમારા દર્શન થયા છે, લાગ્યુ નથી, રક્ષા કરી છે, પરદેશમાં રક્ષા કરતા રહેજો, પ્રાંત ઉપરથી બીજા પ્રાંત ઉપર રોકી દીધો, સાવ નીચે ન જવા દીધો તો ભગવાને ભકતની રક્ષા કરી છે, તમારી દયાથી બે દિવસ ઘરે રહીને કામે જઈશે રક્ષા કરતા રહેજો, તમોને ભજુ છુ, સેવક ઉપર દયા કરી તેમ કરતા રહેજો, રીટર્ન ટીકીટ લઈને ચારેક મહિના પછી દેશમાં તમારા દર્શન કરવા આવીશ, પગાર સારો વધ્યો છે, સેવકને ફરીથી દર્શન દેજો, અમરશી તથા પરશોતમભાઈ અમરશી ગોપાલ મકવાણાના રીયાધથી જય સ્વામિનારાયણ વાંચજો.

અમરશી, ટપુલાલ, રતિલાલ, બહેરીન, દુબઈ (તા.૧પ-૧૧-૮૦)

વિદ્યામૂર્તિ ભગવાન વ્યાસજી શ્વેતાયન ઋષિ ભગવાનને નમો નમઃ પરસ્વરૂપે વિરાજમાન પ્રાણપતિ કૃપાળુ ભકત વત્સલ ભગવાન પ્રગટ શ્રીહરિ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણોમાં બહેરીનથી અમરશી, ટપુલાલ, રતિલાલ, હરિલાલ, છગનલાલ, વેલજી , શાન્તિલાલ, ચન્દ્રકાન્ત, આદિ શ્રીહરિશરણાગતિ મંડળના કોટિ દંડવત્ સાથે જય સ્વામિનારાયણ સ્વીકારશો, અમોએ હરિલાલ વેલજીને ભવન જન્મજયન્તી ઘણા ધામધૂમે ઉજવી છે. સમૂહ ભોજન મહાઉત્સવ, ધુન્ય, ભજન, પૂજન, કથા વાર્તા કર્યા છે. દુબઈમાં પણ ખુબ જ ઉજવેલ છે એમ વિગતવાર પત્ર આવ્યો છે, મોટા મોટા ભકતોનો યોગ થયો છે, કથા વાર્તાનું બહું જ સુખ આવે છે. આપની મીઠી દ્ષ્ટિ વડે અમારા જીવન સફળ છે, તમારામાં હેત વધ્યા જ કરે એ પ્રાર્થના, હે મહાપ્રભુજી દોષ ટળે, ભક્તિ વધે નિર્વિકલ્પ નિશ્રય સદા ચઢતા રંગમાં રહે એ માગીએ છીએ.

રતિલાલની પ્રાર્થના છે બન્ને સ્થળોમાં નજર રાખજો, બધા ભક્તિમાં ગરકાવ રહે તેવા આશિષ પત્ર પાઠવજો, દેહે સાજા-નરવા રહે રક્ષા કરજો, પ્રગટ મળેલાના મળેલાનો સત્સંગ વધતો જાય છે, આપના વચનામૃત-વાણી વાંચીને સમઝણ વધતી જાય છે, વધારે દયા કરજો, પ્રાણપતિ પોતાના જાણી સંભાળ રાખજો, વ્હાલા પ્રભુ ચરણ-સેવા આપજો, તમારા કાલા-ઘેલા બાળકો છીએ, પૃથ્વી સ્પર્શ દંડવત્ સ્વીકારજો, દર્શન આપજો એજ.

પ્રાગજી ડાયાભાઈ, કાંદીવલી, મુંબઈ (તા.ર૪-૧૧-૮૦)

સ્વસ્થાન તીર્થ જૂનાગઢ મધ્યે બિરાજમાન પ્રગટ પુરૂષોતમ પરબ્રહ્મ પરમાત્મા સર્વના કર્તા-હર્તા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણોમાં સેવક કાંદીવલીથી લી. પ્રાગજી ડાયાભાઈ તથા સર્વે શ્રીહરિશરણાગતિ મંડળના ઘણા દંડવત પ્રણામ સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચશો, ભગવાનને અરજી જે અમારા મોટા ભાઈ નાથાલાલ (નથુ) ભાઈ તા. રર-૧૧-૮૦ ના સવારે સાડા આઠ વાગ્યે અક્ષરધામ નિવાસી થયા છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણની મરજી હતી તેમ થયું. અમારા નાથાલાલભાઈના ઘરની પાછળના રૂમમાં હરીલાલ મનજી રાઠોડ રહે છે, તેના પુત્ર મહેન્દ્ર તથા ધર્મપત્ની એ સવારે સાડા પાંચ વાગ્યે આપ શ્રીકૃષ્ણનારાયણ પધાર્યા એવા દર્શન થયા હતા, એમ કહે છે જે શાસ્ત્રીજી મહારાજ નાથાભાઈને તેડવા આવ્યા હતા, અને આખી ચાલીમાં આટા મારતા હતા અને આખી ચાલીમાં અલૌકિક સુગન્ધ ફેલાઈ ગઈ અને નાથાભાઈને શાસ્ત્રીજી મહારાજે ચાલીમાં એક આટો લગાવીને કહયુ ઘડી-બેઘડી પછી લઈ જશુ એમ કહીને અદ્શ્ય થઈ ગયા, એવો પરચો મળેલ છે, માટે દયા છે. તેમ રાખજો, ભાઈને તમારા ધામમાં રાખજો, દયા સિન્ધુ ભગવાન છો, પત્ર આશીર્વાદ લખજો, નારણને સારુ છે, ભજન કીર્તન કર્યા કરે છે કામે જાતો નથી, કહે છે કે અન્તર્યામી ભગવાન માળા ફેરવવાનું કામ કરો એમ કહે છે, હે પ્રભુ અમો કોસ્ટન કમ્પનીમાં ઈન્ટરવ્યુમાં બધા શ્રીહરિશરણાગતિ મંડળના ભકતો પાસ થયા છીએ, સોમવારે ડૉક્ટરી છે, અમારે જાવાનુ થાય તો કેમ કરીએ દર્શન વખત રહેશે તો આવીશું, કુંજની પેઠે સેવજો, નજર રાખજો, કારજ પતિ ગયા પછી થાય તેમ પ્રાર્થના સ્વીકારજો, એજ, આપનો ભકત પ્રાગજીના જય સ્વામિનારાયણ વાંચશો, પરચો મળવાથી બધા રાજી થયા છે, એજ.

મહેન્દ્રકુમાર તથા હરીશ કૃષ્ણકુમાર, ફુગાવાડી, પૂના. (તા.ર૧-૧૧-૮૧)

સેવક મહેન્દ્રકુમાર તથા હરીશ કૃષ્ણકુમારના આપ ભગવાન અમારા પ્રગટ પ્રભુજી સર્વેના રક્ષક અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ અવતારી ભગવાનને નમો નમઃ અમારા કોટી દંડવત્ વાંચજો, ગરીબ ઉપર આશીર્વાદ લખજો, પરદેશથી બાપુજી વીજા લઈને બે મહીને આવવાનું લખે છે, તમારી દયાથી તબીયત સારી છે, અમારા માતાપિતા સાચા સગા આપ ભગવાન છો, આપને સુખે સુખીયા છીએ, તમારી ભક્તિ ઉપાસના આપજો, કુસંગથી રક્ષા

કરજો, નવધા ભક્તિ દેજો, બ્રહ્મરૂપ સ્થિતિ આપજો, તમારા ધામમાં બ્રહ્મસુખ આપજો, ભક્તિરસ પાજો, સેવા આપજો, ભગવાન મળ્યા છો, કલ્યાણમાં વિઘન થાય નહિ, અમારા પુણ્યનો પાર ન કહેવાય, અખંડ તમારી સ્મૃતિ રહે તેમ રાખજો, તમારા સ્વરૂપનું જ્ઞાન કાયમ રહે તેવુ કરજો, બ્રહ્માંડ બધુ ફરે પણ તમારી ઉપાસના ભક્તિ ન ફરે એવુ આપજો, દઢ વિશ્વાસ આપજો, વીજા લઈને આવશે ત્યારે બાપુજી સાથે દર્શને આવશું, અમોને દર્શન દેજો એજ.

તુલસીદાસ તથા ધર્મેશ, ભાવેશ, ફુગાવાડી, પૂના. (તા.ર૦-૧૧-૮૦)

પ્રગટ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુજી શ્રીહરિ સદાને માટે દીર્ઘ આયુ રહે, આપના ભકતોને સદાને માટે ચઢતી કળી રહો, જોગ ગામ ફુગાવાડીથી લી. આપની પળે પળે સ્મૃતિ ભક્તિ કરતા સેવા ઈચ્છતા શ્રીહરિશરણાગતિ મંડળના ભકત તુલસીદાસનું કુટુમ્બ દયાળુ ભગવાનના સેવક ધર્મેશ, ભાવેશ સર્વેના જય સ્વામિનારાયણ વાંચશો, ખૂબ ખૂબ અનાદિશ્રીકૃષ્ણનારાયણ વાંચશો, નિત્ય નિયમ કરીએ છીએ, આબુધાબી જન્માષ્ટમી ધામધૂમે ઉજવવાનો પત્ર આવ્યો છે, બ્રહ્મભોજન, બાળભોજન, શરણાગતિ મંડળ ભકત-ભોજન, ધૂન - ભક્તિ, લાલજીની આરતી આદી કર્યા હતા, અમોએ પણ મંદિરે તથા ઘરે ખૂબ ધામધૂમે પૂજન કરી જમાડયા હતા, ભક્તિ કરીએ છીએ મંદિરે કથા-વાર્તા કરીએ છીએ, જયન્તી જન્મપીયુષ વાંચીએ છીએ, લાલજીની સેવા પુજા કરીએ છીએ, કયારેક દર્શન થાય છે, બહું જ ચમત્કાર જણાય છે, દિવ્ય સમઝણ બુદ્ધિ તથા ભક્તિ આપો, ધામમાં સાથે રાખજો, તમારા પરચા લખીએ છીએ, નિયમ લખીએ છીએ જ્ઞાન આપજો, તમારી કથા ટેપમાં ચાલુ છે તે સાંભળીએ છીએ, પ્રગટ પ્રભુજી બોલે છે, તે આનન્દ આપે છે, દર્શન થાય છે, તેમ દેખાવ છો, બળ બહુ જ આપજો, એજ તુલસીના સુપુત્રોના જય સ્વામિનારાયણ વાંચજો.

માધવજી ભગવાનજી, ભંડારા, મહારાષ્ટ્ર (તા.રર-૧૧-૮૦)

અનાદિ પુરણ પુરૂષોતમ અવતારોના ખૂબ ઈશ્વરોના અવતારી સીરતાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણસેવક ભંડારાથી માધવજી ભગવાનજીના દંડવત્ પ્રણામ વન્દન સ્વીકારજો, આ વખતે જન્મજયન્તીની શોભાયાત્રામાં ૩પ૦ બાઈઓ ભકત અને ૬૦૦ થી વધારે પુરૂષો બાળકો, બગીગાડી, શણગાર માટે ટોપલાફુલો ગુલાબના

હારમાળાઓ, અલગ અલગ મોગરા વિગેરેથી સુશોભિત આબેરગી શોભાયાત્રા મહા ધોરી બજાર રસ્તામાં ધુન્ય, કીર્તન, દાંડીયારાસ શોભા પૂરા શહેરમાં વીચરીને ગૂંજાવી ઉઠયું, માર્ગમાં છ ઠેકાણે પધરામણીઓ થઈ, ભેટયો થઈ, આરતીઓ થઈ, ખુબ જ આનન્દ નગરમાં ઉછળ્યો હતો, મેંદરડાવાળા વેવાઈ તથા મહેન્દ્રના મામા જબલપુરથી આવેલા હરીભકતો ઘણા આવેલા જમણવારનો આનન્દ રોનક મંદિરમાં પ્રતિષ્ઠા કરી નાગપુરથી બ્રાહ્મણ બોલાવેલા, વેદમંત્રો વડે પ્રગટ ભગવાનને પ્રતિષ્ઠા હવનનું કામ લગભગ પાંચ કલાક ચાલ્યુ હતુ, આ યજ્ઞને જોવા ગામ ઉમટયુ હતુ.

શ્રીસ્વામિનારાયણ ભગવાનને એવં શ્રી શાસ્ત્રીજી મહારાજ શ્વેતાયન શ્રીકૃષ્ણવલ્લભ વ્યાસના નામનો મહાઘોષ ખૂબ જ જોવા સાંભળવા જેવો હતો, મારા હદયમાં આસુખો ભરાઈ આવ્યા, બધાને પ્રેમરસ-ભક્તિરસ ઉભરાણો હતો, હું ખુબ જ ભાગ્યશાળી છું, વિશ્વનાથ ચારે હાથ મારા ઉપર છે કેવી મહેરબાની છે, આવી શોભા દિલ્હીપતિને ન મળે તેવી મને મારા ભગવાને આપી છે, નાગપુરના દરવાજા સુધી શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય પરમેશ્વરનું નામ ગુંજી ઉઠયું, હવે મારૂં ભાગ્ય વધ્યું, જલ્દી ત્યાં આવીશ, મૂરતિ માટે મુંબઈવાળાનો જવાબ નથી તો ખૂદ જાતે જવાનું થાશે તો જઈશ ભગવો જભ્ભો કરાવી લીધો છે મૂર્તિ જલ્દી મળે તેમ કરો, હજારો માણસોને મીઠાઈ માલ દાળ ભાત શાક બકાલા સંભારા સાકર ખુબ જ જમાડયા, ભજીયા વડી દહીં જમાડયા, માલ ભરપૂર પુરાએલો જ દેખાય ખૂટે જ નહીં તે તો ચમકાર થયો છે, શું શક્તિ છે, શું પ્રતાય છે, શું ખૂબ અવતારોના અવતારી શાસ્ત્રી મહારાજ પૂરણ કરે છે, માધવજીને દર્શન થયા કરે છે, એજ.

શાન્તિલાલ મોહનલાલ પરમાર (તા.૧૧-૧ર-૮૦)

સર્વ અન્તર્યામી ધામના ધામી ભકત વત્સલ ભગવાન અમારા માતુશ્રી અક્ષરધામ ગયા, સવારે રેલના પાટા પાસે પડી ગયા, પગનું કાંડુ ભાંગી ગયું અને માથા પાછળ તીરાડ પડી ગઈ અને તમારા દર્શન થયા કે તુરત જ ધામમાં ગયા, હું ત્યાં પાસે ગયો તેટલામાં તો હાથ જોડી તમારૂં નામ લેતા લેતા જય સ્વામિનારાયણ કહીને ધામમાં ચાલ્યા ગયા છે, રેલ્વેના માણસોએ ઘરે લઈ આવવા મદદ કરી હતી, આપનો મહીમા ખૂબ જ દેખાણો, આશીર્વાદ આપજો ભજન કરીએ, કાંદીવલી શાન્તિલાલ મોહનલાલ પરમારના દંડવત સ્વીકારજો, દર્શન દેતા રહેજો, એજ.

રાજેશ મકવાણા, અમદાવાદ (તા.૧પ-૧ર-૮૦)

સેવક રાજેશ, અમદાવાદ, આપના દર્શન ઘણીવાર કર્યા છે તો પણ જુનાગઢ રહેવા ઈચ્છા થાય છે, મારા જન્મમાં જીવને બાળકી મટીને બાળક રૂપે જન્મ આપના આશીર્વાદો વડે થએલ છે, હું ગુરૂ મહારાજ તમારો દીધેલ પુત્ર છું, મારા પિતાએ આપની વિનંતી કરી, પુત્ર આપો તેથી આપે પુત્ર રૂપમાં મને ફેરવ્યો છે, આવા ભગવાને મને સાંભળ્યો છે તે ટેક રહે છે, આપે જૂનાગઢ મને ખૂબ ભણવાનો આશીર્વાદ આપેલ છે તે પ્રમાણે ખૂબ જ ભણું છું અને ભણવુ છે, આપની મૂર્તિમાં આપને જોયા જ કરૂ છું, મારો મોક્ષ થાય તેમ ધ્યાન રાખજો, ભરતને ઘણું જ સારૂં છે, રાજેશના દંડવત પ્રણામ વાંચજો, બી.એ.માં ભણુ છુ, પાસ થવાય તેમ કૃપા કરજો. એજ.

મહેન્દ્ર ઓધવજી ટાંક, અમરેલી (તા.૧ર-૧ર-૮૦)

સેવક મહેન્દ્ર ઓધવજી ટાંક અમરેલીથી પૂજય સદ્ગુરૂ શ્રીહરિની સેવામાં ભકત મહેન્દ્રના જય સ્વામિનરાયણ વાંચજો, મારી તબીયત સારી છે તા. ૧૧-૧ર-૮૦ ના ગુરૂવારે વહેલી સવારે મારા રૂમમાં સુતેલા મને સ્વપ્નમા આપના દર્શન થયા તથા તમારા રૂમમાં પેઈન્ટેડ આપનું ચિત્રપટ છે તેના પણ દર્શન થયા, તે વખતે હું તમારા રૂમમાં પગ દાબતો હતો એ પણ દર્શન થયા, પછી નિંદ્રા ઉડી ગઈ પણ આનન્દભર હૃદય વર્તે છે, દરરોજ નિયમથી માળાઓ ફેરવુ છું, ત્યાં આપના દર્શને ૧૩, ૧૪ માં આવીશ, મહેન્દ્રના દંડવત પ્રણામ, જય સ્વામિનારાયણ.

શાન્તિલાલ તુલસીદાસ, દુબઈ (તા.ર૯-૧ર-૮૦)

અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમઃ સ્વસ્તિ શ્રી જૂનાગઢ મધ્યે પરમધામાધિપતિ પરાત્પર સર્વોપરિ શ્રીહરિ ભકતોના વ્હાલા પ્રાણપતિ સ્વામિનાથ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ પ્રભુજી મહારજના ચરણકમળોમાં કોટિ કોટિ દંડવત પ્રણામ પહાગચે, આપની મૂર્તિનું સુખ આનંદ રાજીપો ઈચ્છતા શાન્તિલાલ તુલસીદાસ, શાન્તિલાલ પુંજાભાઈ, દેવજી કાનજી રાઠોડ, કાન્તિલાલ ડાયા, છગન માવજી, રતિલાલ ઓધવજી, ધનજી ઓધવજી, આદિ ભકતો તથા પોરબંદર પ્રદેશના મેર ભકતો માલદે રામા ગોદાણિયા તથા માલદે ભુરા તથા કેશુ હજા તથા સાંગા દુદા કુકડીયા, મોરબીના આબોટી બ્રાહ્મણ ગોવિંદજી નારણજી કુકડીયા

તથા કારાભાઈ, દેવાભાઈ આદિ શ્રીહરિશરણાગતિ મંડળના ઘણા જ વ્હાલા શ્રીહરિને આનન્દથી, સ્નેહથી, પ્રેમથી દંડવત જય શ્રીકૃષ્ણનારાયણ જય સ્વામિનાથ કૃપા વાંચશોજી.

મહેન્દ્રકુમાર, ઓધવજી ટાંક તા.પ-૧-૮૧, અમદાવાદ

મહેન્દ્રકુમાર ઓધવજી ટાંકના કોટિ દંડવત સ્વીકારજો, ભગવાન તા. ૪-૧-૮૧ ના બપોરે જમીને ઉંઘ આવતા આપના અદ્ભુત દર્શન થયા છે, તમારા ચરણ દાબુ છું, પ્રસાદી જમ્યો, તમારા ઘણા ભકતો આવેલા, તમારા નિવાસ રૂમમા તમોને કાંઈ કાંઈ ભેટો ધરતા હતા, તેવામાં તમારી સેવામાં બે દેવીઓએ આવીને તમારી આરતી ઉતારી, પૂજા કરી, તેઓ કાંઈક ગાતી હતી એ પણ મને યાદ ન રહયું, તમારા ચરણ ધોઈ પ્રદક્ષિણા, દંડવત, પગે લાગી અદ્શ્ય થયા, તમો માળા લઈને ઉભા હતા, આરતી પૂરી થયે તમોએ મને કહયુ, ભાઈ મહેન્દ્ર પગ દાબવા બસ કરી, ઘણી સેવા કરી, ઘરે જા, મારી ઘડીયાળમાં છ વાગ્યા છે, મારે હવે મંદિરે આરતીમાં જવુ છે, ત્યારબાદ હું મારા ઘરે જવા નીકળ્યો, તેવામાં જાગ્રતમાં મારી ઘડીયાળમાં મેં જોયું તો મારા કાંડા ઘડીયાળમાં બરાબર છ વાગેલા, આ અદ્ભુત ચમત્કાર, બન્ને ઘડીયાળનો મેળ, બન્ને દેવીઓની સેવા, અનેક ભકતોની ભેટ-સામગ્રી, વિગેરે દર્શન થયા, એજ હું રાજકોટ ઈન્ટરવ્યુ આપવા તા. ૧૧-૧-૮૧ ના જવાનો છું, મારી નજર રાખજો, પુષ્પ પ્રસાદી મોકલજો, એજ, સેવકના દંડવત જય સ્વામિનારાયણ વંદન વાંચવા.

નાનજી તથા પ્રવીણ, દુબઈ (તા.૬-૧-૮૧)

અજમાનથી ચરણસેવક નાનજી તથા પ્રવીણ વિગેરે ૧૪ શરણાગતિ મંડળના હેત ભર્યા જાજા કરીને જય સ્વામિનારાયણ વાંચશોજી, હવામાન બદલવાથી તબીયતમાં ફેરફાર હતો પણ દવા વડે અને તમારી દયા વડે સારૂં છે, આપની પ્રસાદી ગુલાબ-પાંખડી ખાઉં છું, તબીયત ઘણી જ સારી છે, કર્તા હર્તા તમો છો, દાસાઈલેન્ડમાં ઘણા ભકતો એક સાથે સારા પગારે મોકલ્યા તેવો આપનો રાજીપો છે, કાનજી ભગતને તમો પ્રગટ ભગવાને ઘણી દયા કરી છે તેની કમ્પનીમાં તેમને બહુ માને છે, એક વરસ વધારે કામ આપ્યું છે, તમો પ્રગટ પ્રભુ છો, અમારી રક્ષામાં બેઠા છો, તમોને જેટલા લાડ લડાવી એ તેટલા ઓછા છે, આપે આ જીવો ઉપર ઘણી દયા કરી છે, ઉગારી લીધા છે, ખુબ જ કમાણી આપી છે, ભક્તિ બહુ જ આપી છે, તમારી ઓળખાણ થઈ તેથી પ્રગટ ભગવાનને પ્રતાપે અક્ષરધામમાં બેઠા હોય

તેવા સુખ મળે છે, ઘણાને ધામમાં મોકલ્યા, અમારા માતુશ્રી બોલતા તમારૂં નામ લેતા લેતા ધામમાં ગયા, આપનો જબરો પ્રતાપ છે, આશીર્વાદ લખજો, તમો સાંભરો એવી કૃપા રાખજો, દર્શન દેજો. બધા તમારી મૂર્તિમાં તમોને દેખે છે, ઘણો મોટો પરચો પૂરો છો, આબુધાબીમાં ચારણો નવા સત્સંગીઓ થાય છે તે તમારી પૂજા કરે છે. એજ.

તુલસી મુળજી મનાણી, એલાન, દુબઈ (તા.ર૩-૧-૮૧)

મહારાજાધિરાજ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણોમાં અવતારોના અવતારી અક્ષરાતીત શ્રીહરિકૃષ્ણ મહારાજને ભકત રક્ષક ભગવાનને એલાનથી તુલસી મુળજી શ્રીહરિશરણાગતિ મંડળ તમામ ભકતોના દંડવત સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચવા, આપના પ્રતાપથી ૧પ ભકતો એક મકાનમાં કામ કરીએ છીએ, આબુધાબીવાળા પણ છે, અમારી નજર રાખો છો, તેમ રાખજો, મકાન સળગ્યુ હતુ તેમા ઘણાને ઉગાર્યા, લડાઈ જાગી તેમાં બધા ભકતોને ઉગાર્યા, પાલખેથી પડતા ઘણાને ઉગાર્યા, દરિયામાં પડેલાને ઘણા ઉગારી વહાણમાં પાછા ચઢાવ્યા, માંદા ગરમીથી અકળાતા ભકતોને સાજા કર્યા, તાવમાંથી ઘણાને ઉગાર્યા, જંગલમાં રક્ષા કરો છો, પરદેશમાં ભજન ભક્તિ કરાઓ છો દર્શન આપો છો મહારાજ ઘણી કમાણી આવી છે. કોસ્ટેલમાં છીએ, આપના રાજીપાથી સૌરાષ્ટ્રના ગરીબ કારીગરો આપની સેવાના પુણ્ય પ્રતાપે આજ બબે ત્રણ ત્રણ ચાર ચાર હજાર મહીને કમાય છે, રાજકુમારની જેમ બંગલાઓમાં ઉચા પ્રકારની સગવડોમાં રહે છે, દરરોજ હેલીકોપટરમાં બેસીને કામે ટાપુઓમાં જાય છે, દેશમાં જેમ છે તેમજ આંહી સુખી છીએ, બહુજ આનન્દ છે.

હું બીમાર થયો ત્યારે પ્રભુ તમોએ મને ઉગારી લીધો છે, તમારા દર્શનો ઘણાને થાય છે આવા અનેક પરચાઓ છે, ઘણા અમો ટોકન નમ્બરમાં છીએ. એ.પો.બો. ૪ર૭રમાં છીએ, ૧૪રપર ટોકન નમ્બર છે, કોસ્ટેલ ઈન્ટર નેશનલ કમ્પની ઘણા સારા પગાર આપે છે, કારીગરોને સાંચવે છે, મહારાજ તમારી કૃપા છે, ભુલચુક માફ કરજો, તુલસી મુળજી, કાન્તિલાલ ડાયા, છગનલાલ માવજી, ખીમજી રવજી, શાન્તિલાલ હીરજી વિગેરે તથા વાસુદેવ કાનજી, ધનજી ઓધવજી, રામજી કાનજી, તુલસી નાનજી, તુલસી મનજી વિગેરે સર્વે શ્રીહરિશરણાગતિ મંડળના તથા શાન્તિલાલ કેશવજી તથા બે શાન્તિલાલ તથા બે રતિલાલ તથા છ ચારણ ભકતો વિગેરેના જય સ્વામિનારાયણ વાંચજો.

અમૃતલાલ પરષોત્તમ ભગવાન, એલાન, દુબઈ (તા.૩-ર-૮૧)

અમૃતલાલ પરષોત્તમ, પરેશ પરસોતમ મકવાણાનાં કોટિ દંડવત વાંચજો, એલાનથી ગાંડો સેવક નગણત્રીનો ભગત અમૃતલાલને ભગવાને સંભાળ્યો, મને તો એમ હતુ ભગવાન છે તે મારા જેવા ગાંડાને નઈ લખે મારા ભાવને જોઈને ભગવાન સાક્ષાત છો, મને સાંભળ્યો, શાન્તિલાલ કાકાએ જય સ્વામિનારાયણ કીધા છે, પ્રભુ તમો અમારા જેવા છોકરાને ઉદ્ધાર કરજો, પ્રભુ મને ધનુષ્ય બાણ સહિત ભગવાનના દર્શન થયા, આવીશ ત્યારે દરશને આવીશ, મારા હૃદયમાં તમો છો, ફોટો પૂજવા મોકલજો, કેશુઅદા, દેવજીકાકા બધા તમારૂં દર્શન કરે છે, તમારા વિના પાંદડું પણ નથી હલતુ, આ વાત મને પહેલા સમજાણી પણ આજ મને બહુ જ યાદ આવે છે, મને દર્શન દેજો, રાહ જોઈશ, જય સ્વામિનારાયણ પહાગચે, ભૂલ માફ કરજો.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ હાજરો હાજર દર્શન દેજો, આવજો, જમીને પછી જજો, મીઠા સફરજન જમાડીશ અને દુધ પાઈશ અને પગ દાબીશ અને પછી જાવા દઈશ જરૂર આવજો, ભૂલશો નહિ પાંચ વરસ પહેલાની વાત મને યાદ છે, પ્રભુ શાસ્ત્રીજીના દિવ્ય મૂર્તિ હરતા ફરતા દર્શન થયા છે, દયા કરજો, તમે તુલસીને ઝીલ્યો, રતિલાલને ઝીલ્યો, મૂરજીને ઝીલ્યો, કાનજીને તાર્યો, રામાને જેલથી છોડાવ્યો, જીરાગઢવાળાને કોઢ મટાડયા, દયાળજીને દીકરો આપ્યો, ઘણાને પુત્ર-ફળ આપ્યા, લક્ષ્મીના આશીર્વાદો તો અઢળક નિવડયા છે, કુકડા જેવા છોકરાઓ સોના મહોરૂ કમાય છે, કાંઈ રાજીપો ઓછો નથી, રાજા સાહેબ જેવા તો ઉતારા-પાણી મહોલ બગીચા બંગલા બલુન વાહન છે.

અહો પ્રગટ પ્રભુની દયા, સુદામાને નાના મહેલ, કુકડીયા મજુરને સોનાની લગડીઓ રિયાળમાં છે ધન્ય છો, પ્રભુ, કૃપા કરી કરજો, સાંચવજો, ભેગા રાખજો, બધા સંપ રાખશુ, સેવા કરશુ, બધુ તમારૂ છે, મસ્કત હતો ત્યારે પણ તમોને ભજતો હતો, આંહી પણ બધા સાથે ભજૂ છુ, હમણા બરડાના ચારણો ઘણાંય તમોને ભજવા માંડયા છે, કચ્છીઓ ભજે છે, ભગવાન તમો વિશ્વંભર છો, બધું તમારૂં છે, દર્શન આપજો, જરૂર આવજો, પછી જલ્દી વયા જાજો, એજ.

ગોવિન્દજી મહારાજ, દુબઈ (તા.ર૧-ર-૮૧)

અનાદિ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને નમો નમઃ પ્રગટ પુરૂષોતમ શાસ્ત્રીજી મહારાજ અનાદિશ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને નમો નમઃ હે ભગવાન આપના

આશીર્વાદથી યાદશક્તિ વધે છે, તમારો સત્સંગ કરીએ છીએ તમો ચિન્તામણી છો, માનવો તમોને ભજે છે તેના ચિન્તવવા પ્રમાણે મળે છે, તો હે પુરૂષોતમ નારાયણ તમો અવતારોના અવતારી છો, પર નારાયણ સતં સ્વરૂપે આવ્યા છો, વિશ્વપતિ છો, અક્ષરપતિ છો, સૃષ્ટિપતિ છો, તત્વપતિ છો, આત્મપતિ છો, પરમાત્મા છો, ગોલોકગોપી પતિ છો, ધામના ધામી છો, કર્તા હર્તા તમો છો, શ્વેતાયન વ્યાસ તમો પ્રગટ ભગવાન છો, દિનાનાથ છો, વલ્લભસ્વામી છો, હે ભગવાન તમારા નામ અપાર છે તે તમારા તમારા સિવાય કોઈ જાણી શકે નહી, હે નાથ ા બ્રહ્મા જેવા દેવતા જાણી ન શકયા તો મનુષ્ય કયાંથી જાણી શકે, તમારી મોટયપ કયાંથી સમઝી શકે, હે ભગવાન આપે સ્વપ્નમાં દર્શન દીધા તેવા જ દિવ્ય દર્શન દેજો, અમોને આપની સેવામાં લેજો, કુસંગ ન થાય તેવી બુદ્ધિ આપજો, ભગતોની ઓળખાણ કરાવજો.

હે ભગવાન રર વર્ષો માયામાં કાઢયા, હવે માયામાં ન લેવાય તેવુ બળ આપજો, આપને ઓળખ્યા પછી તો કથા વાર્તા સેવા વધ્યા છે, આશીર્વાદ આપજો, અમને આપનો કેફ છે, આપ વિશ્વના કર્તા હર્તા છો, બધાની જીવનદોરી છો, મારા નાથ રક્ષા કરતા રહેજો, ચરણ સેવાનો લાભ આપજો, આપ કૃપાળુ દિનદયાળુ છો, શરણાગતિ મંડળની સેવા આપજો, હે પુરૂષોતમ નારાયણ વિદેશમાં ભકતોના સત્સંગ વડે આપના દર્શન કીધા, આપ ભગવાન સાક્ષાત છો, હવે આપે દિવ્ય આંખ આપી છે, આંહી ભકતો શાન્તીલાલ, ગોવિંદ, માલદે, રામા, કારા, સાંગા, કેશુ વિગેરે ભકતોના જય સ્વામિનારાયણ સ્વીકારજો, શ્રીશ્વેતાયન વ્યાસ ભગવાનને નમો નમઃ ચરણ સેવક દાસાનુ દાસ ગોવિન્દજીના જય સ્વામિનારાયણ વાંચજો.

રાઘવ જેરામ, દુબઈ (તા.૧૯-ર-૮૧)

આજ બપોરના દોઢ વાગ્યે વાડામાં આગ લાગી, અમારા ઘરેથી તમારે માટે ૧ નાળીયેર સમર્પણની માનતા કરી એટલે તરત જ માણસો ભેગા થઈ ગયા અને આગ ઓલવી નાખી નહિં તો નીરણ ઘર વધુ ભસ્મ થઈ જાત, તમારો આ ચમત્કાર બધા બોલતા હતા કે સાક્ષાત પ્રભુ ઘર પાસે છે, તે વિના આગ કોઈ સમાવી શકે નહી એજ. સેવકોના જય સ્વામિનારાયણ વાંચજો. લી. આપનો આપનો સેવક જયંતિલાલ.

માધવભાઈ ભગવાનજીભાઈ, ભંડારા, મહારાષ્ટ્ર (તા.૧૮-૪-૮૧)

હું ટેકસીમાં નાગપુર જતો હતો, સામેથી આવતા કેરીયરમાં મારો દાબો હાથ

અથડાણો, બાવડાથી ભાંગી ગયો, મને લોકોએ સીવીલ હોસ્પીટલ દાખલ કર્યો, હું બેહોશ પડયો હતો, ૩૯ દિવસ હોસ્પીટલમાં રહેવુ પડયું, ડૉક્ટરે મૂળથી કાપવાનું નકકી કર્યુ, ત્યારે મેં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી ભગવાનને સંભાર્યા સ્તુતિ કરી, ભગવાન સન્ત દિવ્ય રૂપે તુરન્ત પધાર્યા, મેં નમીને કહયું આપને ઠીક લાગે તેમ રક્ષા કરો, સેવા કરાવો, ભગવાન અદ્શ્ય હો ગયે ચોથે દિવસ ફરીથી પધાર્યા અને દયાથી બોલ્યા તમારો હાથ બીલકુલ સાજો નરવજો થઈ જાઓ, એમ કહી તુરન્ત હાથ ફેરવી ભાંગલા હાથે સાજો કરી અદ્શ્ય થઈ ગયા, આ પરચો મને કાયમ સ્મૃતિમાં આવે છે.

એકવાર દિવ્ય રૂપે આવીને પ્રગટ પ્રભુજીએ કહયુ તમોને ઉત્સવ પુજા પાઠ કરવા મકાન નાનું પડે છે, માટે મકાનો ગમે તે લઈ લ્યો, મંદિર કરો, ભંડારામાં ભૂતિયુ મકાન મને મળતુ હતુ તેમાં જાય તે બેહોશ થઈ જાય, મે શ્રી પ્રગટ પ્રભુજીના પાઠ નામ રટન કરીને બધા ભૂતોને મોક્ષ આપ્યો અને પ્રગટ પ્રભુજીને પ્રતાપે તેમની પ્રસાદી જળ પીને ભૂતો મોક્ષમાં ગયા, તે મકાનને મંદિર બનાવ્યું આજે સો સો માણસો ધુન્ય પુજન ભજન કરે છે તે તીર્થ સ્થાન બન્યુ છે.

એકવાર પ્રગટ પ્રભુના ચરણોમાં ધરવા નાણું કાઈ ન હતુ, ગુરૂ મહારાજે ભંડારાના વતની છો, તમારો ભંડાર અખૂટ હો એવો આશીર્વાદ આપ્યો તે દિવસથી સમ્પતિ આવવા લાગી, લાખોના કામ થવા લાગ્યા છે, શ્રીહરિશરણાગતિ મંડળના સો ઉપર કંઠી ભકતો ભંડારામાં મહારાષ્ટ્રીઓ થયા છે, શ્રીકૃષ્ણનારાયણની ભક્તિમાં ગરકાવ રહે છે, પ્રભુજીને પૂજે છે, સાપ્તાહિક ભજન ધુન્ય કીર્તન શોભાયાત્રા વિગેરે કરે છે, નરનારીઓ ભકતજનો પ્રગટ ભગવાનના કીર્તન ગાય છે,

એકવાર પ્રગટ ભગવાનના દર્શનાર્થે જઈને ચાલતે સમય રજા ન લીધી, મને ઘર પર જાતાં જ તાવ ચઢયો અને ભાન થયુ પગે લાગ્યો નહિ, તુરત ભગવાનને સંભાર્યા પોતે દિવ્ય મૂર્તિ ભંડારામાં પધાર્યા, મેં ક્ષમા માગી, ભગવાને તાવ ઉતારી દીધો, રક્ષા કરી, દર્શન દઈને અદ્શ્ય થઈ ગયા.

ભંડારાના સુરેશકુમારે પ્રગટ ભગવાનથી જૂનાગઢમાં કંઠી બાંધી, ભંડારા જઈ વ્યસનને રસ્તે ચઢી ગયા, હૃદયના હાડકામાં દુઃખાવો થયો, ફેફસા બગડી ગયા છે, ડૉક્ટરે સારૂં નહિ થાય તેવી સલાહ આપી, ગાડી ભંડારા જાવા ચાલતી હતી, નાગપુર જવા અટકતી હતી, ગુરૂ મહારાજને સંભાર્યા ભંડારા આવી આરાધના પૂજા કરી પ્રભુજી પ્રગટ આવ્યા હાથ ફેરવી નીરોગી

થવાનું વચન આપી અદ્શ્ય થયા, અહો ભગવાન દેવાધિદેવે મારી રક્ષા કરી, સાજા થયા અને સુરેશકુમાર મૃત્યુથી બચ્યા, બિલકુલ સાજા નરવા ભક્તિ કરે છે, પ્રગટ પ્રભુજીને પૂજે છે.

શાન્તિલાલ, આબુધાબી, દુબઈ (તા.ર૩-પ-૮૧)

અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુને નમો નમઃ શ્રીબાલકૃષ્ણ પ્રભુજીને નમો નમઃ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમો નમઃ શ્રીગોપીનાથજી પ્રભુજીને નમો નમઃ શ્રીગોપાલકૃષ્ણ બાલપ્રભુજીને નમો નમઃ, શ્રીવિદ્યામૂર્તિ ભગવાનને નમો નમઃ, શ્રીપરબ્રહ્મ પરમાત્માને નમો નમઃ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ પ્રત્યક્ષ પ્રભુજીને નમો નમઃ શ્રી જૂનાગઢ અક્ષરધામમાં સ્વસ્વરૂપે બિરાજમાન આનન્દ ધન સુખનિધિ સર્વે તત્વોમાં પ્રત્યક્ષ મૂર્તિઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણ મહાપ્રભુજી દયાનિધિ કરૂણાસાગર પરમ દયાળુ ભકતવત્સલ પરમાત્મા સર્વ ધારક રક્ષક પ્રેરક ભકત પ્રતિપાલ સર્વજ્ઞ સર્વકર્તા સર્વ કારણ અમારા જીવનપ્રાણ પુરૂષોતમ નારાયણ ભરત ખંડમાં વિચરતા ગોપાલકૃષ્ણ ભગવાનનન્દન શ્રી અન્તર્યામી ભગવાન પ્રતિ -

આબુધાબી લિ. આપને હર ક્ષણોમાં ભજતો દાસ શાન્તિલાલ આદિ શ્રીહરિશરણાગતિ મંડળના દંડવત સ્વીકારજો, પ્રભુજી અમારી અલહુઈસ સાઈડ બદલી થઈ છે, રક્ષા કરજો, તમો બધુ જુઓ છો, જાણો છો, રામજી ભગત ૩પ કીલોમીટર દુર છે, તેઓ બધા મળવા આવ્યા હતા, ખૂબ આનન્દ થી ભેટયા કીર્તન કર્યા પછી તેઓ સાથે, અમો તા. ૧પ-પ-૮૧ ના ગીયાસી જવા નીકળ્યા રામજી ભગત વિગેરે એક સાથે જતા હતા. રસ્તામાં ટેકસી ઉંધી પડતા પડતા રહી ગઈ ત્રણ ચાર ફુદરડી ફરી ગઈ, તમોને જોર જોરથી નામ બોલ્યા અને ટેકસી ઉભી રહી ગઈ અમો પાંખ જણા તરત બચી ગયા, નહિં તો ત્યાં જ મરી જાત, આપ રક્ષામાં બેઠા છો, બધા અમો સુખીયા છીએ તમારા દિવ્ય દર્શન થયા અને ભાન આવ્યું , અંધારા આવી ગયા હતા. ટેકસીવાળા ડ્રાઈવરે કહયુ ખુદા લકડી વાલા પઘડીવાલા આયા થા, ઉસને ટેકસી ખડી રખ દિયા મહારાજ ચલા ગયા, અમારા સ્વામી ધણી પરમેશ રક્ષા કરી તેમ કરજો, અમોએ તમારા નામની ચુંદળી ઓઢી છે, અમારા સ્વામીનાથ પ્રાણપતિ ભગવાન છો, બચાવજો, રાજી રહેજો, તમારી સેવા આપજો દર્શન આપતા રહેજો આશીર્વાદ લખજો એજ.

નરસી મૂળજી વીરા, દુબઈ (તા.ર૮-પ-૮૧)

ભગત નરસી મૂળજી વીરાના દંડવત જય સ્વામિનારાયણ વાંચશો, ભગવાન હું પાલખ ઉપરથી બે વાર પડી ગયો મને નીચેથી તમે ઝીલી લીધો, એક આરબો નીચે ઉભો હતો તે કહે લાલ ખૂદા આયા, તુમ બચ ગયા, ખુદાકી નમાજ પઢાગ. મે હાથ જોડી દંડવત કર્યા પગે લાગ્યો તમો વયા ગયા, આમ છુટી ઉપર બે દિવસ રહીને કામે લાગી ગએલ છું, દર્શન દેતા રહેજો રક્ષા કરજો, સેવા માનતા મોકલીશ એજ.

કાન્તિલાલ પુરૂષોતમ તથા તુલસીભાઈ, મુંબઈ (તા.૧૮-૬-૮૧)

વેદવ્યાસ પરમેશ્વર સાક્ષાત પરબ્રહ્મ માનવ સ્વરૂપે બિરાજમાન અમારા કુટુમ્બના પરમગુરુ મહારાજ દિવ્ય અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન પ્રતિ મુમ્બઈથી સેવક કાન્તિલાલ પુરૂષોતમ તથા તુલસીભાઈના કોટિ દંડવત સ્વીકારજો, મારી તબીયત બહુજ નબળી હતી, રોગે ઘેરાઈ ગયો હતો, રાજકોટ આવવાથી આપ જૂનાગઢ બિરાજો છો એ ખબર મળ્યા તરત જ આપના દર્શને આવ્યા, અમોને પ્રસાદી જળ આપ્યા આશીર્વાદ આપ્યા અને આરામ થવા લાગ્યો, આજકાલ તબીયત બહુજ સારી છે, બધું કુટુમ્બ સાજા નરવા છે, આપના સમાગમ દર્શન સેવા વડે લાંબા સમયે હું સુખી થયો, આપના દર્શન આપતા રહેજો, ડૉક્ટરની સલાહ મળી કે હવે જીંદગી રહેશે નહિ, પણ તમારી પ્રસાદી જળ વડે મારી જીંદગી વધી ગઈ. મારી તથા મારા કુટુમ્બની નજર રાખજો, મારા માવતરોએ મને કહેલ છે જે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ શ્રીકૃષ્ણનારાયણ પોતે પ્રગટ બિરાજે છે તેવા પરચાઓ અમે જોયા, અમારા વસનજી ભાઈ તથા અમો સવારે કાયમ આપની મૂર્તિ સેવા પુજા કરીએ છીએ, આપના આશીર્વાદ કાયમ માગું છું રક્ષા કરજો, આપના ચરણરજ કાન્તિલાલના દંડવત. જય સ્વામિનારાયણ વાંચજો એજ.

વ્રજલાલ લાલજી જાવીયા, આબુધાબી, દુબઈ તા.ર૧-૭-૮૧,

આબુધાબીથી તમારો દાસ વ્રજલાલ લાલજી જાવીયાના કોટિ દંડવત પ્રણામ જય સ્વામિનારાયણ વાંચશો, રતિલાલભાઈનો પત્ર આવતો હશે હું સુખી છું કમ્પની સારી છે, કામકાજમાં આરામ છે, તેમને પ્રગટ ભગવાનને ભજું છું, તા. ર૦ ના રાતે સંભારીને સૂતા પછી તમો તરત જ દિવ્યરૂપે આવ્યા, તમારા પગમાં પડીને મેં દંડવત કર્યા, તમને છાતીમાં

ભીડીને મળ્યો, મારા મસ્તકે તમોએ બન્ને હાથ મેલ્યા, રાજી થયા, સુખી રહે ભજન કરજે એમ કહયું, મને ભગવાન ગુરૂદેવ પ્રભુજી દર્શન આપો તો સારૂં એવા મારા સંકલ્પો પૂર્યા, પછી મેં આરબી પરદેશી ખાવા-પીવાની આભળછેટના દોષો દૂર કરવા તમારા પગનો અંગુઠો મોઢામા લીધો અને ચુસ્યો તેટલામા તમે શુદ્ધ થઈ ગયા એમ કહીને તુરત જ અદ્શ્ય થઈ ગયા, તુરત જ રાતે મેગ આ પત્ર લખ્યો છે, સવારે પોષ્ટમાં રવાના કર્યો છે, મહારાજ ભગવાન દર્શન દેતા રહેજો મારી રક્ષા કરજો, આંહી બધા તમારૂં ભજન ધુન્ય કીર્તન થાળ આરતી કરીએ છીએ દયાળુ દયા વરતાવતા રહેજો ગુલાબ પાંખડી પ્રસાદી મોકલજો, જય સ્વામિનારાયણ વાંચજો સેવા મોકલવી છે તે મોકલીશ. એજ.

શાન્તિલાલ પુંજાભાઈ વાઢેર, દુબઈ (તા.ર૩-૭-૮૧)

શાન્તિલાલ પુંજાભાઈ વાઢેર દાસનાદાસ ચરણરજ ભકતના ભેટીને દંડવત્ પ્રણામ સ્વીકારજો, હે ભગવાન શ્રીકૃષ્ણનારાયણ શ્વેતાયન વ્યાસજી પ્રગટ પ્રભુ, તમો અરબસ્તાનમાં બહુ જ રક્ષા કરો છો, આપત્માં દર્શન થાય છે દુઃખ દૂર થઈ જાય છે, દુઃખ આવા દેશો નહી. હે નાથ પ્રાણપતિ સાક્ષાત્ લક્ષ્મીપતિ મહાપ્રભુજી શ્રીકંભરા લક્ષ્મી ગોપાલકૃષ્ણના બાળ પ્રભુજી તમોને નમો નમઃ સ્વ સ્વરૂપમાં જૂનાગઢ તીર્થમા બિરાજતા આનન્દઘન સર્વ તત્વોમાં પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિકૃષ્ણ મહારાજ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમ પ્રભુજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રતિ આબુધાબીથી લખિત આપને અહોર્નિશ ભજનાર, ચરણકમળના દાસોનો દાસ સેવક શાન્તિલાલ પુંજાભાઈના કોટાનકોટિ દંડવત્ પ્રણામ સહિત ઘણા સ્નેહ સાથે જય શ્રીસ્વામિનારાયણ વાંચશોજી, દંડવત્ સ્વીકારશોજી, વિનન્તિ જે મારા બધા પત્રો મળતા હશે આપ તરફથી મારા આત્માના સાચા ધણી નાથ મારા હે સ્વામિ મારા ભગવાન તમારો પ્રસાદી પત્ર નથી તેથી ઘણી ચિન્તા થયા કરે છે, કયારેક તો મારા આત્મપતિ નિંદર પણ આવતી નથી અને વિચાર આવ્યા કરે છે જે હું સાચા ભગવાન ભકતના ધણીના વાંકમા આવી ગયો હઈશ, પણ હે નાથ ! કાંઈપણ જાણે અજાણે મારાથી ભુલ થઈ ગઈ હોય તો પ્રભુજી મને માફ કરજો, ક્ષમા માગું છું, માફી માગુ છું.

આપના પ્રસાદી પત્ર આશીર્વાદની રાહ તરસીયા માણસની પેઠે જોઈને બેઠો રહુ છું, પ્રસાદી પત્ર નથી આવતો તેથી સોરવતુ નથી, તો મારા પ્રાણપતિ દેવ ભકતના ધણી મારા સ્વામી મારા ભગવાન ધામવાસી પ્રભુજી મારી નજર રાખજો, આંહી મને આપત બહુ જ આવ્યા કરે છે, હું ઘણી શાન્તિપૂર્વક કામ કરૂ છું, તેમાં મુશીબતો આવ્યા કરે છે, અન્તર્યામી

પ્રભુજી તમો પ્રત્યક્ષ આંહી આવીને મને આફતમાંથી બચાવો છો તે હું જોયા કરૂ છું, નકર તો મને કમ્પની ઈન્ડીયા મોકલી આપત, પણ દયાળુ તમોએ મારી રક્ષા કરી લીધી, તો મારા દેવ મારા રક્ષણહાર દયાળુ મારી નજર રાખજો શરીરે સાજા નરવા રાખજો, દેશમાં તમારા ભકતોની બાળ-બચ્ચાઓની રક્ષા કરજો.

અમે તો ભગવાનને સર્વસ્વ શરણે અર્પણ કરી ચૂકયા છીએ, તમો પ્રગટ પ્પ્રભુજી તમારે જેમ રાખવા હોય તેમ રાખજો, તમારે શરણે ભક્તિમા સુખીયા છીએ, હવે તો ભગવાન મલકના ધણી રાજીપાની અહીં નજર રાખજો, મુશીબતમાથી તમો બચાવતા રહેજો, દર્શન અમોને આપજો. દેશમાં મંડળ તમારે સાચવવાનું છે, અમોને તમારા પરમ એકાન્તિક બ્રહ્મરૂપ ભકતોનો મુકતોનો સમાગમ આપજો, આલોકમાંથી અમોને બચાવજો અણસમઝણની ઘણી ભુલો માફ કરજો, સદાયને માટે તમારો કરીને ચરણોમાં રાખજો, અમો તમારા બાળકો છીએ તમે અમારા મા બાપ છો.

આપ અક્ષરધામના ધણી સ્વયં પરબ્રહ્મ પ્રગટ પ્રભુજી છે, અમારા અહોભાગ્ય કે જે આપ પ્રગટની ઓળખાણ થઈ તમારો રાજીપો મેળવીને રાજી કરીએ છીએ, તમો જયાં હો બેઠા હો ત્યાંથી અમારી નજર રાખજો, આંહી રક્ષા કરજો, આંહી ભકતો બધાના જય સ્વામિનારાયણ વાંચજો, બધા તમારી દયા વડે સુખી થાય છે મજામાં છે, પ્રસાદી પત્ર લખજો, રાજકુમારો જેવા સુખ આવ્યા છે, ભજન કરીએ છીએ, માળાઓ ફેરવીએ છીએ, દર્શન દેજો. શાન્તિલાલ પુંજાદાસના દાસના જય સ્વામિનારાયણ વાંચજો એજ.

તુલસીભાઈ મકવાણા ધર્મેશ ભાવેશ, ફુગાવાડી, પૂના (તા.૧-૮-૮૧)

શ્રીશ્વેતાયન વ્યાસજીને નમઃ પ્રગટ પ્રભુજી અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણોમાં ફુગાવાડીથી આપની મૂર્તિનું અખંડ ઘરમાં દર્શન સેવન કરતા તુલસીભાઈ મકવાણા ધર્મેશ ભાવેશ તથા શ્રીહરિશરણાગતિ મંડળ સમસ્તના દંડવત વાંચજો. ફુગાવાડી મંદિરમાં પ્રગટનું જીવનચરિત્ર વાંચીએ છીએ, ભકતોની રક્ષા કરો છો તે તમો પ્રગટ ભગવાન કરી શકો બીજો કોઈ કરી શકે નહીં, પાપી જીવ પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણાય નમઃ જપીને મોક્ષમાં જાય એવો તે બળવાન મંત્ર છે, તે પ્રગટ પ્રભુનું પ્રત્યક્ષ બળ કહી બતાવે છે.

ધામમાં અમોને સેવામાં રાખજો, રાજકોટ પ્લોટ છે તે અમારે ખાતે થઈ જાય તેવી કૃપા

કરજો, શ્રીહરિશરણાગતિ મંડળ છોકરાવની ઉપર દયા કરજો, દર્શન દેજો, ગરીબ ભકતના તારણહાર પ્રભુજી ઘણું ઐશ્વર્ય વાપરતા રહો. એજ.

પ્રાગજી રણછોડ રાજા મનાણી, અરબસ્તાન, દુબઈ. (તા.૪-૮-૮૧)

શ્રીપ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજશ્રી પોતાની જીર્ણ નગરીમાં વિરાજમાન શ્રી ગુરૂદેવની સેવામાં ગામ તાઈફ અરબસ્તાનથી લી. આપના દાસોનાદાસ સેવક પ્રાગજી રણછોડ રાજા મનાણી તથા માવજી રણછોડ મનાણી તથા ઓધવજી વિગેરે શ્રીહરિશરણાગતિ મંડળની શ્રી ગુરૂજીને વિનન્તિ જે તમારી દયાથી અમો ખુશી મજામાં છીએ, તમારૂં ખૂબ ભજન કરીએ છીએ. અમો વિચાર કરતા હતા જે ગુરૂજી ભગવાનનો કાગળ કે દી આવે ત્યાં તમારા આશીર્વાદ પત્ર ગુલાબ-પાંખડીઓ પ્રસાદી આવી એ જોઈને અમોને ખૂબ આનંદ થયો. આપ અન્તર્યામી ભગવાન છો, રમજાન મહીના પછી મોટાભાઈ દેશમાં આવે છે, અમારૂં તમો જ ધ્યાન રાખનાર છો, કરતા હરતા તમો અમોને એવા યોગ આપો જેથી તમારી સેવા કરીએ તે તો તમારા હાથમાં છે. અમે તો બાનારૂપી છીએ તમો દુનીયામાં માલિક છો અમો તમારા છીએ.

રણછોડ ભગતને બહુજ યાદ કરીએ છીએ, તમારી સેવા તથા રણછોડ ભગત માવતરની સેવા મળી તે તો અમારા ભાગ્ય છે, જેથી આંહી અક્ષરધામ જેવા સુખમાં છીએ કોઈ બીક નથી, ભગવાન જયાં જન્મ લીયે છે ત્યાં તેનો ભેળા ભકતો હોય જ છે, તેમના દિવ્ય કુટુમ્બમાં શી ખામી હોય, ભગવાનને રાજી કરવામાં પુણ્ય આવી જાય છે, અમોને પ્રગટ પુરૂષોતમ ભગવાન તથા તેમના એકાન્તિક ભકતોની ઓળખાણ થઈ પ્રાપ્તિ થઈ સેવા મળી જેથી અમારૂં કલ્યાણ થઈ ચુકયુ છે, જલા બાપાએ ભગવાનને રાજી કર્યા સર્વસ્વ અર્પણ કર્યુ, અને જલા સો અલ્લા થયા એવા એવા ભકતોને ભગવાન મળે છે, અહી મમતાવાળાને નથી મળતા, ભગવાનની સેવા મળે અને ન કરે ભૂલે તે બધુંય ભૂલ્યા કહેવાય, અમો બન્નેએ ભગવાન અને માવતરો મુકતોને સેવીને રાજી કર્યા છે તેનું ફળ મહાસુખીયા છીએ, તમોએ આશીર્વાદ આપ્યા હતા જે પ્રાગજી તમો બન્ને મુકતો જેવા રહેશો અને એકભાવે સેવક થશો એવા સેવક છીએ. દયા રાખજો, અપનાવજો, દર્શન દેજો ખબર કાઢવા આવજો. રણછોડ મનાણીના જય સ્વામિનારાયણ વાંચજો. એજ.

જયંતિલાલ વશરામ, દુબઈ (તા.૧પ-૮-૮૧)

પ્રગટ મહાપ્રભુજીને નમો નમઃ સેવક જયંતિલાલ વશરામના જય સ્વામિનારાયણ વાંચજો, પ્રભુજી ! આજ રોજ તબીયત ઢીલી હોવાથી સાઈડ ઉપર ગયો નહિ, ઘરે સૂતો હતો, ત્યારે દિવસના ચાર વાગ્યે આપે દિવ્યમૂર્તિએ દર્શન આપ્યા, જૂનાગઢ મંદિરમાં આપના રૂમમાં તમોએ મને ચાર લાડુ પ્રસાદી ખવડાવી પછી આશીર્વાદ આપ્યા અને ઈરાકના પ્લેનમાં બેસારીને મોકલી દીધો, ઈરાક આવ્યા પછી જાગ્યો, મને પરચો થયો હું સાજો હતો, આપે દયા કરી, વાંચી પ્રસાદી પત્ર લખજો, દર્શન આપતા રહેજો. એજ.

સેવક વ્રજલાલ, આબુધાબી, દુબઈ (તા.ર૦-૮-૮૧)

સર્વના નિયન્તા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વના તારણહાર સર્વેના બેલી પૂર્ણ પુરૂષોતમ પ્રગટ ભગવાન પરબ્રહ્મ પતિતપાવન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ચરણોમાં આબુધાબીથી આપના ચરણોનો ઉપાસક વ્રજલાલ સેવકના કોટિ કોટિ દંડવત વાંચજો, હે શ્રીહરિ પ્રાણનાથ સ્વામિ આપના આશીર્વાદ વડે સુખે કમાઉ છું, સાજા નરવા રહેવાય છે, અહીં શુક્રવારે શ્રીહરિશરણાગતિ મંડળ બધા ભેગા થઈને પ્રગટના કીર્તન ધુન્ય ભજન કરીએ છીએ.

મહારાજ આજ સવારના ચાર વાગ્યે અમો જામવંથલી ફુલવાડીમાં ફરવા દર્શન કરવા ગયા, ત્યાં ઉત્સાહથી ડેરાનું કામ કરી રહયા હતા, ઘણા હરિભકતો હતા, તમો મહારાજ મન્દિરની આસપાસ ચકકર લગાવી રહયા હતા, બધા હરિભકતો ખૂબ સેવા આપતા હતા આપ આશીર્વાદો આપતા હતા. ફુલવાડીમાં આપની પૂજા અબીલ ગુલાલ વડે કરી અને ફુલાવાડીમાં બધેય ચારેકોર અબીલ ગુલાલ દેખાતો હતો એવા ફુલહારે શણગારેલા ભગવાન આપ હતા, પછી શણગારેલા મોટા ફુલેકામાં આપ બિરાજમાન થયા, હજારો ભાઈ બાઈઓ કીર્તન ગાતા ધુન્ય કરતા વાજા વગાડતા તાળીઓ પાડતા આપની પાછળ જયકાર બોલતા ગામમાં બધે ફર્યા હતા, આવા દર્શન થયા, પછી જાગ્યા ત્યાં આબુધાબીમાં હતા. એવા દર્શન જરૂર આપજો, સેવા મોકલાવશુ, સેવક વ્રજલાલ જાવીયાના જય સ્વામિનારાયણ વાંચજો.

શાન્તિલાલ કેશવજી બગીચા, દુબઈ (તા.ર૮-૧-૮ર)

સેવક દાસ શાન્તિલાલ કેશવજી બગીચાવાળા વિગેરેના જય સ્વામિનારાયણ. પ્રાણપતિ ભગવાન આ વર્ષે આપના દર્શન કરવા આવવુ છે અને રામજી જેઠા ભગવાનને પ્રગટ મૂર્તિ દૂધ રોટલી જમતા એવા આપના દર્શન થયા તે સ્વરૂપે સાંભળીને નિરખીને આનન્દ આનન્દ થઈ રહયો છે. હે નાથ સેવા ભક્તિ આપજો ચરણમાં રાખજો, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જય થશે, મહારાજ ભકતોના મનોરથ પુરા કરજો. સેવક શાન્તિલાલ તથા વિપ્ર ગોવિંદજી તથા કાન્તિલાલ ડાયાભાઈ તથા શાન્તિલાલ હીરજી બધાના જ દંડવત સાથે જય સ્વામિનારાયણ વાંચજો.

જામવંથળી ફુલવાડી પરમધામ મંદિર, તા.રર-૪-૧૯૮રપ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને નમો નમઃ

ગુરૂપૂર્ણિમાના દિવસે ભકતોએ કરેલ ગુરૂપુજનની યાદી

છગનલાલ પ્રેમજી કાચા

પંકજ રામજી

હંસાબેન છગનલાલ

ઋષિરાજ રામજી

ચમેલી છગનલાલ

વિજય રામજી

બકુલા છગનલાલ

મંજૂલાબેન નાનજી

ગીતા છગનલાલ

વર્ષા નાનજી

અરૂણા છગનલાલ

હિતેશ નાનજી

કેશવજી ડાયાભાઈ મકવાણા

દિલીપ રામજી

ઉજીબેન કેશવજી મકવાણા

શાંતાબેન દામજી કાચા

જયાબેન કેશવજી મકવાણા

અંજના દામજી

નર્મદા કેશવજી મકવાણા

કિર્તી દામજી

ભાનુ કેશવજી મકવાણા

અનસૂયા દામજી

જાદવજી કેશવજી મકવાણા

જશુબેન દામજી

ઈશ્વર કેશવજી મકવાણા

ગીરધરલાલ નરશી

નર્મદા હિરાભાઈ મકવાણા

અમૃતબેન ભરત પોરિયા

હરસુખ રામજી મકવાણા

જસવંતી રતિલાલ

પાનીબેન રાઘવ પોરિયા

શાંતાબેન મુળજી

વનિતા લાધા કાચા

મનસુખ મુળજી

હેમલતા રાઘવ પોરિયા

ધીરજલાલ લાલજી

કસ્તુરબેન ભગવાનજી

જયસુખ રણછોડ

નલિના ભગવાનજી

દિનેશ કરશન

હરિકૃષ્ણ ભગવાનજી

વેલજી મનજી

જયાબેન જયંતિલાલ

જયાબેન વેલજી

હંસાબેન જીવરાજ

અમૃતેબન ડાયા મકવાણા

કંચનબેન અમરસી

હિરજી પેથાભાઈ

કાંતાબેન લક્ષ્મણ મકવાણા

હરિલાલ મોહન સાપરિયા

રતિલાલ ઓધવજી

હેમીબેન કરશન મનાણી

ધનજી ઓધવજી

મુકતાબેન રણછોડ કાચા

પ્રભાબેન તુલસી

વનિતા નાનાલાલ

પુરીબેન ઓધવજી

ગોદાવરી ભગવાનજી

મણીબેન હિરજી કાચા

ગંગાબેન કુરજી સોલંકી

મંજુલાબેન શામજી

કરશન માવજી લુહાર

ગૌરીબેન હિરજી

સુંદરબેન મોહનભાઈ

ભાનુબેન હિરજી

દયાબેન મોહન ખેલિયા

મુકતાબેન નરસી

હેમીબેન રામજી કાચા

પાનીબેન રામજી

ડાઈબેન નાનજી

પ્રભાબેન રામજી

કાંતિલાલ નાનજી

પુષ્પાબેન રામજી

કરશનભાઈ માવજીભાઈ

વેલીમા

હીરજીભાઈ પેથાભાઈ

મણીબેન વેલજી ખોલિયા

કેશવજી ભગત

સવિતા ધીરજલાલ કાચા

ચકુબાપા

ભાનુબેન વેલજી

છગનલાલ ભગત

રાજેશ તુલશી

રાઘવભાઈ

જયંતીલાલ રામજી

વેલજીભાઈ પટેલ

દામજી પ્રેમજી

શિક્ષક દામજીભાઈ

એ આદી સર્વના જય સ્વામિનારાયણ વાંચશો. શ્રીહરિશરણાગતિ મંડળ રજીસ્ટર્ડ થઈ ગયું છે, તેનો રજીસ્ટર્ડ નં. એ. ૧ર૭૯ જામનગર તા. રર-૪-૮ર છે. બગક નંબર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એકાઉન્ટ નંબર ૭-૧પ૩૦ શ્રીહરિશરણાગતિ મંડળ જામવણથલી (ખાતુ – કરશનભાઈ માવધજીભાઈ, હરીજી પેથાભાઈ, કેશવજી હરીભાઈ) નામ જોઈન્ટ ખોલાવેલ છે, ગમે તે બેની સહીથી નાણા ઉપાડી શકાય, ઉપર મુજબના પત્રોથી પરદેશમાં તમામને લખી ખબર આપ્યા છે, એજ.