પરચા ૭૮

અનાદિ મુક્તરાજ નાનજીભગત લખમણભગત મકવાણા

જામવંથલી, હાલ- રાજકોટ

જામવંથલીમાં મારી ઉંમર નાની ત્યારે મારા નાના રાજાબાપા ભેગો જામનગર સ્વામિનારાયણ મંદિરે ચાલીને જતા ને ત્યાં નાના આરતી વગાડતા અને હું ઝાલર વગાડતો અને મહારાજ બિરાજતા ત્યાં જઈ મહારાજના ચરણ દાબતા ત્યારે મારી ઉંમર આઠ વરસની. મને કંઠી બાંધી હતી અને મહારાજે પૂજા આપી હતી. મહારાજ વંથલી આવ્યા ત્યારે જે ફુલવાડીમાં પ્રસાદીના રૂમ છે એના પાયા અમે ગાળ્યા હતા. ચૂનો પીસતા કૂઈમાંથી ગાર કાઢ્યો પણ હતો. આમ મહારાજની આજ્ઞા પાળી સેવા કરતા.

મને મહારાજ પોતાના ચરણોમાં રહેલા ચિન્હોના દર્શન કરાવતા પણ મને બહુંુ ખબર ન પડતી. વંથલીમાં અમે મોટા મંદિરે આરતીમાં જતા ત્યારે શાસ્ત્રીજી મહારાજની જય બોલાવતા ત્યારે જય બોલવામાં ડખો ચાલતો પણ પૂંજાબાપા રામપરિયાએ ઊભા થઈ કહ્યું કે જય તો બોલાવશું. તમારાથી થાય તે કરી લ્યો. પૂંજાબાપા કહે, કાશીમાં આજની તારીખે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીની જય બોલાવય છે તો અહીં કેમ નહીં. જય તો બોલશું. મહારાજ વંથલીથી જૂનાગઢ ગયા તો અમે જૂનાગઢ દર્શન કરવા જતા ત્યાં હથેળીમાં ચિન્હના દર્શન કરાવ્યા. આંગળી અડાડી ઊર્ધ્વરેખા બતાવતા.

એક વખત મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજને કહ્યું, મહારાજ મેં પાસપોર્ટ બનાવવા આપ્યો છે. મને દુબઈ મોકલી દોને. મહારાજ કહે, પાસપોર્ટ આવે એટલે એક મહીનામાં જાવાનું થશે પછી મારો પાસપોર્ટ તરત આવ્યો ને સાત દિવસમાં જાવાનું થઈ ગયું અને કંપની પણ સારી મળી. દુબઈમાં ભક્તો સાથે મળી ખૂબ કથાવાર્તા અને સેવા-ભક્તિનો લાભ લીધો. મહારાજની આજ્ઞા પ્રમાણે કુંકાવાવ, જૂનાગઢ અને ફુલવાડી મંદિર માટે ખૂબ સેવા કરી પ્રગટ ભગવાનને વિશેષ રાજી કર્યાં છે.

અમે વંથલીથી જૂનાગઢ જતા ત્યારે બધાં ભક્તો એક એક લોટી દૂધ ભેગું કરીને લઈ જતાને મહારાજને દેતા. તો મહારાજ દૂધપાક બનાવી ભક્તોને જમાડીને રાજી કરતા. એકવાર હું જૂનાગઢ ગયોને મહારાજ કહે, મને મચ્છર બહુંુ કનડે છે, મેં કહ્યું અહીંં ક્યાં મચ્છર છે ? મહારાજ કહે, અહીંયા નહીં કુંકાવાવમાં પાદરે મારી મૂર્તિ પધરાવી છે ત્યાં. મેં કહ્યું, મહારાજ કહો તો હમણાં જ કુંકાવાવ જાઉં અને સ્મૃતિમંદિરે સારો પંખો ફીટ કરતો

આવું. હેમંતભગત કહે, બસ તો ઉપડી ગઈ. મહારાજ કહે, ઉભી છે. હું ગયો બસમાં બેઠો પછી તે ઉપડી.

કુંકાવાવ ગયો અને લાઈટવાળાને કહ્યું, પાદર મંદિરમાં પંખો ફીટ કરવો છે. પછી એક પંખો લીધો અને એક બોર્ડ મોટું કરાવી પંખો ફીટ કરાવ્યો પછી મહારાજના કહ્યા પ્રમાણે રાજકોટ જતો નહીં સીધો અહીં જૂનાગઢ આવજે, એટલે હું સીધો જૂનાગઢ ગયો. મહારાજને દંડવત્ કરી બાજુમાં બેઠો. એટલે મહારાજ ઊભા થઈ હેતથી ખૂબ ભેટ્યા અને અતિ રાજી થઈ મને કહ્યું કે, નાનજી તું મારો એકાંતિક, આજ્ઞાંકિત અને શુરવીર અનાદિ મુક્ત છો. પછી મહારાજે મને એક થેલી આપીને કહ્યું, જો આમાં મારી પ્રસાદીની વસ્તુઓ છે. તું કુંકાવાવથી નીકળ્યો ત્યારથી મેં આ રૂપિયાનો સિક્કો કપાળે ચોંટાડી રાખ્યો હતો. તે તને આપું છું અને મારી જૂનામાં જૂની મોજડી તેમજ હું ચાલીસ વરસથી પૂજા રાખતો હતો તે પૂજાની થેલી અને મારો મહાપ્રસાદીનો દાંત તને આપું છું આ દાંત જેની પાસે હશે એ ધનાઢ્ય થશે. આમ મહારાજે મારી ઉપર બહુંુ રાજી થઈ અને બીજી અન્ય પ્રસાદીની વસ્તુઓમાં ગંજી, ધોતિયા, દાતણ, નખ, કેશ વગેરે આપી મારી પર ખૂબ જ રાજી થયા.

એકવાર મારું એક્તિસડન્ટ થયું એટલે હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું હતું ત્યારે મહારાજે દર્શન દઈને કહ્યું તું જરાય મૂંઝાતો નહીં હું તારા ભેગો છું. આમ મહારાજે મારી અનેકવાર ખૂબ રક્ષા કરી છે અને મહારાજની કૃપાથી ખૂબ જ સેવાભક્તિનો મને તથા મારા પરિવારને લાભ મળ્યો છે. તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ.