અનાદિ મુક્તરાજ ટપુલાલભગત કાનજીભગત રાઠોડ
ચાવડા, હાલ- રાજકોટ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જામવંથલી, ચાવડા આદિક આજુબાજુના ગામોમાં પધરામણીએ પધારતા ત્યારે નિજ ભક્તોને દર્શનસુખ શરણાગતિ અને આનંદ આપતા હતા. કાનજીબાપા, બા તથા ઘરના બધા જ ભાઈઓ હંસરાજભગત, ટપુલાલભગત બધા જ પરિવારના છોકરા-છોકરીઓ સમગ્ર પરિવાર મહારાજના મંત્ર, દીક્ષા, શરણાગતિ લઈને ભગવાનના પરમ ભક્ત થયા છે. ટપુલાલભગતના સાસરીયા ડાયાબાપા મકવાણા પ્રગટ ભગવાનને ગુરુ સ્વરૂપે ભગવાન માનતા. તેમની ભક્તિ, સેવા, દર્શન કરતા. જ્યારે જ્યારે મહારાજ વંથલી, ચાવડા પધારતા ત્યારે ડાયાબાપા, કાનજીબાપા મહારાજના દર્શને આવતા. પધરામણીએ ભેગા જતા. કાનજીબાપા ધામમાં ગયા ત્યારે માણકી ઘોડી ઉપર બેસી મહારાજ કાનજીબાપાને દર્શન આપી ધામમાં લઈ ગયા હતા. ટપુલાલ ભગતનાં ધર્મપત્ની વેલીબેન તથા પુત્ર રામલાલ, પુત્રીઓ પણ પ્રગટને વરીને પ્રગટનું ભજન કરતા. મહારાજે તેમને લાલજી મહારાજની મુર્તિ આપીને કહ્યું હતું કે, તમને આ લાલજીમાંથી દર્શન થશે માટે ભગવાનને જમાડજો, રમાડજો અને સેવજો.ટપુલાલ ભગત બહુ જ જ્ઞાની, શાસ્ત્રના જાણકાર હતા. માટે તેમણે ચિન્હ, ચરિત્ર, ચેષ્ટાઓ વડે મહારાજને જાણી ઓળખી લીધા હતા.
મહારાજનું જૂનું બાલમુકુંદ ભવન જ્યારે જીર્ણાવસ્થાએ હતું ત્યારે ટપુલાલ દર્શને આવી સેવા કરતાં કરતાં મહારાજને કહે, મહારાજ આજ્ઞા કરો તો અમે આ બાલમુકુંદ ભવનને નવું જ બનાવી દઈએ. ભલે અમારા ઘરવાળાના ઘરેણાં વગચીને પણ મહારાજ તમારી સેવા કરશું. મહારાજ કહે, ટપુલાલ એવું કરવાની કાંઈ જ જરૂર નથી. તું જો આ મકાનની ચારે દિવાલોમાં જે ઇટો છે તે સોનાની છે. એમાંથી જ બધું થઈ રહેશે. અમે અમારા ભક્તનું વહગચવા દે તે આ ભગવાન નથી. અમારી બુદ્ધિ પાકી છે. એમ કહીને નાનપણની વાત ટપુલાલને કરી કે, અમે જ્યારે નાના હતા ત્યારે કંભરામાતા ગાય દોહવા બેસે ત્યારે સવારના પહોરે જ અમે તાંસળી લઈને માતાજી પાસે ઊભા રહેતા. માતાજી અમને સેરકઢું દૂધ તાંસળી ભરીને આપતા અને અમે પી જતા. એથી આ અમારી બુદ્ધિ પાકી છે. એમ વાતો કરીને ટપુલાલ ભગતને રાજી કર્યાં. ધન્ય છે ટપુલાલભગતની દિવ્ય સમજણને કે મહારાજને માટે કુરબાન થઈ ગયા છે.
ચાવડામાં મહારાજ પધારતા ત્યારે પોતે સરસ મજાનું ગાડું રથ જેવું શણગારીને મહારાજને ઘણીવાર વંથલી તેડવા જતા અને ભગવાનમાં જ ચિત્ત, હૃદય, મન, ઈન્દ્રિય, પ્રાણ સર્વે ભગવાનમાં જ લીન રહેતા. ખેતીકામ કરતા પણ ભગવાનપણાંની સમજણમાં કોઈ કસર ન હતી. ફુલવાડી, ચાવડા, લાખેણીના દરબારના ગામડાંઓમાં જઈને મહારાજની પધરામણીઓ કરાવતા. પોતે ભજન કરતા અને અન્યોને પણ મહારાજ પાસે લઈ જઈને શરણાગતિ-મંત્ર, દિક્ષાઓ અપાવતા.ચાવડાના ચોકમાં પ્રગટ ભગવાન એક પગે ઊભા રહીને બોલ્યા છે કે, આજે ચાવડામાં બધાના ઘેર પધરામણી કરીને આનંદ આપવો છે. હરિજનોના ઘેર સુદ્ધાં પધરામણીઓ કરવી છે. એમ કહીને પ્રગટ પ્રભુજી હરિજનવાસ તરફ સામું જોઈ રહ્યા છે. હરિજન ભક્તો બે હાથ જોડીને કહે, મહારાજ અમારી તરફ દૃષ્ટિ રાખો અને દયાભાવ રાખો તેય ઘણું જ છે. તમારા કરીને અમને માનજો. મહારાજે દરબારોના ઘેર ઘેર જઈને પધરામણીઓ કરી છે. ટપુલાલ, હંસરાજભગત, દેવજીભગત, કેશુબાપા રાઠોડ, આદિ ઘણાં બચુભગત આદિ વંથલીના ભક્તો પણ સાથે જ રહ્યા છે.
ટપુલાલ ભગત ખેતીકામ મૂકીને મુંબઈ-પૂના કડિયાકામે જતા. મહારાજની આજ્ઞા લઈને પ્રથમ વિદેશ ગયા છે. દુબઈમાં તેમના પ્રમુખપણાં હેઠળ ઘણાં સમૈયાઓ, ઉત્સવો, સભાઓ થઈ છે. પ્રગટનો જયજયકાર કરાવ્યો છે અને ફુલવાડીની સેવા કરશો તો પ્રગટ ભગવાન ખૂબ રાજી રાજી થશે. એ રીતે પ્રગટ પ્રભુજીના રાજીપાની વાતને જીવનભર જીવનમંત્ર સમાન ગણીને ફુલવાડીની સેવા માટે દ્રવ્યસેવા, અંગસેવા કરી છે અને કરાવવી પણ છે. આ રીતે તેમની આગેવાનીમાં ફુલવાડી મંદિર તૈયાર થયો છે. દુબઈમાં પ્રગટ ભગવાને ટપુલાલ ભગતનું એપેન્ડિકસનું દરદ ગુલાબ પાંખડી ખાજો' એમ આજ્ઞા કરીને વગર ઓપરેશને દરદ મટાડી દીધું છે. દુબઈમાં સૌ ભક્તો ભેગા મળીને જન્મજયંતીઓ, ઉત્સવો, આરતી ચડાવાઓ ઉજવીને પ્રગટને રાજી કર્યા છે.
ઘર પરિવાર પણ ખૂબ જ દિવ્ય-સેવા-ભજન કરનારા ભક્તો છે. ટપુલાલભગત શ્રીહરિ શરણાગતી મંડળના એક અગ્રેસર મહારાજને રાજી કરવાવાળા, ફુલવાડી માટે જીવન અર્પણ કરનારા આવા ભક્ત પ્રગટનું ભજન કરીને ડંડો વગાડતાં વગાડતાં છેલ્લી અવસ્થાએ ફુલવાડીએ પ્રત્યક્ષ ભગવાનના ભક્તોને જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ કહીને પરમધામમાં ગયા છે. ટપુલાલભગતના દીકરા રામજીભગત પણ મહારાજના પરમ ભક્ત છે.