અનાદિ મુક્તરાજ શાંતિભગત પરષોત્તમભગત રાઠોડ
જીરાગઢ
શાંતિભગત નાના હતા ત્યારે એમને અચાનક લોહીના ઝાડા થઈ ગયા હતા એટલે શાંતિભગતે થયું કે, હવે મારો દેહ પડી જશે. હું જીવી નહીં શકું. પછી શાંતિભગતના પિતાજી તેમને જૂનાગઢ લઈ ગયા ત્યાં બાલમુકુંદ ભવનમાં જતા જ મહારાજે કહ્યું કે, ‘‘આવો ! આવો ! તમારો દિકરો બીમાર પડ્યો એટલે આવ્યા છો ને ?'' પછી મહારાજે અંગુઠો બોળીને પ્રસાદીનું પાણી આપ્યું અને શ્રીજીરક્ષા આપી કહ્યું કે, આ ગળામાં પહેરાવજો એટલે રક્ષા થશે. પછી કહ્યું કે, બજારમાંથી સિમલાના સફરજન લેતા જાજો એને ભાવે એટલા ખવડાવજો.'' આ રીતે મહારાજે આશિર્વાદ આપ્યા તેથી શાંતિભગતને બીજે દિવસે સારું થઈ ગયું.
આ રીતે મહારાજે શાંતિભગતની રક્ષા કરી. ત્યારે તેમની ઉંમર ૧૩ વર્ષની હતી. પછી સમય જતાં શાંતિભગતની શ્રીજીરક્ષા ખોવાઈ ગઈ હતી ત્યારે તેમણે મહારાજને કહ્યું કે, ‘‘મહારાજ મારી શ્રીજીરક્ષા ખોવાઈ ગઈ છે.'' તો મહારાજે કહ્યું કે, ભગત હવે તમારે કાંઈ શ્રીજીરક્ષાની જરૂર નથી. હવે તમને આ પ્રગટ ભગવાન મળ્યા એટલે તમારા માટે અધૂરું કાંઈ નથી.
એકવાર શાંતિભગતના પિતાએ પિતૃદોષનો દીવો કર્યો પછી પિતૃએ કહ્યું, હતું કે, ‘‘તમારે મારો ઉદ્ધાર કરવો હોય તો જૂનાગઢ જાવ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પાસે.'' પછી શાંતિભગતના પિતાજી જૂનાગઢ મહારાજ પાસે ગયા અને મહારાજને બધી વાત કરી એટલે પછી મહારાજે જે પ્રમાણે પિતૃકાર્ય કરવાનું કહ્યું, તે પ્રમાણે કર્યું પછી પિતૃનો મોક્ષ થયો.