પરચા ૪૪

અનાદિ મુક્તરાજ કાનજીભગત મુળજીભગત સોજિત્રા

મોટી કુંકાવાવ

પ્રગટ ભગવાનનાં કુમકુમવાપી તીર્થમાં રહેનારા તીર્થવાસી કાનજીભગતને શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોમાં ખૂબ જ આદરપૂર્વક સ્નેહથી કાનજીબાપા નામે ઓળખાય છે.

ઇ.સ. ૧૯૭૪માં તીર્થધામ કંુકાવાવને આંગણે મહારાજની આજ્ઞા શીરે ચઢાવી ભગવાનજી ભગત સ્મૃતિમંદિર બનાવવા માટે ગયા છે. ભગવાનજી ભગત મંદિર બનાવે છે. કુંકાવાવ ગામના માણસો જુએ, પૂછે પણ મહારાજની આજ્ઞાથી શું થાય છે કોનું મંદિર થાય છે તે જાણ્યા થકી અજાણ રહીને તૈયાર થયા પછી ખબર પડશે. એમ કરતાં ભગવાનજી ભગત મંદિર બનાવે છે. ત્યારે કાનજીબાપા દરરોજ ભગવાનજી ભગત પાસે આવે બેસે વાતો કરે આમ સત્સંગ ચર્ચા થાય. કાનજીબાપાને આનંદ સાથે પ્રેમ ભાવના ભગત પ્રત્યે વધે છે. પછી આપણાં ગામના સ્વામી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મૂર્તિની હકીકત જાણી રાજી થાય છે અને પોતે પણ ચણતર કામ આવડે છે તેથી ચણતર કરતા પથ્થર વાગવાથી હાથનો અંગૂઠો પાકી ગયો છે. ભગવાનજી ભગતને વાત કરી. ભગત કહે, તમે મહારાજની માનતા માનો કે અંગુઠો મટી જાય તો તમારા દર્શને જૂનાગઢ આવીશ. કાનજીબાપાએ માનતા કરી કે, હે મહારાજ જો અંગુઠો મટી જાય તો તમારા દર્શને જુનાગઢ આવીશું. માનતાથી અંગુઠો મટી ગયો છે. તેથી ભગવાનજી ભગત કહે, હાલો હવે જૂનાગઢ મહારાજના દર્શન કરવા.

આમ ભગવાનજી ભગતના યોગ સમાગમે કરીને કાનજીબાપાને મહારાજની ઓળખાણ અને પ્રેમભક્તિ ભાવના થઈ છે. ભગવાનજી ભગત ભેળા કાનજીબાપા જુનાગઢ દર્શને આવ્યા છે. મહારાજને દંડવત કરતાં હતા ત્યાં મહારાજ તેમના પરિવાર વિશે પૂછે છે. કાનજીબાપા કુંકાવાવના પોતાના પરિવારની વાત કરે છે ત્યારે મહારાજે કહ્યું કે, તમે મુળજીબાપા જે ગામના બગીચાની દેખરેખ રાખે છે અને ફુલછોડને પાણી પાઈ બગીચાની માળીની જેમ રખેવાળી કરે છે તે મુળજીબાપાના તમે દીકરા ને. આમ અંતર્યામી પ્રભુ બધું જ જાણતા થકા પણ કાનજીબાપાને પુછીને રાજી કર્યાં છે. પછી મહારાજના દર્શનપ્રેમ સેવા ભક્તિથી અતિ આંનદિત થયા છે. મહારાજે તેમને ત્યારે જ મંત્ર, દિક્ષા શરણાગતિ આપી છે. કુંકાવાવ તીર્થના મોટા ભક્તોમાં આગેવાન સ્વરૂપે કાનજીબાપા, ગોબરભગત,

જયંતિભગત, રાઘવભગત, મધુભગત આદિ આદિ રહ્યા છે. સર્વેને મંત્ર, દિક્ષા, શરણાગતિ આપીને નિજ સેવક સ્વરૂપે ભેળા રાખ્યા છે.

પછી તો જામવંથલીના ભક્તોએ મંદિર તૈયાર થયા પછી કુંકાવાવ ધામે પ્રગટ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમે ઉજવ્યો છે. કુંકાવાવનાં ભક્તોએ પણ ભેળા ભળીને પ્રગટ ભગવાનનો ખૂબ રાજીપો મેળવેલ છે. પછી તો કાનજીબાપા સહપરિવાર સાથે મહારાજની શરણાગતિ પામીને અખંડ ભજન-ભક્તિ કરે છે. કાનજીબાપાને વિદેશ જવાના આશીર્વાદ આપીને દુબઈ મોકલ્યા છે. દુબઈમાં કાનજીબાપાને સરકારી નોકરી પાકી મળી છે. ભક્તો દુબઈમાં ઘણી જ સંખ્યામાં સમુદાયમાં છે. મહારાજની પાકી નિષ્ઠા, સર્વોપરી ઉપાસના અને પ્રગટ ભક્તિ વડે ભગવાનને રાજી કરનાર કાનજીબાપા, દુબઈના ભક્તોને વડીલ સંતો સમાન માની તે ભક્તો પ્રત્યે પ્રેમ વરસાવતા. કથા-વાર્તા ઉપદેશ કરતાં. ભગવાનની અનુવૃત્તિવાળી સેવાનું લક્ષ્ય જણાવતા.

કાનજીબાપા કહેતા કે, પ્રગટ ભગવાનને તકે રાજી કરી લેવા તે જીવ અભ્યુદયને પામે. પ્રગટ શ્રીહરિનો 'રાજીપો' ફુલવાડી મંદિર કરો. પ્રગટ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરો. આ બધું શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ ભગવાનની આજ્ઞાઓ શીરે ધરી છે. દુબઈમાં લાખો રૂપિયાની સેવાઓ કરી છે. દુબઈમાં એકવાર કાનજીબાપા જહાજમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જહાજ એકબાજુથી નમ્યું અને કાનજીભગત નીચે દરિયામાં પડી ગયા અને તરત જ હૃદયથી તેમણે મહારાજને રક્ષા માટે યાદ કર્યાં તો પ્રગટ ભગવાન દિવ્ય સ્વરૂપે આવી તેમનો એક હાથ પકડી ખગચી અને ફરી જહાજમાં મૂકી દીધા આમ તેમને નવું જીવન આપ્યું. કાનજીભગતના આ પરચાથી અનેક ભક્તોને મહારાજમાં વિશેષ શ્રદ્ધા ઉદય પામી.

પ્રગટ શ્રીહરિનું ભજન કરનારા લોમસઋષી અશ્વપટ સરોવરે ઝુંપડી બાંધી નિરંતર ધ્યાનમાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરે છે અને દિવ્યરૂપે ઘણાં જીવાત્માઓને ભજન કરાવે છે. આ બધી હકિકતો જણાવતા મહારાજે કહ્યું કે, કુંકાવાવમાં પ્રગટ ભગવાનનું મંદિર કરવા માટે સૌ ભક્તો કટિબદ્ધ રહેજો. કુંકાવાવ મહાન તિર્થ બનશે. નવ નવ શિખરોવાળું અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું મંદિર થશે તેમાં એક શીખર લોમસઋષીનું તેમાં લોમસઋષીની મૂર્તિ પધરાવવી. આ બધી હકિકતો કાનજીબાપા જૂનાગઢ જાય દર્શન કરે, સેવા કરે ત્યારે મહારાજ રાજી થઈ કહેતા કે, તમે અત્યારે જે પૂજન કરો છો તે ધામને વિશે રહ્યા જે શ્રીહરિ

તેમનું પૂજન કરો છો. આ બધી ભગવાનની હકિકત જાણી કાનજીબાપા કુંકાવાવ પાદર મંદિરે જીર્ણોદ્ધાર તેમજ બ્રહ્મપેલેસમાં સેવા-આરતી, પૂજન, પુજારી તરીકે સેવા આપવાની સાથે યથાશક્તિ દ્રવ્ય સેવાઓ પણ કરી છે. તેમજ ફુલવાડીની પણ સેવાઓ કરીને પ્રગટ ભગવાનને રાજી કરતા થકા તેમનો સમગ્ર પરિવાર અનાદિ શ્રીકૃષ્ણનારાયણના મુક્તો ભક્ત રહી ભજન ભક્તિ કરનારા છે. કાનજીબાપાએ વિદેશથી આવ્યા પછી જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ મહારાજની સેવા-ભક્તિ કરતાં કરતાં ભગવાનના પરમધામમાં ગયા છે. સાચું જીવન જીવ્યા છે.