પરચા ૧૦

અનાદિ મુક્તરાજ જાદવભગત કેશવજીભગત બગીચા

જામવંથલી, હાલ રાજકોટ

જામવંથલીની પવિત્ર ભૂમિ પર મહારાજની કૃપાથી અનાદિ મુક્તરાજ કેશલજીભગત બગીચાને ત્યાં જાદવજીભગતનો જન્મ થયો અને નાનપણમાં જ મહારાજે તેમને મંત્ર આપી કંઠી બાંધી હતી. નાનપણમાં જામવંથલીના ઘરના ફળિયામાં ખાટલા પર સૂતા હતા ત્યારે સવારે પ વાગ્યે ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની હાથમાં ચિન્હવાળી મૂર્તિના આકાશમાં પ્રત્યક્ષ દર્શન થયા હતા ત્યારે જાદવભગતની ઉંમર ૮ વર્ષની હતી.

એક વખત જાદવભગત બગીચાના બાએ તેમને કહ્યું કે, જાદવ અને ઈશ્વર તું નાના હતા ત્યારે ગોઠણિયાભેર ચાલતો હતો ત્યારે બગીચા વાડીએ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણે તમોને તેડ્યા હતા. તમારા ધન્ય ભાગ્ય થયા હતા.

એક વખત કેશુભગત બગીચા જાદવભગતને લઈ જૂનાગઢ દર્શને જતા હતા ત્યારે જાદવભગત નાના હતા ત્યારે જાદવભગતે કહ્યું હતું કે બાપુજી આ એક ચારઆની પૈસા ભગવાનને આપજો. ત્યારે મહારાજે ચારઆની કપાળ પર રાખી કહ્યું કે, આ ચારઆની ભગવાનને મળી ગઈ.

પરમધામ ફુલવાડી મંદિરમાં પાયાનું કામ ચાલતું હતું ત્યારે જાદવભગત બગીચા તેમજ ઈશ્વરભગત બગીચા, જયાબેન, નર્મદાબેન અને ભાનુબેન તેમજ જાદવભગતના બા ઉજીબેન અને બાપુજી કેશુભગત મંદિરના પાયામાં પથ્થર નાખવાની સેવા કરતા હતા. ત્યારે શેષનારાયણના દર્શન કર્યા હતા. તેમજ નદીમાંથી રેતી લાવી નાખતા હતા. ઈશ્વરભગત મંદિર માટે ખટારામાંથી પીઢ્યા, પાપડા ઉતારવાની સેવા બીજા ભક્તો સાથે મળી અવાર-નવાર કરતા હતા.

એક વખત બા-બાપુજી સાથે જાદવભગત, ઈશ્વરભગત, જયાબેન, નર્મદાબેન, ભાનુબેન મહારાજના દર્શને જૂનાગઢ ગયા હતા ત્યારે બાલમુકુંદ ભગવાનનાં ધામમાં ભગવાન બિરાજમાન હતા. બધા મહારાજને દંડવત્ત કરી પગે લાગ્યા. ત્યારે મહારાજ નીચે ગાદલા પર બિરાજમાન હતા. અમો પણ દર્શન કરી મહારાજની સેવા કરવા લાગ્યા. જાદવભગત, ઈશ્વરભગત મહારાજનાં હાથ દાબતા હતા. કેશુભગત મહારાજનાં ચરણ દાબતા હતા ને વંથલીના બે ભક્તો પણ સેવા કરતા હતા. ત્યારે મહારાજ અમોને પાંચ

યુગની વાત કરતા હતા. ચાર યુગના બધા ધર્મની ઘણી બધી વાતો કરી પછી મહારાજે અચાનક કડક થઈ જાદવભગત, ઈશ્વરભગતે ભગવા શર્ટ પહેરેલા હતા. તેથી મહારાજે બંને ભક્તોને એક એક હાથ બાથ ભરી કેશુભગતની સામે જોઈ કહ્યું, ભગત આ અમારો પાંચમાો યુગ છે પછી મહારાજ બીજીવાર પણ અમોને બંને ભાઈને જોરથી દબાવી પાછા બોલ્યા ભગત આ અમારો પાંચમો યુગ છે. આ વાત કરી મહારાજે આંખો બંધ કરી દીધી પછી મહારાજ થોડીવાર કાંઈ જ બોલ્યા નહીં.

એક વખત બગીચા કુટુંબ, કેશુભગત, ઉજીબા બગીચા, જાદવભગત, ઈશ્વરભગત, ભાભી લાભુબેન તેમજ જયાબેન, નર્મદાબેન, ભાનુબેન જૂનાગઢ મહારાજના દર્શને ગયા હતા. બાલમુકુંદ ભવનમાં મહારાજના દંડવત્ત કરી કેશુભગત, ઈશ્વરભગત, જાદવભગત મહારાજ પાસે બેઠા હતા. ત્યારે અમો સેવા કરતા હતા. વંથલી બગીચાની ઘણી વાતો કરી મહારાજે લાડવાનો ડબરો ખોલી બધાને એક એક લાડવો જમવા માટે આપ્યો હતો. પછી મહારાજ છેલ્લે એક લાડવો જાદવભગતને આપી બોલ્યા કે, આ તારા બા ઉતારે છે ત્યાં આપી આવ. જાદવભગત લાડવો લઈ બાને આપવા રૂમની બહાર થોડેક સુધી ગયા ત્યારે મહારાજે ફરી જાદવભગતને પાછા બોલાવ્યા. અહીં આવ, અહીં આવ જે લાડવો મહારાજે દેવા કહ્યું હતું તે લાડવો મહારાજે જાદવભગતના હાથમાંથી પાછો લીધો પછી તે લાડવો મહારાજે હાથમાં લઈ મુખારવિંદમાંથી લાંબી જીભ બહાર કાઢી લાડવાની ચારે બાજુ જીભ મહારાજે ફેરવી પછી પ્રસાદીનો કરી કહ્યું કે, હવે જા તારા બાને આપી આવ. પછી જાદવભગત લાડવો લઈ ઉજીબાને આપવા ગયા.

એકવાર કેશવજી ભગત બગીચા, જાદવભગત બગીચા, ઈશ્વરભગત બગીચા ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના દર્શને જૂનાગઢ બાલમુકુંદ ભવનમાં ગયા હતા. ત્યારે મહારાજ નીચે ગાદલા પર બેસી તકીયો રાખી માળા કરતા હતા. અમો જલ્દી દંડવત્ત કરી મહારાજની સેવા કરવા બેસી ગયા. મહારાજને ભાગવત્ ધર્મ પર વાત કરી હતી. વાત કરતાં કરતાં મહારાજ બોલ્યાં કે, કેશવજીભગત બગીચાનું કુટુંબ એ ભાગવત કુટુંબ છે. છગનભગત કાચાનું કુટુંબ એ ભાગવત કુટુંબ છે. ભગવાનજી રાજા જાવિયાનું કુટુંબ એ ભાગવત કુટુંબ છે. રામજી જેઠા મકવાણાનું કુટુંબ એ ભાગવત કુટુંબ છે. રતીલાલ હંસરાજ રાઠોડનું કુટુંબ એ ભાગવત કુટુંબ છે. આટલું કહી મહારાજે પાછી ભાગવત ધર્મની સમજણ આપી મહિમા કહ્યો.

એકવાર જાદવભગત બગીચા તેમજ ઈશ્વરભગત બગીચા મહારાજનાં દર્શન કરવા જૂનાગઢ ગયા ત્યારે ત્યારે અમે બંને ભાઈઓ મહારાજને દંડવત્ત પ્રણામ કરી પગ દાબતા હતા ત્યારે મહારાજે વંથલીને યાદ કર્યું હતું અને ડાયાબાપા તેમજ અમરમા, કેશુભગત, ઉજીબા, દેવરાજકાકા તથા પુષ્પાકાકી, નર્મદાકાકી, રામજીકાકા, મોટાભાઈ શાંતિલાલભગત, જાદવભગત, ઈશ્વરભગત, જયાબેન, નર્મદાબેન, ભાનુબેન ઘણા બધાં ભક્તો મહારાજે યાદ કરી ઘણી વાતો બગીચા વિષે કરી હતી કે, તે બગીચાના કૂવાના પાણીએ અમોએ ખૂબ જ સ્નાન કર્યું છે તે બગીચાવાડી ખૂબ જ પ્રસાદીની અમારી લીલા ભૂમિ છે.

એક વખત મોટાભાઈ (શાંતિલાલભગત બગીચા) દુબઈથી આવ્યા હતા ત્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા શાંતિલાલભગત, જાદવભગત, ઈશ્વરભગત, જયંતીભગત બગીચા, સુરેશભગત ટાંક, ઉજીબા, અમૃતમા, લાભુબેન, જયાબેન, નર્મદાબેન, ભાનુબેન અને છગનભગતનું કુટુંબ દર્શન કરવા ગયા હતા ત્યારે મહારાજનાં દર્શન કરી સેવા કરી હતી. મહારાજ સાંજે આરતીમાં ગયા ત્યારે અમો બધા પણ આરતીમાં ગયા હતા ત્યારે મહારાજના દર્શનનો લાભ લેવા ઉજીબા, અમૃતમા, લાભુબેન અને હંસાબેન બધા બેનો જૂનાગઢ મંદિરમાં ગયા હતા. ત્યાં હનુમાન-ગણપતિની મૂર્તિ પાસે લોખંડની જાળી છે ત્યાં બધા દર્શન માટે ઊભા હતા. મહારાજ આરતી પૂરી કરી બહાર પ્રદક્ષિણા કરવા આવ્યા ત્યારે મહારાજ હનુમાન-ગણપતિ પાસે આવ્યા ત્યારે આ બધા બેનો-ભક્તો ભાવપૂર્વક હાથ જોડી ખૂબ જ દર્શન કરતા હતા ત્યારે શાંતિલાલભગત બધા બેનોને દર્શન વધારે થાય અને મહારાજ થોડીવાર વધારે ઊભા રહે એટલે મોટાભાઈ (શાંતિભગત) મહારાજને દંડવત્ત કરવા લાગ્યા ત્યારે બધાએ મહારાજનાં ખુબ દર્શન કર્યા હતા. મહારાજે પણ બધા બેનોને ભક્તો પર સ્નેહભરી દૃષ્ટિભાવ કરી સુખ-આનંદ આપ્યા હતા. ત્યારે જાદવભગત બગીચા, નર્મદાબેન બગીચા આરતી પૂરી કરી બાલમુકુંદ ભવનમાં જતા હતા. ભવન પાસે મહારાજ પહાગચ્યા ત્યારે નર્મદાબેન દોડીને ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ચરણસ્પર્શ કર્યાં હતા. ત્યારે ત્યાં બીજા સંતો ઊભા હતા એટલે મહારાજ બોલ્યા કે, આઘા જાવ, આઘા જાવ, અમને સ્પર્શ ના કરો. આમ નર્મદાબેન બગીચા ભક્તે ચરણસ્પર્શ કરી પોતાને ધન્ય ભાગ્ય માન્યા હતા.

એક વખત કેશવજીભગત બગીચા, જાદવભગત બગીચા, ઈશ્વરભગત બગીચા મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા હતા. ત્યારે અમે બંને ભાઈઓ નાના હતા. બાલમુકુંદ

ભવનમાં મહારાજ બિરાજમાન હતા. દંડવત્ત કરી દર્શન કરી અમો ત્રણેય મહારાજ પાસે બેઠા હતા. જાદવ ભગતે કેશવજીભગતને કહ્યું, મારે ગિરનાર જોવો છે. મહારાજે જાદવને તેડી બે હાથ ઉંચા કરી રૂમની બારીમાંથી એ રહ્યો ગિરનાર. એમ કહી મહારાજે ગિરનાર બતાવ્યો. પછી ઈશ્વરભગતને મહારાજે તેડી બારીમાંથી ગિરનાર બતાવ્યો. આ રીતે મહારાજે તેડીને બંને ભાઈને ગિરનાર બતાવ્યો. ત્યારે મહારાજે જાદવભગતનાં કાનમાં જોરથી ફૂંક મારી હતી. જેથી જાદવભગતનો કાનનો દુઃખાવો તરત બંધ થઈ ગયો હતો. પછી મહારાજે ડબરામાંથી મેથીપાક કાઢી અમને ત્રણેયને એક એક ચોસલું આપી કહ્યું અહીંયા બેસીને ખાઈ જાઓ.

એકવાર મોટાભાઈ શાંતિલાલભગત જ્યારે દુબઈથી છૂટી પર આવ્યા હતા ત્યારે બગીચા કુટુંબ મહારાજના દર્શને જૂનાગઢ આવ્યા હતા. ત્યારે મહારાજને રહેવાનું ધામ બાલમુકુંદ ભવનનું કામ ચાલતું હતું. બધાએ મહારાજના દર્શન અને સેવાનો લાભ લીધો. મહારાજ અંદર ઉંડી શેરીના મકાનમાં બિરાજમાન હતા. દર્શન કરી પાછા આવતી વખતે મોટાભાઈએ અમને બંને ભાઈઓને કહ્યું કે, તમે બેઉ અહીં મહારાજનું ધામ બાલમુકુંદ ભવન બને છે તેમાં સેવામાં રોકાઈ જાવ. પછી અમે બંને ભાઈ સેવામાં દોઢ મહિનો રોકાયા હતા. ત્યારે સેવામાં ઘણા બધા ભક્તો હતા. રોજ સવારે સાંજ બધા ભગવાનની સેવા-આરતી, મોટો ગુલાબનો હાર પહેરાવવો, ભગવાને નવડાવવા તેમજ મહારાજની અમૃતવાણીનો લાભ બધા ભક્તોને ખુબ જ મળતો હતો. મહારાજ પણ ખૂબ ખૂબ રાજી થતા હતા. ત્યારે નારણભગત ચાવડાવાળા દરરોજ રાત્રો મહારાજની અમૃતવાણી નોટમાં લખતા હતા.

મહારાજ મંદિરમાં આરતી કરવા આવતા ત્યારે જાદવભગતના મનમાં એમ થયું કે, આરતીમાં મહારાજ ક્યા દરવાજાથી આવે છે એ જોવું છે. આરતી ચાલુ થઈ બધા સંતો આરતીમાં આવવા લાગ્યા. જાદવભગત ઘણી બધી વખત આમ તેમ મંદિરના દરવાજા તરફ જોતા હતા. આરતી ચાલુ હતી પણ આવતા દેખાયાં નહીં. ત્યાં તો મંદિરમાં જાદવભગત ઉભા હતા ત્યાં તેમની બાજુમાં જોયું તો ત્યાં તો મહારાજ ઊભા હતા. ત્યારે જાદવભગત મહારાજને ભાવથી પગે લાગ્યા, આરતી કરી મહારાજ સભા મંડપમાં બેસતા ત્યાં નાની ઉંમરના છોકરાઓ ભક્તો મહારાજના હાથ-પગ, માથું દાબી સેવા કરતા હતા. બાલમુકુંદ ભવનમાં કામકાજમાં ઘણાં બધાં ભક્તોને મહારાજે સેવાનો લાભ ખૂબ આપ્યો હતો. ભક્તો મહારાજની સેવા કરી પોત પોતાના ધન્ય ભાગ્ય માનતા હતા. ત્યાં સેવામાં હતા ત્યારે જાદવભગત, ઈશ્વરભગત બગીચા તથા એક બીજા ભગત હતા ત્યારે મહારાજના દર્શન

કરવા રૂમે ગયા ત્યારે દંડવત્ કરતાં કરતાં મહારાજનાં પગનો અંગૂઠો બંને ભાઈઓએ ચૂસ્યો હતો. પછી મહારાજે બેઠા થઈ ત્રણેય ભક્તોને પગના તળિયામાં ચિન્હો દેખાડવા લાગ્યા. પોતાના ધનુષ્ય, બાણ, માછલી, શંખ-ચક્ર જેવા ચિન્હો મહારાજે હથેળીમાં દર્શન કરાવ્યા હતા. ત્યાર બાદ મહારાજે ધોતિયું આઘું કરી સાથળમાં ખાપો અને લક્ષ્મીજીના દર્શન કરાવ્યા હતા. ત્યારે મહારાજે ભક્ત પર ખૂબ દયા કરી ચિન્હોના દર્શન કરાવી ખૂબ જ સુખી કર્યાં હતાં.

એક સમયે કેશુભગત ભગત બગીચા, જાદવભગત બગીચા, ઈશ્વરભગત બગીચા મહારાજનાં દર્શન કરવા જૂનાગઢ ગયા ત્યરે અંદર ઉંડી રૂમમાં મહારાજ બિરાજતા હતા. અમો દંડવત્ત કરી દર્શન કરી સેવા કરતા હતા ત્યારે કેશુભગત અને બંને ભાઈઓ ફુલવાડી મંદિર પાછળની કેશુભગતની વાડી જે અત્યારે કેશુભગતે મહારાજની આજ્ઞા પ્રમાણે ફુલવાડી મંદિરમાં અર્પણ કરેલ છે તે વાડીમાં પપૈયું ઝાડમાંથી એક વનપાક પપૈયું મોટું મહારાજને આપ્યું ત્યારે મહારાજે હેમંતભગત પાસેથી થાળી અને ચાકુ લાવવા કહ્યું ત્યારે ભગવાને સ્વયં પોતાના હાથેથી ચાકુ લઈ પપૈયુ આડું કાપ્યું. પછી મહારાજે છાલ ઉતારી ચિરીયા કરી જાદવભગત, ઈશ્વરભગત તેમજ કેશુભગતને જમવા માટે આપ્યાને બોલ્યા આ પપૈયું ખાવ. મહારાજે અમોને પપૈયું ખવડાવી અમોને ધન્ય કર્યાં હતાં.

એકવાર જાદવભગત બગીચા જ્યારે મુંબઈ હતા ત્યારે સાઉદીયા જવાનું થયું હતું. ત્યારે જાદવભગત મહારાજનાં દર્શન કરવા વંથલી આવ્યા હતા. વંથલીથી જાદવભગત અને જયંતીલાલ રામજી બગીચા બંને ભાઈઓ મહારાજનાં દર્શન કરવા જૂનાગઢ આવ્યા હતા. ત્યારે મહારાજ અંદર ઊંડી ઓરડીમાં બિરાજમાન હતા. ત્યારે બંને ભાઈ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણને દંડવત્ત કરી પગે લાગી ભગવાન પાસે બેઠા હતા અને સેવા કરતા હતા. પછી જાદવભગતે મહારાજને કહ્યું કે, મહારાજ સાઉદીયા જવાનું થયંું છે. થોડીવાર પછી જાદવભગતે જયંતીલાલ ભગતને કહ્યું કે, તમો થોડીવાર બહાર બેસો. પછી ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જાદવભગતને બંને હાથ વડે ખગચી જાદવભગત ખૂબ જ ભાવથી ભેટી પડ્યા. જાદવભગતને શરીરે કમકમાટી આવી. મહારાજનું સુખ સુખને સુખ શાંતિ ખૂબ જ આવવા લાગ્યું હતું ત્યારે મહારાજ અતિ રાજી જણાતા હતા. પછી મહારાજે પોતાની દિવ્ય સેવા તેમજ ચરણસેવા આપી હતી. ત્યારે જાદવભગતને સુખ અને આનંદનો પાર ન રહ્યો. પછી ભગવાને જયંતીભગતને અંદર બોલાવ્યા ત્યારે જાદવભગતને પ્રસાદીનું ગંજીયું આપ્યું

હતું. તેથીે જયંતીભગતને મનમાં એમ થયું કે, મહારાજ જાદવભગતને કંઈક આપવાનું હશે એટલે મને બહાર મોકલ્યો ત્યાં તો મહારાજ ઊભા થઈ જયંતીભગતને મહારાજે પોતે પહેરલું ગંજીયુ કાઢી મહારાજ બોલ્યા કે લે આ તું લઈ જા. એમ કહી મહારાજે બંને ભક્તોને પ્રસાદીના ગંજીયા ભાવથી આપ્યા હતા. અમે બંને ભક્તોએ ભગવાનને પૂછ્યું કે, મહારાજ આ પ્રસાદીના ગંજીયા અમે પહેરી નાખીએ કે સાચવીએ ? ત્યારે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલ્યા, જાવ હેતથી ગંજીયા આપ્યા છે, સાચવજો. ત્યારે અમો જવાના સમયે બંને ભક્તો મહારાજને ભેટી પડ્યા હતા. ભેટતા ભેટતા જાદવભગતે કહ્યું કે, મહારાજ મારે સાઉદીયા જવાનું છે તો હવે ક્યારે અમને ભેટવા મળશે ? ત્યારે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બોલ્યા કે, હવે હું દર્શન દેવા આવું ત્યારે ભેટી લેજે. પછી મહારાજ પાસેથી વિદાઈ લઈ જાદવભગત સાઉદીયા ગયા પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ૩-૪ મહિના પછી સ્વધામ પધાર્યા હતા. આવી રીતે મહારાજે ખૂબ જ દયા કરી. છેલ્લે બધી સેવાના લાભ આપ્યા હતા ત્યારે બંને ભક્તો ધન્ય ધન્ય થઈ ગયા હતા.

આમ મહારાજે બગીચા પરિવારને પોતાનું ભાગવત્ કુટુંબ જાણી ખૂબ રક્ષા કરી છે અને દર્શન સેવા ભક્તિનો પણ ખૂબ લાભ આપ્યો છે અને મહારાજના મંદિરોમાં કે મંડળમાં જ્યાં જેવી જરૂર સેવાની હોય ત્યાં યથાશક્તિ તન-મન-ધનથી સેવાનો લાભ લઈ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણને તેમજ તેમના મુક્ત ભક્તોને વિશેષ રાજી કરવાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરે છે.