પરચા ૧૩૮

અનાદિ મુક્તરાજ હરસુખભગત જેરામભગત મકવાણા

જામવંથલી, હાલ- પૂના

મારો જન્મ મહારાજની કૃપાથી જામવંથલી જેવા પવિત્ર તિર્થધામમાં થયો છે. તેમજ મને નાનપણમાં જામવંથલીમાં જ કંઠી બાંધી દિક્ષામંત્ર પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે આપ્યો છે. માટે મારા ગુરુ અને ઇષ્ટદેવ પણ સાક્ષાત્ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છે. જેથી મને હૃદયમાં અપાર આનંદ છે. અમારું ઘર જે ફુલવાડીની બાજુમાં ખૂણામાં છે જેનું નામ ‘અમૃત નિવાસ' છે. તે મહારાજના રાજીપાનું, મહાપ્રસાદીનું ઘર છે.

આ અમૃત નિવાસની જગ્યાએ પહેલા વાડો હતો. ત્યારે મહારાજ જામવંથલી પધારતા ત્યારે બાપાને કહેલું કે વાડાની બાજુમાં જે હાપા જીણા મકવાણાની જગ્યા છે તે તમો લઈ લો તેથી વાડો મોટો થઈ જાય ને તેમાં આઠ રૂમ અને ઓસરી બનાવો. મહારાજના આશિર્વાદથી આ જગ્યામાં આઠ રૂમો અને આઠ રૂમની ઓસરી બનીને તૈયાર થઈ. આ સમયગાળામાં મહારાજ ઘણી વખત આવતા અને સલાહ-સૂચન આપતા. ડાયાબાપાનાં દિકરા ગોવિંદભાઈને મહારાજે કહ્યું કે, હું બધો બંદોબસ્ત કરી આપીશ. પછી વજુભાઈ શાસ્ત્રીને મકાનનું વાસ્તુ લેવા બોલાવ્યા. વણથલીમાં મહારાજ હતા તો અમે મકાને રિબિન બાંધી અને મહારાજને સાડીઓ પાથરીને મહારાજને લઈ ઘરે આવેલાને મહારાજે સ્વહસ્તે રિબિન કાપીને ‘અમૃત નિવાસ' મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછી પોતે ત્યાં રહીને વજુભાઈ શાસ્ત્રીને કહ્યું કે, વાસ્તુ મંત્રના ઉચ્ચારમાં ભૂલ ન થવી જોઇએ. ત્યાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતા ત્યારે ઘરનાં બધાં ખાટલા અને બધું અંદર લેવા માંડ્યા ત્યારે મહારાજ કહે, રહેવા દો. ઇન્દ્રદેવ દર્શન કરવા આવેલ છે. થોડીવારમાં ચાલ્યા જાશે. આવો અદ્ભૂત પરચો મહારાજે તે વખતે આપ્યો હતો.

મહારાજ એમ કહેતા કે આ જગ્યા પર ઘનશ્યામ મહારાજ વન વિચરણ કરતાં ત્યારે તેમની નજર આ જગ્યા પર પડેલ છે. તેમજ ફુલવાડી મંદિરમાં કૂવાનું પાણી શ્રીજી મહારાજે પીધેલ છે. અત્યારે જ્યાં પ્રસાદીનું સ્મૃતિ મંદિર છે ત્યાં વડનું ઝાડ હતું. કાળક્રમે તે પડી ગયું તો ત્યાં ઘનશ્યામ મહારાજ બેઠેલા છે ને મહારાજે ત્યારે વચન આપેલ કે આ ‘અમૃત નિવાસ' ઘરમાં જે મૃત્યુ પામશે તેમને અમે કૃપા કરી પરમધામમાં તેડી જાશું અને આ એક જ ઘર કંકાવટી નદીની સામે હતું. ત્યારે મહારાજ કહે, આ ઘરમાં રહી ઘનશ્યામ મહારાજ માણકી

પર બેસીને રક્ષા કરશે. જેના પ્રતાપે અત્યાર સુધી ઘરમાં ચોર આવ્યા નથી કે ચોરી પણ થઈ નથી અને ઘરની સર્વ રીતે રક્ષા થઈ છે.

મહારાજ એમ કહેતા કે, આ કુટુંબ અમારો પરિવાર છે. અમારે જ્યારે વિસામો ખાવો હોય ત્યારે આ ઘરમાં આવીને વિસામો કરીએ છીએ. જ્યારે જ્યારે મહારાજ વાડીમાં નહાવા જતા કે ફરવા જતા ત્યારે આ ઘરમાં આવીને અચૂક બેસતા. આવો આ ફૂલવાડીની એકબાજુ દર્શન થતા ‘અમૃત નિવાસ' ઘરનો મહિમા છે.

હવે મહારાજે હરસુભાઈ જેરામભાઈ મકવાણાને જે પરચા આપ્યા તેનું વર્ણન નીચે પ્રમાણે છે ઃ

(૧) એક વખત મહારાજ અમૃત નિવાસ પધાર્યા અને ત્યાંથી વાડીએ જવા નીકળ્યા હતા ત્યારે હું અને મારા કાકા જે મારાથી ત્રણ વર્ષ મોટા છે, તે વખતે અમોએ વિચાર્યું કે આપણે પ્રસાદીની માળા કરાવીએ પછી બંને થોડે દૂર ગયા તો મહારાજે પહેલા મારી પાસેથી માળા માગીને થોડીવાર ફેરવીને પ્રસાદીની કરી આપી. (તે માળા આજે પણ મેં પૂજામાં રાખેલ છે) પછી ડોકમાં નાખી દીધી. ત્યારબાદ મારા કાકાની માળા લીધી અને ફેરવીને પાછી ડોકમાં નાખી. આવી રીતે નાનપણમાં જ મહારાજે અંતર્યામીપણું જણાવ્યું.

(ર) જ્યારે મહારાજ વંથલીમાં બે વર્ષ રોકાયા ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં ઉપલા માળમાં મહારાજ રહેતા હતા ત્યારે મહારાજે તેમના ચરણમાં ચિન્હોનાં દર્શન કરાવ્યા હતા. આ વખતે અમારા અદાનો દિકરો રાજેશ પણ સાથે હતો.

(૩) જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે લાડુના રૂમ આગળ આવી મહારાજે કહ્યું કે, આ લાડુને ઢાંકી દો અને ગણપતિની મૂર્તિ પાસે દિવો કરો એટલે લાડું ઓછા નહીં પડે તેમ બોલ્યા તે વખતે હું ત્યાં હાજર હતો.

(૪) મહારાજે એક વખત ટપુલાલ કાનજી રાઠોડ કે જે મારા ફુવા થાય તેમને આ વાત કરી ચાલો ડાયાબાપાનાં રાજીપાનું બાજુમાં ખેતર છે ત્યાં જાવું છે. પછી મહારાજ કાંઈ પણ બોલ્યા વગર ઝડપથી ખેતર પહાગચ્યાને બે-ચાર ભક્તો પાછળ પાછળ દોડતાં જાય. મહારાજની ચાલવાની સ્પીડ વધારે હતી. ત્યાં જઈ એક મોટા ખેતરમાં ખીજડો હતો ત્યાં ખીજડાને હાથ દઇને ઊભા રહ્યા પછી કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી આવતા રહ્યા. મંદિર આવ્યા પછી ટપુલાલે મહારાજને પૂછ્યું કે, મહારાજ અમને ત્યાં સુધી શા માટે લાંબા કર્યા. ત્યારે મહારાજે જણાવ્યું કે, એ ખીજડો વર્ષોથી અમારી વાટ જુએ છે તેનો ઉદ્ધાર કરવા માટે ગયા હતા. પછી તે ખીજડાને દરબાર તોડીને તેની ઘરે લઈ ગયા ને તેમને અપશુકન થયા. તે ખીજડો અત્યારે ફૂલવાડીમાં છે, પ્રસાદી ભવન સ્મૃતિ મંદિરમાં ગાડા પર રાખેલ છે.

(પ) અમૃત નિવાસમાં જે દરવાજો છે તેની પાછળ અંદરની સાઇડમાં એક સાપ હંમેશને માટે રોજ નીકળતો તેથી આ વાત મહારાજને કરી ત્યારે મહારાજ કહે, આ પાણી લઈ જાઓ અને તેનાથી ડર્યા વગર તેના મોઢા પર પાણી છાંટજો. તેમ કરવાથી બીજે દિવસે તે સાપ દેખાવાનો બંધ થયો. પછી મેં મહારાજને પૂછ્યું, મહારાજ એ સાપ કોણ હતો ? ત્યારે મહારાજ કહે, તે તારે શું કામ ? હવે દેખાતો નથી ને. આમ મહારાજે કોઈ દિવ્ય પુરુષ મહારાજની પ્રસાદી રૂપે પાણી પીવા આવ્યો હશે.

(૬) એક વખત અમારા ઘેર મારી બાએ દૂધપાક બનાવ્યો ને તે વખતે અમારા મોટીબા કહે, આ તો મહારાજ જમે તેવો દૂધપાક બન્યો છે. ત્યાં તો મહારાજ વાડી બાજુથી ઘેર આવ્યાને ખાટલા પર બેસીને કહે લાવો અમારા ભાગનો દૂધપાક આમ મહારાજ દૂધપાક જમ્યા.

(૭) એક વખત અમારા ફઈને રાત્રો વિંછી કરડ્યો હતો તો અમારા બાપાએ મંદિરે મહારાજ પાસે જઈને કહ્યું કે, મહારાજ અમારી કસ્તુરને વિંછી કરડ્યો છે તો મહારાજ કહે ચાલો. તો સવારમાં ચાર વાગે ઘેર આવ્યા ને અમારા ફઈનો વિંછી ઉતારીને પછી બધાને ત્રણ ઘૂટીનાં દર્શન કરાવ્યા અને સાથળમાં ખાપાના દર્શન કરાવ્યા ને પછી મહારાજની બધાએ ભેગા મળી આરતી કરી. આવી રીતે મહારાજ બહુ ડાયાબાપાના કટુંબ અને પરિવાર પર બહુ રાજી રહેતાં.

(૮) એક વખત જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં સભા ચાલુ હતી. ત્યારે મહારાજ કહે, અમારે બાજરાનો પોક ખાવો છે. એક બાજુ વરસાદ ચાલુ તો કોઈ ઊઠ્યું નહીં પણ ડાયાભગત કહે, મહારાજ હંું તમારા માટે પોક લઈ આવું છું. એમ કહી વરસતા વરસાદમાં ડાયાભગતે પોક બનાવીને મહારાજને લાવીને આપ્યો ત્યારે મહારાજ ડાયાબાપા પર બહુ જ રાજી થયા.

(૯) ડાયાબાપા એક વખત ઘરમાં કંઇક ઝઘડો થયો હશે તો સીધા જામનગર મહારાજ પાસે ચાલ્યા ગયા ને ત્યાં ત્રણથી ચાર દિવસ રોકાયાને પછી મહારાજે બાપાને એક ઘી અને સાકરનો મિક્તસ કરેલો ડબરો ભરીને જામનગરથી વંથલી પાછા મોકલ્યા.

(૧૦) અમારે નાના ફઈનાં લગ્ન સમયે મહારાજને પત્ર લખ્યો કે, મહારાજ તમો આવોને આશિર્વાદ આપો. પછી મહારાજ કહે, અમારી મર્યાદા રાખજો અમો ત્યાં લગ્નના દિવસે હાજર રહીશું. લગ્નના દિવસે ચાર ભગવાનનાં ગોખલાં છે તે ચારેય ગોખલામાંથી ખડમાકડી નીકળી હતી. આ મહારાજ તેમની કથામાં કહે છે કે પવિત્રમાં પવિત્ર ખડમાકડી છે. આવી રીતે ખડમાકડી રૂપે મહારાજ હાજર રહ્યા હતા.

(૧૧) એક વખતે અમારા ઘરનાં બે બૈરાઓ કે એક મારા બા અને એક ભાભુ વાડીએ જતા હતા. ત્યારે ત્યાં કોઈ બે જણા તેમની પાછળ પડ્યા. ત્યારે ભગવાનને યાદ કર્યા ત્યાં તો અવાજ આવ્યો કે, હું આવું છું. આ અવાજ સાંભળીને બંને જણા ભાગી ગયા. આવી રીતે મહારાજે રક્ષા કરી.

(૧ર) એક વખત મહારાજ વાડીએ પધાર્યા હતા ત્યારે ઘરનાં સ્ત્રી ભક્તોને મહારાજના દર્શન કરવાની ઈચ્છા હતી. તેથી તેઓ પણ ત્યાં આવ્યા હતા. મહારાજ જ્યાં સ્ત્રી ભક્તો હતા ત્યાં આવ્યા બધાની વચ્ચે મહારાજ બેઠા અને બધા સ્ત્રી ભક્તો ત્યારે મહારાજની ફરતે બેઠા અને મહારાજે બધાનાં હાથમાં પાણી લેવડાવી મંત્રદિક્ષા આપી પછી મારા બાનાં માથા પર હાથ મૂકીને આશિર્વાદ આપ્યા હતા.

(૧૩) એક વખત મહારાજ બાવા રૂપે અમારે ઘેર પધાર્યા હતા. અમારા મોટીબા ભગસને દોહતા હતા. ત્યાં આવી મહારાજ ઊભા રહ્યા ત્યારે ભગસ નવા માણસને જોઇને દૂધ સરખી રીતે દોહવા ન દેતી હતી. ત્યારે મોટીબા કહે તમો દૂર જાઓ આ ભગસ દોહવા દેતી નથી. તે ત્યાંથી મહારાજ અદૃશ્ય થઈ ગયા ને જ્યારે મોટીબા જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે મહારાજે બાપાને કહ્યું કે, ભગસ બરાબર દોહવા દે છે કે નહીં. ત્યારે ખબર પડી કે મહારાજ બાવા રૂપે આવ્યા હતા.

(૧૪) મહારાજ જ્યારે ફુલવાડી સ્મૃતિ મંદિરમાં કામ કરતા હતા ત્યારે કાંઈ પણ વસ્તુ જોઈતી હોય ત્યારે મારા કાકા સાથે ખભા પર હાથ મૂકી અમારી ઘેર ‘અમૃત નિવાસે' આવતા.

(૧પ) મહારાજ ધામમાં ગયા તે રાત્રો અમારા અદા ગોવિંદભાઈ ડાયાભાઈ મકવાણાને દર્શન આપી કહેલું કે હું હવે ધામમાં જાવ છું, પાછળ સંતો છે તેમનું ધ્યાન રાખજો. એમ વાત કરેલ.

(૧૬) એક વખત મારી પૂજા જૂની થઈ ગયેલ તો જૂનાગઢ ગયો હતો ત્યારે મહારાજને પૂજા બતાવી તો મહારાજે બધી મૂર્તિ પર હાથ મૂક્યા અને બીજી પોતાની એક મૂર્તિ પણ આપી જે મહારાજનો ફોટો હતો તે મોટો હતો તો ફ્રેમમાં નાની કરવી પડે તેમ હતી. મહારાજ કહે, જોજે આ મારી મૂર્તિ એક પણ બાજુથી ખંડિત થવી ન જોઈએ. પછી તે પ્રમાણે મેં કરી. આમ મહારાજે મૂર્તિનું અંગ ન કપાય તેમ જણાવ્યું હતું.

(૧૭) એકવાર હું જૂનાગઢ ગયો હતો. દૂર બેઠો હતો મારે મહારાજના હાથના ચિન્હો જોવાના બાકી હતા. પગના તો વંથલીમાં જોયા હતા. તેથી મનમાં ઈચ્છા હતી પણ મહારાજને કહેવું કેવી રીતે ? પણ અંતર્યામી મહારાજે મને આંખના ઇશારે પાસે બોલાવીને હાથનાં ચિન્હોના દર્શન કરાવ્યા.

(૧૮) એક વખત હું અને રાજેશ જૂનાગઢ ગયા હતા ત્યારે મહારાજે અમને બંનેને સામે જમવા બેસાડ્યા. દેવસ્વામીએ મોહનથાળની મીઠાઈ ખૂબ મારી થાળીમાં નાખી તે મારાથી ખૂટે નહીં. મેં મહારાજ સામે જોયું અને મહારાજે મારી સામે જોયું. બંનેની નજર એક થઈને પછી હું બધી મીઠાઈ જમી ગયો.

(૧૯) મહારાજ જૂનાગઢ હતા ત્યારે હું પૂના હતો. ત્યારે મને પૂનાથી એક ભાઈએ કર્ણપિશાચ કાનમાં આપ્યો હતો. મહારાજ જે જગ્યામાં ઇશ્વરકૃપા સોસાયટી બનાવવાનું કહેલ તેમા જ રહેતો હતો. ત્યારે મહારાજે મને દિવ્યરૂપે કહેલ કે, તું શા માટે મુંઝાશ ? હું બેઠો છું ને. આમ દિવ્યરૂપે કહેલ. હું અને મારા કાકા પરષોત્તમ મકવાણા જૂનાગઢ આવી મહારાજને દંડવત્ત કરી બેઠા પછી મારા કાકાએ આ વાત કરી ત્યારે મહારાજે મને પૂછ્યું કે, હું કોણ છું ? તો તરત જ મહારાજને કહ્યું, તમે ભગવાન છો. તો પછી મહારાજ કહે, જો હું ભગવાન હોઉં તો તું મારું બધું સુખ લઈ લે. એમ કહીને મારા બંને ગાલ પર મહારાજે પોતાના ગાલ ઘસ્યા અને તેમની બગલમાં લઈને ક્યાંય સુધી પકડી રાખ્યો. આમ મહારાજે મોટા આશિર્વાદ આપ્યા.

(ર૦) એક વખત જૂનાગઢ દર્શન કરવા ગયો ત્યારે મહારાજની બાજુમાં આઠ-દસ ભક્તો બેઠા હતા, હું દૂરથી દંડવત્ કરતો હતો ત્યાં મહારાજે પોતાનો પગ લાંબો કરી ઊંચો કર્યો ત્યારે મારું ધ્યાન તો ન હતું. મહારાજે બીજા ભક્તને ઇશારાથી જણાવ્યું કે આને કહો માથું ઊંચુ કરે. ત્યારે મારું ધ્યાન બીજા ભક્તોએ દોર્યું કે મહારાજ તારા કપાળ પર પગ રાખવા માગે છે. આમ મહારાજે મારા કપાળ પર થોડીવાર સુધી પગ રાખ્યો પછી મને કહે કે, બસ હવે. ત્યારે મને તો કાંઈ સમજાયું નહીં. પણ પાછળથી ખબર પડી કે હું પૂના મંદિરમાં જ્યારે પણ દંડવત્ કરતો'તો ત્યારે મહારાજના ચરણાર્વિદમાં માથું રાખીને કરતો.

(ર૧) એક વખત મેં પૂના મંદિરમાં મહારાજ પાસે લોટરી માગેલ કે, હે મહારાજ મને એક લાખ રૂપિયાની લોટરી લગાડી આપો. તેમાંથી તમારા પચાસ ટકા અને મારા પચાસ ટકા. આવો વિચાર કર્યો. બાદમાં જૂનાગઢ દર્શન કરવા આવવાનું થયું ને મહારાજના દર્શન કરતો હતો ત્યાં મહારાજ બોલ્યા કે, અમારા એક ભક્તને લોટરી જોઇએ છે તે પણ પચાસ ટકાને હિસાબે. જો ભગવાનને એમ પૈસા જોઇતા હોય તો ખુદ લોટરી લઇને એક લાખ ન લઈ લે. આમ ભગવાન પાસે ક્યારેય પૈસા માગવાના નહીં. તે દિવસથી આજ સુધી મહારાજ પાસે પૈસા માગ્યા નથી તો પણ મહારાજે બધી ઈચ્છા પૂરી કરી છે.

(રર) એક વખત મહારાજ પાસે બેઠો હતો ને ખરાબ સંકલ્પ થયો. ત્યારે મહારાજ તરત જ કહે, આ ભાગ છે તે નર્ક સમાન છે અને નર્કમાં મોકલે છે. એમ મહારાજે જણાવ્યું.

(ર૩) ફુલવાડીના ખાતમુહૂર્તમાં હું હાજર હતો ને મહારાજ શેષનારાયણરૂપે આવ્યા હતા ત્યારે તેમને મેં ટચ કરીને દર્શન કર્યા હતા. અમારા મોટીબાએ સોનાની વસ્તુ ખાતમુહૂર્તમાં પધરાવી હતી.

(ર૪) મહારાજે જ્યારે મને કહ્યું કે, તું મારું બધું સુખ લઈ લે. તે પછી અમુક વસ્તુ થવા માંડી તેથી મને અહમ્ આવવા માંડ્યો. ત્યાર પછી જ્યારે જૂનાગઢ ગયો ત્યારે મહારાજ કહે, આ બધું થાય છે તે કોના પ્રતાપે થાય છે તને ખબર છે ? ત્યાર પછી મને અહમ્ છૂટી ગયો.

(રપ) એક વખત જૂનાગઢ ગયા ને મહારાજનાં દર્શન કર્યા ત્યારે મહારાજે રાજી થઇ તેમના ગળાની કંઠી કાઢીને મારા ગળામાં નાખી. તે કંઠી હજુ પણ રાખી છે.

(ર૬) એકવાર ગોવિંદભાઈ, ડાયાભાઈ તથા પરષોત્તમ ડાયા રાઠોડ કે જેમને ઘેર સંતાન નહોતા તે મહારાજ પાસે જામનગર ગયા હતા. મહારાજને ડાયાભાઈએ વાત કરી તો મહારાજે આશિર્વાદ આપ્યા પણ ઉપરછલ્લા. પછી જ્યારે ડાયાભાઈ અને પરષોત્તમભાઈ ગયા પછી મહારાજ કહે કે, આને હું પુત્ર આપું તો કેવા થાય ? એના જેવો જ થાય. તે પૂર્વ જન્મમાં પરષોત્તમ ભરવાડ હતો ને બકરું આવે તેને મારી નાખતો. તો આ પાપને હિસાબે તે સાત જનમ સુધી વાંજિયો રહેશે. ત્યાર પછી પરષોત્તમભાઈએ બીજા લગ્ન કર્યા તો પણ તેને સંતાન પ્રાપ્તી ન થઈ.

હરસુખ જેરામ મકવાણાને મહારાજના ધામમાં ગયા પછી સ્વપ્નમાં થયેલા દર્શનની વિગત...

એકવાર મને એમ થયું કે મહારાજ દરરોજ કાળીજીરીવાળો ચા પીતા તો હવે કોણ પાતું હશે ? આવો સંકલ્પ થયા કરતો ત્યાં એ રાત્રો સ્વપ્નમાં મહારાજે દર્શન આપી કહ્યું, હવે તું મને કાળીજીરીવાળો ચા બનાવીને પીવડાવજે.

૧પ-ર-૧ર, હું મહારાજની ચરણસેવા કરતો હતો, એવા દર્શન થયા હતા.

૭-૩-૧ર, વંથલીના અમારા ઘર અમૃત નિવાસમાં મહારાજ હાજર છે, એવા દર્શન થયા હતા.

૬-૮-૧ર, મહારાજે મારા માથા પર ઘણી વાર સુધી હાથ મૂક્યો હતો.

૮-૮-૧ર, મહારાજનાં છડીવાળા સ્વરૂપના મંદ હાસ્ય કરતા દર્શન થયા હતા.

ર૮-૯-૧ર, મહારાજના દર્શન થયેલ ને સાથે પૌત્ર સોહમ્ હતો. મેં મહારાજને પૂછ્યું, મહારાજ અમને ધામમાં લઈ જાશો ને ? ત્યારે મહારાજે મોઢું હલાવીને હા પાડી હતી.

ર૦-૧૧-૧ર, આજે રાત્રો મંદિરમાં એક સ્વામી હનુમાનજી મહારાજની આરતી ઉતારતા હતા ને અમો મંદિરમાં આરતીનાં દર્શન કરતા હતા. ત્યાં મૂર્તિમાંથી હનુમાનજી મહારાજ બહાર આવ્યા અને મારી પાસે આવી મારા કાનમાં કહ્યું કે, આપણે સંતોને ક્યારેય પણ ખરાબ બોલવું નહીં અને સંતો વિષે ક્યારેય ખરાબ વિચારવું પણ નહીં. આમ કહી હનુમાનજી મહારાજ પાછા મૂર્તિમાં જતા રહ્યા. આવા દર્શનનું કારણ, બે-ત્રણ દિવસ પહેલા પૂના મંદિરમાં સંત આવેલા ને મેં સંતને કહેલું કે, તમો આટલા બધાં વ્યવહારમાં ડૂબેલા છો તો અમારું કલ્યાણ ક્યાંથી થાય ? તેના જવાબ રૂપે હનુમાનજી મહારાજે આ પ્રમાણે પરચો આપેલ.

૧૬-૧ર-૧ર, મહારાજે પાઘવાળા સ્વરૂપના અતિ તેજસ્વી દર્શન આપેલા.

ર૬-૯-૧૪, મને એમ થતું હતું કે બધા ભક્તોએ મહારાજને નવડાવ્યા અને હું રહી ગયો.

મેં ક્યારેય મહારાજને નવડાવ્યા નહીં તો આજે મને મહારાજે દર્શન દઇને કહ્યુ કે, ચાલ મને નવડાવ. પછી મેં મહારાજને કહ્યું, મહારાજ ગરમ પાણી જોસે કે ઠંડુ. ત્યારે મહારાજ કહે, ઠંડુ. પછી મહારાજ નળ નીચે ઊભા રહ્યા. મેં નળ ઉપરથી ચાલુ કરી મહારાજને સંપૂર્ણ શરીર પર હાથ ફેરવીને નવડાવ્યા.

૧પ-૩-૧પ, મહારાજે આજે દર્શન આપ્યા હતા. મારી સાથે મનીષ અને ઈવા હતા. મહારાજ ઈવાને રમાડતાં હતા તેવા દર્શન થયા હતા.

૧૬-૬-૧પ, મહારાજની ચિન્હવાળી મૂર્તિના દર્શન થયા હતા.

ર૪-૬-૧પ, મહારાજ પૂજામાં બેઠા હોય તેવા દર્શન થયા હતા.

ર૮-૬-૧પ, મહારાજના પૂજા કરતા સ્વરૂપના દર્શન થયા હતા.

૧૮-૭-૧પ, મહારાજનાં દર્શન થયા હતા. મહારાજને હું ભેટેલો અને મહારાજને કહ્યું હતું કે, મને હવે સવાર સુધી છોડતા નહીં.

ર૯-૯-૧પ, મહારાજના ચરણાર્વિદમાંથી બે ઉર્ધ્વ રેખા નીકળી તેના દર્શન થયા હતા. મે મહારાજના નાનપણમાં ચિન્હોના દર્શન કર્યા હતા તે ભૂલી ગયો હતો. ત્યારે મહારાજના ચરણોના ચિન્હો ઉપસતા હતા.

૩૦-૧૦-૧પ, મહારાજ હિંડોળામાં જુલતા હતા. ત્યારે મેં મહારાજના પગ દબાવવાનું પૂછ્યું તો મહારાજે હા પાડી. તેથી મહારાજના પગ દબાવ્યાની સેવા કરી.

૩૦-૧ર-૧પ, મહારાજનાં દર્શન થયા હતા અને ઘણાં સમય સુધી મહારાજની સાથે સેવામાં હતો.

ર૮-૧-૧૬, મહારાજનાં હિંડોળે ઝુલતા દર્શન થયા હતા.

ર૦-૩-૧૬, મહારાજની ચરણસેવા કરતો હતો તેવા દર્શન થયા.

૧-૪-૧૬, મહારાજના શાસ્ત્ર લખતા એવા દર્શન થયા હતા.૧૪-૭-૧૬, મહારાજના દર્શન થયા. ત્યારે ફુલવાડીમાં હું મહારાજ માટે ફુલ-હાર બનાવતો હતો.

ર૪-૧૦-૧૬, આસો વદ-આઠમે અમે જૂનાગઢ મંદિર ગયા હતા ત્યાં ઉજવવાનું નક્કી કરેલ. રાત્રો વહેલાસર સૂઈને વહેલા ઊઠવું તેમ નક્કી કરેલ. કોઈ કારણસર વહેલું ઉઠાયું નહીં તો મહારાજ નાહીને ધોતિયું પહેરતા હોય તેવા દર્શન થયા ને તરત જાગીને ન્હાવા-

ધોવા ગયા. આ દર્શન મંદિરના ઉતારામાં થયેલ. આમ અમને મહારાજે વહેલા ઉઠાડ્યા.

ર૦-૭-૧૭, મહારાજના દર્શન થયાને કહ્યું કે, કામાદીક શત્રુને જીતવા અને જિતેન્દ્રીય થાવું.

ર૮-૧ર-૧૭, રાત્રો સુઈ ગયા પછી મારી બંને પીંડીઓ દુઃખતી હતી ને સૂઈ ગયો. સવારે મહારાજ કહે, મારી પીંડી પણ બહુ દુઃખે છે માટે દાબી દે. મહારાજે આમ કહ્યું એટલે મને બહુ જ આનંદ થયો. પછી મહારાજ સૂતા હતા, હું એમની બાજુમાં સૂતો હતો. મારું માથું તેમની છાતી પર હતું પછી મહારાજે મને પૂછ્યું કે, તને આમાં ક્યાંય કામ દેખાઈ છે. ત્યારે મહારાજને મેં ના પાડી કહ્યું, ના મહારાજ આમાં કામ ક્યાંય નથી. આ એટલા માટે થયું કે મને એમ વિચાર આવતો કે મહારાજમાં કામ હશે કે નહીં ?

૭-૧-૧૮, મહારાજના ફુલવાડીની મૂર્તિના દર્શન થયા હતા.

૩૦-૧-૧૮, મહારાજના કુંકવાવ પાદર સ્મૃતિ મંદિરના દર્શન થયા હતા.

૧૯-૩-૧૮, મહારાજના બ્રહ્મપેલેસની મૂર્તિના દર્શન થયા હતા.

૬-૪-૧૮, મહારાજે દર્શન દઈ મને પ્રસાદીની સાકર ખાવાનું જણાવ્યું. આમ એટલા માટે કહ્યું કે, મને સુગર હતી ને પ્રસાદીની સાકર ધરતો તે જમતો નહીં. કારણ કે મને ડાયાબિટિશની અસર હતી. તો ત્યાર પછી મહારાજની પ્રસાદીની સાકર જમવાનું ચાલુ કરેલ.

૧૪-૮-૧૮, મેં અમારા જામવંથલીના મકાન જૂના પાડીને નવા બનાવ્યા તેથી મહારાજ ત્યાં ગાદલું નાખી ઓસરીમાં બેઠા છે તેવા દર્શન થયા.

ર૩-ર-૧૯, આજે મહારાજની અંતરધ્યાન તિથિ હોવાથી જૂનાગઢ દર્શન આવેલ હતો. મને એમ થતું કે બધા મહારાજ ભેગા સૂતા હતા તો હું તો ક્યારેય સાથે સૂતો નથી. ત્યારે મહારાજે દર્શન દઈ બોલ્યા, ચાલ મારી સાથે સૂઈ જા. મેં મહારાજને જણાવ્યું કે દરવાજો બંધ કરીને આવું. પછી દરવાજો બંધ કરીને મહારાજનાં પલંગમાં સાથે સૂઈ ગયો ને મહારાજે બધા દિવ્ય સુખ દીધા.

ર૦-૩-૧૯, મહારાજના થાળ જમતા સ્વરૂપના દર્શન થયા હતા.

ર૯-૩-૧૯, મહારાજની સુખશૈયાની મૂર્તિના દર્શન થયા હતા.

૧૬-૪-૧૯, મહારાજે બપોરે જૂનાગઢ શ્વેતાયનબાગની મૂર્તિના દર્શન દીધા હતા.

ર૦-૪-૧૦, રાત્રો સ્વપ્નમાં વ્યાસપીઠ પર બિરાજમાન થઈ કથા વાંચના સ્વરૂપના દર્શન દીધા.

૧-૭-૧૯, રાત્રો હનુમાનજી મહારાજ હાલતા-ચાલતા હોય તેવા દર્શન થયા હતા, સવારે હનુમાન જયંતી હતી ને અષાઢી બીજનો દિવસ હતો.

૧૦-૮-૧૯, આજે સવારે મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા. મેં દંડવત્ કર્યા, સામે બેઠો ને મહારાજનું હલનચલન થાય તેમ તેમની બાજુમાં મૂર્તિમાં પણ હલનચલન થાય. મહારાજે મારે માથે હાથ મૂક્યો. ત્યાં એક નાનો બાળક આવ્યોને મહારાજ તેને રમાડવા માંડ્યા. ત્યારે મને થયું કે આ બાળકનાં કેવા ભાગ્ય કે મહારાજ તેને રમાડે છે. (તે દિવસે પુત્રદા એકાદશી હોવાથી આવા દર્શન થયા હતા.)

૬-૯-૧૯, મહારાજની રાજીપાની મૂર્તિના દર્શન થયા હતા.

૧૭-૯-૧૯, આજે રાત્રો મેં સૂતા પહેલા મહારાજની મૂર્તિને ચુંબન કરીને સૂતેલો તો રાત્રો મહારાજ મને એમના રૂમમાં લઈ ગયાને સાથે સુવડાવ્યો હતો.

પ-ર-ર૦, આજે જૂનાગઢથી ‘અધિક માસ મહાત્મ્ય'ના પુસ્તકો ઘરે આવ્યા હતા તે રાત્રો મહારાજે મને પોતાની બગલમાં લઈ ભેટ્યા હતા અને મને હરખનાં આંસુ આવ્યા હતા.

૧૦-ર-ર૦, આજે મહારાજની પુણ્યતિથિ હોવાથી મહારાજે દર્શન આપ્યા ને ઘણા સમય સુધી રહ્યા પછી મેં મહારાજને પૂછ્યું કે, મહારાજ અદરકવાળી ચા બનાવી લાવું ? તો મહારાજ કહે, મારે ઉતાવળ છે, મારે જવું છે. ત્યાં સ્વપ્ન પૂરું થયેલ.

૪-પ-ર૦, આજે હેમંતભગતે ઘણા સમય સુધી દર્શન આપીને મને બાથમાં લીધો હતો.

૧૬-પ-ર૦, આજે રાત્રો મહારાજ ઘણા વખત સુધી ભેટ્યા હતા ને મેં મહારાજને ચુંબન કર્યું હતું.

ર૧-પ-ર૦, રાત્રો ૧ર-૩૦ વાગ્યે દર્શન થયા તે પાછા સવારે ચાર વાગે પણ મહારાજના તેજોમય દર્શન થયા.

પ-૭-ર૦, આજે ગુરુપૂર્ણિમાના દિવસે મહારાજનાં ઘણા સમય સુધી દર્શન થયા હતા. મહારાજનાં બે સ્વરૂપમાં એક તો મહારાજ ધોતિયામાં અને બીજા મહારાજ પેન્ટ-શર્ટમાં તેમાંય ભગવાનજી ફુવાએ પહેરાવેલ પેન્ટ અને સફેદ શર્ટમાં દર્શન થયા. મહારાજ કહે, તું મને મોટા દેખાડવાનું વિચારે છે ને કહે છે. તેનાથી હું ઘણો જ ખુશ છું, પ્રસન્ન છું.

૧-૯-ર૦, આજરોજ જામવંથલીમાં ફુલવાડી મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજનાં દર્શન થયા પરંતુ તે જાળીને પાછળ નહીં જાળીની આગળ થયા હતા. લોકડાઉન પછી

પહેલીવાર જ્યારે મંદિર ખોલ્યું ત્યારની આ વાત છે.

રર-૯-ર૦, અમો આ દિવસે પૂનાથી જામવંથલી જવા રવાનાં થવાના હતા. સાંજે રસ્તાનો ભાત સાંજે કરી લીધેલો તે સવારે ચાર વાગ્યાની અસપાસ નીકળવાની તૈયારી થઈ ગઈ ને તે સમય લોકડાઉનનો હોવાથી પાસ પણ કઢાવેલ. સવારે ચાલવાની તૈયારી કરી ત્યાં સાથે આવવાના હતા તેમનો પિરિયડનો સમય ન હોવા છતાં પિરિયડમાં આવ્યા. આ મેં સાંભળ્યું તો પછી જવાનું કેન્સલ કર્યું. ત્યારે અમોને એમ કે મહારાજની મરજી નહીં હોય બીજે દિવસે હું મારા કામ માટે તળેગાવ જવા નીકળ્યો તે પાછો આવ્યો ત્યારે ત્યારે મારી ગાડીમાંથી એન્જિનમાં ઓઈલ જાય ત્યાંથી ઓઈલ નીકળી ગયું. તેને રિપેર કરવા માટે મને ત્રણ-ચાર દિવસ થયા. આમ જો તે દિવસે નીકળ્યા હોત તો અમો રસ્તામાં હેરાન થાત. તેમ ભગવાન આવી રીતે રક્ષા કરતા હોય છે.

૩૦-૧૦-ર૦, મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધાં હતા.

૧૮-૧૧-ર૦, મહારાજની સાથે સૂઈને મહારાજના શરીરમાંથી સુગંધ આવતી હોય તેવો અનુભવ થયો હતો.

૧૪-૧-ર૧, મહારાજે મૂર્તિમાં આંખ બંધ કરી તેવા દર્શન થયા. હું મહારાજનો મંત્ર ‘અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે' બોલ્યો તો તે પ્રમાણે મહારાજે સુખ આપ્યા હતા.

૧૮-૪-ર૧, મહારાજના દાતણ કરતાં દર્શન થયા હતા.

૧૩-પ-ર૧, મહારાજે થાળીમાંથી રોટલાનો ટુકડો કાપીને બાજુમાં મૂક્યો હતો.

૧૯-૬-ર૧, સ્વપ્નમાં મહારાજ તેમના નિવાસસ્થાન જૂનાગઢ ધામે બાલમુકુંદ ભવનમાં બેઠેલા છે તેવા દર્શન થયેલા.

૧૬-૭-ર૧, મહારાજના ધોતી પહેરતા દર્શન થયા હતા.

૮-૧૧-ર૧, મહારાજના પૂજામાં ચા પીતા દર્શન થયા હતા.

ર૦-૧ર-ર૧, મેં મહારાજના પગ દાબ્યા હતા. ઘણીવાર સુધી સેવા કરી હતી. પછી મહારાજ જૂનાગઢમાં શ્વેતાયન બાગે નૂતન પ્રસાદી ભાલમુકુંદ ભવનનાં પાયામાં આનંદથી સૂતા છે અને પોતાના આ દિવ્ય પ્રસાદી મહેલનું કાર્ય થઈ રહ્યું છે તે જોઈને આનંદથી સૂતા સૂતા રાજી

થતા હતા. તેવા દર્શન થયા હતા.

૧૮-૩-રર, હેમંતભગતનાં દર્શન થયાને મેં તેમને જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ કહ્યા.

ર૦-૩-રર, મહારાજનાં અતિ રાજી થઈ આશિર્વાદ આપતા દર્શન થયા હતા.

ર૦-૪-રર, મહારાજને મેં ધામમાં લઈ જવાનું કહ્યું. ત્યારે મહારાજે મને સર્વ માયિક દોષો છોડવાનું કહેલું.

ર૯-૪-રર, મહારાજનાં સ્નાન કરતાં દર્શન થયા હતા.

ર૧-૭-રર, આજે સવારે મહારાજનાં બંગલામાં ગયોને ત્યાં આત્મપ્રકાશ સ્વામી તથા હેમંતભગત તથા બીજા સંતો ત્યાં બહાર બેઠેલા હતા. ત્યાં આત્મસ્વામીને પગે લાગીને હેમંતભગતને જય સ્વામિનારાયણ કરી મેં પૂછ્યું, મહારાજ ક્યાં છે ? તો મને કહે કે જો ત્યાં સામે બેઠા છે. પછી મહારાજ બેઠા હતા હું ત્યાં ગયોને મહારાજને દંડવત કર્યાને મહારાજે મને પાસે બોલાવ્યો ત્યાં મારી ઊંઘ ઉડી ગઈ.

ર૯-૮-રર, મહારાજ પાસે હું વિચાર કરીને ગયો કે મને મહારાજ પ્રસાદીની વસ્તુ આપે, તો મહારાજ કહે, તારે પ્રસાદીની વસ્તુ જોઇએ છે આ લે મારો રૂમાલ. આ હું તને પ્રસાદીરૂપે આપું છું.૩૦-૮-રર, આજે મહારાજને હું નવડાવતો હતો. નાહ્યા પછી મહારાજે કપડાં પહેર્યા ત્યાં સુધી સ્વપ્ન રહ્યું હતું.

૩-૯-રર, આજે આરતી સમયે મહારાજ ચિન્હવાળી મૂર્તિમાં હસ્યા હતા, સામે હું પણ હસ્યો હતો.

આ રીતે મહારાજ અનેકવાર મને દર્શન આપી અને સેવાનો લાભ આપી રાજી કર્યો છે.

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી હું અને મારો પરિવાર ખૂબ જ સુખી છીએ. મહારાજે શાસ્ત્રમાં કહેલા ધર્મ-નિયમ પ્રમાણે રહી સૌ સેવા-ભક્તિ કરીએ છીએ અને પવિત્રપણે જીવન વ્યતીત કરીએ છીએ. પ્રગટ ભગવાનનાં સંકલ્પના કલ્યાણકારી નૂતન શાસ્ત્રના પ્રકાશન કાર્યોમાં તેમજ નૂતન બાલમુકુંદ પ્રસાદી ભુવનમાં પણ યથાશક્તિ જે મને સેવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે. એથી હું મારા જીવનને વિશેષ ધન્યભાગી માનું છું. બસ આવી જ રીતે મહારાજે આપ્યું છે અને મહારાજને આપવાનું છે. આપણે તો

બસ પ્રસાદી કરીને બધું વાપરીને સુખી રહેવાનું છે અને વિશેષ મહારાજના દરેક કાર્યોમાં તન-મન-ધનથી સેવાનો લાભ હંમેશા મળતો રહે તેમજ મહારાજ અંતકાળે પોતાના દિવ્ય પરમધામમાં ચરણકમળની સેવામાં મને અને મારા પરિવારના સૌ ભક્તોને રાખે એવી પ્રાર્થના સાથે જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ...

ધન્ય છે આ પ્રગટ ભગવાનને જેને આ શરણાગતિ મંડળને પોતાની ઓળખાણ આપી અપનાવ્યા. ધન્ય છે આ પ્રગટ ભક્તોને કે જેણે પોતાનું બધું પ્રગટ ભગવાનનું માન્યું અને જ્યારે ભગવાનને જરૂર પડે ત્યારે એ ભગવાનને આપવામાં ક્ષણનો વિલંબ કર્યા વગર ભગવાન માટે હાજર થઈ સેવા કરવા તત્પરતાથી સેવાઓ કરે છે. ધન્ય છે આ ભક્તોને, ધન્ય છે એ સમજણ દેનારાને, ધન્ય છે આ પ્રગટ ભગવાનની ઓળખાણ આપનારાને કે જેણે જ્ઞાન ઉપદેશ એવો સત્સંગ કરાવ્યો કે ઉપદેશ લેનારાઓ એ આ સત્સંગે કરી પ્રગટ ભગવાનને પ્રત્યક્ષ ઓળખી લીધા અને પોતાના જીવનને ભગવાન અને સંતના ચરણે ધરી દીધા. સંતની આજ્ઞાને માથે ચડાવી સંતની અનુવૃત્તિમાં જીવનને ઢાળી પોતાને ધન્ય ધન્ય માની પ્રગટ ભગવાનના સાચા શરણાગત થઈ પોતે પ્રગટ ભગવાનનાં શરણાગત ભક્ત છે. એ પ્રમાણ આપતા જાય છે.

આ મનુષ્ય જન્મમાં જ પરમધામના રીત-રીવાજો શીખી લીધા હોય તો પરમધામમાં સુખથી ભગવાનની સમીપમાં રહી શકાય. પરમધામના રીત-રીવાજ ક્યા ? તો શાસ્ત્ર અને સંત કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, આશા, તૃષ્ણાથી રહિત થઈ એને ભગવાનના બનાવી દયા, કરૂણા, પરોપકાર, ક્ષમા, શીલતા ભાવભક્તિથી ભરપૂર થઈ પ્રગટ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખી આ મનુષ્ય જન્મમાં અખંડ ભક્તિ સેવા-સત્સંગમાં રહેવાય ત્યારે આ કલિયુગી માયાથી પાર પમાય છે તે પણ નિર્દોષ નિષ્કામ પ્રગટ ભગવાનના સંતનો આશરો હોય ને શરણાગતિ ધર્મવાળી ભક્તિ હોય ત્યારે આ જન્મ-મરણના બંધનથી છૂટી પરમધામમાં પરમપદે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની સેવામાં અખંડ રહેવાય છે. આજ મનુષ્ય જન્મથી સાર્થકતા છે.