પરચા ૧૮

અનાદિ મુક્તરાજ ભગવાનજીભગત રાજાભગત જાવીયા

જામવંથલી, હાલ- રાજકોટ

જામવંથલીમાં રાજાભગત જાવીયા સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક વિશ્વાસુ ભક્ત એટલે વારસામાં પણ સૌને ભકિત સેવા મળી હતી સાથે સમજણ પણ મળી હતી. એમાં વળી મહારાજ જામનગર મંદિરમાં આવ્યા એટલે જામવંથલીના ગઢેરા મોટા ભક્તો ડાયા ભગત, બીજા ડાયાભગત બગીચાવાળા, રાજાભગત જાવીયા,રવજીભગત ચૌહાણ, હંસરાજભગત રાઠોડ, રણછોડભગત મનાણી, મૂળજીભગત મનાણી, રાઘવજીભગત પોરીયા, કાનાભગત, કુરાભગત એમ બીજા ઘણાં મોટા મોટા હરિભક્તોને મહારાજનો યોગ મળ્યો અને મહારાજના ઐશ્વર્ય પરચા ચમત્કારની અનુભૂતિઓ મળતી એટલે જામવંથલીના ભક્તોને મહારાજમાં હેત અને આ ભક્તો સૌ ભાવભકિતવાળા એટલે મહારાજને આ ભક્તોમાં હેત એટલે છોકરાઓમાં હેત તો હોય જ. આમ મહારાજ હેત કરતા જાય અને રમુજ કરતા જાય ઉપદેશ આપતા જાય એમ કરતાં કરતાં ઉંમર થઈ એમાં મહારાજના હેતવાળા ડાયાભગતની દિકરી કસ્તુરબેન સાથે આ રાજાભગતના દીકરા ભગવાનજીભગતનો સંબંધ થયો એટલે મહારાજને ભગવાનજીભગત સાથે સ્વામી સેવકનો નાતો મજબૂત થયો અને ધીરે ધીરે શ્રીકૃષ્ણવલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજમાં ભગવાનપણાની ઓળખાણો થવા લાગી એટલે આ હરિભક્તોના છોકરાઓ અતિશય ભકિત સેવાથી મહારાજને રાજી કરતા.

આમ સમય વિતતો ગયો અને કામ કરવા માટે મહારાજની આજ્ઞા લેવા હુંુ ભગવાનજીભગત જૂનાગઢ ગયો. મહારાજને વાત કરી તો મને મહારાજ કહે, તમે અહીં આ આપણાં સભામંડપનું કામ ચાલે છે તે તમે અહીંયા કામ કરો. આ ભગવાન કંઈક આગળનું જાણતા હોય એટલે મને અહીં જ રોક્યો પોતાની પાસે. ભગવાન હોય તે ભગવાનની રીતને કોઈ ન જાણે. આગળ મહારાજને જૂનાગઢની બાજુમાં જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં તથા કુંકાવાવ પાદરમાં સ્મૃતિ ભવનનું કામ આપણાં હાથે કરાવવું હશે તથા પોતાની અંગસેવા આપવી હશે એટલે ભગવાને મને અહીં પોતાની નજીક રાખ્યો અને ખૂબ રાજીપો આપતા શીખામણ આપતા અને અતિહેતવાળી વિશ્વાસવાળી સેવાથી બહુંુ રાજી થતા. આટલું નજીકપણું આટલું પાસે રહેવાપણું આટલો રાજીપો હેમંત ભગતની જેમ મારા પ્રત્યે પણ રાખતા. મહારાજે મારા પ્રત્યે જરા પણ પડદો ન રાખ્યો. તેમ હું પણ તેટલા જ વિશ્વાસથી

પડદો રાખ્યા વિના સેવા કરતો.

જેતપુરમાં કામ કરતા જૂનાગઢ નજીક એટલે મહારાજની અંગસેવાનો લાભ મળતો. ત્યાર પછી કુંકાવાવનાં પાદરમાં મહારાજને આ પોતાની મૂર્તિની સ્થાપના કરવાની હતી એટલે મહારાજે કુંકાવાવના સરપંચ લક્ષ્મણ પટેલને તોરી ગામમાં મહારાજ કથા વાંચવા ગયા ત્યારે આ લખમણ પટેલને મહારાજે પોતાની મૂર્તિમાં ભગવાનપણાનાં દર્શન આપ્યાં એટલે લખમણભાઇને એમ થયું કે આપણા ગામના પટેલ જ્ઞાતિનાં આ સાધુ ઘણું ભણેલા, વિશ્વના વિદ્વાન, આવા ચમત્કારી, વચનસિદ્ધ પુરૂષ તો આપણા ગામનું ગૌરવ એટલે ગામમાં એમનું સ્મૃતિભવન બનાવવું આવું વિચારીને તેમણે જૂનાગઢ જઈ મહારાજને વાત કરી તો મહારાજ કહે, બહુંુ સારું. તો એ કામ અમારા સેવકો કડિયા કારીગરો છે એ કરી આપશે. તમે એમને સમજાવી દેજો. પછી તો લખમણભાઇ રાજી થઈ ગયા પંચાયતની જમીન એક બાજુથી માપ લઈને કુંકાવાવ ગામને પાદરે સ્મૃતિમંદિરનું કાર્ય નક્કી કર્યું.

હું જેતપુરના સ્વામિનારાયણ મંદિર નું કામ પુરૂ કરીને વંથલી આવ્યો વંથલીથી વિચાર્યું કે નાશિક જાઉં. નાશિક ગયો ત્યાં ચેન ન પડ્યું ને પૂના ગયો ત્યાં મંડળ ઉપર મહારાજ નો પત્ર આવ્યો ને લખ્યું હતું કે, આ કુંકાવાવનું આપણું કામ છે માટે આપણા માણસોથી જ કરવાનું છે. એટલે મંડળે નક્કી કર્યું કે આ ભગવાનજીભાઈએ મંદિરોના કામ કર્યાં છે તો ભગવાનજીભાઈ જાય તો સારું. એમ નક્કી કર્યું અને ત્યાથી મુંબઈ ગયા. મુંબઈ ભક્તોને વાત કરી સૌ રાજી થયા ને હું કુંકાવાવ ગયો ત્યાં હું અજાણ્યો પણ મહારાજ ભેગાં એટલે સુખે-દુઃખે કામ આગળ ચાલ્યું એમાં ઘણીવાર રાતે પણ કામ કરતો. એમાં મોકો મળ્યે જૂનાગઢ જાતો અને મહારાજના દર્શન અંગસેવા કરીને પાછો આવતો.

આમ મહારાજને રાજી કરવા સમયનો ઉપયોગ કરી લેતો. ક્યારેક પોષ મહિનાની મોડી રાતના ધીરે ધીરે મંદિરનું કામ કરતો તો મહારાજ માથે ફગટો બાંધી હાથમાં માળા હોયને દર્શન દેવા પધારતા રાજી થતાં લટકું કરી હસતા અને અદૃશ્ય થઈ જતાં. આમ મહારાજ ભેળાને ભેળા જ રહેતા. જ્યારે જ્યારે મન મુંઝાય ત્યાં મહારાજ દર્શન દેતા ત્યારે બુધ્ધિમાં ઝબકારો થાયને મૂંઝવણ ટળી જતી. આમ કરતાં કરતાં મંદિર તૈયાર થઈ ગયું. આ બાજુ મહારાજની મૂર્તિ બનાવવા કેશવજી હરિએ સેવા આપી. મૂર્તિ સુંદર તૈયાર થઈને આવી ગઈ.

મહારાજે રાજી થઈ ઇ.સ.૧૯૭પમાં આસો વદ આઠમનું મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત

આપ્યું એટલે બધાં ભક્તો મહારાજની આજ્ઞા મુજબ નબળી પરિસ્થિતિમાં પણ થોડાં નાણાં ભેગા લઈને સૌ કુંકાવાવ આવ્યાને લખમણભાઇએ મૂર્તિનું પૂજન તેમજ પ્રતિષ્ઠા કરવા દ્વારકાના જગદ્ગુરુ શ્રી અભિનવસચ્ચિદાનંદ સરસ્વતી શંકરાચાર્યને આમંત્રણ આપ્યું માટે તેઓ દ્વારકાથી વિદ્વાન બ્રાહ્મણોને સાથે લઈ આવ્યા. વંથલી, રાજકોટ, જૂનાગઢ, ચાવડા, મુંબઈ, પૂના તથા આજુબાજુના પંથકમાંથી ઘણાં ભક્તો આવ્યાને મહારાજની મૂર્તિની નગરયાત્રા જન્મસ્થાનથી વાજતેગાજતે બાઈઓ, ભાઇઓ ધામધૂમે નાચતાં-નાચતાં સ્મૃતિમંદિરે આવ્યા. આમ ભક્તોએ કુંકાવાવને અચંબો પમાડી દીધો.

આમ ઈ.સ.૧૯૭પમાં કુંકાવાવના પાદરે મહારાજને બિરાજમાન કરાવી દિધા પછી ભક્તો સૌ જૂનાગઢ ગયા ત્યાં ભંડારને મેડે મહાસભા થઈ. મહારાજ ગદ્ગદીત થઈને કહે, પૂર્વ કોઈએ આવું કામ કર્યું નથી એ કામ આ વખતે તમે કરી દીધું. મારી હયાતિમાં મૂર્તિ પધરાવી દીધી અને હવે ત્યાં પૂજા-પાઠ થશે, માનતાઓ આવશે, સૌ સુખીયા થશે. તમારી પાસે કાંઈ નહોતું ને તમે આટલું જબરું કામ કર્યું. તમારી પાસે જો નાણાં હોય તો તમે મારા મોટાં મોટાં કામ કરો એવા છો. એટલે મહારાજે સમુદ્રને સામે પાર દૃષ્ટિ કરી પડખામાં આરબ કન્ટ્રીમાં ભક્તોને મોકલ્યા. જે જે ભક્તો પાસપોર્ટ લઇ મહારાજ પાસે જાય તેને મહારાજ થાપો મારેને વિદેશ જવાનું થાય.

આમ ઘણાં ભક્તો મહારાજના રાજીપાથી વિદેશ ગયા વિદેશમાં કામ કરે. મહારાજના પત્રો આવે એટલે સૌ રાજી થાય. સૌ ભક્તો મહારાજની આજ્ઞા પ્રમાણે સેવાઓ કરતા. મહારાજની કૃપાથી કોઈ બિમાર ન થાય કામકાજ મળ્યા કરે. મહારાજ અહીં ઘરે વંથલી પત્રો લખી વિદેશમાં ભક્તોના ખબર અંતર આપે અને અહીં પરિવારોને સુખ સમાચાર આપતા. આમ સમય વિતતો ગયો ફુલવાડીમાં શિખરબંધ મંદિર કરવાનું નક્કી થયું ત્યારે અમે વિદેશ હતા પણ મહારાજે મધ્ય શિખરની સેવાની આજ્ઞા અમને કરી હતી. એટલે મુહૂર્તમાં મને આવવાનું મન થયું ત્યારે મહારાજે પત્ર લખી અગાઉ જણાવી દીધું કે, ભગવાનજીભગતને પહોંચવામાં મોડું થાય તો હરિકૃષ્ણના હાથે મુહૂર્ત સાચવી લેવું. ભગવાનજીભગત આવે એટલે ફરી પૂજા કરી લેવી પણ ભગવાનની લીલા ન્યારી છે વિદેશથી સમયસર આવી તો ગયા પણ પોલીસ દ્વારા મને ખોટી રીતે દંડીત કરી જામનગર લઈ ગયા ને આ સમાચાર ભક્તોને મળ્યા તો ભક્તો બધાં મહારાજની ધૂન કરીને પ્રાર્થના કરી કે, ભગવાનજી ભગત છૂટી અહીં આવે પછી આપણે જમવું. પછી ભગત છૂટીને આવ્યા. આમ મહારાજે ભકતોની

એકતાનો પરિચય આપ્યો.

વિદેશમાં પણ મહારાજે ઘણાં પરચાઓ પૂર્યાં. કચ્છના એક ભાઈને મહારાજે દર્શન દઈને ભગવાનપણું બતાવ્યું. વિદેશમાં કચ્છના વિશ્રામભગત મસ્કતમાં ભેગાં થયા ત્યારે મહારાજની ઓળખાણ કરાવી. મેં તેમને મહારાજની ભગવાનપણાની વાતો કરી તો તે મહારાજના આશ્રિત થયા. તેમજ મંગળદાસ પટેલને પણ મહારાજની ઓળખાણ કરાવી. વિદેશમાં કામકાજ પૂરા કરી નિવૃત થયા ત્યારે અહીં ફુલવાડીમાં સેવા કરી. ફુલવાડી મંદિરનો કારભાર પણ વર્ષો સુધી સંભાળ્યો. સવારે વહેલા ચાર વાગ્યે ઊઠી પૂજા કરી મંદિરમાં અલગ અલગ સેવા, ગાયોની સંભાળ રાખવી જે જે ભક્તોને જે જે જોઈએ તે વ્યવસ્થા કરવી. મંદિરના કોઈ કાર્યો માટે જામનગર જઈને ખરીદી કરવી, રાજકોટ જઈને ખરીદી કરવી, ભક્તો દર્શનાર્થે આવતા તેમને આવકારી સગવડ આપવી, રસોડાનું ધ્યાન રાખવું, વાડીમાં શાકભાજી ફુલ છોડ નું ધ્યાન રાખવું. સમૈયા ઉત્સવમાં સામગ્રીઓ ભેગી કરવી, સૌ ભક્તોને ભાવપ્રમાણે રાજી કરવા. ફુલવાડીને સુષોભિત કરવા બનતું બધું જ કાર્ય સૌ ટ્રસ્ટી મંડળના ભક્તો મળીને કરતા. આમ પરમધામના ધણી આપણને મૂખોમૂખ મળ્યા અનંતકોટી બ્રહ્માડોનાં ધણી આપણને બાજુમાં બસાડે. પોતાનું જમવાનું અને પ્રસાદી આપે, પોતાના ચરણ દાબવા આપે, જ્યાં જરૂર પડે ત્યા પ્રગટ થઈ પ્રત્યક્ષ દર્શન આપે ઘણું ઘણું ભગવાને આપણને સુખ અને રાજીપો આપ્યો છે. મહારાજે રાજી થઈ પ્રસાદીની વસ્તુઓ પણ એટલી આપી કે પટારો ભર્યો છે.

એકવાર વૈશાખ માસ ઉત૨તા ૨ાજાભગતના ધર્મપત્ની મોતીબાઈને નાસિક જાત્રા ક૨ાવવા લઈ જના૨ ધનજી ચકુના ધર્મપત્ની ચંપા કહે કે, મોતીબાઈ મા૨ી સાથે નાસિક જાત્રા ક૨વા ચાલો તથા નાસિક અત્યારે તમા૨ા નાના દીક૨ા ભગવાનજી તથા તમા૨ા નાના વહુ કસ્તુ૨ છે તેમને પણ મળી લેજો. ચંપાબાઈ મોતી સાસુને નાસિક જાત્રા ક૨વા લઈ જવાની વાત મોતીબાઈના મોટા દીક૨ા લાલજીભાઈએ આ વાત સાંભળી એટલે લાલજીભાઈ ચંપાવહુને કહે કે, અમા૨ા ડોસીમાને તમો જાત્રા ક૨ાવવા લઈ જવા હોય તો પ્રેમથી અને ખુશીથી લઈ જાવ પણ મા૨ા માતુશ્રીને જાત્રા ક૨ાવીને જેવા છે તેવા વંથલી પાછા પહાગચાડી દેજો. તો તમે લઈ જાવ. પછી આ વાત ચંપાબાઈએ સાંભળી અને કહ્યું કે, ડોસીમાને સાજાનરવા પહાગચાડી દેવા તે જવાબદા૨ી મા૨ી છે. આમ નાસિક જવાનું નકકી કર્યું અને જામવંથલીથી નાસિક જવા ૨વાના થયા.

ચંપાબાઈ અને બીજા બંને નાસિક આરામથી ભગવાનની દયાથી પહોંચી ગયા. ધનજી ચકુ જાવિયા તે નાસિકમાં નાગચોક પંચવટીમાં પહેલે માળે ૨હેતા હતા અને થોડે દૂ૨ જી૨ાગઢના મોતીલાલ ૨વજી ટાંક ૨હેતા હતા. ડોશીમાં દિવસના એકબીજાના ઘે૨ આવતા-જતા સાથે છોક૨ો ઘ૨ બતાવવા દ૨ વખત આવતો તે બાબાનું નામ ધીરૂ હતું. ગામડામાં ૨હેના૨ માણસો ભલા અને ભોળા અને દયાળુ સ્વભાવના હોય છે. એટલે ડોશીમાં છોક૨ાને કહ્યું કે, હવે હું એકલી મોતીલાલને ઘે૨ જતી ૨હીશ મેં ઘ૨ જોયું છે. દિવસના ચા૨ વાગે ડોશીમાં ધનજીભાઈના ઘ૨ેથી મેડી ઉપ૨થી નીચે ઉત૨ીને કહે છે કે, હવે હુંુ મોતીલાલને ઘે૨ જતી ૨હીશ કા૨ણ કે મોતીલાલને ત્યાં સાંજે જમવાનું હતું એટલે ડોશીમાં મોતીલાલના ઘ૨ે જવાને બદલે પંચવટી બંગલોમાં ગોદાવ૨ીના કાંઠે ભૂલા પડી ગયા.

સાંજ થવા આવી દિવસ અસ્ત થઈ ગયો અને ડોશીમાં જંગલમાં ભૂલા પડયા પણ ડોશીમાં ને જીવાત્માની અંદ૨ એવો દૃઢ નિશ્ચય હતો કે, શાસ્ત્રી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહા૨ાજ સાક્ષાત ભગવાન છે. ડોશીમાં જંગલમાં ભૂલા તો પડયા પણ કહેવત છે કે, ભોળાના ભગવાન છે. એટલે મોતીબાઈ મહા૨ાજનું અખંડ ભજન ક૨વા લાગ્યા. પણ મોતીબાઈને બીક મનમાં ખૂબ જ લાગી કે, હવે મને ઘે૨ વઢશે. જંગલમાં ૨ાતના ઉઘાડા પગે ચાલતા પોતાના પગની અંદ૨ ૪૯ જેટલા બાવળના કાંટા લાગ્યા. પણ મોતીબાઈ તો અખંડ મહા૨ાજનું ભજન ક૨વા લાગ્યા. સાંજના ૭ વાગ્યાનો સમય થયો એટલે મોતીલાલ ૨વજીભાઈ તથા જયાબેન વસ્તા, બન્ને મોતીબાઈને ધનજી ચકુ જાવિયાના ઘે૨ તેડવા આવ્યા. એટલે મોતીલાલ કહે કે, માજી કેમ દેખાતા નથી ? કયાં ગયા ? એટલે ધનજીભાઈના ધર્મપત્ની કહે કે, તે માજી તો તમા૨ે ઘે૨ દિવસના ચા૨ વાગ્યાના જતા ૨હ્યા છે. મોતીલાલ તથા જયા કહે કે, અમા૨ે ઘે૨ આવ્યા નથી.

આ વાત સાંભળતા ધનજીભાઈ ના ધર્મપત્ની ચંપાબેન આકુળ વ્યાકુળ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, હવે હું લાલજી જેઠાને જવાબ શું આપીશ અને જ્યારે માજીને જાત્રા ક૨ાવવા લઈ આવવાની વાત વંથલી ચાલતી હતી. ત્યા૨ે મને લાલજી જેઠાએ કહ્યું હતંુ કે, અમા૨ા માતુશ્રીને તમા૨ે જાત્રા ક૨ાવવા લઈ જવા હોય તો ખુશીથી લઈ જાવ પણ પાછા અમા૨ા માતુશ્રી છે તેવાને તેવા પાછા સોંપવા પડશે. આ વાત ચંપાબાઈને યાદ આવી કે, હવે હું જવાબ શું આપીશ ? આમ બોલતા બોલતા ચંપાબાઈ તથા તેમના પતિ તથા તેમના સર્વ છોક૨ાવ તથા મોતીલાલ તથા જયા બધાં શહે૨માં ખૂબ ગોતવા માંડયા. નાસિકની

પોલીસ ચોકીમાં જાણ કરી અને ૨ાતના બા૨ વાગે બધા પાછા ઘેર આવ્યા. અને જોયું તો ડોશીમા ઘર પાસે આવી પહાગચ્યા હતા. તો તરત બધાએ તેમને પૂછ્યું કે, માજી તમે ક્યાં ભૂલા પડી ગયા હતા ? તો તેમણે કહ્યું, હું રસ્તો ભૂલી ગઈ તેથી ફરતાં ફરતાં બીજે ચાલી ગઈ હતી પણ કોઈ અજાણી વ્યક્તિ મારો હાથ પકડીને અહીં મૂકી ગઈ. જાણે મહારાજ જ સ્વયં માજીની રક્ષા કરવા આવ્યા હોય એવો આ પરચો થયો માટે જ શાસ્ત્રોમાં લખાણ થયું છે કે ૨ામ ૨ાખે તેને કોણ ચાખે.

અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરમધામાધિપતિ, પરબ્રહ્મ પરમાત્મા, પર નારાયણ એવા પરાત્પર અવતાર અને અવતારીઓથી પર એવા સાક્ષાત્ પ્રત્યક્ષની ઓળખાણ અને યોગ અનંતકોટી યુગોમાં જન્મે મળે તોય મળવા દુર્લભ એ ભગવાન આ સમયે કૃપા કરીને આ શરણાગતિ મંડળને મળ્યા છે. એ ભગવાનને એક વખત હું અને ભગવાનજીભાઈ જીરાગઢવાળા ચરણસેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા, આજ તો ત્રણ ભગવાન ભેગાં થયા છે. આમ રમૂજ કરી અનુસંધાન આપતા.

એક વખત દાસાલેન્ડમાં અમે હું, આર.કે. નાયડુને વેરાવળનો હજામ ત્રણ જણાં એક ચોકમાં ભેગા થયા. હજામ કહે, ભગત આ માણસ બહુંુ દુઃખી છે એટલે નાયડુને લઈ અમે દરિયા કિનારે બેઠાં. નાયડુએ માંડીને વાત કરી કે મને બે મહિના થયા બે પાંપળ ભેગી નથી થતી, નિંદર નથી આવતી એટલે મેં રૂમે જઈ મહારાજનું પ્રસાદીનું પાણી, સાકર અને ગુલાબપાખડી લાવીને નાયડુને આપી અને મહારાજનું નામ લેવડાવી સાકર ખવડાવી, ગુલાબ પાંખડી ખવડાવી કહ્યું કે, આ પાણીમા ઉમેરો કરતાં રહેવું અને રોજ થોડું પ્રસાદીનું પાણી પીવું. એમ સાકર, ગુલાબ પાંખડીને પ્રસાદીનું પાણી પીધુંને છુટા પડ્યા. એ દિવસે એવી નિંદર આવી કે બીજા દિવસે બાર વાગ્યા સુધી સૂતા શરીર હળવું થયું. મને ગોતતા ગોતતા આવ્યા, હું મળ્યો ત્યારે મને એવા ભેટી પડ્યા અને રોવા લાગ્યા. આ તમે મને ન મળ્યા હોત તો મારું શું થાત ? એમ કરી મને રૂપિયા એક હજાર સેવાના આપ્યા કે આ મહારાજને સેવા મોકલાવજો. એટલે મેં કહ્યું એમ નહીં તમારે હાથે, તમારા નામ એડ્રેસથી મોકલાવો, એમ સેવા મોકલાવી. વળતા મહારાજની ટપાલ નાયડુને આવી. તે પ્રસાદી પત્રને માથે રાખી ભાવવિભોર નાયડુ ખૂબ નાચ્યા, રાજી થયા. કાગળમાં પ્રસાદીની ગુલાબ પાંખડી હતી. તે જમીને રાજી થયા. એક ગુલાબ પાંખડીને સાકરની પ્રસાદીના પ્રતાપે દુઃખ દૂર થયું અને આવા મહાપુરૂષે મોટા થઇને કાગળ લખ્યો, જેથી ધનભાગી થયા. જ્યારે એ

છૂટ્ટીમાં દેશમાં આવ્યા ત્યારે સામાન લોકરમાં રખાવીને સીધા જૂનાગઢ જઈ મહારાજના દર્શન કર્યાં ત્યારે મહારાજની સાથે દામજીમાસ્તરના પ્રવિણભગત અને નાયડુનાં ફોટા ભેગા પડાવેલા છે. જ્યારે મહારાજ સ્વધામ સિધાવ્યા ત્યારે નાયડુએ કથાના ફાળામાં પાંચ હજાર સેવાના આપ્યા હતા.

તેમજ એક મંગળદાસ પટેલ તેમણે પણ રૂપિયા દશ હજારની સેવા કરી હતી. એ મંગળદાસ પટેલ જામનગર નેવીમાં નોકરી કરતાં ત્યારે દરરોજ જામનગર મંદિરમાં દર્શન કરવા આવતા ત્યારે મહારાજને જોતા પણ ક્યારેય પાસે ગયા નહોતા. મંદિરમાં દર્શન કરી સીધા નોકરીએ જતા. સમય જતાં નેવીમાં નોકરી પૂરી થઇ એટલે એમણે વિદેશ મસ્કત આવવાનું થયું ત્યારે દાસાલેન્ડમાં હું હતો ત્યાં આ મંગળદાસ પટેલનો ભેટો થયો. મારી પૂજામાં મહારાજના ફોટા જોઈને મને પુછ્યું, આ સ્વામી કોણ છે ? મેં એમને જોયા હોય એવું લાગે છે. ત્યારે મેં માંડીને વાત કરી, ચમત્કારની વાતો કરી, વિદ્વતાની વાતો કરી. મહાસભા જીત્યાની વાતો કરી અને એમની ભગવાનપણાની વાતો કરી અને હાલ મહારાજ પ્રત્યક્ષ જૂનાગઢ બીરાજે છે. આ બધી વાત સાંભળી એમને મહારાજમાં અતિશય હેત જાગ્યું અને દર્શનની તાલાવેલી લાગી, પરંતુ ઘણી વખત દેશમાં આવ્યા પણ થોડા દિવસોની છૂટ્ટીને કારણે જૂનાગઢ જઈ શક્યા નહીં અને મહારાજ સ્વધામ સિધાવ્યા ત્યારે એ પણ અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.

જેના પરમધામના ધણી જબરા તેનો કેફ પણ જબરો. ભગવાનને ભજવાની ઘણાંને ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે, પૃથ્વી ઉપર વિચરતા પ્રભુની ઓળખાણ જેને થઈ એ પ્રગટની સેવા ભક્તિએ મોક્ષ થાય છે. ચિન્હ, ચરિત્ર અને ચેષ્ટાઓ વડે ભગવાનની ઓળખાણ થાય છે. ઓળખ્યા પછી પ્રગટ પ્રભુના વચનમાં જ તેમનો ભાગવત્ ધર્મ-ભક્તિ અને સેવાનું જ લક્ષ્ય છે. આવા મહાન, મહાન, મહાન મુક્તોને ભગવાને પણ વખાણ્યા છે. જ્યારથી પ્રગટ પ્રભુજી ઓળખાયા અને ભક્તિ-સેવાઓ મળી છે. ત્યારથી જ તેમનું જીવન બદલાઈ ગયું છે. તેમનું સમગ્ર ઘર-કુટુંબ પણ પ્રગટના દર્શન સેવાને દિક્ષાને પામેલા છે. દિવ્ય મુક્ત ભક્તો છે. બાળકો નાના પણ સમજણ દિવ્ય-ઉંચી જીવન આખું ભગવાનમય, દિવ્ય ભગવાનને વરેલું આ ભાગવત્ કુટુંબ છે.

ભગવાનજી ભગતે મહારાજ વંથલીમાં હતા ત્યારથી જ પ્રગટ ભગવાનના ડગલે ડગલે પોતાનું પગલું ભર્યું છે અને નાનામાં નાના વચનને અધર ઝીલી લઈને મહારાજની પેટ

ભરીને સેવા કરીને મહારાજને પણ સેવાના ઓડકાર આપ્યા છે. ભગવાનજી રાજા જ્યારે પણ મહારાજનાં દર્શને આવતા ત્યારે જેમ શ્રીકૃષ્ણને સુદામા મળતા તેવી જ રીતે હેત-ભાવ, પ્રેમભર્યા હેતથી ભેટીને પ્રગટ ભગવાને ભગવાનજી ભગતને રાજી કરીને હેત વરસાવ્યું છે. તેમજ પ્રસાદી પત્રમાં ‘‘ભગવાનજીભગતના રોમે રોમમાં પ્રગટ ભગવાન વસેલા છે.'' એવા દિવ્ય આશિર્વાદ પણ આપ્યા છે.

એક વખત ટપુલાલ, જયંતિભગત રાઠોડ અને ભગવાનજી ભગત મહારાજના દર્શને ગયા છે. મહારાજે ત્રણે ભક્તોને બાથમાં લઈને ધામના મુક્તોનું વર્ણન કર્યું છે. ત્રણેય ભક્તોએ પણ પ્રગટની વાતો ભગવાન સમક્ષ કરી છે. અને મહારાજ પણ ભક્તોના તરફ નેત્રકમળને નચાવતા હસતા હસતા ભક્તોના શીરે હાથ મૂકીને રાજી રાજી થયા છે. જેનો વીડિયો ઉતારવામાં આવેલો. તેના દર્શન આજ અનેક ભક્તો કરીને રાજી થાય છે.

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી જ્યારથી મહારાજને નાનપણમાં ઓળખ્યા છે ત્યારથી મહારાજની દરેક આજ્ઞા પાળી છે. મહારાજની હયાતીમાં દુબઈથી મહારાજની જરૂરિયાતની વસ્તુ લાવી અર્પણ કરવી, મહારાજનો કોઈ પણ પ્રકારની સેવાનો પત્ર આવે તો એ સેવા પણ મનીઓર્ડર દ્વારા મોકલવી. તેમજ રૂબરૂમાં પણ મહારાજ જે આજ્ઞા કરે તેનું તરત પાલન કરવું. આ રીતે તન-મન-ધનથી મહારાજને અખૂટ સેવીને મેં અને મારા પરિવારે ખૂબ રાજી કર્યા છે. તેથી મહારાજે જૂનાગઢથી રાજીપા અને આશિર્વાદના ઘણાં પ્રસાદીપત્રો અમને લખ્યા છે.જેનો અમને ખૂબ આનંદ છે.

મહારાજના અતિ રાજીપાનું પવિત્ર ધામ ફુલવાડી પરમધામ મંદિર જામવંથલી શ્રીહરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટમાં રહી વર્ષો સુધી યથાશક્તિ સેવા આપીને મહારાજ તેમજ ભક્તોને ખૂબ રાજી કર્યા છે. ફુલવાડી મંદિરના મધ્ય શિખરની સેવાનો લાભ અમોને જે મહારાજની કૃપાથી મળ્યો છે એથી અમે વિશેષ ધન્યભાગી થયા છીએ. મારા પરિવારમાં મારા ધર્મપત્ની કસ્તુર, દીકરો હરિકૃષ્ણ, બંને દીકરી નલિની - પૂનમ મહારાજના દીક્ષિત અને અતિકૃપા પાત્ર છે. તેમજ હરિકૃષ્ણના ધર્મપત્ની કલાબેન અને એનો દીકરો તિર્થ પણ સૌ ખૂબ સુખી છે અને મહારાજની સેવા-ભક્તિ વિશેષ કરીને પ્રગટ ભગવાનને રાજી કરી રહ્યા છે.

કસ્તુરબેન ભગવાનજીભગત જાવીયા ગામ ઃ જામવંથલી, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જ્યારે જામનગરથી જામવંથલી પ્રથમ વખત આવ્યા ત્યારે જામવંથલી સ્ટેશનથી પ૧ બળદનો રથ શણગાર્યો હતો તે રથમાં મહારાજને બેસાડ્યા અને ધૂન, કિર્તન, રાસ રમતા રમતાં અને છંદો બોલતા અને આગળ ઢોલી ઢોલ વગાડતા હતા ત્યારે જાણે આકાશ હરિભક્તોના કિર્તનથી ગાજી ઊઠ્યું હોય એમ એક મહાઉત્સવ થઈ ગયો હતો.

જે ગાડામાં મહારાજ બેઠા હતા તે ગાડું લાલજી ચોટલિયાનું હતું. અને બીજા ગાડામાં સંતો બેઠા હતા. આમ હરિભક્તો ઉત્સવની જેમ છંદ કિર્તન બોલતા બોલતા જામવંથલી મંદિરે પધાર્યા હતા અને બાઈઓ-ભાઇઓ સૌ મહારાજના રથ પાછળ કિર્તન ગાતા ગાતા, રાસ રમતા આવતા હતા. તે દિવસે જામવંથલી આનંદના હિલોળે ચડ્યું હતું.

એ સમયમાં મહારાજની પધરામણી ઘેર ઘેર થઈ હતી અને શ્રાવણ માસની કથાનું આયોજન થયું ત્યારે પ્રગટ ભગવાને એ કથામાં એવું તે અમૃત સીંચ્યું કે, ગામ આખું પોતાને ધન્ય ધન્ય માની સેવાઓ કરતું અને કથા સાંભળતું. આમ મહારાજે જામવંથલીને ગોકુળિયું-ગઢપુર બનાવી દીધું હતું.

પ્રગટ ભગવાને ઘરે ઘરે પધરામણી કરી સૌને પોતાનામાં આકર્ષિત કર્યાં અને આશીર્વાદ આપી દુઃખ દૂર કર્યાં અને તન-મન-ધનથી સુખીયા કરી દીધા અને પ્રગટ ભગવાન પણ ખૂબ રાજી રાજી થતા હતા સૌને પ્રગટ ભગવાનની વાણી અલૌકિક રીતે સૂતા-જાગતા, સ્વપ્નમાં પણ સંભળાતી હતી. જામવંથલી ગામનાં સૌ બ્રહ્મમય થઈ મહારાજને બ્રહ્મદૃષ્ટિથી નિહાળતા હતા અને મહારાજના વચનને ઝીલતા ને પોતાને ધન્ય ભાગ્યશાળી માનતા હતા અને મહારાજના આર્શીવચનો જાણે સાક્ષાત્ પ્રત્યક્ષ સામે નિહાળતા અને મહારાજના આજ્ઞા, વચનો માટે હરિભક્તો સદા તત્પર હાજર રહેતા.

આમ જામવંથલીના હરિભક્તો અને મહારાજની એકતા જાણે રામ-હનુમાન, કૃષ્ણ-સુદામા જેવી કે હરિભક્તોને મહારાજ વિના ન ગમે અને પ્રગટ ભગવાનને આ ભક્તો વિના ન ગમે એવો દિવ્ય સંબંધ સૌને બંધાઈ ગયો હતો. પોતાના દરેક કામોમાં આ હરિભક્તો મહારાજને જ જોતા હતા. મહારાજ માટે જ કાર્યો કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનના એ સંતો અને પ૦૦ પરમહંસો જાણે આ જામવંથલીમાં અવતર્યા હોય અને સ્વામિનારાયણ

એવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન સ્વયં પધાર્યા છે. એવો હરિભક્તોને અનુભવ થતો હતો. પ્રગટ ભગવાને પણ તેની મનોકામના પૂરવા અને જગતને ભગવાન અને ભક્તોના સંબંધનું જ્ઞાન આપવા આવી દિવ્ય લીલા આ જામવંથલીમાં ભક્તોને દર્શન આપી મનોરથો પૂરા કર્યાં છે.

જામવંથલીમાં પ્રેમજી લાધા ખોલિયાએ પોતાની ફુલવાડીની જમીન મહારાજને દાનમાં આપી તે પવિત્ર જગ્યાએ આજે પરમધામ ફુલવાડી મંદિર છે. તે જમીનમાં સૌ ભક્તો ભેગા મળી મહારાજને વચમાં બિરાજમાન કરાવી ચારે બાજુ ભક્તો કિર્તનો બોલતા બેસતા અને મહારાજ કથા કરીને સત્ય એવું બ્રહ્મજ્ઞાન પીરસતા અને ભક્તો ભગવાનમાં એકાગ્ર થતા અને કથામૃત, અમૃતપાન કરતાં અને કૃપામય નજરે નિહાળતાં. ત્યારે મહારાજે હરિભક્તોને સેવા આપવા એ ભૂમિમાં એક રાત્રો ધ્રુવતારાનું નિશાન લઈને ત્યાં પ્રસાદીના ઓરડા બનાવવા પાયા છાપ્યા અને બીજા દિવસે પાયા ખોદવાનું મુહૂર્ત કરી મહારાજ પૂજામાં બેઠા. ત્યારે ત્યાં પ્રભાશંકર ભૂદેવ પણ હાજર હતા અને ત્યારે ત્યાં ભગવાનજી રાજા જાવીયા તે સમયે હાજર હતા. ત્યારે ભગવાનજી રાજાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે પૂના કામ શીખવા જવું છે. આપ આશીર્વાદ આપો ત્યારે મહારાજે ત્રિાકમ આપી પાયાનું મુહૂર્ત તેમને કરવા કહ્યું અને કહ્યું કે, આ ત્રિાકમના ત્રણ ટોચા મારી સીધા ઘરે જજો પાછું વાળીને ન જોતા. એમ મહારાજની આજ્ઞા પાળી ત્રણ ટોચા મારી ઘરે ગયા. મહારાજ ખૂબ જ રાજી થયા.

ફુલવાડીનાં એ પ્રસાદી ભુવનના પાયા ખોદાયા ત્યારે મહારાજે અનેક ભક્તોને સેવાનો અવસર આપ્યો. પાયા પૂરવા માટે ધારે જઈ ભક્તો પથ્થર કાઢતા. ઘણા ભક્તો ધારે સેવા કરતા, ઘણાં ભક્તો અહીં સેવા કરતા અને દરરોજ રાત્રો સત્સંગ થતો. મહારાજ ઘર, ખેતર, વાડીમાં પધરામણીએ જતા. આમ ભક્તોને ભગવાન આનંદ આપતા તથા જે ભક્તો ધારે પથ્થર કાઢતા ત્યાં મહારાજ જઈને સૌ ભક્તોને દરરોજ સુખડી, ગાંઠિયા, મોતિયા લાડુ મહારાજ ભક્તોને જમાડતા.

એક દિવસ મહારાજ કહે, આજ તો ધારેથી ન્હાતા ન્હાતા આવવું છે. ત્યારે દરરોજની જેમ મહારાજ ધારે ભક્તોને પ્રસાદ જમાડતા હતા. સૌ ભક્તો પ્રસાદ જમી ગામમાં આવવા તૈયાર થયા. ત્યારે આકાશમાં એક અચાનક વાદળી આવી અને ધીરે ધીરે વરસવા લાગી અને ગામને પાદર પહાગચ્યા ત્યાં ભક્તો અને ભગવાન સૌ ભીંજાઈ ગયા. સૌ ભીંજાતા ભીંજાતા

મંદિરે પહાગચ્યા, વરસાદ વધ્યો કે નદી બે કાંઠે વહેવા લાગી. આમ ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. આમ મહારાજ અવારનવાર આવા કંઈક અલૌકિક દર્શન, ચમત્કાર આપતા અને હરિભક્તોને સુખ આપતા.

એક વખત ડાયાબાપાની દિકરી મને રાત્રો સાડા ત્રણ વાગ્યે વીંછી કરડ્યો તેની પીડાથી મેં ડાયાબાપાને જગાડ્યા અને કહ્યું, મને વીંછી કરડ્યો છે. ત્યારે ડાયાબાપા કહે, હું ખરખોડીનો વેલો લઈ આવું તેનો રસ ચોપડવાથી વેદના ઓછી થાય ત્યારે અમરતમા કહે, મહારાજ મંદિરે પોઢે છે ત્યાં તમે જાઓ અને મહારાજને કહો. ત્યારે ડાયાબાપા રાત્રો મહારાજ પાસે ગયા અને માંડીને વાત કરી ત્યારે મહારાજ અને હેમંતભગત નદીને સામે કાંઠે આવ્યા ત્યારે મહારાજે મારો વીંછી ઉતાર્યો ત્યારે અમરતબા મહારાજના પગે હાથ ફેરવતા હતા. ત્યારે પ્રગટ ભગવાન કહે, અમરતબા તમારે ત્રણ ઘૂંટીના દર્શન કરવા છે ? ત્યારે માજીએ હા કહી તો અમોને આખા ઘરના સૌને ત્રણ ઘૂંટીના દર્શન કરાવ્યા તેમજ મહારાજે રાજી થઈને સાથળમાં ખાપો તથા લક્ષ્મીજીના પણ દર્શન કરાવ્યા. આમ પ્રગટ ભગવાન નિજ ભક્તોને કાંઈ દુઃખનું નિમિત્ત કરી દર્શન આપતા.

એક વખત ડાયાબાપાના ઘરે અમૃત નિવાસમાં બહારગામથી કોઈ મહેમાન આવ્યા હતા અને મહેમાન માટે દૂધપાક બનાવ્યો હતો. અમૃતબાએ સંકલ્પ કર્યો કે, આજે દૂધપાક બનાવ્યો છે જે ભગવાનને ધરીને પછી સૌને પીરસવો. આમ સંકલ્પ કરી અમૃતબાએ તેની વહુ સવિતાબેનને કહ્યું, ત્યારે મહારાજ ડાયાભગતનાં ખેતરે ગયા હતા. મહારાજ સાથે દેવસ્વામી-ડાયાભગત તથા માવજી લક્ષ્મણ મકવાણા એ ચારેય વાડીએ અને ખેતરે ગયા હતા. ત્યારે ખેતરમાં નિંદવા માટે પરષોત્તમ ડાયા મકવાણા તેમજ તેના પત્ની ચંપાબેન અને મુક્તાબેન રાજા ખોલિયા આ ત્રણેય ભક્તો મગફળીનું નિંદામણ કરતા હતા તે સમયે પ્રગટ ભગવાને દયા કરી. ત્રણે ભક્તો સાથે હતા ત્યારે બાપુને વિચાર આવ્યો કે, મહારાજ ચાલીને આપણાં ખેતરે પધાર્યા છે તેથી મહારાજને ઘરે પધરામણી કરવા અને પ્રસાદ ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું અને આ બાજુ અમૃતબાનો સંકલ્પ કે આ દૂધપાક મહારાજને જમાડીને સૌએ પ્રસાદ લેવો. આમ પ્રગટ ભગવાન નિજ ભક્તોના મનોરથ પૂરવા અંતર્યામી થઈને બધું ભેળું કરતા. જ્યારે આ વાત ઘરમાં ઉજાગર થાય ત્યારે સૌને ભગવાનના ઐશ્વર્ય-અંતર્યામી ચમત્કારની જાણ થાય અને ભગવાન માટે વધારે ને વધારે ભક્તિ-સેવા થાય અને ભક્ત ભગવાનની નજીક નજીક જાય. આમ ભગવાન ચરિત્ર-લીલા કરી પોતાના ભક્તોને

પોતે ભગવાનપણાંની ઓળખાણ દેતા હતા.

એક વખત અમારા ભગસદળવાળા સાકરબેનને લેવા માટે ભગવાનજી રાજાભગત રેલવેસ્ટેશને ગાડું જોડીને ગયા હતા. ત્યારે રાજકોટથી મેલ આવ્યો. ત્યાં કોઠારીસ્વામીને ડબ્બાના દરવાજે ઊભેલા જોયા એટલે અમે તરત જ જાણ્યું કે મહારાજ પધાર્યા છે. એટલે ભગવાનજીભગતે ગાડું જોડીને તૈયાર રાખ્યું. ગાડામાં ગોદડું પાથર્યું. મહારાજ સ્ટેશનથી બહાર આવ્યા. મહારાજના ચરણ સ્પર્શીને માથું નમાવ્યું ને ગાડામાં બિરાજમાન કરાવ્યા. મહારાજ કહે, કોની રાહ જોતા હતા. ત્યારે ભગત કહે, ભગસદળવાળા સાકરબેન આવવાના હતા. ત્યારે મહારાજ કહે, સાકરબેન નહીં પણ અમે આવવાના હતા. આમ કહી મહરાજ કહે, ગાડું હળવે હળવે હાંકજો ત્યારે ગામમાં વાત પહાગચી ગઈ કે મહારાજ પધારે છે. ત્યારે ગામના સૌ હાજર થઈ ગયા અને મહારાજનું વાજતે-ગાજતે સામૈયું કર્યું અને કિર્તન ગાતા ગાતા મંદિરે આવ્યા. આમ અચાનક મહારાજને તેડવા જવાનો અલભ્ય લાભ મળ્યો જે અમારા માટે તો સંભારણા રૂપે પરચો જ કહેવાય. આમ ભગવાન નિજ ભક્તોને સેવા આપવા આવા ઘણાં દિવ્ય ચરિત્ર કરતાં સેવા આપતા અને રાજી થતાં.

એક વખત ચંપાદેવી તથા દયાબેન અને કસ્તુરબેન ત્રણે કપડાં ધોવા ફુલવાડી તરફ આવતા હતાં અને ત્રણેને સંકલ્પ થયો કે, આજે મહારાજના દર્શન કરવા છે. ત્યારે વાતો કરતાં કરતાં ફુલવાડી પહોંચ્યા ત્યાં મહારાજ ફુલવાડીમાં જ્યાં કૂવો છે ત્યાં પાછળના ભાગે કારીગર મજૂર પાસે મહારાજ થાપી લઈ ઇટનું બાંધકામ કરાવતા હતા. ત્યારે અમારો સંકલ્પ હતો મહારાજના દર્શન કરવા છે. તે આ થાપી લઈ બાંધકામ કરતા મહારાજના દર્શન થતાં અમે મહારાજની નજીક ગયા. મહારાજને કહ્યું, મહારાજ આપનાં દર્શન કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. ત્યારે મહારાજે ત્રણેને પાસે બેસાડી અને પોતાના ચિન્હના દર્શન કરાવ્યા. હું તથા દયાબેહન અડખે પડખે બેઠા અને ચંપાબેન સામે બેઠા. આમ પ્રગટ ભગવાને પોતાની પાસે બેસાડીને કર-ચરણના ચિન્હોના દર્શન કરાવ્યા. આમ અંતર્યામી ભગવાન ભક્તોના મનોરથ પૂરવા અને પોતાની મૂર્તિનું સુખ આપવા હાજર વર્તે છે.

આવા ભક્તો દિવ્ય છે અને પરમ ભાગ્યશાળી છે કે પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાણ નો સ્પર્શ થવો, ચિન્હના દર્શન થવા, ભગવાનમાં રસબસ થઇને દિવ્ય ભક્તિ-સેવા-ઉપાસના કરવી અને આનંદ માણવો.

પ્રગટ ભગવાન જ્યારે જામવંથલીમાં પ્રત્યક્ષ બિરાજમાન હતા ત્યારે મને ઘણાં પ્રકારે

મહારાજના દર્શન સેવાના આનંદ પ્રાપ્ત થયા હતા. પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પરબ્રહ્મ પરનારાયણ માનવરૂપમાં જામવંથલીમાં વિચરણ કરતા લીલા કરતા ત્યારે સવારમાં દાતણ કરતા તે પ્રત્યક્ષ દર્શન કર્યાં છે. પ્રગટ ભગવાનને સ્નાન કરતા નિરખ્યા છે. ભગવું ગંજીયુને ધોતી પહેરેલા પ્રભુને નિરખ્યા છે.

મહારાજ અમૃતબાને પતાસાની પ્રસાદી આપીને રાજી કરતા અને મહારાજ જામવંથલી મંદિરે રહેતા ત્યારે ફુલવાડીમાં કામ પણ ચાલુ હતું ત્યારે મહારાજ સવારે ફુલવાડીએ જતાં ત્યારે બાજુમાં અૃમત નિવાસમાં ડાહ્યાભગતના ઘરે પાવડા અને ધમેલા લેવા આવતા. સાથે બે છોકરાવ લાવતા ને મહારાજ અને દેવસ્વામી સાથે આવતા. ડાહ્યા ઝીણાના ઘરે પ્રેમીભક્તોને દર્શન આપતા અને હાથમાં છડીને ચરણે ચાખડી પહેરી હોય ત્યારે ચટકતી ચાલ મહારાજ ચાલતા ને ભક્તોને આનંદ આપતા અને લટકા કરી બોલાવતા ત્યારે પ્રેમીભક્તો પોતાને ધન્ય ધન્ય ગણતા. આમ ડાહ્યાભગતને ઘરે મહારાજ પધરામણીએ ઘણી વખત આવતા ને ભગવાનની વાતો કરતા અને સૌ રાજી થતા. મહારાજ જ્યારે જવા ઊભા થતા ત્યારે મહારાજ કહેતા, ડાહ્યાભગત હવે અમો જઈએ ત્યારે ડાહ્યાબાપા કહેતા મા-બાપ બેસોને તો મહારાજ થોડીકવાર વધારે બેસીને ભગતને રાજી રાખતા. આમ પ્રગટ ભગવાનની દયાનો કોઈ પાર નહીં. આમ મહારાજે ડાહ્યાભગતને, કુટુંબને દર્શનનો ઘણો લાભ આપ્યો છે. મહારાજ જામવંથલીમાં પ્રત્યક્ષ હતા ત્યારે વ્હાલા ભક્તોને બહું સુખ આપતાં બ્રહ્મસુખ અમૃત વરસાવતા. અમીદૃષ્ટિ કરી નિજ મૂર્તિના દિવ્ય અલૌકિક સુખ આપતા. દિવ્ય સુખે પ્રેમી ભક્તોને તૃપ્ત કરતા.

એકવાર ભગવાનજી રાજા જાવીયાને મહારાજ જુનાગઢ મંદિરમાં એકાદ કલાક પ્રદક્ષિણા ફર્યા. ત્યારબાદ મહારાજ અને ભગવાનજીભગત બંને હનુમાન-ગણપતિ પાસે આવ્યા અને મારા માથે હાથ મૂક્યો અને મહારાજ બોલ્યા, કેમ છો કસ્તુર. ત્યારે મને અતિ હરખ થયો. આ હરખ આનંદ જોઈને અંતર્યામી મહારાજ ખૂબ ખૂબ રાજી થયા અને રાજીપાથી મને આશીર્વાદ આપ્યા. ત્યારે અમે મહારાજ માટે મસાલાવાળા ઢેબરા બનાવી લઈ ગયા હતા. આમ અવારનવાર મહારાજ માટે મોતિયા લાડું, ઝીણી સેવ તથા મુખવાસમાં એલચીના દાણા ડબરો ભરીને જે ભક્તો જૂનાગઢ જતા તેની સાથે મોકલતા.

પ્રગટ ભગવાન જામવંથલીમાં બિરાજતા હતા ત્યારે વહેલી સવારે ગામમાંથી બાઈઓ પાણીના બેડા ભરીને મંદિરે મૂકવા જતી. ત્યારે એક વખત હું તથા મારા ભાભી પાણીના

બેડા ભરીને મૂકવા જતી હતી ત્યારે પ્રગટ ભગવાન દાતણ કરતા હતા ત્યારે મહારાજ અને મારી એક નજર થઈ એટલે જે દાતણ કરતા હતા તે મને ત્યારે જ રાજી થઈ આપ્યું અને એ દાતણ જે મહારાજે ચાવીને આપ્યું હતું. તે પ્રસાદી દાતણ મેં જ્યારે ચાવ્યું તો જાણે અમૃતનો રસ પીધો હોય તેવો અંતરમાં તૃપ્તીનો અનુભવ થયો. આમ હૈયામાં આનંદ થતાં ઘેર પહાગચ્યા.

પ્રગટ ભગવાન ફુલવાડીમાં હતા ત્યારે ફુલવાડીના કૂવામાંથી ગાર કઢાવવો હતો ત્યારે મહારાજે એક ડોશીમા સાથે ડાહ્યાભગતના ઘરે સમાચાર મોકલ્યા કે, બે-ત્રણ દિકરીયુંને મોકલો તો અમારે કૂવામાંથી ગાર કઢાવવો છે. ત્યારે અમે ત્રણ જણી ફુલવાડી ગયા. ત્યાં વિજ્યા કૂવામાંથી ગાર લાવે હું વચ્ચે અને બીજી કસ્તુર છેલ્લે આમ ગાર કાઢતા હતા ત્યારે મહારાજે આવીને મને કહે, તારો હાથ લાવ. મેં મહારાજને મારો હાથ આપ્યો. મહારાજે મારો હાથ ઝાલ્યો ત્યારે મેં કહ્યું, મહારાજ મને ધામમાં લઇ જવા માટે મારો હાથ ઝાલ્યો છે ને. તો મહારાજે કહ્યું, અમે અમારા દરેક ભકતોનાં હાથ ધામમાં લઇ જવા માટે જ ઝાલ્યાં છે.

એકવાર ઋષીપંચમીના દિવસે પરષોત્તમ ડાહ્યા મકવાણા સવારે મહારાજને લઈ કંકાવટી નદીના કાંઠે અમૃત નિવાસમાં પધાર્યા. ત્યારે સાથે દેવસ્વામી પણ હતા અને મહારાજને ત્રીજા રૂમમાં ઢોલિયે ગાદલા નાખી બિરાજમાન કરાવ્યા. ત્યારે ડાહ્યાબાપાનું કુટુંબ બાયુંુ-ભાયું બધાં ભેગા મળી મહારાજની આરતી ઉતારી પૂજા કરી. તેમાં પરષોત્તમભાઈ તેમના ધર્મપત્ની, અમૃતબા, સવિતાબેન તથા કસ્તુર અને શાંતાબેન બધા મળીને ઋષીપંચમીની મહારાજની પૂજા કરી. ત્યારે સૌ ભક્તોએ દક્ષિણા આપી તે મહારાજે નોટોને પાઘમાં રાખી અને ચિલર હતું તે દેવસ્વામીને આપ્યું. આમ મહારાજની આરતી ઉતારી ત્યારબાદ મહારાજ ફુલવાડી ગયા.

મહારાજ એક વખત ફુલવાડીમાં સર્વને દર્શન આપતા હતા ત્યારે ડાહ્યાભગતના ઘરના રસોડાની બારીમાંથી મેં અમૃતબાને કહ્યું કે, મારે ફુલવાડીએ મહારાજના દર્શન કરવા જવું છે. ત્યારે હું સાંજના રોટલા કરતી હતી. અમૃતબા કહે, રોટલી કરીને જજો. એટલે હું ઝડપથી ઝટ ઝટ રોટલા કરી ફુલવાડીએ ગઇ. ત્યારે ફુલવાડીને વાડ હતી એ વાડમાં છીંડું હતું તે છીંડીમાંથી ગરકીને મહારાજના દર્શન કરવા ગયા. ત્યારે મહારાજ સૌને દર્શન આપી સ્નાન કરીને મહારાજ ઊભા હતા. ત્યારે મેં એક ભગતને કહ્યું, મારે મહારાજના દર્શન કરવા છે ત્યારે મહારાજ દર્શન દેવા પધાર્યા અને સ્નાન કરેલ પ્રસાદીનું જળ મારા મુખમાં

મેલ્યું ત્યારે જાણે દિવ્યરસ મુખમાં મેલ્યો હોય તેવો મને આનંદ થયો. આમ અંતર્યામી ભગવાન નિજ ભક્તોના મનોરથ પૂરા કરતા અને દર્શન આપતા.

આમ પ્રગટ ભગવાન પોતાના વ્હાલા ભક્તો જે ઘણા યુગોથી ભક્તિ કરતા આવતા હોય તેવા ભગવાનની મૂર્તિના યોગને પામવાની ઈચ્છાવાળા ભક્તોને સમયાંતરે પોતાની ઓળખાણ આપી નિમિત્ત ધરી નિજ ભક્તોને આવા દિવ્ય યોગ વડે મનની મનોકામનાઓ પૂરે છે, રાજી કરે છે. ભક્તિમાં અગ્રેસર રાખે છે. સાથે અનેકના કલ્યાણ કરે છે. ભક્ત અને ભગવાન રસબસ થઈ મૂર્તિમાં મૂર્તિ ભળી જાય છે ત્યારે પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ટા અને બ્રહ્મરૂપપણું પરબ્રહ્મમાં એકરસ દિવ્ય એકતા થાય છે.

અનાદિ મુક્તરાજ હરિકૃષ્ણભગત ભગવાનજીભગત જાવિયા

ગામ ઃ જામવંથલી, હાલ- રાજકોટ

હરિકૃષ્ણભગતનો જન્મ થયા પહેલાં મહારાજે ભગવાનજી ભગતને કહ્યું હતું કે, તમારી ઘેર દીકરાનો જન્મ થશે અને એનું નામ હરિકૃષ્ણ રાખજો પછી સમય જતાં હરિકૃષ્ણભગતનો જન્મ થયો અને પછી મહારાજને કાગળ લખ્યો કે, દિકરાનો જન્મ થયો છે. મહારાજે જવાબમાં પત્ર લખ્યો કે, હરિકૃષ્ણ નામ ઉત્તમ છે માટે તે નામ રાખજો.

ભગવાનજી ભગત જ્યારે મહારાજના દર્શન કરવા જાય ત્યારે એ કાંઈ ને કાંઈ વસ્તુ લેતા જાય. એક વખત મહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજ માટે એક સૂટકેસ ભરી વસ્તુઓ લાવ્યા. દુબઈથી એક વખત મહારાજ માટે ભગત સાબુ લાવ્યા, માગઘો સાબુ હતો એના કવર પર એક સ્ત્રીનો ફોટો હતો. તેથી મહારાજ ઘડીક હરિકૃષ્ણ સામું જુએ. ઘડીક ભગવાનજીભગત સામું જુએ. ઘડીક સાબુ સામે જૂએ. પછી મહારાજે હરિકૃષ્ણને કહ્યું કે, એક લાલ બોલપેન લાવ. ભગતે આપી. પછી એ પેનથી મહારાજે એ યુરોપિયન સ્ત્રીને કપાળમાં લાલ ચાંદલો કર્યો પછી મહારાજે હરિકૃષ્ણને કહ્યું કે, ‘‘જો કેમ લાગે છે !'' પછી ભગત હસ્યા પછી મહારાજે કહ્યું કે, ‘‘હજુ આમાં અધૂરું છે, પછી મહારાજે હળવેકથી એ સ્ત્રીનો સગથો પૂર્યો.'' પછી મહારાજે કહ્યું કે, ‘‘હવે પરિપૂર્ણ સ્ત્રી થઈ.'' પછી મહારાજે હરિકૃષ્ણને કહ્યું કે, ‘‘તને આવી ગોતી દેવી છે.''

એક વખત બાર-તેર ભક્તો ગિરનારની પ્રદક્ષિણા કરવા ગયા. ત્યારે હરિકૃષ્ણભગત

સૂતા હતા તેથી રહી ગયા. પછી મહારાજે તેને કહ્યું કે, હવે તું અહીં રહે અને મારી સેવા કર. પછી મહારાજે તેમને અતિ રાજી થઈ દિવ્ય બ્રહ્મસુખ આપ્યા. પછી મહારાજે કહ્યું કે, હવે તમારા બધા પૂર્વજન્મના પાપ બળી ગયા. પછી મહારાજે રાજી થઈ હરિકૃષ્ણભગતને પોતાની મહાપ્રસાદીની દાઢ આપી.

એક વખત મહારાજની રૂમની પાછળ ભંડાર હતો. એમાં જૂનવાણી ચીમની હતી ત્યાં પચાસેક જેટલા વાંદરા આવ્યા એમાં બધાય વાનર કૂદાકૂદ કરતા અને મહારાજ શાસ્ત્ર લખતાં હતાં. ત્યાં સવારમાં સૂર્યનારાયણનો પ્રકાશ આવતો હતો. નીચે ભંડક હતો એમાં રોટલીઓ પડી હોય એ વાનરો માટે લાવી લાવી નાખતા હતા અને એમાં એક વાંદરો એ મહારાજ સામે જોતો હતો. પછી મહારાજે ભગતને બોલાવ્યા. પછી ભગતને કહ્યું કે, ‘‘જો આ કોણ છે ? પછી ભગતે કહ્યું કે,- ‘‘આ વાનર છે.'' પછી મહારાજે કહ્યું કે, ‘‘જો સરખું જો આ કોણ છે ? મહારાજે કહ્યું કે,- ‘‘આ સાક્ષાત્ હનુમાનજી છે.'' પછી મહારાજે બાસ્કેટમાંથી એક કેળું આપી ભગતને કહ્યું કે, તમે હનુમાનજીને કેળું આપો. પછી ભગતે કેળું આપ્યું અને પછી એ આખું કેળું છાલ સહીત જમી ગયા. આ રીતે હનુમાનજીને પ્રસાદીનું કેળું આપ્યું.

એકવાર હરિકૃષ્ણ ભગત અને હરસુખ ભગત મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા હતા અને એ સમયે ભગવાનજી ભગત દાસાલેન્ડમાં હતા અને ત્યાંથી એક કેમેરો અને રોલ લાવ્યા હતા અને હેમંતભગતને કહ્યું કે, તમારે મહારાજની દિનચર્યાના ફોટા પાડીને રોલ મોકલી દેવાનો હતો માટે જૂનાગઢમાં લક્ષ્મીવિજય સ્ટુડિયોમાં હેમંતભગત અને હરિકૃષ્ણભગત મહારાજનો આલ્બમ બનાવવા માટે ફોટા પાડવાના છે એમ કહેવા ગયા. લક્ષ્મીવિજય સ્ટુડિયોવાળા ભાઈને એમ હતું કે, બે-ત્રણ ફોટા પાડવાના હશે એટલે એ તેમની સાથે મંદિરે આવ્યા. ત્યારે હેમંતભગતે એમને કહ્યું કે, આ આખા રોલના ફોટા પાડવાના છે. તો સ્ટુડિયોવાળાએ કહ્યું કે, આ તો ૩૬ ફોટા થાય. આ પાડવામાં તો સમય લાગે. પછી મહારાજ કહ્યુંં કે, તમે ભગત એક કામ કરો. હું જેમ વેશ બદલતો જાવ ને એમ તમે કેમેરાની ચાપ દબાવતા જાઓ. પછી મહારાજ જૂદી જૂદી રીતે લીલાચરિત્ર કરતા ગયા. ક્યારેક ઊભા રહે, બેસી જાય. એ રીતે ફોટા પડાવ્યા પછી છેલ્લા ફોટામાં મહારાજે અલખી ધારણ કરી હરિકૃષ્ણભગતને પોતાના ચરણ પાસે નમન કરતા ફોટા પડાવ્યા.

એકવાર હરિકૃષ્ણભગત તેમની નાની બેન બે વર્ષની પૂનમને બાબા સૂટ પહેરાવી મહારાજ પાસે બાલમુકુંદ ભવનમાં તેમના રૂમમાં કંઠી બંધાવવા લઈ આવ્યા અને પછી

મહારાજે પૂનમને ચાંદલો કરી મહારાજે મંત્ર બોલી કંઠી બાંધી. ત્યારે કંઠી બાંધતા ફોટા પણ પાડ્યા પછી થોડીવાર રમાડીને કહ્યું કે, આને હવે લઈ જાઓ.

એકવાર જામવંથલીમાં બગીચાવાડીમાં મહારાજ કુવા પાસે સ્નાન કરતા હતા એવામાં હરિકૃષ્ણભગત દર્શન કરવા પહાગચ્યા ત્યારે મહારાજે અચાનક મોઢામાંથી ગળફો કાઢ્યો તો તરત જ એ ગળફો હરિકૃષ્ણભગતે હાથમાં લઈ પ્રસાદીરૂપે પી ગયા તેમજ મહારાજ સ્નાન કરતા હતા તે પ્રસાદીના જળનું પણ પાન કરી ધન્ય બની ગયા.

મહારાજની હયાતીમાં ખૂબ જ નાની ઉંમરમાં હરિકૃષ્ણભગતને મહારાજના અનેકવાર દર્શન સેવાનો લાભ મળ્યો છે. મહારાજની સાથે તેમના અનેક ફોટાઓ પણ છે. હરિકૃષ્ણભગત તેમજ હરસુખ ભગત આ બંને બાળમિત્રોને મહારાજે પોતાની સેવાનો લાભ આપી ખૂબ રાજી કર્યાં છે. આ બંને ભક્તોએ ફુલવાડી મંદિરનું જ્યારે કાર્ય ચાલતું હતું ત્યારે મોટા મોટા પથ્થરોની પાટો ગાડીમાંથી ઉતારવી, માલ સામાન ફેરવવો, ઉત્સવ-સમૈયામાં સેવાઓ કરવી, મોટા ભક્તોને સાચવવા. આવી અનેક પ્રકારની સેવાઓ કરી મહારાજ તેમજ મુક્તોને રાજી કર્યાં છે. ફુલવાડી પરમધામ મંદિરનું કાર્ય ચાલું હતું ત્યારે ભગવાનજીભગત તો દુબઈ હતા પણ તેમનો પરિવાર કસ્તુરબેન, હરિકૃષ્ણભગત, પૂનમ અને નલિનીએ જામવંથલીમાં જ હતા જેથી ફુલવાડીના ખાતમુહૂર્તથી લઈને મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા સુધી મંદિરના અનેક કાર્યોમાં પૂજનવિધિ કરવાનો તેમજ સેવાનો પણ ખૂબ મોટો લાભ મહારાજની કૃપાથી એમને મળ્યો છે જેનો તેમને ખૂબ આનંદ છે.

પ્રગટ ભગવાનની કૃપાથી હરિકૃષ્ણભગત તેમના બાપુજી ભગવાનજીભગત, તેમના માતુશ્રી કસ્તુરબેન, તેમના ધર્મપત્ની કલાબેન, દિકરો તિર્થ તેમજ તેમની મોટી બેન નલિનીબેન અને નાની બેન પૂનમબેન આ બધા જ પરિવારના ભક્તો તન-મન-ધનથી મહારાજને સેવી ભજન કરી અને ધર્મમય પવિત્રપણે જીવન વ્યતિત કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.