પરચા ૫૭

અનાદિ મુક્તરાજ રમણીકલાલભગત ખીમજીભગત વાઢેર

જામવંથલી, હાલ- રાજકોટ

જામવંથલી ગામમાં ભગવાન સ્વામિનારાયણનું હરિમંદિર છે. ત્યાં એ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બિરાજતા હતા. ત્યારે આ રમણીકલાલ ભગતની ઉંમર નાની હતી ત્યારે અચાનક રમણીકલાલ ભગત અને તેના ભાઈ બંનેને આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું અને આંખો ઉપસીને લાલ થઈ ગઈ ત્યારે તેના માતાજી મહારાજની પાસે લઈ ગયા. દિવાલના ટેકે બંને ભાઈઓ મહારાજ પાસે પહાગચ્યા અને મહારાજે હેમંતભગતને પાણીનો કળશિયો લાવવા કહ્યું. મહારાજે પાણીનો ખોબો ભરીને બંને ભાઈની આંખ ઉપર છાંટ્યું અને કહ્યું, હવે સારું થઈ જશે. બે દિવસ પછી બંને ભાઈને આંખો સાવ મટી ગઈ. મહારાજ મોટા સંત હતા અને આ આંખો મટાડી એટલે મહારાજમાં તેમને ઘણું હેત થયું પછી તો દરરોજ મંદિરે જતા અને મહારાજની આજ્ઞા પ્રમાણે સેવા કરતા, મહારાજને રાજી કરતા.

એમ કરતાં કરતાં દરરોજ મંદિરે સેવા-પૂજા કરવા જતા. પછી તો દરરોજ સાંજે ધૂન, કિર્તન કરીને ભગવાનની આરતી ઉતારતા અને સાથે સાથે મહારાજના ફોટાની પણ આરતી ઉતારતા અને પ્રગટ ભગવાન શાસ્ત્રીજી મહારાજની જય બોલાવતા. એટલે ઘણાં એવા હરિભક્તોને આમ સાધુની આરતી અને જય બોલાવવાનું રૂચતું નહીં. તેથી મોટા મોટા ભક્તોને બોલાવ્યા અને આમ ન થવું જોઈએ તેની ચર્ચા થવા લાગી. ત્યારે કોઈ જગ્યા ખાલી ન હતી તે પ્રમાણે મંદિરનું આખું પ્રાંગણ ભરાયું હતું અને ર૪ કલાકની ધુન રાખી હતી. પરંતુ ઉપદ્રવીઓએ નક્કી કર્યું કે એ રમણીક વાઢેર બહાર આવે તો એને મારવો ને નુકસાન પહાગચાડવું. આ વાત એક મિત્રએ આવીને રમણીકભગતને કહ્યું, બહાર ઉપદ્રવીઓ તૈયાર થઈને ઊભા છે. ત્યારે ભગતે બળમાં કહ્યું કે, ધાર્યું ધણીનું થાય. આપણી સાથે આ હજાર હાથવાળો છે. એ બે હાથવાળો શું કરી લેવાના. આમ કહી મંદિર બહાર આવ્યા ત્યાં સામે એક યુવાન ખીસ્સામાં હાથ નાખી ઊભો હતો અને રમણીકભગતે એ યુવાન સામું જોયું ચાર આંખો એક થઈ ત્યાં તો પેલો યુવાન જડ જેવો થઈ ગયો. કાંઈ ન કરી શક્યો અને રમણીકભગત અને તેના મિત્રો બહાર નીકળી ગયા.

એક વખત ચાર-પાંચ ભક્તો સાથે વંથલીથી જૂનાગઢ મહારાજના પગપાળા

દર્શને ગયા, મહારાજને દંડવત્ કર્યાં. મહારાજ સૌને બાથમાં લઈને ભેટ્યા અને બોલ્યા, આવા શૂરવીર ભક્તો થાવું. એમ મહારાજ બહુ રાજી થયા. જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં મહારાજની આરતી ઉતારવા કે જય બોલવા ન દેવાથી અને વાદ-વિવાદ થવાથી અમે યુવાનીયા ભક્તોએ નક્કી કર્યું કે, હવે આપણે આ ફૂલવાડીમાં મહારાજના પ્રસાદીના ઓરડાઓને સાફ-સફાઈ કરી પાણીથી બરાબર ધોઈને મહારાજની મૂર્તિ પધરાવીને આરતી, ધૂન ત્યાં ફૂલવાડીમાં જ કરશંુ. પછી તો ત્યાં ધૂન, ભજનથી ચારે દિશાઓ ગુંજવા લાગી અને ભક્તો સૌ ભેળાં મળી મોટા દિવસોમાં વિશેષ વિશેષ ભજન કરવા લાગ્યા અને મહારાજની જન્મજયંતિ આસો વદ આઠમ ઉજવવા લાગ્યા.

આસો વદ આઠમે ત્યાં ફૂલવાડીમાં વંડા બહાર એક આંબલીનું ઘટાદાર વૃક્ષ હતું. તેના ઉપર ધજા ચડાવવા જેન્તિભગત પોરીયા, ભગવાનજીભગત પોરીયા અને આ રમણીકભગત વાઢેર આ ત્રણ ભક્તો ભેળા મળી એ આંબલીના વૃક્ષ ઉપર ધજા ચડાવતા અને એ આંબલીના વૃક્ષમાં એક જીન મામો આત્મા રહે. એ મામાને ઘણાંએ જોયેલ હતો. તે સફેદ કપડાં પહેરેલો અને લાંબો લાંબો ૧૦-૧ર ફુટ જેટલો તે આ આંબલીના વૃક્ષમાં રહેતો અને એ આંબલીના વૃક્ષમાં ઉપર ડાળીના ગૂંચળાવાળું એક ખુરશી જેવું આસન હતું. તે આ આસન ખુરશી ઉપર રમણીકભગત બેઠેલા છતાંય મહારાજની કૃપાથી કાંઈ કોઈ તકલીફ થઈ ન હતી કારણકે એ જીન-મામાને મહારાજે સ્પષ્ટ કીધેલું કે, આ મારા છોકરાઓને તું રંજાડતો નહીં. એટલે મહારાજના ભક્તોને ક્યારેય કોઈ નુકસાન તેણે પહાગચાડ્યું નથી.

ફુલવાડીમાં એક બીજી આંબલી જે ઓફિસના સામેના ગેટની બહાર હતી, આ આંબલીમાં એ જીન મામો રહેતો. એક વખત એ જીન-મામો ત્યાંથી પસાર થતાં લોકોને પરેશાન કરે દેખાડો આપે. જે જુવે તેને ઝાડા પેશાબ થઈ થાય ત્યારે ગામના લોકોએ મહારાજને વાત કરી એટલે મહારાજે તેને મોક્ષમાં મોકલવા પાણીની અંજલી છાંટી. જીન-મામાએ ભગવાનને હાથ જોડ્યા જેથી મહારાજ કહે, તારે હવે આ રૂપમાં દુઃખ ભોગવવું નહીં પડે પણ તું અમારું કામ કરજે. જીન-મામો કહે, જી મહારાજ આજ્ઞા કરો એટલે મહારાજ કહે, તારે આ ફુલવાડીની રક્ષા કરવી જેથી તારું કલ્યાણ થશે. એમ મહારાજે આશીર્વાદ આપ્યા.

એક વખત બાજુના ગામમાંથી ખોટા વિચારથી ફુલવાડીની વાડ ટપીને ચોર ચોરી કરવા આવ્યા ત્યારે આ જીન-મામાએ તે લોકોને પાછળ થઈ ઝાડા-પેશાબ સાથે તેના ગામ સુધી ભગાડ્યા હતા. આમ ભક્તોને ખબર હતી અહીં આ જીન-મામો રહે છે અને ફુલાવડી

અને ભક્તોની રક્ષા કરે છે.

એક વખત કુંકાવાવમાં પાદરે મૂર્તિ પધરાવવાની હતી અને સમૈયો કરવાનો હતો ત્યારે અમુક ગણ્યા ગાંઠ્યા ભક્તો બધા મંડળ વતી ત્યાં ગયા હતા. પરંતુ મને રમણીકભગતને ત્યાં ઉત્સવમાં જાવાની ઘણી લાલસા પણ તે સમયમાં પૈસા તો કોઈ પાસે એટલા હતા નહીં. પણ ત્યાં ભગવાનજી રાજાએ કુંકાવાવથી ખટારો મોકલાવ્યો અને વંથલીથી કુંકાવાવ જેને આવવું હોય તે બેસી જાવ. આ મહારાજની કૃપા અને કળાથી ઘણાં ભક્તો ભાઈઓ-બેનો ત્યાં કુંકાવાવ ગયા અને જોરદાર ભજન-રાસ, શોભાયાત્રા થઈ. આમ સમૈયો પૂરો થઈ ગયા પછી જૂનાગઢ દર્શને ઘણા ભક્તો ગયા ત્યારે મહારાજ બહુ જ રાજી રાજી થયા.

એક વખત અમે ચાર પાંચ ભક્તોએ નક્કી કર્યું કે,મહારાજ અત્યારે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે છે તેથી આપણે પગપાળા રાજકોટ જઈએ. પરંતુ અમારો વિચાર ભાદરા દર્શન કરીને જવાનો હતો પણ અમને પડધરી સુધી વાહનનો યોગ મળ્યો ત્યારે પડધરીથી ચાલીને રાજકોટ અમે ગયા. ત્યારે મહારાજની રાજકોટમાં કથા ચાલતી હતી એટલે દર્શન કરવા અમે સંકલ્પ કરી પગપાળા પડધરીથી રાજકોટ આવ્યા અને મહારાજના દર્શન કરી બેઠા ત્યારે રમણીકભગતથી મહારાજને સ્હેજે પૂછાઈ ગયું કે, હે મહારાજ આ તમે ઢેઢગરોડી બનાવી દીધી તે ક્યાં ચાગટાડી હતી. મહારાજ મરક મરક હસ્યા અને આંગળી ચીંધી કહે, જો એ ખૂણામાં ચાગટાડી હતી. મહારાજ કહે, ભગવાનનું પારખું લેવા આવે તે કાંઈ થોડું થાય. અમે તો શાસ્ત્ર લખતા હતા ત્યાં પોલીસ આવી કહે, ક્યાં છે પેલી બાઈઓ. મહારાજ કહે, જાઓ હોય તો જોઈ લ્યો. ત્યાં તો કાંઈ ન મળ્યું. પણ તે ખોટા વિચારવાળાને ખબર પડી કે, એ બાઈઓ તો ઢેઢગરોડી થઈ છે તો પેલા ધ્રુજવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા કે, મહારાજ અમે બીજાની વાતમાં લેવાઈ ગયા, અમને માફ કરો. આમ ભગવાન અંતરર્યામી છે. અંતર્યામીને બદનામ કરવા તે તો શકય જ નથી.આમ ભગવાન બધું જાણે છે અને પાપી અને પાપીના સાથમાં રહેનારાને દુઃખ આવે જ છે, એવા કપટીનો ક્યારેય ઉદ્ધાર થતો નથી.

મહારાજની કૃપાથી અમારે ઘણીવાર જૂનાગઢ જવાનું થતું. મહારાજની સેવા કરવા અમે જતાં ત્યારે ત્યાં હું હેમંતભગતની સાથે રહી મહારાજની ચરણસેવા કરતો અને જ્યાં સુધી મહારાજ ના બોલે ત્યાં સુધી મહારાજનું શરીર દાબતા. આમ એક વખત મહારાજના ચરણ સેવા કરતાં હતાં ત્યારે મહારાજ બોલ્યા કે, આજ તો દુબઈ, મસ્કત, પૂના ગયો હતો. ભક્તોને આશીર્વાદ આપ્યા. આમ દિવ્ય સ્વરૂપે મહારાજ ભક્તોને દર્શન દેવા જતા. એ

દર્શન થયા તે ભક્તોના પત્રો આવ્યા તે પત્રો અમને મહારાજે બતાવ્યા જુઓ હું દર્શન દેવા ગયો હતો તે તે ભક્તોના પત્રો આવ્યા છે. તેમને મારા દર્શન થયા છે. આ વાત મહારાજે એટલા માટે કરી કે, તમને મળ્યો એવો હું ભગવાન કેવો છું. અંતર્યામી છું, દૂરદર્શી છું અને તેની ચરણસેવા તમે માણી રહ્યા છો.

એક વખત મહારાજ ફુલવાડીમાં ફરતા હતાં. ત્યાં ફુલવાડીમાં મહારાજના બનાવેલા પ્રસાદીના ઓરડા હતા અને મહારાજ વિચરતા હતા ત્યારે ત્યાં હીરાબાપા સામે છેડે હતાં અને હું ને બીજા બે છોકરાઓ હતા ત્યારે મહારાજ ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા અને બોલ્યા કે, આ જગ્યાએ ફુલવાડી મંદિરનું મધ્યશિખરનું મધ્યબિંદુ અહીં આવશે. એટલે હીરાબાપાને બોલાવ્યા ને મહારાજે વાત કરી મંદિરનું મધ્ય શિખરનું મધ્યબિંદુ અહીં આવશે. ત્યાં તો હીરાબાપા એક મોટો પથ્થર લાવી જ્યાં મહારાજ ઊભા હતા ત્યાં ખાડો કરી નિશાન કરી લીધું અને મંદિર બન્યું ત્યારે તે મુજબ જ ફુલવાડી મંદિરનું મધ્ય શિખરનું મધ્યબિંદુ ત્યાં જ આવ્યું અને મહારાજનું હૃદયભાગ આ ફુલવાડીના મધ્ય શિખરના મધ્યમાં એ પધરાવવામાં આવેલ છે.

જ્યારે ફુલવાડી મંદિરના પાયા ખોદવામાં આવ્યા ત્યારે જ્યાં પાણી આવે ત્યાં સુધી એટલે ૧૮ થી ર૦ ફૂટ પાયા ખોદાણા છે અને તે પાયામાં શેષનારાયણે બધે આંટો માર્યો છે. એટલે આ ફુલવાડી મંદિર મહારાજના રાજીપાનું દિવ્ય પરમઘામ છે. કારણકે ત્યાં પ્રત્યક્ષ ભગવાનની આરતી ભકતોએ ઉતારેલી છે. અવતારી પુરૂષોત્તમ નારાયણનું હૃદય એ મધ્ય શિખરમાં નીચે પધરાવેલ છે અને આ ફુલવાડી મંદિરનાં શિખરમાં ધામનાં મુક્તોની સેવા છે.

એક વખત હું જૂનાગઢમાં મહારાજની સેવા કરતો હતો. ત્યારે સેવા કરતાં કરતાં ચરણોમાં ચિન્હનાં દર્શન કરતો હતો. ત્યારે મહારાજ કહે, હવે તારે એક કામ કરવાનું છે. રમણીકભગત સમજી ગયા કે, મહારાજ શું કહે છે. એટલે રમણીકભગત મહારાજને કહે, મહારાજ આપની કૃપા હોય તો થાય એટલે મહારાજના મસ્તકમાં હું જોવા લાગ્યો અને મેં મહારાજને કહ્યું, મહારાજ આમાં તો મને કાંઈ સુઝતું નથી. મહારાજ કહે, જે બ્રહ્માંડમાં છે ઈ આમાં છે. એટલે મેં ફરી જોવાનો પ્રયત્ન કર્યો. મહારાજની કૃપાથી મસ્તકમાં મધ્યમાં સુર્યના દર્શન થયા. એકદમ તેજોમાન આજુબાજુ તારલીયાઓ ઝીણા ઝીણા ટમટમી રહ્યા હતા. આમ ધીમે ધીમે મહારાજની દિવ્ય મૂર્તિને એક એક ઇચથી બારીકાઈથી દર્શન કરતો ગયો અને બુકમાં નાગધતો ગયો. આંખ-કાન-નાક, પાંપણ-ગાલ-હોઠ, ગરદન-ખંભા-બાજુબંધ-

કોણી-કાંડા, હથેળી-છાતી-પીઠ-કમર, ઉદર-જઘન-સાથળ-થાપો, લક્ષ્મીજી ગુડા-પીંડી- આખા શરીરમાં તલ-રેખા- ત્રીવળી-કૌસ્તુભ મણીહાર, સર્વ શરીરમાં એક એક રેખા આમ આખી મૂર્તિનું વર્ણન મહારાજે લખાવ્યું. જ્યાં ખબર ન પડી ત્યાં મહારાજ પૂછતા અને મહારાજ જ ઉત્તર કરતા. આમ દરરોજ થોડું થોડું વર્ણન કરાવતા. જ્યારે ચરણાર્વિદનું વર્ણન આવ્યું ત્યારે મહારાજ કહે, એ છગનભગત કાચા પાસેથી ઉતારા કરી લેજે અને પછી મને આપી જજે. ત્યાર પછી ચરણાર્વિદ ચિતરાવવા હતા તે રમણીકભગત જાવીયા છે તેને લઈને મહારાજ પાસે હું ગયો અને ચરણાર્વિદની મૂર્તિની ત્રણ કોપી બનાવી એક મારી પાસે, એક એ રમણીકલાલ પાસે અને એક મહારાજને આપી જેથી મહારાજ બહુ જ રાજી થયા. મહારાજ પોતે અંતર્યામી છે. પોતે જ લખી શકતા હતા. મૂર્તિ બનાવી શકતા હતા પણ જગતને આ સાબિતી અને સાક્ષી મળી રહે. મહારાજે જે શાસ્ત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ મૂર્તિનું વર્ણન છે તે આ ભક્તોને નિમિત્ત કરી ભગવાને પોતાનું દિવ્યપણું-વૈરાટપણું-ભગવાનપણું જાહેરમાં મૂક્યું છે.

આ ભક્ત એ તથા કુટુંબ સર્વે મળી ભગવાનને ઓળખી ભગવાનની ખૂબ ખૂબ સેવા કરી છે. ભગવાન માટે જગત સામે-માયા સામે બાથ ભરી ભગવાનને પોતાના જીવમાં પધરાવ્યા છે. વિદેશમાં જઈ પોતાની કમાણીમાંથી ઘણા પ્રકારે કુંકાવાવ-જૂનાગઢ-ફુલવાડીમાં ઘણી ઘણી સેવાઓ કરી પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુને રાજી કર્યાં છે અને પુત્ર, પરિવાર પણ ભગવાનને ભજે છે અને સેવા કરે છે. આવા ભગવાનને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ છે, બ્રહ્માનંદ છે. માનવરૂપમાં રહેલા ભગવાનને ઓળખી વ્હાલાની વ્હાલપને વધારી છે.

મેં જ્યારે મહારાજની સંપૂર્ણ મૂર્તિના દરેક ચિન્હોના દર્શન કરી વર્ણન લખ્યું તેથી રાજી થઈ એક કાગળમાં મને એવું લખી આપ્યું કે, ‘‘રમણિક ખીમજી વાઢેર તમે આ પ્રગટ ભગવાનની મૂર્તિના ચિન્હોના વર્ણનનું મહાન કલ્યાણકારી કાર્ય કર્યું છે માટે હવે તમારે મોક્ષમાં બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. જેમને ધામમાં સેવવાના હતા તેમને તમે પ્રત્યક્ષ સેવીને રાજી કરી લીધા છે. અમારા આ સર્વે ચિન્હોનું ધ્યાન-સ્મરણ યુગો યુગો સુધી જે જીવાત્મા કરશે તેનું પણ કૃપાએ કરી અમે કલ્યાણ કરીશું.'' આમ મહારાજે મને આશિર્વાદપત્ર લખી આપી ખૂબ રાજીપો વરસાવ્યો. મહારાજની કૃપાથી મારો પરિવાર પણ ખૂબ જ સેવા-ભક્તિ કરી ધન્યતાનો અનુભવ કરે છે.